Premtrushna - 15 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 15

Featured Books
Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 15

“ ના બેટા એવું કાઈ નથી . સંકેત અને સુર્યવંશી ની વચ્ચે કઇ પણ કોઈ પ્રકાર નો જગડો કે વિવાદ નહોતો થયો “ પ્રેશ્વમ કાર ચલાવતા ચલાવતા બોલી રહ્યો .

" અને પેલા પ્રિન્સીપાલ સર કહેતા હતા કે સુર્યવંશી નું વ્યક્તિત્વ ને બધું " અવની ઉત્સુકતા થી પૂછી રહી .

“ હાં બેટા એ સાચું છે “ પ્રેશ્વમ બોલ્યો .

“ ચાલો બેટા ઉતરો ઘર આવી ગયું “ પ્રેશ્વમ બોલ્યો .

“ હાં પપ્પા “ આમ કહી અવની કાર ની બહાર ઉતરી .

પ્રેશ્વમ અને અવની ઘર માં ચાલ્યા ગયા .

પ્રેશ્વમ ના ઘર માં કુલ મળીને 4 સભ્યો . નાનું કુટુંબ સુખી કુટુંબ ની વ્યાખ્યા માં નાનું કુટુંબ ના નામને સાર્થક કરતું પણ સુખી કુટુંબ ની વ્યાખ્યા ને કોઈ પણ સંજોગે સાર્થક કરી રહ્યું નહોતું .

ડૉ .મલ્હોત્રા ના ઘર માં તેમના પિતા શંકર ભાઈ અને માતા જયશ્રી બેન હયાત હતા પણ કસંજોગે પોતે પથારી વશ હતા 

એક મોટો પુત્ર વિવાન જે પોતે બહાર બીજા કોઈ રાજ્ય માં સેટલ હતો અને પુત્રી અવની હતી જે હાલ એમ ડી ના છેલ્લા વર્ષ માં હતી .

તેમની વાઈફ સીમા જે પોતે હાઉસવાઇફ હતી . તે ઘર અને બધું સંભાળતી હતી . 

ડૉ . પ્રેશ્વમ મલ્હોત્રા ના બધા મિત્ર વર્તુળ માં બધા પતિ પત્નિ બન્ને જણાં ડોક્ટર હતા પણ ડો. પ્રેશ્વમ મલ્હોત્રા જ એવા વ્યક્તિ હતા કે જેમની વાઇફ ગૃહિણી હતા . કેમ કે ડો . પ્રેશ્વમ ના પિતા શંકર ભાઈ પેહલા ના જમાના ની રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા વ્યક્તિ હતા . તેમણે જ પ્રેશ્વમ ના લગ્ન નક્કી કર્યા હતા સીમા સાથે જેનું પરિણામ એ આજ સુધી ભોગવી રહ્યા હતા .

સીમા આમ દેખાવે સામાન્ય પણ તેનો ઘમંડ સાતમા આસમાનમાં જ વિરાજેલો રહે . તે શંકર ભાઈ કે જયશ્રી બેન ને સરખા મોઢે ક્યારેય બોલાવે પણ નહિ . બંને ને જેમ ફાવે એમ રાખે .

ડૉ .પ્રેશ્વમ આમાં કોઈને કંઈ કહી પણ ના શકે કેમ કે પોતાના માતા પિતા નો પક્ષ રાખવા જાઈ તો સીમા તો સબંધ તોડી ને જતી રહે અને ઘર માં આવડી જવાન દીકરી સાથે કોઈનો સંબંધ ના જોડાઈ અને પોતાનો પરિવાર તૂટી જાય .

ડૉ .પ્રેશ્વમ એ વિવાન ને પણ સારો એવો સર્જન ડોકટર બનાવ્યો હતો . આ જ એ જ પુત્ર પોતાના થી દુર થઇ ગયો હતો. તેણે સર્જન બન્યા પછી પોતાના બાપ ને મૂકી દીધો હતો . તેના માટે ફક્ત તેની જાત જ અગત્ય ની હતી . 

ડૉ . પ્રેશ્વમ નો દીકરો વિવાન પણ પોતાની માં જેવો જ નીકળ્યો . તે પણ ક્યારેય પોતાના દાદા દાદી સાથે સારો વ્યવહાર ના રાખે . તે પણ ઘરે આવે ત્યારે પણ પોતાના દાદા દાદી ને હડધૂત જ કર્યા કરે .

ડૉ .પ્રેશ્વમ પણ પોતાના પુત્ર ને કાઈ ના કહી શકે કેમ કે એ પણ બોલવામાં અને બધી બાબત માં પોતાની માં જેવો જ હતો . 

ડૉ .પ્રેશ્વમ શાંતિ થી બધું જોતાં રહેતા . 

કોલેજ માં જેનું ફક્ત નામ પડતાં વિદ્યાર્થીઓ ધ્રુજવા માંડતા હોઇ તે માણસ પોતાના જ ઘર માં આમ લાચાર થઇ પોતાના માં બાપ ની આવી હાલત જોઈ રહેતો . 

આ બધા માં ડૉ .પ્રેશ્વમ નું પોતાનું કોઈ કેહવા વાળું હોઇ તો તે તેમની દીકરી અવની અને મિત્ર સંકેત અને તેના પત્નિ  નેહા બેન .

