Fare te Farfare - 15 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 15

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ફરે તે ફરફરે - 15

ફરે તે ફરફરે - ૧૫

 

દબાવીને નાસ્તા કર્યા પછી અમારી એડવેંચર ટુર  માટે બોટ કંપની તરફ તરફ ગાડી દોડાવી...આ લેક હેમિલ્ટનમાં  સીટીમા મુળ ધંધો જ  બોટીંગનો ... દરેક બોટ કંપની જાતભાતની બોટ લે વેંચે ભાડે આપે...

આ લેક હેમિલ્ટન ની ચારેબાજુ બંગલા ખરીદી ફીશીંગ કરે ઇ ફીશને ગ્રીલ

કરે બાટલી સાથે ચડાવતા જાય ને ટેસડા કરે.મુળ અમેરિકન પ્રજા બહાદુર

લડાયક . બોટ પાછળ દોરડા બાંધી જાતભાતના ખેલ કરે સો દોઢસોની 

સ્પીડમા હવામા ઉડે પછી  બોટ પોલીસ  સ્પીડલીમીટ ઉપર જવાને લીધે પકડવા પાછળ પડે.. પોલીસ બોટ દોડાવે…

હવે અમારી આવા હુડીની હુડદંગીયા વચ્ચે કાળા ૪૦ ડીગ્રી તાપમા ચામડી બળી જાય

તેવા "કાળા વાના તડકામા સહાસ કથા શરુ થઇ.

અમારા ભાગ્યમા અડધા છાપરાની એક બોટ માંડ આવે એટલે કેપ્ટન ઉવાચ

“બેગર હેસ નો ચોઇસ " બીજુ એનાઉન્સમેન્ટ એમ થયુ કે ત્રણ કલાકને બદલે

આઠ કલાક બોટ મળી છે.બધ્ધાએ સનક્રીમ  લગાડી લીધુ છે ? બધ્ધાની

હા સમજી સેલ્ફ ડ્રાઇવ બોટ ના ડ્રાઇવર બની બોટ ઉપાડી... મધસરોવર 

પહોંચ્યા પછી  પાછળ લટકતી મોટી છ ફુટના ડાયામીટરની ટ્યુબ  નીચે

ઉતારી  વહુરાણીના હાથમાસ્ટીયરીંગ આપી  "સરકતી ઉંધી રકાબીનો

ખેલ શરુ થયો .આગળ બે હેંડલ હાથથી મજબુત પકડવાના પાછળ પગ

ભેરવી રાખવાના .પછી આગળ બોટ ભાગે તેની પાછળ દોરડાથી બાંધેલી

ટ્યુબ રકાબી આમથી તેમ ફંગોળાતી જાય  એ પણ સ્પીડમા. ઉંધી રકાબીનો

જણ પછડાતો હવામા ડાઇવ મારતો ફંગોળાય બસ એની મજા લેવાની.

બાપાના તો આમેય જોઇને જ હાજા ગગડી ગયેલા એટલે સલાહો શરૂ કરી"ભલે તમે

લાઇફ ગાર્ડ પહેર્યા હોય પણ પાણીનો ભરોસો ન કરાય " સાત વરસનો

પૌત્ર  મારી સામે ઉંહ કરી કેપ્ટન સાથે ધુબાકા લેવા માંડ્યો મારા હનુમાન ચાલીસા ચાલુ થઇ ગયા .. મને થોડી ખબર કે હનુમાનજી લંકા ચડાઇ વખતે પણ રામસેતુ ઉપર ચાલ્યા હતા  એટલે ટુંકમા પાણીમાં ડ્રાઇવર મારવાનો ધંધો નહોતો કર્યો .. ચાલુ વાંદરા પણ પાણી પીવા નળ જાતે ખોલે કે ખોબા ભરી તળાવમાંથી પાણી પી લે પણ ચત્તી ઉંધી તર તેમને ન આવડે એટલે હુંજ કરીને પાછા ઝાડ ઉપર ચડી જાય પણ અળવીતરાય માણસમાં છે એનો પુરાવો અમે પોતે બની રહ્યા હતા હવે તો રામજી બચાવે….

બાપ દિકરો ઔર ભગાવો કરે ને બાપાનુ બી પી ઉતર ચડ થતુ હતુ પછી

 થોડી વારે આ બધા ખેલમાં કોઠે પડી ગયુ.પાંચમની છઠ થતી નથી તો ડરવાનુ શું?

દિકરી તેની દિકરી સહુ મોજમા પડ્યા"માહી પડ્યા તે મહાસુખ માણે 

દેખણહારા દાજે જોને "ઘરવાળા ગણગણતા હતા. હું ઉધાડી બોટમાં છાયા ગોતતો હતો.પણ જેવો છાંયો મળે કે વહુરાણી બોટ ગોળ ફેરવીને ફરીથી તડકાની સામે મને કરી દે…! બે કલાકમાં સહુએ વાર ફરતી  મોજ લીધી . નાનકડી પૌત્રી ડેડીની પીઠ ઉપર ટાઇટ પકડીને રાઉંડ કરતી હતી .. ચીચીયારી પાડતી હતી .. પછી તો દિકરીની દિકરી ને દિકરી પોતે સમરાંગણમાં જેમ કુદી પડે એમ એક પછી એક મજા લેતા હતા ..

