Premtrushna - 5 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 5

ભૂમિ અને ખુશી બંને ક્લાસ રૂમ ની બહાર નીકળી ગયા .

“ ખુશી આમ ઉદાસ ના થા બાબા , ચાલ્યા કરે આપણે એવું હશે તો લેક્ચર પૂરો થાશે એટલે સર જોડે વાત કરી લેશું બસ “ ભૂમિ બોલી .

“ ચાલે હવે “ ખુશી થોડી સ્વસ્થ થતાં બોલી .

“  આમ થોડું ચાલે કાઈ . ચાલુ લેક્ચર માં અધવચ્ચે થી આમ કોણ ક્લાસરૂમ ની બહાર કાઢી મૂકે એ પણ વગર વાત નું  “ ભૂમિ થોડા ગુસ્સા માં બોલી રહી .

“ જવા દેને “ ખુશી થોડા કમને બોલી .

ભૂમિ કઈક બોલવા ગઈ ત્યાં તેણે ખુશી નો ઉદાસ ચેહરો જોયો તેને લાગ્યું કે હાલ કાઈ પણ ગુસ્સો કરવો યોગ્ય નથી .

“ એક કામ કર તું અહી બેસ હુ તારા માટે કેન્ટીન માંથી કઈક લેતી આવુ છું “ ભૂમિ બોલી .

“ ના હવે ચાલશે “ ખુશી બોલી .

“ અરે તું બેસ ને હુ લેતી આવુ છું “ ભૂમિ જતા જતા બોલી .

ખુશી એકલી બેઠી હતી ત્યાં તેના મગજ માં પ્રોફેસર ની વાત જબકી અને તેનું ધ્યાન એન્વોલોપ વળી વાત પર ગયું .

“ અરે હા ડો.દેસાઈ એ તો કીધું હતું ને કે આ એન્વોલોપ ડો. મલ્હોત્રા તરફ થી હતું જેના લીધે એમને ચાલુ લેક્ચર માંથી બહાર કઢાયા હતા “ 

ખુશી બેગ ની અંદર પેલું એન્વોલોપ શોધવા માંડી .

“ અરે ક્યાં અંદર ચાલ્યું ગયુ “ ખુશી એન્વોલોપ શોધી રહી .

“ હાં ..... મળી ગયું “ ખુશી બોલી .

ખુશી એ એન્વોલોપ ખોલ્યું અને વાંચ્યું એ સાથે જ તેના પગ તળિયે થી જમીન ખસકી ગઈ .

“ આ લે તારા માટે કોફી “ ભૂમિ કોફી નો ગ્લાસ ટેબલ પર મૂકતા બોલી . 

ખુશી સાવ શોક માં પેલું લેટર જોઈ રહી .

“ શું થયું હવે રાણી સાહિબા ને “ ભૂમિ મસ્તી કરતા બોલી .

“ કાઈ નઈ “ ખુશી નીચું મો કરી ને એન્વોલોપ બેગ ની અંદર મૂકતા બોલી .

“ અરે બોલ ને હવે એટલો શું ભાવ ખાય છે “ ભૂમિ ખુશી ને ખંભે ટપલી મારતા બોલી .

ખુશી એ કાઈ પ્રત્યતર ના આપ્યો .

“ એય ..... “ ભૂમિ ખુશી નો મો ઉપર કરતા બોલી .

ખુશી ની આંખો માંથી દડ દડ આંસુઓ વહી રહ્યા હતા .

“ શું થયું બોલ તો ખરા “ ભૂમિ બોલી .

“ શું બોલું ! મે તને ના પાડી હતી ને કે લેટ નથી થવું તો પણ તે લેટ કર્યું અને એમાં આ બધું ...... “ ખુશી રડી રહી .

“ શું થયું એ બોલ “ ભૂમિ એ પૂછ્યું .

“ પોતે જોઈ લે “ ખુશી એ એન્વોલોપ ભૂમિ ના હાથ માં થમાવ્યો .

“ શું છે આમાં “ ભૂમિ એન્વોલોપ ખોલતા બોલી .

ભૂમિ એ એન્વોલોપ ખોલ્યો અને લેટર વાંચી ને શોક માં ખુશી સામે જોયું .

“ આ તો ..... “ ભૂમિ બોલી .

“ હાં ..... આ સસ્પેન્શન લેટર છે મને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરી છે મટેરીઆ મેડીકા ના બધા લેકચર અને લેબ માંથી એ પણ તારા આ અલ્હડપણા ના લીધે “ ખુશી રડતા રડતા બોલી .

“ પણ આ બધું ...... ” ભૂમિ વિચાર કરી રહી .

“ જોઈ લીધું ને . તું જ હતી ને કે જે કહેતી હતી કે કોલેજ ગમે તેવી હોય આપણે છટકતા આવડવું જોઈએ ..... હવે ...... હવે શું બોલીશ આમાં તું “ ખૂશી ગુસ્સા માં બોલી .

“ ખુશી હુ તારી વાત સમજુ પણ મને આવી ખબર નહોતી “ ભૂમિ ખુશી ને મનાવી રહી .

“ આ લે આ કોફી પી ને થોડી ટાઢી થા “ ભૂમિ બોલી રહી 

ભૂમિ એ માંડ માંડ ખુશી ને શાંત કરી અને ખુશી થોડી શાંત થઈ બેઠી .

