ફરે તે ફરફરે - ૬૧
જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરતા લખતા હતા"મંદ મંદ સમીર
લહેરાતો હતો ..પુર્વના આકાશમા ધીરે ધીરે લાલીમા પ્રગટ થતી હતી..વૃક્ષો
આળસ મરડીને જાણે જાગી રહ્યા હતા..પંખીઓ કલશોર કરતા આકાશમા
વિહરી રહ્યા હતા .ઘાસમા ઝાકળબિંદુ ચમકી રહ્યા હતા.."બધ્ધી વારતામા
સવાર પડે ને પડે જ..ઉપર લખ્યુ થોડુ ઉંચુનીચુ કરીને લેખકો લખે જ.."
અમારેય સવાર આવી જ પડી હતી પણ વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ જાજાની
હાલતમા હોટલની રુમમા બાથરુમ સોરી વોશરુમની ચારે બાજુ ટોળા
વળી ચિંતીત દશામા સહુ ઉભા હતા ત્યારે વોર રુમ જેવી દશા હતી...આમા
મંદમંદ સમીર ક્યાંથી આવે ?
આ એક કુદરતી દબાણ એક જ એવુ છે કે લાખ કામ છોડીને જવુ જ પડે.. વળીઆમા નતો ગાડીમાં કરી લઈશું રસ્તમા પતાવી દઇશુ એવુ કંઇ ચાલતું નથી… હું કુદતી રીતે અલગ પ્રકૃતિનો છું એટલે મને દબાણ વધે તો સહન ન જ થાય.. મને કેટલાક આવા ઇંડીયાની ટ્રેનનાં કિસ્સા યાદ આવ્યા. એક ભાઇને ટ્રેઇનમા લાગી ગઇ એટલે સંડાસ ઉર્ફે ટોઇલેટમાં ધસી ગ્યા .. દેશી ટોઇલેટમા કર્મ કરતા હતા ત્યાંજ સુરત આવી ગયુ .. હવે ભાઇએ સફાઇ માટે નળની ચકલી દબાવી … સુઉુઉ હવા નીકળી પણ એક ટીપું પાણી નહી …ભાઇ આમથી તેમ રઘવાયા થઇ વિચારતા હતા .. ટોઇલેટની બારીમાંથી બહાર જોયું તો એક છોકરો સોડા લેમન…સોડા એમ બોલતો નિકળ્યો …
“ એ ભાઇ એ..સોડા વાળા… “
છોકરો ઉભો રહી ચારે બાજુ જોવા લાગ્યો .. કોણ બોલાવે છે ક્યાંય કોઇ દેખાતુ નથી
“ એ ભાઇ સોડા વાલા અંહીયા જો …”
સોડાવાળો નીચો વળી ટોઇલેટની બારીમાંથી આવતો અવાજ પારખી નજીક ગયો..
“ એ ભાઇ એક સોડા આપને”
“એ કાકા આ સાંકડી બારી માંથી કેમ આપું કહો ? “
અરે અંદર આવીને આપ તને ડબલ પૈસા આપીશ બસ..?”
