હત્યા એ જ એક તો સૌથી ઘૃણાસ્પદ કૃત્ય છે ત્યારે સિરીયલ કિલિંગને તો વિશ્વનાં સૌથી ઘૃણાસ્પદ કૃત્યોમાં જ સામેલ કરી શકાય જેને કયારેય માફ કરી શકાય નહિ.સમાજ માટે આ પ્રકારનાં લોકો અભિશાપ સમાન ગણાવી શકાય.આપણે જે સિરીયલ કિલરની વાત કરવાનાં છે તેમનાં કૃત્યો કોઇને પણ થથરાવી મુકે તેવા છે.
એમેઝોન પર અમેરિકાઝ સિરીયલ કિલર્સ : પોટ્રેઇટ્સ ઇન એવિલમાં કેટલાક ખૌફનાક સિરીયલ કિલર્સ અંગે માહિતી અપાઇ છે.જેમાં ગિલીઝ ડી રેઇઝનો સમાવેશ કરાયો હતો.આમ તો આ શૈતાન આપણાં સમયગાળાનો ન હતો પણ તે ૧૪૦૪માં જન્મ્યો હતો.આ સિરીયલ કિલરને આજનાં સિરીયલ કિલર્સનો પુરોગામી ગણાવવામાં આવે છે.આ શૈતાને જ્યારે તેના ઘૃણાસ્પદ કૃત્યોનો આરંભ કર્યો તે પહેલા તે સેન્ટ જોન ઓફ આર્કનાં સૈન્યનો કેપ્ટન હતો.તેણે અમાનુષી અત્યાચારો, બળાત્કાર અને અસંખ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેણે અનેક બાળકોને રિબાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા.રેઇઝનાં નિશાના પર બાળકો સૌથી વધારે હતા ખાસ કરીને બ્લોન્ડ હેર ધરાવતો અને ભૂરી આંખો હોય તે છોકરાઓ તેને ખાસ પસંદ પડતા હતા તે આ પ્રકારનાં બાળકોેને લલચાવીને તેના ઘેર લઇ જતો હતો અને ત્યારબાદ તે તેમનાં પર અમાનુષી અત્યાચારો ગુજારતો હતો અને એ ઓછું હોય તેમ તે તેમનાં પર બળાત્કાર પણ ગુજારતો હતો અને ત્યારબાદ તેમને મોતને ઘાટ ઉતારીને તેમનાં મૃતદેહનાં ટુકડા ટુકડા કરી નાંખતો હતો.તે તેમનાં મૃતદેહ પર હસ્ત મૈથુન કરીને વીર્યપાત કરતો હતો.તેના આ શૈતાની કૃત્યોમાં સાથ આપનાર કેટલાક દિમાગથી બિમાર કેટલાક લોકો હતા અને તેઓ જેનો શિકાર કર્યો હોય તેના માથા કોણ વધારે સુંદર હતું તેના આધારે તેમનાં માથાને ગોઠવતા હતા.તેણે આમ તો તેના સમયગાળા દરમિયાન કેટલાને મોતને ઘાટ ઉતાર્યા તેનો સાચો આંકડો મળવો તો મુશ્કેલ છે કારણકે મોટાભાગનાને મોતને ઘાટ ઉતારીને તેણે બાળી નાંખ્યા હતા કાં તો તેમને દફનાવી દીધા હતા.તેમ છતાં આ શૈતાને એંસીથી બસ્સો જેટલાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો અંદાજો વ્યક્ત કરાય છે તો કેટલાક તો આ આંકડો છસ્સો જેટલો હોવાનું જણાવે છે.તેણે જેને મોતને ઘાટ ઉતાર્યા હતાં તેમાં છ વર્ષથી માંડીને અઢાર વર્ષ સુધીનાં બાળક અને બાળકીઓને સામેલ કરાય છે.આમ તો તેને બાળકો વધારે પસંદ હતા પણ જો સંજોગો તેના લાયક હોય તો તે છોકરીઓને પણ શિકાર બનાવતો હતો.જ્યારે આ શૈતાન પકડાયો ત્યારે તેના આ શૈતાની કૃત્યોનો ચિતાર તેના ઘરમાં કામ કરનારા એક નોકરે આપ્યો હતો જેણે તેના આ કાર્યમાં તેને સાથ આપ્યો હતો.તે નોકરનું નામ હેનરીટ હતું.આ નોકર જ બાળકોને તેના માલિક માટે લલચાવીને તેના ઘેર લઇ જતો હતો અને ત્યારબાદ તેઓ તેને મોતને ઘાટ ઉતારતા હતા.બાળકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે તેમનાં લોહીથી સ્નાન કરતો હતો.આ છોકરાઓને મારતા પહેલા તેના નોકરો તેમનાં પર અત્યાચાર ગુજારતા હતા અને તેમને તરફડતા જોઇને તેને પિશાચી આનંદ આવતો હતો પણ સૌથી વધારે તેને મજા તેમનાં લોહીમાં આળોટવામાં આનંદ આવતો હતો.તેના નોકર બાળકનાં ગળામાં ખંજર હુલાવતા અને તેમાંથી લોહીનો ફુવારો ઉડતો તેમાં તેને ન્હાવામાં સૌથી વધારે મજા આવતી હતી.જ્યારે આ હત્યાઓ થતી ત્યારે મોટાભાગે આખા રૂમમા લોહી લોહી થઇ જતું હતું.જ્યારે બાળક તરફડીને મોતને ઘાટ ઉતરતો ત્યારે આ શૈતાન એ બાળકનાં મોતનો માતમ મનાવતો હતો અને કહેતો કે તેનાથી ભારે ભૂલ થઇ ગઇ અને તે આ માટે પરમાત્મા પાસે માફી માંગતો હતો.ત્યારબાદ તેના નોકરો ઘરની ફરસને સાફ કરતા અને પેલા બાળકનાં અંગોને ફાયરપ્લેસમાં બાળી નાંખતા હતા.તેઓ માત્ર મૃતદેહને બાળતા હતા એવું નથી પણ તે તેની સાથે સંકળાયેલ તમામ વસ્તુઓનો પણ નિકાલ કરી નાંખતા હતા તેની શૈતાની વૃત્તિનો એ વાતથી અંદાજો લગાવી શકાય કે જ્યારે પેલા બાળકનાં મૃતદેહનાં બળવાની વાસ રૂમમાં ફેલાતી ત્યારે તે તેને પોતાના શ્વાસમાં બહુ મસ્તીથી ઉતારતો હતો.
