ધારાવાહિક:- મારા કાવ્યો
ભાગ:- 20
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
રાષ્ટ્રીય ઈજનેર દિવસ
કરી શરૂઆત જીવનની વિતાવી જીવન ગુફામાં,
બાંધતો થયો માનવી, પોતાનાં રહેઠાણ માટે ઘર.
ઝૂંપડું પોતાનું રહેઠાણનું. ને બાંધ્યાં પાકા મકાનો!
વધતી ગઈ વસતી ને ઓછી પડી જગ્યા,
શરુ કર્યા એણે બાંધવાનાં ઊંચા ઊંચા મકાનો!
કરવાને વિવિધ સગવડતાઓ પોતાનાં ઘરમાં,
શીખતો ગયો માનવી અવનવા કૌશલ્યો,
ઉજવે ભારત 15 સપ્ટેમ્બરને,
'રાષ્ટ્રીય ઈજનેર દિવસ' તરીકે,
આપવા સન્માન ભારતીય ઈજનેર,
શ્રી એમ. વિશ્વેશવરૈયાને 🙏
પણ એક સલામ આપવી પડે,
કુદરતનાં એ ઈજનેરોને પણ,
બાંધે છે જે નયનરમ્ય રહેઠાણો!
બોલાવો કોઈ એ ચકલી, કબુતરને,
ને ક્યાં છે એ પ્રખ્યાત ઈજનેરો,
ઓળખે દુનિયા જેને દરજીડો,
ને સુગરીનાં નામથી!
વિશ્વ ઓઝોન દિવસ
છોડી મજા કુદરતી ઠંડકની,
માણવી પડે છે ઠંડક એસીની.
ગરમી પુષ્કળ બહાર,
થાય વ્યક્તિ પરસેવે રેબઝેબ!
વધ્યું પ્રમાણ ગરમીનું,
ને વધ્યાં રોગો ચામડીનાં!
ગભરામણથી થાય મૃત્યુ કેટલાંય!
વધ્યું પ્રદુષણ પૃથ્વી પર,
ને પડ્યાં ગાબડાં ઓઝોન સ્તરમાં!
રોકતું હતું જે પારજાંબલી કિરણો,
રોકી ન શકે હવે એને!
કરવા રક્ષા આ સ્તરની,
ને આપવા સંદેશ લોકોને,
મનાવે વૈજ્ઞાનિકો 16 સપ્ટેમ્બરે,
'વિશ્વ ઓઝોન દિવસ.'
આનંદ ચૌદશ
આનંદ ચૌદશ કહો કે અનંત ચતુર્થી,
છે દિવસ દુઃખદાયક થોડો!😢
થશે વિસર્જન આજે સર્જનહારનું!
કર્યું આગમન એમનું જે જોશથી,
લાવ્યા બાપ્પાને જે ધામધૂમથી,
થશે વિસર્જન એટલું જ ધામધૂમથી!
હતી ભક્તિ મનમાં જેટલી,
સાચવ્યા બાપ્પાને આગમન સમયે જેટલા,
સાચવજો સૌ એમને વિસર્જનમાં
પણ એટલા જ ભક્તિથી🙏
ફેંકતા નહીં એમની મૂર્તિને,
કરશો નહીં ખંડિત એમને!
રહેશે નહીં કોઈ અર્થ ભક્તિનો,
કરી જે દસ દસ દિવસો રંગેચંગે!
વળાવજો પ્રેમથી બાપ્પાને!
જતા જતા આપી જાય છે સંદેશ બાપ્પા,
"હું સર્જનહાર, થાય મારું વિસર્જન,
એમ જ થશે વિસર્જન બધાનું,
નથી કોઈ શાશ્વત અહીં"
"રહેજો બધાં હળીમળીને,
છે જીંદગી અણધારી સૌની!"
જીવન
હતી જીંદગી જવાબદારી વિનાની,
આવતું કોઈ કામ તોય થતું આમ!
ક્યારેક ન હોય મન કામ કરવાનું,
તો બેફિકર થઈ કહેવાતું મમ્મીને!
જો મન થાય ખાવાનું મનભાવન,
બનતું ઝટ બોલવા માત્રથી!
નથી થતું હવે આમાંનું બધુંય,
પણ તોય મજા છે જીવનની અલગ!
કર્યા સૌને પોતાનાં, હતાં જે એકદમ અજાણ્યા!
ધ્યાન રાખતાં સૌનાં સ્વાદનું,
હરખાય હૈયું થાય એનાં વખાણ જ્યારે!
નથી કોઈ ફરિયાદ આ જીવનની,
વીતી રહ્યું છે પિયુ સંગ પ્રેમથી,
વ્હાલભરી મીઠડી દીકરી સંગ,
વડીલોની ઠંડી છત્રછાયામાં!
