Fare te Farfare - 83 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 83

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 83

૮૩

એ સમયે વિશ્વયુધ્ધથી યુરોપના દેશો પાયમાલ થઈગયા હતા દેવાળીયા

થઇગયા હતા .....અત્યારના પણ એકાદ બે દેશ છોડીને યુરોપ કંગાળ જ

છે...સાવ જલ્સા કરવાના ,ખાવુ પીવુ એશ કરવો એ મુળભુત શોખ..મને

ઘણી વખત થાય કે આ ઘાંઘા ઘાંઘા ફરતા ગુજરાતીઓ એ જીંદગી કેમ

જીવાય તે બંગાળી લોકો પાંસેથી શિખવુ જોઇએ ..બસ વાડામા ભાત ઉગાડે

નાના પુકુરમા(તળાવમા) માછલાની જાળ નાખી પડ્યા પડયા ગીતો ગાય

વાચવાની બુક લઇ વાંચતા હોય... એક કથા યાદ આવી ગઇ .. એક કરોડપતિ ગામને છેડે એક ઝાડ નીચે બેઠેલા એક સજ્જનને ફડાકા મારવા ગયો .. 

“શું આમ એકીની જેમ ઝાડ નીચે પડ્યા પડ્યા પેરુ ખાય છે ..સખત કામ કરવું જોઇએ “ હા ભાઇ તમારી વાતમાં મને મજા આવે છે આગળ કહો..”

“ સખત દિવસરાત જાયા વગર કામ કરીશ પછી તારી પાંસે ખુબ પૈસા આવશે “

“ વાહ વાહ પછી ?”

 પછી એ પૈસાથી નવા કપડાં આમ મારી જેમ ગાડી લઇશ પછી હજી વધુ કમાઇને બાકીની જીંદગી શાંતિથી જીવી લેવાની.. એ ને મસ્ત ઝાડ નીચે સુઇને આરામ કરવાનો કંઇ ફિકર જ નહી..”

“ તો અત્યારે પણ હું એ જ કરું છું “

અદ્લ આવા જ યુરોપીયનો આવી શાંતિભરી જીંદગીની આશમા અમેરિકા આવ્યા હતા તેમના વંશજ હજી આજે પણ અમેરીકામાઆવી જીંદગી જીવે છે. સાંજે ઓફિસનો ટાઇમ પાંચ વાગે પુરો થાય એટલે પેન ડાઉન કરીને લેપટોપ બંધ કરી ઓફિસેથી નિકળી જાય.. ઘરે જઇ શાવર લે પછી બહાર તેના કુરકુરિયા કુતરાને લઇ પાર્કમા દોડતા હોય કાં રમતા હોય અને એ જ કંપનીમા નોકરી કરતા ઇંડીયનો સવારના છ વાગે રાતનો બનાવેલો જમવાનો ડબ્બો લઇ ધાંય ધાંય નિકળીને સાડાઆઠ નવે ઓફિસમા હાજર

તે સાજના સાત આઠ સુધી વૈતરા કરે રાતે નવ દાવાગ્નિ ઘરે પહોંચે અને શનિ રવિ પાછો જીંદગીજીવ્યાનો અહેસાસ કરે કારણકે એ પૈસામાં ગણે છે કે કેટલા રુપીયા કમાય છે .. એને જીંદગીનું સર્જન કરવાનું છે .. માબાપને પૈસે અમેરિકા પહોંચીને દરેક વસ્તુ હપ્તાથી લે પછી દસ પંદર વરસ હપ્તા ને વ્યાજ ભરીને માંડ ઉભો થાય એ અમેરિકાનોની બેંકો માલામાલ થાય આપણા દેશી સસ્તાપગારે વૈતરું કરે .. અને આઠ કલાક કામ કરવાની સિસ્ટમમાં બાર કલાકનું કામ હિસાબ કરીને આપે પછી પગાર એવો આપે કે આગળ ગાજર લટકાવીને ગધેડાને દોડાવે રાખે …

પણ તોય એ લોકો ય ખુશ છે અમેરિકાનો પણ ખુશ ..આ ડોલરીયા દેશની જીંદગીની વાસ્તવિકતા…

ટ્રમ્પકાકાને એ ખબર પડી ગઇ છે કે "આ લોકો ને અહીથી ખહવુ જ નથી"

એટલે ઓંગળી કર્યા કરે છે....

