LOHIYAAL NAGAR - 6 in Gujarati Thriller by Kirtidev books and stories PDF | લોહિયાળ નગર - પ્રકરણ 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લોહિયાળ નગર - પ્રકરણ 6

પ્રકરણ૬: ફેરવેલ માય લવ

 

“રામદયાલજી...” ખભેથી લીએનને ઊંચકી રહેલ ઉત્કર્ષ બોલ્યો: “અમારા પર ગોળીબાર કરવાવાળા આ લોકો કોણ છે?” તેની બાજુમાં ઈમેન્યુઅલ ઊભો હતો. જમણી દિશામાં સ્નિગ્ધા અને એથી આગળ દેવર્ષી ઊભી હતી. ડાબી તરફ ગીતાંજલી અને એની આગળ યશવી-અરશ ઊભા હતા.

 

                              પરોઢના ૩:૪૭ થઈ રહ્યા હતા. ઠંડીથી જાડની ડાળખીઓ-પાન સજ્જડ થઈ ગયા હતા. બરફીલી હવા નિસંવેદનશીલ બની વાઇ રહી હતી. સ્ક્વોડ સેવન ભારતીય સરહદથી ૩.૫ કી.મી. દૂર હતા. ચોપટા ઘાટિ પહોંચવા હજી એક ચઢાણ ચઢીને ઊતરવું બાકી હતું. સામે તરફથી ૬૦ સેકંડમાં છ ગોળીઓ અલગ ખૂણાએ(angle)થી આવી રહી હતી. રામદયાલજીને ખ્યાલ આવી ગયો હતો. એ લોકો કોણ હતા. તેમણે ગર્ત વિચારોમાં કડીઓ જોડવા લાગ્યા.

 

                              એક બટાલિયન મદદે મોકલી શકાય? એવું કરવામાં મુશ્કેલી એ હતી જો ત્યાં જાનહાનિ થાય અને ભારતીય સેનાનો એક પણ જવાન ચાઈનાની સરહદમાં શહિદ થાય તો દેશ માથે આફત વધી જાય. વિચારોના આ તાણાવાણામાં સ્ક્વોડ સેવને ખલેલ પાડી. છેક સુધી ગણતરી માંડી અને અંતિમ નિષ્કર્ષ પર આવ્યા: “ગીતાંજલી...” તેમણે બોલ્યા.

“યસ.”

“આ લોકો માઓ છે.” રામદયાલજીએ જણાવ્યુ.

“માઓ?”

“માઓ!”

“માઓ!!!” સ્ક્વોડના સભ્યો ચોંકીને બોલ્યા.

“પણ એ કેવી રીતે શક્ય છે? માઓ આ વિસ્તારમાં કેવી રીતે હોય શકે? તેઓ છત્તીસગઢ અને આસપાસના રાજ્યમાં હોય છે ને?” ઈમેન્યુઅલએ કહ્યું. ઉત્કર્ષે તેની સામે જોયું.

“માઓનો ઇતિહાસ નથી ખબર તને?” ઉત્કર્ષે પૂછ્યું.

“ખબર છેને.” ઈમેન્યુઅલ બોલ્યો.

“એ ક્યાનો હતો?”

“ચાઈના... (બે ક્ષણ શાંતિ જળવાઈ રહી) અચ્છા! સમજી ગયો. તો પણ નક્સલ આ તરફ કેમનું આવ્યું?” ઈમેન્યુઅલ હજુ મૂંઝવણમાં હતો.

“ઈમેન્યુઅલ...” રામદયાલજી બોલ્યા.

“જી.”

“ભાગલા પાડો અને રાજ કરો! આ રાજનીતિ ચાઈના રમી રહ્યું છે. ચાઈના એમને ટેકો આપી રહ્યું છે.”

“પણ એવું કેવી રીતે બને? ચાઈનામાં તો કોમ્યુનિસ્ટ સરકાર છે. તો નક્સલીઓ એમની સાથે કેમ હાથ મિલાવે?” ઈમેન્યુઅલ બોલ્યો.

“અરે, ચાઈના જાણે છે, તેમની અને નક્સલીઓ વચ્ચે રૂલિંગ પાવરના મતભેદ છે પણ તેઓ એમને ચાઇનમાં નથી ઘૂસવા દઈ રહ્યા...

 

                              તમે જે આઉટપોસ્ટ પર સ્ટ્રાઈક મારી એ માઓની હશે. એવું મને લાગે છે. બાકી, એ તમારી પાછળ ના પડે. ચાઈના માઓવાદને એટલે સમર્થન આપે છે, તમે તમારી રીતે સાચા છો, તમારી પોતાની અલગ જગ્યા હોવી જોઈએ. જ્યાં કોઈ સરકાર ન હોય. તમે જેમ ચાહો એમ આઝાદીથી જીવી શકો. એ માટે અમે તમને હથિયાર પૂરા પાડીશું. તમે આ તરફ આવો(સરહદ બાજુ) અમે તમને જમીન આપીશું, ત્યાં તમે ગામ વસાવો. પાકા મકાન, વીજળી, માર્ગ અને સારી સુવિધા આપીશું. એકવાર નક્સલીઓનું ગામ વસ્યા બાદ, ચાઈનાની સરહદમાં આવી ગયા બાદ ચાઈના સરકાર કોઈ દખલઅંદાજી નહીં કરે. તે જમીન નક્સલીઓના હસ્તે કરી દેશે. નક્સલીઓને ચાઈનાની આ વાતનો વિશ્વાસ છે. ચાઈનાનું ભારતમાં ઘુસણખોરી કરવું એ વાતનું પ્રમાણ છે, તેઓ નક્સલ માટે ભારત સરકાર સામે પણ લડી શકે છે. મૂળ ચાઈના નક્સલીઓના દિમાગમાં એમ ઘુસાડવા માંગે છે તમે સાચા છો અને ભારત સરકાર ખોટી!

 

                              આ પ્રસ્તાવથી આકર્ષાઈને નક્સલીઓ હવે ઇન્ડો-ચાઈના બોર્ડર તરફ આકર્ષાયા છે.” રામદયાલજીએ કહ્યું.

“અચ્છા, એટલે ઘણા સમયથી ચાઈનાની ઘુસણખોરી વધી છે.” ઈમેન્યુઅલએ કહ્યું.

“હા, ચાઈના ડાઇરેક્ટ હમલો કરે તો યુ.એન.માં પદ ગુમાવી શકે. માટે સીધો અટેક કરવાને બદલે માઓને હથિયાર પૂરા પાડે છે. છેલ્લા દસ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં એટલા આતંકી હુમલા નથી થયા જેટલા નક્સલીઓએ કર્યા છે. જો તમે નક્સલીઓ અને આતંકવાદીઓના આંકડા સરખાવશો તો ખ્યાલ આવશે, નક્સલીઓ કેટલા માથાભારે છે.

 

                              ૨૦૦૯થી૨૦૧૯ સુધીમાં નક્સલીઓએ ૨૧૯૧ ભારતીય નાગરિકોને માર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ૩૮૪ લોકોને માર્યા છે. આ દસ વર્ષમાં નક્સલીઓએ ૧૩૪૨ ભારતીય સૈનિકોને માર્યા છે. જ્યારે આ જ સમયગાળામાં આતંકવાદીઓએ ૬૭૫ ભારતીય જવાનોને માર્યા છે. ૨૦૦૯થી ૨૦૧૯માં નક્સલીઓએ ૨૦૪૫ જેટલા હમલા કર્યા છે, જ્યારે ૧૮૫૦ હમલા આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં કર્યા છે.” રામદયાલજીએ જણાવ્યુ. (દર્શાવેલ આંકડા ઇન્ટરનેટ પરથી લેવામાં આવ્યા છે.)

“Unbelievable! આટલા ખૂંખાર છે!?!” ઈમેન્યુઅલએ આશ્ચર્ય જાહેર કર્યું.

“’ને તમને આતંકવાદથી વધારે ખતરો લાગે છે...” રામદયાલજી બોલ્યા અને પછી ઉમેર્યું: “આ નક્સલીઓને સ્થાનિક લોકોનો સપોર્ટ છે. ન્યૂઝ ચેનલોવાળા વાસ્તવિકતા મુક્તા નથી. વાસ્તવિકતા છોડો કોઈ મોટા ભયાનક હુમલા સિવાય નક્સલીઓનું નામ તેમના મોઢેથી નથી નીકળતું. જ્યારે ચાઈના અને નક્સલવાદ દેશને અંદરથી ખાઈ રહ્યું છે...”

“રામદયાલજી આપ જે વાત કરી રહ્યા છો તે ખરેખર અત્યંત ગંભીર મુદ્દો છે પણ અત્યારે અમારા પર ફાયરિંગ થઈ રહ્યું છે. એના વિષે કઈ સુઝાવ છે આપની પાસે?” ગીતાંજલી બોલી.

“હું વિચારું છું મારી બટાલિયન ત્યાં મોકલું કે કેમ?” તેમણે કહ્યું.

“ના, ના. તમે અમને બીજો કોઈ માર્ગ બતાવો અહીંથી નીકળવાનો.”

“સારું. સૌથી પહેલા તો તમારે ત્યાંથી ખસવું પડશે. એ લોકો દર દસ સેકંડમાં એક ગોળી છોડી રહ્યા છે. એનો અર્થ એમણે તમારા પર અટેક કરવાનું હજી ચાલુ નથી કર્યું...” રામદયાલજીએ કહ્યું.

“ચાલુ નથી કર્યું!?! સર તેમણે ફાયર કરી રહ્યા છે અમારા પર.” સ્નિગ્ધા બોલી.

“હા, પણ એ તેમનો અટેક નથી. એ લોકો તમને હોલ્ડ કરી રહ્યા છે. જો વધુ સમય તમે ત્યાં જ ઊભા રહ્યા. તો વધારે જોખમ વધશે. તેઓનું રીઇન્ફોર્સમેન્ટ આવે તમારી પાછળથી એની રાહ જોઈ રહ્યા છે. તમે ઢોળાવ પર છો કે ચઢાણ પર?”

“અમે સપાટ જમીન પર છીએ. બસ, હવે ચોપટા ઘાટિ ચઢીશું.” ગીતાંજલીએ કહ્યું.

“ઠીક છે, નક્સલીઓ આવા હમલા U આકારે કરતાં હોય છે. તેમની બીજી ટુકડી તમારી પાછળથી તમને ઘેરવાનો પ્રયત્ન કરશે. જો કોઈ એક દિશામાં તમે જશો, તો પણ એ લોકો તમને ઘેરી શકે છે. You must divide into groups! ઘાટિથી ડાબી તરફ ચઢશો તો ૭ કી.મી. અંતર થશે, જમણી તરફથી ૫.૫ કિલોમીટરે ભારતીય સરહદ આવશે. તમારે બે ટુકડીઓ પાડવી પડશે.” રામદયાલજી બોલ્યા.

 

“ઓકે, સ્ક્વોડ હું બે જણને ડાબી તરફથી મોકલીશ. એ રસ્તો લાંબો છે પણ ત્યાંથી જવાવાળા પાછળ માઓ નહીં પડે. અરશ-યશવી તમે બંને ડાબી તરફ નીકળશો. ઈમેન્યુઅલ, સ્નિગ્ધા, દેવર્ષી અને ઉત્કર્ષ આપણે પાંચેય પહેલા એ બંને ભાગી શકે એ માટે હું કહું એમ સામે ફાયર કરીશું. હું મુવ થવાનું કહું, ત્યારે રાઇટ સાઈડ એક-એક જણ મુવ થશે. ક્લિયર એવરિવન?” તે બોલી અને થર્મલ વિઝનવાળું દૂરબીન પહેર્યું.

“યસ.” સૌએ કહ્યું.

“ઈમેન્યુઅલ ફાયર ઓન માય લેફ્ટ!

ઈમેન્યુયલે ડાબી તરફ ગોળીઓ ચલાવી.

“યશવી એન્ડ અરશ મુવ!” ગીતાંજલી બોલી. યશવી-અરશ ડાબી તરફ દોડ્યા. ૭ સેકન્ડ સુધી તેણે ગોળીબાર કર્યો. ગોળીબાર બંધ થતાં અરશ-યશવી જાડ પાછળ સંતાઈ ગયા.

“ટિમ તેઓ, ૮ જણા છે. ઈમેન્યુઅલ ગુડ વન! તે એકને ગોળી મારી છે. સ્નિગ્ધા તારી રિવોલ્વર કાઢી રાખ, દેવર્ષી તું જમણી તરફ હવે બને એટલું વધારે અંતર કાપજે. સ્નિગ્ધા સિવાય બીજા દેવર્ષીની પાછળ જજો. યશવી-અરશ તમે પણ ભાગ જો. પંદર સેકન્ડ મળશે હવે.”

“ઓકે, મે’મ.”

 

                              ગીતાંજલી માઓની યુક્તિ સમજી ગઈ હતી. હવે જો ફરી ડાબી કોર ગોળીબાર કરે તો તે લોકો યશવી-અરશ તરફ ગોળીબાર કરશે. એ તરફ તેઓ ફાયર ન કરે એ માટે ગીતાંજલીએ સામેથી અને સ્નિગ્ધા જમણી બાજુથી ફાયર કરવાની હતી.

“સ્નિગ્ધા ફાયર!” કહી ગીતાંજલીએ થર્મલ વિઝનમાં જોયું બાદ ગોળીબાર કરવાનું શરૂ કર્યું. દેવર્ષી જમણી કોર ગઈ, ઈમેન્યુઅલ-ઉત્કર્ષ એની પાછળ ભણ્યા. નક્સલીઓને એ તરફ હલચલ થતી લાગી. યશવી-અરશ ૯૦ મીટર આગળ નીકળી ગયા હતા.

 

                              બે માઓવાદી બ્હાર આવી, દેવર્ષી તરફ ગોળીઓ ચલાવા લાગ્યા, ગીતાંજલીએ થર્મલ વિઝનથી જોયું, તેણે બંનેને બરાબર છાતીમાં ગોળીઓ ઉતારી દીધી. તે સ્નિગ્ધા પાસે આવી.

“સ્ક્વોડ, કીપ મૂવિંગ!!!’ ગીતાંજલી બોલી. તે અને સ્નિગ્ધા જમણી કોર ગયા. ઈમેન્યુઅલ ઉત્કર્ષને કવર આપી રહ્યો હતો, કારણ તેના ખભે લીએન શાઓ લટકેલો હતો. અન્ય બે જણ ગીતાંજલી તરફ ફાયર કરવા લાગ્યા, ગીતાંજલી-સ્નિગ્ધા સંતાઈ ગયા. ઈમેન્યુઅલ દોડતા એ બંને તરફ ગોળીબાર કરતો જઈ રહ્યો. એક નક્સલીને ગોળી વાગી, બીજાએ ટેકો લીધો. ગીતાંજલીએ થર્મલથી જોયું, બાદ તે જમણી તરફ દોડતા ગોળીઓ ચલાવી રહી. અન્ય એક ડાબી તરફ ફાયર કરવા ગયો. ગીતાંજલીએ એને બ્હાર નીકળેલો જોઈ તરત ફાયર કર્યું. આગળ જઈ કવર લીધું. સ્નિગ્ધા એટલી વારમાં ઉત્કર્ષ-ઈમેન્યુઅલ સુધી પહોંચી ગઈ.

