Nayika Devi - 36 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 36

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 36

૩૬

સહસ્ત્રકલા!

માણસ ધારે છે કાંઈક, થાય છે કાંઈક. ગર્જનકનો રસ્તો શોધવા નીકળેલા વિશ્વંભરને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એણે અચાનક કોઈકનો ભેટો થઇ જશે અને એ ભેટમાંથી એનો રસ્તો સરળ થઇ જશે. ભોળિયા ભીમદેવને પણ ખ્યાલ ન હતો કે એને આ શોધને પરિણામે જ ભવિષ્યમાં શોચવું પડશે. આનું નામ જ ભાવિ! 

ગર્જનકે મુલતાન છોડી દીધું હતું. એ સમાચાર તો બરાબર હતા. પણ અત્યારે એ ક્યાં હશે એ કળવું  મુશ્કેલ હતું. ડાભીના અનુમાન ઉપર સૌ વાગડ વીંધીને આડાવળાને પડખે ભાતનેર તરફ જઈ રહ્યા હતા. ગર્જનક પડ્યો હોય તો એટલામાં જ પડ્યો હોય. પશ્ચિમ તરફ જવા માંગતો હતો તો પણ પોતાનો નિર્ણય લેવા માટે ત્યાં થોભે એ શક્ય હતું. 

પણ ભાતનેર સુધીમાં એમણે ગર્જનકના કોઈ ચિહ્ન જોયાં નહિ. પણ ત્યાર પછી છાવણીની ભાળ મળવા લાગી. રસ્તે મળતા મુસાફરો પણ ગભરાતા વાત કહેતા હતા. સૌ સાવધ થઇ ગયા. ગમે તે પળે કોઈનો ભેટો થઇ જાય એ ભય હવે માથે ઝઝૂમતો હતો. એમણે દિવસની મુસાફરી ઓછી કરી નાંખી. રાત્રે વધુ મુસાફરી કરવાનો નિયમ રાખ્યો.

ભાતનેર તરફથી પશ્ચિમમાં જતા. રણમાં પ્રવેશતાં કે મરુભૂમિ તરફ જતા, નાનામોટા એ બધા જ માર્ગો ઉપર એમણે દેખરેખ રાખવા માટે, પોતાની  મંડળીને જુદા-જુદા નાના-નાના ભાગમાં વિભક્ત કરી નાખી. રાત-દિવસ બરાબર ચોકી રાખવા માંડી. દિવસે ઘણુંખરું એ જંગલ-ઝાડીમાં, ડુંગર-ટેકરીઓમાં, નદી-નાળામાં કે કોઈ ખીણમાં પડ્યા રહેતા. ગર્જનકના પંથની કોઈ ચોક્કસ ભાળ મળી જાય, તો એમને તરત ભાગવાનું હતું. એ કાંઈ લડાઈ કરવા આવ્યા ન હતા.

રાજકુમાર ભીમદેવે પણ અજબ જેવો સંયમ બતાવ્યો હતો, અને સૌથી વધુ ચપળતા બતાવી હતી એટલે પોતાનું કાર્ય નિર્વિઘ્ને પાર પડવાની વિશ્વંભરને આશા ઊભી થઇ. 

વિશ્વંભર એક રસ્તા ઉપર દેખરેખ રાખીને ઊભો હતો. મધરાત પછી એકાદ ઘટિકા રાત્રિ ગઈ હશે. ગંગ ડાભી ને સોઢો એની સાથે હતા. એક મહાન વડના અંધારામાં એ અંધારાના પડછાયા જેવા બનીને ઊભા રહી ગયા હતા. ભાતનેર તરફથી કાંઈક હિલચાલ થાય છે, એવા ભણકારા એમને કાને આવ્યા હતા. પશ્ચિમ દેશમાં સૈન્યને દોરવું હોય તો આ એક જ માર્ગ હતો. કાશીવાળી રૂઠીરાણીનો, ગર્જનકના સેન સાથેનો સંદેશાવ્યવહાર આ માર્ગે સતત ચાલતો હોવાની શંકા હતી, ડાભીએ એ વાત કરી હતી, એ સંદેશાવ્યવહારમાંથી પણ વખતે કાંઈક મળે એવી આશામાં આ પ્રમાણે એ ઊભા હતા. ત્યાં જ એક સાંઢણીને ઉતાવળે ઝોકારતી એમણે ત્યાં જોઈ, એમને પહેલાં તો દુશ્મને એમની વાત જાણી લીધાની શંકા પડી. એટલે તલવારો કાઢીને એ સાવધ થઇ ગયા. પણ એટલામાં ધીમો અવાજ કાને આવ્યો: ‘કોણ છે ત્યાં? ડાભી? તમે છો કે?’

