હોલિવુડમાં લાંબા સમયથી ફિલ્મોનું નિર્માણ થાય છે આથી દાયકાની ઉત્તમ ફિલ્મોની પસંદગી બહુ મુશ્કેલ કાર્ય છે પણ બોક્સ ઓફિસ પરનો રેકોર્ડ, વિવેચકો દ્વારા વિવેચન, પુરસ્કાર અને જે તે ફિલ્મનો સંસ્કૃતિ અને સમાજ પરનો તેનો પ્રભાવ ઉત્તમ ફિલ્મની પસંદગીમાં મદદરૂપ બાબત બની રહે છે.
૧૯૨૦નો દાયકો હોલિવુડમાં સાયલન્ટ ફિલ્મોનો યુગ હતો ત્યારે બનેલી કેટલીક ફિલ્મોને આજે પણ યાદગાર માનવામાં આવે છે જેમાં બેટલશીપ પોટેમ્કેીન, ધ કેબિનેટ ઓફ ડો.કેલિગેરી અને નોસ્ફેરેતુનો સમાવેશ થાય છે. આ દાયકામાં જે કેટલીક ઉત્તમ ફિલ્મો બની હતી તેમાં ૧૯૨૦માં બનેલી ફ્રીઝ લેન્ગની સાયન્સ ડ્રામા મેટ્રોપોલિસનો સમાવેશ કરી શકાય તેવી તે ફિલ્મ છે.આ ફિલ્મને સાયન્સ ફિક્શન જેનરની પાયાની ફિલ્મ ગણાવી શકાય.ત્યારે અવાજની કમી હતી તેના કારણે દૃશ્યો દ્વારા જ કહાનીને રજુ કરવા પડે તેમ હતા આ ફિલ્મને બનતા ૧૭ મહિનાનો સમય લાગ્યો હતો.લેન્ગે તે સમયમાં બજેટ કરતા અઢીગણી રકમનો ખર્ચ કર્યો હતો આ ફિલ્મ વિઝ્યુઅલ ઇફેક્ટમાં અનેક પ્રકારનો નવો પ્રયોગ કરનારી ફિલ્મ બની રહી હતી જે પાછળની ફિલ્મો માટે પ્રેરણારૂપ બની રહી હતી.જો કે જ્યારે આ ફિલ્મ રજુ થઇ ત્યારે દિગ્ગજ વિવેચકોએ તેની આકરી ટીકા કરી હતી જેમાં એચ જી વેલ્સનો સમાવેશ થાય છે જેમણે આ ફિલ્મને વાહિયાત ગણાવી હતી.જો કે દાયકાઓ બાદ આ ફિલ્મમાં કેટલાક સુધારા વધારા કરાયા હતા અને તે આજના યુગની ઉત્તમ ફિલ્મ બની રહી છે.
૧૯૩૦નાં દાયકામાં ડક શોપ, કિંગકોંગ, બ્રિંગીંગ અપ બેબી, એમ, ગોન વિથ ધ વાઇન્ડ, સિટી લાઇટ જેવી ઉત્તમ ફિલ્મો બની હતી.આ દાયકાની ઘણી ફિલ્મો ઉત્તમ કહી શકાય તેવી હતી.તેમાંય સૌથી ઉત્તમ કહી શકાય તેવી ફિલ્મ હતી ૧૯૩૯માં બનેલી ધ વિઝાર્ડ ઓફ ઓઝ.આ ફિલ્મ જ્યારે બની ત્યારે એલ. ફ્રાન્ક બેનુમની આ કલાસિક કથા પરથી આઠ ફિલ્મો તો બની ચુકી હતી.કેટલીક સાયલન્ટ ફિલ્મો અને રંગમંચનાં નાટકો ઉત્તમ હતા પણ આ ફિલ્મ તે તમામમાં ઘણી ઉત્તમ હતી.આ કારણે જ આ ફિલ્મને જીવનમાં એકવાર નિહાળવાલાયક ફિલ્મ ગણાવાય છે.આ ફિલ્મે ત્યારબાદની ફિલ્મોને ઘણી પ્રેરણા આપી હતી.ધ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે આ ફિલ્મને સૌથી વધુ નિહાળાયેલી ફિલ્મ ગણાવી છે.