સાથે છે પ્રભુકૃપાનો સાથ🙏🙏🙏
સરદાર પટેલ
ગુજરાતના એ લાડકવાયા,
લોકલાડીલા સરદાર.
એક કર્યા રાજાઓને એમણે,
કર્યું નિર્માણ અખંડ ભારતનું!
બન્યું એટલે જ એકતા નગર,
થયું નિર્માણ 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'નું!
હંફાવ્યા વિરોધીઓને એવા,
ન ડગ્યા કોઈ ધાક ધમકીઓથી!
'લોખંડી પુરુષ' એ ભારતના,
પ્રથમ નાયબ વડાપ્રધાન એ દેશના!
સાંભળ્યું ગૃહ મંત્રાલય બની ગૃહમંત્રી,
શોભાવ્યું પદ ભારતના સૈન્યમાં,
બનીને સુપ્રીમ કમાન્ડર - ઈન - ચીફ સેનાનાં!
હતા આટલા લોકપ્રિય નેતા,
શું હતી સંપત્તિ એમની મૃત્યુ સમયે?
કમાયા પ્રતિષ્ઠા એટલી કે પૈસો બન્યો ગૌણ!
જન્મ નડિયાદમાં ને મૃત્યુ બૃહદ મુંબઈમાં,
છતાંય પ્રખ્યાત આખીય દુનિયામાં!
કોટિ કોટિ વંદન એ મહામાનવને,
જનમતિથિ જેમની આજનાં દિવસે!
ભાઈબીજ
કહેવત આપણી ગુજરાતીની,
'ભાઈ કહેતાં મોઢું ભરાય'.
છે કેટલી સાચી એ!
યાદ આવતાં જ ભાઈની,
છલકાય આંખો યાદ કરી બાળપણ,
ને હરખાય હૈયું યાદ કરી ભાઈને!
હોય નાનો કે મોટો ભાઈ,
પિતાની ગેરહાજરીમાં પિતા સમાન!
ભલે મળતો રહે કે ન રહે,
સદાય પડખે ઉભો બહેનની સહાયમાં!
વહેલી બહેન ભાઈને એટલી,
દૂર રહીને પણ વરસાવે એ વ્હાલ!
હોય બહેન પોતાની એની,
કે હોય કૌટુંબિક બહેનો,
વહાલ વરસતું એનું સદાય બહેનો પર!
કદાચ ન દેખાય બહેનનાં સુખમાં,
પણ દુઃખમાં આવતો એ દોડતો!
કરું પ્રાર્થના પ્રભુને એક જ,
"સલામત રાખજે ભાઈ બહેનનાં પ્રેમને સદાય!"
ભાઈબીજની શુભકામનાઓ💐
રંગજયંતિ
અંત એ ઓગણીસમી સદીનો,
ને થયો પ્રારંભ વીસમી સદીનો!
21 નવેમ્બર 1898નો એ દિવસ,
કારતક સુદ નોમની તિથિ!
વિઠ્ઠલ પંત અને કાશીબાઈને,
જન્મ્યો એક પુત્ર પાંડુરંગ!
પાંડુરંગ વિઠ્ઠલ વળામે એ!
જોઈ બળતી ચિતા માનવીની,
થયો પ્રશ્ન એનાં બાળમાનસમાં,
"દાઝતું ન હોય એને આમ બળતી વખતે?"
આપ્યો ત્યારે પિતાએ રામનામનો મંત્ર,
વળ્યું એ કોમળ માનસ અધ્યાત્મ તરફ!
અભ્યાસ છોડ્યો કોલેજનો અધવચ્ચે,
લેવા ભાગ આઝાદીની ચળવળમાં!
કરી નોકરી શિક્ષકની, ને ચાલુ રાખ્યું સત્કર્મ!
મન ન લાગ્યું ક્યાંય જ્યારે એમનું,
પકડી વાટ અધ્યાત્મની!
માંગી આજ્ઞા માતા પાસે સંન્યાસની,
મનવ્યાં માતાને એમણે આપવાને આજ્ઞા!
રંગાયા એ દત્ત ભક્તિમાં,
ને આધ્યાત્મિક ગુરુ એમનાં બનાવ્યા,
શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજને!
સ્થાપ્યો આશ્રમ રેવઃતટે નારેશ્વરમાં,
કર્યો ફેલાવો દત્ત પરંપરાનો,
ને આપી ભેટ દત્તભક્તોને દત્તબાવનીની🙏
ઘરે ઘરે ગવાય દત્તબાવની,
નિવાસ જ્યાં જ્યાં દત્તભક્તનું!