વિશ્વંભર ને ડાભી બંને ચોંકી ઊઠ્યા. અવાજ તો મહારાજકુમાર ભીમદેવનો. વિશ્વંભરને નવાઈ લાગી. રાજકુમાર ભીમદેવ સમીસાંજનો કાંઈક શોધમાં હોય તેમ આજ ફર્યા કરતો હતો. પણ આ સાંઢણી ઉપર અત્યારે એ ક્યાંથી આવ્યો તે અનુમાન કરવું મુશ્કેલ હતું. ભીમદેવે હજી સુધી પૂછ્યા વિના કોઈ ઉતાવળ કરવાની ભૂલ કરી ન હતી.

ડાભી આગળ આવ્યો. ભીમદેવે ધીમેથી એને કહ્યું, ‘ડાભી! તમે સાંઢણી ઉપર આવી જાઓ. વિશ્વંભર આંહીં છે?’

‘આંહીં જ છે મહારાજ! કેમ?’

વિશ્વંભર આગળ આવ્યો. ભીમદેવે તેને એક તરફ દોર્યો, ‘વિશ્વંભર, હવે આપણે થોભવાની જરૂર નહિ રહે, ગર્જનક આબુને પંથે જ આવવાનો છે એ ખબર ચોક્કસ રીતે પડી ગઈ છે. એની પાસે રણ ઓળંગવાની પૂરી તૈયારી પણ નથી.’

‘પણ ખબર શી રીતે પડી, મહારાજ?’ વિશ્વંભર બોલ્યો. તેને કાંઈક કાચું કપાતું જણાયું. ‘આ તુરુક ઘણા જ વિચિત્ર છે. એક વાત એવી વહેતી મૂકે કે તમે એને આધારે રહો, તો ઘાણ નીકળી જાય! અને આણે તો એમ ઘણી વખત કર્યું છે.’

‘આ તો આખી વાતની કડી મળી આવી છે અને કહેનાર પણ આ સાંઢણી ઉપર જ છે.’

‘કોણ છે, પ્રભુ!’

‘સહસ્ત્રકલા!’  

‘સહસ્ત્રકલા? એટલે કોઈ નારી છે? ક્યાંની છે?’ વિશ્વંભર નામ સાંભળીને ચોંકી ગયો. એના કાનને નામ તદ્દન અપરિચિત હતું. ભીમદેવે તેના ખભા ઉપર હાથ મૂક્યો, ‘વિશ્વંભર! રૂઠીરાણીની અને કાશીપતિની વાત આપણને ગંગ ડાભીએ કરી હતી, યાદ છે?’

‘હા.’

‘ત્યારે એ રૂઠીરાણીને ઘણી જ ઉતાવળ છે. પોતાનું સંતાન એને જલદી ગાદી પર લાવવું છે એ માટે નૃત્યાંગના દ્વારા એ ઉતાવળના સંદેશા ચલાવી રહી હતી. એ રહી નર્તિકા. છાવણીમાં નાચવારમવા આવે છે એમ સૌ માને. પણ આજે એને વહેલી સવારે મેં જતી જોઈ. ત્યારથી જ મને શંકા પડી હતી. મને લાગ્યું હતું કે સાંજે પાછી ફરવી જોઈએ. ને એની પાસે કોઈ મૂલ્યવાન સંદેશો હોવો જોઈએ. વિદ્યાધર મહાઅમાત્યની વાત તો ગંગે – આપણને કહી હતી. એ અમાત્યની બીકે, આ પ્રમાણે સંદેશો આપનારા લાવનારા બહુ જ ગુપ્તપણે, ને વિવિધ વેષે જાય છે, એ વાત મેં જાણી હતી. એટલે આને જતાં જોઇને મેં સાંજની જ દેખરેખ રાખી. એ મોડી પાછી નીકળી, પણ આઘે-આઘે જતાં મેં એને રોકી. એને રક્ષણ આપનારા બે-ત્રણ તુરુક સાથે હતા. તેમને તો મેં ઝબ્બે કરી નાખ્યા છે, એટલે આને આપણે આ પ્રમાણે આંતરી છે. એ વાત કોઈ પણ જાણશે નહિ. પણ આની પાસે મોંનો સંદેશો છે. તે પ્રમાણે ગર્જનક પાટણને હંફાવ્યા પછી કનોજ નીકળશે, ને ગર્જનક આબુને માર્ગે જ પાટણ આવવાનો છે!’