“સ્ક્વોડ, સ્ટોપ નાવ!” સૌ ટેકો લઈ ઊભા રહી ગયા. તેણે થર્મલ વિઝનથી જોયું. પાંચ લાશ દેખાઈ રહી હતી.

“ફાઇવ ડાઉન! અરશ-યશવી તમે કેટલે પહોંચ્યા?”

“મે’મ અમે ચોપટા ચઢી રહ્યા છીએ.” અરશે કહ્યું.

“કોઈ તમારી પાછળ છે?” તેણે પૂછ્યું.

“ના, કોઈ નથી.” યશવીએ કહ્યું.

“ઓકે, રામદયાલજી તમે GPSથી લોકેશન જોઈ શકો છો?” ગીતાંજલીએ પૂછ્યું.

“જી, હા!”

“તમે યશવી-અરશને ગાઈડ કરજો. અમે બસ, હવે અહીંથી નિકળીએ છીએ.” ગીતાંજલી બોલી.

“ઠીક છે.” રામદયાલજીએ કહ્યું. તેમની બટાલિયન સરહદે આવી ગઈ હતી. તેમણે મોબાઈલથી વી.આર. ચૌધરીને માહિતી મોકલી દીધી, શાઓ ગુજરી ગયો છે. રોનાલ્ડે ભેયરપ્પાને જણાવ્યુ. બાદ ભેયરપ્પાને ચૌધરી તરફથી પણ જાણવા મળ્યું. રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીને ઘટના જણાવામાં આવી. સૈન્ય શહીદ સમારંભની વ્યવસ્થામાં લાગ્યું. બે અફસરને સ્ક્વોડ પાછી આવે ત્યાં સુધી રોકી રાખ્યા. હજુ લીએનની પત્નીને જણાવામાં ન હતું આવ્યું. રામદયાલજીએ ઝીમને પણ ના પાડી, એકવાર શબ ભારત આવી જાય, પછી જ તેમને જણાવવું બરાબર લાગ્યું. ઝીમ પાસે પિતાનો ફોન હતો.

 

                              લીએનની પત્ની ચિંતામાં ગળાડૂબ હતી. એક આશ હતી તેના પતિને સ્ક્વોડ છોડાવી લાવશે. મિશન શરૂ થયાથી એક-બે વાર ઝીમની માતાએ કોલ કરી પરિસ્થિતી અંગે સમાચાર મેળવ્યા હતા. આઉટપોસ્ટમાં પિતાના મૃત્યુના સમાચાર સાંભળી જાણે ઝીમનું આખું શરીર(આંખો સિવાય) પેરલાઇઝડ થઈ ગયું હોય એમ તે મૂર્ત બની ગયો હતો. રામદયાલજીએ તેનો હાથ પકડી લાગણી સાંધી. લીએનના ફોનમાં ‘LIFELINE’ લખેલા કોંટેક્ટનો કોલ આવતો રહ્યો...

 

“સ્નિગ્ધા-દેવર્ષી તમારી સ્નાઇપર કાઢો. સ્કોપમાં જુઓ. હું તમને ગાઈડ કરું એમ ફાયર કરજો. સ્ક્વોડ કોઈ હલતા નહીં. હવે, રિસ્ક નથી લેવો. ત્રણ બાકી છે, અહીં જ ક્લિયર કરીને નિકળીશું.” ગીતાંજલીએ કહ્યું.

“ઓકે, મે’મ.” સ્ક્વોડે કહ્યું.

“ઓકે, સ્નિગ્ધા તું તારી ૪૦॰ જે જાડ દેખાય છે ત્યાં, એક આદમી છુપાયો છે. ત્યાં ટાર્ગેટ લે.” ગીતાંજલી બોલી અને પછી તેણે દેવર્ષિની પોઝિશન જોઈ. બાદ એની જગ્યાથી નક્સલી વચ્ચે કયા એંગલથી કેટલું અંતર થશે, એની ગણતરી માંડી. સચોટ લક્ષ્ય મળે એ માટે એણે બે વાર ગણતરી કરી.

“દેવર્ષી, ૩૨॰ જમણી તરફ જે જાડ પાસે જાડીઓ દેખાય છે તને? એટલામાં બે આદમી છુપાયા છે. એ થોડીવારમાં આપડી પોઝિશન જોવા બ્હાર નીકળશે. તું ત્યાં નિશાનો રાખ.” તેણે કહ્યું અને દૂરબીનમાં જોયું. ગણિતની કૃપાથી તેની ગણતરી સાચી હતી. એ જ ક્ષણે બંને બ્હાર નીકળ્યા. ગીતાંજલી બ્હાર નીકળી અને ગોળી ચલાવી. એકને સીધા ગળા પાસે વાગી.

“દેવર્ષી ફાયર!”

 

                              દેવર્ષીને આદમી ન દેખાયો. તે નિશાન ચૂકી ગઈ. અન્ય નક્સલી ગોળીબાર કરવા લાગ્યો. સ્નિગ્ધાથી ૪૦॰ ઉભેલા નક્સલીએ પણ ગીતાંજલી તરફ ગોળી ચલાવી. ના છૂટકે તેને કવર લેવું પડ્યું. સ્નિગ્ધાએ સામેનાને ગોળી મારી. ગીતાંજલી આગળ ના વધી શકી. તે એક જ પાછળ રહી ગઈ હતી. સ્નિગ્ધાએ જેને ગોળી મારી, એ નીચે પડ્યો.

“મે’મ વન લેફ્ટ.” સ્નિગ્ધા બોલી.

“Wow! સ્નિગ્ધા good one!” ગીતાંજલી બોલી.

“સોરી મે’મ.” દેવર્ષીએ કહ્યું.

“વાંધો નહીં, હું સેફ છું. બચી ગઈ.” તે બોલી અને એ તરફ જોયું.

 

                              છેલ્લા બચેલા નક્સલીને ગીતાંજલીનું સ્પોટ ખબર પડી ગયું હતું, તે નિશાન લઈ બેસી ગયો હતો. ૪૦ સેકન્ડ વીતી ગઈ, એકેય તરફથી ગોળી ના ચાલી. સન્નાટો છવાઈ ગયો.

“સ્ક્વોડ, તમે લોકો આગળ વધો, હું આને ક્લિયર કરીને આવું છું.” તેણે કહ્યું.

“પણ મે’મ... એ રિસ્કી છે. અહીંયા રહીને જ આપણે એને પતાવી દઇશું.” ઉત્કર્ષ બોલ્યો. તેને બંદૂક ન હતી ચલાવાની એટલે શાણપણ કરી રહ્યો હતો.

“ના, ઉત્કર્ષ કોઈ હવે અહીં સમય નહીં બગાડે. જો પાછળથી એમનું રીઇન્ફોર્સમેન્ટ આવી ગયું તો ઉલમાંથી ચૂલમાં પાડીશું. એના કરતાં તમે લોકો નીકળો હું મારી રીતે આવી જઈશ.” ગીતાંજલી બોલી.

“પણ મે’મ...” ઈમેન્યુઅલ બોલ્યો.

“પણ બણ કઈ નહીં. તમે જાવ! Its an order!” કડકાઈથી તે બોલી.

“મે’મ હું રોકાઈ જાવ? મારી પાસે સ્નાઇપર છે.” સ્નિગ્ધા બોલી.

“ના, કોઈ નહીં, પ્લીઝ તમે લોકો આગળ નીકળો.” ગીતાંજલી બોલી.

 

                              સ્ક્વોડ આગળ વધી. જમણી તરફ સંચાર લાગતાં, છેલ્લો નક્સલી બ્હાર નીકળ્યો, ગીતાંજલીએ સીધી તેના માથામાં ગોળી ઉતારી. એક જ ગોળીનો ધડાકો સંભળાયો, સૌએ પાછળ જોયું. ગીતાંજલી એમના તરફ આવી રહી હતી.

“વાહ... મે’મ!” ઈમેન્યુઅલ બોલ્યો અને તેની પાસે આવ્યો.

“પાછળ નહીં આગળ ચાલો!” તે બોલી.

 

                              ઈમેન્યુઅલ એને આલિંગન આપવા પાછો આવ્યો હતો પણ બંનેના હાથમાં બંદૂક હતી, બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. ફાવે એમ ન હતું છતાં, ઈમેન્યુઅલએ ખભા મિલાવી આલિંગન આપ્યું અને તેઓ આગળ વધ્યા. રસ્તામાં તે બોલ્યો: “મેડમ કેટલા શાતીર છે, કોઈએ નોટિસ કર્યું?”

“કેવી રીતે? ગીતાંજલીએ પૂછ્યું.

“એમને ખબર જ હતી આપડે મુવ થઈશું એટલે પેલો ફાયર કરવા બ્હાર નીકળશે. એની વાટ જોતાં જ તેઓ બેસી રહ્યા હતા, તો પણ આપણને એમ કહ્યું કે તમે નીકળો, હું મારી રીતે આવીશ.” ઈમેન્યુઅલ બોલ્યો. સ્નિગ્ધા હસી.

“આઈ મીન, કેવો આપડો ટેસ્ટ કર્યો કે જાણે આપડને એમની કશી પડી જ ન હોય.” ઈમેન્યુઅલ બોલ્યો.

“હમ્મ... પારખા તો કરવા પડે ને લોકોના.” ગીતાંજલી બોલી.

“હવે સમજાયું કેમ ૩૪ વર્ષેય તમે સિંગલ છો!” ઈમેન્યુઅલ બોલ્યો.

“શું બોલ્યો?” ગીતાંજલી ઉશ્કેરાઈ.

“કઈ નહીં.” તે બોલ્યો.

“યશવી અને અરશ તમે કેટલે પહોંચ્યા?” ગીતાંજલીએ પૂછ્યું.

“તે બંને પાંચ કિલોમીટર દૂર છે.” રામદયાલજીએ કહ્યું.

“ઠીક છે, લાગે છે સાથે જ પહોંચીશું. યશવી-અરશ પ્લીઝ ધ્યાનથી આવજો. એકદમ સાવચેતીથી!”

“યસ મે’મ.” બંનેએ કહ્યું.

 

                              ૪:૩૫એ અરશ-યશવી ઢોળાવના બીજા છેડે દેખાયા. ગીતાંજલીએ પાસે બોલાવ્યા.

“are you all right? ઈમેન્યુઅલ યશવી પાસે જઈ બોલ્યો.

“yes.” તેણે કહ્યું.

“Bro, બધુ બરાબરને?” અરશના ખભે હાથ મુક્તા ઈમેન્યુઅલએ પૂછ્યું.

“એકદમ ભાઈ!” અરશ બોલ્યો.

“ઈમેન્યુઅલ સર રિપોર્ટ લઈ લીધો હોય તો જાઈશું?” ગીતાંજલી બોલી. એની હાજરીમાં કોઈ બીજું સભ્યની દેખભાળ કરે એ કોઈ આગેવાનને ન ગમે. પછી એ કોઈપણ કેમ ન હોય. ઈમેન્યુઅલ ચૂપચાપ યશવી સાથે ચાલતો થયો.

 

                              ૪:૫૮એ સ્ક્વોડ સેવન લીએન શાઓના શબ સાથે ભારતીય સરહદમાં દાખલ થઈ. સૈન્યની વેન ચોપટા ઘાટિના પૂર્વાર્ધે ૭૦૦ મીટર અંદર ઊભી હતી. ફૌજના પંદરેક જવાન ઊભા હતા, પાસે એક એમ્બ્યુલન્સ લાવી રાખી હતી. નિવૃત્ત કમાન્ડર લીએન શાઓના મૃતદેહને શબપાલખીમાં મૂકવામાં આવ્યો. તેમનો પુત્ર ઝીમ આંસુ સારી રહ્યો હતો. સ્ક્વોડ સેવન તેની પાસે ઊભી રહી. ઉપરાંત બટાલિયન તેના પિતા જેમ ઝીમને આદર આપતા ઊભા હતા. લીએન શાઓના શ્રીમતી ઝીવા શાઓને આ અશુભ સંદેશ પહોંચાડવા આર્મીની એક જીપ મોકલી દેવામાં આવી હતી.

 

                              ગીતાંજલીએ પાછા આવી રોનાલ્ડને રિપોર્ટ આપ્યો. આ કોન્ફરન્સ કોલમાં એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પા, ચીફ માર્શલ શ્રી વી.આર. ચૌધરી, આઇ.બી. કમિશ્નર IPS પરમાર, રક્ષામંત્રી શ્રી મનોહર પારિકર અને પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદી હાજર હતા. રક્ષામંત્રી અને પ્રધાનમંત્રીશ્રીને આ કોલમાં જોડવાનું કારણ એ હતું કે ચાઈનાની આ અપ્રામાણિક હરકત ઉપર ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન જઈ શકે.

 

*

 

                              ઝીવા શાઓને ફાળ પડી. પતિના મૃત્યુના સમાચાર સાંભળતા તેઓ ભાંગી પડ્યા. તીવ્ર આક્રંદથી ઘર કકળી ઉઠ્યું. સૂનમૂન બનેલી દીવાલોમાં માતમ સળવળી ગયો. અત્યાર સુધી ઘર ખાલી ન હતું લાગતું પણ હવે લાગી રહ્યું હતું. નહીં આવે લીએન ક્યારેય પાછો હવે! ઘરના કામવાળા નાનુબેન શ્રીમતી શાઓના દુખમાં સહભાગી બન્યા. પરોઢનું અજવાળું અભાગ્ય લાવ્યું હતું. શ્રીમતી શાઓની રુદનની કિકિયારીઓથી આડોશ-પાડોશના લોકો ખરખરો કરવા આવી ગયા. મુખ્ય કક્ષમાં રોકકળ સંભળાતા લીએનના નાના પુત્ર ઝેનની આંખ ખૂલી ગઈ. તે બ્હાર આવ્યો. શ્રીમતી શાઓએ ભાવનાત્મક સંતુલન ખોઈ નાખ્યું. તેમણે બેબાકળા બની પોક મૂકી રહ્યા હતા.

“લીએન... લઈ જા મને! I don’t want to live anymore! તારા વગર જીવીને હું શું કરું? લીએન...!”

“ઝીવાબેન હિમ્મત રાખો!”

“એવી વાતો ના કરો.”

“હિમ્મત રાખ ઝીવા છોકરાઓનો વિચાર કાર. આમ ના હોય.” આડોશ-પાડોશની સ્ત્રીઓ શ્રીમતી શાઓને સાંત્વન આપતા બોલ્યા અને રડ્યા.