રિચાર્ડ ટ્રેન્ટન ચેઝ અમેરિકાનો સિરીયલ કિલર હતો જેનો જન્મ ૨૩ મે ૧૯૫૦માં કેલિફોર્નિયામાં જન્મ્યો હતો.આ સિરીયલ કિલરને ધ વેમ્પાયર ઓફ સેક્રેમેન્ટો તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે તે જેનો શિકાર કરતો તેનું લોહી પીતો હતો અને તેમનાં મૃતદેહની જ્યાફત પણ ઉડાવતો હતો.તેણે તેનો પહેલો શિકાર ૨૯ ડિસેમ્બર ૧૯૭૭માં કર્યો હતો જેનું નામ એમ્બ્રોસ ગ્રિફીન હતું અને તેની વય એકાવન વર્ષની હતી અને તે ઇજનેર હતો જેને બે સંતાનોનો પિતા હતો.ત્યારબાદ તેણે ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા ટેરેસા વેલિનને તેનો શિકાર બનાવી હતી.વેલિન તો જ્યારે ચેઝ તેના ઘરમાં ઘુસ્યો ત્યારે બહુ આશ્ચર્ય થયું હતું જેણે તેના પર ત્રણ વાર ગોળી ચલાવી હતી.તેને મારીને તેના મૃતદેહ સાથે તેણે સેક્સ માણ્યું હતું.મારીને તેના ટુકડા કરીને તેના લોહીથી તેણે સ્નાન કર્યુ હતું.૨૭મી જાન્યુઆરીએ તેણે આડત્રીસ વર્ષનાં એવલિન મેરથને મોતને ઘાટ ઉતાર્યો હતો.જે ગનથી તે ખુન કરતો હતો તે ગનમાંથી જ તેણે પોતાના પાડોશી ડોન મેરિડેથ પર પણ ગોળીબાર કર્યો હતો.તેણે મેરિડેથનું પાકિટ ચોર્યુ હતું અને સાથોસાથ તેણે તેની કારની ચાવી પણ ઉડાવી હતી અને ઘરમાંથી નિકળતા પહેલા તેણે એવલિન મિરોથ, છ વર્ષનાં જેસન અને મિરોથની બાવીસ મહિનાનાં ભત્રીજા ડેવિડ પર પણ ગોળી ચલાવી હતી.ટેરિસા વેલિનની જેમ અહી પણ તેણે મિરોથનાં પરિવારનાં સભ્યોનાં લોહી પીધા હતા અને તેમનાં મૃતદેહને સગે કરતા પહેલા તેમનાં આંતરિક અંગોને ખાધા પણ હતા.તેણે ત્યારબાદ તેમનાં મૃતદેહ અને ક્ષતવિક્ષત અંગો પાસેનાં ચર્ચ પાસે દફનાવી દીધા હતા.જો કે તેના આ કૃત્યને એક વ્યક્તિએ તેની આંખે નિહાળ્યું હતું અને તેણે પણ તેના ફિંગરપ્રિન્ટ ત્યાં છોડ્યા હતા એટલું જ નહિ તેના પગલાની છાપ પણ તેણે છોડી હતી જેના આધારે તેની ધરપકડ શક્ય બની હતી.આઠમી મેએ તેને છ ફર્સ્ટ ડિગ્રી મર્ડરનાં ગુનામાં દોષી જાહેર કરાયો હતો અને ગેસ ચેમ્બરમાં મોતને ઘાટ ઉતારવાની સજા અપાઇ હતી.જો કે જ્યારે તેને સજા માટે જેલમાં લવાયો ત્યારે તેની વૃત્તિને કારણે તેના ગુનામાં તેને સાથ આપનારા અન્ય કેદીઓ તેની હાજરી માત્રથી ફફડી ઉઠ્યા હતા.આ લોકો ચેઝને આત્મહત્યા કરી લેવાની જ સલાહ આપતા હતાં.૧૯૮૦ની ૨૬મી ડિસેમ્બરે જ્યારે ગાર્ડ કોઠરીની તપાસ માટે આવ્યો ત્યારે તેણે ચેઝને તેની પથારીમાં વિચિત્ર હાલતમાં સુતેલો જોયો હતો જેનું હલનચલન બંધ થઇ ગયું હતું.જ્યારે તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે જણાયું કે તેણે ડિપ્રેશનની દવાઓનો ઓવરડોઝ લઇ લીધો હતો અને તેના કારણે જ તેનું ગેસ ચેમ્બરમાં જતા પહેલા જ મોત થયું હતું.
