રાધા જેલના મોટા દરવાજાની સામે ઊભી હતી. સમય હજી ચાર વાગ્યે 35 મિનિટ થયા હતા એટલે દરવાજો બંધ થયો ન હતો એનો અર્થ એ થયો કે દરવાજો ગમે ત્યારે ખુલી શકતો હતો આમ તો દરવાજો હંમેશા બંધ જ રહેતો હતો. બંધ દરવાજાને પણ હંમેશા ખુલ્લો કહેવામાં આવતા હોય છે કારણ કે તે ગમે ત્યારે ખુલી શકે છે.
આ એક દ્રષ્ટી ભ્રમ જેવું જ છે કે પછી શ્રુતિ ભ્રમ જેવું!
" રાધા તને તારો સામાન મળી ગયું છે ને?"
અલ્કા મેડમ એક રાધા ના પાસે આવીને પૂછ્યું. રાધા પહેરે કપડે આવી હતી એટલે તે જ કપડા તેને પાછા આપી દેવામાં આવ્યા હતા. બીજું તો તેની પાસે પુસ્તકો સિવાય કંઈ ન હતું અને ટિકિટના પૈસા તેના હાથમાં અપાવવામાં આવ્યા હતા.
આમ તો ઓનલાઇન ક્લાસીસના લીધે તે વધુ કંઈ કામ કરી શકતી ન હતી છતાં પણ રવિવારના દિવસે અને બાકી રજાઓના દિવસમાં તે મોતીની માળા બનાવતી હતી અને સાથે પ્લાસ્ટિકના ફૂલોનું હાર કે પછી વેણી બનાવતી હતી. તેના કામના પૈસા તેના હાથમાં આવી ગયા હતા અને દિવસો ઓછા હોવાના લીધે તે વધારે તો ન હતા, છતાં પણ તે પૈસાની મદદથી ઘરે આરામથી પહોંચી શકે તેમ હતી.
" મેં તને ટેબલેટ આપ્યું હતું તે લીધું છે ને સાથે?"
" જી મેડમ મેં લઈ લીધું છે."
અલ્કા મેડમ એ તેના ખભામાં હાથ રાખીને કહ્યું.
" વેરી ગુડ, હવે ત્યાં જઈને તું જમીનનું કંઈ કામ જોઈ લે છે અને સમય મળે ત્યારે તારા ઓનલાઇન ક્લાસ લેવાનું ભૂલતી નહીં. તને ખબર છે ને કે તારે વકીલ શા માટે બનવું છે?"
રાધા એ પહેલાથી દિવસે અમે તમને કહી દીધું હતું કે તે વકીલ બનીને પોતાનો જ કેસ ફરી ઓપન કરશે અને જીતશે પણ. રાધા ને નવાઈ લાગી કે મેડમ ને તે વાત હજી પણ યાદ હતી.
" હા મેડમ મને છોડાવવાની જવાબદારી હવે મારી પોતાની જ છે."
" ટેબલેટ માં મેં મારો નંબર સેવ કરી દીધો છે એટલે એ કંઈ પણ કામ હોય તો તું મને પૂછી લેજે હું તારી મદદ કરી લઈશ. બાકી ઘરે પહોંચ્યા બાદ મને એક વખત ફોન કરી લેજે."
ત્યાં સુધી કોમલ તે ફાઇલ ને લઈને રાધા ના પાસે આવી અને તેના હાથમાં દેતા કહ્યું.
" તું જ્યારે જેલમાં પાછી આવીશ ને ત્યારે આને સાથે લઈને આવજે."
રાધા એક માથું હલાવ્યું અને જેલનો દરવાજો તેના માટે ખોલી દેવામાં આવ્યો. દરવાજો ખુલતા જ બહારથી પીળો તડકો તેના ઉપર પડ્યો જેનાથી તેણે પોતાની આંખો બંધ કરી લીધી. જેલમાં રહીને તેને ખબર જ ન પડી કે આ માર્ચ મહિનો આવી ગયો છે.
માર્ચ મહિનાનો તડકો બહુ તીખો હોય છે અને તેની સાથે આજકાલ તો રાત પણ એવી જ તીખી અને ગરમ હોય છે. જેલમાં આની વધારે કંઈ જાણકારી થતી નથી કારણ કે ત્યાં જગ્યા બહુ ઓછી હતી અને ઝાડ લગાડવામાં આવ્યા હતા જેનાથી તડકો ઓછો લાગતો હતો.