લાલચમાં આવી છોકરાંએ ટ્રેઇન અંદર જઇ ટોઇલેટ મા સોડાબોટલ ખોલીને આપી અને ડબલ પૈસા લઇ નિકળી ગયો…
હવે અંદર બિરાજમાન પ્રવાસીએ પોતાની જાત ઉપર ખુશ થઇને કામ પતાવી બહાર નિકળ્યા.. સીટ ઉપર હાશકારો કરી બેઠા ત્યારે હાથ થોડા ચીકણા લાગ્યા પછી લેંઘો પણ ચીટકી જવા લાગ્યો એટલે હાથ સૂંધ્યો તો લેમનની મસ્ત સુગંધઆવી…
આવો બીજો કિસ્સો પણ યાદ આવી ગયો .. કરશનભાઇ આખા ડબ્બામાં એકલા બેઠા હતા ને ધોળકાથી ગાડી ઉપડી .. કરશનભાઇને બરોબર ઓચિંતી લાગી ગઇ … હવે નાનો ડબ્બો પણ ક્યાંય ટોઇલેટ જડે જ નહી ચારે બાજુ ફાંફા માર્યા … એક બાજુ રેલગાડી સ્પીડમાં ભાગતી હતી ને કરશનભાઇ જીવ ઉપર આવી ગયા..થેલા માંથી ન્યુઝ પેપર કાઢીને એના ઉપર બેસીને હાશકારો કર્યો. પડીકું વાળીને બારી બહાર ફેંકવા માટે હાથ બહાર કાઢ્યો કે જોરદાર પવનમાં પડીકું ઉડીને ડબ્બા ઉપર ચીટકી ગયુ… દરવાજો ખોલીને જોયું અને બહુ શરમાઈ ગ્યા.. અરેરે આતો બહુ ગંદુ લાગે છે…શું કરવું વિચારતા હતા .. ગાડી સ્લો થઇ ધંધૂકા આવીને ગાડી ઉભી રહી … કરશનભાઇ આકવિકળ થતાં હતાં .. સામે એક સફાઇ કર્મચારી પ્લેટફોર્મ સાફ કરતા હતો
“ એ ભાઇ જરા અંહીયા આવતો ..”
“ બોલો કાકા.. આલે આ દસ રુપીયા પણ આ ડબ્બા ઉપર જે ચીટકેલું છે ઇ સાફ કરી દે ને”
“કાકા અંહીયા બેઠા કઇ રીતે ઇ તો કહો..”ત્યાં વોશરુમમાં ચાન્સ મળ્યો એટલે ઝટપટ પતાવીને બહાર નિકળ્યા ત્યારે એકદમ ફ્રેશ ફીલીંગ આવતી હતી.. દિકરાનો ઓર્ડર છુટ્યો એટલે ફટાફટ હોટેલનુ ચેક આઉટ કરી અને ગાડીમા બેઠા એટલે ગુગલ દેવતા પ્રગટ થયા "બોલો મેરે આકા .."એમણે દેખાડેલ માર્ગે આગળ વધતા હતા ત્યારે
રોડની બન્ને બાજુ ના વૃક્ષો ઉપર લચી પડતા અખરોટ જોઇ આંખો પહોળી
થઇ ગઇ..."છે કોઇ લેવા વાળુ ?આવા મોંઘા ભાવના અખરોટ હડ હડ થાય
છે ?!"
એવુ નથી ડેડી અંહીયા પણ મફત મળે તો આ ચપટા મેકસ્સીકન કેટલાક ઇંડીયનો સવારના વહેલા બાસ્કેટ લઇને વિણવા મંડે .. આને પીકોન્સ કહેવાય .. રોજ બાસ્કેટ ભરીને ઇંડીયન સ્ટોરમાં આપી રોકડી કરે … થોડા ખાવા માટે રાખે
“ડેડી એ અખરોટ નથી પીકોન્સ છે એ આમ દરેક રીતે અખરોટ જેવા જ હોય
લોકો ખાઇ પણ ખરા ,પણ સ્વાદ અને ગુણમા થોડા જુદા પણ તેની પણ જબરી ડીમાંડ ખરી ..." આપણે તને યાદ હોય તો અંબાજી શ્રીનાથજીને રસ્તે કાળા જાંબુ સીતાફળ પેરુના ચણીયા બોર ટોપલા લઇને રસ્તે નાના છોકરાવ બેઠા હોય એ યાદ આવ્યુ ?
“યસ ડેડી એવા નેચરલ સીતાફળ પેરુ ચીકુ બહુ ખાધા છે ..”
એ ગરીબ આદિવાસીઓની આ જીંદગી આવી જ કઠોર હતી હવે એ લોકો અરીઠા ગુંદર ખાખરાના પાનના પત્રાળા બનાવે છે અને સ્વમાનથી જીવે છે.. વાંસના ટોપલા જાતભાતની ગ્રામ્યમાં બની રહી છે જેમા આવી અનેક વસ્તુઓ મધ એમનું ધાન્ય કોદરી વિગેરે મળે છે…”
બહુ સરસ કહેવાય એટલો ટુકો જવાબ આપી દિકરાએ બહાર નઝારો કરવા કહ્યું.