Many secret documents seized in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | અસંખ્ય રહસ્ય ગુપ્ત દસ્તાવેજોમાં કેદ

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અસંખ્ય રહસ્ય ગુપ્ત દસ્તાવેજોમાં કેદ

લોકતંત્રમાં દરેક નાગરિકને સરકારની કાર્યવાહી તેના નિર્ણયોની જાણકારી હોવી જોઇએ પણ વિશ્વની મોટાભાગની સરકારો કેટલાક રહસ્યો જનતાથી છુપાવીને જ રાખતી હોય છે અને આ રહસ્યો ગુપ્ત દસ્તાવેજોમાં વર્ષો સુધી કેદ રહેતા હોય છે કયારેક રાષ્ટ્રીય હીતનાં નામે તો ક્યારેક સુરક્ષાના નામે તો ક્યારેક વ્યક્તિની ઇમેજનાં નામે આ રહસ્ય જાળવી રાખવામાં આવતા હોય છે.આ દસ્તાવેજોને કોન્ફિડેન્સિયલ કેટેગરીમાં રખાતા હોય છે જે સીલબંધ રાખવામાં આવતા હોય છે.
ડેવિડ કેલી યુકેનાં રક્ષામંત્રાલયમાં કામગિરી બજાવતા હતા જે બાયો વેપન્સનાં નિષ્ણાંત હતા.તેઓએ વર્ષ ૨૦૦૩માં ઇરાકનાં હથિયારોનાં સમીક્ષક તરીકે પણ યુએન વતી કામગિરી બજાવી હતી.ત્યારે આ ગુપ્ત કામગિરીની કેટલીક વાતો મીડિયામાં લીક થઇ હતી અને તે અંગે આશંકા વ્યક્ત કરાઇ કે કેલીએ તે બહાર પાડી હતી પણ તેમણે આ અંગે ઇન્કાર કર્યો હતો.આ પુછપરછ બાદ એક સવારે તેઓ પોતાનાં ઘેરથી તેઓ રોજિંદી આદત પ્રમાણે ચાલવા નિકળ્યા હતા.તેમણે ૨૯ જેટલી દર્દશામક ગોળીઓ લીધી અને ત્યારબાદ પોતાની કાંડાની નસ કાપી નાંખી હતી.આ આત્મહત્યા અંગે સરકારે લોર્ડ હટનની આગેવાનીમાં એક સમિતિ બનાવી હતી.જેમણે કેલીએ આત્મહત્યા કરી હોવાનો અહેવાલ આપ્યો હતો.પણ તબીબોએ આ અંગે આશંકા વ્યક્ત કરી હતી અને લોર્ડ હટને કેલીનાં પોસ્ટમોર્ટમ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો સીલ કરવાનાં આદેશ આપ્યા હતા.સિત્તેર વર્ષ માટે આ દસ્તાવેજો ગુપ્ત રાખવાનો આદેશ અપાયો છે અને તે માટે કોઇ કારણ દર્શાવવામાં આવ્યું નથી.માનવામાં આવે છે કે કેલીને આ કૃત્ય કરવા માટે મજબુર કરાયા હતા અને તેમની હત્યાને આત્મહત્યાનું સ્વરૂપ અપાયું હતું.