“ તું તારો લેટર તો જો એમાં શું છે “ ખુશી બોલી 

“ અરે બંને નું સરખું જ હશે ને મને પણ તારી જેમ સસ્પેન્ડ કરી હશે વળી ને નવું શું હશે  “ ભૂમિ લેટર ખોલતા બોલી .

“ હમ ..... “ ખુશી નીચું મો કરી ને કોફી પી રહી .

ભૂમિ એ લેટર હાથ માં લઈને વાંચ્યો .

“ હે ......... “ ભૂમિ બેસી હતી ત્યાં થી અચાનક ઊભી જ થઈ ગઈ .

“ તને શું થયું હવે “ ખુશી બોલી .

“ હં .......... “ ભૂમિ શોક માં લેટર જોઈ રહી હતી .

“ અરે બોલને બાપા તને પણ મારી જેમ સસ્પેન્ડ કરી હશે “ ખુશી બોલી રહી .

“ મને સસ્પેન્ડ નથી કરી ......“ ભૂમિ અટકતા અટકત બોલી રહી .

“ તો ..... “ ખુશી એ પૂછ્યું .

“ મને .. “ ભૂમિ બોલવા ગઈ ત્યાં 

“ ભૂમિ અરવિંદ શાહ તમે જ ને બેન “ પિયુન આવ્યો 

“ હાં “ ભૂમિ બોલી .

“ તમારા પપ્પા આવ્યા છે તમને લેવા માટે “ પીયુન બોલ્યો 

“ હં ........ “ ભૂમિ એ શોક માં પૂછ્યું 

“ હા પ્રિન્સિપાલ ની ઓફીસ માં બેઠા છે ચાલો તમે , પ્રિન્સિપાલ સર તમને બોલાવે છે “ પિયુન બોલ્યો 

“ હાં ચાલો “ ભૂમિ એ ટુંકો ઉતર આપ્યો

“ ભૂમિ તારા પપ્પા આમ અચાનક ...... “ ખુશી પૂછી રહી.

“ હુ તને આવી ને બધું વિગતવાર કહું “ ભૂમિ બોલી .

ખુશી ને થોડું અજગતું લાગ્યું .

“ ના , હુ પણ તારી સાથે આવું છુ ચાલ “ ખુશી બોલી .

“ હા સારું ચાલ “ ભૂમિ હજુ પણ થોડી શોક માં હતી .

બન્ને જણા પ્રિન્સિપાલ ની ઓફીસ માં પહોંચ્યા .

“ શું અમે અંદર આવી શકીએ સર “ ખુશી એ પૂછ્યું .

“ હા , તમે બંને આવો અંદર આવો “ પ્રિન્સિપાલ બોલ્યા .

ભૂમી ના પપ્પા પેહલે થી જ અંદર બેઠા હતા 

“ પપ્પા ... “ ભૂમિ બોલી .

“ હા બેટા મને તારા પ્રિન્સિપાલ સર એ બોલાવ્યો ઇમરજન્સી માં “ અરવિંદ ભાઈ બોલ્યા .

“ હમ .....“ ભૂમિ એ ટુંકો ઉતર આપ્યો .

“ પ્રિન્સિપાલ સર શું થયું છે આમ અચાનક મને બોલાવવાનું કારણ “ ભૂમિ ના પપ્પા એ કહ્યું .

“ અરવિંદ ભાઈ આ લેટર પકડો આમાં બધું જ છે “ પ્રિન્સિપાલ લેટર થમાવતા બોલ્યા .

ખુશી આ બધું શાંતિ થી જોઈ રહી તેને અંદર થી થોડું અજગતુ તો લાગતું જ હતું .

“ આ તો ....... “ અરવિંદ ભાઈ લેટર વાંચતા બોલ્યા 

“ હાં આ લિવિંગ સર્ટિફિકેટ છે તમારી દીકરી ભૂમિ નું “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ પણ આજે તો હજુ તેનો પેહલો દિવસ છે ને આ બધું “ અરવિંદ ભાઈ એ પૂછ્યું .

“ એ તો તમારી દીકરી ને જ પુછો હવે “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ ભૂમિ આ બધું શું છે બેટા “ અરવિંદ ભાઈ બોલ્યા 

ભૂમિ એ પોતાના પપ્પા ને બધું કહ્યું .

“ એક લેટ થવામાં આટલું “ અરવિંદ ભાઈ એ પ્રિન્સિપાલ સર ને પૂછ્યું .

“ આનો પૂરો વિગતવાર જવાબ તો તમને અમારા મટેરીઆ મેડિકા ના હેડ ડો.મલ્હોત્રા જ આપી શકે “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ સર હુ પણ પોતે એક સરકારી શિક્ષક છુ પણ સાવ આમ ......... “ અરવિંદ ભાઈ બોલવા ગયા ત્યાં .

“ અરવિંદ ભાઈ તમે પેહલા એમને મળી આવો પછી તમે મને કહેજો હા કે કોણ ખોટું છે ને કોણ સાચું છે એ બધી ચર્ચા આપણે પછી કરીએ “ પ્રિન્સિપાલ તેમને વચ્ચે અટકાવતા બોલ્યા .