Fare te Farfare - 19 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 19

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ફરે તે ફરફરે - 19

ફરે તે ફરફરે - ૧૯

 

ફરીથી વિ. શાંતારામ યાદ આવી ગયા . એમણે ફિલ્મ બનાવી “ગીત ગાયા પથ્થરોને “ 

 બસ આજ વાત પથ્થરની કહાની કહે છે એ ખરેખરતો મનુષ્યની જ કહાની કહેછે એ વાત મનમાંથી નિકળતી નહોતી .. શિલ્પો પણ પથ્થરોને કંડારીને બન્યા છે પણ કુદરતનાં બનાવેલ શિલ્પકૃતિઓ બેજોડ હોય છે ભલે તેનો આકાર માણસની કલા કરતાં અલગ હોય પણ  તેની પણ અભિવ્યક્તિ માણસ સમજતો નથી .. 

નેશનલ ફોરેસ્ટના  સૌથી ઉંચા પહાડની ચોટી ઉપર અમે પહોંચ્યા ત્યારે બપોરના એક વાગી ગયો હતો પણ ઉંચાઇને લીધે ઠંડક હતી ..ગાડી પાર્ક કરી હતી તેની સામી

બાજુ ઉંચી ઉંચી આચ્છા ગુલાબી કલરની ગ્રેનાઇટની કદાવર શીલાઓ હતી ...

મારી પહેલી નજર પડી  રોડનાં કિનારે લખેલાં બોર્ડ ઉપર .અમેરિકાની આ જગ્યા સૌથી વધારે પોલ્યુશન ફ્રી છે અરકાન્સા ઇઝ ગ્રીનેસ્ટ વન...  પછી માનવીની અવળચંડાઇ અંહી પણ સામે આવી .શીલા ઉપર લખેલા સ્લોગન ઉપર...

નીચે  કોઇએ લખ્યુ હતુ  "પ્રેસીડેંટ લીંકન ફાટ હીયર "  ગુજરાતીમા કહુ

તો લીંકન અંહી પાદ્યા હતા .બધ્ધા ખડખડાટ હસી પડ્યા ..પછી તો મને

ખજુરાહો જેવી મુર્તીને બદલે  લોકોએ બનાવેલા પેઇંટીગો   હાર્ટને આરપાર કરતા એરો

કંઇક નામો ,ગાળો ઉપદેશો  વાંચવા મળ્યા...મારી તકલીફ એક ઉડીને આંખે

વળગે એવી છે કે આવુ કંઇક જોવા મળે કે મન મારા ભુતકાળના આવા

પ્રસંગોમા સરકી જાય ... ફરી એક વાર એ ભવ્ય લખાણો યાદ આવી ગયા.

મુંબઇના રેલ્વે સ્ટેશનમા જે લખાણ વ્યંગ લખતા હતા એસર્જકો જ વો્સઅપમા

એડમીન થયા છે નમુનો યાદ છે ૧..."રોક સકે તો રોક ..."

૨...ઇધર ઉધર ક્યા પઢતા હૈ  ?ચુપચાપ કામ પટા ઔર પતલી ગલ્લીસે

નિકલજા બે...૩.."એ ભીડુ પીછે વાલા અભી તેરે પર છોડેગા..ઇતના

ટાઇમ લેતા હૈ?

રેલ્વેના ટોઇલેટે જ મહાન લેખકોને જનમ આપ્યો છે એકતો ચાલુ ટ્રેન 

હાલકડોલક થતી હોય તેની વચ્ચે બેલેંસ થી બેસવુ  પાણી છે કે નહી તે ચેક 

કરવુ પછી ચારે બાજુ નજર કરી ને વાચતા વાચતા જ હાસ્યરસ તરફ 

મને આકર્ષણ થયુ હતુ .... "મીનકીને મહેશ સાથે ટાકા ભીડાયા છે ..તાજી

ખબર...""એમા તારુ શું જાય છે?" એ લાલા આવુ લખતા શરમ નથી આવતી?