૧૯૪૦નો દાયકો આમ તો ચાર્લીની ફિલ્મો માટે જાણીતો છે જેમાં ગ્રેટ ડિકટેટરનો સમાવેશ થાય છે આ ઉપરાંત ડબલ ઇન્ડેમ્નિટી, ઇટસ અ વન્ડરફુલ લાઇફ, ધ ટ્રેઝર ઓફ સિયેરા માડ્રે, ધ ગ્રેપ્સ ઓફ રેથ અને કાસાબ્લાન્કા જેવી ફિલ્મો આ દાયકાની જ દેન છે.ઓર્ઝન વેલ્સની ધ વોર ઓફ વર્લ્ડનું નેરેશન સાંભળીને આરકેઓ પિકચર્સે તેમને બે ફિલ્મોમાં અભિનય, લેખન, નિર્માણ અને દિગ્દર્શન કરવાની ઓફર આપી હતી.વેલ્સ પણ આ ઓફરને ઠુકરાવી શક્યા ન હતા અને તેમણે જે પહેલી ફિલ્મ બનાવી તે હતી સિટીઝન કેન.જો કે અન્ય કલાસિક ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ જ્યારે રજુ થઇ ત્યારે એટલી અસરકારક રહી ન હતી.તેને વિવેચકોએ વખાણી પણ બોક્સ ઓફિસ પર તે ધબો નમાય થઇ હતી તેને બનાવવામાં જેટલો ખર્ચ થયો હતો તેટલી રકમ પણ તે પાછી મેળવી શકી ન હતી.જો કે પચાસનાં દાયકામાં આ ફિલ્મને વખાણવામાં આવી હતી અને ત્યારથી આ ફિલ્મને ઉત્તમ ફિલ્મોમાં ટોચની ફિલ્મ ગણાવાય છે.
૧૯૫૦નો દાયકો આલ્ફ્રેડ હિચકો, સ્ટેન્લી કુબ્રીક અને ઇંગમાર બર્ગમેનનો દાયકો હતો.આ દાયકાની કોઇ એક ફિલ્મને ઉત્તમ તરીકે પસંદ કરવાનું કામ ઘણું મુશ્કેલ છે કારણકે ત્યારે ઇટ હોટ સિંગિન ઇન ધ રેન, નોર્થ બાય નોર્થવેસ્ટ અને રિયર વિન્ડો જેવી ફિલ્મો રજુ થઇ હતી.જો કે આ દાયકાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જો પસંદ કરવી હોય તો તે બિલી વાઇલ્ડરની કલાસિક ફિલ્મ સનસેટ બુલેવાર્ડ છે.૧૯૫૦નાં દાયકાની આ ફિલ્મને આજનાં દર્શકોએ તો નહી નિહાળી હોય પણ તેની ક્લીપ જરૂર જોઇ હશે.તેને બેસ્ટ બ્લેક કોમેડી ફિલ્મ ગણાવાય છે.ફિલ્મ જો ગિલ્સની આસપાસ ફરે છે જે ભૂતપુર્વ સાયલન્ટ સ્ટાર નોર્મા ડેસમંડ પર ફિલ્મ લખે છે.આ ફિલ્મમાં બસ્ટર કિટન, અન્ના ક્યુ નિલ્સન અને એચબી વોર્નરે કામ કર્યુ હતું.જ્યારે આ ફિલ્મ રજુ થઇ ત્યારે તેને ખાસ્સી પ્રસંશા સાંપડી હતી.આ ફિલ્મને ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મોની યાદીમાં સ્થાન અપાય છે.આ એ ફિલ્મ છે જેને સૌપ્રથમ નેશનલ ફિલ્મ રજિસ્ટ્રી દ્વારા સાચવી રાખવા માટે પસંદ કરાઇ હતી.