“Let me die in your arms! Lien!!!” શ્રીમતી શાઓ વેદનામાં કણસી રહ્યા હતા. વસાહત આખીમાં શોકનો માહોલ છવાઈ ગયો. બ્હાર ઉભેલા પુરુષો પણ દુખી લાગી રહ્યા હતા.

 

                              મોટું જોર સૈન્ય યુદ્ધ માટે નિકળ્યું હોય એમ સૈન્યના જવાનોના પગલાંનો અવાજ ચીર શાંતિ ભાંગતો શાઓનું ઘર ભણી રહ્યો હતો. પાછળ એમ્બ્યુલન્સમાં નિવૃત્ત કમાન્ડર લીએન શાઓનું શબ હતું. લોકો રસ્તો આપવા લાગ્યા. વેનમાંથી ૧૨ લોકોએ શ્રી લીએન શાઓનું શબ ઉતાર્યું, પરસાળમાં લોકો રસ્તો આપવા લાગ્યા. બે જણ ઘરનો દરવાજો ઉઘાડી પકડી રાખ્યો.

“ઝીવા, લીએનસા’બને અહીં લાવે છે, સંભાળજે પોતાને, બોવ રડતી નહીં.” નાનુબેન બોલ્યા. શ્રીમતી શાઓ રડી-રડીને એકવાર બેભાન થઈ ચૂક્યા હતા. પોતાના પતિને ગુમાવાની યાતનાએ તેમને ભીંતરથી ખાલી કરી નાખ્યા હતા.

 

                              દિલ પર ભારે બોજ મૂકવામાં આવ્યો હોય એમ શ્રીમતી શાઓને કષ્ટ પડી રહ્યું હતું. નાનુબેને એમને પકડી રાખ્યા હતા. તેમના ખભે માથું રાખી શ્રીમતી શાઓ ડૂસકાં ભરી રહ્યા હતા. કમાન્ડર શાઓના શબને મુખ્ય ખંડમાં લાવવામાં આવ્યું. સૌ જોઈ રહ્યા. નાનુબેને શ્રીમતી શાઓને ઢીલા મૂક્યા. શ્રીમતી શાઓ હાથ-ઢીંચણેથી ચાલતા શબ પાસે આવ્યા અને તેને વળગી પડ્યા. લીએનનું નિસ્તેજ શરીર જોઈ રુદનની ચિચિયારીઓ પાડી. નાનુબેન અને અન્ય એક પાડોશી બેન તેમને સંભાળવા પાસે આવ્યા. હિસ્ટેરિયાનો અટેક આવ્યો હોય, એમ એક શ્વાસે ધ્રૂસકાં ભરી આક્રંદ કરી મૂક્યું. લીએનનો મૃત ચહેરો તેમની આંખો સાંખી ન શકી. અશ્રુ ભીની આંખે તેઓ બોલ્યા: “આ જોવા કરતાં, મને પ્લીઝ મરી જવા દો! પ્લીઝ નાનુ, પ્લીઝ! મને મરી જવા દો! (હાથ જોડી) મને મારા લીએન પાસે જવા દો.” નાનુબેનએ એમને ચૂપ કરાવતા આલિંગન આપ્યું અને શાંત પાડવા પ્રયત્ન કર્યો: “ઝીવા, ઝીવા દીકરી હિમ્મત રાખ! તારા છોકરાઓનો વિચાર કર.” નાનુબેન બોલ્યા. ઝીવા તેમને વળગીને રડતી રહી. ઝીમ ખંડમાં પ્રવેશ્યો. નાનુબેને તેની સામે જોયું. ઝીમના ગાલ પર રડીને લીસોટા પડી ગયા હતા.

“બાબા, ઝીમ બાબા અહીં આવો.” નાનુબેન બોલ્યા. રડતો ઝીમ પિતાનો ચહેરો જોવા એ તરફ ગયો. માતાને આક્રંદ કરતાં જોઈ તે બોલ્યો: “મમ્મી... બસ!” તેનાથી એટલું જ બોલી શકાયું અને પાછી અશ્રુધાર શરૂ થઈ.

 

                              ઝેન પિતાના પગ પાસે બેઠો હતો. ઝીમ નાના ભાઈ પાસે બેસ્યો. નાનુબેને શ્રીમતી શાઓને શબ પરથી ઉઠાડ્યા. શ્રીમતી શાઓ રડતાં રહ્યા. દીકરાઓને દૂર બેસેલા જોઈ બોલ્યા: “બેટા, ઝીમ અહીં આવ...” મોઢું અવળું કરી બેસેલા ઝિમે કઈ પ્રતિક્રિયા ન આપી. નાના ભાઇનો ખભો સહેલાવતા તે આંસુ રોકવા પ્રયત્ન કરતો રહ્યો. માતા શાઓ તેને બોલાવતી રહી.

“ઝીમ… દીકરા! મમ્મી પાસે આવ.” ઝીમ પાછળ ન ફર્યો.

“ઝેનું, ઝેનું મમ્મી પાસે આવ ને...(શ્રીમતી શાઓ રડવા લાગ્યા) ઝેન દીકરા અહીં આવ. મારી જોડે!.” માતાએ કહ્યું. નાનુબેને તેમને છાતી સરસા ચાંપયા. તેઓ રડતાં રહ્યા. ઝેન એ તરફ ફર્યો, ઊભો થયો. ઝિમે એને રોક્યો. માથું નકારી પાછો બેસાડયો. ઝેનને એની મમ્મી પાસે જવું હતું. ઝીમે એને ગળે લગાવી લીધો અને રડવા લાગ્યો. આ જોઈ ઝીવા વધારે રડવા લાગી.

 

                              દીકરો ઝીમ માતાને રડતાં જોઈ શકતો ન હતો અને એ જ દિશામાં બાપનો નશ્વર દેહ અંદરથી ખળભળાવી રહ્યો હતો. આ બધુ અવગણવા તે ઝેન સાથે અવળો ફરી બેઠો હતો. ખંડમાં હાજર એક સ્વજન પાસે આવી કાનમાં કહ્યું: “તારી મા તલસી રહી છે તને મળવા, આક્રંદ કરી રહી છે તારા માટે, કે તું આવે અને એને સંભાળે. તારા પિતાની જગ્યાએ તું આ ઘરમાં મોટો પુરુષ છે. સંતુલન સંભાળ!”

 

                              ઝીમનો ભાવવિભોર ચહેરો તે આદમીને ઉપર જોય રહ્યો. બાદ તે ઝેન તરફ ફર્યો: “ઝેનું, ચાલ મમ્મી પાસે જઈએ. મમ્મીને હિમ્મત અપાવીએ. એમને રડતાં ચૂપ કરાવીએ.” બંને ભાઈ ઊભા થયા.

“મમ્મી...!” ઝેન દોડતો ગયો, માતાને વળગી પડ્યો.

“ઝેનું... મારો દીકરો!” બે ઘડી તેને છાતી સરસો ચાંપી રડતાં રહ્યા. પછી તેના ગાલ પર વ્હાલ વરસાવ્યું. ઝીમ માતા પાસે બેઠો. માતાનો ચહેરો જોયો. તેમની આંખોમાંથી ટપોટપ આંસુ ટપકવા લાગ્યા. મહામહેનતે ઝીમ મક્કમ બની માતા પાસે આવ્યો હતો પણ માતાનો રડમસ ચહેરો તેની છાતી બાળવા લાગ્યો. માતાની આંખોમાંથી નીકળતો અશ્રુપ્રવાહએ તેની આંખોમાં પણ આંસુ લાવી દીધા. શ્રીમતી શાઓ બંને દીકરાને આલિંગન આપી રડતાં રહ્યા. આ કરૂણ દ્રશ્ય જોઈ નાનુબેન અને અન્ય સ્ત્રીઓ વિષાદભાવે રડવા લાગી.

 

                              કમાન્ડર લીએન શાઓના શબને રાષ્ટ્રીય તોર-તરિકાથી લઈ જવા માટે અફસરો અંદર આવ્યા. શ્રીમતી શાઓ તેમના જીવનસથીને વળગી નિરંકુશ રડવા લાગ્યા. નાનુબેન અને અન્ય બે સ્ત્રીઓ તેમને ઊભા કરવા આવ્યા. શ્રીમતી શાઓને આંખે ધૂંધળાપણું આવી રહ્યું હતું. અશ્રુઓએ આંખો દુખાડી દીધી હતી. માનસિક સંતુલન ડગી રહ્યું હતું પણ આંસુ જવાનું નામ ન હતા લેતા. શ્રીમતી શાઓ બેભાન થઈ ગયા. બેભાન અવસ્થાએ પણ તેમની આંખો રડતી રહી. તેમને પાણી આપ્યું. બંને પુત્રો અને સ્વજનોએ શ્રીમતી શાઓને સંભાળ્યા.

 

                              બ્હાર ચોકમાં કોફિન મૂક્યું હતું. અફસરોએ શબ ઉપાડી તેમાં મૂક્યું, કોફિન પર રાષ્ટ્રધ્વજ લગાવ્યો. અંતિમ વિદાય માટે લોકોને આવવા દેવામાં આવ્યા. કોફિન પાસે ફૂલોના ગુલદસ્તાની ચાર હરોળ થઈ ગઈ. ફરી બ્હાર શાઓ પરિવાર અને સ્વજનો આંતરથી રુદન કરવા લાગ્યા. એક પછી એક લોકો કોફિન પાસે આવી લીએન શાઓને આદર આપવા લાગ્યા. બાદ, ગીતાંજલી, યશવી, સ્નિગ્ધા, દેવર્ષી, અરશ અને ઉત્કર્ષે પુષ્પાંજલિ અર્પી. ભારતીય સેનાના સૈનિકોએ રાઇફલથી સલામી આપી. વિધિવત રીતે લીએન શાઓનો મૃત્યુ સમારોહ પૂર્ણ થયો. સ્કવોડ સેવન સરકારી ક્વાટર્સ પાછા આવ્યા.

 

                              ઈમેન્યુઅલ રૂમમાંથી હાંફળો-ફાંફળો દોડતો બ્હાર આવ્યો. સ્ક્વોડ સભ્યો સામે મળ્યા.

“તું કેમ લાસ્ટ રિસ્પેક્ટ આપવા ન આવ્યો?” ગીતાંજલીએ પૂછ્યું.

“હજી ચાલુ છે? હું ફટાફટ મળતો આવું.” તેણે કહ્યું.

“પતી ગયું. સમય જો, અર્ધા કલાકમાં એરપોર્ટ નીકળવાનું છે. સ્ક્વોડ, બધા ફટફટ રેડી થઈ જાવ નીકળવા માટે.” ગીતાંજલીએ કહ્યું.

“વેઇટ, વેઇટ! તમે કોઈએ મને ઉઠાડયો કેમ નહીં? જતી વખતે?”

“બધાના દરવાજે મેં ટકોરા માર્યા હતા. ‘ને નીકળતા પે’લા યશવી આવી તો હતી તને ઉઠાડવા...” ગીતાંજલીએ કહ્યું.

“મને યાદ નહીં.” તેણે કહ્યું.

“તે કીધું કે તમે નીકળો, હું આવું છું થોડીવારમાં.” યશવીએ કહ્યું.

“મેં કહ્યું હતું? ઠીક છે. તો પણ મારે લીએનને છેલ્લી વાર જોવા આવવું હતું. ઝીંદગીમાં ક્યારેય હું હવે એ વ્યક્તિને નહીં મળી શકું, આ અફશોષ આખી ઝીંદગી મને દૂ:સ્વપ્નની જેમ પજવશે.” નિરાંશ સ્વરે ઈમેન્યુઅલ બોલ્યો. સૌકોઈ તેમના કક્ષ તરફ ગયા. ખરેખરમાં ગઇકાલે રાતે જે ઘટના તેના કક્ષમાં ઘટી હતી, એ પછી યશવી તેના રૂમમાં જઈ જ ન હતી શકી. ગીતાંજલીએ તેને ઈમેન્યુઅલને ઉઠાડવા મોકલી ત્યારે તે દરવાજાથી જ પાછી વળી ગઈ હતી.

 

                              થોડીવારમાં તૈયાર થઈ સ્ક્વોડ સેવન બ્હાર આવી. ગીતાંજલી અને યશવીએ કાળી ટી-શર્ટ અને કાર્ગો પેન્ટ પહેર્યું હતું. સ્નિગ્ધા-દેવર્ષીએ શર્ટ અને વાદળી જીન્સ પહેર્યું હતું. અરશે ફોરમલ શર્ટ નીચે જીન્સ પહેર્યું હતું. છતાં, સારો દેખાઈ રહ્યો હતો. ઉત્કર્ષે કપડાંની ઉપર જેકેટ અને ગળામાં મફલર પહેર્યું હતું. ઈમેન્યુઅલએ કાળી ટીશર્ટ અને કાર્ગો પેન્ટ પહેર્યું. સૌએ કાળા એવિયેટર ચશ્મા પહેર્યા હતા. સિવાય ઈમેન્યુઅલ. તેણે ગળે ભરાવ્યા હતા. યશવી અને ઈમેન્યુઅલએ સરખા રંગના કપડાં પહેર્યા હતા, એ જોઈ સ્નિગ્ધા બોલી: “ઓહો... મેચિંગ મેચિંગ!” ઈમેન્યુઅલ-યશવીએ એકબીજા સામે જોયું.

“મે’મ જોવો મેં કહ્યું હતું ને કાલે...” સ્નિગ્ધા બોલી. ગીતાંજલી જોઈ રહી.

“એમ તો મેડમે પણ ટીશર્ટ અને કાર્ગો પહેર્યું છે, તો અમે થ્રીસમ છીએ!?!” ઈમેન્યુઅલ બોલ્યો. અરશ-ઉત્કર્ષ હસ્યાં. ગીતાંજલી કશો જવાબ આપ્યા વગર ચાલવા લાગી. યશવીનો ચહેરો ફિકો લાગી રહ્યો હતો, તે પણ ચાલતી થઈ. મસ્તીમાં ઈમેન્યુઅલનું ગળું દબાવતા અરશ ચાલી રહ્યો, તે બોલ્યો:

“શું બોલે છે... તું ક્યારેક વિચારે છે? કઈ જગ્યાએ ઊભો હોય છે?”

“ના.” ઈમેન્યુઅલ બોલ્યો.

 

                              તેમને હેલિકોપ્ટર સુધી વેનમાં જવાનું હતું. વેન રસ્તામાં હતી, તેઓ રાહ જોઈ ઊભા રહ્યા. સ્ક્વોડે રામદયાલજી અને સૈન્યને અલવિદા કહ્યું.

“તમે આઇ.બી.વાળા જબરા છો! ડેરિંગબાઝ! દસ કિલોમીટર અંદર જઈ આવ્યા, ૨૦ નક્સલીઓને મારી નાખ્યા. ઝીરો કેઝ્યુલ્ટીઝ સાથે પાછા ફર્યા. આર્મી માટે એવા ચાન્સ ઓછા હોય છે.” રામદયાલજીએ કહ્યું.