સંકેત અને નેહા બને પેહલે થી જ ડો . પ્રેશ્વમ ની સાથે જ ભણેલા અને ડોક્ટર બનેલા .

સંકેત તો ડો . પ્રેશ્વમ સાથે જ સાથી પ્રોફેસર તરીકે જોબ કરતો હતો પણ નેહા બેન પોતાનું બધું છોડી ગૃહિણી બની ગયા હતા . 

ઘર માં પગ મૂકતા ની સાથે જ સીમા બેન ઉકળ્યા.

“ બાપ દીકરી ને કાઈ સમય ની ભાન બાન પડે છે કે કાઈ હા . આટલું તે મોડું થતું હશે કાઈ !!! હુ શુ તારા બાપ ની નોકર બેઠી છું તે અડધી અડધી રાત સુધી તમારા બેય માટે જાગી ને દરવાજો ખોલું . સાંભળી લ્યો આવવું હોય તો વેલાસર ઘરે ગુડાઈ જાજો બાકી પછી તમારા પેલા સંકેતિયા ની ઘેર જઈ ને બેય બાપ દીકરી સૂઈ જાજો " સીમા બેન બોલ્યા .

“ બા બાપુજી સૂઈ ગયા “ ડૉ . પ્રેશ્વમે પૂછ્યું 

“ હા , એ તો સૂઈ જ જાઈ ને એ બેય ડોહાઓ ને કામ શું છે બીજું . એક તો ખાવું ને બીજું સૂવું . આંખો દિવસ મારી છાતી પર બેસી ને ખાય જ છે ને " સીમા બેન બબડી રહ્યા .

ડૉ .પ્રેશ્વમ એક શબ્દ ના બોલ્યા અને પોતાના રૂમ માં જતા રહ્યા  .

અવની પણ પોતાના રૂમ માં જતી રહી .

અંદર ના રૂમ માં થી શંકર ભાઈ અને જયશ્રી બેન આ બધું જ ભીની આંખે સાંભળી રહ્યા .

ડૉ .વીણા પણ અવની ને સામે બધું કહી દીધું હતું એમનો કહેલો દરેક શબ્દ સાચો હતો એટલે જ ડૉ .પ્રેશ્વમ સામે એક દલીલ પણ નહોતા કરી શક્યા .

અહી ડૉ .પ્રેશ્વમ અને બધા સૂતા .

બીજા દિવસે સવારે પ્રેશ્વમ અવની ને લઈને કોલેજ પર જાઈ છે .

ડૉ . પ્રેશ્વમ પોતાના કેબિન માં જઇ રહ્યા ત્યાં તેમણે જોયું કે 

ત્યાં જ પ્રિન્સિપાલ સર પોતાની કેબિન માં થોડા ચિંતા માં બેઠા હોય છે .

“ અંદર આવુ સર “  ડૉ . પ્રેશ્વમ એ પૂછ્યું .

“ હાં આવો આવો ડો.મલ્હોત્રા " પ્રિન્સિપાલ એ ઈશારો કર્યો .

ડૉ . પ્રેશ્વમ આવી ને સામે ની ખુરશી પર બેઠા .

“ કેમ શું થયું સર આજે કેમ આમ ખૂબ જ ચિંતા માં લાગો છો “ ડૉ . પ્રેશ્વમ એ પૂછ્યું .

“ કાઈ નઈ એક થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે ડો .મલ્હોત્રા " પ્રિન્સિપાલ બોલ્યા .

“ શું પ્રોબ્લેમ થઈ છે " ડો .મલ્હોત્રા એ સવાલ કર્યો .

“ હવે તમને તો ખબર જ છે હશે કે એમડી ના છેલ્લા વર્ષ માટે  સાયકોલોજી ના લેક્ચર આ વર્ષ થી દરેક કોલેજ માં ફરજિયાત કરેલ છે " પ્રિન્સીપાલ બોલ્યા 

" હા .. " ડૉ . પ્રેશ્વમ બોલ્યા .

" તો એમાં શું એ લેક્ચર એવું હશે તો હુ લઈ લઈશ એમાં શું આટલી મોટી વાત છે દર વર્ષે આપણી જ ફેકલ્ટી માંથી કોઈ નઈ ને કોઈ લેક્ચર લઈ જ લેઇ છે " ડૉ . પ્રેશ્વમ બોલ્યા 

" વાત સાચી કે આપણે આટલા વર્ષો થી આમ જ ચલાવતા અને એમડી ના છેલ્લા વર્ષ ના લેકચર લેવા માટેની લાયકાત ધરાવતા વ્યક્તિ આપણી પાસે છે પણ એ  બધુ હવે આપણે ના ચલાવી શકીએ ને અને સરકાર શ્રી ના નવા નિયમો મુજબ કોઈ વેરીફાઇડ પ્રોફેસર જોઈએ જેણે કોઈ મોટી યુનિવર્સિટી માંથી આ ....... " પ્રિન્સિપાલ સર બોલ્યા 

" સમજી ગયો ... પણ એ પોસીબલ નથી સર " ડૉ . પ્રેશ્વમ બોલ્યા .