‘હા, એમ છે કાં? પણ મહારાજ! આ ખોટું નહિ બોલતી હોય? એની પાછળ લખાણ તો છે નહિ!’ 

ભીમદેવ પાસે એનો કોઈ જવાબ લાગ્યો નહિ કે પછી એ બોલી શક્યો નહિ. પણ જવાબ આપતાં એનો અવાજ જરા મૃદુ, નરમ, પ્રેમાળ બની ગયો હોય તેમ વિશ્વંભરને લાગ્યું. વિશ્વંભર માટે એ વળી એક નવીન જ આશ્ચર્ય નીકળ્યું.

‘વિશ્વંભર! આ પાટણની છે.’ ભીમદેવ બોલ્યો, ‘રૂઠીરાણી સાથે એ પાટણથી જ ગયેલી. તે વખતે એ સાવ નાની. પણ એના મનમાં પાટણ-પાટણ થઇ રહ્યું છે. ગર્જનક પાટણ ઉપર આવે, એ વિચારે જ એનું લોહી ઊકળી આવ્યું છે. એટલે એણે આ સમાચાર સામેથી ચાલીને આપણને આપ્યા છે. એ ખોટા નહિ હોય!’

વિશ્વંભર વિચારમાં પડી ગયો: રાજકુમાર આ નારીની આટલી બધી પ્રશંસા કરે છે, એ તો ઠીક, પણ એણે પોતે તો ખાતરી કરવી રહી. એના ઉપર જાણે મોટી જવાબદારી હતી. એણે પૂછ્યું, ‘પણ મહારાજ! એ પોતે ક્યાં છે?’

‘આ સાંઢણી ઉપર રહી. પણ હવે આપણે ઝટ ભાગવું જોઈએ.’

વિશ્વંભર સાંઢણી તરફ આગળ વધ્યો. તે સાંઢણી નજીક પહોંચવાની તૈયારીમાં હતો, ત્યાં ભીમદેવે તેના ખભા ઉપર હાથ મૂક્યો: ‘વિશ્વંભર! હું જાણું છું નાં! આ ખોટું બોલે તેમ નથી.’

વિશ્વંભરનું આશ્ચર્ય વધી ગયું. રાજકુમાર મોહભરેલી ગાંડી વાત કરી રહ્યો હોય તેમ તેને લાગ્યું. તેણે દ્રઢતાથી કહ્યું: ‘મહારાજ! આપણા ઉપર ઘણી મોટી જવાબદારી છે. આપણે તો ખાતરી કરવી જ રહી. એની પાસે સંદેશો તો મોંનો જ છે: વસ્ત્રલેખ એની પાસે છે?’

એટલામાં એ છેલ્લો શબ્દ પકડી લીધો હોય તેમ, સાંઢણીઉપરથી જ મધુર અવાજ આવ્યો: ‘સેનાપતિજી! સંદેશો તો મોંનો છે, વસ્ત્રલેખ નથી, પણ જેટલું તમને પાટણ વહાલું છે એના કરતાં એક હજારગણું મને વહાલું છે. હું ત્યાં જન્મી છું. એની પોળમાં નાનકડી હતી ત્યારે ફરી છું. રમી છું. સહસ્ત્રલિંગ તળાવની પાળ મેં જોઈ છે. તમે તો પાટણમાં હમણાં આવ્યા હશો, પણ મારા બાળપણના એ પાટણના પ્રેમ વડે જ, હું તમને કહી રહી છું, માનવી ન માનવી તમારી ઈચ્છા! મેં કહી જ ન હોત, તો તમે શી રીતે મેળવવાના હતા?’