જ્યાં મળે ખાલી સ્થાન ત્યાં કરતા દત્તસ્મરણ!
છોડ્યો દેહ હરિદ્વારમાં ગંગાતટે,
19 નવેમ્બર 1968નાં રોજ😢
તિથિ કારતક વદ અમાસ!
લાવ્યા દેહ એમનો નારેશ્વરમાં,
ને થયાં અંતિમ સંસ્કાર એમના,
જન્મદિવસે જ એમના,
21 નવેમ્બર 1968નાં રોજ!
આપ્યાં ત્રણ અવતરણો માનવકલ્યાણ માટેનાં:
પરસ્પર દેવો ભ્વ
શ્વાસે શ્વાસે દ્તતનમ સંકીર્તનમ
સત્યમેવ પરમ તપ🙏
રચ્યાં અવધૂતી આનંદના ભજનો,
ને રચ્યું શ્રી ગુરુલીલામૃત!
રંગતરંગ, રંગહ્રદયમ, શ્રી ગુરુમૂર્તિ ચારિત્ર્ય,
પત્ર મંજુષા, દત્તનામ સ્મરણ ભેટ એમની ભક્તોને!
સ્થાપિત કર્યું શૈલ માતૃ સ્મારક નારેશ્વરમાં,
રહ્યા સદાય માતાના સાનિધ્યમાં!
કોટિ કોટિ વંદન કરું હું,
નારેશ્વરનાં નાથ સંત એવા
શ્રી રંગ અવધૂત મહારાજને.🙏🙏🙏
શાળાનું બીજું સત્ર
થઈ પૂરી દિવાળી ને ગઈ દેવદિવાળી પણ!
કરી લીધી મજા ભૂલકાઓએ રજાની!
કોઈક ગયા ફરવા ને કોઈ મામાને ત્યાં!
કોઈક વળી રહ્યાં ઘરમાં ને ઘરમાં!
આવતીકાલથી શરુ થશે શાળાનું બીજું સત્ર!
શાને મૂકે છે લોકો સ્ટેટસ એનાં નકારાત્મક?
શરુ થશે શાળા ને ફરીથી ગોઠવાઈ જશે,
નાનકડાં ફૂલો બગીચામાંથી એક નાનકડાં કુંડામાં!
ફેલાય છે નકારાત્મક વિચારો મનમાં આનાથી,
નફરત થાય છે બાળકને શાળાનાં નામથી!
ભાવિ દેશનું ઘડાય છે વર્ગખંડમાં,
તો શાને કરવો કકળાટ શાળાઓ ખુલવા પર?
કેમ કરી બનશે ઉજ્જવળ કારકિર્દી બાળકની?
શું આવા વિડીયો કરશે મદદ બાળકને ભણવામાં?
વધારો ઉત્સાહ બાળકોનો શાળા પ્રત્યેનો,
શીખવો એને સન્માન શાળા પ્રત્યેનું!
રહ્યું નાનકડું માસુમ માનસ એનું,
એ તો શીખશે જેવું શીખવશું એને!
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ
આખરે મળી આવ્યો એ દિવસ,
શોધતા હતા સૌ પુરુષો જેને!
હતો અસ્તિત્વમાં વર્ષોથી,
છતાંય રહ્યો અજાણ્યો દુનિયાથી!
ઉજવાતો આવ્યો આ દિવસ,
19 નવેમ્બર 1992થી,
ને છતાંય અજાણ્યો સૌથી!
ઉજવાય છે ધામધૂમથી મહિલા દિવસને,
તો ચાલો, કરીએ શરૂઆત ઉજવવાની,
પુરુષ દિવસની પણ!
થાય સન્માન જેમ બહાદુર સ્ત્રીઓનું,
કરીએ સન્માન એ પુરૂષોનું પણ,
નિભાવી જેમણે જવાબદારીઓ,
ઈમાનદારીથી, જોયા વિના દિનરાત!
ઉભો રહેતો જે સતત પરિવારની પડખે,
દેખાતો ન એનો પ્રેમ ક્યારેય!
બનવું પડે છે હૈયાથી કઠોર એણે,
ત્યારે જ ચાલે ઘરસંસારનો રથ એનો!
પહેરી પોતે જૂનાં કપડાં, લાવે નવાં સૌ કોઈ માટે!
જમે ટિફિનમાં ઠંડું ખાવાનું દરરોજ ઑફિસમાં,
જમે ઘરે પરિવાર ગરમગરમ ભાણું!
નથી ઉતરતો લાગણીઓમાં સહેજે એ સ્ત્રીઓથી,
બસ, નથી દર્શાવી શકતો સમાજનાં નિયમો સામે!
સ્નેહલ જાની