“એ એટલા માટે, આર્મીમાં કોઈ સૈનિક શહીદ થાય તો તેમને રાષ્ટ્રધ્વજ ઓઢાડી સેનાની પરેડ સાથે, હવામાં ગોળીઓ ચલાવી સલામી આપવામાં આવે, જો હું મરી જવ તો મારી સ્ક્વોડમાંથી ચાર જણ પણ ન આવે...! ‘ને એ બાબત માટે મારે પારખા કરવાની જરૂર નથી.” ગીતાંજલીને સંભળાવી રહ્યો હોય એમ ઈમેન્યુઅલ બોલ્યો. ગીતાંજલીએ તેની સામે જોયું:

“આને પેલા નક્સલીઓ ભેગું આઉટપોસ્ટ પર જ મૂકી આવવાની જરૂર હતી. નૈ?”

“ત્યાં જઈ, જોઈ આવી શકો છો, તમારા પર ફાયર કરવાવાળા છેલ્લા આદમીને મેં જ પતાવ્યો હતો. ત્યાં કોઈ નહીં હોય ‘ને તો પણ એ લોકો સાથે સારું જ રહ્યું હોત એટલીસ કો’ક ઓનેસ્ટ માણસો સાથે તો હોત!” ઈમેન્યુઅલ બોલ્યો.

“તારી પ્રોબલમ શું છે? કેમ આટલો પઝેસિવની પૂંછડી થઈ રહ્યો છે?” ગીતાંજલી બોલી. સૌ હસ્યાં.

“હું અને પઝેસિવ? હું તો જસ્ટ મારો પોઈન્ટ મૂકું છું!” તે બોલ્યો.

“હવે મને સમજાયું તું કેમ સિંગલ છો!” ગીતાંજલી બોલી.

“કેમ?”

“You’re a possessive man! યશવી ધ્યાન રાખજે.” ગીતાંજલી બોલી. યશવી ચૂપચાપ જોઈ રહી. બધા તેમની મશ્કરી કરવા લાગ્યા.

“ખબરદાર, જો તમે મારી થવાવાળી પત્નીને વચ્ચે લાવ્યા છો તો!” ઈમેન્યુઅલ બોલ્યો. એ સાથે જ સૌ: ઓઓઓઓઓ...!” અવાજ કાઢી બૂમો પાડવા લાગ્યા. ઈમેન્યુઅલએ બોલવાનું ચાલુ રાખ્યું:

“’ને જો હું પઝેસિવ હોત તો ટ્રેનિંગમાં તમને એકલો દોડવા દેત? અને અરશ જોડે ચા પીવા પણ જવા દેત? અને આગળ, આગળ... બસ, એટલું જ  કાફી છે. હું તમને ત્યાં જંગલમાં એકલા મૂકી આગળ વધ્યો એટલે હું પઝેસિવ ના ગણાવ.”

“મેં તમને ઓર્ડર આપ્યો હતો જવા માટે. તું કઈ જાતે ન હતો ગયો.”

“તો આપો, હજી ઓર્ડર આપો! ચા કોફી, બિસ્કિટ કે તમારા જેવી સીધી જલેબી? અરે સોરી હું તમને કઈ નહીં આપી શકું કારણ કે હું પઝેસિવ છું!” ઈમેન્યુઅલ બોલ્યો, હળવો માહોલ થઈ ગયો, સૌ હસી મજાક કરી રહ્યા હતા. આ બધામાં યશવી નિરસભાવે ઊભી હતી.

“કેમ લમણા લે છે આ!?!” ગીતાંજલી બોલી.

“કારણ, હજુ વેન આવતા પાંચ મિનિટ લાગશે, ટાઈમ કેમનો કાઢવો?” તે બોલ્યો અને હસવા લાગ્યો. બાકી સૌ પણ હસવા લાગ્યા. એટલામાં ગીતાંજલીનો ફોન રણક્યો, તે બાજુમાં ગઈ.

“હલો...”

“હાઈ, ગીતાંજલી.” રોનાલ્ડનો અવાજ હતો.

“પ્લાનમાં થોડો ચેન્જ છે, મારી સાથે અત્યારે કોન્ફરન્સમાં ભેયરપ્પા સર છે. એમને તારી સાથે વાત કરવી છે. ભેયરપ્પા સર કેરી ઓન!”

“ગીતાંજલી...”

“યસ સર.”

“I want your squad to escort Shao family to Raj bhavan Delhi. This place is not safe for them.” (હું ઈચ્છું છું તમારી સ્ક્વોડ શાઓ પરિવારને દિલ્હી રાજભવન મૂકવા આવે, આ જગ્યા તેમના માટે સુરક્ષિત નથી.)

“ઓકે.” ગીતાંજલીએ કહ્યું.

“The van will take you to Lien’s house, You will pick them up and get them to Delhi as safe as they are!” (તમને વેન લીએનના ઘરે લઈ જશે, ત્યાંથી તમે એમને લઈ દિલ્લી આવશો જેવા સુરક્ષિત છો એવા.)

“નો પ્રોબલમ સર! We will do it!”

“ઓકે.”

 

                              વેન આવતી દેખાઈ. ગીતાંજલીએ સ્ક્વોડને માહિતી આપી. તે લોકો ક્વાટર્સથી લીએનના ઘર તરફ ગયા. કામવાળા નાનુબેનએ જણાવ્યુ, ત્રણેય વેરહાઉસ ગયા છે. વેન નદીના માર્ગે લેવડાવી. ઈમેન્યુઅલ કિનારે બેઠો હતો, સામે દેવર્ષી બેસી હતી, તેની બાજુમાં યશવી બેઠી હતી, તે નારાજગી સાથે ઈમેન્યુઅલને જોઈ રહી હતી. ઈમેન્યુઅલની પણ એક બે વાર નજર ગઈ. વેરહાઉસથી મુખ્ય રસ્તા પર વેન ઊભી રહી. ત્યાંથી ગાડી વળાવા થોડું આગળ જવું પડે એમ હતું, કારણ રસ્તો સાંકડો હતો. નીચે ઉતરતા ઈમેન્યુઅલ બોલ્યો:

“તમે બધા બેસી રહો, હું એમને બોલાવતો આવું છું... યશૂ બેબી તારે કઈ ખાવું છે? અહીં દુકાન છે.” ઈમેન્યુઅલ દાંત દેખાડતા બોલ્યો.

“જાને છાનોમાનો! તે બોલી.

 

                              ઈમેન્યુઅલના ચહેરા પરથી હાસ્ય વેરાયું, વેનનો દરવાજો બંધ થયો. વિચારવા લાગ્યો ખબર નહીં આ બધી છોકરીઓ તેનાથી નારાજ કેમ છે? યશવીને ગઇકાલે રાતે જે રીતે ઈમેન્યુઅલએ તેની સાથે વર્તયું હતું, એ જરાય ગમ્યું ન હતું માટે તે ગુસ્સે હતી. ઈમેન્યુઅલને નશામાં કઈ યાદ ન હતું. દુકાનેથી ત્રણ અલગ અલગ રંગની લોલિપોપ લઈ તે વેરહાઉસ ભણી ચાલવા લાગ્યો. જતાં-જતાં બબડ્યો ‘યશૂ બેબીને ના ખાવી હોય તો કઈ નય, આ બાવો ખાશે અને ઝીમ-ઝેન ખાશે.” કહી તેણે એક લોલિપોપ મોઢામાં મૂકી અને બે ખીચામાં.

 

                              ઝીવા સ્વર્ગવાસી પતિની અમાનત વેરહાઉસથી લઈ જવા આવી હતી. દીવાલે સાતેક સર્ટિફિકેટ ટિંગાવેલા હતા. પતિના લોકરમાં તેમનું હનીમૂન આલ્બમ હતું, તે એ બધી છબીઓ જોઈ રડમસ થઈ ગઈ હતી. ઝેન નીચે બેસી થેલામાં સામાન ભરી રહ્યો હતો. ઝીમ એક્ટિવામાં આગળ કોથળો મૂકવા બ્હાર આવ્યો. ઈમેન્યુઅલએ તેને જોઈ બૂમ પાડી:

“હેય ઝીમ...!”

“ઈમેન્યુઅલભાઈ!” તે બબડ્યો. મારા પિતાને આમણે રેસક્યું કરવા ગયા હતા. મારે એમને પૂછવું જોઈએ, પપ્પા કેવી હાલતમાં ત્યાં રહેતા હતા. એમ વિચારતા ઝીમ એના તરફ આગળ વધ્યો.

“થઈ ગયું પેકિં...” ઝીમ સાથે હાથ મિલાવતા તે બોલી રહ્યો હતો. અચાનક તેની નજર સામે કિનારે ગઈ. મોઢામાંથી લોલીપો નીચે પડી, આંખો પહોળી થઈ.

“ડાઉન!” ઝીમનું માથું નામાવતા તે બોલ્યો.

 

                              મોઢા પર બુકાની બાંધેલો એક નક્સલી હાથમાં RPG લઈ સામે કિનારે ઊભો હતો. તેણે વેરહાઉસ પર મિસાઇલ છોડી. પ્રચંડ વિસ્ફોટ થયો. આસપાસના ૪ કિલોમીટર સુધી સંભળાય એવો ભયંકર અવાજ પેદા થયો. રેતીની કણો કંપી ઉઠી. ઈમેન્યુઅલ-ઝીમના કાનના પડદા હલી ગયા. બે ક્ષણ બાદ અન્ય ધડાકો વેરહાઉસમાં થયો. વિમાનના ચીથરા ચારે તરફ ઊડ્યાં.

“તારા મમ્મી ક્યાં?” ઝીમ સામે જોઈ તેણે પૂછ્યું.

“અંદર વેરહાઉસમાં...”

“અને તારો ભાઈ?”

“એ પણ અંદર!”

 

                              ફક્ત ત્રણ ક્ષણમાં વેરહાઉસ આખું ધ્વસ્ત થઈ ગયું. લાકડાના પિલ્લરો આડા-ઊભા સળગી રહ્યા હતા. આધારરહિત એક દીવાલ રેતાળ જમીન પર પડી. સળગતા લાકડાનો ભડકો અને રેતની ધૂળ હવામાં ઊડી. આખું વાતવારણ ધુમાડામય અને ધૂળિયું બની ગયું. કાળો ધુમાડો અવકાશમાં ઊડ્યો. બે નક્સલીઓ વેરહાઉસના કિનારે આવી ગયા હતા. તેમણે જાડું દોરડું બાંધ્યું હતું. દોરડાએ લટકી એક-એક નક્સલીઓ નદીની આ બાજુ આવી રહ્યા હતા.

“મમ્મી!” કહેતા ઝીમ વેરહાઉસ તરફ દોડ્યો.

“નહીં! ઓય... કમ બેક!” ઈમેન્યુઅલે તેનો હાથ પકડી રોક્યો અને કહ્યું: “પેલા નક્સલીઓ તને અને તારા પરિવારને મારવા આવે છે. આપડે પાછા જવું પડશે.”

“અરે ભાડમાં ગયું બધુ! હવે હું જીવતો રહીને પણ શું કરીશ?” રડતાં ઝીમ બોલ્યો.

“તારા બાપે આ જોવા આપઘાત ન’તો કર્યો કે નક્સલીઓ એના પરિવારને મારી નાખે. આ લોકોનો ખાતમો કરવા એણે ડિવાઇસ બનાવ્યું, હવે, તું એકલો જ બચ્યો છે, જે એ ડિવાઇસ ડીએક્ટિવેટ કરવાનું શોધી શકે. જો તું પણ મરી જઈશ તો તારા બાપનો જીવ એળે જશે! તેમણે નિરાંશ થશે. દેશ સુરક્ષિત રહે, પરિવાર સુરક્ષિત રહે એ માટે તેમણે પોતાનો જીવ લીધો. આપણે પછી બદલો લઈશું પણ અત્યારે પાછા ચલ!” ઈમેન્યુઅલએ સમજાવ્યું, એક્ટિવા ચાલુ કર્યું અને બોલ્યો:

“બેસી જા... ઝીમ જલ્દી! આપણે સ્ક્વોડ પાસે જવું પડશે.” ભાવનાઓમાં વિવશ ઝીમ તેની સામે જોઈ રહ્યો. બાદ ભડકે બળતા વેરહાઉસ સામે જોયું. સામે આવતા નક્સલીઓને વેરી નજરે જોઈ રહ્યો. ઈમેન્યુઅલ તેની સામે જોઈ રહ્યો હતો. ઝીમ બેસી ગયો. તેણે એક્ટિવા ભગાવ્યું.

 

                              વેન રસ્તા પર દેખાઈ નહીં. U ટર્ન લઈને હજુ આવ્યા ન હતા. નક્સલીઓએ ઈમેન્યુઅલ પર ગોળીબાર શરૂ કર્યો, તેણે ગતિ વધારી. રેતાળ જમીનથી મુખ્ય રસ્તા પર આવ્યો. ત્યાં એ લોકોની ગોળી પહોંચી શકે એમ ન હતી. ઈમેન્યુઅલ વિચારતો રહ્યો ‘સ્ક્વોડ ક્યાં રહી ગઈ?’ નક્સલીઓ અને તેની વચ્ચે પાંચ સો મીટર જેટલું અંતર વધી ગયું. ગોળીઓ ચલાવતા નક્સલીઓ આગળ વધ્યા. વેરહાઉસ પાસે આવી તેઓ ગોળીબાર કરવા લાગ્યા.

 

                              ગીતાંજલી, અરશ, યશવી અને ઉત્કર્ષ રેતાળ જમીન પર આવ્યા. તેઓ નક્સલીઓ સામે ગોળીબાર કરવા લાગ્યા. ત્રણને તેઓએ ઠાર કરી દીધા. દેવર્ષી નદી પાસે એક મોટો ખડક હતો, તેના ટેકે સંતાઈ. દોરડાથી લટકીને આવી રહેલા નક્સલીને તેણે ગોળી મારી, તેની લાશ નદીમાં પડી અને વહેવા લાગી. બીજો આદમી જે નદી વટી કિનારે આવી ગયો હતો તેને દુકાનના ધાબા પરથી સ્નિગ્ધાએ ગોળી મારી નદીમાં પાડી દીધો. પંદર નક્સલીઓ નદીની આ તરફ આવી ગયા હતા. બીજા ડઝન એક સામે કિનારે ઊભા હતા. તેઓએ કવર લેવાનું શરૂ કર્યું.

“WE NEED BACKUP! BACKUP! RAMDAYALJI! SEND THE REINFORCEMENT!” મોટેથી ગીતાંજલી બ્લૂટૂથમાં બોલી.

“દેવર્ષી! રિવરક્રોસિંગ સાઈડ જો!” ગીતાંજલીએ કહ્યું. તેણે, ઉત્કર્ષ, અરશ અને યશવીએ કવર લીધું. સામ-સામે ગોળીબાર થવા લાગ્યો.

