ગુણોનો ભંડાર દહીં
ભારતીયો ના ભોજન માં દહીંનું સ્થાન વિશેષ છે. દૂધ માં ખાટું મેરવણ ઉમેરવાથી દહીં તૈયાર થાય છે. દહીં તેના ખાટાં સ્વાદ માટે જાણીતું છે .
દહીં બનાવા માટે શુદ્ધ દહીં નો જ ઉપયોગ કરવો જોઈએ .
દહીં રુચિકર અને અગ્નિદોષ છે, તેથી દૂધ કરતાં વધારે ગુણકારી છે.ખટાશ વગરનું મોળું, સારી રીતે જામેલું, કોમળ અને મીઠું દહીં ઉત્તમ ગણાય છે. દહીં પાચન માટે ખુબજ ઉપયોગી છે કારણ કે તેમાં બેક્ટેરિયા વધુ પ્રમાણ માં હોય છે.
દહીં માં રહેલું પ્રોટીન, કેલ્શિયમ, અને મિનરલ શરીર ને તંદુરસ્ત બનાવે છે તે વજન ઘટાડવા માટે પણ લાભદાય હોય છે. હૃદય માટે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મહત્વનું છે. દહીં દાંત અને હાડકાં માટે પણ સારું છે. દહીં ને રોજીંદા આહાર માં લેવાથી સંધિવાના જોખમ ને ઘટાડે છે.
દહીં અગ્નિને પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ, તુરાશવાળું, ભારે, પાકમાં ખાટું, ઝાડાને રોકનાર તેમજ પિત્ત, લોહીનો બગાડ કે રક્તપિત્ત, સોજો, મેદ તથા કફ કરનાર છે. મૂત્રકૃચ્છ, અતિસાર અને દૂબળાપણામાં દહીં લાભદાયક છે. દહીં બળ અને વીર્ય વધારે છે.
દહીં ગુણોનો ભંડાર છે. દહીંમાં રહેલા ગુણોની વાત કરીએ તો ચરક દહીંને રુચિકર, દીપક, વૃષ્ય, સ્નિગ્ધ, બલવર્ધક, વિપાકમાં ખાટું, ગરમ અને પૌષ્ટિક તેમજ સળેખમ, અતિસાર, શીત તથા વિશ્વમ જ્વર, અરુચિ, મૂત્રકૃચ્છ તથા કૃષતામાં ઉત્તમ ગણે છે.
દહીં ખાવા ના અનેક ફાયદાઓ
1) હાઈ બ્લડ પ્રેશર
દહીં તમને હાઈ બ્લડ પ્રેસરથી બચાવે છે. તેમજ કોલેસ્ટ્રોન નું પ્રમાણ ઘટાડવા માં મદદ કરે છે.
2) વેઈટ લોસ
વજન વધવાની સમસ્યા થી બચવા માટે દહીંમાં જીરું નાખીને ખાવથી વજન વધવાની સંભાવના ઓછી થઈ જશે.
3) કફની સમસ્યા
દહીં ખાવાથી શરીર ને ઉર્જા મળતી રહે છે તેમજ દહીં સાથે ખાંડ મિક્સ કરી ખાવથી કફની સમસ્યા દૂર કરી શકાય છે.
4) એસિડિટી
દહીં માં સીંધાલું મીક્સ કરી ખાવાથી એસીડીટી માં રાહત મળે છે. મોઢામાં ચાંદાં હોય તો દહીં અને અજમો ખાવા માં આવે તો સમસ્યા દૂર કરી શકાય છે.
પેટની કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દહીં ખાવું જોઈએ.
6) રોગપ્રતિકારક શક્તિ વધારે
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દહીંનું સેવન કરો. દહીંમાં રહેલા બેક્ટેરિયા શરીરને ઝેરી તત્ત્વો સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દહીંમાં રહેલાં પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
7) લિવરની સમસ્યામાંથી છુટકારો મેળવવા
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, જે લિવર માટે ફાયદાકારક છે.
8) ભૂખ વધારે છે
જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા કંઈપણ ખાવાનું મન ન થતું હોય તે લોકોને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં સંચળ મિક્સ કરીને ખાવાથી ભૂખ લાગે છે.
9) હાડકાં મજબૂત બને
દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. સાંધાના દુખાવામાં પણ દહીં ફાયદાકારક છે.
10) સ્ટ્રેસ દૂર કરે છે
દહીં ખાવાનો એક ફાયદો એ પણ છે કે એનાથી મનને આરામ મળે છે અને તનાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે.
ભેંસના દૂધનું દહીં ખૂબ જ સ્નિગ્ધ, કફ કરનાર, વાયુ તથા પિત્તને મટાડનાર, પાકમાં મધુર, વીર્યને વધારનાર, ભારે અને લોહીને બગાડનાર છે. ગાયના દૂધનું દહીં મધુર, ખાટું, રુચિપ્રદ, પવિત્ર, અગ્નિને પ્રદીપ્ત કરનાર અને વાયુને મટાડનાર છે. સઘળા દહીંમાં ગાયનું દહીં વધારે ગુણોવાળું છે. બકરીના દૂધનું દહીં ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણે દોષને હણનાર અને અગ્નિને પ્રદીપ્ત કરનાર તેમજ શ્વાસ, કાસ, અર્શ, ક્ષય તથા દૂબળાપણા પર હિતકારી છે.
દહીં સાથે ઘણી વસ્તુ ન લેવી જોઈએ જેમકે,
ડેરી પ્રોડક્ટ - બટર, ચીઝ , દૂધ સાથે દહીં ખાવાથી સોજો થવાનું જોખમ રહે છે
મીઠું દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ ઘટાડે છે.
ડુંગળી અને કાકડી સાથે દહીં ખાવાથી ઘણા નુકસાન થાય છે.
તળેલા ખોરાક સાથે દહીં ખાવાથી આળસ વધે છે.
ખાટાં ફળો સાથે દહીં ખાવાથી ગેસ જેવી સમસ્યા થાય છે.
કેરી સાથે દહીં ખાવાથી ત્વચાની સમસ્યાઓ થાય છે.