Fare te Farfare - 59 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 59

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 59

ફરે તે ફરફરે - ૫૯

 

અદભુત  કુદરતી નજારો જોઇ  કલાકની હીલી  રાઇડ પછી અમે અલરોસા

પહોંચ્યા ત્યારે  રાતના નવ વાગી ગયા હતા... જરાઠેકાણે પડ્યા પછી

રાતના દસવાગે આ લખવા બેઠો ત્યારે અમે ૮૫૦૦ફુટની હાઇટ ઉપર

હતા .ઉંચાઇને લીધે બ્લડપ્રેશર થોડુ વધી ગયુ હતુ માથુ પકડાઇ ગયુ હતુ

રૂમ બહાર હાડ થીજવે તેવી ઠંડી હતી...અંદર ગોદડાઓ વચ્ચે ગોટમોટ

થઇ લખવા બેઠો  હતો...આ બધ્ધા શહેરો મેક્સીકોની બોર્ડર ઉપર છે. કેટલીક દુકાનો હજી ખુલ્લી હતી બાકી બધુ ધબડક બંધ.. હોટેલનાં ઓપરેટરથી માંડીને સ્ટાફ એકદમ ઇંડીયન લાગ્યો..! મારી સાથે ચાલતા રૂમબોયને પુચ્છુ પણ ખરું .. ઇંડીયન ..?

નો મેક્સીકન સર.. શરીર ગઠીલા .. પહાડી લોકો આપણે ત્યાં પણ આવા જ લાગે. સહેજ છીબલા જાણે મોંગોલીયન હોય એવા .. તેની આંખ મોટી હોય નેણ પણ ઉપરથી નીચે નહીં સરળ સીધી હોય .. એટલેજ મારા જેવા ઉત્સાહની ગડબડ ચાલુ થઇ જાય..

મને યાદ આવ્યું કે મસુરી ગયો હતો લગભગ પાંત્રીસ વરસ પહેલાં ત્યારે અમારુ ભાડાનું વાહન ઓમની બસ સ્ટેંડ ઉપર ઉતારી ને અમે જે હોટેલ બુક કરી હતી ત્યાં પહોંચવાનું હતુ .. હોટેલ સનસેટ ઉપર ઉભાઢાળે હતી લગભગ દસ માળ જેટલું  ચડવાનું હતું . એકતો આઠ હજાર ફુટ ઉપર એટલે હવા પાતળી એટલે ચાર પગથીયા ચડો એટલે શ્વાસ ભરાઇ જાય પણ જય બજરંગબલી નુ નામ લઇ ઉપર ચડતા હતા .. અમારો સામાન લઇને લેપચા કુલી અટલા ભારે બોજ બે મોટી બેગ નાના મોટા બીજા થેલા લઇને સડસડાટ ઉપર ચડી ગયા.. બૈરીએ મને કહ્યુ “ આલોકો ફટાફટ ચડીને ઉપર પહોંચી ગયા હશે કે ત્યાંથી છુમંતર થઇ ગયા હશે તો ? આવા ઉપર તું કેમ ભરોસો કરે છે ? એકતો મોઢા ય એક સરખા દેખાય  સામન ગુમ થશે તો ઓળખવા કેમ ?”

“ જો હવે તો એ ખીમસીંગ કે ખારીશીગ ઉપર આપણી નજરથી ગુમ થઇ ગયો છે એટલે ભગવાન ભરોસો રાખ..”

પંદર મીનીટે માંડ ઉપર પહોંચ્યા ત્યારે બોલવાના હોંશ નહોતા .. સામે જ ખીમસીંગ કે ખારીશીંગ ઉભા હતા અમને ટેકો આપવા .. પહેલીવખત એણે મારો ને પત્નીનો હાથ પકડ્યો ત્યારે ખબર પડી કે એમના બાવડામાં બળ કેટલું છે …

સામાન ડેખો સાબજી  ચેક કરલો હમ પહાડી લોગ હૈ કભી ગડબડ નહી કરટે..”

