Premtrushna - 8 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 8

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 8

ખુશી અને આનંદી ભૂમિ ને રડતા જોઈ રહ્યા .

અચાનક થી ઊભી થઈ ત્યાં થી  ચાલ્યી ગઈ 

ભૂમિ પ્રિન્સીપાલ ના કેબિન ના દરવાજે ઊભી રહી ..

“ શૂ હુ અંદર આવી શકું સર “ ભૂમિ બોલી .

“ હા આવો “ પ્રિન્સિપાલ બોલ્યા .

ભૂમિ એ ત્યાં જઈને જોયું તો પ્રિન્સીપાલ અને અરવિન્દ ભાઈ ની સાથે સાથે ડો. મલ્હોત્રા પણ બેઠા હતા 

“ સર તમારી પરવાનગી હોઇ તો મારે પ્રિન્સીપાલ સર અને તમારા બધા ની હાજરી માં કઈક વાત કહેવી છે “ ભૂમિ ડો.મલ્હોત્રા તરફ જોતા જોતા બોલી .

“ શું વાત કહેવી છે “ પ્રિન્સીપાલ એ પૂછ્યું .

“ મારે આ બાબતે કઈક વાત કરવી છે “ ભૂમિ બોલી .

“ બેટા આ બાબતે પોતાનો પક્ષ રાખવા આવી છે “ પ્રિન્સીપાલ બોલ્યા .

“ ભૂમિ બેટા .... “ અરવિંદ ભાઈ બોલ્યા ત્યાં જ 

“ અરવિંદ ભાઈ , વાંધો નઈ એને પોતાનો પક્ષ તો રાખવા દયો “ ડો.મલ્હોત્રા બોલ્યા .

“ આભાર સર “ ભૂમિ બોલી .

“ સર મે આ બધું જે કાઈ પણ કર્યું છે એના માટે તો હુ પેહલા માફી માંગુ છુ . મેં બધું મજાક માં જ કર્યું હતું મને કાઈ ખ્યાલ જ ના રહ્યો કે મારો મજાક નું આ પરિણામ આવશે અને મારા લીધે કોઈ નિર્દોષ ને આવડી મોટી સજા થાય એ મારા થી ના જોવાઈ . ભૂલ મારી હતી ખુશી ની નઈ તો મારી વિનંતી છે કે તમે ભલે મને આ કોલેજ માંથી કાઢી નાખો પણ બિચારી ખુશી ને સસ્પેન્ડ ના કરશો એનો કોઈ જ વાંક નથી અરે ... એને તો કાઈ ખબર પણ નહોતી કે હુ આવી મસ્તી કરીશ પ્લીઝ સર “ ભૂમિ બોલી રહી 

“ બેટા ભૂમિ ... અહી હવે આ વસ્તુઓ નો કોઈ મતલબ રહ્યો નથી “ પ્રિન્સિપાલ બોલી રહ્યા .

ડૉ. મલ્હોત્રા આ બધું શાંતિ થી ખુરશી પર બેસી નિહાળી રહ્યા 

“ પણ સર .. “ ભૂમિ બોલી રહી .

“ શું હુ અંદર આવી શકું સર “ બહાર ના દરવાજે ખટ ખટ થતાં અવાજ આવ્યો .

બધા એ દરવાજા તરફ જોયું 

“ હા અવની બેટા , અંદર આવી જા “ પ્રિન્સીપાલ સર બોલ્યા .

અવની અંદર આવી .

“ સર પેલી ડો . મલ્હોત્રા ના કેબિન માં બધી ફાઈલો ની ઉથલપુથલ થઈ હતી ને તો એમાં પેલા બધા પાછલા બેચ ના સ્ટુડન્ટ ના ડેટા જે તમે કહેલા એ મે ઓફીસ ના લેપટોપ માંથી રીસ્ટોર કરી આ મારી પેનડ્રાઈવ માં નાખી દીધા છે તો એ જ દેવા માટે આવી હતી ” અવની એ પેનડ્રાઈવ પ્રિન્સિપાલ સર ને આપી .

“ જોયું ને બેટા ભૂમિ તારા એક મજાક ના લીધે બધાને કેટલી હાલાકી ભોગવવી પડે છે “ પ્રિન્સીપાલ બોલ્યા .

ભૂમિ નીચું મોઢું કરીને ઊભી રહી .

“ અરવિંદ ભાઈ હુ તમને હાલ લિવિંગ સર્ટિફિકેટ કઢાવી ને આપી દઉં છું “ પ્રિન્સીપાલ બોલ્યા .

ભૂમિ બિચારી નીચું મોઢું કરીને રડી રહી હતી 

“ સર લિવિંગ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી “ ત્યાં અચાનક જ ડો.મલ્હોત્રા બોલ્યા .

“ ડો .મલ્હોત્રા ..... “ પ્રિન્સીપાલ બોલ્યા 

“ સર કોઈક વાર માણસ થી ભૂલ થાય જાય પણ મને લાગે છે કે ભૂમિ ને સાચે તેની ભૂલ નો પછતાવો છે તો આપણે તેને એક વાર માફ કરવામાં કોઈ વાંધો નથી . તેને જો આ કોલેજ માંથી આ કારણ થી જો બહાર કાઢી નાખવામાં આવી તો તેનું આખું ભવિષ્ય બગડી જશે અને મારા મતે  તેને જો આટલો જ પછતાંવો હોઇ તો એક તક દેવામાં કોઈ મોટી વાત નથી “  ત્યાં જ તેને વચ્ચે અટકાવી ડો મલ્હોત્રા બોલ્યા .