“RPG!” ગીતાંજલી બોલી.

 

                              સામે તટ પર ઉભેલો નક્સલી ફરી મિસાઇલ છોડવાની ગણતરીમાં લાગી રહ્યો હતો. તે ગીતાંજલી તરફ નિશાનો લઈ રહ્યો હતો. દેવર્ષીએ તેને ગોળી મારી. બીજા નક્સલીઓ જે નદીની પેલી બાજુ ઊભા હતા, તે જાડી-ઝાંખરામાં સંતાઈ ગયા. એકે RPG લઈ લીધું. એક નક્સલી દોરડાથી આ તરફ આવતો દેખાયો. તેને ગોળી મારતા દેવર્ષી બોલી:

“Ma’am they got RPG! On the otherside. We need to move! More and more are coming!” (મે’મ સામે તરફ તેમની પાસે આરપીજી છે. આપણે ચાલવું પડશે. વધુને વધુ લોકો આવી રહ્યા છે.)

“NO! દેવર્ષી, તું આરપીજીનું ધ્યાન રાખ. જો કોઈના હાથમાં દેખાય તો ફાયર કરજે!” ગીતાંજલી બોલી.

“Copied!”

 

                              ધાબા પરથી સ્નિગ્ધા વેરહાઉસ આસપાસ સંતાઈને બેસેલા નક્સલીઓને મારતી રહી. નક્સલીઓએ જગ્યા બદલી, નદીના પથરાઓ પાછળ, જાડ પાછળ અને વેરહાઉસની ભાંગેલી દીવાલ પાછળ સંતાવા લાગ્યા, જ્યાં સ્નાઇપરથી શુટ કરવું મુશ્કેલ હતું. સ્નિગ્ધા ઉપર આવી ત્યારે એક આદમી નીચે સાદા વેશમાં ઊભો હતો. એ માણસને તેણે સરકારી ક્વાટર્સ આગળ પણ જોયો હોય એવું લાગ્યું. તે આદમી કિપેડવાળા ફોનમાં હેન્ડ્સફ્રી ભરાવી વાત કરી રહ્યો હતો. સ્નિગ્ધાએ પાળીની જગ્યામાંથી જોયું, રિવોલ્વર કાઢી, સીડીઓ તરફ ગઈ અને બોલી: “ઓય દોગલા!” આદમીએ હેન્ડ્સફ્રીનો વાયર દાંતે ભરાયો હતો. કાનેથી હેન્ડ્સફ્રી હટાવી, તેણે ઉપર જોયું. સ્નિગ્ધાએ તેની છાતીમાં બે ગોળી ઉતારી દીધી. દેવર્ષીએ તેને જોઈ.

“કોને મારે છે?” તેણે પૂછ્યું.

“રામદયાલજી સાચું કહેતા હતા, નક્સલીઓને ગામ લોકોનો ઘણો સપોર્ટ હોય છે.” કહી સ્નિગ્ધા તેની જગ્યાએ પાછી આવી.

 

                              થોડીવાર બાદ ઈમેન્યુઅલ અને વેનના ડ્રાઈવર વિલાસરાવ આવ્યા. આવીને ત્રણને ઠાર કર્યા. બંને એકબીજાને સાંકેતિક ભાષામાં સૂચના આપી આગળ વધ્યા. પછી ગીતાંજલી પાસે આવતા તે બોલ્યો:

“મે’મ આપણે અહીંથી મુવ થવું પડશે, એ લોકો પાસે આરપીજી છે!”

“તું અહીંયા છે, તો ઝીમ ક્યાં છે?”

“એ વેનમાં.”

“એની સાથે કોણ છે?”

“કોય નહીં. હું અંદર લોક કરીને આવ્યો છું.”

“તારું મગજ-બગજ ખસી ગયું છે? એને ત્યાં એકલો મૂકીને તું આવી ગયો?” ગીતાંજલી ભડકી. ઈમેન્યુઅલ અનઉત્તર જોઈ રહ્યો. પશ્ચાદભૂમિમાં સામ-સામે ગોળીબાર થઈ રહ્યો હતો.

“અહીં આપણે જગ્યા ઓળખતા નથી, કોણ, ક્યાં કેવું છે? કોના પર વિશ્વાસ કરવો જોઈએ, એ નથી જાણતા અને તું એને ત્યાં એકલો મૂકીને આવતો રહ્યો!” ગીતાંજલી બોલી.

“હા, તો થોડીવારમાં પાછા જ જવું છે ને... અહીં વાર કેટલી? રિલેક્સ!” ઈમેન્યુઅલએ કહ્યું.

“તું પાછો જા! હજુ નક્સલીઓ નદીની પેલી બાજુથી આવ-આવ કરે છે. ખબર નહીં કેટલા હશે. રામદયાલજીને બેકઅપ લઈને આવતા સાત મિનિટ થશે. તું ઝીમની સાથે રે’ જા...!” ગીતાંજલીએ કહ્યું.

“પણ મે’મ અહીં મારી જરૂર પડશે.” ઈમેન્યુઅલ બોલ્યો.

“અરે નથી કોઈ જરૂર! તું જા ને!” ગીતાંજલીએ કહી દીધું.

 

                              ઈમેન્યુઅલ પાછો ગયો. ગીતાંજલીએ તેને વેન ચાલુ રાખવા કહ્યું. રામદયાલજીએ સચોટ સમય આપ્યો હતો. તેમણે ૭ મિનિટે બટાલિયન સાથે આવી ગયા. ૨૦ નક્સલીઓ વેરહાઉસ આસપાસ ભરાઈ બેસ્યા હતા. સૈન્યના જવાનોએ માર્ગથી અંદર આવતા ફાયરિંગ શરૂ કર્યું. ટપોટપ લાશો પડવા લાગી. રામદયાલજી ગીતાંજલી પાસે આવ્યા અને કહ્યું: “તમે લોકો નીકળો, સ્ક્વોડને લઈને તું જા, અમે અહીંથી સંભાળી લઈશું.”

“હેલી ક્યાં છે?”

“તમારે વેન લઈને ૬કી.મી. આગળ દેવડા વેલી ગંજ પાછળના મેદાનમાં જવું પડશે. ત્યાં હેલીકોપ્ટર તૈયાર છે.”

“અહીંથી એટલે બધે પાછા જવું રિસ્કી છે! એમાં પણ ઝીમ સાથે છે તો એનો જાન જોખમમાં ના મુકાય.” ગીતાંજલી બોલી. રામદયાલજી પણ એ દ્રષ્ટિથી વિચારવા લાગ્યા. તેમણે બીજો સુઝાવ આપ્યો:

“એક કામ કરો, વસાહતની પાછળ સિકરી ગાર્ડન છે. ત્યાં જતાં રો’ હું પાઇલટ સાથે વાત કરી લઉં છું.”

“એને આવતા કેટલી વાર લાગશે?” ગીતાંજલીએ પૂછ્યું.

“દસ મિનિટ પણ નહીં લાગે તમે નીકળો.”

“ના, ત્યાં સુધી અમે ડિફેન્ડ કરીશું.” ગીતાંજલી બોલી. રામદયાલજી અવાક બની જોઈ રહ્યા, પછી ફાયરિંગ કરવા લાગ્યા.

“દેવર્ષી, તું મેઇન રોડ આવી જા. હવે, ત્યાં સ્નાઇપરની જરૂર નથી.” ગીતાંજલી કહેતા પાછી ફરી.

“ઠીક છે.” દેવર્ષી સાવચેતીથી માર્ગ તરફ આવી.

 

                              ઈમેન્યુઅલ-ઝીમ વેનમાં બેઠા હતા, પશ્ચાદભૂમીમાં ગીત વાગી રહ્યું હતું “તેરા નામ લિયા... ઓઑઑઑઑ... તુજે યાદ કિયા!” ઝીમનો કોથળો પાછળ પડ્યો હતો. જેમાં સ્વર્ગસ્થ પિતાની ઓફિસનો અસબાબ પડ્યો હતો. તે ભારોભાર ઉદાસીમાં પડ્યો હતો. પહેલા પિતા, પછી ભાઈ-મા ગુમાવતા દુખોના વાદળ ત્રાટક્યા હોય એમ તેનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ ગયું હતું. રડવું અથવા ગુસ્સો કરવા કરતાં ચૂપ રહી તે બદલાની ભાવના મજબૂત બનાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ સીટ પર ઈમેન્યુઅલ બેઠો હતો. ખોળામાં M-16 બંદૂક પડી હતી. હાથમાં બે લોલિપોપ હતી. એક ઝીમ તરફ ધરી. ઝીમે ના પાડી.

 

                              આ તરફ સાતેક નક્સલી બચ્યા હતા, ચાર જવાન ઘાયલ થયા. હેલિકોપ્ટર આવતું દેખાયું. રામદયાલજી એક સૈનિકને ઉઠાવી ખડક પાછળ લાવ્યા. તેમણે ઉપર જોયું:

“ગીતાંજલી, જા હવે.”

“ઓકે. સ્નિગ્ધા, નીચે ઉતર. તું અને દેવર્ષી સિકરી ગાર્ડન પહોંચો.” ઉત્કર્ષ અને અરશ આગળ હતા. અરશ જવાનો સાથે મોખરે હતો. એક ખડક પાછળ તેઓ ઊભા હતા.

“અરશ પાછો વળ...!”

“યસ મે’મ!”

“ઉત્કર્ષ-યશવી ચાલો... મુવ મુવ!” ગીતાંજલી બોલી અને પાછી વળી.

 

                              હમણાં જે દુકાનેથી ઈમેન્યુઅલએ લોલિપોપ લીધી હતી. તેનું શટર પડી ગયું હતું. ગીતાંજલી ત્યાં પહોંચી. એની પાછળ-પાછળ જ ઉત્કર્ષ અને યશવી આવ્યા. ચાર ક્ષણ પછી અરશ આવ્યો. તેઓ દોડતા ગલીમાં ઘુસ્યાં. રસ્તો જોયો ન હતો પણ પૂછવાની જરૂર ન હતી, ત્યાંથી નીકળતો માર્ગ મોટા ભાગે બ્હાર તરફ જ જતો. રસ્તામાં દોડતા જતાં ગીતાંજલીએ ફોન નિકાળયો અને કોલ લગાવ્યો: “ઈમેન્યુઅલ, ઝીમને લઈને સિકરી ગાર્ડન પહોંચ! જલ્દી!”

“ઠીક છે.” તે બોલ્યો ઝીમ તરફ જોઈ, કહ્યું: “બીટા પાઇલટ! પ્લાન ચેન્જ્ડ! સિકરી ગાર્ડન જવાનું છે. રસ્તો જોયો છે?” કહેતા તે નીચે ઉતર્યો.

“પણ વેન લઈને જ જઈએ ને...” ઝિમે સુઝાવ આપ્યો. છેલ્લા અર્ધા કલાકમાં તે પ્રથમવાર સામેથી કઈક બોલ્યો હતો. તેનો ઉત્સાહ વધારવા ઈમેન્યુઅલ બોલ્યો: “એટલે જ, એટલે જ... તમે રડારમાં ન પકડાય એવું યંત્ર શોધી શકો છો! કારણ તમે સ્માર્ટ છો. કેવો ફટ્ટ દઈને યોગ્ય સુઝાવ આપી દીધો. આવું મને ના સૂઝયું હોત.” કહેતા તે પાછો વેનમાં બેઠો.

                              સિકરી બાગના મુખ્ય પ્રવેશદ્વારથી છ બંદૂકધારી આઇ.બી. અફસર અંદર પ્રવેશ્યા. ગાર્ડનમાં વચ્ચે મોકળા મેદાન જેવી જગ્યા હતી. વેન લઈને ઈમેન્યુઅલ બગીચા પાસે આવ્યો. ફટાફટ નીચે ઉતર્યો અને પાછળનો દરવાજો ખોલ્યો, તેની પાછળ-પાછળ ઝીમ પણ ગયો.

“મારા પપ્પાનો સામાન લેવો પડશે. ઘરેથી રિસર્ચના ડોક્યુમેન્ટ્સ અને મારા કપડાં લેવા જવું પડશે.” ઝીમ બોલ્યો.

“અરે યાર...!”

 

                              સ્ક્વોડ સેવન હેલિકોપ્ટરમાં બેસી ગઈ. ફક્ત ગીતાંજલી બ્હાર ઊભી હતી. સામાનનો કોથળો અને કીટ લઈ ઈમેન્યુઅલ અંદર આવતો દેખાયો, તેની સાથે ઝીમ પણ હતો. પાસે આવી તેણે ગીતાંજલીને કહ્યું:

“આ લોકો લીએનના વર્ક પાછળ આ હદ સુધી પડ્યા હોય તો તેના કામ અંગેના જરૂરી કાગળિયા અહીં મૂકવા અતિજોખમી કહેવાય. તમે લોકો હેલીમાં નીકળો. હું મિસ્ટર શાઓના ઘરે સામાન લેવા જાવ છું.”

“તો તું આવીશ કેવી રીતે?”

“એ તો હું જુગાડ કરી લઇશ કઈક! વેન છે મારી પાસે!” તે બોલ્યો.

“હું પણ જોડે આવીશ. તમારી સાથે” ઝીમ બોલ્યો.

“ના, તું આમની ભેગા જઈશ.”

“પણ મારે મારા કપડાં લેવાના છે.’ ઝિમે તેના આગળ દલીલ કરી.

“તારા કપડાં હું લેતો આવીશ અથવા તને નવા અપાવી દઇશું. ચિંતા ના કર!” ઈમેન્યુઅલ બોલ્યો, ગીતાંજલીને કહ્યું: “હું જવને મે’મ?”

“સારું, અહીંથી પહેલા રામદયાલજી પાસે જા, એમને હું કહી દવ છું તારી સાથે કોઈકને મોકલશે.” તે બોલી.

“ઠીક છે.” ઈમેન્યુઅલ બોલ્યો અને હેલિકોપ્ટરમાં વેરહાઉસથી લાવેલા સામાનનો કોથળો મૂક્યો.

“બેસ્ટ ઓફ લક! ઈમેન્યુઅલ!” દેવર્ષીએ કહ્યું.

“બેસ્ટ ઓફ લક ભાઈ!” અરશે કહ્યું.

“ઓલ ધી બેસ્ટ!” સ્નિગ્ધા-ઉત્કર્ષે કહ્યું.

“તારું ધ્યાન રાખજે!” યશવી બોલી.

“થેન્ક યુ ટિમ!” તે પાછો વળ્યો. વેનમાં બેસી તેણે રામદયાલજીને કોલ કર્યો:

“હલો, હા વિલાસરાવને રોડ પાસે મોકલજો હું વેન લઈને લેવા આવું છું.” તેણે અને વિલાસરાવે વેરહાઉસ આવીને તરત ત્રણ જણને માર્યા અને સુરક્ષિત કવર લેવામાં સફળ રહ્યા હતા. એકબીજાને સાંકેતિક ભાષામાં સમજાવી તેઓ આગળ વધ્યા હતા. ઈમેન્યુઅલને વિલાસરાવ સાથે ફાવી ગયું હતું માટે તે એને સાથે લઈ જવા માંગતો હતો.