આર્થર ફ્લોરા રીટા સ્રીબરે શર્લી મેસનનાં જીવન પર એક પુસ્તક લખ્યું હતું સિબિલ જેમાં એક સાથે સોળ વ્યક્તિઓનાં વ્યક્તિત્વો સાથે જીવતી એક મહિલાનું જીવન આલેખાયું હતું જે મનોવિજ્ઞાન માટે એક આશ્ચર્યજનક ઘટના હતી આ પુસ્તક ૧૯૭૩માં પ્રકાશિત થયું હતું. તેના પર ફિલ્મ ઉપરાંત એક ટેલિવિઝન ધારાવાહિક પણ બની હતી.આ પુસ્તકમાં મેસનની ઓળખને ગુપ્ત રાખવા માટે તેના અસલ નામનો ઉપયોગ કરાયો ન હતો જે ૧૯૫૦નાં આરંભે કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.જેણે પોતાની માનસિક સમસ્યાઓનાં નિદાન માટે કોર્નેલિયા વિલ્બર પાસે સારવાર લીધી હતી. જેમણે લાબો સમય તેની સાથે વિતાવ્યો હતો અને તેની સારવાર કરી હતી.મેસન ૧૯૯૮માં બ્રેસ્ટ કેન્સરનાં કારણે મોતને ભેટી હતી.આ કેસ આજે પણ વિવાદાસ્પદ મનાય છેકારણકે ગુપ્તતાનાં કાયદાને કારણે તેની સારવારનાં દસ્તાવેજો અને રેકોર્ડ જાહેર કરાયા નથી. પણ મજાની વાત એ છેકે વિલ્બરની ગેરહાજરીમાં મેસનની સારવાર કરનાર એક અન્ય તબીબ ડો.હર્બર્ટ સ્પીગેલે એ વાતનો ઇન્કાર કર્યો હતો કે તે મલ્ટીપલ પર્સનાલિટીની સમસ્યાથી પીડાતી હતી અને તેમણે એ ડિસએસોસિએશન ડિસઓર્ડરનો કેસ હોવાનું જણાવ્યુ હતું આજે પણ મેસનનાં દસ્તાવેજો ગુપ્ત રખાયા હોવાને કારણે લોકોને તેની બિમારી અંગે સત્ય હકીકત જાણવા મળી નથી.
માર્ક ટવેને પોતાના મોત પહેલા એક વસિયત કરી હતી કે તેમની આત્મકથા તેમનાં મોત પછી સો વર્ષ સુધી પ્રકાશિત કરવામાં ન આવે.તેઓ ૨૧ એપ્રિલ ૧૯૧૦માં મોતને ભેટ્યા હતા.તેમની આ આત્મકથા લગભગ ચારસો પાનાની છે જેમાં તેમની કેટલીક અંગત નોંધ અને તેમની સ્મૃતિઓ નોંધાયેલી છે.જેમાં તેમણે પોતાની પત્નીનાં મોત બાદ પોતાની સેક્રેટરી લિયોન સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે લિયોન સાથેના સંબંધો વિશે લખ્યું હતું કે તે તેમને પોતાની તરફ ખેંચવાનાં પુરા પ્રયાસ કરતી હતી અને તેમને પોતાના આકર્ષણમાં જકડીને તેમની એસ્ટેટનું પાવર ઓફ એટર્ની તેના નામે બનાવવા માટે પ્રયાસ કરતી હતી.
આ સ્મૃતિઓમાં તેમણે ઇશ્વરનાં અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવ્યા હતા તો અમેરિકાનાં ક્યુબા ખાતેનાં અભિયાન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.તેમની આત્મકથાનો પહેલો ભાગ વર્ષ ૨૦૧૦માં કેલિફોર્નિયા યુનિ.એ પ્રકાશિત કર્યો હતો.
૧૯૬૦ થી ૭૦નાં ગાળામાં ન્યુયોર્કના જાણીતા મનોવૈજ્ઞાનિક વોલા બર્નાર્ડ અને તેમનાં સહયોગી ડો.પીટર નોબરે એક અભ્યાસ માટે જોડકા બાળકોનો અભ્યાસ શરૂ કર્યો હતો જો કે તેમનાં માતા પિતાને માત્ર એટલું કહેવાતું હતું કેે તેમનાં બાળકનો અભ્યાસ કરવા માટે પસંદગી થઇ છે આ સિવાય ેતેમને વધારે માહિતી આપવામાં આવતી ન હતી અને આ અભ્યાસ આખરે ૧૯૮૦માં પુરો કરાયો હતો.પણ ત્યારે સરકારને લાગ્યું કે આ અભ્યાસનો લોકોમાં વિરોધ થશે ત્યારે તેમણે આ અભ્યાસ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો એકત્ર કર્યા અને તેને ૨૦૬૬ સુધી ગુપ્ત રાખવાનાં આદેશ આપ્યા હતા આજે પણ એ રહસ્ય છે કે આખરે આ સંશોધનમાં શેનો અભ્યાસ કરાયો હતો અને તેના પરિણામ શું છે.
