Fare te Farfare - 4 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ફરે તે ફરફરે - 4

" દર વખતે તો એમીરાત  એરલાઇન્સમા જઇએ છીએ આ આરબા હુહા હુહા

કરે પણ આપણને સારુ સારુ દેશી વેજ ખવરાવે  તો આ નવા લુફથાન્સીયા

ને  કુંવરે ક્યાં પકડ્યો? એક તો ઇ કે ઇ  જરમનીમાં બોલશે શું ને તું સમજશશે શું?

મારે તો ઉપાધીનો પાર નથી "ઘરવાળા ખખડ્યા...

“જો તારા દિકરાને પણ બાપા ઉપર અખતરા કરતા બીક લાગે છે પણ એણે

મને પુછ્યુ ચારેય જણના થઇને સાઇંઠ હજાર બચે તેમ છે શું કરું? ત્યારે હું

શુ કહુ તું જ કે જોઉ?" 

“એવા સાઇંઠ હજાર મફતમા આવે છે? મારો દિકરો લોહીપાણી એક કરીને

બિચારો કાળી મજુરી કરીને કમાતો હોય તો એમ સાઇંઠ હજાર થોડા ઉડાડી

દેવાય? ઇ તો સખે દખે  એક દિવસ કાઢી નાખશુ.."આખુ વાજુ ફરી ગયુ..

અમારુ પ્લેન ટેકઓફ થવા રનવે ઉપર ગગડાટી કરતુ મંથર ગતિથી આગળ વધતુ હતુ .અમે પ્લેનની સીટ ઉપર સીટબેલ્ટ  બાંધીને બેસી ગયા.. ઘરવાળીનું શ્રી કૃષ્ણ શરણમં મમ ચાલુ થઇ ગયુ.. મનમાં તો ઘણુંથાય કે પુછી લઉં 

“ બાપુ બધુ બરોબર છે ને ?  બારી દરવાજા ટાઇટ બંધ કર્યા છેને ? આ હાથીનીજેમ હલું હલું ચાલાવો છો તે પેટ્રોલ તો પુરુ ભરેલુ છે ને ?ભગાવો યાર…પણ વાક્ય પુરુ થયુ ત્યાંતો ભમભમાવીને ચીસ પાડતું હમમમ કરતું આવુ મોટુ ત્રસ્તાન અમને લઇને ઉંચુ થયુ ..મારાથી મનમાં બોલાઇ ગયુ “ બાપલીયા ખમ્મા. આમ રજપુતની જેમ જનુની ન થવાય.. “ ત્યાંતો કાનમાં તમરા બોલી ગયા ધાક પડી ગઇ … ધડીકમાંતો મુબઇની ટમટમતી લાઇટુ કુદાવીને દરીયા ઉપર પાંખ ફેલાવીને  પ્લેન ઉપર પહોંચી ગયુ . રૂપ સુંદરીએ  એનાઉન્સ કર્યુ …અનફાસન યોર બેલ્ટ .. રીલેક્સ.. મેં આંખ બંધકરતા ઘરવાળાને કહ્યું .. “ બધુ પતી ગયુ હવે આંખ ખોલો રાધારાની ..”

આંખો મટમટાવી બારી બહાર ટપકાં જેવડા મુબઇને જોઇને રાજી થયા.. મારા વાલાએ લાજ રાખી “

“ અરે આ પ્લેન તો મેક્સવેલ ને જોન્સન ચલાવે છે એમા આ તારો લાલો ક્યાંથી આવી ગયો ..?”

“ તું છે ને સાવ નાસ્તિક છે પણ ઇ તારા મેક્સવેલ અને જોનસન ઉપર મારા વહાલાનાં આશીર્વાદ હોય તો જ આમ ઉપર આરામથી લઇ જાય ..”

હું બોલવાજતો હતો ઉપર ? પણ રૂપસુંદરી  ગોરી મઢમડી ટ્રોલી લઇને અમારી પાંસે આવી ચીઠી કાઢી..

એકબાજુ મને ચિંતા ખાવાનુ એમીરાત જેવુ મળશે કે આ લુફથાન્સીયા વાળા લુશ

લુશ ખવડાવશે તેની હતી....પ્લેન ૩૫હજાર ફુટની ઉંચાઇ પકડી એટલે

કાનમા શંખ બજી ગયા..તેમાથી માંડ થોડો હોશમા આવ્યો ત્યાંતો છ છ ફુટની ગોરી 

જર્મન મઢમડીઓ મંડી ટ્રોલી લઇને  ઉભી રહી .. ચીઠીમાં ધારીને વાંચતી હતી .