૧૯૬૦નો દાયકો સાયન્સ ફિક્શન ફિલ્મોનો દાયકો ગણાવી શકાય જેમાં ૨૦૦૧ અ સ્પેસ ઓડિસી જેવી ફિલ્મ રજુ થઇ હતી. આ ઉપરાંત કેટલીક ઉત્તમ વેસ્ટર્ન ફિલ્મો પણ આ દાયકાની જ દેન છે જેમાં ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ડો.સ્ટ્રેન્જલવ, લોરેન્સ ઓફ અરેબિયા અને રોઝમેરી બેબી જેવી ફિલ્મો રજુ થઇ હતી.આ દાયકાની ઘણી ફિલ્મો નોંધપાત્ર બની રહી હતી જેમાં આલ્ફ્રેડ હિચકોકની સાયકોનો સમાવેશ થાય છે.સસ્પેન્સ ફિલ્મોમાં જેને સૌથી ઉત્તમ ફિલ્મ ગણાવાય છે તે સાયકો તેની સ્ટોરી ટેલિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફીને કારણે દર્શનીય બની રહી હતી.જો કે હિચકોકની રિયર વિન્ડો અને નોર્થ બાય નોર્થવેસ્ટ ફિલ્મો પણ આ કેટેગરીની માનવામાં આવે છે.આ ફિલ્મને બનાવવામાં ત્યારે આઠ લાખ ડોલરનો ખર્ચ થયો હતો અને આ ફિલ્મની આવક બત્રીસ મિલિયન ડોલરની હતી જે તે સમયમાં ઘણી બમ્પર ગણાય તેવી હતી.
૧૯૭૦નાં દાયકામાં પણ અનેક નોંધપાત્ર ફિલ્મો રિલીઝ થઇ હતી જેમાં સ્ટાર વોર્સ, એની હેલ, એલિયન, એપોકેલિપ્સે નાઉ અને અ કલોકવર્ક ઓરેન્જનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ધ સ્ટીંગ, મોન્ટી પાયથોન એન્ડ હોલી ગ્રેલ અને રોકી જેવી ફિલ્મો પણ આ દાયકામાં જ રજુ થઇ હતી.જો કે આ દાયકાની શ્રેષ્ઠ ફિલ્મ ફ્રાંસિસ ફોર્ડ કપોલોની ધ ગોડફાધર ગણાવી શકાય.આ ફિલ્મને ફિલ્મોનાં અભ્યાસમાં પણ સ્થાન મળે છે.આ ફિલ્મને એપિક માસ્ટરપીસ ગણાવાય છે.ફિલ્મમાં ૧૯૪૫થી ૧૯૫૫નાં સમયગાળાની કોર્લિયોન ફેમિલીની વાત કરાઇ છે.ફિલ્મમાં હિંસા અને રોમાંસ બંને બતાવાયા છે.માર્લેન બ્રાન્ડોની કારકિર્દીની આ ઉત્તમ ફિલ્મ ગણાય છે.આ ફિલ્મે અનેક અર્થોમાં તેની અનુગામી ફિલ્મો પર અસર પાડી છે.આ ફિલ્મને આજે પણ ઉત્તમ ગેંગસ્ટર મુવી ગણાય છે.ગોડફાધરની સિકવલ પણ આ જ દાયકામાં બની હતી જેમાં આ જ કલાકારોને લેવાયા હતા.
૧૯૮૦નાં દાયકામાં ધ એમ્પાયર સ્ટ્રાઇક બેક, લેબિરિન્થ, બીટલ જ્યુસ, ધ પ્રિન્સેસ બ્રાઇડ અને ગુનીઝ જેવી ફિલ્મો રજુ થઇ હતી.જો કે આ દાયકાની સર્વોત્તમ ફિલ્મ તો સ્ટીવન સ્પીલબર્ગની હેરિસન ફોર્ડ અભિનિત રેઇડર્સ ઓફ આર્કને ગણાવી શકાય.૧૯૮૧માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તેને ખાસ્સી સફળતા હાંસલ થઇ હતી.આ ફિલ્મની અસર પણ લાંબાગાળા સુધી રહી હતી.આ ફિલ્મની સફળતા બાદ તેની સિકવલ બની હતી અને ૨૦૨૨માં પણ આ ફિલ્મની શ્રેણીની ફિલ્મ રજુ થઇ છે.