 આ ચાલીસ ડીગ્રીમા  બળબળતા તાપમાં આમનામ દાજે “એમાંશું હવાદ લેવો “વિચારી મે દાજીને કહ્યુ  એ હવે તો પાણીયે ગરમ થઇ ગયુ ,બસ કરો... ત્રણેક કલાકની જોયરઇડ પછી  જે મળ્યુ તે જમ્યા  થોડીવાર બોટમા બેઠા બેઠા આરામ 

કર્યો. હવે અંદર અંદર ઇશારા થયા … હાં આંખો હી આંખોમે ઇશારા હો  ગયા બૈઠે બૈઠે જીનેકા સહારા હો ગયા …” મારું ગણગણવાનું પુરુ થયુ . મારો એકમાત્ર મોટીવેશનલ પુત્ર મારી નજીક સરક્યો …

 “ ડેડી તમને યાદ આવે છે તમે પહેલી વખત અમરેલીમાં નવા સ્વીમિંગ પુલના ઓપનીંગનાં દિવસે શું થયુ હતુ .?

બાપા તાનમા આવી ગયા ને ભૂતકાળમાં સરી પડ્યા ..

એ દિવસે અમે બન્ને   ભાઇઓ દસ બાર વરસની ઉમ્મરનાં ચડ્ડી પહેરીને અમરેલીના ગાંધી બાગના નવા સ્વીમિંગપુલની ધાર ઉપર બેઠા હતા … કોચ તરીકે અમારા અખાડાના ગુરુ છેલભાઇ લટાર મારતા હતા 

“ છેલભાઇ અમને તરતા શીખવાડશો ?”

“ ચંદ્રકાંત એમા શીખવા જેવું કંઇ નથી. કુદી પડવાનું એટલે આવડી જાય . ચાલ ઉભો થા .. મારો મોટોભાઇ સાઇડમા હટીને સાડા ત્રણ ફુટ પાણી બાજુ સરકી ગયો .. છેલભાઇએ મને વીસ ફુટ ઉંડા પાણી નજીક લઇ ગયા .. અચાનક ઉંચકીને પાણીમાં ધક્કો મારી દીધો … ચંદ્રકાંત હુડહુડ કરતા પાણીમા હવાતીયા મારતા આમતેમ પગ ઉછાળતા ડુબકા ખાતાં તરફડતાં ચીસ પાડી રહ્યા હતા 

“ એ છેલ ભાઇ મને બચાવો મને બચાવો “

“ સાઇકલ રોડ ઉપર ચલાવવી છે એમ સાઇકલ ચલાવ .. જો અટકીશ તો ડૂબીશ  અટલુ બોલી દુર નીકળી ગયા ..” ચંદ્રકાંત જીવ બચાવવા હવે સાઇકલ જોરથી ચલાવવા લાગ્યો એટલે મેજીક થયુ.. મનમાં ચંદ્રકાંત હરખાણા  વાહ આતો પાણી ઉપર આવી ગયો  પણ થાક લાગે તો ? એટલે હાથથી દિશા બદલીને છેડે આવવા મથામણ કરવા લાગ્યો એટલે હવે છેલભાઇએ ડ્રાઇવર મારી મને પાછો ઉંડા પાણી બાજુ ધકેલ્યો અને બાજુમા સાઇકલ તર કરતા હતા .. “ બસ જો આ તને તરતા આવડી ગયુ . હવે સાઇકલ જોરથી ન ચલાવ સ્લો કરી નાખ એટલે થાક નહીં લાગે …”  પણ ફિલ્મ પુરી થઇ એટલે મેં કહ્યુ .. ભાઇ હવે મને ઇકોતેર થયા હવે આ બધા ખેલ ન થાય “

“ નો યુ કેન ડું  ઇંટ  વ્હાય નોટ ?” ડેડી બહુ મજા આવશે ને થાકી જાવ તો ટ્યુબ છે તેને પકડી રાખજો ..”

પણ.. હવે રહેવા દે મને છોડ .. પણ અચાનક મારી તરફ બધાનો મોરચો મંડાયો ...હું મી ? ના ભાઇ હવે મારું કામ નથી .. પણ કોણ માનશે ?

મે ગીત હવામા લલકાર્યુ "પાપ તારૂ પરકાશ જાડેજા ..."અંહીયા તો 

કાઠીયાવાડી ઘરવાળી ભજન આગળ વધારતી હતી"તારી બેડલીને બુડવા

નહી દઉ હે જાડેજા રે "