Bhutavad - 2 in Gujarati Short Stories by Dhamak books and stories PDF | ભુતાવળ - 2

The Author
Featured Books
Categories
Share

ભુતાવળ - 2

આ પહેલાં આપણે જોયું કે કરુણાશંકર સાથે શું થયું હતું. હવે કરુણાશંકર શાંતિથી જીવન જીવતા હતા અને રોજ નોકરીએ જતા હતા. તેમની સાથે તેમનો એક મિત્ર, ફિરોઝ, સાયકલ પર સાથે જતો હતો. બંને સાથે નોકરીએ જતા અને સાથે આવતા. ફિરોઝ એક મુસ્લિમ યુવક હતો, જે સ્વભાવે ખૂબ જ સારો અને દયાળુ હતો. કરુણાશંકર અને ફિરોઝ ખૂબ જ સારા મિત્રો હતા. તેઓ રોજ સાથે નોકરીએ જતા અને સાથે આવતા. રસ્તામાં એક ચાની લારી પર તેઓ ચા પીતા અને પછી પોતપોતાના ઘરે જતા.

એક દિવસ, ફિરોઝ અને કરુણાશંકર ચા પીતા હતા, ત્યારે એક પીપળાના ઝાડ નીચે એક તગડો યુવક ઊભો હતો. તેણે ફિરોઝને બોલાવ્યો અને કહ્યું, "આ લે સો રૂપિયા અને મારા માટે જલેબી અને સિગારેટ લઈ આવ." ફિરોઝ જઈને જલેબી લઈ આવ્યો અને યુવકને આપી દીધી. રોજ આવું થવા લાગ્યું. ક્યારેક સો રૂપિયાની નોટ તો ક્યારેક હજારની નોટ. એક દિવસ ફિરોઝે યુવકને પૂછ્યું, "તમે મને રોજ પૈસા આપો છો, પણ પાછા માંગતા નથી. તમે કોણ છો?"

યુવકે કહ્યું, "હું એક જીન છું. તું આ વાત કોઈને કરતો નહીં. જો તું કોઈને કહીશ તો તું મરી જઈશ. તારે બસ મને રોજ જલેબી અને સિગારેટ લાવી આપવાના." એમ કહીને તેણે પોતાની આંગળીમાંથી એક ફિરોઝાની વીંટી ફિરોઝના હાથમાં આપી અને કહ્યું, "હવેથી આ વીંટી તું તારા હાથમાં પહેરી રાખજે, કાઢતો નહીં. અને તારે મને કોઈ સવાલ કરવાનો નહીં."

ફિરોઝ પાસે ખૂબ પૈસા આવવા લાગ્યા. ઘરના બધા ફિરોઝને પૂછવા લાગ્યા કે આટલા પૈસા ક્યાંથી આવે છે. ફિરોઝની પત્નીએ પૂછ્યું કે તમે કોઈ ખોટું કામ તો નથી કરતા ને? આ બધી બાબતોનું કરુણાશંકર નિરીક્ષણ કરતા હતા, પણ કંઈ બોલતા ન હતા. એક દિવસ, ફિરોઝે કરુણાશંકરને કહ્યું, "આ વીંટી તું પહેરી લે, મારા માટે બહુ લકી છે." કરુણાશંકરે કહ્યું, "જો વીંટી લકી છે તો તું મને શું કામ આપે છે? તું જ પહેરી રાખ." પણ ફિરોઝે ખૂબ આગ્રહ કર્યો કે, "આપણી દોસ્તીની નિશાની સમજીને તું તારી પાસે રાખજે." કોણ જાણે ફિરોઝના મનમાં શું થયું કે તેણે વિચાર્યું કે આ વીંટી હું કરુણાશંકરને મારી યાદગીરી તરીકે આપી દઉં.

એક દિવસ, ઘરના બધાના ખૂબ કહેવાથી ફિરોઝે કહ્યું, "મને સવાલ કરતા નહીં. જો તમે મને સવાલ કરશો તો હું મરી જઈશ. જો તમે મને જીવતો જોવા માંગતા હો તો આ સવાલ ફરીથી પૂછતા નહીં." ફિરોઝ મુસલમાન હતો, અને મુસલમાન લોકો ખોટું કામ ન કરે. ફિરોઝના પિતાએ તેને કહ્યું, "તું મરી જા તો ભલે, પણ ખોટું કામ કરીને હરામની કમાણી આપણે ઘરમાં ન જોઈએ." ફિરોઝ રડતા રડતા બોલ્યો, "મને એક જીન મળ્યું હતું. એ જીન મારી પાસેથી રોજ જલેબી અને સિગારેટ મંગાવે છે અને જે પૈસા આપે છે તે પાછા લેતો નથી. હું જેવો એના હાથમાં જલેબી અને સિગારેટ મૂકું એટલે તે ગાયબ થઈ જાય છે અને પૈસા પાછા દેવાનો વારો આવતો નથી." જેવો ફિરોઝે પોતાની સાથે બનેલી ઘટનાઓ કહી, કે તરત જ તેને લોહીની ઊલટીઓ થવા લાગી અને તે મરી ગયો.

ફિરોઝના મૃત્યુના ચાર-પાંચ દિવસ પછી કરુણાશંકરને ખબર પડી કે ફિરોઝ ગુજરી ગયો. તે તેના ઘરના લોકોને મળવા ગયો અને બધી વાત કરી. ઘરના લોકોને ખૂબ અફસોસ થયો કે જો તેમણે સવાલ ન કર્યો હોત તો આજે ફિરોઝ જીવતો હોત.

હવે કરુણાશંકરે ફિરોઝાની વીંટી પહેરી હતી, એટલે તેને પણ ખૂબ લાભ થવા લાગ્યો. તેની પાસે પણ ખૂબ પૈસા આવવા લાગ્યા. એક દિવસ ફિરોઝાની વીંટી તૂટી ગઈ. કરુણાશંકરે તે રિપેર કરવા સોનીને આપી. સોનીએ બે દિવસ પછી કહ્યું, "ફિરોઝાનો નંગ વીંટીમાં રિપેર કરતા બળી ગયો છે. હવે તે કોઈ કામનો નથી." કરુણાશંકર માની ગયા અને ઘરે ચાલ્યા ગયા.

આ બાજુ, સોનીએ ખોટું બોલીને ફિરોઝાનો નંગ પોતાની પાસે રાખી લીધો. તેણે ફિરોઝાનું નવું પેન્ડલ બનાવીને પોતાના ગળામાં પહેર્યું. બે દિવસ પછી સોનીનું કાર અકસ્માતમાં મોત થયું અને તેના ગળામાંથી ફિરોઝાનું નવું પેન્ડલ ચોરાઈ ગયું.

હવે આ પેન્ડલ ચોરાઈને કોના હાથમાં જાય છે, 

તે એક રહસ્ય રહ્યું. 

D h a m a k 

Story book, ☘️