એમેઝોન પર જે ડોક્યુમેન્ટ્રી પ્રસારિત થઇ હતી તેમાં જેફ્રી દાહમેરનાં કૃત્યોની પણ સિલસિલેવાર માહિતી આપવામાં આવી છે.જેફ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧નાં સમયગાળાની વચ્ચે ઓછામાં ઓછા સત્તર પુરૂષો અને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેની પણ હત્યા કરવાની રીત અત્યંત ઘૃણાસ્પદ હતી.તે તેમને મોતને ઘાટ ઉતારતા પહેલા તેમની સાથે અકુદરતી દુષ્કર્મ કરતો હતો અને ત્યારબાદ તે તેમને મારીને તેમનાં મૃતદેહ સાથે પણ સેક્સ માણતો હતો મૃતદેહને ટુકડે ટુકડા કરીને તે અંગોને પણ ખાતો હતો.તે જ્યારે માત્ર અઢાર વર્ષનો હતો ત્યારે જ તેણે પોતાનો પહેલો શિકાર કર્યો હતો.તેણે ત્યારે ઓગણીસ વર્ષનાં પર્વતારોહી સ્ટીવન હિક્સની હત્યા કરી હતી.દાહમેર તેને તેના ઘેર લઇ આવ્યો હતો કારણ એટલું જ હતું કે તેને તે પસંદ આવ્યો ન હતો.૧૯૮૮ની ૨૫મી સપ્ટેમ્બરે મિલવાઉકીમાં એક લેઓશિયન બોયની સાથે જાતીય સતામણીનાં આરોપમાં તેને પકડવામાં આવ્યો હતો.તેને ત્યારે દસ મહિનાની રિલીઝ કેમ્પમાં સેવા કરવાની સજા કરાઇ હતી.ત્યારે તે અદાલતમાં સુનાવણી કરી રહેલા ન્યાયાધીશને ગળે એ વાત ઉતારવામાં સફળ રહ્યો હતો કે તેને સારવારની જરૂર છે અને તેને સારી વર્તણુંકને આધારે છોડવામાં આવ્યો હતો.જો કે છુટ્યા બાદ તેણે ફરીથી હત્યાઓનો સિલસિલો ચાલુ કર્યો હતો જે છેક તેની ધરપકડ ૧૯૯૧માં થઇ ત્યાં સુધી ચાલતો રહ્યો હતો.૧૯૯૧ની ૨૭મીની વહેલી સવારે ચૌદ વર્ષનો મિલુવાકી લાઓશિયન કોનેર્ક સિન્થાસોમફોન ગલીમાં નગ્ન હાલતમાં મળી આવ્યો હતો.આ એ જ છોકરો હતો જેનાં ભાઇની સાથે જાતીય છેડછાડનાં આરોપમાં દાહમેરને સજા થઇ હતી.તેના શરીર પર ઘણી ઇજાઓ જોવા મળી હતી.દાહમેરની જ્યારે ધરપકડ કરાઇ ત્યારે તેણે જણાવ્યું હતું કે જ્યારે દારૂ પીતો હતો ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને આ છોકરો તેનો પ્રેમી હતો.આમ તો દાહમેર વિરૂદ્ધ ત્યારે કોઇ નક્કર પુરાવો ન હતો પણ તેના મૃતદેહ પરથી વિચિત્ર પ્રકારની ગંધ આવતી હતી અને જ્યારે દાહમેરનાં ઘરની તલાશ લેવાઇ ત્યારે તેના એક ઓરડામાંથી ઘણાં મૃતદેહ મળી આવ્યા હતા.તેણે એ બાળકને મારી નાંખ્યો હતો અને તેના મૃતદેહને પણ ક્ષતવિક્ષત કર્યો હતો.તેને મારીને તેણે તેની ખોપરીને તેના સુવેનિયર તરીકે રાખી લીધી હતી.૧૯૯૧નાં ઉનાળામાં તો દાહમેરે તરખાટ મચાવી દીધો હતો કારણકે તેણે પ્રતિ સપ્તાહ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો.૧૯૯૧ની બાવીસમી જુલાઇએ તેણે ટ્રેસી એડવર્ડને શિકાર બનાવ્યો હતો જ્યાારે તે તેના ઘરમાં ઘુસ્યો ત્યારે તેના હાથ બાધવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો જો કે તેને મોતને ઘાટ ઉતારે તે પહેલા તે ત્યાંથી છટક્યો હતો અને પોલીસને તેની જાણ કરી હતી ત્યારે તેના એક હાથમાં હાથકડી લટકતી હતી.ત્યારબાદ એડવર્ડ પોલીસને દાહમેરનાં એપાર્ટમેન્ટ સુધી લઇ ગયો હતો.જ્યારે તેની ધરપકડ થઇ ત્યારે તેના કૃત્યોની હકીકતો બહાર આવી હતી જેણે ત્યારે લોકોમાં ખળભળાટ મચાવી દીધો હતો.તેના ઘરમાંથી એસિડનાં ભરેલા જારમાં ઘણાં અંગો મળ્યા હતા.ઘણાં માથા તેના રેફ્રીઝરેટરમાંથી મળ્યા હતા.તેના ભોળતળિયામાંથી પણ ખોપરીઓ મળી આવી હતી.દાહમેર મૃતદેહ સાથે સેક્સ માણતો હતો અને તેને એમનાં અંગોનું ભક્ષણ કરવાની પણ વિકૃત આદત હતી.અદાલતમાં તે પંદર હત્યાઓનો દોષી ઠર્યો હતો અને તેને પંદર આજીવન કારાવાસની સજા થઇ હતી.તેનું જેલમાંથી નિકળવું અશક્ય હતું કારણકે તેને જે સજા થઇ હતી તેનો ટોટલ કરીએ તો ૯૩૭ વર્ષ થાય.જો કે તેણે અદાલતમાં તેના કૃત્યો બદલ પસ્તાવાની લાગણી વ્યક્ત કરી હતી અને તે પોતાનાં મોતની ઇચ્છા વ્યક્ત કરી હતી.જો કે ૧૯૯૪ની ૨૮મી નવેમ્બરે જેલમાં દાહમેર અને તેના અન્ય એક સાથી જેસ્સી એન્ડરસનને જેલનાં અન્ય કેદીઓએ મરણતોલ માર માર્યો હતો તેને જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું તેના માથા પર ગંભીર ઇજાઓ થઇ હતી.