૧૯૯૦ના દાયકામાં પલ્પ ફિક્સન, સિન્ડલર્સ લિસ્ટ, ફોરેસ્ટ ગમ્પ, ફાઇટ કલબ, ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ અને ઘણી અન્ય ઉત્તમ ફિલ્મો રિલીઝ થવા પામી હતી.આ દાયકામાં એકથી એક ચઢિયાતી એકશન ફિલ્મ, ઉત્તમ ડ્રામા ફિલ્મો, ઉત્તમ થ્રિલર અને સાયન્સ ફિક્સન ફિલ્મો રજુ થવા પામી હતી.જો કે આ દાયકાની સર્વોત્તમ ફિલ્મ જો કોઇને ગણાવાય તો તે છે ધ શોશાંક રિડેમ્પસન.સ્ટીફન કિંગની નવલકથા પરથી ફ્રાંક ડારાબોન્ટે બનાવેલી આ ફિલ્મમાં તેની પત્ની અને તેના પ્રેમીની હત્યા કરનાર એન્ડીની કથાની આસપાર ઘુમરાય છે.તે જેલમાં તેના મિત્રોને ત્યાંથી પલાયન થવા અંગેની વાતો કરતો રહે છે.જો કે ફિલ્મ દર્શકોને ઉત્સુક રાખે છે.આ ફિલ્મ જ્યારે રિલીઝ થઇ ત્યારે તેને અનેક પુરસ્કારો માટે નોમિનેશન મળ્યું હતું.આજે પણ આ ફિલ્મ ટેલિવિઝન પર અનેક વખત રજુ થાય છે.તેને આજે પણ નેવુંના દાયકાની લોકપ્રિય ફિલ્મ મનાય છે.
૨૦૦૦માં આયર્ન મેન, ધ લોર્ડ ઓફ ધ રિંગ્ઝ, ધ ડાર્ક નાઇટ, લોસ્ટ ઇન ટ્રાન્સલેશન જેવી ફિલ્મો રજુ થઇ હતી.જો કે આ દાયકાની ઉત્તમ ફિલ્મ જો કોઇને ગણાવાય તો તે હાયાઓ મિયાઝાકીની સ્પિરીટેડ અવેને ગણાવી શકાય.આમ તો મિયાઝાકીએ અનેક ફિલ્મો બનાવી છે પણ સ્પિરીટેડ અવેએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું.આ ફિલ્મને બેસ્ટ એનિમેશનનો એકેડેમી એવોર્ડ મળ્યો હતો.
૨૦૧૦માં એવેન્ઝર્સ એન્ડગેમ, ગેટ આઉટ, ધ સોશિયલ નેટવર્ક અને ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ જેવી ફિલ્મો રિલીઝ થઇ હતી.જો કે નોંધપાત્ર ફિલ્મ તો રિચાર્ડ લિંકલેટરની બોયહુડ હતી.આ ફિલ્મને બનવામાં બાર વર્ષનો સમય લાગ્યો હતો.ફિલ્મમાં છ વર્ષનાં બાળકની અઢારમાં વર્ષમાં પ્રવેશ સુધીની કહાની રજુ કરાઇ છે.આ દાયકામાં આમ તો ઉત્તમ એકશન ફિલ્મો રજુ થઇ હતી જેમાં સુપરહીરોનો જલવો જોવા મળ્યો હતો પણ આ ફિલ્મ આપણને માનવી બનવાની પ્રેરણા આપે છે.આ કારણોસર જ આ ફિલ્મ દાયકાની ઉત્તમ ફિલ્મ બની રહી હતી.૨૦૧૧નાં દાયકામાં જે કેટલીક ફિલ્મો રિલીઝ થઇ તેમાં ૨૦૧૧માં બોક્સ ઓફિસની દૃષ્ટિએ જોઇએતો ત્રણ ફિલ્મો એવી હતી જેણે બિલિયન ડોલરની આવક મેળવી હતી.આ વર્ષમાં દસ એવી ફિલ્મો હતી જેણે ૫૦૦ મિલિયન ડોલરનો ધંધો કર્યો હતો.