વર્ષ ૨૦૦૭માં ફ્રાન્સનાં નેશનલ સેન્ટર ફોર સ્પેસે યુએફઓનાં કેસો સાથે સંકળાયેલ લગભગ ૧૦૦૦ ફાઇલ જાહેર કરી હતી.જે અંગે ફ્રાન્સની સરકારે પચાસ વર્ષ પહેલા સંશોધન કર્યુ હતું.જેમાં યુએફઓ સાથે સંકળાયેલા લોકોનાં અનુભવો અને સરકારની તપાસનો અહેવાલ હતો.ત્યારે પ્રથમ ફાઇલ જ્યારે ઇન્ટરનેટ પર મુકાઇ તેના ત્રણ જ કલાકમાં આ સાઇટ પર એટલો ટ્રાફિક વધી ગયો હતો કે તે ક્રેશ થઇ ગઇ હતી.ફ્રાન્સે લાંબા સમયથી ગુપ્ત રખાયેલા દસ્તાવેજો જાહેર કર્યા ત્યારબાદ ગ્રેટ બ્રિટને પણ આવી ફાઇલો ૨૦૦૮માં જાહેર કરી હતી.આ ફાઇલમાં કેટલાક રસપ્રદ કિસ્સાઓ છે.૨૯ ઓગસ્ટ ૧૯૬૭માં એક તેરવર્ષનાં બાળક અને તેની નવ વર્ષની બહેને કુસાક નજીકનાં પોતાનાં ગામમાં પોતાની ગાય પાસે કેટલાક કાળો રંગ ધરાવતા બાળકો જેવા આકાર જોયા હતા પહેલા તેમને લાગ્યું કે તેઓ પણ બાળકો હશે જ્યારે ભાઇએ પોતાની બહેનને જણાવ્યુંકે જો ત્યા ચાર કાળા બાળકો છે ત્યારે આ ચારેય બાળકો આપોઆપ હવામાં અધ્ધર થયા હતા અને પોતાની સ્પેસશીપમાં ચાલ્યા ગયા હતા.આ બાળકોએ જ્યારે માતા પિતાને વાત કરી ત્યારે તેમણે સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી અને તેઓ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે તેમને સલ્ફરની તીવ્ર વાસનો અનુભવ થયો હતો અને જ્યાં તેઓ હતાં ત્યાનું ઘાસ સુકાઇ ગયું હતું.
૧૯૬૪માં વોરન કમિશને નેશનલ આર્કાઇવ્ઝને પોતાનો હત્યાકાંડનો અહેવાલ સોંપ્યો હતો જેને ૨૦૩૯ સુધી ગુપ્ત રાખવાનો આદેશ આપ્યો હતો.તેઓ આ કેસ સાથે સંકળાયેલા નિર્દોષ વ્યક્તિઓની સતામણી ન થાય તે માટે આ અહેવાલ ગુપ્ત રાખવાનો આદેશ આપ્યો હતો.આ અહેવાલ કેનેડીની હત્યા સાથે સંકળાયેલા હતો. જો કે આ સાથે અન્ય કેટલીક રાજકીય હત્યાઓનાં રેકોર્ડ પણ એક જ સ્થળે રાખવાનો આદેશ અપાયો હતો.આ માટે સરકારેે કાયદો ઘડ્યો હતો.આ કાયદાની રચનાનાં પચ્ચીસ વર્ષ સુધી એક પણ રાજકીય હત્યાનાં રેકોર્ડ સંપુર્ણપણે જાહેર નહી કરવાની જોગવાઇ કરાઇ હતી.આથી વોરન કમિશનનાં તમામ દસ્તાવેજો વર્ષ ૨૦૧૭ સુધી ગુપ્ત જ રહેશે.ખાસ કરીને કેનેડીની હત્યામાં ઓસ્વાલ્ડ સિવાય અન્ય કોઇ હત્યારો સંકળાયેલો હોવાની લોકોમાં માન્યતા છે.