......

ઇમાગ્રંટ ટાપુથી પાછા ન્યુયોર્ક આવ્યા અને નજીકના "ઇંડીયન ઓરીજનલ

અમેરિકન મ્યુઝીયમમાં પેઠા ત્યારે રસ્તામાથી અડધી અડધી સેંડવીચો અને

નાચોઝ ચીપ્સ દબાવી ને ભુખને દબાવી હતી...

“આ કંઇ સમજાતુ નથી કે મુળ અમેરિકનો રેડઇંડિયનો ને ખાલી ઓરીજનલ

ઇંડીયન શું કામ કહે છે ?"

“એ લોકો ને એમ હતુ કે કોલંબસકાકા કહે ઇ ખરુ પણ ત્યારે કોલંબસકાકાની

આંખો કાચી પડી ગયેલી એટલે એને એમ લાગ્યુ કે આ માળાહાળા ઇંડીયનો જ છે ,

તો બીજી થીયરી કહે છે કે કોલંબસ એની માં ને કહી ને નિકળ્યા હતા કે

હવે તો ઇંડીયાથી મરી મસાલાને સાથે વહુ લઇ આવીશ પણ ધુનકીમા વહાણનો 

ઉંધા મોરો થઇ ગયો અને જાનાથા જાપાન ચલે રંગુન થઇગયુ ;હવે બા ને

કહેવાય કેમ કે લોચો થઇ ગયો છે...

બાએ પુછ્યુ "કેમ લ્યા જઇ આયો ઇંડીયા ?"હા પણ બા મને ઇ નથી સમજાતુ

કેઆ લાલમોઢાવાળા ક્યાંથી થઇ ગયા? કોલંબસ ગુચવાઇ ગયો

“બેટા તારુ મગજ ડમરાઇ ગયુ હશે "

......

પણ તમે અંદર જઇને મ્યુઝીયમમા ફરો તો તમે ય ગુચવાઇ જાવ ...ડીટ્ટો

ઇંડીયન જેવો દેખાવ દાગીના રહેણીકરણી ... ઘંટી શશ્ત્રો ...મને તો એમ 

થયુ કે આપણા વાળા કચ્છીમાડુઓ હોડા હોડીયુ લઇને સૌથી પહેલા પહોંચી નહી

ગયા હોય ને?

છેલ્લે લખ્યુ હતુ કે આજે પણ અમે તેમને તેમની રીતે રાખ્યા છે ..!લાખો

મુળ અમેરીકાના માલીક રેડઇંડીયનોને લાખોની સંખ્યામાં મારી નાખી ખદેડીને એક ઓપન જેલ જેવા કોમ્યુનમા પાછા પ્રદર્શન માટે જીવતા રાખ્યા છે...લાખો અમેરિકનો આ લોકોને કેમ જાણે કેમ ગેરીલા હોય તેમ વાઉં વાઉ કરતા જોવા જાય.. આ એજ અમેરિકન લોકો છે જે લીબર્ટી ના નામે હ્યુમન રાઈટ્સ ના નામે આખી દુનિયાને ડંડા બતાવે છે પચાંત કરે છે એના ગીરેહબાનમાં કેવી વરવી વાતો છે એ ખુદ પોતે જ કબુલે છે .

આને કહવાય બળીયાના બે ભાગ...."

બહાર પગથીયે બેસીપડેલી આખી ટીમ એકસાથે બોલી"હવે ખાવાનું કંઇક 

કરો ભુખ રસ્તામા હવે તો રડવડે છે "