Nayika Devi - 7 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | નાયિકાદેવી - ભાગ 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નાયિકાદેવી - ભાગ 7

ચાંપલદે

કેલ્હણજી ગયો કે તરત આભડ શ્રેષ્ઠીએ પુત્રી તરફ જોયું:

‘ચાંપલદે! જઈ આવ્યો. એક મહારાણીબાનું મન વજ્જર જેવું મક્કમ છે. બાકી બધાં ખળભળી ઊઠ્યાં છે, જેને જેમ ઠીક પડે તેમ બોલે છે. કુમારદેવે રાજભવન ફરતું સૈન્ય ગોઠવી દીધું છે, કોઈને પ્રવેશ મળતો નથી! કોઈ બહાર આવી શકતું નથી, પણ રાજભવનની બહાર માણસ માતું નથી! સમદર ખળભળ્યો છે. કાં તો કેલ્હણજી હમણાં પાછા આવશે! પાછા આવે તો-તો સારું. કુમાર ભીમદેવને ક્યાંક વધુ ઉશ્કેરી મૂકે નહિ, મને એ બીક છે!’

‘કુમાર ભીમદેવનું શું છે?’ ચાંપલદેએ કહ્યું.

‘અત્યારે એણે તો રુદ્રરૂપ ધાર્યું છે. કહે છે, મહારાજની સ્મશાનયાત્રા પછી નીકળે, પહેલાં રાજહત્યારો હાજર કરો. કુમારદેવ એને સમજાવવા આકાશપાતાળ એક કરે છે. પણ કુમાર ભીમદેવના મનમાં દ્રઢ થઇ ગયું છે કે આ કામ જૈનનાં. માટે જૈનનું ઘરેઘર તપાસો, રાજહત્યારો ત્યાં ક્યાંક સંતાયો છે!’

‘હા... એમ છે? ત્યારે તો આ કેલ્હણજી સળગાવી મારશે!’ ધારાવર્ષદેવને પોતાનો ભય સાચો થતો લાવ્યો. 

‘મને પણ એ જ બીક છે, મહારાજ! પણ હવે એને કૂદી લેવા દો! એને ખબર પડશે, આ પાટણ છે ને આગળ મહારાણી નાયિકાદેવી બેઠાં છે. હિમાચળ સમી અડગતા અત્યારે એણે એકે બતાવી છે, દીકરી!’

‘પણ તમને કેમ બોલાવ્યા’તા? શું હતું?’

‘અરે હા! જો આ વાત તો પહેલી જ કરવાની હતી. શોભન ક્યાં છે?’ આભડે ઉતાવળે કહ્યું.

‘શોભન? વિજ્જ્લનો ભાઈ કે બીજો?’

‘વિજ્જ્લનો ભાઈ. મહારાણીબાએ એને એકદમ જ મોકલવાનું કહ્યું છે!’ 

એટલામાં સામેથી શોભન આવતો જણાયો. ‘શોભન તો આ આવે!’ ચાંપલદેએ કહ્યું, ‘પણ એ ત્યાં પહોંચશે શી રીતે? રસ્તામાં એને માણસો ફાડી નહીં ખાય? વિજ્જ્લના સગાં ભાઈને અત્યારે કોઈ જીવતો જવા દેશે, બાપુજી?’

આભડ શ્રેષ્ઠી વિચારમાં પડી ગયો. મહારાણીબાએ શોભનને એકદમ મોકલવા કહ્યું હતું. એ આંહીં દ્વારપાલ હતો. પ્રતિહાર વિજ્જ્લદેવનો સગો ભાઈ  હતો. મહારાણીબા એની પાસેથી કાંઈ વાત કઢાવવા માંગતાં હોવા જોઈએ. કામ તત્કાલનું ને મહત્વનું હતું.

‘આ શોભન વિજ્જ્લનો ભાઈ છે? ધારાવર્ષે પૂછ્યું. 

‘હા, પણ એને રાજભવનમાં પહોચાડશું શી રીતે?’ આભડને એ પ્રશ્ન મૂંઝવનારો જણાયો.

એટલામાં ચાંપલદેએ શોભનને કહ્યું, ‘શોભન! એક સુખાસન આંહીં મંગાવ, ને તું તૈયાર થઈને જલદી આવ. તારે મારી સાથે રાજભવનમાં આવવાનું છે!’

ચાંપલદેએ ત્વરાથી વાતનો તોડ આણ્યો હતો. ધારાવર્ષને આ સ્ત્રી રાજકારભાર ચલાવનારી જણાઈ. આભડ શ્રેષ્ઠી સાંભળી રહ્યો: ‘શું કરવું છે, ચાંપલદે?’

‘બાપુજી! હું જાઉં રાજભવનમાં. મને કોઈ નહિ રોકે. શોભન અંદર ગુપચુપ બેસી રહેશે!’