“વિલાસરાવ આગળ છે. હું બીજાને મોકલું છું.” રામદયાલજી બોલ્યા. તેમની બાજુમાં વિલાસરાવની લાશ પડી હતી.

 

                              હેલિકોપ્ટરે ઉડાના ભરી. નદી તરફથી તેઓ પસાર થયા. ઝીમ, સ્નિગ્ધા ગીતાંજલી અને ઉત્કર્ષ નીચે જોઈ રહ્યા. ભડકે બળતું વેરહાઉસ દેખાયું, સામ-સામે એકબીજા પર ગોળીઓ વરસાવતા માનવીઓના ટોળાં દેખાયા. માણસના જીવનનું મૂલ્ય અહીં કેટલું નગણ્ય હતું. વગર કોઈ બીજા વિચારે બંદૂકમાંથી ગોળી છૂટતી અને સામે માણસની છાતીમાં લોહીનો ધબ્બો ઉપસાવતી. એક નિર્દોષ મા-પુત્રએ જીવ ગુમાવ્યો હતો. જો આવી ભયાનકતાની લીએને કલ્પના કરી હોત તો તે ક્યારેય એવી શોધ કરત જ નહીં. માનવી હેવાન બની અન્યને નિર્દયતાથી મારવા સુધી આવી જાય. આવી બાબત માટે કારણભૂત બનવા જોગ ઠીક ના લાગ્યું હોત. ક્યાંક વાંચ્યું હતું, ખરેખર સાચું હતું: ‘અતિજ્ઞાન વિનાશકારક બની જાય છે.’ હેલિકોપ્ટરમાં સન્નાટો છવાઈ ગયો.

 

                               પાંચ નક્સલીઓ જીવતા રહ્યા હતા, એકે હેલિકોપ્ટર જતાં ભાળ્યું. તેનાથી થોડે દૂર ડર્ટબાઇક પડ્યું હતું. તે દોડતો ડર્ટબાઇક પર સવાર થયો. સૈન્યએ એના તરફ ગોળીબાર શરૂ કર્યો. ગમે તેમ વગર ઇજાએ તે નક્સલી બાઇક ચાલુ કરવામાં સફળ રહ્યો. તે આગળ ગયો, હાથમાં મશીનગન હતી, તેણે હેલિકોપ્ટર પર નિશાનો સાધ્યો. ટ્રિગર દબાવે એ પહેલા ત્રણ જવાનોએ ૧૨ ગોળીઓ છોડી મૂકી. અર્ધી ક્ષણથી ઓછા સમયમાં ૧૨ ગોળીઓ તે નક્સલીના બરડામાં ઘૂંસી! એક સાથે બાર ગોળીઓએ તેના શરીરમાંથી આત્મા ખલાસ કરી નાખી. ડર્ટબાઇક ગતિમાં હતું, તે નીચે પડ્યો અને બાઇક સાથે કાંકરામાં ઢસડાયો.

 

                              બે સૈનિક માર્ગ પાસે ઊભા હતા, તેમને બેસાડી ઈમેન્યુઅલ શાઓના ઘર તરફ નીકળ્યો. રામદયાલજીએ કોલ કરી ઘરે જણાવી દીધું હતું. નાનુબેન અગત્યના કાગળ ભેગા કરી એક બોક્સમાં મૂકવા લાગ્યા. ઈમેન્યુઅલ વેન લઈ ઘરે પહોંચ્યો. પવનવેગે અંદર ધસ્યો, ફટાફટ ફાઇલનાં થોકડા બોક્સમાં ભર્યા અને સુસવાટા જેમ ઘરની બ્હાર નીકળી ગયો.

 

                              પંદર મિનિટ બાદ વેરહાઉસ આગળ ચાલતા ગોળીઓનો કકળાટ બંધ થયો. સર્વ નક્સલીઓ માર્યા ગયા હતા. પાંચ જવાન શહીદ થયા. ઈમેન્યુઅલ ઘણો આગળ આવી નીકળી ગયો હતો. પર્વતોના સર્પાકાર રસ્તા પર તીખા વળાંક આવતા. બંને અફસર(એક આગળ-બીજો પાછળ) એકાગ્રતાથી રસ્તો જોઈ રહ્યા હતા કે ક્યાંક આ ગાડી ઊંધી ના કરી દે.

“આ વળાંક બોવ ડેંજરસ છે.” બાજુવાળા અફસર સામે જોઈ તે બોલ્યો.

“હા.” રસ્તા સામે ગંભીરતાથી જોઈ રહેતા અફસરે કહ્યું.

“અહીંથી એરપોર્ટ કેટલું દૂર છે?” ઈમેન્યુઅલએ પૂછ્યું.

“અહીંથી... ૧૯૦ કિલોમીટર.” પાછળ બેસેલો અફસર બોલ્યો.

“શું વાત કરો છો!?! ૮-૧૦ કલાક જશે પહોંચતા?” આશ્ચર્ય સાથે તે બોલ્યો. સ્ક્વોડથી છૂટા પડવાનો હવે રંજ થવા લાગ્યો.

“ના, ના. ગાડીમાં ૭:૩૦ કલાક થાય.” પાછળ બેસેલા અફસરે કહ્યું: “જોવો, આ ગૂગલ મેપમાં બતાવે છે.”

“હા, કારણ ગુગલમેપમાં હોલ્ટ પાડીએ ના દેખાયને...” ઈમેન્યુઅલ બોલ્યો.

“તો આપડે ક્યાં હોલ્ટ પાડવો છે?” તે બોલ્યો.

 

                              આ સાંભળી ઈમેન્યુઅલના મોતિયા મરી ગયા. મનમાં વિચારવા લાગ્યો કેવી રીતે ૮ કલાક આ બે ધીમા મગજના મનુષ્યો સાથે નીકળશે? તેણે રેડિયો ચાલુ કર્યો. ચાહીને પણ તે તેજ ગતિથી જઈ શકતો ન હતો, કારણ તીક્ષ્ણ વળાંક દર અર્ધી મિનિટે આવી રહ્યા હતા. થોડીવાર બાદ ગીતાંજલીનો કોલ આવ્યો, તેને મનમાં થયું હાશ! થોડીવાર મેડમ સાથે લવારી કરી, સમય પસાર થઈ જશે. તેણે ફોન ઉપાડયો:

“હલો...”

“હેલો મે’મ બધુ ઠીકઠાક?”

“હા, ઈમેન્યુઅલ અમે સેફ છીએ. તું કેટલે પહોંચ્યો?”

“મે’મ રસ્તાનો ક્યાં અંત હોય છે. રસ્તા તો અનંત હોય છે. હું રસ્તામાં છું.”

“વાહ! ફિલોસોફર બાબા! સાંભળ હવે...”

“ફરમાવો...”

“તિબેટીયન ઘાટિ પછી, કાગુત્સિ ગામ આવશે. ૩૦ કિલોમીટર નીચે ઊતરશો પછી. ત્યાં અમે હેલી ઊભું રાખ્યું છે. તું ત્યાં આવી જા.”

“ખરેખર? મારા માટે તમે ઊભા રહ્યા?” તે આનંદથી ચકિત થઈ ગયો.

“હા, તારા માટે.” તે બોલી.

“Awwww! થેંક્યું થેંક્યું!” ખુશ થતાં તે બોલ્યો.

“હમ્મ, ધ્યાનથી આવજે.”

“ઓકે.” કહી તેણે ફોન મૂક્યો અને ઉત્સાહી ૧૪ વર્ષીય તરૂણી જેમ ‘યસ! યસ!’ બૂમ પાડી ડ્રાઇવિંગ સીટ પર ઊછળી પડ્યો.

 

                              ઈમેન્યુઅલ રાજી થયો. તેણે બંને અફસરોને જાણકારી આપી. તેઓએ પણ કૃત્રિમ હર્ષ દર્શાવ્યો. બંને જાણતા હતા એને ત્યાં ઉતારી વેન લઈ પાછા વળવાનું હતું. દોઢ કલાકે તેઓ કાગુત્સિ ગામ પહોંચ્યા. એક નાના ઢાબાએ વિસામો રાખ્યો હતો. પાઇલટ, ગીતાંજલી અને સ્ક્વોડ સભ્યો ખાટ પર બેસી ચા પી રહ્યા હતા. ઈમેન્યુઅલ આવીને સૌને મળ્યો. દરેકે તેને આવકાર્યો, સિવાય યશવી. તે ચૂપચાપ તેની ચા પીતી રહી. ઈમેન્યુઅલ ચાનો કપ લઈ તેની પાસે આવ્યો. યશવી તેને અવગણી રહી હતી. તેને થોડા દૂર બાજુમાં આવવા કહ્યું. બંને અલગ ખાટ પર બેઠા.

“યશવી, તું મારાથી નારાજ છે?”

“કઈ વાતથી?”

“મને વાત ખબર હોત તો, મેં ક્યારેય એવું કઈ કર્યું જ ન હોત, જેનાથી તું નારાજ થા.” ચાની ચૂસકી મારતા તે બોલ્યો. યશવીએ તેની સામે જોયું અને પછી નીચે જોઈ રહી. બે ક્ષણ બાદ બોલી:

“આમ, બધી છોકરીઓ જોડે ફ્લર્ટિંગ કરતો હોય છે અને પાછો મને પૂછે છે!” તેને જે વાતથી તકલીફ હતી એ બ્હાર ન લાવી શકી.

“કોણ બધી યાર? ગીતાંજલી મે’મ જોડે ક્યારેક મજાક કરું છું અને એ પણ ટાઈમપાસ માટે. મને એમ કે તું એટલું સમજતી હઇશ.”

“એવું સારું લાગે છે?” યશવીએ પૂછ્યું.

“યાર, તું કેવી વાત કરે છે. એ મજાક હોય છે, બધાને ખબર છે. મેડમને પણ ખબર છે.”

“બધાને એમ જ લાગે છે તું મારી જોડે પણ એમ જ કરી રહ્યો છે...ટાઇમપાસ!”

“સારું, તો શું કરું? બંધ કરી દવ એની જોડે મજાક કરવાનું?”

“હું કોણ તને કે’વાવાળી?”

“તું કેવી વાત કરે છે યાર...”

‘તને જેમ ગમે એમ કર! આપડે કમિટેડ થોડી છીએ? કે ના હું તારી ઘરવાળી છું!”

“સારું. નહીં કરું એની સાથે મજાક! બસ! રિલેક્સ યાર.”

“હું રિલેક્સ જ છું.” તે બોલી.

“ઓકે.” ઈમેન્યુઅલએ કહ્યું, તેની સામે જોઈ રહ્યો. યશવી ગંભીર મુદ્રામાં બેઠી હતી.

“હસ હવે...” ઈમેન્યુઅલ બોલ્યો. યશવીએ કૃત્રિમ હાસ્ય કર્યું.

“’ને મેડમ મને પઝેસિવ કેય છે!” ચા પતાવી તે ઊભો થયો અને શૌચાલય તરફ ચાલવા લાગ્યો.

 

                              ફ્રેશ થઈ, રૂમાલથી મો લૂછતો બ્હાર આવ્યો ત્યારે સ્નિગ્ધા યશવી પાસે બેસી હતી. યશવીએ ગઇકાલે ઈમેન્યુઅલના કક્ષમાં જે થયું એ જણાવ્યુ. તે આવ્યો એટલે બંને ચૂપ થઈ ગયા. સ્નિગ્ધા ત્યાંથી જતી રહી. સ્ક્વોડ અને ઝીમ ટોળું વળી પાઇલટની શૌર્ય વાતો સાંભળી રહ્યા હતા. ગીતાંજલી એક ખૂણામાં ફોન પર કોઈકની સાથે વાત કરી રહી હતી.

“શું થયું?” ઈમેન્યુઅલએ પૂછ્યું.

“સારું, હું પણ ઓનેસ્ટ્લિ કહી દવ, મને કઈ બાબતથી પ્રોબલમ છે.”

“ઓકે...”

“હું એટલા માટે નારાજ છું કારણ ગઇકાલે રાત્રે તે મને જે કહ્યું એનાથી હર્ટ થયું મને...” તે બોલી.

“ક્યારે?”

“જમ્યા પહેલા, તારા રૂમમાં.”

“ઓહ યશૂ, મારે પણ તને એ વાત કરવી છે. એ રાઝ મેં કોઈને કીધું નથી.”

“શું?”

“કાલે આપડે બજારમાં ગયા, ત્યારે ટીશર્ટની દુકાનવાળા પાસેથી મેં વિડનું અડ્રેસ લીધું. એમ વિચારી કે પહાડી વિસ્તારમાં આવ્યા છીએ તો મગજ હળવું થાય. તમે ખરીદી કરી રહ્યા હતા, બજારમાં ત્યારે હું વિડ લેવા ગયો હતો. તેણે મને જે અડ્રેસ લખાવ્યું, એ કોઈ વિડવાળાનું નહીં પણ એક તાંત્રિક સાધ્વીનું હતું. તેણે મને એક પડીકી આપી, એ ખાધા પછી શું થયું મને કઈ યાદ નથી.”

“તો તું મિશનમાં આવ્યો ત્યારે નશામાં હતો?”

“શસસસ! ધીમે બોલ. હા.. પણ એ ડ્રગ્સથી ફાયદો થયો આપડને, મારી સ્મેલિંગ સેન્સ એકદમ પાવરફૂલ થઈ ગઈ. જે આપડા માટે યૂઝફૂલ બની અને...”

“તો સાધ્વીએ તને મફતમાં એવું ગજબનું ડ્રગ્સ આપ્યું?” યશવીએ પૂછ્યું. ઈમેન્યુઅલ અવાક બન્યો. બોલતા અચકાયો, અવઢવમાં મુકાયો, સત્ય કહેવું કે નહીં? યશવી તેને જોઈ રહી.

“તને વિશ્વાસ નહીં આવે, એની ફી કેવી હતી...” કહેતા તે ફિક્કું હસ્યો.

“કેવી?” યશવીએ પૂછ્યું.

“જો તું ગુસ્સે ના થતી. હું સાચું કહું છું. આપડે રિલેશનમાં આવતા પહેલા જ ઓનેસ્ટી રાખવી જોઈએ.”

“હા પણ એની ફી શું હતી, એ બોલને...” તેણે કહ્યું. ઈમેન્યુઅલએ સત્ય જણાવ્યુ. તે સાંભળી યશવી પર વજ્રઘાત પડ્યો હોય એમ સ્તબ્ધ થઈ, રોષે ભરાઈ, બોલી:

“તું આટલો...(આગળ શું કહેવું તે સમજ ના પડી) તું ગાંડો છે? મગજ નથી ચાલતું તારું?”

“અરે એ જગ્યા જ એવી માયાવી હતી, જાણે એણે મને વશમાં કરી લીધો હોય એવું લાગ્યું.”