ભૂમિ એ થોડા આંસુ લૂછતાં લૂછતાં ઉપર તરફ જોયું .

“ વાંધો નઈ , એક જોતા તમારી વાત પણ સાચી છે ડો .મલ્હોત્રા એક નાની ભૂલ ની સજા આપણે તેનું ભવિષ્ય બગાડી ને ના દઈ શકીએ “ પ્રિન્સીપાલ બોલ્યા .

“ અરવિંદ ભાઈ તમે ઉપાદી ના કરો તમારી દીકરી હવે આ કોલેજ માં જ છે “ ડો.મલ્હોત્રા બોલ્યા .

“ આભાર તમારો સર “ અરવિંદ ભાઈ બોલ્યા .

“ અવની બેટા , તારે કોઈ કામ તો નથી ને “  પ્રિન્સીપાલે અવની ને પૂછ્યું .

“ ના સર , આજે ડો. શાહ આવ્યા નથી તો બધા આમ પણ ક્લાસ માં ખાલી બેઠી ને પ્રોજેક્ટ જ કરે છે . મારે તો પ્રોજેક્ટ થઈ ગયો છે તો મારે તો આમ પણ કોઈ કામ નથી “ અવની બોલી .

“ તો અવની , તું અહિયાં બેસી ને જરા બીજી ફાઈલો પણ   રિસ્ટોર કરી દે ને બેટા કેમ કે એટલી ફાઇલો બધી ઉઠલપુથલ થઈ છે કે બહુ જ કામ છે “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ વાંધો નઈ સર હું કરી આપું છું તમને “ અવની બોલી .

અવની અહી ટેબલ પર બેસી ને લેપટોપ પર કામ કરી રહી .

“ ભૂમિ બેટા જો આ વખતે તો મે તને માફ કરી દીધી છે પણ હુ આશા રાખું છું કે બીજી વાર આવી ભૂલ ના થાય “ ડો.મલ્હોત્રા બોલ્યા .

“ હમમ .... “ ભૂમિ નીચું મોઢું કરી ને જ ઊભી હતી 

“ ના સર એ તો હવે એને એટલી તો સમજ આવી જ ગઈ હશે કે નાની અમથી મજાક નું કેવડું મોટું પરિણામ આવી શકે “ અરવિંદ ભાઈ બોલ્યા 

“ નઈ બેટા “ અરવિંદ ભાઈ ભૂમિ તરફ જોઈ ને બોલ્યા .

“ હા પપ્પા બીજી વાર આવી ભૂલ નઈ થાય “ ભૂમિ આંસુ લૂછતાં લૂછતાં બોલી રહી .

“ કાઈ વાંધો નઈ અરવિંદ ભાઈ તમે હવે નિશ્ચિંત થઈ જાઓ “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ વાંધો નઈ સર ખૂબ ખૂબ આભાર તમારો તમે આ બધુ  થતાં અટકાવી દીધું “ અરવિંદ ભાઈ ડો. મલ્હોત્રા ને કહી રહ્યા .

“ સર ... બધો જ ડેટા રીસ્ટોર થઈ ગયો છે અને આ પેનડ્રાઈવ માં ઇન્સ્ટોલ કરી દિધો છે “ અવની લેપટોપ બંધ કરતા કરતા બોલી રહી .

“ થઈ ગયું ને બેટા , ચાલો આભાર તારો જે તે સમય કાઢી મારું આટલું મહત્વનું કામ કરી આપ્યું “ પ્રિન્સિપાલ સર હસતા હસતા બોલ્યા .

“ અવની , મારા કેબિન માંથી મારું લેપટોપ લઈ આવી મારા લેપટોપ માં પેનડ્રાઈવ માંથી આ બધો ડેટા ત્યાં પેસ્ટ કરી દે “ ડો.મલ્હોત્રા બોલ્યા .

“ ઓકે “ અવની બોલી 

અવની ત્યાં થી ચાલી ગઈ .....

“ લો ચા પણ આવી ગઈ , લ્યો અરવિંદ ભાઈ “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ આભાર સર “ અરવિંદ ભાઈ ચા લેતા લેતા બોલ્યા .

અવની ફરી થી અંદર આવી અને આરામ થી ટેબલ પર લેપટોપ રાખીને બેસી .

ભૂમિ ત્યાં ઉભા રહી ને અવની ને જ જોઈ રહી અને મન માં વિચારી રહી કે આ છોકરી કોણ છે જે એટલા આરામ થી અહી આવડી મોટી કોલેજ ના પ્રિન્સીપાલ ના ઓફીસ માં કોઈ વિદ્યાર્થી બેસી પણ ના શકે એવામાં આ નિશ્ચિંતતા થી અંદર આવી ને શાંતિ થી ખુરશી પર બેસી ને કામ કરે છે અને એ પણ  જેની સામે કોઈ થોડું પણ આડા અવળું ના થઈ શકે એવા ડો.મલ્હોત્રા ની હાજરી માં !

આ છોકરી છે કોણ ........... “