ફાટેલા કપડામાં એની ઇમાંનદારી છલકતી હતી … અમે દસ રૂપીયા વધારે આપી રૂમ ઉપર ગોઠવાયા ત્યારે ઠંડીથી હાથ ધ્રુજતા હતા હોટેલનાં જાડા કંબલમાં સમાયા  ત્યારે આજની  અલરોસાની વાત સાથે સીમલાની  વાત યાદ આવી ગઇ હતી..આ લોકો પણ

લેપચાની જેમ ઇમાનદાર.મેક્સીકન ઇંડીયન  જેવા લાગે  આપણી જેમ માંડ પાંચ ફુટ બે ચાર ઇંચનાં એવરેજ હોય ઉંચા ગોરા થોડા પણ અટલા દુખ વેઠીને મેક્સીકોથી ભાગેલી આ પ્રજા જાડીયા અને આનંદી  . મોટા ભાગનાની ભાષા સ્પેનીશ...આપણને કંઇ નવુ ન લાગે કારણકે  આપણેતો પચીસભાષાના ભાતિગળ દેશના અને છતા 

જેમ ગાડુ ગબડે છે એમ  અંહીયા  અમેરીકા આખામાં પણ બોલવાનાં વાંધા છે જ. જેટલા વિયેટનામ ચીનથી આવેલા છે ઇ હજી પણ ગોગડુ ગુંગણુ  નાકમાંથી જે બોલે ઇ માંડ સમજાય આવુ જ સ્પેનીશ વોળી ક્યાંક ફ્રેંચ બોલતાને સાંભળો એટલે  ખબર પડે કે ભાઇ પ્રોપર ઇંગ્લીશ બોલવાનાં લોચા છે અલગ અલગ લહેકા સાથે પચરંગી ઇંગ્લીશ બોલતાં પણ સાથે અમેરીકનો હાથ હલાવતા જાય ચહરો આંખો ને મોફાટ તમે હોલીવુડના હીરો જેમ  હીરોઇનની જેમ જ આંગીક અભીનય કરતા જાય ને આપણે તો સપાટ ચહેરો રાખીને એટલે હાવભાવની મુંગાબહેરાની ભાષા જેવી મજા માણી છે

છેલ્લે આપણી દેશી સીકસર મારીયે...

ઇંડીયામા સૌરાષ્ટ્રમા અમે ફરવા ગયા હતા ત્યારે ગાડીની બારી ખોલી ભીડભંજન મંદીર કઇ બાજુ પુછાય ગયુ ,પછી એ ભાયડો કાઠીયાવાડી વળી જો મોઢામા માવો ભરલો હોય તો ...રસથી વાત સાંભળ્યા કરશે પછી વચ્ચે તમને અટકાવશે પછી મોઢું  અધર અંદર કરી ચારે બાજુ ડાફોરીયા મારશે પછી ઉં ઉં કરશે  પછી જ્યાં તક મળે ખુણો મળે ત્યાં પીચકારી મારી વાત પકડશે "હું શું કહેતો હતો ...હાભળો "

“ભાઇ ભીડભંજન મહાદેવનું મંદિર ક્યાં? એ પુછવાનો અમારો ગુન્હો થઇ ગયો

અમને માફ કરી દે ભાઇ...માવલીયા"

“ના ના કાકા એવુ કંઇ નથી  પણ હું શુ કઉ છું ......"

અંહીયા તો માવા હોય નહી પણ એમ કોઇને પુછાય નહી પુછો તો બિચારા

સાચા દિલથી એની ભાષામા જવાબ વિનયપુર્વક આપે પણ  મારે તો 

અંગ્રેજીમા સાંધા માર્યા હોય તો સ્પેનિશમા તો વાંધા પડે જ...ને ?

“ડેડી જલ્દી સુઇ જજો સવારે વહેલા ઉઠી જલ્દી મફતીયો બ્રેકફાસ્ટ કરી

ને જો શાર્પ આઠ વાગે નિકળીશુ તો જ આપણી ગાડીમા જવા મળશે . સવારે

નવ વાગે પ્રાઇવેટ વિહિકલની એન્ટરી બંધ થઇ જાય છે પછી બસમા જવુ

પડશે ....આપણે તો ચેકઆઉટ પણ કરી લેવાનુ છે ...ઓકે?

હાલો ભાયુ બેનુ  પેન કરો બંધ અને વહેલુ પડે સવાર...