આટલા દિવસોના બાદ તે પહેલીવાર જેલથી બહાર જઈ રહી હતી જેની તેની ખુશી પણ હતી અને ક્યાંકને ક્યાંક એક અણછુતો ડર પણ હતો. બહાર જઈને કોઈને તેને ઓળખી લીધી તો? બીજા કોઈ નહીં ઓળખે તો પણ તેના ગામના લોકોને તો ખબર પડી જ ગઈ હશે ને કે રાધા જેલમાં છે.
દક્ષા એ તો તે દિવસે કહી દીધું હતું કે તેને પૂરો વિશ્વાસ છે કે રાધા ક્યારેય એક નાના બાળકનું જીવન લઈ શકે પણ ગામના બીજા લોકોનું શું? કહેવામાં કોઈ તેના ખેતરમાં કામ કરવા માટે રાજી થશે કે નહીં થાય, એ વાતની પણ તેને ચિંતા હતી.
જેલની બહાર આવીને તેણે પાછું વળીને જોયું તો દરવાજો બંધ થઈ ગયો હતો. હવે આગળ વધવા સિવાય તેના પાસે બીજો રસ્તો હતો? અમદાવાદ તેના માટે બહુ નવું હતું એટલે તેને સમજાતું ન હતું કે હવે તેને ક્યાં જાવું જોઈએ.
થોડું આગળ ચાલ્યા બાદ તેને એક રીક્ષા મળી જેમાં બેસીને બસ સ્ટેન્ડ પહોંચી ગઈ.
અમદાવાદનું બસ સ્ટેશન બહુ મોટું હતું અને તેમાં ગોંડલની બસ શોધવી તો એના કરતાં પણ બહુ મોટું કામ લાગ્યું તેને. મુશ્કેલીથી તેને ગોંડલની બસ ની જગ્યા મળી પરંતુ બસને આવવામાં હજી બે કલાકની વાર હતી. ત્યાં પહોંચતા પહોંચતા 5:30 વાગી ગયા હતા એનો અર્થ એ કે તેને ઘરે પહોંચવામાં કદાચ 12 વાગી જવાના હતા.
રાધા ના પાસે પૈસા બહુ ઓછા હતા તે કદાચ 1000 થી 1200 રૂપિયા હતા જે તેના હાથમાં દેવામાં આવ્યા હતા એટલે રાધા તેની વાપરવા માંગતી ન હતી. જેલની બહાર આવતી વખતે તેને સુષ્મા કાકી એટલે કે તેની સાથેની એક સ્ત્રી, જે જેલમાં જમવાનું બનાવવાનું કામ કરતી હતી, તેમણે બે રોટલી અને તેની સાથે એક ગોળનો કટકો એક ન્યુઝ પેપરમાં બાંધીને આપી દીધો હતો.
રાત થવાનું હજી સમય હતો છતાં પણ રાધા ને ભૂખ લાગવા લાગી હતી કારણ કે આટલા દિવસથી તે બરાબર છ વાગ્યાના બાદ જમી લેતી ભૂખ લાગવાના ઈશારાથી તેને સમજાઈ ગયું કે કદાચ છ ના ઉપર થઈ ગયા હશે. તેને વિચાર કરી લીધો કે તે એ જમવાનું જમી લેશે પરંતુ ત્યાં બેસવાની કોઈ જગ્યા જ ન હતી.
લગભગ એક કલાક ઉભી રહ્યા બાદ એક જગ્યા તેને બેસવાના માટે મળી ગઈ હતી. જગ્યા મરતાની સાથે તેને જલ્દીથી તે બે રોટલી કાઢી લીધી અને હજી એક કોળીયો પણ લીધો ન હતો કે એક નાનકડું બાળક તેના પાસે આવીને ઉભો રહી ગયું.
તે નાનકડું બાળક લગભગ પાંચથી સાત વર્ષના આસપાસનું દેખાતું હતું. મેલો ચહેરો અને તેનાથી પણ મેલા કપડાં પહેર્યા હતા. તે રાધા ના તરફ જોઈ રહ્યો હતો એટલે તેને સમજાઈ ગયું.
" ભૂખ લાગી છે?"