‘પણ શી વાત છે? જરાક વિસ્તારથી કહો તો. ઉતાવળે કહેજો, વખત નથી.’

‘ટૂંકમાં જ કહી દઉં. ગર્જનકને રૂઠીરાણીનું ઉતાવળનું આમંત્રણ છે. એક લક્ષ દ્રમ્મ એક-એક મુકામે ગર્જનકને મળવાના છે. બોલો, શું કરવા ન આવે? પણ અમાત્ય વિદ્યાધર હમણાં વાત પામી ગયો હોય તેમ જણાય છે. એટલે ગર્જનકે હમણાં પાટણ ઉપર દોટ મૂકી છે. પાટણને પાડ્યા પછી, એ અમારી તરફ આવવાનો છે. એ પ્રમાણે એણે મારી સાથે કહેવરાવ્યું પણ છે! હું એનો એ સંદેશો લઈને જઈ રહી હતી. મહારાજ ભીમદેવે મને રોકી. હું પણ પાટણની જ છું એ વાત નીકળી. હવે વાત માનવી કે ન માનવી તે તમારી મુનસફીની વાત છે.’

‘એ તો બરાબર, પણ ગર્જનક આબુને પંથે જ પડવાનો છે, એ તમે શા આધારે કહો છો? અમારે તો એ વાતનું કામ છે.’

‘એ તો મેં ત્યાં છાવણીમાં કાનોકાન સાંભળ્યું છે. એને આધારે એ કહું છું. એ આબુ પંથે પડવાનો છે. આબુ પંથે બધા મંડલેશ્વરો પાટણથી વિરુદ્ધ ખડાં છે. એ સમાચાર એને મળ્યા છે. વિંધ્યવર્મા, વિજ્જલ, ગોધ્રકવાળો અને જાદવ બધા. એટલે જ એ પંથે એ આવી રહ્યો છે. ત્યાં આવીને વાટાઘાટની હિલચાલ શરુ કરશે. દરમિયાન કોઈને કોઈ ખૂટે તો બસ! એટલે પહેલી વાત એ કે ઢીલ કરવામાં પાટણને હજાર વાતની ખોટ થાશે. તત્કાળ લડશે તો ફાવશે. બીજું, આ વખતે ગર્જનક પાસે મિજનિક નિશાનબાજો જેવાતેવા નથી. ચારસો ચોરસ સુવર્ણ દ્રમ્મ આપીને, એમને એણે આણ્યા છે. એ આગના ગોળા અચૂક વરસાવવાની શક્તિ ધરાવે છે. આગ વરસાવીને એ ગજસેનાને રોળીટોળી નાખશે, જંગલોમાં આસપાસ મિજનિકો ગોઠવી દીધી હશે, એટલે એ દેખાશે પણ નહિ. કેવળ આગના ગોળા પડતા દેખાશે. ગજરાજો તમને જ રોળી નાખશે એવી આ જુક્તિ છે. હું પાટણની પુત્રી છું. પાટણની ગૌરવહાનિ મારાથી જોઈ જાતી નથી. એટલે આ બોલી રહી છું. બે હાથ જોડીને કહું છું કે મારામાં વિશ્વાસ મૂકો.’

વિશ્વંભરને માહિતી ઘણી મૂલ્યવાન લાગી. અને આ નારી ગમે તે હોય પણ એ પાટણના પ્રેમથી જ બોલી રહી હતી તેમાં પણ શંકા ન હતી. મહારાજની વાત સાચી હતી. 

‘પણ તમે છો કોણ?’