પાઇરેટસ ઓફ ધ કેરેબિયન : ઓન સ્ટ્રેન્ઝર્સ ટાઇડ્સ, હેરી પોટર એન્ડ ધ ડેથલી હોલોઝ પાર્ટ વન અને ટ્રાન્સફોર્મર્સ : ડાર્ક ઓફ ધ મુન બોક્સ ઓફિસ પર સૌથી વધારે આવક મેળવનાર ફિલ્મો હતી.૨૦૧૨માં ધ હંગર ગેમ્સ, સ્કાયફોલ, સ્ટારવોર્સ : એપિસોડસ વન ધ ફેન્ટમ મિનાક, ટાઇટેનિક અને અવતારે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.૨૦૧૩માં ફ્રોઝન અને આયર્નમેન થ્રીએ બિલિયન ડોલરની કમાણીનો આંકડો પાર કર્યો હતો.૨૦૧૪માં ટ્રાન્સફોર્મર્સ : એઝ ઓફ ધ એક્સ્ટિન્કસને એક બિલિયનની કમાણીનો રેકોર્ડ કર્યો હતો તો આ વર્ષે આમિરની પીકેએ પણ સમગ્ર વિશ્વમાં ધુમ મચાવી હતી અને બોક્સ ઓફિસ પર ૧૦૦ મિલિયન ડોલરની કમાણીનો આંકડો વટાવ્યો હતો જે બોલિવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની રહી હતી.૨૦૧૫માં ફયુરિયસ સેવને રિલિઝ થયાનાં સત્તરમાં દિવસે જ એક બિલિયન ડોલરની કમાણી કરી હતી જો કે બે મહિના બાદ જ જ્યુરાસિક વર્લ્ડે પણ માત્ર તેર દિવસમાં જ આટલી કમાણી કરી હતી.તેના છ મહિના બાદ સ્ટારવોર્સ : ધ અવેકન ફોર્સે પણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી.૨૦૧૬માં ડેડપુલ એવી આર રેટેડ ફિલ્મ હતી જેણે ૩૬૩.૧ મિલિયન ડોલરની કમાણી કરી હતી.આ પહેલા આ રેકોર્ડ ધ પેશન ઓફ ક્રાઇસ્ટનો હતો જે ૨૦૦૪માં રિલીઝ થઇ હતી જેણે ૩૭૦.૮ મિલિયનની કમાણી કરી હતી.જો કે આ વર્ષે ધ મેટ્રીક્સ રિલોડેડે ૭૮૩.૧ મિલિયન ડોલરની કમાણી કરી હતી.આ ઉપરાંત આ વર્ષે બોક્સ ઓફિસ પર જે ફિલ્મોએ ધુમ મચાવી હતી તેમાં ઝોટોપિયા, બેટમેન વર્સિસ સુપરમેન : ડોન ઓફ જસ્ટિસ ઉપરાંત બોલિવુડની આમિર અભિનિત દંગલે પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.૨૦૧૭માં ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી પાર્ટ ટુ, સ્પાઇડરમેન : હોમકમિંગ, થોર : રેગ્નરૂર, ધ ડિસ્પેકિબલ મી, શ્રેક, સ્ટારવોર્સ : ધ લાસ્ટ જેડાઇ, ધ બીસ્ટ અને વન્ડર વુમન ૨૦૧૭, વુલ્ફ વોરિયર ટુ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઇ હતી.૨૦૧૮માં બ્લેક પેન્થર, એવેન્ઝર્સ : ઇન્ફિનિટી વૉર,મોન્સ્ટર હંટ ટુ, ઇન્ક્રેડિબલ ટુ અને પિક્સાર જેવી ફિલ્મો સુપરહીટ રહી હતી.સિક્રેટ સુપરસ્ટાર જે બોલિવુડ ફિલ્મ હતી તેણે ચીનમાં ઓપનિંગ વીકએન્ડ પર જ ૨૯.