અનંત અને આરાધના ની વાતોનો સિલસિલો ચાલુ જ હતો
આટલા દિવસ પછી આરાધના તેના નિઅર એન્ડ ડિઅર દોસ્ત સાથે વાત કરી ખૂબ ખુશ લાગી રહી હતી.
અચાનક અનંત કઈક શોધતો હોય એવી એક્ટિંગ કરી રહ્યો હતો.
અરે, અનંત તુ અહી શું શોધી રહ્યો છે?એ પણ મારા રૂમમાં.
આરાધના, એક ખૂબજ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે. બસ, એ જ શોધવાની કોશિશ કરી રહ્યો છું
અરે, પણ શું એ તો કહે?આરાધના થોડા આશ્ચર્ય સાથે અમનને પૂછી રહી હતી.
અરે, મારી બેસ્ટ ફ્રેન્ડની સ્માઈલ અહી ખોવાઈ ગઇ છે.પણ મળી રહી નથી તુ શોધવાનો પ્રયત્ન કરતો તને કદાચ મળી જશે.અનંત આરાધના સાથે મજાક કરી રહ્યો હતો.
આ સાંભળી ,આરાધના ખડખડાટ હસી પડી અને બોલી
जो हुकुम मेरे आका...... अभी ढूंढती हु આરાધના એક્ટિંગ સાથે મજાક કરી રહી હતી.
અનંત જરા ખિજાયો અને બોલ્યો , આરાધના મારે તારો आका ક્યારેય બનવુ જ નથી, મારે આખી જીંદગી તારો દોસ્ત બનીને રહેવુ છે અને તને હસતી જ જોવી છે.
અરે, હું પણ મજાક જ કરી રહી હતી. હા, એક વાત છે કે હું જીવનની દરેક પરિસ્થિતિમાં હસતા રહેવાની પૂરી કોશિશ કરીશ .જીવનના બધા દિવસો એકસરખા ન હોઈ શકે.પણ જ્યારે જ્યારે મને ઊદાસી ધેરી વળશે ત્યારે હું તારી આ વાત યાદ કરી હસી પડીશ .આરાધનાએ કહ્યુ.
'આટલા, દિવસથી તું મારાથી રિસાઈને મારાથી દુર જતી રહી હતી.મારી સાથે વાત કરવાની તો દૂર ,હુ જે કહુ તે સાંભળવા પણ તૈયાર ન હતી.તે એવુ કઈ રીતે વિચારી લીધુ કે હું તારા અને અમનના સંબંધમાં હું તારો દુશ્મન બનીશ.(મનમાં તો એ જ વિચારી રહ્યો હતો કે આરાધના અમન જેવા મવાલીછાપ છોકરાને લાયક જ નથી, આ વાત ભોળી આરાધના ક્યારે સમજશે..)તે આપણી આટલા વર્ષની જૂની દોસ્તી પર શંકા કરી.
આરાધના, તે તો તારા આ દોસ્તને દુશ્મન માનવામાં ,એકવાર પણ ન વિચાર્યુ કે હું તારું ખરાબ કઈ રીતે ઈચ્છી શકું!ઐ પણ તે ન વિચાર્યુ અનંતે કહ્યું.
સોરી, અનંત મારે પણ આ વાત સમજવી જોઈતી હતી કે તું જે કહેતો હશે તે મારી ભલાઈ માટે અને સારા માટે જ કહેતો હશે.
બન્ને મિત્રો વચ્ચે જે આ આબોલા અને રિસની દિવાલ હતી એ અનંતના પ્રયત્નોને લીધે બરફની જેમ પીગળી રહી હતી. .ફરીથી આ બન્ને મિત્રો એકસાથે અને હા... એકબીજા સાથે ખડખડાટ હસી રહ્યા હતા. સાથે ફરી મિત્રતા પવિત્ર નદીની ધારાની જેમ વહી રહી હતી.
ચાલ ,હવે મારે આ જ તારા મિસ્ટર રાઇટ ચોઈસ સાથે વાત કરવી છે, એને કહેવુ છે કે મારી આ દોસ્ત લાખોમાં એક છે, અને તેની આ ચહેરાની મુસ્કાન કરોડોની છે.તેની આ મુસ્કાનનુ ધ્યાન રાખે.
ચલ..ચલ...તુ ફટાફટ અમનને ફોન લગાડ .મારે અમન સાથે વાત કરવી છે.
પેલા તો આરાધના હરખાઈ જાય છે અને કહે છે કે હા...હા...ચાલ આપણે બન્ને અમન સાથે વાત કરિએ.હું જ અમન સાથે તારી ઓળખાણ કરાવીશ.
બન્ને મિત્રો ભેગા મળી અમનને ફોન જોડે છે.આરાધના પોતાના મોબાઈલ માંથી અમનને ફોન જોડે છે.
ટ્રીન...ટ્રીન .....ટ્રીન......
ટ્રીન...ટ્રીન....ટ્રીન......
ટ્રીન.....ટ્રીન.....ટ્રીન....
અમનનો ફોન ઊપડતો નથી.
ફરીથી નંબર જોડવામાં આવે છે.
ટ્રીન...ટ્રીન...ટ્રીન.....
ટ્રીન...ટ્રીન...ટ્રીન....
ટ્રીન....ટ્રીન...ટ્રીન...
અમનનો ફોન ઉપડતો નથી.
આરાધના ,અનંતની અને અમનની વાત કરાવાને લઈને ખૂબ ખુશ હતી.એટલે તેણે ત્રીજી વખત પ્રયત્ન કરવાનુ નક્કી કર્યુ
ટ્રીન....ટ્રીન...ટ્રીન...
ટ્રીન...ટ્રીન....ટ્રીન...
મિત્રો, આરાધના અમનને ફોન તો કરી રહી છે , પણ અમનનો ફોન રિસીવ થતો નથી.પ્રેમમાં પડેલા લોકો તો એકબીજા સાથે વાત કરવા હંમેશા આતુર રહેતા હોય.
તો પછી અમન અને આરાધના વચ્ચે આ ખામોશી કેમ છે? પ્રયત્નો કરવા છતાંય અમનો નો ફોન ઉપડતો નથી શા માટે ?? અમન આરધનાનો ફોન રીસીવ કરશે?શુ થશે આગળ?
તમારે પણ જાણવું છે કે શું થશે આગળ ? જાણવા માટે વાંચતા ? આગળ શ્યામ રંગ.......લગ્ન ભંગ ભાગ....13