૧૮૭૦માં જન્મેલ આલ્બર્ટ ફીશને આ સિરીયલ કીલરોમાં સૌથી વધારે ભયાનક ગણવામાં આવે છે.તેને ગ્રે મેન તરીકે પણ ઓળખવામાં આવતો હતો આ ઉપરાંત વેરવુલ્ફ ઓફ વિસ્ટરિયા અને બ્રુકલિન વેમ્પાયર તરીકે પણ તે ઓળખાતો હતો.તેણે સો કરતા વધારે બાળકોનું યૌન શોષણ કર્યુ હતું અને પાંચેક બાળકોને તો મોતને ઘાટ ઉતાર્યા હતા.જો કે પોલીસ સામે તો તેણે માત્ર ત્રણને ખંજર હુલાવ્યાની કબૂલાત કરી હતી અને આ ઉપરાંત અન્ય બે પર હુમલો કર્યાની વાત માની હતી.તેના પર ગ્રેસ બડ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવા માટે કેસ ચાલ્યો હતો અને તેને આ ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.તે જ્યારે જેલમાં હતો ત્યારે તેણે જે બાળક બિલી ગેફનીની માતા તેને મળવા જેલમાં આવી હતી અને તેને તેના બાળકનાં મૃતદેહ સાથે શું કર્યુ તે પુછ્યુ તેના જવાબમાં તેણે જે વિગતો આપી હતી તે વિગતો સાંભળીને કાચાપોચા હૃદયની વ્યક્તિને તો હાર્ટ એટેક આવી જાય તેવી ઘૃણાસ્પદ વિગતો તેણે જણાવી હતી તેની એ કબૂલાત દર્શાવે છે કે તે કેટલો વિકૃત હતો.તેણે જણાવ્યું હતું કે તેણે તેનો પટ્ટો અરધેથી કાપી નાંખ્યો હતો અને તેની છ પટ્ટીઓ કાપી હતી જે આઠ ઇંચ લાંબી હતી.ત્યારબાદ તે ચાબુક જેવી વસ્તુથી મે તેની નગ્ન પીઠ પર ત્યાં સુધી વાર કર્યા હતા જ્યાં સુધી તેમાંથી લોહી નિકળવા ન લાગ્યું.ત્યારબાદ તેની નાક કાન અને મ્હો એક કાનથી બીજા કાન સુધી ચીરી નાંખ્યું હતું.તેની આંખો બહાર નિકળી ગઇ હતી અને ત્યારબાદ તે મરી ગયો હતો.મે તેના પેટમાં ચાકુ હુલાવી દીધું હતું અને તેનું લોહી પીધુ હતું.મે તેના શરીરને વચ્ચેથી કાપી નાંખ્યું હતું અને ત્યારબાદ તેના પગનાં પણ ટુકડા કર્યા હતા.મે તેનું માથું, પગ, હાથ કાપ્યા હતા.તેણે ત્યારબાદ કઇ રીતે તેના અંગોને પકાવીને તેનું ભક્ષણ કર્યાની ચિતરી ચડી જાય તેવી વિગતો પણ જણાવી હતી.તેણે તેના કાન, નાક, ચ્હેરાનું માંસ અને પેટનાં માંસને ડુંગળી, ગાજર, સલગમ, સેલરી, મીઠું અને મરી સાથે પકાવ્યું હતું.તેનાં કેટલાક અંગોને તેણે ઓવેનમાં પકાવ્યા હતા.તેણે જણાવ્યું હતું કે ત્યારબાદ મે ચાર ડુંગળી લીધી હતી અને માંસને પોણા કલાક સુધી પકાવ્યું હતું.ગ્રેવી માટે તેમાં થોડું પાણી વધારે ઉમેર્યું હતું અને તેમાં ડુંગળી પણ નાંખી હતી.આ તમામ સામગ્રીને મે મારા લાકડાનાં ચમચા વડે હલાવીને એકરસ કરી નાંખી હતી.બે કલાક બાદ તે માંસ બ્રાઉન રંગનું થઇ ગયું અને ત્યારબાદ તેને મે ખાધુ હતું.જ્યારે તેના પર કેસ ચાલતો હતો ત્યારે તેના પર અનેક પ્રકારનાં પરીક્ષણો થયા હતા જેમાં તેની માનસિક વિકૃત્તિ અંગે ઘણી વિગતો બહાર આવી હતી જો કે ત્યારબાદ તેને આ કૃત્યો બદલ મોતની સજા અપાઇ હતી અને માંચડે ચઢાવી દેવાયો હતો.
યુક્રેનમાં ૧૯૩૬માં જન્મેલ એન્દ્રેઇ ચિકાટિલોને બુચર ઓફ રોસ્તોવ અને ધ રેડ રિપર તરીકે પણ ઓળખવામાં આવે છે.૧૯૭૮ થી ૧૯૯૦નાં ગાળા દરમિયાન તેણે ૫૩ મહિલાઓ અને બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.૧૯૭૮માં તે રોસ્તોવ નજીકનાં કોલસાની ખાણ ધરાવતા શાકાથી શહેરમાં ગયો હતો.આ સ્થળે તેણે પહેલી હત્યા કરી હતી.બાવીસમી ડિસેમ્બરે તેણે એક નવ વર્ષની બાળકીને ફુસલાવી હતી અને તેને તે એક ખંડેરમાં લઇ ગયો હતો જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.પેલી બાળકીએ તેનાથી છુટવા માટે સંઘર્ષ કર્યો ત્યારે તેણે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.તે જ્યારે તે બાળકીને મોતને ઘાટ ઉતારતો હતો ત્યારે તેણે ચરમસુખનો અનુભવ કર્યો હતો અને ત્યારબાદ તો જ્યારે પણતે કોઇ બાળકી કે મહિલાનાં શરીરમાં ખંજર હુલાવતો કે તેનાં ટુકડા કરતો ત્યારે જ તેને આ પ્રકારનાં ચરમ સુખનો અનુભવ થતો હતો.ચિકાટિલોને એક બાળકીની હત્યા અને એલેકઝાંડર ક્રેવચેન્કો નામનાં એક યુવાનની હત્યા બદલ પકડવામાં આવ્યો હતો અને તેના પર કેસ ચાલ્યો હતો.આ ગુનામાં તે દોષી ઠર્યો હતો અને તેને ફાંસીની સજા થઇ હતી.તે હંમેશા બસ કે રેલ્વે સ્ટેશન પરથી જ તેના શિકારની પસંદગી કરતો હતો.ત્યાંથી તે તેમને નજીકનાં જંગલમાં લઇ જતો અને ત્યાં તેમને મોતને ઘાટ ઉતારતો હતો.