ગટ્રુડ માર્ગારેટી ઝેલ્લી જે ઇતિહાસમા માતાહરી તરીકે જાણીતી થઇ હતી અને જેને અત્યાર સુધીમાં થયેલા તમામ જાસુસોમાં સૌથી ચાલાક અને ચપળ માનવામાં આવતી હતી તેના પર ચલાવાયેલ કેસનાં દસ્તાવેજો પણ છેક ૧૯૮૫ સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા. આ એક્ઝોટીક ડાન્સર તે સમયે સૌથી સુંદર કલાકારોમાંની એક મનાતી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ફ્રાન્સની સરકારે તેની સુંદરતાનો અન્ય પ્રકારે લાભ ઉઠાવવા માટે તેને પોતાની જાસુસ તરીકે સ્પેન મોકલી હતી જ્યાં તેને જર્મન અધિકારીઓ સાથે સંપર્કો બનાવીને તેમની પાસેથી મળેલી માહિતી પેરિસ મોકલવા જણાવ્યું હતું.પણ ત્યારબાદ તે ડબલ સ્પાય હોવાનું જણાયું હતું.
૧૯૭૧નાં જાન્યુઆરી મહિનામાં જર્મન મિલ્ટ્રીએ બર્લિન એક રેડિયોસંદેશ મોકલ્યો હતો જેમાં એચ-૨૧નામનાં જર્મન જાસુસની ગતિવિધિઓ અંગે માહિતી અપાઇ હતી.ફ્રાન્સની ઇન્ટેલિજન્સ સર્વિસે કેટલાક મેસેજ આંતર્યા ત્યારે જણાયુંકે આ એચ૨૧ એ માતાહરી હતી.ત્યારે માતાહરીની ધરપકડ કરાઇ હતી અને તેના પર જર્મન જાસુસ હોવાનો આરોપ લગાવીને તેને મોતની સજા અપાઇ હતી.
૪૧ વર્ષની વયે પંદરમી ઓક્ટોબર ૧૯૧૭માં તેને ગોળીએ વિંધવામાં આવી હતી પણ તેણે પોતે અનેક વખત નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને તેને નકારવામાં આવ્યો હતો.આ કેસનાં તમામ દસ્તાવેજો ૧૯૮૫ સુધી ગુપ્ત રખાયા હતા.જોકે આત્કથાકાર રસેલ વોરેને ફ્રાન્સનાં રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીને એ ખાતરી અપાવી હતી કે માતાહરી પર મુકાયેલા આરોપ ખોટા હતા અને તે નિર્દોષ હતી અને તેમણે આ દસ્તાવેજ બત્રીસ વર્ષ પહેલા જ ખોલવા માટે સરકારને મનાવી લીધી હતી.
એફબીઆઇને શંકા હતી કે માર્ટિન લ્યુથર કિંગ સામ્યવાદીઓ સાથે સંબંધો ધરાવે છે અને તે તેમને દેશમાં સૌથી ખતરનાક અને અસરકારક નિગ્રો નેતા માનતી હતી. એફબીઆઇનાં ડિરેક્ટર જે.એડગર.હુવરે સરકાર સમક્ષ આ શઁકા વ્યક્ત કરીને કિંગનાં ફોન ટેપ કરવાની પરવાનગી મેળવીને તેમના પર નજર રાખવાનું કામ ચાલુ કર્યુ હતું જો કે તેમને આ અંગે કોઇ પુરાવા મળ્યા ન હતા પણ તેમનાં હાથમાં માર્ટિન લ્યુથર કિંગનાં જાતિય જીવન સાથે સંકળાયેલા કેટલાક રહસ્યો હાથ લાગ્યા હતા અને તે અંગે તેમણે માર્ટિન લ્યુથર કિંગની સતામણી ચાલુ કરી હતી પણ તેઓ પોતાનાં આરોપ સિદ્ધ સાબિત થયા ન હતા.એફબીઆઇએ ૧૯૬૩ થી ૧૯૬૮ સુધી નજર રાખી હતી અને ફોન ટેપ કર્યા હતા અને તેમનાં હોટલમાં ગુપ્ત કેમેરા ગોઠવીને કેટલીક વાંધાજનક પ્રવૃત્તિઓ પણ ટેપ કરી હતી જો કે ૩૧ જાન્યુઆરી ૧૯૭૭માં ડિસ્ટ્રીક્ટ જજ જ્હોન લ્યુઇશે આ તમામ ટેપ અને દસ્તાવેજો પચાસ વર્ષ સુધી ગુપ્ત રાખવાનાં આદેશ આપ્યા હતા.
૧૭ જુન ૧૯૪૦માં લેંકેસ્ટ્રીયાએ ફ્રાન્સથી બ્રીટીશ સૈનિકો, રિફ્યુઝીઓને જહાજ પર લીધા હતા જેમાં મહિલાઓ અને બાળકો સામેલ હતા. આ જહાજ પર લગભગ છથી નવ હજાર લોકોને ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા.તે જયારે પોતાના માર્ગે હતું ત્યારે જર્મનોએ આ જહાજ પર ચાર બોમ્બ ઝીંક્યા હતા.જેના કારણે માત્ર વીસ જ મિનિટમાં જહાજે જળસમાધિ લીધી હતી.જેની સાથે લગભગ ચાર થી સાત હજાર લોકોએ પણ જળસમાધિ લીધી હોવાનુ મનાય છે.
પણ આ ઘટનાનાં અહેવાલને સો વર્ષ સુધી ગુપ્ત રાખવાનો આદેશ અપાતા તે ૨૦૪૦ સુધી જાહેર થઇ શકશે નહી.ત્યારે વિન્સટન ચર્ચિલે પણ વાતને મીડિયાથી છુપાવી હતી અને આજે પણ એ દુર્ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા અને કેટલા બચ્યા હતા તેનો સત્તાવાર આંકડો રજુ કરાયો નથી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્રણ મે ૧૯૪૫માં સર્જાયેલી એક દુર્ઘટના અંગે હજી પણ કોઇ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી.આ ઘટના હિટલરની આત્મહત્યાનાં ત્રણ દિવસ બાદ અને જર્મનીએ બિન શરતી આત્મસમર્પણ કર્યુ તેના ચાર દિવસ પહેલાની છે.નાઝીઓનાં અત્યાચારમાંથી મુક્ત કરાયેલા પીડિતોને લ્યુબેક બે પરથી કેપ આર્કોના અને થિલબેક નામનાં બે જર્મન જહાજો પર ચઢાવવામાં આવ્યા હતા.પણ ત્યારે બ્રીટીશ એર કમાંડર્સને આ જહાજોની હકીકત ખબર ન હતી અને તે માનતા હતા કે એસએસ અધિકારીઓ ભાગવાની વેતરણમાં છે અને તેમણે તેના પર હુમલો કરવાનાં આદેશ આપ્યા હતા.થિલબેકમાં ત્યારે ૨૮૦૦ કેદીઓ હતા જે માત્ર વીસ જ મિનટમાં સમુદ્રનાં પેટાળમાં ગરકી ગયુૂં .કેપ આર્કોનામાં ત્યારે ૪૫૦૦ કેદીઓ હતા. આમ માત્ર બે કલાકમાં જ સાત હજાર જેટલા કોન્સંટ્રેશન ેકેમ્પનાં શરણાર્થીઓ મોતને ભેટયા હતા.
આ સમગ્ર ઘટનાના દસ્તાવેજો પણ સો વર્ષ માટે ગુપ્ત રાખવાનાં આદેશ અપાયા હતા. આ ઘટનાનાં એક સપ્તાહ બાદ જ કેટલાક મૃતદેહો કિનારા પર તણાઇ આવ્યા હતા જેમને હોલસ્ટીનનાં ન્યુસ્‌ટેડટની એક કબરમાં સામુહિક રીતે દફનાવવામાં આવ્યા હતા.લગભગ ત્રીસ વર્ષ સુધી આ માનવઅંગો કિનારાઓ પર આવતા રહ્યાં હતા છેલ્લે ૧૯૭૧માં એક બાર વર્ષનાં બાળકનું હાડપિંજર મળ્યું હતું.