Premtrushna - 18 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષણા - ભાગ 18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમતૃષણા - ભાગ 18

“ એ તો છે હો વીણા " ડો .મલ્હોત્રા બોલ્યા .

સફાઈ કર્મીઓ એ બધું સાફ સફાઈ કરી અને અંતે આખોય ક્લાસ રૂમ ધોયો .

" સર...... મેડમ ..... થઈ ગયો સાફ આંખો રૂમ . હવે અમે જઈએ " એક સફાઈ કર્મી બોલ્યો .

" હા જાઓ તમે , આ બધી બુક્સ ને બધી થીસીસ ના પેપર અમે મૂકી દઈશું " ડો .મલ્હોત્રા બોલ્યા .

બધા સફાઈ કર્મીઓ ચાલ્યા ગયા .

" ચાલ વીણા , તું આ થીસીસ ના પેપર સરખા કરી ને મૂકી દે ત્યાં સુધી માં હુ આ બુક્સ શેલ્ફ માં મૂકી દઉં છું . " ડૉ .મલ્હોત્રા બોલ્યા 

" હા " ડો .વીણા થીસીસ પેપર મૂકવા માંડ્યા .

" તને યાદ છે વીણા ,આ આપણા  બી એચ એમ એસ નો છેલ્લા વર્ષ નો ક્લાસ રૂમ હતો અને હુ આજ પેલી બેન્ચ પર બેસતો અને તું છેલ્લે ...... " ડૉ .મલ્હોત્રા એ પાછળ જોયું ત્યાં ...

ડૉ .વીણા સાવ છેલ્લી બેન્ચ પર હાથ ફેરવીને જોઈ રહ્યા હતા .

ડૉ .મલ્હોત્રા ત્યાં આવ્યા .

" વીણા શું થયું " ડો મલ્હોત્રા એ પૂછ્યું .

" કાઈ નઈ , આ બેન્ચ પર ખરડાયેલું નામ જોઉં છું " ડો .વીણા બોલ્યા .

" કયું નામ ... " ડૉ મલ્હોત્રા એ બેન્ચ પર ખરડાયેલું નામ જોયું ..

" ડૉ . ટી . એસ . સિંહ સૂર્યવંશી " ડો .વીણા નામ પર હાથ ફેરવતા બોલ્યા .

" સમય જલ્દી પસાર થઈ ગયો નઈ , એક સમય હતો જ્યારે આપણે અહી બેઠી ને ડોક્ટર બનવાના સપના જોયા હતા અને વિચાર્યું હતું કે બધા એક જ શહેર માં સાથે રહેશું અને બધા ના બાળકો ને પણ ડોક્ટર બનાવીશું ને જો આજે આપણા સંતાનો પણ ડોક્ટર બની ને સેટલ થઈ ગયા બધું જેવું આપણે વિચાર્યું હતું તેવું જે થયું પણ ......... " ડૉ .વીણા નામ ને જ જોઇ રહ્યા .

" વીણા , સમય સમય ની વાત છે " ડો .મલ્હોત્રા બોલ્યા .

" આપણી બેચ માં બધા જ છે પણ સૂર્યવંશી નથી બસ એની જ કમી રહી ગઈ " ડો .વીણા બોલ્યા .

ડૉ .મલ્હોત્રા વીણા ને જોઈ રહ્યા ..

ડૉ વીણા થોડા વર્તમાન માં આવ્યા .

" સારું , ચાલ બધું મુકાઈ ગયું ને તો જઈએ અહી થી " ડો વીણા બોલ્યા .

" હા , ચાલ મારે લેબ પણ છે " ડો મલ્હોત્રા બોલ્યા .

આમ ડો .વીણા એ રૂમ બંધ કરતા કરતા છેલ્લી વાર ક્લાસ રૂમ ને જોયો .

ક્લાસ રૂમ પણ જાણે એટલા વર્ષો બાદ ખુલી ને પૂછતો હોઇ કે સૂર્યવંશી ક્યાં છે 

ડૉ વીણા એ ક્લાસ રૂમ બંધ કર્યો અને બને જણા ચાલ્યા ગયા . 

અહી અવની એ બધી તૈયારી ઓ કરી દીધી હતી .

" સર જુવો વેલ્કમ સેરિમની ની બધી તૈયારીઓ થઈ ગઈ છે હો " અવની એ પ્રિન્સિપાલ સર ને કહ્યું .

" હા બેટા , બહુ જ સરસ તૈયારીઓ કરી છે તે " પ્રિન્સિપાલ સર વખાણ કરતા બોલ્યા .

" થૅન્ક યુ " અવની એ સ્મિત કરતા કહ્યું .

બીજો દિવસ થયો અને બધા લોકો નવા ડોક્ટરેટ લેક્ચરર ને મળવા માટે ઉત્સુક હતા .

બધા જ એમડી ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓ સેરિમની હોલ માં આવી ને બેઠા .

ડૉ .મલ્હોત્રા , ડો વીણા અને બીજા બધા પ્રોફેસરો પણ આવી ને બેઠા .

" અવની પ્રિન્સિપાલ સર ક્યાં છે બેટા " ડો .મલ્હોત્રા એ પૂછ્યું .

