Aankhoni Bhasha - 3 in Gujarati Love Stories by R B Chavda books and stories PDF | આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 3

Featured Books
Categories
Share

આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 3


રિધમ અને અનાયા ની મુલાકાતો હવે નિયમિત બની ગઈ હતી. અનાયા પોતાનું દુઃખ વંચાવી રહી હતી, અને રિધમ એની સાથે હંમેશા હાજર રહેતો. બંને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા હતા. અનાયા ને આજે તે પહેલા કરતાં હળવી લાગતી હતી, જાણે કે વર્ષોથી ખૂણામાં બંધ લાગણીઓ ધીમે-ધીમે બહાર આવી રહી હતી.

એક દિવસ, રિધમે અનાયા ને એક નવી જગ્યા બતાવવા માટે આમંત્રણ આપ્યું. તેઓ એક સરસ લેકસાઇડ રેસ્ટોરન્ટે ગયા. લેકની શાંતિ અને હળવી પવનમાં એક અલગ જ શાંતી હતી.

"આ જગ્યાએ તે કેમ બોલાવી?" અનાયાએ પૂછ્યું.

"કારણ કે તું હંમેશા કહે છે કે પાણી તારા માટે શાંતી લાવે છે, તો મારે તારી સાથે એ શાંતી વહેંચવી હતી," રિધમે હસીને કહ્યું.

"તું મારા વિશે ઘણું બધું સમજવા લાગ્યો છે," અનાયા એ મીઠું હસીને કહ્યું.

"હું કદાચ તને તારી જાત કરતાં વધુ સમજવા લાગ્યો છું," રિધમે મજાકમાં કહ્યું, પણ એની અંદર એક અહેસાસ હતો કે આ સંબંધ હવે friendship ની હદો પાર કરી રહ્યો છે.

એ દિવસ પછી અનાયા ના ચહેરા પર હાસ્ય વધુ સહજ લાગવા લાગ્યું. એ હવે લોકોની વચ્ચે હસતી ત્યારે એને અંદરથી એક શાંતી અનુભવાતી. પણ હજુ પણ કંઈક બાકી હતું...

એક દિવસ, અનાયા રિધમના ઓફિસ નજીક હતી અને એને એ અચાનક ત્યાં જતો દેખાયો. પણ સાથે એક યુવતી પણ હતી. અનાયા એ જોયું કે રિધમ એ યુવતી સાથે મસ્તીભરી વાતો કરી રહ્યો છે.

એ દ્રશ્ય જોઈને અનાયા ન હૃદયમાં કંઈક ઉંડે તૂટી ગયું. શા માટે? શા માટે એણે એવું અનુભવ્યું કે જાણે કંઈક ખૂટી ગયું? એના માટે રિધમ માત્ર એક મિત્ર હતો, તો પછી આ અચાનક આવું કેમ લાગ્યું?

અનાયાએ તરત જ ત્યાંથી દૂર થવાનું નક્કી કર્યું. પણ એણે એ દ્રશ્ય મગજમાંથી કાઢી શકી નહીં.

રાત્રે રિધમે કોલ કર્યો, પણ અનાયાએ ઉઠાવ્યો નહીં.

અગામી દિવસોમાં, રિધમે અનુભવ્યું કે અનાયા કંઈક દૂર થઈ રહી છે. એણે ઘણીવાર પૂછ્યું પણ અનાયા એ હંમેશા કોઈક બહાનું આપીને વાત બદલી દીધી.

આખરે, એક દિવસ રિધમે અનાયા ને મળવા માટે એને એની ગેલેરીમાં જ શોધી લીધી.

"તે મને અવગણવાનું શા માટે શરૂ કરી દીધું છે?" રિધમે સીધો પ્રશ્ન કર્યો.

અનાયા હલકી અચકાટ સાથે બોલી, "એવું કંઈ નથી… બસ, હું થોડી વ્યસ્ત હતી."

"મારી આંખોમાં જોઈ અને કહો કે એ સત્ય છે?" રિધમે અનાયા ની આંખોમાં ઊંડા ઝાંખીને કહ્યું.

અનાયા કંઈ જ બોલી ન શકી. એને લાગ્યું કે રિધમે ફરી એકવાર એની આંખોમાંનું રહસ્ય વાચી લીધું છે.

"મારે તારી લાગણીઓ જાણવી છે, અનાયા. તું શું અનુભવતી હતી ત્યારે, જ્યારે તે મને કોઈ બીજી છોકરી સાથે જોયો?"

અનયા હજુ ખામોશ રહી.

"હું સમજી શકું છું, કારણ કે મને પણ તારા વગર ખાલીપો અનુભવાય છે. કદાચ આપણે પહેલા સમજ્યા ન હતા, પણ અમે એકબીજાને વણાઈ ગયા છીએ."

આ શબ્દો સાંભળીને અનાયા ની આંખોમાં આંસુ આવી ગયા.

"હું ડરી ગઈ હતી, રિધમ. મને લાગતું હતું કે મારા દુઃખને કોઈ નહીં સમજી શકે. પણ પછી તું આવ્યો… અને મારા જીવનમાં બધું બદલાઈ ગયું."

રિધમે અનાયાનો  હાથ પકડીને કહ્યું, "હું છું અને હંમેશા રહીશ."

અનાયા હળવી હસીને બોલી, "ત્યારે કદાચ હવે મારી પેઇન્ટિંગમાં હસતાં ચહેરા સાથે સત્ય ભાવનાઓ પણ દેખાશે."

અનાયા હવે પોતાનું જીવન નવી દ્રષ્ટિથી જોવા લાગી. એણે એક નવી સીરીઝની પેઇન્ટિંગ બનાવવાનું નક્કી કર્યું – “સત્ય ના રંગો,” જેમાં માત્ર હાસ્ય નહીં, પણ તમામ લાગણીઓ હશે.

અને આ સીરીઝની પ્રથમ પેઇન્ટિંગ… એક છોકરીની હતી, જે હસતી હતી, પણ આ વખતે, એની આંખોમાં પણ સાચી ખુશી હતી.

કદાચ, અનાયા ની આંખોમાં રહેલું રહસ્ય હવે ઉકેલી ગયું હતું… અને એ રહસ્ય હવે પ્રેમમાં પરિવર્તિત થઈ ગયું હતું.

(ચાલુ રહેશે...)