સૂરજ ધીમે-ધીમે આકાશમાં ધબકતો ચાલ્યો જતો હતો, શહેરની ગલીઓમાં સાંજની શાંતિ પ્રસરી રહી હતી. એક કોન્ફરન્સ હોલમાં ભારે રોશની વચ્ચે અલગ અલગ કલાના ચાહકો એકઠા થયા હતા. આજનો દિવસ ખાસ હતો—અનાયાની પેઇન્ટિંગ્સનું Exhibition.
Anaya—a young and talented Artist. એ હંમેશા હસતી રહે, મસ્તી કરતી રહે. લોકો એને આનંદી અને ઉર્જાશીલ તરીકે ઓળખતા. પણ શું કોઈએ ક્યારેય એને ધ્યાનથી જોયું? શું કોઈ સમજી શક્યું કે એ હસતી આંખોમાં કંઈક છુપાયેલું છે?
અનાયાના દરેક ચિત્રમાં હસતા ચહેરા જોવા મળતા, પણ જો કોઈ એ ચહેરાઓની આંખોમાં ડૂબી જાય તો સમજી શકે કે ત્યાં એક અકથિત વેદના સમાઈ છે. કદાચ આ જ એનું રહસ્ય હતું, જે આજે કોઈ એક વાંચી શકશે...
Exhibition માં city ના કેટલાક જાણીતા કલાકાર અને પેઇન્ટિંગ પ્રેમીઓ આવ્યા હતા. દરેક ચિત્ર પોતાનું એક અલગ સંદેશો આપી રહ્યું હતું. Exhibition ની આખી ગેલેરી કલાના રંગોથી ઝગમગી રહી હતી.
એ જ સમયે એક વિખ્યાત બિઝનેસમેન, રિધમ, ત્યાં પહોંચ્યો. રિધમ એક એવો વ્યક્તિ હતો જેને પેઇન્ટિંગ્સનો શોખ હતો, પણ માત્ર રંગ અને આકારથી નહિ—એ ચિત્રની ઊંડાઈ અને લાગણીઓ વાંચી શકતો.
રિધમ એ એક પછી એક ચિત્ર જોવાનું શરૂ કર્યું. દરેક ચિત્ર જુએ ને એના હસતા ચહેરાઓ પાછળ એક જ પેટર્ન ને શોધે—આંસુ વગરનું દુઃખ. એના માટે એક-એક ચિત્ર એક રહસ્યમય વાર્તા હતી.
કેટલાક ચિત્રો જોયા પછી રિધમ એક ચિત્ર સામે અટકી ગયો. એ ચિત્ર એક યુવતીનું હતું. એક મધુર હાસ્યવાળો ચહેરો, પરંતુ એની આંખોમાં એક અજાણી અશાંતિ હતી.
રિધમે એ Exhibition ના મેનેજરને પૂછ્યું, "આ ચિત્ર કોણે દોર્યું છે?"
મેનેજરે સ્મિત સાથે જવાબ આપ્યો, "Artist Anaya. શું હું એને બોલાવી દઉં?"
રિધમે મૌન સંકેત આપ્યો. થોડી વારમાં અનાયા આવી. એ હંમેશની જેમ હળવી હસી.
રિધમે સીધો પ્રશ્ન કર્યો, "તમારા ચિત્રોમાં હસતા ચહેરાઓ છે, પણ તેમની આંખો કંઈક જુદી કહાની કહે છે. શું હું સાચું કહું છું?"
અનાયાએ તરતજ હસીને કહ્યું, "નહીં, એવું કંઈ નથી. હું હંમેશા હસતી રહું છું, એટલે મારા ચિત્રો પણ હસતા હોય છે."
રિધમે ઊંડા સ્વરે કહ્યું, "હસતા ચહેરા દોરવા સરળ છે, પણ આંખોની ઊંડાઈમાં જે લાગણીઓ હોય છે એ છુપાવવી મુશ્કેલ છે."
અનાયાએ આ સાંભળીને થોડા ક્ષણ માટે મૌન થઈ. આજે પહેલીવાર કોઈએ એની આંખોના ભાવ વાંચવા પ્રયાસ કર્યો હતો. પણ એ હજી પણ હસતી રહી. અને પછી રિધમને જવાબ માં કહ્યું કે, "તમારા માટે કદાચ એ લાગણીઓ હશે, પણ મારા માટે તો આ મારી કલાની એક અભિવ્યક્તિ છે."
રિધમ હળવેથી હસીને કહ્યું, "હું માનતો નથી."
અનાયાએ તેના ચહેરા પરથી લાગણીઓ છુપાવી, પણ રિધમને લાગ્યું કે આ છુપાયેલું રહસ્ય ક્યારેક બહાર આવશે.
આ પ્રથમ મુલાકાત હતી, પણ રિધમના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. "શું અનાયા સાચે જ એવી ખુશ છે, કે બસ દુનિયાને એ દર્શાવે છે?"
રિધમે એ દિવસે એક નિર્ણય લીધો—એ અનાયાની દુનિયાને નજીકથી જાણશે.
કેટલાક દિવસો બાદ, રિધમે અનાયા ને મળવા આમંત્રણ આપ્યું. તેઓ એક કેફેમાં મળ્યા. વાતચીત દરમ્યાન, રિધમે અનાયાની આંખોમાં પાછું ઝાંખ્યું.
"તમારી આંખો હંમેશા હસે છે, પણ એ હાસ્યથી વધુ કંઈક કહેતી લાગે છે," રિધમે કહ્યું.
અનાયા હળવી મુસ્કાન સાથે બોલી, "મારા જીવનમાં એક સમય એવો આવ્યો હતો કે જ્યાં હું તૂટી ગઈ હતી. પણ હું કોઇની સામે દુઃખ વ્યક્ત કરી શકતી નહોતી. તકલીફ બોલી શકતી નહોતી. એટલે મેં કલા અપનાવી. મારી દરેક પેઇન્ટિંગમાં હું મારી વ્યથા રેખાંકિત કરતી, પણ લોકોને એ હસતાં ચહેરા જ લાગતા. હું સમજાવતી નહીં, અને કોઈ પૂછતુ પણ નહોતું."
"તો તમે હંમેશા હસતાં ચહેરાઓ કેમ દોરો છો?"
"હું માનું છું કે કોઈને મારા દુઃખનો ભાર ન આપવો જોઈએ. પણ કદાચ… કદાચ હું એક એવા માણસની રાહ જોઈ રહી હતી, જે મારી આંખોમાં ઝાંખી ને સમજી શકે કે હું શું અનુભવી રહી છું."
રિધમને અનાયા ની વાત સાંભળીને કંઈક અજીબ લાગ્યું. એ જાણતો હતો કે એ એક અનોખી વ્યક્તિ છે – કોઈ એવી જે દુઃખમાં પણ ખુશી ફેલાવે છે, પણ પોતાનું દુઃખ કોઈની સાથે વહેંચતી નથી.
આજથી પહેલા, અનાયા એ કદી પોતાના મનની વાત કોઈને કહી ન હતી. પણ આજે, એની આંખોમાં જે હતુ એ કશુંક કહી શકી. કદાચ, એ જીવનમાં પહેલી વાર પોતાને હળવી લાગણી અનુભવતી હતી.
કદાચ, અનાયા માટે હવે એક નવું અધ્યાય શરૂ થવાનું હતું—જેમાં એ હાસ્ય માત્ર ચિત્રોમાં નહીં, પણ તેના હૃદયમાં પણ હશે.
(ચાલુ રહેશે...)