ચાંપલદેની વાત સાંભળીને ધારાવર્ષને પણ નવાઈ લાગી. અત્યારે રાજભવનમાં જવું એ તો હાથે કરીને મોતના મોંમાં જવા જેવું હતું.

‘તને એક વાતની ખબર લાગતી નથી.’ આભડ બોલ્યો, ‘આપણી આ હવેલી પણ સલામત નથી. એ શંકાથી પર નથી. મહારાણીબા છે ને રસ્તો નીકળશે. પણ આખી આ પાટણ નગરી કાં એક ઘડીમાં લૂંટાઈ જશે કાં એક ઘડીમાં વાદળ વીખરાઈ જશે. અત્યારે એવી હવા છે. તને રાજભવનમાં જવા કોણ દેશે?’

‘મને કોઈ નહિ રોકે, બાપુજી! સ્ત્રી ઉપર હાથ ઉપાડનારો હજી તો પાટણમાં કોઈ જન્મ્યો નથી. આ એક જ રસ્તો છે બાપુજી! બીજો રસ્તો છે?’

‘મહારાણીબાએ ત્વરા...’

એક ઘોડેસવાર ત્વરાથી ત્યાં આવીને ઊભો રહી ગયો. શ્રેષ્ઠી બહાર આવ્યા. તેણે શ્રેષ્ઠીને કાંઈ કહ્યું ને ચાલતો થઇ ગયો. આભડે ચાંપલદે તરફ જોયું.

‘મહારાણીબાએ તાબડતોબ શોભનને મોકલી આપવા કહેવરાવ્યું છે.’

‘બસ ત્યારે હું આ ઊપડી!’

ચાંપલદેએ જવાની તૈયારી બતાવી. એક મોટું સુખાસન ત્યાં આવી ગયું હતું. ચાર મજબૂત ભોઈઓ દ્વાર પાસે રાહ જોતાં ઊભા રહી ગયા હતા. 

ધારાવર્ષને અચાનક જ સાંભરી આવ્યું: પોતે પણ આમાં પહોંચી જાય નહિ? કેલ્હણજી કાંઈ નવાજૂની કરી બેસશે તો પછી વખત નહિ રહ્યો હોય. 

તેણે આભડ શ્રેષ્ઠીને ખબે હાથ મૂક્યો: ‘શ્રેષ્ઠીજી! આમ આવો તો જરા!’

આભડ શ્રેષ્ઠી તેની તરફ એક બાજુ ઉપર ગયો: ‘જુઓ, તમે કહ્યું તે મેં સાંભળ્યું. કેલ્હણજી બળતામાં ઘી હોમવાના. હું મહારાણીબાને મળી આવું?’

‘પણ શી રીતે મહારાજ? રાજભવનમાં તો આવવા-જવાનાં માર્ગે અત્યારે કોઈ સલામત નથી. સૈન્ય પણ રાજભવનને જ રક્ષે છે. રસ્તા તો લોકટોળાંના છે. હું તો વહેલો ગયો હતો, એટલે માંડ પાછો આવી શક્યો ને તે પણ ગુપ્ત માર્ગે. એ રસ્તો પણ હવે બંધ થઇ ગયો છે!’

‘હું આ સુખાસનમાં બેસી જાઉં. ચાંપલદેને પૂછી જુઓ. બે ઘડીક પછી વાતનું વતેસર થઇ જશે.’

એટલામાં ચાંપલદે ત્યાં જવાનું કહેવા માટે આવતી હતી.

‘શું છે બાપજી? હું  જઈ આવું. શોભન બેસી ગયો છે!’

‘પણ દીકરી! અત્યારે સાગર ખળભળ્યો છે હોં. દરિયામાં મોજાં જેવી વાત છે!’

‘કાંઈ વાંધો નહિ, બાપુજી! મહારાજને આવવું છે કે શું?’

‘વાત તો એ  ચાલે છે.’ ધારાવર્ષ બોલ્યો.

ચાંપલદેએ સુખાસન તરફ દ્રષ્ટિ કરી. પોતે આગળ બેઠી હોય ને લોકને નજરે પડે તેમ જતી હોય તો વાંધો ન આવે. 

‘તો ચાલુ પ્રભુ! પળ ગુમાવવા જેવી નથી!’

પ્રહલાદનને આંહીં રહેવાનું કહીને ધારાવર્ષ ચાલી નીકળ્યો.

થોડી વાર પછી આભડ શ્રેષ્ઠીની હવેલી પાસેથી સુખાસન ઊપડ્યું.

એમાં આગળ ચાંપલદે બેઠી હતી. રસ્તા ઉપર એની નજર ફરી રહી હતી. જેમ-જેમ એ આગળ ગયાં તેમ-તેમ લોકોની ભીડ ને ઉન્માદ બંને વધતાં જણાયાં.

પણ કોઈ બાઈ માણસ આવે છે એ હિસાબે હજી રસ્તો થઇ જતો હતો.