“હું લાલો નથી કાલો છુ "   પથુભા ચાલુ છે "કોણ છે ઇ વાંદરીનો ?બહાર

નિકળ વેતરી નાખીશ "ભા ઇ તો બહાર જ છે...સંડાસ રેલ્વેની સંપત્તિ છે

અપશબ્દો લખવાનો દંડ રૂપીયા એક હજાર ...ઇન્સપેક્ટર ઝાલા ...

“એ ઝાલકીના તું પેંદોય નથ્ય હ..ડ" ભાઇઓ ગાળો લખનારને હનુમાનજી

પહોંચશે ..."હું રામ છુ બોલ ..." આમા ભાષા દોષ છે..લે એ માસ્તર તારે નઇ

પડવાનુ ...કહેછે કે પછી એ સંડાસને   પછી નવો કલર કરીને કડી કાઢી નાખવામા આવી...

હોશ મે આઓ ઠાકુર... “ ભાઇ , તને યાદ નહીં હોય કે જંગલમાં અંધારું બહુ વહેલું થઇ જાય .તને જીમકોર્બેટ નેશનલ પાર્કમાં આપણે ગયા ત્યારે ત્યાં શું ટાઇમીંગ હતો ?  સાંજે ચાર કે પાંચ વાગે એટલે ગાઢ જંગલોમાં ગાઢ અંધકાર છવાઇ જાય. આપણે હવે સમય જ પસાર કરવાનો છે એટલે વાતો કરતાં રહીશું . “

“ ઓ કે “ કેપ્ટનને બહુ ગમ્યું નહીં  એવું મોઢું કર્યુ .

“રોનક મેં એક માર્ક કર્યુ છે કે આ ઇંગ્લીશ ખાસ કરીને હોલીવુડમા  બોલતા પહેલાંબોલતી વખતે અને બોલ્યાં પછી પણ હાથપગ કે મોઢા ઉપર  ખભા ઉછાળીને હાવભાવ બહુ કરવા પડે . એની વે મુળ વાત પાછળ બધા સુઇ ગયા છે એટલે આપણે બે જણે જાગતા રહેવાનું ખાસ કરીને મારે ..”

ડેડીહાહા હા બસ .. મારેહવે ગુગલને પુછવા પડશે રસ્તા થોડુ કનફ્યુઝ કરે છે “

 કેપ્ટને ગુગલાને જાગૃત કર્યો ..

ઓહ  નો નો નેટવર્ક ?!  પછીગાડી ચલાવતો રહ્યો . થોડીવારમાં ગુગલો બોલ્યો 

યુ આર નાવ ઓન કન્ટ્રીરોડ  કીપ ગોઇંગ ફીફટી માઇલ્સ .”

“ ઓકે હવે  પંદર મીનીટ તમે કથા કહી શકશો”

“ અમે બધા ભાઇ બહેન તુલસીશ્યામ ગયા હતા. ત્યારે મોટા ફઈબાનાં જલગ્ન થયેલાં . એટલે જયાબા ભાઇને રૂમમાં રાખી અમે “ ભીમચાસ”જવાનો પ્રોગ્રામ કર્યો. ભીમચાસ એટલે પ્રોપર ગીરનાં જંગલમાં તુલસીશ્યામથી પાંચ કીલોમીટર દુર..કથા પ્રમાણે ભીમનેવનમાંફરતા તરસ લાગી હતી એટલે જમીનને પાટુ મારી કાળમીંઢ પથ્થરો તોડીને પાણી નું ઝરણું પેદા કર્યુ હતુ .. જંગલના બધાપ્રાણીઓ સાંજે ત્રણ ચાર વાગે ઉઠીને પાણી પીવા આવે જ આવે . સિંહત્યારે જ જાગીને પાણી પીવા આવેલા પ્રાણીનો શિકાર કરે. હવે અમે બધા અનંતકડી રમતા રમતા ભીમચાસ ચાર વાગે પહોંચ્યા ત્યારે થોડુ સંધ્યાટાણુ થઇ ગયું .. એટલે જલ્દી જલ્દી ભીમચાસ જોઇને રીટર્ન જરની શરુ કરી ..બે કીલોમીટર જેટલું ચાલ્યા હોઈશું ત્યાંજ  નાનકડા હરણને ભાગતા રસ્તો ક્રોસ કરતાં જોયું વાંદરાઓએ ચીચીયારી બોલાવી  ને સિંહની ડણક સંભળાઇ ..”

