Fare te Farfare - 26 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 26

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ફરે તે ફરફરે - 26

ફરે તે ફરફરે-૨૬.

 

"ડેડી કેમ  જમતા જમતા ઉભા થઇ ગયા? સુપ તો હું સ્ટીકથી પી લઇશ પણ તમે

ફોર્ક લઇને પાછા આવો .એમ રીસાઇ ન જાવ..નહીતર મોટેથી તમારી પ્રિય

ગઝલ "ઘડીમા રિસાવું ખરા છો તમે ગાઇશ... કમ ઓન મારે તમને દરેક

કળામા પારંગત કરવા હતા એટલે ચપટા લોકોની બાંબુ સ્ટીકથી ખાતા

શિખવાડવાના મિશન ઉપર હતો .તમને ૩૦ ઉપર ગ્રેસના પાંચ આપવા પડ્યા.

નો પ્રોબ્લેમ..તમને આમ પણ આ નુડલ્સ જે ડંડીમા પકડાતા નહોતા તે 

તમને ભાવતા પણ નથી એટલે એનો અટલો હરખ શોક શું કરવો?"

“થોડો શ્વાસ લે ભાઇ નહિતર  મોઢેથી તારા નુડલ્સ બહાર નિકળી જશે..

મને ખબર છે કે હમણા હમણા તમે ગીતાજીનું વાચન શરુ કર્યુ છે પણ

ભુખ્યા ઉઠાડવાના પાપ નુ પ્રાયશ્ચીત તો  તારે કરવુ જ પડશે..."

“હું એજ કહેતો હતો કે નવો ફોર્ક લઇ રાઇસ અને વેજીટેબલ તો તમે

ખાધા નહી એ જ તો મેન કોર્સ ડીનર છે  "

જ્ઞાનની વાતો સાઇડમા મુકી  હુ  ટેબલ ઉપર ગોઠવાયો . સામે બાફેલા ગરમ

શાક અને મસાલા વિવિધ સોસ અને રાઇસ ...!

“આ લોકો સાવ ભીખારીના દેશના છે ? બાસમતિ રાઇસેય નથી ખવડાવતા?

શાક બાફી નાખ્યુ એટલે પત્યુ બસ એમ જ? આ ગોરી ચપટીઓને જો સામે ચેનું ચેચુ કરતી ચકલીઓની જેમ ચીં ચીં કરેછે . કામ જ નથી કરવુ ? આ તો કુકર ની ત્રણ સીટી વગાડીને આપણને પીરસી દેવાનુ?"પછી આખો દિ નખ રંગ્યા કરે બાકી હોય તો હોઠ રંગે..ભોગ લાગ્યા ચપટાના નસીબના..

અરેરે..પાછી કાઉંટર ઉપર બેઠી બેઠી  અમારી સામે હસ્યા કરે ..વાલામુઇ બે હાથ હલાવ કંઇક ઇંડીયા આવીને શીખ … અમે ઇંડીયામા વરસોથી ચાઇનીઝ ફુડની પથારી ફેરવી નાખી છે હવે તારો વિયેટનામીનો વારો ન કાઢીને તો અમે ઇંડીયન નહી . તારું મોમો પોપો અમારા જમન મહારાજ ખાસ થાઇલેંડ જઇને શીખી આવ્યા સમજી ?આજે ઇંડીયામા કેવા હોંશે હોંશે થાઇ ફુડ  ઝાપટીયે છીએ  સમજ કંઇ .. અમારુ મગજ ફર્યુ તો તમારા બધાનુ આવી બનશે ..અમે તો ચેંગ ને એવા નામે દસ રુપીયામા તમારા બધા સુપ ઘરે ઘરે બનાવીને છીયે તો તારો વારો તો ચપટીમાં કાઢી નાખીયે.. આમેય પણ તું ચપટી જ છો પછી નકટી થઇ જઇશ.. મારા ચહેરાના હાવભાવ નો આંખોનો રંગ જોઇને આખી મંડળી ભયભીત થઇ ગઇ .. નક્કી આજે બાપાનું..પણ બાપા તો એનાં તાવમાં હતા …….હાથમાં ફોર્ક ઉંચો નીચો થતો હતો …સુપનો લાકડાનો સ્પુન આડો પડી ગયો હતો .. કુંવરે હાથ દબાવી જાગૃત કર્યો.. “ડેડી આ સૂપ પીવાથી વિચારવાયુ શાંત થઇ જશે”

બાપ ઉભા થઇને સામે નખ રંગતી કન્યાને ઝપટાવાની જતાં હતા “તારા ઘરનાને જરા સારુ ખવડાવ તો અમને તું  સારુ ખવડાવી શકીશ..ડાંડ થઇ ગઇ છે ડાંડ.."પણ

 અચાનક કુંવરે જાગૃત કર્યો એટલે થોડા ઉંડા શ્વાસ લીધા મન ઉપર કાબુ મેળવ્યો બાફલા શાકને અમૃતતુલ્ય

ગણ્યા કઠણ ભાતને રોચક અને રેચક સમજી દરેક મસાલાઓ સ્વર્ગની

અપસરાઓએ બનાવ્યા છે એવુ ધ્યાન ધરી તમામ સોસને સંજીવની ગણી

છંટકાવ કર્યો અને બંધ આંખો કરી હનુમાન ચાલીસા વચ્ચે વચ્ચે શનિ

મહારાજને પ્રણામ કરી ગુસ્સાને મોક્ષ આપ્યો ત્યારે માંડ જમવાનુ પુરુ થયુ.

“ચંદ્રકાંત શાંતિ રાખવાની"ધરવાળાએ મારા લાલચોળ મોઢાને જોઇ ફાયર

બ્રિગેડનો ધરમ બજાવ્યો."આ હવે અડસઠે નવી શાંતિ લાવવાની?"

“તો તો બહુ સારુ.જેને બે બૈરી હોય તે નરમ ઘેંસ હોય "

દાજ્યા ઉપર ડામ દેતા કેપ્ટન બોલ્યા "કેમ કેવુ લાગ્યુ વિયેટનામી ફુડ "

“ક્યા રાજા ભોજ ને ક્યા શીશી ચપટો ?હા ધીક  ધીક હા"

મુછ વગરનો કેપ્ટન મુંછમા હસ્યો "