Fare te Farfare - 97 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 97

Featured Books
  • दूध का क़र्ज़ - 3

      भाग - 3     दूध का क़र्ज़  नोट - अभी तक आपने पढ़ा कि तनूजा  अ...

  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

Categories
Share

ફરે તે ફરફરે - 97

૯૭

 

"ડેડી આવતી કાલે આજ કરતા ઘણુ વધારે ચાલવુ પડશે "

ભાઇ આ ધમકી છે ?"

“તમને ધમકીની અસર થતી નથી .તમારા પિતાશ્રી મહાન આઝાદીના 

લડવૈયા હતા.બહુ બહાદુર હતા એટલે તમે પણ લેવલતો મેઇનટેઇન કરો જ 

ને ?પણ કાલે જે એક્ઝીબિશનો જોવાના છે  લગભલ એક માઇલના 

હોલમાં હોય તેવડા ચાર પાંચ હોલ છે .કાલે બધુ પુરુ નહી થાય પણ બી રેડી"

“હવે જો વધારે કહીશ તો ઉંઘમા દોડવા મંડીશ સમજ્યો ? કાલે સવારે

સીધ્ધો હોલ ઉપર મળીશ બોલ કબુલ છે ?" બાપાના એક ફુફાડા માં મેદાન

સાફ થઇ ગયો..(ઉંઘમાં મીંયા ફુસકી દેખાતા હતા એ અલગ વાત છે )

.....

સવારના ફ્રેશ થઇ વહેલા નિકળ્યા એટલે ભાગ્યમા હોય તો ફ્રી પાર્કિગ

મળી જાય.ઠાકોરજીની કૃપા થઇ અને મંડળી એંહ એંહ કરતી ફ્રી પાર્કિગમા

હોન્ડા એસ યુ વી મુકી ઠાઠમા નીચે ઉતર્યા ત્યારે  સવારના સાડા નવ થયા 

હતા.ગઇ કાલે વોશિંગ્ટનના મેમોરીયલમા એક પોલ હતો જેને આપણે સ્તુપ કહીયે તેની  લીફ્ટથી દસ દસ ડોલરમા જવાની ટીકીટ નહોતી મળી એટલે ત્યાં લટાર મારી તો  ત્યાં વળી લાંબી લાઇન લાગી ગઇ હતી. આમ જૂઓ તો સોફુટ જેટલા ઉંચા આ પોલની લીફટ મળી હોતતો ઉપર જઇને તેમાંથી આ માઇલમાં ફેલાયેલ લિકનજીની સમાધિ અને અમેરિકાની લડાઇના યોધ્ધા જેને અમે ગઇ કાલે ફરી ફરીને જોયા હતા તે જ અંહીથી જોવાનું હતુ.. પણ આવુ દરેક જગ્યાએ બને છે મને યાદ છે કે ચાલીસ વરસ પહેલાં ગ્રાંટરોડકે મરીન લાઇન્સમા એક ગેંગ ઓપરેટ કરતીહતી તેની સ્ટાઇલ એવીકે રસ્તા વચ્ચે પેંટનો બેલ્ટ મુકીને એકજણ ગોળ ગોળ ફેરવતો હોય તેની આજુબાજુ એનાં જ ગેંગના માણસો ટોળું બનાવી વાહ ઓહો એમ મોટેથી કરતા ઉભા રહી જાય તેમા અલગ અલગ વેશભૂષા પહેરીને ગેંગનાં માણસો ઉભા રહેતા પછી આપણાં જેવો કોઇ નવાણીયો  “ એક કા દસ” જોવા ઘૂસે તો તેને ઘેરી વળે પછી લગાવ લગાવ બોલે તેમા જો ભૂલેચુકે પાકીટ કાઢી દસ લગાડવા જાય ત્યાંતો એક જણ પાકીટ ખેંચી જાય બીજા મારામારી કરીને ભાગી જાય.. પણ માણસો આવા મદારી કે  આવા  એક કા દસમાં શું કુતુહલથી ઘૂસે છે એ નથી સમજાતું , પણ એ વૃતિ છે  એવું અંહીયા લાઇન લડાવે એટલે બીજો જાણે શું લુટાય જવાનું હોય એમ દોડીને ઉભો રહી જાય.. ! 