૨ મિલિયન ડોલરની કમાણી કરીને રેકોર્ડ કર્યો હતો.આ ફિલ્મે તો ચીનમાં કમાણીને મામલે દંગલને પણ પાછળ છોડી હતી.૨૦૧૯માં ધ માર્વેલ્સની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દીધી હતી જેમાં એેવેન્ઝર્સ : એન્ડગેમ, કેપ્ટન માર્વેલ અને સ્પાઇડરમેન ફાર ફ્રોમ હાઉસ સામેલ હતી.આ ઉપરાંત ધ વાન્ડરિંગ અર્થ, અલિતા : બેટલ એન્જલ, ટોય સ્ટોરી ટુ, ધ લાયન કિંગ અને ફ્રોઝન ટુ જેવી એનિમેટેડ ફિલ્મોએ પણ બોક્સ ઓફિસ ગજવી હતી.૨૦૧૯માં કુલ નવ ફિલ્મો એવી હતી જેણે બોક્સ ઓફિસ પર એક બિલિયન ડોલરની કમાણીનો આંકડો પાર કર્યો હતો આ પહેલા ૨૦૧૮માં પાંચ ફિલ્મોએ આ સિદ્ધિ મેળવી હતી.
૨૦૨૦નો સમયગાળો આમ તો આખા વિશ્વ માટે બહુ કપરો પુરવાર થયો હતો કાણકે આ વર્ષે જ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો.જો કે આ વર્ષે પહેલીવાર ચીનનાં માર્કેટે ઉત્તર અમેરિકાનાં માર્કેટને પાછળ રાખીને કમાણીનાં મામલે પ્રભુત્વ જમાવ્યું હતું.ચીનમાં આ વર્ષે ફિલ્મોએ કુલ ૨.૭ બિલિયન ડોલરની કમાણી કરી હતી તો ઉત્તર અમેરિકાનાં બજારમાં ફિલ્મોએ ૨.૩ બિલિયન ડોલરની કમાણી કરી હતી.કોરોના વાયરસને કારણે ચીનનાં માર્કેટને નુકસાન પહોંચ્યું ન હતું પણ ઉત્તર અમેરિકા અને એશિયાનાં બજારોનો હાલ બેહાલ થઇ ગયો હતો.આ વર્ષે ધ એઇટ હન્ડ્રેડ એવી નોન હોલિવુડ ફિલ્મ હતી જેણે ૪૫૦ મિલિયન ડોલરની કમાણી કરી હતી.આ વર્ષે બોક્સ ઓફિસ પર મોટા ભાગે તો ચાઇનિઝ અને જાપાનીઝ ફિલ્મોએ જ વધારે કમાણી કરી હતી.ડેમોન સ્લેયર : કિમેત્સુ નો યાઇબાએ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યુ હતું.જાપાનમાં મુગેન ટ્રેને પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો.તેણે પહેલા દિવસે જ ૧૧.૩ મિલિયન ડોલરની કમાણી કરી હતી.વીડિયો ગેમ પર આધારિત સોનિક ધ હેડગ્હોગે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.કોરોનાને કારણે આ વર્ષે ફિલ્મોને થિયેટરોમાં રજુ કરાઇ ન હોવાને કારણે અને વધારે લોકોને એકત્ર નહિ થવા દેવાની સરકારી નીતિઓને કારણે ફિલ્મ વ્યવસાયને ખાસ્સી નકારાત્મક અસર થઇ હતી.૨૦૨૧માં સમગ્ર વિશ્વની વાત કરીએ તો ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કુલ ૨૧.૪ બિલિયન ડોલરની કમાણી કરી હતી.