બીજી ત્રાડ નજીક સંભળાઇ. બધ્ધા પરસેવે રેબઝેબ. હાથમાં નાનકડી ઝાડની ડાળીની લાકડીઓ..  અનંતકડી બંધ થઇ ગઇ.. જીભ તાળવે ચોંટી ગઇ … એક પટપટ ભડભડ કરતી  સામેથી બુલેટ નજીક આવીને સંદેશો આપ્યો.. સાવજ છે ..બે એક સિંહણે હમણાં  રસ્તો ક્રોસ કરીયોસે તમે અટાણે કેમ નીહર્યા ?  હજી તુલસીશ્યામ એક ગાવ છેટું સે” હડી કાઢો.. પછી બુલેટ મારી મુકી.. એની અડીયાળી ડાંગ ધજાનીજેમ ફરકતી હતી..

“ વેરી ઇન્ટેસ્ટીંગ … મોટા ફઇબા તો ડબલ સાઇઝના નાના ફઇબા પણ એવા જ.. પછી ?”

“ મોટેથી શ્રી કૃષ્ણ શરણંમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ચાલુ થઇ ગયુ એમાં ઢાળ ચડતા સહુ બીકના માર્યા એક બીજાને પકડીને ઢસડાતા ચાલ્યા.. ફરીથી સિંહની ડણક ત્રાડ અને એ પણ સાવ નજીકથી… “ નાની બાળા ફઇબા “વોઇમાં નથી ચલાતું ..”

“ બાળી ચાલનું તો પડશે નહિતર પડી રે “ 

દસ મીનીટે ભગવાન કૃષ્ણએ અમારી અરજ સાંભળી ..એક ટ્રક પાછળથી દેખાઇ .. સૌ એક સાથે હાથ જોડી રસ્તા ઉપર આડા ઉભા રહી ગયા… ટ્રક ઉભી રહીને રબારીએ કેબીનમાંથી મોઢું કાઢ્યું 

“ હું થઇ ગ્યુ”

“ભાઇ આ એક બાજુ સિંહ પાછળ  પાછળ છે અમને તુલસીશ્યામ પહોંચાડો  પ્લીઝ “

અંતે જે એક ફુટ પગ ઉંચો ન કરીશકે એ બધ્ધા ટપોટપ રબારીનો હાથ પકડીને ચડી ગયા…”.. આ અમારી જંગલ યાત્રા સહુને યાદ રહી ગઇ.

હવે જો મોડુ કરીશુ તો ઘરે મોડા પહોંચાશે...અમે ગાડી  ઔર આગળ

ભગાવી ત્યાં મીની ટ્રેન નાનો કાફેટેરીયા  એવુ બધુ બાળકોને મજા પેડે તેવુ 

હતુ...રીટન સફર માટે ગાડી ફેરવીને રવાના થયા .દોઢ કલાકે   ભુલભુલામણી ને ગુગલાની અપરંપાર ભૂલોએ ભટકાતા ભટકાવતા માંડ હાઇવે પકડાયો

અને રસ્તે ફરી ઓરીજનલ મેક્સીકન  માર્શલમા મા જમ્યા ત્યારે બપોરના

ચાર વાગ્યા હતા..."સાંજના  કે કહો રાતનાં દરેકને બ્રેડ બટર આપ્યા ત્યારે કેપ્ટનને હું સારો લાગ્યો...અમેરિકામા ડોમીનોનુ નામ બહુ સારુ નહી પાપાજ્હોનના ફુલ

સાઇઝના કદાચ ૧૮ ઇંચના પીઝાને બંધાવ્યો ને રાતના બારવાગે ઘરે

પહોંચ્યા ત્યારે શ્વાસ હેઠો બેઠો..."ભાઇ ભારે કરી સફરતો યાદગાર બનાવી"

“તમારેતો પાછુ લેસન કરવા બેસવુ હશે ને ?ગુડ નાઇટ” કહી ઝડપથી

જવાબ સાંભળ્યા વગર બેડરુમની ગુફામા ઘુસી ગયો .