૧૯૮૩માં તેણે જુન સુધી કોઇ કાંડ ન કર્યુ પણ ત્યારબાદ સપ્ટેમ્બર આવતા સુધીમાં તેણે ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેણે જે હત્યાઓ કરી હતી તેમાં તમામ બાળકો અને મહિલાઓ જ હતી.તે હંમેશા બેઘર વ્યક્તિ કે પ્રોસ્ટીટ્યુટ પર પસંદગી ઉતારતો હતો કારણકે તે તેના દારૂ કે પૈસાની લાલચમાં આવી જતા હતા.આમ તો તે તેમની સાથે સંભોગ કરવાનો પ્રયાસ કરતો હતો પણ તે ક્યારેય ઉત્થાન પામી શકતો ન હતો અને આ હતાશામાં જ તે તેમની હત્યાઓ કરતો હતો.તે બાળક કે બાળકી સાથે બહુ મીઠી મીઠી વાતો કરતો અને તેમને ચોકલેટ કે રમકડકાની લાલચ આપતો હતો અને ત્યારે મોટાભાગે મીડિયામાં બાળકોની હત્યા કે તેમનાં બળાત્કારની ઘટનાઓને દબાવી દેવામાં આવતી હતી.જોકે ૧૯૮૮માં તેણે ફરીથી હત્યાઓનો સિલસિલો ચાલુ કર્યો હતો.જો કે આ વખતે તેણે રોસ્તોવથી દુરનાં વિસ્તારો પર પસંદગી ઉતારી હતી.તેણે ત્યારે ક્રેસની સુલિન નામની મહિલાને મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ તે જ વર્ષે તેણે આઠ અન્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.આ હત્યાઓ બાદ તે ફરીથી શાંત થઇ ગયો હતો અને લાંબા અંતરાલ પછી તેણે સાત બાળકો અને બે મહિલાઓને ૧૯૯૦નાં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં મોતને ઘાટ ઉતાર્યા હતા.જો કે તે ત્યારે પકડમાં આવ્યો જ્યારે તેણે પોલિસની સર્વેલન્સ હેઠળનાં એક બાળકની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.તેના પર ૧૯૯૨ની ૧૪મી એપ્રિલે ખટલો ચાલુ થયો હતો જો કે અદાલતમાં પણ તેની વર્તણુંક ખરાબ જ હતી અને તેના હિંસક રવૈયાને કારણે તેને પિંજરામાં રાખીને જ કોર્ટમાં લવાતો હતો.તેણે ત્યારબાદ કોર્ટની સમક્ષ તેણે જે જે કૃત્યો કર્યા તેની તમામ વિગતો રજુ કરી હતી.જેને તેણે પોતાનો શિકાર બનાવ્યા હતા તેમનાં પરિજનો ત્યારે કોર્ટમાં હાજર રહેતા અને તે જ્યારે તેમની હત્યાની કબૂલાત કરતો અદાલતમાં ભારે ઘોંઘાટ મચી જતો હતો.તેઓ જજને અપીલ કરતા હતા કે તેને જનતાની વચ્ચે છોડી દેવામાં આવે જેથી તેનો તેઓ પોતાની રીતે ફેંસલો આપે.તેને ૫૩માંથી ૫૨ હત્યાઓનાં મામલે દોષી જાહેર કરાયો હતો અને તમામ હત્યા માટે તેને દેહાંતદંડની સજા કરાઇ હતી.તેણે જો કે રશિયાનાં રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસીન સામે દયાની અરજી કરી હતી જેને ઠુકરાવાઇ હતી અને તેને ૧૯૯૪ની ૧૪મી ફેબ્રુઆરીએ દેહાંત દંડની સજા રૂપે ફાયરિંગ સ્કવોડ સામે રજુ કરાયો હતો જેણે તેને માથામાં ગોળી મારીને તેને મોતની સજા આપી હતી.
જોઆકિમ ક્રોલ એ જર્મન સિરીયલ કિલર હતો અને આ સિરીયલ કિલરને પણ પોતાનાં શિકારનું માંસ ભક્ષણ કરવાની વિકૃત્તિ હતી.૧૯૩૩માં જન્મેલા આ શૈતાનને રૂર કેનિબલ અને ડ્યુસનબર્ગ મેન ઇટર તરીકે પણ ઓળખવામાં આવતો હતો.તેને આમ તો આઠ હત્યાઓનો દોષી ઠેરવાયો હતો પણ તેણે તેર જેટલી હત્યાઓની કબૂલાત કરી હતી.૧૯૭૬ની તેરમી જુલાઇએ તેની ધરપકડ ચાર વર્ષની મેરિયન કેટ્ટરનું અપહરણ અને તેની હત્યાનાં ગુનામાં પકડવામાં આવ્યો હતો.જયારે પોલીસ ઘેર ઘેર તપાસ કરતી હતી ત્યારે ક્રોલનાં પડોશીએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પાઇપલાઇન બ્લોક થઇ ગઇ હતી તે અંગે જ્યારે તેણે ક્રોલને પુછ્યું ત્યારે તેણે વિચિત્ર જવાબ આપ્યો હતો અને આ કારણે જ પોલીસે ક્રોલનાં એપાર્ટમેન્ટની તપાસ કરી હતી જ્યાંથી તે બાળકીનાં કપાયેલા અંગો મળી આવ્યા હતા.કેટલાક અંગો ફ્રીજમાં હતા તો હાથનો ભાગ એક રસોઇ પકાવવાનાં વાસણમાં હતો જેમાં ગરમ પાણી ભરેલું હતું.તે છોકરીનાં આંતરડા વેસ્ટ પાઇપમાં પડ્યાં હતાં. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે જ્યારે તેના શિકારની હત્યા કરતો ત્યારબાદ તે તેમનાં અંગોને પકાવીને તેમનું ભક્ષણ કરતો હતો.તે કહેતો હતો કે તેમ કરીને તે તેના અનાજનાં પૈસાની બચત કરતો હતો.તેને આઠ હત્યા અને એક એટેમ્પ્ટ મર્ડરનાં આરોપ લાગ્યા હતા તેમ છતાં તે માનતો હતો તેને માત્ર ઓપરેશન કરીને છોડી દેવામાં આવશે.૧૯૮૨માં એપ્રિલ મહિનામાં ૧૫૧ દિવસનાં ટ્રાયલને અંતે તેને તમામ હત્યાઓનાં આરોપમાં દોષી ઠેરવીને નવ આજીવન કારાવાસની સજા કરાઇ હતી.તે જેલની સજા કાપી રહ્યો હતો તે દરમિયાન ૧૯૯૧માં જેલમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમાં તેનું મોત થઇ ગયું હતું.