 એ છોડીને અમે એટલે અમેરિકન હીસ્ટ્રી મ્યુઝીયમ ની ટીકીટ લીધી અને અંદર પહોંચ્યા.ચારસો પાંચસો વરસ પહેલા સુધી આખા અમેરિકાના માલીકો રેડ ઇંડીયનો

હતા તેમને લાખોની સંખ્યામા મારી કતલ કરી અને બ્રિટીશરો ,ફ્રેંચ  ઇટાલીયનો

પોર્ટુગીઝો એ કબજો જમાવ્યો.પછી એકબીજા સાથે લડ્યા અને એમ કરતા

અમેરિકનો બન્યા પછી પોર્ટુગીઝોને ભગાવ્યા હતા સ્પેનિશો સાઉથમાં

કબજો જમાવી બેસી ગયા હતા.આમ ભારતની જેમ લોહીયાળ જંગ પણ વરસો સુધી લડાયો હતો પછી જો જીતા વો સિકંદર …આવી ખૂંખાર લડાઈ લડ્યા પછી અમેરીકા બન્યુ હતુ તેની ખુમારી અને અહંકાર આજે પણ તમને દેખાય.રેડ ઇંડીયનોના હોલમા  અમે પ્રવેશ્યા ત્યારે એકદમ અચંબામાં આવી ગયેલા ..અદ્લ આપણા જેવાજ  દેખાવ તેમના પહેરવેશ હથીયારો દાગીના ઘર અને ઘર વપરાશની ચીજો સામાજીક રિવાજો જોયા.... ગજબ સામ્ય જોવા મળ્યું..આગળ ઇંડીયન અમેરિકન હોલમા ગયા એ કોઇ ભક્તા કરીને ડોનરે બહુ મહેનતથી ઇંડીયન કલ્ચર ઇન અમેરિકા જોયુ નાની મોટેલની રેપ્લીકા હતી પટેલ પટલાણીઓના ,ચુલ્હામા રોટલા કરતા પુતળા જોયા સરદારજીઓ

ની હીસ્ટ્રી વાંચી ધોળીયાવે તેમને કેટલા વરસો સુધી કેટલા ત્રાસ આપેલા એ જોયુ કોઇ પોલીસ કોર્ટ તેમને સાભળે નહી છેલ્લે  ધોળીયાવે ઇર્ષાની આગમાં ડોટ બસ્ટર આંદોલન કર્યુ હતુ એટલે કે ચાંદલા ભુસોનુ આંદોલન ચાલેલુ એ જોયુ પછી આ જ ભણેલા ઇંડીયનોની સમૃધ્ધી મોનોપોલી જોઇ ડોક્ટરો સાઇંટીસ્ટો સોફ્ટવેર એંજીનીયરો ડંકા વગાડ્યા એ જોઇ છાતી અમુક સેંટીમીટર ફુલી (ગજ ગજનો જમાનો ગયો ) ત્યાં પાછળથી કોઇએ "હાય રોનક" કર્યુ...

“હાય તુષાર વોરા હાવ આર યુ ?"

“ડેડી, મારી ઇંડીયાની  એકસેંચર કંપનીમા મારો જોબ ઇંટરવ્યુ લેનારા આપણી બાજુમા

 આપણી જ ગલ્લીમા સાવ બાજુમાં મૈત્રી ટાવરમાં રહેતા મારા ફસ્ટ બોસ તુષાર છે"

પછીતો  એ ઘર પાંસે થી રોજ નિકળે એટલે ચહેરો યાદ આવી ગયો. જાણીતા લોકો ક્યાં ક્યારે કેવીરીતે મળી જાય એ ક્યારેય નથી સમજાતું… પછી થોડું હલ્લો હાય કરી અને આવતી કાલે મળવાના વાયદાથી છુટ્ટા પડ્યા...

“ ભાઇ હવે ભુખ સહન થતી નથી..."મેં પોકાર કર્યો ..સેંડવીચ બરગર ચી્પ્સ અને સરખુ ટેબલ મળ્યુ એટલે મોટેથી "હા...શ" બોલાઇ ગયુ બાજુમા ગોરીયા ફેમિલી

બેઠુ હતુ તેમા નાના બાળકે મારી કોપી કરી મોટેથી બોલ્યુ "હા.......શ"