“તો એના બ્રેસ્ટમાં માથું નાખ્યું તે, ત્યારે એનું વશીકરણ ના હાલ્યું?” યશવી બોલી.

ઈમેન્યુઅલ પાસે કોઈ જવાબ ન હતો, તે ચૂપ થઈ ગયો.

“ગોડ! તું કેટલો નિંચ છે! મને મારા પર ચીતરી ચડે છે, મેં તને મને ટચ કરવા દીધું.” યશવી બોલી.

“તે મને ટચ કરવા દીધું? ક્યારે? અચ્છા તું હમડા બોલી મારા રૂમ પર આવી ત્યારે? શું થયું હતું કે’ને મને...” કહેતા ઈમેન્યુઅલ ખાટમાં તેની નજીક આવ્યો.

“દૂર જા તું મારાથી સાલા FREAK!” કહેતા યશવી સહેજ પાછળ ખસી.

“યશૂ સોરી યાર! મને ખરેખર કઈ ભાન ન હતું ગઇકાલે શું થયું.” કહેતા ઈમેન્યુઅલ પાછળ ખસ્યો.

“તું ભાડમાં જા!” યશવી ઊભી થઈ ચાલવા લાગી. ઈમેન્યુઅલએ તેને રોકી.

“યશૂ મેં ઈમાનદારીથી જે હતું, તને કહી દીધું... હું શું બોલ્યો? મેં શું કર્યું? એમાં મારા મગજનું નિયંત્રણ ન હતું.”

“ફિલિંગ્સ માટે દિમાગ વાપરવાની જરૂર ના પડે ઈમેન્યુઅલ. એ દિલથી નીકળે. અને તારી ફિલિંગ કઈ દિશામાં નીકળી રહી છે મને ખબર પડી ગઈ છે.” તે ત્યાંથી ચાલતી જતી રહી.

“યશવી ઊભી રે’ વાત પતાવીને જા.” ઈમેન્યુઅલ બોલ્યો. યશવી ઊભી રહી. તે એની પાસે ગયો: “તું યાર... શું કરવું છે હવે?” ચાર ક્ષણ વિચારી તે બોલી:

“ચલ માની લઈએ, તે જે કહ્યું, કર્યું એ એક એક્સિડેંટ હતું પણ મને એક વાતનો જવાબ આપ...”

“હા, પૂછ.”

“તારે એક છોકરીમાં શું જોઈએ? શું હોવું જોઈએ?”

“સ્વીટી, તું સર્વ ગુણ સંપન્ન છો. તારા સિવાય કઈ નથી જોઈતું મારે.”

“ના, તારા મનની ઈચ્છા કહી દે. લાઈક ગઇકાલે તારું મગજ કામ ન હતું કરતું, હવે કરે છે. તો દિલથી કહી દે શું જોઈએ છે તારે એક છોકરીમાં? કેવા એના બ્રેસ્ટ્સ હોવા જોઈએ? કેવી થાઈસ? ફિગર?” યશવીએ પૂછ્યું. ઈમેન્યુઅલ મૂંઝવાયો.

 

                              આ બધુ સાંભળી તેની એકાએક નજર ફોન પર વાત કરી રહેલી ગીતાંજલી પર પડી. તેણે નીચેથી લઈને ઉપર સુધી એને જોઈ. યશવીએ તે જોયું, આશ્ચર્યથી તેનું મો પહોળું થયું. તેણે બંને હાથ મોઢા પર મૂક્યા. મનમાં બધી કડીઓ ગોઠવવા લાગી. પ્રથમ દિવસે આવીને મિટિંગરૂમમાં બધા સામે ગીતાંજલીની તારીફોના ફૂલ બાંધવા, બધી જગ્યાએ એની સાથે ફ્લર્ટિંગ કરવું અને અત્યારે પૂછવા પર તેની સામે જોવું. યશવીને જવાબ મળી ગયો. ઈમેન્યુઅલએ તેની સામે જોયું: “નો, નો... હું એટલે એની સામે ન હતો જોતો. તે ક્યારની ફોન પર વાત કરી રહી છે, તો વિચારતો હતો કઈ નવી અપડેટ આવી હશે કે શું?”

“મને પાગલ બનાવાનો પ્રયત્ન ના કર. હવે તો ક્લિયર થઈ ગયું ને, તારા મનમાં શું છે...” કહી યશવી ચાલવા લાગી.

“યશવી, તું બરાબર છો. વેઇટ! તારા બ્રેસ્ટ્સ એકદમ સરસ છે! Wow! ઊભી રે’ યાર.” તેને રોકવાનો પ્રયત્ન કરતાં પાછળ ચાલતા તે બોલી રહ્યો.

“શટ અપ!” તે બોલી.

                              સ્ક્વોડ સભ્યો પાઇલટની વાર્તા સાંભળી રહ્યા હતા. ઝીમને પણ રસ પડ્યો હતો. યશવી સ્નિગ્ધા પાસે બેસી. બંનેએ એકબીજાને અમસ્તું સ્મિત આપ્યું. ઈમેન્યુઅલ અરશ પાસે બેસ્યો, તેણે યશવી સામે જોયું. યશવીએ તેને ધિક્કારતા નજર ફેરવી. તેનો ચહેરો લાલપીળો થઈ ગયો, હોઠ ખુન્નસતાના કારણે ફફડી રહ્યા. ગીતાંજલી વાત પતાવી પાછી આવી.

“સ્ક્વોડ ગુડ ન્યૂઝ છે!”

“વાહ!” અરશ બોલ્યો.

“નાઇસ!” દેવર્ષી બબડી. સૌ ગીતાંજલી સામે જોઈ રહ્યા.

“દિલ્લી જવાનું કેન્સલ થયું છે. એરપોર્ટથી સીધા આપડે અમદાવાદ જઈશું.”

“અરે વાહ! આ તો ખરેખર સારા ગુડ ન્યૂઝ છે!” સ્નિગ્ધા બોલી.

“ચાલો તો બધા ફટફટ હેલીમાં ચઢો. હજી દોઢ કલાક લાગશે એરપોર્ટ પહોંચતા.”

“ઊભા રહો! ત્યાં મારે શું કરવાનું?” ઝિમે પૂછ્યું.

“હમ્મ... તારા માટે એક બહુ સરસ જગ્યા શોધી રાખી છે, તને ત્યાં બહુ મજા આવશે.” તે બોલી. ઝીમ ઉદાસભાવે ઊભો થયો.

“ચલો!” સ્નેહ અને ઉત્સાહથી ગીતાંજલી બોલી. સૌ ચૂપચાપ મેદાનમાં ગયા. હેલિકોપ્ટરમાં બેઠા. સફર ચાલુ થયો.

 

                              એરપોર્ટથી તેઓ અમદાવાદ માટે નીકળ્યા ત્યારે બપોરના અઢી વાગ્યા હતા. પ્લેન પ્રાઈવેટ હતું. ઈમેન્યુઅલ યશવીને મનાવા પ્રયત્ન કરી રહ્યો પણ તેને ખરેખર દુખ લાગ્યું હતું. એટલે નહીં કે તેને હવે એ નાપસંદ પડવા લાગ્યો હતો. એટલે કે ઈમેન્યુઅલને મનથી તો ગીતાંજલી જ પસંદ હતી. કેવી રીતે તે એને સ્વીકારે?

 

                              સુરક્ષિત સૌ અમદાવાદ આવ્યા. ટાવર-II 11માં માળે લીએનની બધી ફાઇલ્સ રાખવામા આવી. ગાંધીનગર સચિવાલયમાં ગૃહમંત્રી સાથે મંત્રણા થઈ, ઝીમને ગુજરાત સરકારને સોંપવામાં આવ્યો. અન્ય ગુપ્ત સંસ્થાએ તેની જવાબદારી લીધી.

 

*

 

                              પાછા આવ્યા બાદ બધુ સામાન્ય જ હતું. સ્ક્વોડ સેવન એકબીજાની નજીક આવી. યશવી-ઈમેન્યુઅલ કામ સિવાય એકબીજાને ન હતા બોલાવતા. સૌને આ વાત હતાશ કરી રહી હતી. તે બંને સાથે સારા લાગતા હતા. ગીતાંજલી પણ તે બંને માટે ખુશ હતી પણ ઈમેન્યુઅલના મજાકીયા સ્વભાવે વણવિકસેલો તેનો અને યશવિનો સંબંધ, ગર્ભમાં મારી નાખવામાં આવે એમ સંબંધની બાળહત્યા કરી નાખી. ઈમેન્યુઅલ ગીતાંજલી સાથે ફ્લર્ટિંગ કરતો, ઓફિસમાં અન્ય સહકર્મી યુવતીઓ સાથે પણ એવું કરતો.

 

                              યશવી સમજી ગઈ, ઈમેન્યુઅલ તેની પ્રકૃતિ નહીં છોડી શકે. માટે તેણે નોકરી છોડી દીધી. તેના રાજીનામાંના સમાચાર મળતા તે ચોંકી ગયો, યશવીને મનાવા ગયો. તેને સમજાવી, તેને રોકવા ખાતર તે જેમ કહેશે એમ કરશે, એ જેમ કહેશે એમ કરવા સહમત થયો. અન્ય કોઈ યુવતી સામે નહીં જોવે ત્યાં સુધી બાહેંધરી આપી. જવાબમાં યશવીએ કહ્યું:

“હું તારા કારણે નથી જઈ રહી. મારા મમ્મી-પપ્પા મને કેનેડા મોકલી રહ્યા છે. ત્યાં છોકરો શોધી રાખ્યો છે. હું એની સાથે લગ્ન કરવાની છું.”

“Wow! તું ખુશ છે?” તેણે પૂછ્યું.

“હાસ્તો, એટલે તો જઈ રહી છું.”

“તું મારૂ દિલ તોડીને જઈ રહી છું યશવી, મેં મારો ઇગો, મારી સેલ્ફ રિસ્પેક્ટ બાજુમાં મૂકી આપણો સંબંધ સાચવવા પ્રત્ન કર્યો, એનું તું મને આ ફળ આપી રહી છું?”

“આપડો કોઈ સંબંધ હતો જ નહીં ઈમેન્યુઅલ. કોઈ તને પૂછે હું તારી કોણ તો તું શું જવાબ આપીશ? આપડું કોઈ ફ્યુચર નથી કે ક્યારેય હતું પણ નહીં.”

“જો તને તારા ભવિષ્યની ચિંતા હોય તો હું તને નહીં રોકું. હું તો આ પળનો રહેવાસી છું. આ ક્ષણમા જીવનારો. આવતી કાલે શું થશે? એ હું આવતી કાલે સવારે દાંત સાફ કરતાં વિચારીને જીવવાવાળો માણસ છું.”

“મને ખબર છે, ચિંતા ના કર. જે ઈમેન્યુઅલને હું ઓળખું છું એનું દિલ બોવ મોટું છે, મારા પછી બીજી કો’ક એમાં આવી જશે. આપડી વચ્ચે એમ પણ ક્યાં એટલું અફેક્સન હતું.”

“તું હજુ પણ ખોટું વિચારી રહી છું. એ દિવસે પણ તું ખોટું વિચારી રહી હતી. બ્રેસ્ટ્સની સાઇઝથી કે અટ્રેક્ટિવ બોડીથી અને વ્યક્તિ સાથે સેક્સ કરવાને તું અફેક્સન સમજતી હોવ તો તું ખોટી છું...”

“એવું નથી બકા...”

“એવું છે, મને એવું લાગે છે, તારા ડીસીજન તું જોઈ લે. તને લાગ્યું મેં તારી અને ગીતાંજલીની બોડી સરખાવી એટલે તે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. સાંભળ યશવી, બોડી તો આજે છે અને કાલે ચૂસાઈ જશે. હું એવા ક્ષણિક આનંદ માટે તને ના ગુમાવત.

 

                              તને જે ડર લાગતો હતો, કે હું તારા બદલે એવી કોઈ છોકરીને પસંદ કરીશ... Who have bigger breasts, bigger thighs than… you’re wrong! મેં એ યશવીને પસંદ કરી હતી જે સ્માર્ટ અપરોચ ધરાવતી હતી. જે આવી પડેલી સમસ્યાનું અનુકૂળ નિવારણ લાવતી. મને એ યશવી પસંદ છે, જે સાલિ દુશ્મન દેશમાં જઈ નક્સલીઓને મારતી હતી.”

“અચ્છા, વાંધો નય! આપડી સ્ક્વોડમાં મારા જેવી બીજી બે છે ‘ને કદાચ ત્રણ પણ. ત્યાં ટ્રાય કરી જો!”

“તું ફરી ઊંધું સમજે છે! તું કેમ વાત સમજતી નથી મારી?”

“ઈમેન્યુઅલ રિલેક્સ યાર. તારી અફેક્સનની વ્યાખ્યા જુદી છે, મારી જુદી છે. આપણે પેરેલલ લાઇન જેવા છીએ. સાથે રહ્યા પણ એકબીજા માટે નથી બન્યા. ટેક કેર!” કહેતા યશવી પેન્ટ્રીમાંથી ચાલતી થઈ. ઈમેન્યુઅલ તેની પાછળ ગયો અને તેને વળગી પડ્યો. આ ક્ષણ બંને માટે પીડાદાયક હતી. કાશ, એકમેકના મતભેદ ઉકેલી સાથે રહી શક્યા હોત. તે યશવીને જવા દેવા ન હતો માંગતો. યશવીએ તેનો હાથ હટાવ્યો, સીધી ફરી અને કહ્યું: “ગુડ બાય.” ઈમેન્યુઅલ ભાવવિભોર થઈ ગયો: “ફેરવેલ માય લવ!”

 

*

 

                              યશવિના ગયા બાદ પંદર દિવસ ઈમેન્યુઅલ દુખીયરો બની રહ્યો. સ્નિગ્ધાએ ઓફિસમાં વાત ફેલાવી કે તેને ગીતાંજલી ગમતી હતી, માટે તેણે યશવીને જવા દીધી. સૌએ આ વાતને વેગ આપ્યો. ગીતાંજલી ઈમેન્યુઅલનું મન હળવું કરવા તેની સાથે સારી રીતે વાત કરવા લાગી. તે ઈમેન્યુઅલ સાથે ચા પીવા જતી, ક્યારેક સાથે જમતા, એબીજા સાથે હસી-મજાક કરતાં. તે અરશ-ઈમેન્યુઅલ એકવાર સરખા રંગના કપડાં પહેરીને ફરવા પણ જઈ આવ્યા. સાથે ફોટા પડાવ્યા. ઈમેન્યુઅલને એ ફોટા પ્રત્યે આકર્ષણ વધી ગયું. ગીતાજલી સ્મિત સાથે તેને બોલાવતી.

