Fare te Farfare - 9 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ફરે તે ફરફરે - 9

 

લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટે અમે નાના હતા ત્યારે  અમરેલીના લોક

ડાયરામાં વાત કરી હતી મિત્ર ઐસા કીજીયે  દુખમે રહે આગે સુખમે પીઠ 

પીછે છુપે..જે વારતા કરી હતી તેમા બે કડકા દોસ્ત સાતમના મેળામા

ફરવા ગયા .ગરમ ગાંઠીયા તળાતા જોઇને રહેવાતુ નહોતુ પણ ખીસ્સામા

બે પાવલી હતી ..વાંધો નહી...ફરસાણના તંબુમા ગોઠવાયા.અડધો શેર

ગાંઠીયા મંગાવ્યા મરચાનો ઢગલો કરાવ્યો. ઉપરથી બે કડક મીઠી ચા

મગાવી ને નિરાંતે બેઠા ખાતા હતા .વિચાર કરતા હતા બહાર ભાગવુ કેમ?

એમા બરોબર એ ટાઇમે કંદોઇ હારે બીજા ઘરાકનો ઝગડો થયો..

મેં વીસની નોટ આપી હતી એમ ઘરાક કહેતો હતો કંદોઇ કે દસની

આપી હતી એમાંથી ઝગડો વધી પડ્યો માણસો ભેગા થઇ ગયા ને

મોકે ભગો ઉઠ્યો ..ને કંદોઇ પાંસે ગયો "મે તમને બે દસ દસની નોટ

આપી હતી એ ભુલતા નહી ...કંદોઇ ભરાણો હતો એટલે બોલ્યો "હા હા

મને યાદ છે"

લાવો મારા બે પાછા......

મને આ વાત એટલે યાદ આવી કે મારા પાકીટની રામાયણમા એક રુવાડા

ઉભા કરી દેતો બીજો કિસ્સો બન્યો હતો એ ભુલાઇ ગયેલો...

ઘરના તો એમ કહે છે તમારા નામનુ ટેટુ કરાવી રાખો એટલે તમારુ નામ તો

ન ભુલો...(પંચાવન વરસ પહેલાની વારતા યાદ કરીને લખુ એ જોતા નથી)......

વાત એમ બનેલી કે હ્યુસ્ટન એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયુ એટલે રઘવાયા

મુસાફરો  બેકપેક કેબીન બેગ મંડ્યા ઉતારવા ત્યા એર હોસ્ટેસે આદેશ કર્યો

અચાનક “સીટ ડાઉન પ્લીઝ "

એનો કડક અવાજ સાંભળી ઉપરનાં બોક્સમાં મુકેલી બેકપેક, કેબીનબેગ લેવા ઘંઘા થયેલા પેસેજરો ચુપચાપ બેસી ગયા .. અમુક એકબીજાની સામે જોવા લાગ્યા કેટલાકગણગણવા લાગ્યા .. મારા જેવાને આવા સમયે લાગી જતી  એ પણ રોકાય તેમ નહોતી પણ રોકવી પડી . એક બે જણ ને ધડાકા સહુને સંભળાય એમ થયા એટલે અમારી પાછળ એક પુણેરી સજ્જન મરાઠી બબડ્યા ‘ આઇલા ઘટસ્ફોટ ઝાલા ..’

એક ગુજરાતી રાજકોટીયુ કપ્પલ વળી નવી વાત કરતુ સંભળાયું .

“ એ હાંભળ, આ લોકોએ મેનુમા લખ્યુ હતુ ઇમાંથી આપણને પેસ્ટ્રીયુ દીધી પણ આઇસક્રીમ ગપચાવી ગયા લાગે સે એટલેપાઇલોટને નક્કી ખબર પડી ગઇ હશે એટલે આપણી જેવું નથી કે આઇસક્રીમની રોકડી કરી નાખે , અહીયા તો પકડાય એટલે ગાભા કાઢી નાખે .. હમજી .. એટલે ઇ હવે આઇસક્રીમ ખાઇને જજવુપડશે એવો આગ્રહ કરશે .. આપણે તો છોકરો બીચારો નોકરી અડધા દીની મુકીને આવ્યો હોય એટલે હારે લઇ લેવાનું આમ જો હાથમાં .”