તે બાળક એ માથું હા માં હલાવ્યું. રાધા થાય તે ગોળના કટકા માંથી અડધો કટકો કર્યો અને તે ન્યૂઝ પેપર ને પણ અડધું ફાડી લીધું. બીજા કટકા માં એક રોટલી અને તે ગોળનો કટકો રાખીને તે નાનકડા બાળકના હાથમાં આપી દીધું.
જેલની કડક અને સુખી રોટલી જોઈને પણ તે બાળકના ચહેરા પર સ્માઈલ આવી ગઈ જેને જોઈને રાધા ને ખુબ જ સારું લાગ્યું. તે બાળક રોટલી અને ગોળને લઈને નીચે જમીનમાં બેસીને જ ખાવા લાગ્યો. રાધા એ પણ તે એક રોટલી ને ફટાફટ ખાઈ લીધી.
હજી પણ બસ આવ્યા ને ૩૦ ૪૦ મિનિટ બાકી હતા. શું કરું તે રાધા ને સમજાતું ન હતું એટલે તે થોડીવાર માટે તેના ટેબલેટને કાઢીને જોવા લાગી. ટેબલેટ ખૂબ સારી કંપનીનો દેખાઈ રહ્યું હતું પણ તેને ચાલુ કેવી રીતે કરવું તે તેને સમજાતું ન હતું.
થોડી માથાઝીક કર્યા બાદ માંડ માંડ તે ટેબલેટ ખુલ્યું. તેને ખોલીને તેના ફંકશન સમજવામાં રાધા ના માથામાં દર્દ થવા લાગ્યું. પરંતુ હવે તેને ઓનલાઇન ક્લાસ તેમજ લેવાની હતી એટલે તેના ફંકશન સમજવા પણ જરૂરી હતા.
તેમાં વોટ્સએપ અને બાકી ની ઘણી બધી ચીજો પણ હતી જેનાથી તે સોશિયલ મીડિયા જેવી ચીજો સાથે પણ જોડાઈ શકે તેમ હતી.
તેને એ બધી વસ્તુઓથી કંઈ લેવા દેવાના હતું તે બસ જલ્દીથી ઓનલાઇન ક્લાસથી જોડાવા માંગતી હતી. તેને વોટ્સએપ માં એક મેસેજ દેખાય તો તેણે તરત જ તેને ખોલી લીધો. તે મેસેજ ની લીપી અંગ્રેજીમાં હતી પરંતુ તે હતો ગુજરાતીમાં.
તે નંબર સેવ તો ન હતો પરંતુ જે કંઈ પણ તેમાં લખવામાં આવ્યું હતું તેનાથી રાધા ને સમજાઈ ગયું કે આ મેસેજ કોના તરફથી હતો.
" મેં તમને આમાં બધી વિગત દઈ દીધી છે એટલે આમાં ફક્ત ક્લિક કરીને તમે મારી સાથે ઓનલાઇન ક્લાસમાં જોડાઈ શકો છો. આમાં બધું જ એન્ટર પહેલેથી જ કરી દેવામાં આવ્યું છે એટલે તમને કંઈ ચિંતા કરવાની જરૂરત નથી. જો તમને રોજના સમયમાં જોડાઈ શકવાનો સમય ન કાઢી શકો તો હું તમને તેનો રેકોર્ડિંગ વિડિયો પણ મોકલી દઈશ. એટલે તમને એ વાતની ચિંતા નહીં થાય કે તમે ક્લાસને મિસ કરી દીધો છે.
કમર કોટડા પહોંચ્યા બાદ તમે એક વખત મેસેજ કરી દેજો કે તમે સમયસર પહોંચી ગયા છો. તમે જ્યારે ગામના બહાર તમારા ખેતરમાં પહોંચો ત્યારે જ મેસેજ કરી દેશો તો વધારે સારું રહેશે."
આ મેસેજ રાધાના સર તરફથી મોકલવામાં આવ્યો હતો. રાધા ને હવે તેના સર હવે રહસ્યમય લાગી રહ્યા હતા. વિચારવાની વાત એ હતી કે તેમને રાધા ના ગામ વિશે કેવી રીતે ખબર પડી અને તેમને એ કેવી રીતે ખબર પડી કે રાધા ની જમીન ગામની બહાર હતી?