 

                              સૌએ કહ્યું તેણે ગીતાંજલીને પ્રપોઝ કરવું જોઈએ. તે એનામાં ખૂબ જ રસ દાખવી રહી છે. આટલા પ્રેમથી ભાગ્યે જ તે કોઈકની સાથે વાત કરતી. અરશે ભાર આપી તેને કહ્યું: “ગીતાંજલીને ના ગુમાવ! યશવીના ગયા બાદ તારા ચહેરાનો રંગ ઊડી ગયો હતો. માંડ માંડ બધુ સારું થયું છે. તું ગીતાંજલીને વાત કર જા!”

“ખબર નહીં યાર… તમે કેમ આટલા સ્યોર છો? હું એવું વિચારું તો ડરી જાવ છું. ‘ને ડરવાના બે કારણ છે. એક તો કેવું વિચિત્ર લાગે, એ મારી સિનિયર છે અને બીજું હું એના લેવલનો છું નહીં.”

“કેવું લેવલ?” અરશે પૂછ્યું.

 જેમ કે એનું લેવલ આરવસર સ્માર્ટ છે, હેન્ડસમ છે...”

“તું પણ બધી રીતે સ્માર્ટ અને અને ઓલમોસ્ટ હેન્ડસમ લાગુ છું!” અરશ બોલ્યો.

“અરે પણ એટલું નહીં. એ બંને સરખા લેવલ પર છે. એમની વચ્ચે ટ્યુનિંગ છે. તે ક્યારેય ગીતાંજલીને મારા ડેસ્ક પર જોઈ છે?”

બે ક્ષણ વિચારી:“ના.”

“હું હંમેશા તેના ડેસ્ક પર જાવ છું. ત્યારે એ મારી સાથે વાત કરે. આરવસરના ડેસ્ક પર તે સ્વેચ્છાએ જાય અને ખૂલીને વાત કરે એમના જોડે. તે એવું મારી સાથે ક્યારેય નથી કરતી.”

 

                              મનમાં તેને આરવની ઈર્ષ્યા થઈ આવી. કાશ હું, જીવનમાં આરવ બન્યો હોત તો કદાચ ગીતાંજલી મારો સ્વીકાર કરી લેત. ભવિષ્યમાં પ્રયત્ન કરીશું ઊંચી પોસ્ટ પર પહોંચવાનો. ત્યારે પ્રયત્ન કરીશું. એના કાબિલ થવાય તો. બીજો એક મહિનો એમ જ પસાર થયો. ઈમેન્યુઅલને લાગ્યું હવે તેણે દિલની વાત કરી દેવી જોઈએ. ક્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાવું? તે ગીતાંજલી પાસે ગયો.

“ગીત...”

“હા, ઈમેન્યુઅલ બોલ.” કમ્પ્યુટરમાં કામ કરતાં-કરતાં તેણે કહ્યું.

“મારે આજે મારા દિલની વાત કહેવી છે, એક બહુ જ ઇમ્પોર્ટેંટ વાત.”

 

                              મિટિંગરૂમના દરવાજનો અવાજ આવ્યો. રોનાલ્ડ-વૃશ્વિક ભંવર કશીક ચર્ચા કરતાં બ્હાર આવ્યા. રોનાલ્ડે સૌને આગળ આવવા કહ્યું, સૌને ભેગા કર્યા. ભંવરે ગીતાંજલીને બોલાવી અને દોઢ મહિનાથી છુપાવી રાખેલો તેમનો પ્રેમસંબંધ જણાવ્યો અને આવતા મહિનાની લગ્નની તારીખ જાહેર કરી. સૌએ તાળીઓ પાડી અને બંનેને અભિવાદન આપ્યું. બધાને મળી તે પાછી આવી:

“હા બોલ, ઈમેન્યુઅલ શું છે તારી એ ઇમ્પોર્ટેંટ વાત?”

ઈમેન્યુઅલ તેને જોઈ રહ્યો: “કશું નહીં, ફેરવેલ માય લવ!” કહેતા તેને હસ્તધૂનન કરી ઊભો થયો, ચાલવા લાગ્યો.

 

                              મેં હંમેશા સૌને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં જઉં ત્યાં બધાને હસાવા, આનંદ આપવા પ્રયત્ન કર્યો છે. તો પણ મારી સાથે કેમ આવું થાય છે? પહેલા યશવી, પછી ગીતાંજલી. કેમ જેને સૌથી વધારે ઈચ્છું છું એ જ પીડા આપે છે? કેમ મારા હ્રદય પર ઘાત પર ઘાત પાડી રહ્યા છે. ગીતાંજલીએ મને સંભાળી લેવો જોઈતો હતો. યશવી પછી તે રાખતી હતી મને, હવે તો એ પણ ચાલી ગઈ.

 

                              મેં એને મારા દિલની વાત જણાવી દીધી હોત તો તેનો શું જવાબ હોત? ઈમેન્યુઅલ વિચારતો રહ્યો. ગીતાંજલીના મનમાં શું હતું એ જણાવા પછી તે આ દુનિયામાં રહી ન હતી. ગીતાંજલીનો તેના પ્રત્યેનો સ્નેહ તેની દુર્દશા વધારતો. તે તક ગુમાવી ચૂક્યો હતો. બંને વખતે. યશવી અને ગીતાંજલી. રહી હતી તો ખાલી તેની મજાક કરવાની ટેવ. જે છોકરીઓ સાથે વાત કરી દિલના જખમો ઢાંકવાનું કામ કરતી. સમયસર તક હાંસિલ નહીં કરવાને કારણે રોજ રાત અવઢવમાં પસાર કરતો. ગીતાંજલીને દિલની વાત કહી દીધી હોત તો શું તે હા પાડત? ના પાડત? હા પાડત? ના પાડત?

 

*

 

“મેં એને ખુશ રાખવા કઇપણ કર્યું હોત... પણ અમારી વચ્ચે એક અંતર વધી ગયું હતું. ખબર નહીં કેવી રીતે?” વૃશ્વિક ભંવર બોલ્યો. તેના બેડરૂમમાં કાઉચ પર તે બેઠો હતો. તેની ઉપર તૃપ્તિ બેસી હતી. બંને એકબીજાની ઘણા નજીક હતા. રાતના ૧૨:૩૦ થવા આવ્યા હતા.

                              તૃપ્તિ કેપ્ટન વૃશ્વિકને મનોમન ચાહતી હતી પણ કેપ્ટનને ગીતાંજલી પસંદ આવી, જેથી તૃપ્તિની મનની મનમાં જ રહી ગઈ. એ દિવસથી તેને ગીતાંજલી પ્રત્યે અણગમો થઈ ગયો હતો પણ તે બ્હાર લાવતી નહીં. અત્યારે ખરેખર તે કેપ્ટને સાંત્વન આપવા બધુ કરી રહી હતી કે પોતાની અંગત ચાહના પૂરી કરવા કરી રહી હતી? તે કળવું મુશ્કેલ હતું.

“તે મને લાફો મારી દેતી, ગાળો બોલતી, મને ઘરમાં humiliate કરતી. મારો પહેરેલો શર્ટ ખેંચી ફાડી નાખતી. એ હદ સુધી મારા પર તે ગુસ્સો કરતી પણ મેં હંમેશા એને પ્રેમ કર્યો હતો... તૃપ્તિ એણે મને જો કહ્યું હોત ને કે છોડી દે બધુ. તો મેં એના માટે બધુ મૂકી દીધું હોત. I would have given up on everything!”

“મને પણ છોડી દીધી હોત?” તૃપ્તિએ પૂછ્યું.

“ઓહ ડાર્લીંગ!(બોલતા વૃશ્વિકે તેને ચૂમી) હા. જો તને છોડવાથી એની જિંદગી બચી જતી હોત તો તારા માટેની બધી લાગણીઓ હું મનમાં જ દાટી દેત પણ એને જીવતી રાખત. પણ એણે મને ક્યારેય કઈ ન કહ્યું.. ‘ને હવે બસ એક તું છો મારી લાઈફમાં. તને ગુમાવીને હું પણ જીવવા નથી માંગતો.” કહેતા ભંવરે તેની છાતીમાં મો નાંખી, એને વળગી પડ્યો. બાદ બંને એકબીજાના શરીરમાં પરોવાયા.

 

                              રોનાલ્ડ-નેલ્સન કક્ષની બ્હાર આવ્યા, હળવેથી તૃપ્તિના કક્ષની લાઇટ ચાલુ કરી. તેને અંદર ન ભાળતા નેલ્સન બોલ્યો:

“લાગે છે કામ ચાલુ છે!”

“હા, કામ તો હોય જ ને... આઇ.બી.માં કામ કેટલું બધુ!”

“તો...! બોવ કામ. ઓફિસમાં કામ ના પતે તો ઘરે કરવું પડે.”

“હાસ્તો વળી, ઘરે કામ ના પતે તો બેડરૂમમાં કરવું પડે પણ કામ તો કરવું જ પડે ને?” રોનાલ્ડ બોલ્યો.

“સવાલ જ નય ને. કામ તો કરવું પડે.” નેલ્સન બોલ્યો. બંને એકબીજાને જોઈ રહ્યા પછી હસવા લાગ્યા.

 

*

 

[૨૬ જાન્યુઆરી ૨૦૨૦]

[વૃશ્વિક ભંવરનું ઘર, રાત્રે ૨:૦૦ વાગે]

 

“વૃશ્વિક આવને બેડ પર...” પારદર્શક સફેદ કપડાંના ઢીલા છેડા બાંધીને સૂતેલી ગીતાંજલી બોલી. કપડાંના પાતળા આવરણો દરેક અંગ ઢાંકવા અમસ્તો પ્રયત્ન કરી રહ્યા હતા. ઉરપ્રદેશના સફેદ ઢોળાવ અને તેમની વચ્ચેની દરાર સાફ-સાફ દેખાઈ શક્તી. ઉજળા ચુસ્ત જાંઘ ગુપ્તાંગ સિવાયનો સર્વ ભાગ છતો કરી રહ્યા હતા. અરીસા આગળ ઊભો રહી ભંવર ક્યાંક જવા માટે તૈયાર થઈ રહ્યો હતો: “ગીત, મેં તને કહ્યું તો છે, મારે બ્હાર જવાનું છે.”

“એ બધુ મૂક, આજે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર! મારી જોડે આવ... મારી સાથે સેક્સ કર. મને સેટિસ્ફાય કર!” તે બોલી. ભંવર પાછળ ફર્યો.

“કેમ આમ બોલે છે?” તેણે પૂછ્યું. વીફરેલી સિંહણ જેમ ક્રોધથી તે ભંવરને જોઈ રહી હતી. “આ યશૂ બેબી કોણ છે?” ફોનની સ્ક્રીન દેખાડતા તેણે પૂછ્યું.

 

                              તે વૃશ્વિકનો ફોન હતો. ‘YasHu BaBy’ નામના કોંટેક્ટ સાથે અશ્લીલ ચેટિંગ કરવામાં આવી હતી. ગીતાંજલીએ તે વાંચ્યું. ‘યશૂ બેબી’ નામ વાંચતાં તેને થયું આ કોણ હોય શકે? પહેલો શક યશવી પર ગયો. પછી થયું ના એ ના હોય શકે, એ તો કેનેડા રહે છે. તો પણ ખાતરી કરવા પોતાના ફોનમાં યશવીનો કોંટેક્ટ ખોલી બંને નંબર મિલાવ્યા. બંને નંબર અલગ હતા માટે તેણે પૂછ્યું: “આ યશૂ બેબી કોણ છે?”

“કોઈ નથી. તને હજાર વખત ના પાડી છે. મારો ફોન નહીં અડવાનો તો પણ કેમ અડે છે?” શર્ટમાં ઇન કરતાં તે બોલ્યો.

“તો આ વેશ્યાવૃત્તિ બંધ કરી દે તું! નહીં અડું પછી તારો ફોન...”

“યાર ગીતાંજલી, હું નથી ઓળખતો એને.”

“અચ્છા, તો એની મેળે મેસેજ તારા ફોનમાંથી સેન્ડ થયા એને, અને એણે જવાબ પણ આપ્યા??? જો તે શું લખ્યું છે સાલા હરામિ! ‘Baby, I will eat you out without taking a breath! એક કામ કર, don’t take a breathe! Stop breathing! મરી જા...!”

“યાર... એ રોનાલ્ડની ચેટ છે. આખો દિવસ અમે જોડે કામ કરતાં હોઈએ છીએ, તો એ મારો ફોન વાપરે છે.”

“વૃશ્વિક બાયલો ના બન પ્રેમમાં! તાકાત હોય તો કબૂલી લે મારી સામે! હટી જઈશ તારા રસ્તામાંથી. મારી આગળ જુઠ્ઠું ના બોલ. એકવાર હિમ્મત સાથે કહી દે મને.”

“તારી બકવાસ સાંભળવાનો સમય નથી મારી પાસે.” વૃશ્વિક બોલ્યો અને તેના હાથમાંથી ફોન લઈ ચાલવા લાગ્યો.

“મારી વાત પતી નથી હજુ! રાતના બે વાગે કયો તારો ભાઈબંધ તને બોલાવે છે?” કહેતા ગીતાંજલીએ બેડરૂમનો દરવાજો બંધ કરી, તેની સામે ઊભી રહી ગઈ.

“ગીત... તારું મગજ અત્યારે કામ નથી કરતું. તું દવા પી ને સૂઈઓ જા.” કહેતા તેણે એના ખભે હાથ મૂકી ખસેડવાનો પ્રયત્ન કર્યો. તેને ગુસ્સો આવ્યો:

“મને હાથના લગાડ! સાલા ભડવા!” બોલતા-બોલતા તેણે ભંવરને લાફો ચોડી દીધો. વૃશ્વિક અવાક બની બે ઘડી ઊભો રહ્યો.

 

                              ખંડમાં થોડીવાર સન્નાટો છવાયો. તેને ગુસ્સો આવ્યો. તેણે ગીતાંજલીના વાળ ઝાલ્યા, એનું મોઢું નજીક લાવ્યો અને બોલ્યો:

“તારી ઓકાતમાં રે’! તું હજી પણ મારી જુનિયર છું. મારી જોડે સુવે છે એટલે એમ ના સમાજ મારા માથે તને ચડવા દઈસ. બોવ આગળ વધવાનો ટ્રાય ના કર.” કહેતા તેણે એને પલંગ પર ધકેલી.

“ભાડમાં જા તું! GO TO YOUR CHEAP WHORE! YOU CHEATING BASTARD!” તે રાડ પાડી બોલી. તે ભંવરને ગાળો બોલતી રહી. પછી રડવા લાગી. વૃશ્વિક બ્હાર ગાડીમાં બેઠો. તેણે રોનાલ્ડને જણાવ્યુ જો ગીતાંજલી કઈ પૂછે તો કહેજે તેણે ચેટિંગ કર્યું હતું. ગાડી નિકાળી તે ગિફ્ટ સિટી તરફ ભણ્યો. ગીતાંજલી સૂનમૂન બેસી રહી. વિચારતી રહી: કોણ હશે આ ‘YasHu BaBy?’

 

*

 

(ક્રમશ:)