Fare te Farfare - 54 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 54

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ફરે તે ફરફરે - 54

ફરે તે ફરફરે - ૫૪

 

"હેરાફેરી"ફિલમની કારમા જેમ આઠ સરદાર ભરાયા હતા  ને ઉધાડ બંધ થતી 

હતી તેવી જ હાલત અમારી હતી..બે સીટને ઓપન કરી બે એરપોર્ટ સાઇઝ

બેગ એક નાની બેગ ખાવાના થેલાઓ થી ભરેલી ગાડી .....ત્રણ થરી સીટો

વાળી એસ યુ વી હોવા છતા હાઉસફુલ હતી..અંદરથી સેન્ટ્રલ લોક કરેલુ

એટલે બહાર તો કોઇ પડવાનુ નહોતુ...પણ વાતમા ગરમાટો લાવવામાટે

આવા મીઠા મરચા સહુ લેખકે ભભરાવવા પડે તો મને પણ છુટ આપો...!

હ્યુસ્ટનની બહાર  હાઇવે પકડી ને ગાડી પુરપાટ ઉપડી... ત્યારે જાણે શાહી

સવારી  નિકળે ને  રસ્તા સાફ મળે તેમ અમને પણ રસ્તાની સલામી મળી.

સાઇઠ માઇલ પછી લિંકન પુતળુ જે બહુ ફેમસ પીકનિક સ્પોટ છે તેને પાર 

કરી...રસ્તામા આદત મુજબ ડાફોરીયા મારતો હતો..લગભગ બધા ડેંટીસ્ટ

ના બોર્ડ બાજુમા લખ્યુ હતુ "વી હાયર".એટલેકે નોકરી ખાલી છે...

મને મારા ડેંટીસ્ટ ડો.આશર યાદ આવ્યા ને પુરો પ્રસંગ આંખ સામે તરવર્યો..

એક બાજુ ક્રીકેટની મેચ ચાલુ હતી .ડોક્ટરને ક્રીકેટનો ગાંડો શોખ...તેનો

દિકરો પણ નવો ડેંટીસ્ટ અભય..એ પણ બાપની જેમ ક્રીકેટનો શોખીન..

બહુ જાણીતા વ્યાજબી પૈસા લેતા આ ડોક્ટરને ત્યાં ડાચા પકડીને લાઇનમા

કણસતા પેશંટો બહાર બેઠાછે મારી વાઇફને લઇને હું કેબીનમા ગયો

ઇશારાથી બેસવાનુ કહી ઓવર પુરી થઇ એટલે બાપ દિકરો વાઇફના મોઢામા

ડટ્ટો ખોસી દીધો...પાછી એક ઓવર પુરી થઇ એટલે મોઢામા સ્ટીલની  

પાવડી થી ટન ટન કર્યુ  હવે મારાથી સહન ન થયુ "ડોક્ટર આ ધોની જો

હેલીકોપ્ટર શોટથી સિક્સ મારશે તો મારી વાઇફનુ શું થશે?"

ટી વી બંધ થઇ ગયુ  અને ડોક્ટરે  એક દાંત કાઢીને પ્લેટમા મુક્યો...

મે મજાક કરી "પ્લેટ ઘરે લઇ જાવ? આ જુના દાંતનુ શું આવે ?"

ડોક્ટર તડક્યા"એક તો મેચ બંધ કરાવી ઉપર થી પ્લેટ માગો છો? ને

આ સોનાનો દાંત હોત તો કંઇક આવત આ તો સડેલો છે અમે ય ન રાખીયે

આવા જોક લખીને તમે ભલે મારી ફિલમ ઉડાડો છો પણ તમને ડીસકાંઉટમા

દાંત પાડી દઉ છુ એ લખવુ જોઇએ"

“નવા દાંત બેસાડવામા ડીસ્કાઉટ આપો ત્યારે જરૂર લખીશ બાકી જો ચીસ 

પાડતો બહાર નિકળીશ તો આજે મેચ જ જોવી પડશે..."

“ઓ કે ચાલ બસો રૂપીયા આપી ભાભીને હસતા હસતા બહાર લઇજા "

એક તો ઇ મારા જોક ઉપર હસતી નથી ઉપરથી દાંત ગયાનુ દુખ ઉપરથી

હસવાનુ?"

ડોક્ટરની ચાલાકી ઉપર હસતી હસતી વાઇફ બહાર આવી...પણ અમેરિકામા

કેમ હેલ્પર ભાગી જતા હશે એ સમાયુ નહી ....

રાત્રે આઠ વાગે વિચિતા ફોલ ગામની હોટેલમા પહોંચ્યા ત્યારે ગુગલ દેવતાને

પુછ્યુ"મહારાજ બતાઓ ગાવમે ફોલ હૈ ?કિતના બડા હૈ "

“અલ્યા, ગુજરાતીમા પુછને હું એમા ય જવાબ દઉ છું ...આ ગામ નુ નામ

એટલે જ વિચિતા એટલેકે વિચિત્રા છે કે ફોલ નથી તો નામ આવા શું કામ રાખે 

છે?મનેય સમજાતુ નથી...."

મેં કહ્યુ "આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા "