માણસ પરિસ્થિતિ પ્રમાણે પ્રેમથી તો બદલાતો નથી પણ સમય જ એને બદલી નાખે છે..એક કેરાલીયન મેનન અમારા પાડોશી હતા. આ કેરાલાનું બખડજંતર જરા અલગ ટાઇપનું છે. આપણને ભ્રમ એ છે કે કેરાલાવાળા બહુ જ ભણેલા બીજા રાજ્યના લોકો કરતાં એ વાત સાચી છે પણ એ બધા મોટાભાગનાં ચાર ચોપડી ભણેલા છે હવેનું જનરેશન દરેક પ્રાંતની જે ભણવામાં આગળ હોય છે પણ આ લોકો બહુ ઘૂસવાનું હોય છે . તમે એક ઐયરને તમારી ફર્મમાં નોકરી ઉપર રાખો ત્યારે એ લોકો ટાંપીને બેઠા હોય કે ક્યારે ક્યાં નોકરીની જગ્યા ખાલી થવાની છે .. જેવો ચાન્સ આવે એટલે બીજો ઐયર કે નાયર ગોઠવી દે… ઇનકમટેક્સમાં તો બહુ એક જમાનાંમા દાદાગીરી આ લોકોની હતી … બહુ પ્રમાણિક પણ નહી. લાંચ લેવામાં અને પૈસા ભેગા કરી ગામમાં મોકલી દે.. સોનુ કેરાલામાં ભણેલા ગણેલામા પણ લગ્ન વખતે પચાસ થી સો તોલા આપવું પડે..
હવે ત્યાં પણ ક્રિશ્ચન અને મુલ્લાઓ બહુ વધી ગયા છે…આ બાજુ શિવસેનાંએ એક ત્રાડ નાખી એટલે મુંબઇ જેવી દૂઝતી ગાય છોડી દેવી પડી એટલે હવે દુબઇ અને અરબ કન્ટ્રીમા ઘૂસ્યા છે… એક નંબરનાં બેવડા પણ ખરા જ.. એમ ત્યાંના ચુસ્ત બ્રાહ્મણ પાક્કા હિંદુ બહુ વિદ્વાન હોય દેશની તમામ મોટી સંસ્થાઓમાં એમની જ્ઞાનની જ્યોત જલદી જ હોય.
આપણે વાત કરતા હતા અમારા મેનનની. પાંચ ફુટ ત્રણ ઇંચની પતલી કાયા. સીધોસાદો ભાત રસમ કે સાંબાર કર્ડ રાઇસ ખાવાવાળો.. પણ બહુ જીનીયસ..
ઓઇલ પાઇપલાઇન ટેકનોલોજીમા માસ્ટર. મુંબઇમા નોકરી મળી ને પાંચેક વરસ
રહ્યા પછી ચીનની કોઇ કંપનીએ લગભગ ડબલ પગાર જેવી નોકરી આપી
એટલે પૈસો દેખી મુનીવર ચળે એમ મેનન ચકરી ફરી ગયા.
“ભાઇ પૈસા માટે ચીન જાય છે .પણ તું ચુસ્ત વેજીટેરીયન બહુ ભારે પડશે
ઇ લોકો તો વાંદાના મુરબા ને કીડીની ચટની બનાવીને ખાશે . તું કેમ રહીશ ?"
મેનન થોડો હકલાતો હતો. હકલાતો માણસ બેશરમ થઇ જે બોલવું હોય તે વર્ડને બે હાથ પગથી પકડી રાખે ક્યારેક સામા માણસને પરસેવો છુટી જાય પણ એ વર્ડ પકડને પછી ધાણીફૂટ બની બોલી નાખે એવો મારો અનુભવ. મેં સવાલ પુછ્યો પછી મને જ હસવું આવી ગયુ કે પણ ચીનાને તેની શ અને ચવાળી હકલાતી ભાષામા કંઇ
ફરક પડે એમ નહોતો.મેનને મને સીક્રેટ કહી "આઇ આઇ આઇ હે હેવ લર્નડ
ટુ મેક રોઓઓટી ...સમ વેજુટેબલ સુપ રાઇસ એન્ડ રસમ વાઇફ ટો ટો ટોટ
મી . ઇંડીયન કંપની ડોન્ટ પે મી ધીસ મચચચચ "
અંતે મેનન ગયો...પોતાની જગ્યા એના ફ્રેન્ડને ભાડે આપી કમાણી ચાલુ રાખી..
એકતો ગયો ત્યારે સાંઇઠ કીલોનો હતો ને નવમે મહીને પાછો આવ્યો ત્યારે પચાસ
કીલો .જીભ ડબલ ગુચવાઇ ગયેલી .અંદરથી થોડુ ચાઇનીઝ જેવુ તતપપ
નિકળતુ હતુ.માંડ કેરલા ત્રણ મહીના આરામ કરી પાછો આવ્યો ...
“ખાયા પીયા કુછ નહી ગીલાસ તોડા બાર બા બા બાર આના હો ગયા"પણ ભાગ્યનો
બળીયો તે અય્યપાએ મહેરબાની કરી ને નવી દુબઇમા નોકરી મળી ગઇ..
.........
આ કથા પાછળ મારા દિકરા જેવા અનેક પરદેશ જતા દિકરા દિકરીઓની
સંઘર્ષ કથાઓ આવી જ હોય છે..મને એ હજી એમ સમજે છે કે બુઢ્ઢેમે હૈ દમ...એટલે
મારા ઉપર અખતરા કરતો રહે છે ને આપણુ તો આખી ગામ જાણે છે કે "ઠેકાણુ નહી "ચલો યે ભી ઠીક હૈ “
આ વખતે ઘરથી દસ મીનીટને રસ્તે બહુ સરસ હોટેલ છે "ચુઇ'ઝ"
“ હેં ?”
હા ચુઇ’ઝ
યુમીન હોટલમાં છાપરું હોય તેમાથી પાણી ચૂવે તે ટાઇપનું ઇન્ટીરીયર …?
આ નામ પાંચ વખત પુછ્યા પછી મારી પેન માગી ( પરદેશમાં કોઇ શર્ટમાં પેન બોલપેન ભરાવેલો કોઇ ન જોયો કોઇ હેન્કી એટલે કે રુમાલ નહીં અને હવે ઘડિયાલ નહી !!)મારા કાગળમા ઇંગ્લીશમા લખી દીધુ
(ગુજરાતી પ્રેમીઓ ધિક્કાર છે મને કે હુ મારા દિકરાને ગુજરાતી લખતા ન
શીખવી શક્યો...જો કે એના અક્ષરો ગાંધીજીના મોતીના દાણા કરતાયે ચડે
એવા હોવાથી હીંદીના ટીચરે મને કહેલુ કે એને હું માર્ક એટલા માટે આપુછુ કે
મને જ સમજાતુ નથી કે ખરેખર શું લખે છે ? હજી એના પેન કાર્ડમાં સહી એ પોતે ઉકેલી શકેછે બીજા કોઇ નહી ..બાકી બોલવામા અસ્સલ કાઠીયાવાડી રંગ લાવી
શકે છે)હવે ઇ હોટેલ મા પહોચ્યા ત્યા છતમા માછલઓ લાકડાની લટકાવેલી હવે યાદ આવ્યુ કે માછલીને સ્વાસ લેવા આંખની નીચે કાણું હોય તે ચુઇ જ કહેવાય. એના ઉપરથી નામ પડ્યું હશે ..પહેલી વખત નામનો અર્થ સમજાયો, એટલે હું હરખાતો હતો.
ઘરવાળાએ મારી સામે જોયુ ઇશારો કર્યો ‘આ વળી માછલીયુ આવી ..મોઢું બગાડ્યું એટલે ટેબલ ઉપર ગોઠવાઇને મે તેને ચીપ્સનુ મોટુ તગારુ પકડાવ્યુ સાથે
દંહી આવાકાડોની ચટની ટમેટાની ચટની.મફતની મસ્ત આઇટમો ભચડવાનુ ચાલુ કર્યુ...
ખરું કહું છું હવે મારો ટેસ્ટ પણ બદલાઇ રહ્યો છે મને પણ મેક્સીકન ભાવવા
માંડ્યુ છે મારા દિકરાએ કહ્યુ કે "મમ્મી જોજે ઇંડીયા પાછા જશો ને પછી
ડેડી તારી ઇંડીયન ગુજરાતી થાળી નહી ખાય ને કહેશે એક ટાકો બનાવી દે ને !"
ઘરવાળાએ સીક્સ મારી"
મફત ચીપ્સ નું શું કરવુ ઇ પણ કહીદે"!...મમ્મીએ વળતો ફટકો માર્યો.