આ તમે ક્યારના બબડાટ કરો સો ઇ ને બધુ દેખાય છે ને મોટા ડોરાતતરાવે છે પણ તમારી જીભનો મોઢામાં નથી રેતી . ન્યાં રાજકોટમા મોઢામાં માવો દાબી રાખતા હતા એટલે મુંગામંતર થઇને ઘરમાં પડ્યા રે’તાતા અંહીયા હવે મોઢામા માવા નથી એટલે લલુડી મંડી લબકવા ..હજી તો બારા નિકળ્યાય નથ્ય ત્યાં મફતનો આઇસક્રીમ ઉપાડવાની વાત કરોસો પણ આ ગોરીયુનાં મોઢાઉપરથીઇમ નથી લાગતું ..પાછી ઇ વડી ઇ સીટની લાઇનને ઘેરીને ઉભી સે આમની કોર આવતી નથી એટલે નક્કી કંઇક બીજુંનું સે “

“ હવે મને કેતીતી પણ તું શું કરસો ? પીયરમા મમ્મી હારેવાત કરતા એક્સપ્રેસ બસની જેમ ભંમ ભમાવસ તે ઓલીએ હાથ આપણી હામે કરીને જો કીધું શટ અપ .. હમજી ?”

હવે અમારા ઘરવાળાને વિચાર આવ્યો એટલે મને ફુલબેરો સમજીને કહ્યું 

“ મને લાગે છે આ લોકો પાછા ફ્રેંકફર્ટ લઇ જાશે .. કંઇક તારી જેમ કાં ભુલી ગયા લાગે છે કાં મોદીજીને ખબર પડી ગઇ હશે એટલે ઓર્ડર કર્યો હશે જાવ પાછા અનેચંદ્રકાંતભાઇનો સામાન પાછો  લઇ આવો ..કેટલી આપણી કાળજી રાખે છે મોદી જીની જય હો .. આગલી બાર ફીર મોદી સરકાર..”

“ચુપ થઇજા . નો મજાક .આ લોચો કંઇક મોટો છે એટલે  સહુને બેસાડી રાખ્યા છે ખબર નહી કોઇક ટીપ મળી લાગે છે 

પાંચ મીનીટ દસ મીનીટ થઇ પણ દરવાજો જ નખુલ્યો...હવે બધ્ધા

ચિંતા કરતા ગણગણતા હતા ત્યાં અચાનક એક લેડી પોલીસ ઓફિસર

સાથે ત્રણ ગન સાથે ઓફિસરો ઘુસ્યા...અમારી આગળના કંપા્ટમેન્ટ

મા એક મુસાફર પાંસે ઉભા રહ્યા "સ્ટેંડ અપ.."હજી આગળ કંઇ વિચારે

ત્યાર પહેલા ગનમેને ઘેરી લીધો."વેર ઇઝ યોર બેકપેક?" ઢીલોઢસ

પેસેંજરે ઉપરથી બેકપેક આપી પોલીસે લઇ લીધી અને એને પકડીને ટુકડી રવાના થઇગઇ...

બીજી સીનીયર પોલીસ ઓફિસર અંદર આવી "હલ્લો રીલેક્સ "...

પછી પુછપરછ આજુ બાજુના પેસેંજરની શરુ થઇ...અમારા તો રુવાડા

બેસતા નહોતા..આતંકવાદી જેવાના દિલઘડક ઓપરેશનનો અમે હિસ્સો હતા...

પ્લેનનો સ્ટાફ રીલેક્સ થઇ અમને રવાના કરતો હતો  ‘કમોન કમોન  હરી અપ ‘ત્યારે કેટલી કુશળતાથી આખુ ઓપરેશન થયુ તે નજરે જોયુ...અમેરીકન અને જર્મન ઇંટેલીજન્સનેસલામ કરી.બહાર નિકળ્યા ત્યારે ઘરવાળા બોલ્યા "કોની નજર લાગી છે કે એક પછી એક ઉપાધી પુરી જ નથી થાતી"

“તું વિચાર કર ઉડતા પ્લેનમા આ પ્રોગ્રામ થયો હોત તો ?"

ઓમ શાંતિ...