" ખબર નઈ એ હમણાં આવતા જ હશે " અવની બોલી .

પ્રિન્સિપાલ સર આવી ને બેઠા .

ઘણો સમય વીત્યો અને બધા લોકો નવા ડોક્ટરેટ લેક્ચરર ની રાહ જોઈ ને બેઠા .

" ચાલો , છેલ્લા વર્ષ માં તો કોઈ સાયકોલોજી ના પ્રોફેસર આવશે " આરવી બોલી .

" હા , તો બાકી તો બીજા બધા જ શિક્ષકો માંથી કોઈ સર વર્ષે સાયકોલોજી ના લેક્ચર લેતું " વિશાખા બોલી .

" એ તો આ વર્ષે મેડિકલ કાઉન્સિલ સ્ક્વાડ નું ચેકીંગ છે એટલે " આરવી બોલી .

" જે હોઇ તે આપણે તો જે 2-3 મહિના લેક્ચર થાય એ " વિશાખા બોલી .

" એ જ ને " આરવી બોલી .

" એ બધું તો ઠીક પણ આ નવા પ્રોફેસર ક્યાં છે " વિશાખા બોલી .

" શીને ખબર , એક મિનિટ હુ અવની ને પૂછું છું એને ખબર હશે . " આરવી બોલી .

" અવની ...... અવની ..... અહી આવ તો " આરવી એ અવની ને થોડો ધીમો સાદ પાડી ને બોલાવી .

" હા બોલ " અવની આવી ને બોલી .

" આ નવા પ્રોફેસર ક્યાં છે અને હજુ કેમ નથી આવ્યા આટલો સમય થઈ ગયો ને " આરવી બોલી .

" અરે એ તો કોને ખબર , મે પૂછ્યું પ્રિન્સિપાલ સર ને તો એણે કીધું કે આવતા જ હશે " અવની બોલી. 

" આવી જાઈ તો સારું " વિશાખા બોલી .

" અરે આવી જશે , થોડીક તો શાંતિ રાખો " અવની બોલી .

અહી બધા લોકો નવા ડોક્ટરેટ લેક્ચરર ની રાહ જોઈ ને બેઠા .

અવની ડો .મલ્હોત્રા પાસે ગઈ .

" ક્યારે આવશે પેલા સાયકોલોજી ના લેક્ચરર .. ! , બધા પૂછે છે " અવની બોલી .

" કોને ખબર બેટા , એ તો હવે પ્રિન્સિપાલ સર ને પૂછ તો ખબર પડે " ડો .મલ્હોત્રા બોલ્યા .

" પ્રિન્સિપાલ સર તો .... એક મિનિટ પ્રિન્સિપાલ સર ક્યાં ગયા ....... " અવની બોલી .

ડૉ મલ્હોત્રા એ આજુ બાજુ માં જોયું .

ક્યાંય પ્રિન્સિપાલ સર દેખાતા નહોતા .

" હવે આ ક્યાં ચાલ્યા ગયા આમ સેરિમની ને અધવચ્ચે મૂકી ને " ડો .મલ્હોત્રા બોલ્યા .

અવની અને ડો .મલ્હોત્રા બને પ્રિન્સિપાલ સર ને શોધી રહ્યા .

બધા વિદ્યાર્થી ઓ બેસી ને નવા સાયકોલોજી ના લેક્ચરર ની રાહ જોઈ રહ્યા .

ખાસ્સો સમય વિતી ગયો પણ કોઈ ના આવ્યું .

“ આ નવા લેક્ચરર હજુ સુધી કેમ ના આવ્યા " વિશાખા બોલી .

" આવવાના હશે કે નઈ " આરવી બોલી .

" મને તો નથી લાગતું કે આવશે . નઈ તું પોતે વિચાર ને આરવી સાયકોલોજી માં પીએચડી કરેલ ડોક્ટર નઈ સાચે !! એ પણ આપણી કોલેજ માં લેક્ચર લેવા . કોઈ દિવસ શક્ય નથી " વિશાખા બોલી .

" એ તો છે પણ જો આવે તો હું તો બહુ ઉત્સાહિત છુ તેમને જોવા માટે " આરવી બોલી .

" ખાલી તું એક નઈ બધા સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર લોકો પણ ઉત્સાહિત છે જ " વિશાખા બોલી .

બધા રાહ જોતા જ હતા ત્યાં પ્રિન્સિપાલ સર સ્ટેજ પર અચાનક થી આવ્યા .

" પપ્પા , પ્રિન્સિપાલ સર ..... " અવની બોલી .

" ક્યાં છે " ડો .મલ્હોત્રા બોલ્યા .

" સ્ટેજ પર છે " અવની ને બતાવ્યું 

પ્રિન્સિપાલ સરે સ્ટેજ પર નું માઈક હાથ માં લીધું 

" તો બધા એમડી ના છેલ્લા વર્ષ ના વિધાર્થીઓ તેમ જ બધા પ્રોફેસરો ને મારે જણાવવું કે જે નવા સાયકોલોજી ના લેક્ચરર આવવાના હતાં એ ...........