૧૯૪૫માં કાન્સાસમાં જન્મેલ ડેનિસ રાડેર અમેરિકન સિરીયલ કિલર હતો જેણે સેઝવિક કાઉન્ટીમાં ઓછામાં ઓછા દસ મર્ડર કર્યા હતા.તેણે આ હત્યાઓ ૧૯૭૪થી ૧૯૯૧ દરમિયાન કરી હતી તેને બીટીકે કિલર તરીકે કુખ્યાતી પ્રાપ્ત થઇ હતી.તે જ્યારે પણ હત્યા કરતો ત્યારે તે પોલીસ અને સ્થાનિક મીડિયા માટે એક પત્ર છોડી જતો હતો જેમાં હત્યાની ઝીણામાં ઝીણી વિગતો તે દર્શાવતો હતો.આ તમામ પત્રોને ૨૦૦૪માં એકઠા કરાયા હતા અને ત્યારબાદ ૨૦૦૫માં તેની ધરપકડ કરવામાં આવી હતી.તેણે જેની હત્યાઓ કરી હતી તેને તે પ્રોજેક્ટ તરીકે ઓળખાવતો હતો.તેણે આ હત્યાઓ માટે એક ખાસ હીટ કીટ તૈયાર કરી હતી જેમાં તે હત્યા માટેની તમામ સામગ્રી અને હથિયારો રાખતો હતો.જેમાં ગન્સ, ટેપ, દોરડુ અને હાથકડી સામેલ હતા.તે જે કપડા હત્યાનાં સમયે પહેરતો તેને તે હીટ ક્લોથ તરીકે ઓળખાવતો જેને તે હત્યાબાદ નષ્ટ કરી દેતો હતો.તે તેના શિકારને બાંધી દેતો ત્યારબાદ તે તેને તડપાવતો અને ત્યારબાદ તે તેની હત્યા કરી નાંખતો હતો.તે તેના શિકારને બેહોશ થઇ જતા સુધી ગુંગળાવતો હતો ત્યારબાદ તે ફરીથી તેના જાગવાની રાહ જોતો અને ત્યારબાદ ફરીથી તે તેમને ગુંગળાવતો હતો.આ ક્રિયા તે વારંવાર દોહરાવતો હતો અને તેમને તે મરણતોલ સ્થિતિમાં પહોંચાડી દેતો હતો.જ્યારે તેનો શિકાર ગુંગળાતો ત્યારે તેની હવસ જાગતી હતી અને તે તેમનાં શરીર પર જ હસ્તમૈથુન કરતો અને તેના પર જ વીર્યપાત કરતો હતો.તે જ્યારે હત્યાઓ કરતો ત્યારે મીડિયા અને પોલીસને ઉદ્દેશીને પત્રો લખતો હતો જેમાં તે તેમનાં પર કટાક્ષ કરતો હતો.તેણે ૧૯૭૪ થી ૧૯૭૯ સુધી ઘણાં પત્રો લખ્યા હતા.જેમાં તેનો પ્રથમ પત્ર ૧૯૭૪ની ઓક્ટોબરમાં લખાયો હતો.આ પત્રમાં તેણે ઓટેરો પરિવારની તે વર્ષનાં જાન્યુઆરી મહિનામાં કરેલી હત્યાની વિગતો આપી હતી.૧૯૭૮નાં આરંભિક ગાળામાં તેણે અન્ય એક પત્ર લખ્યો હતો આ વખતે તેણે એ પત્ર વિચિયાનાં કાકે ટેલિવિઝન સેન્ટરને પણ મોકલ્યો હતો.આ પત્રમાં તેણે ઓટેરો, શર્લી વિઆન, નાન્સી ફોક્સ અને અન્ય વણઓળખાયેલા શિકાર જે કદાચ કેથરીન બ્રાઇટ હતી તેની હત્યાની જવાબદારી તેણે સ્વીકારી હતી.આ ઉપરાંત પણ ઘણી અન્ય હત્યાઓની કબૂલાત પણ તેણે તેની જાતે કરી હતી.તેમાં તેણે કહ્યું હતું કે તે હત્યાઓને કારણે તેને ચરમસુખનો આનંદ મળતો હતો.જોસેફાઇનની હત્યા અંગે તેણે જણાવ્યું હતું કે જ્યારે તેને તે ગુંગળાવતો હતો ત્યારે તે તેની પાસે રહેમની ભીખ માંગતી હતી.તેની આંખમાં ડર હતો અને હું તેના ગળા પર દોરડુ ભીંસ્યે જતો હતો ભીસ્યે જતો હતો.તેને આ ગુનાઓમાં આજીવન કારાવાસની સજા થઇ હતી.
૧૯૦૯ની ચોવીસમી જુલાઇએ ઇંગ્લેન્ડમાં જન્મેલ જહોન હેઇએ ૧૯૪૦નાં દાયકામાં ઇંગ્લેન્ડમાં તરખાટ મચાવી દીધો હતો.તે છ લોકોની હત્યાનો દોષી ઠર્યો હતો પણ તેણે કબૂલાત નવ લોકોની હત્યાની કરી હતી.આ તમામ પાસેથી તેણે મરતા પહેલા તેમની સંપત્તિની માલિકીનાં દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવી લીધા હતા અને તેમની પાસે જે રોકડ રકમ હતી તે પણ લઇ લીધી હતી અને ત્યારબાદ તેમને મારીને તેમનાં મૃતદેહને સલ્ફરિક એસિડમાં નષ્ટ કરી નાંખ્યા હતા.તે માનતો હતો કે પોલીસ પાસે મૃતદેહ હોય તો જ તે હત્યાની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરે છે.જો કે તેને દોષી પુરવાર કરવા માટે ફોરેન્સિક પુરાવાઓ મહત્વપુર્ણ પુરવાર થયા હતા અને તેને ૧૦ ઓગસ્ટ ૧૯૪૯માં ફાંસીને માંચડે ચડાવી દેવાયો હતો.લંડનનાં ગ્લુસ્ટર રોડ પર તેણે એક ઓરડો ભાડે લીધો હતો.તે ત્યારે તેના ધનવાન બોસ વિલિયમ મેકસ્વાનને કેનિંગસ્ટનની ગોટ પબમાં લઇ ગયો હતો.મેકસ્વાને ત્યારે હેઇની મુલાકાત તેના માતાપિતા સાથે કરાવી હતી.ડોનાલ્ડ અને એમીએ તેને જણાવ્યું હતું કે તેમણે પ્રોપર્ટીમાં રોકાણ કર્યુ છે.૬ સપ્ટેમ્બર ૧૯૪૪નાં રોજ મેકસ્વાન ગુમ થાય છે.બાદમાં હેઇએ કબૂલ્યુ હતું કે તે તેને એસડબલ્યુ ૭નાં તેના બેઝમેન્ટમાં લઇ ગયો હતો અને તેના માથા પર ઘા કર્યો હતો.તેણે તેની બોડીને એક ડ્રમમા રાખી હતી જેને તેણે સલ્ફ્યુરિક એસિડથી ભરી હતી.બે દિવસ પછી જ્યારે તે ત્યાં ગયો ત્યારે શરીર પુરેપુરૂ ગળી ગયું હતું જેને તેણે ગટરમાં વહાવી દીધું હતું.મેકસ્વાનનાં માતાપિતાને તેણે જણાવ્યું હતું કે તે મિલટ્રી સર્વિસથી બચવા માટે સ્કોટલેન્ડ ભાગી ગયો છે.