આ વર્ષે પણ ચીનનાં બજારે ૭.૩ બિલિયન ડોલરની કમાણી કરી હતી તો અમેરિકા અને કેનેડાનાં બજારોએ ૪.૫૫ બિલિયન ડોલરની કમાણી કરી હતી.માર્વેલ સિનેમેટિક યુનિવર્સે અનુક્રમે ત્રેવીસ, ચોવીસ અને પચ્ચીસ બિલિયન ડોલરની કમાણી પોતાની બ્લેક વીડો, સેંગ ચી અને લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ, ઇટરનલ્સ અને સ્પાઇડર મેન : નો વે હોમ દ્વારા પ્રાપ્ત કરી હતી.આ ઉપરાંત ધ બેટલ એટ લેક ચેંગજિન, હાય મોમ, ડિટેક્ટીવ ચાઇના ટાઉન થ્રી, નો ટાઇમ ટુ ડાઇ, એફ નાઇન, વેનમ : લેટ ધેર બી કાર્નેજ, ગોડઝિલા વર્સિસ કોન્ગ અને સિંગ ટુ પણ એવી ફિલ્મો હતી જેમણે બોક્સ ઓફિસ ધમધમાવી નાંખી હતી. ૨૦૨૨માં બોક્સ ઓફિસ પર જે ફિલ્મો બ્લોક બસ્ટર સાબિત થઇ હતી તેમાં અવતાર : ધ વે ઓફ વોટર, ટોપ ગન : મેવેરિક, જ્યુરારિસિક વર્લ્ડ ડોમેનિયન, ડોક્ટર સ્ટ્રેન્ઝ ઇન્ ધ મલ્ટીવર્ઝ ઓફ મેડનેસ, મિનિયન્સ : ધ રાઇઝ ઓફ ગૃ, બ્લેક પેન્થર : વાકાન્ડા ફોરએવર, ધ બેટમેન, થોર : લવ એન્ડ થંડર, ધ બેટલ એટ લેક ચેંગજિન અને પુસ ઇન બુટ્સ એવી ફિલ્મો હતી જેણે જોરદાર કમાણી કરી હતી જેમાં અવતાર : ધ વે ઓફ વોટરે તો ૨,૩૨૦,૨૫૦,૨૮૧ ડોલરની કમાણી કરીને બોક્સ ઓફિસ પર પ્રથમ સ્થાન મેળવ્યું હતું.૨૦૨૨માં યુટ્યુબર પર કેજીએફ ચેપ્ટર ટુનાં ટ્રેલરે ધુમ મચાવી દીધી હતી જેને સૌથી વધારે દર્શકો પ્રાપ્ત થયા હતા આ પહેલા આટલા દર્શકો એવેન્ઝર્સ : એન્ડગેમને મળ્યા હતા.૨૦૨૩માં બોક્સ ઓફિસ પર જે ફિલ્મોને સૌથી વધારે સફળતા મળી તેમાં બાર્બી, ધ સુપર મારિયો બ્રધર્સ, ઓપનહાઇમેર, ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી પાર્ટ થ્રી, ફાસ્ટ એક્સ, સ્પાઇડરમેન એક્રોસ ધ સ્પાઇડર વર્સ, ફુલ રિવર, વોન્કા, ધ વોન્ડરિંગ અર્થ ટુ અને મિશન ઇમ્પોસિબલ - ડેથ રિકોનિંગ પાર્ટ વન સામેલ હતી.જેમાં વોર્નર બ્રધર્સની બાર્બીએ ૧,૪૪૬,૯૩૮, ૪૨૧ ડોલરની કમાણી કરી હતી.૨૦૨૪માં જે ફિલ્મોને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા સાંપડી તેમાં ઇનસાઇડ આઉટ ટુ, ડેડપુલ એન્ડ વુલ્વેરિન,મોઆના ટુ, ડિસ્પેકિબલ મી ફોર, વિકેડ, ડન પાર્ટ ટુ, મુફાસા : ધ લાયન કિંગ, ગોડઝિલા વર્સિસ કોંગ : ધ ન્યુ એમ્પાયર, કુંગફુ પાંડા ફોર અને ચાઇનિઝ ફિલ્મ યોલો સામેલ હતી.