‘હું? હું કોઈ નથી. અત્યારે તો પાટણની એક દીકરી છું એમ માનો! નગરીને હજારો દીકરીઓ છે. એમાં મારું કોઈ જ સ્થાન નથી, એ હું જાણું છું. પણ આ રૂઠીરાણી પાટણના છે, હું તેમની સાથે જ પાટણથી ગઈ હતી. મારું નામ સહસ્ત્રકલા, સેનાપતિજી! આમાં કોઈ દગો નથી. હું પાટણને જોવા તલસી રહી છું. ભાષાને બોલાતી સાંભળવા તલસી રહી છું. સહસ્ત્રલિંગ ઉપર ફરવા માટે તલસી રહી છું. મારો આ તલસાટ જ મારી પાસે આ બોલાવરાવે છે.’

વિશ્વંભરને લાગ્યું કે બોલનાર ગમે તે હોય, પણ એના બોલમાં કપટ લાગતું નથી. બીજી કોઈ માહિતી રહી જાય નહિ માટે તેણે ઉતાવળે કહ્યું, ‘આ સિવાય બીજું કાંઈ જણાવવા જેવું છે? કાંઈ રહી જતું તો નથી નાં? આ તો યુદ્ધ છે.’

‘ના, બીજું કાંઈ નથી.’

‘ગર્જનક ક્યારે ઊપડવાનો?’

‘થોડા વખતમાં તમે એની ઢક્કા સાંભળશો. એ આજે જ ઊપડવાનો હતો.’

એટલામાં તો ગર્જનકના સૈન્યનું પ્રયાણ બતાવતી ઢક્કાનો ધીમો અવાજ શાંત રાત્રિમાંથી આવતો સંભળાયો ખરો. વિશ્વંભરને ખાતરી થઇ ગઈ. આણે કહી તે વાત કર્ણોપકર્ણની નથી, પોતે જાતે મેળવેલી છે. જાતે જાણેલી છે. પછી આ નારી ગમે તે હોય – જો એ નર્તિકા હોય – ને નર્તિકાના અવાજ ઉપરથી એના રૂપની કલ્પના થતી હોય – તો ભીમદેવ એના બહુ પ્રસંગમાં આવે એ વિશ્વંભરને ઠીક ન લાગ્યું. પણ અત્યારે તો હવે એનો બીજો ઉપાય પણ ન હતો. એને કેમ રવાના કરી દેવી એની એના મનમાં ગડમથલ થઇ રહી. એને બૃહદ ભીમદેવનો જમાનો સાંભરી આવ્યો: બધી રીતે કેમ જાણે આ ભીમદેવ એ ઈતિહાસ ફરીને સરજવા માટે હોય! પણ આ વાત એણે મહારાણીબાને ન કહેવાનો સંકલ્પ કરી લીધો. આને વિદાય કરી દેવી એ પણ જરૂરી હતું.

‘આ સિવાય કાંઈ કહેવાનું છે? કાંઈ રહી જતું તો નથી નાં?’

‘ના.’ સહસ્ત્રકલાએ ધીમું મીઠું હાસ્ય કર્યું, ‘કાંઈ રહેતું નથી.

‘તોપણ સંભારી જુઓ!’

‘જાણતી હતી તે બધું મેં તમને આપી દીધું છે. હવે હું ખાલીખમ છું, સેનાપતિજી!’ તે અર્થભરેલું હસી પડી.

વિશ્વંભરને એની ચાતુરી અદ્ભુત લાગી. કારણ કે એ પણ એ જ વિચાર કરી રહ્યો હતો. ખાલીખમ હોય તો આને મફતની શું કામ ભેગી લેવી?

તેણે કહ્યું, ‘એમ નથી પણ તમે જે સંદેશાની લાવજાવ કરી રહ્યાં છો, તેમાં ઢીલ થાય તો પાછી ગર્જનકને શંકા પડે, એ ચાલ બદલી નાખે, એટલે તમે જ્યાં જઈ રહ્યાં હતાં ત્યાં નિયમ પ્રમાણે પહોંચી જાઓ, એ અમારા લાભમાં છે!’

‘ને પેલા આપણે હણી નાખ્યા છે તેનું શું?’ ભીમદેવને વિશ્વંભરની વાત ગમી લાગી નહિ.