તેણે તેના માતાપિતાને પોતાની પાસે રાખ્યા હતા પણ જ્યારે યુદ્ધ પુરૂ થઇ ગયું ત્યારબાદ પણ મેકસ્વાન કેમ પાછો આવતો નથી તેવી પુછપરછ તેઓ કર્યા કરતા હતા તે કારણે તેણે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેમનાં શરીર પણ તે ૧૯૪૫ની બીજી જુલાઇએ ત્યાં જ લઇ ગયો હતો જ્યાં તેના બોસનાં મૃતદેહનો નિકાલ કર્યો હતો અને તેમનો નિકાલ કર્યો હતો. જો કે આ ગુનાઓની તપાસ કરી રહેલા ડિટેક્ટીવને હેઇનાં ચોરી અને ફ્રોડનાં ગુનાઓની વિગતો સાંપડી હતી.તેમણે તેના વર્કશોપની તલાસ લીધી હતી.જ્યાંથી તેમને હેઇની એટેચકેસમાંથી ડ્રાય ક્લિનરની રિસિપ્ટ મળી હતી જે મિસિસ ડ્યુરાન્ડ ડેકોનનાં કોટની હતી.તેમને ત્યાંથી હેન્ડરસન અને મેકસ્વાનનાં દસ્તાવેજો પણ મળ્યા હતા.જ્યારે વર્કશોપની તપાસ કરાઇ ત્યારે પેથોલોજીસ્ટને ત્યાં માનવ અંગો પીગળ્યાનાં પુરાવા મળ્યા હતા.જો કે ત્યારે તેણે અદાલતમાં એમ કહીને છુટવાનો પ્રયાસ કર્યો હતો કે આ જગાનો ઉપયોગ પહેલા વાન્ડસવર્થ જેલનાં એક ઓરડા તરીકે કરાતો હતો અને તેનો જેલર જેક મોરવુડ કદાચ તેના કેદીઓને ત્યાં સજા આપતો હતો જો કે તેની વાતને માનવામાં આવી ન હતી અને તેને ફાંસીની સજા થઇ હતી અને દસમી ઓગસ્ટ ૧૯૪૯નાં રોજ તેને જેલનાં જલ્લાદ આલ્બર્ટ પિયરેપોઇન્ટે ફાંસીનો ગાળિયો પહેરાવીને તેને લટકાવી દીધો હતો.
૧૯૫૬માં પાકિસ્તાનમાં જન્મેલા જાવેદ ઇકબાલ મુગલે પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં અઢાર મહિનાનાં ગાળામાં જ શ્રેણીબદ્ધ હત્યાઓ દ્વારા પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો હતો.કહેવાય છે કે તેણે ઓછામાં ઓછા સો જેટલા બાળકોની હત્યાઓ કરી નાંખી હતી.તેની ૧૯૯૮નાં જુનમાં ધરપકડ થઇ હતી.તેના પર ત્યારે બે બાળકોની જાતિય સતામણીનો આરોપ લાગ્યો હતો.જો કે તેને ત્યારબાદ જામીન અપાયા હતા અને જેલમાંથી છુટ્યા બાદ તેણે બાળકોની હત્યાનો સિલસિલો ચાલુ કરી દીધો હતો.તેની મોડસ ઓપરેન્ડી એ હતી કે તે શેરીઓમાં ફરવા નિકળી પડતો હતો અને બાળકોને તેની મીઠી વાતોમાં ફસાવી લેતો હતો.તેમને વિશ્વાસમાં લીધા બાદ તેમને તે ડ્રગ્સ આપતો હતો અને ત્યારબાદ તેમના પર બળાત્કાર ગુજારતો અને ત્યારબાદ તેમનું ગળું રૂંધીને તેમની હત્યા કરી નાંખતો હતો.તેમની હત્યા બાદ તેમના શરીરનાં તે નાના નાના ટુકડા કરી નાંખતો અને તેમને હાઇડ્રોલિક એસિડમાં નાંખી દેતો હતો.જ્યારે શરીર પુરેપુરૂ ગળી જતું ત્યારબાદ તે પ્રવાહીનો તે નિકાલ કરી નાંખતો હતો.પહેલા તો તે તેને વહાવવા માટે ગટરનો જ ઉપયોગ કરતો હતો પણ પાડોશીઓએ ગટરમાંથી એસિડની વાસ આવતી હોવાની ફરિયાદો ઉઠાવ્યા બાદ તેણે એ પ્રવાહીને વહાવી દેવા માટે રાવી નદીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું.તેણે જે બાળકોની હત્યા કરી તેમાં બે બાળકોનાં અર્ધગળેલા અંગો તેમાંથી એક બાળકનું નામ ઇજાઝ હોવાનું બહાર આવ્યું હતું.તે તેનાં શિકારનાં કપડાને ટ્રોફી તરીકે જાળવી રાખતો હતો.જ્યારે તેનાં શિકારની સંખ્યા પચાસની આસપાસ પહોંચી ત્યારે તેણે તેનાં શિકારનાં ફોટોગ્રાફ રાખવાનો આરંભ કર્યો હતો.જો કે ઇકબાલે અસંખ્ય બાળકોની હત્યા કરી નાંખી પણ તેમની ગુમશુદગીની વાતો ક્યારેય ચર્ચાસ્પદ બની ન હતી.તેણે કહ્યું હતું કે તે તો પાંચસોને મોતને ઘાટ ઉતારવા માંગતો હતો.તેણે પોતાનાં ગુનાનો એકરાર કરતા જણાવ્યું હતું કે હું જાવેદ ઇકબાલ છું અને મે સો બાળકોની હત્યા કરી છે હું આ આખા વિશ્વની જ નફરત કરૂ છું અને મને મારા કોઇ કૃત્ય બદલ જરાય ખેદ નથી મે સો જેટલા બાળકોની હત્યા કરી છે.તેણે એ પણ કબૂલ કર્યુ હતું કે તેણે આ બાળકોને મારતા પહેલા તેમનાં પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.તેણે આ તમામ હત્યાઓની વિગતો એક ડાયરી અને બત્રીસ પાનાની નોટબુકમાં નોંધી હતી.આ નોટબુક તેની રૂમમાં જ હતી અને તે તેણે ઓથોરિટીે પણ મોકલી હતી.જ્યારે આ કેસની સુનાવણી પુરી થઇ ત્યારે ન્યાયાધીશે તેને ફાંસીની સજા આપી હતી અને પોતાના ચુકાદામાં લખ્યું હતું કે તે તો ચાહે છે કે તેને સો વાર ફાંસીનાં માંચડે લટકાવવામાં આવે, તેના શરીરનાં સો ટુકડા કરવામાં આવે અને તેને એસિડમાં નાંખવામાં આવે.જો કે તેને ફાંસીને માંચડે લટકાવાય તે પહેલા ૨૦૦૧ની સાતમી ઓકટોબરે તેની જેલની કોટડીમાં તે બેડશીટ વડે લટકાવાયેલી હાલતમાં મળ્યો હતો.તેના અન્ય એક સાથી સાજિદને પણ લટકાવી દેવાયો હતો.પોલીસે આ મામલાને આત્મહત્યાનો ગણાવ્યો હતો.