 “ એ બેન અમે પુરા પૈસા ભર્યા છે ને એમા ખાવાનું પીવાનું  પણ  આવી  જાય . મફતમાં નથી બેઠા .. જોઇ ન હોય તો મઢમડી બેન.. પણ એ કંઇ બીજુ જ જોતી હતી ચીઠીમાં …” “ ઓહ ઓ કે વેજ  રાઇટ ?  પછી ચા કોફીનાં મગ દેખાડ્યા  ટી ઓર કોફી ? ઓર જ્યુસ ? ઓરેંજ પાઇનેપલ એપલ..” બૈરી હવે અવારનવાર અમેરીકા જઇને એસપર્ટ થઇ ગઇ છે  અને એને બરોબર સંભળાય છે ..

“ એને કે એક એપલ એક પાઇનેપલ પછી આપણે અડધું અડધું કરી નાખીશુ”

“ પણ મારે તો વાઇન પીવો હતો ..”

કમાંડ હાથમાં લઇ મેડમે મઢમડીને વન પાઇનેપલ વનએપલ કહ્યું ..

“ હસતાહસતા મારી બેટી સમજી ગઇ કે બાપાના હાથમાં કંઇ પાવર નથી ને ચહેરાના ભાવ એવા જ હતા કે મેડમ આપણે સેમટુ સેમ ..

 પ્લેનમા જાણે મફતમાં બાર ખુલ્યો હોય ને જેમ ગુજરાતીઓટુટી પડે બસ એમજ મઢમડીને  ઓર્ડરકરતા હતા ..ડ્રીંક્સ...હાર્ડ જેને જે જેટલુ ફાવે એટલુ ઢીંચે એમા જ તો ગુજરાતથી બેઠા હોય એ તાનમા આવી જાય.મારા જેવા સજ્જને સુતા પહેલા   સરસ ધસધસાટ ઉંઘ માટે રેડ વાઇનનો ચડાવ્યો ત્યાં તો જાણે બ્રહ્માંડ હલી ગયુ ..મારે દિકરાને હવે કહેવું જ પડશે કે બાપા જાતી જીંદગીએ છાકટા થઇને પ્લેનમાં ઢીંચતા હતા . આભ તુટી પડ્યુ  હોય એવી અફવાઓ ફેલાવવાની શ્રીમતીની વૃતિ જોઇને બાપા એ ખાલી એક ઘુંટ જામ ભર્યો … “આવુ તુરુ તુરુ ? આમાં શું સ્વાદ છે આ તો દીકરાએ જ કીધું હતુગાંડી કે પ્લેનમા સરસ ઉંધ આવે માટે એક પેગ ચડાવી લેવાનો. બૈરી માનવા તૈયાર જ નહોતી .. મારો છોકરો ખુદ સામેચાલીને બાપાને કે ચડાવો પેગ ? અમેરીકા પહોંચીને પાક્કુકરે જ છુટકો .....બાપા ચિંતા છોડી ઘસઘસાટ સુવાની તૈયારી કરતા

હતા.ત્યા વળી છ ફુટની જય અંબે આવી ગઇ "વેજ સર?" યસ યસ યસ

એક પાપ તો થઇ ગયુ હતુ .અબ ઔર નહી...ગરમ બોક્સ પકડાવ્યુ 

મોટા ઢોસા જેવુ પડીકુ વાળીને આપ્યુ હતુ તો મેં કીધુ લાવ હેંડ એક બે

બાઇટુ મારી લઇએ... બૈરીએ પણ એટલુ કહ્યું “ આ લુફથાન્સા વાળા ઇ આરબાની વાંહે વાંહે શીખી ગયા લાગે છે કે ઇંડીયનોને ખુબ પીવરાવો ને હાઇક્સાસ જમાડો એટલે ખુશ.. ખરેખર ટેસ્ટી છે હોં..”

એટલે તો ગુજરાતી મારવાડીને “ રોમમાં રસપુરી ને પેરીસમાં પાત્રાએમ કહેવાય છેને .

ઓહોહોહો આતો પાલકપનીરની ફ્રેકી હતી બહુ સરસ ટેસ્ટી હતી ઉપરથી

બન પાંઉ ચીઝ ...આઠ દસ બાઇટુ પછી પેટ તુંબડી જેવુ થઇ ગયુ એટલે

ના છુટકે છોડ્યુ...ને પછી તો બાપુને ઉંઘ આવી કાંઇ ઉઘ વાત ના પુછો...