‘તેનો કોઈ વાંધો નથી, મહારાજ! એ તો ગમે તેણે હણ્યા હોય. વાંધો આમનો આવે. આ જો અદ્રશ્ય થાય કે વધુ રોકાય, તો શંકા ઊભી થાય, અને ગર્જનક ચાલ તરત બદલી નાખે, આપણને મળેલી માહિતી નકામી જાય, એટલે આમને તો તરત જવા દેવાં એ જરૂરી છે.’

‘અને અમસ્તું પણ જાણવા જેવું તો મળી ગયું છે, હવે શું છે મહારાજ? હવે નાહકની મને ભેગી ફેરવવાની ઉપાધિ!’ સહસ્ત્રકલા ફરીને ધીમું મીઠું હસી પડી. વિશ્વંભરને લાગ્યું કે આનું આ હાસ્ય ભયંકર હતું. અંધારી રાત્રિને પણ રોમાંચ કરાવે એવી સુંદરતા એ બતાવી રહ્યું હતું.

ભીમદેવ ઉતાવળો થઇ ગયો. ‘એને આપણી ભેગી ઉપાડો.’

‘એ ન બને મહારાજ!’ વિશ્વંભરે નકાર સુણાવ્યો.

‘પણ હું કહું છું ને!’

‘પણ જોખમ હું જાણું છું ને!’ વિશ્વંભરે દ્રઢ અવાજે કહ્યું.

‘મારી આજ્ઞા...’ ભીમદેવ કાંઈક ઉતાવળું બોલી નાખત, ત્યાં સહસ્ત્રકલા બોલી, ‘મહારાજ! સેનાપતિજી બરાબર કહે છે. હું સમાચાર આપી. પાછો સંદેશો લઇ તમને ત્યાં આબુ પંથે ફરીને મળીશ. મારી સાંઢણીનો હાંકવાવાળો પણ છે, એટલે મને જવા દો. હું પાટણની છું મહારાજ! પાટણની જ દીકરી છું ને પાટણમાં મારું સ્થાન લેવા માટે આવવાની જ છું. એટલે નચિંત રહો.’

‘પણ ચોક્કસ આવશે?’

‘અરે! સોએ સો વરસ. તમે સૌ આબુ પહોંચશો, હું ત્યાં આવી પહોંચીશ.’

‘પણ ગર્જનકના સેનમાં થતાં આવજો.’ વિશ્વંભર બોલ્યો.

‘હા, તમને મારો ઉપયોગ ઠીક ફાવ્યો.’ સહસ્ત્રકલાએ ચાતુરીભરેલો કટાક્ષ કર્યો. ‘પણ મારું મૂલ્ય મોંઘુ છે, સેનાપતિજી!’

સૌ હસી પડ્યા. પણ વિશ્વંભર તરત ગંભીર બની ગયો. ગજબની મીઠાશવાળી નારી પાટણપ્રેમી હતી એ સાચું. એણે આપેલી હકીકત સો વસા સાચી છે, એ પણ ખરું. પણ એનું સ્થાન લેવા એ પાટણમાં આવશે ત્યારે! એને મહારાણીબા નાયિકાદેવીના શબ્દો સાંભળ્યાં.

ભીમદેવ મહારાજનું ભાવિ કેવું હશે? ને મહારાજ ભીમદેવ આજથી દિલ દેવા માંડશે – તો કેટલાકને આપશે, કેટલાકને નહિ આપે?

ઘણી મૂલ્યવાન માહિતી હતી એ એક ઊંડો સંતોષ વિશ્વંભરને થયો હતો. એણે સહસ્ત્રકલાને તરત જ એની સાંઢણી ઉપર જવા છૂટી મૂકી દીધી. 

એ ગઈ કે તરત તેણે ભીમદેવ મહારાજને કહ્યું, ‘મહારાજ! હવે આપણે પણ એકદમ ઊપડીએ. ગર્જનકની ઢક્કા ગગડે છે એળે એ ઊપડ્યો છે ચોક્કસ. આપણે બે-ચાર મુકામ કાપીને પછી ક્યાંય અટકીએ ને ત્યાંથી આબુ ઉપર જ મારી મૂકીએ.’