વિશ્વનાં સૌથી ક્રુરતમ સિરીયલ કિલરોમાં સૌથી ટોચનાં સ્થાને ૧૯૪૬માં અમેરિકામાં જન્મેલ ટેડ બન્ડીનું નામ મુકાય છે.૧૯૭૪થી ૧૯૭૮નાં ગાળામાં ટેડ બન્ડીએ સંખ્યાબંધ મહિલાઓ પર બળાત્કાર કરીને તેમને મોતને ઘાટ ઉતારી હતી.જો કે દાયકાઓની પુછપરછ બાદ આખરે તેણે ત્રીસ જેટલી મહિલાઓની હત્યાની વાત કબૂલી હતી જો કે તેનો શિકારનો ચોક્કસ આંકડો તો કયારેય બહાર આવ્યો નથી.તે તેના શિકારની હત્યા માટે મોટાભાગે તો તેમને માર મારીને મોતને ઘાટ ઉતારવાની પદ્ધતિને જ પસંદ કરતો હતો પણ ક્યારેક તે તેમને ગુંગળાવીને પણ મારી નાંખતો હતો.મહિલાઓને માર્યા બાદ તેમનાં મૃતદેહ સાથે તે સેક્સ માણવાની વિકૃત્તિ ધરાવતો હતો.તે મોટાભાગે તો જાહેર સ્થળો પરથી જ તેના શિકારને ઉઠાવતો હતો.તે તેના શિકારને ફસાવવા માટે અનેક પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરતો હતો.તે ક્યારેક તેને ઇજા થયાનું નાટક કરતો હતો તો ક્યારેક તે હાથ કે પગમાં પાટો બાંધતો હતો.આ યુક્તિઓનો ઉપયોગ તેણે હોકિન્સ, રેનકોર્ટ, ઓટ્ટ, નસલેન્ડ અને કનિંગહામમાં કર્યો હતો.ક્યારેક તે પોલીસ અધિકારીનું પણ રૂપ ધારણ કરતો હતો તેણે આ રૂપમાં કેરોલ ડારોન્ચનો વિશ્વાસ જીત્યો હતો અને તેની હત્યા કરી હતી તો કિમ્બર્લી લીચની સાથે ઓળખ બનાવવા માટે તેણે અગ્નિશામક દળનાં અધિકારી રૂપે ઓળખ આપી હતી જોકે તેનો ભાઇ આવી જતા તે ત્યાંથી ભાગી છુટ્યો હતો.તે તેના શિકારને ફસાવીને તેની કાર પાસે લઇ જતો અને ત્યારબાદ તેના માથા પર જોરદાર વાર કરતો અને તેનાં શરીરને વોક્સવેગનની અંદર સંતાડી દેતો.તેણે જેની પણ હત્યાઓ કરી હતી તેના માથાની ખોપડીઓ પર મોટાભાગે જોરદાર ઘા માર્યાની વાત બહાર આવી જ છે.તે જ્યારે તેના શિકાર પર નિકળતો ત્યારે હંમેશા દારૂ પીતો હતો.તેણે મરતા પહેલા એ વાત કબૂલી હતી કે તેણે હેક્સો વડે તેના શિકારનાં શરીરનાં ટુકડાઓ કર્યા હતા.તે તેની ખોપરીને યાદગારી રૂપે સાચવી રાખતો હતો અને એવી કેટલીક ખોપરીઓ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી.તે મોટાભાગે તેમનાં મૃતદેહો ટેલર માઉન્ટેનનાં ડમ્પ સાઇટ પર સગેવગે કરી દેતો હતો અને તે વારંવાર આ જગાએ જતો હતો.તેણે કબૂલ કર્યુ હતું કે તે તેના શિકારનાં અંગોને સજાવતો હતો તે તેમનાં પર મેકઅપ કરતો હતો અને એક ક્ષતવિક્ષત ગળી ગયેલ મૃતદેહો સાથે તે સંભોગ કરતો હતો.જ્યારે શબ પુરેપુરા સડી જતા અને તેમાંથી પારાવાર દુર્ગંધ આવવા લાગતી ત્યારે જ તે અંગોનો નિકાલ કરતો હતો.તેણે અદાલતમાં તેનો કેસ જાતે જ લડ્યો હતો અને ગવાહોની પુછપરછ પણ તેણે જાતે જ કરી હતી.એ પોલીસ ઓફિસરની પુછપરછ પણ તેણે કરી હતી જેણે માર્ગારેટ બોવમેનનું શરીર શોધ્યું હતું.આ કેસની સુનાવણી બાદ ન્યાયાધીશે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે તમને ઇલેક્ટ્રીક ચેર પર બેસાડીને કરંટ આપીને મોતની સજા કરવામાં આવે છે.જ્યાં સુધી મોત ન થાય ત્યાં સુધી શરીરમાં કરંટ આપતા જ રહેવું.તેમણે લખ્યું હતું કે ટેક કેર ઓફ યોરસેલ્ફ યંગ મેન.હું તને એ બહું ખાતરીપુર્વક કહું છું કે પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ, આ એક કરૂણાંતિકા જ છે અદાલતે અમાનવીયતાની હદને જોઇ છે તું એક બુદ્ધિશાળી છું તું એક સારો વકીલ બની શકે તેમ હતો અને મને મારી સામે તું એક વકીલ તરીકે કામ કરતો જોવા મળ્યો હોત તો મને ખરેખર ખુબ જ આનંદ થયો હોત પણ તે અન્ય માર્ગ પસંદ કર્યો.બંડીને ૧૯૮૯ની ચોવીસમી જાન્યુઆરીએ સજા માટે સવારે સાત વાગ્યે ઇલેકટ્રીક ચેર પર બેસાડાયો હતો તેનાં અંતિમ શબ્દો હતા હું ચાહું છું કે તમે મારા પરિવાર અને મિત્રોને મારો પ્રેમ પહોંચાડો.