LOHIYAAL NAGAR - 5 in Gujarati Thriller by Kirtidev books and stories PDF | લોહિયાળ નગર - પ્રકરણ 5

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

લોહિયાળ નગર - પ્રકરણ 5

 લોહિયાળ નગર પ્રકરણ૫: RESCUING THE BETA PILOT

 

                             વાતાનુકૂલિનમાંથી નીકળતી શીતળ હવા ખંડમાં પ્રસરતી રહી. ખંડ ઠંડો થઈ ગયો હતો. એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પા, ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને આર્મી કમાન્ડર શ્રી પ્રણવ મુખરજી સામે લીએન શાઓ બેઠો હતો. લીએનનો નિર્ણય સાંભળી ત્રણેયે પ્રતિક્રિયા આપી દીધી હતી. તેમની પ્રતિક્રિયા સાંભળવા જ લીએન મૌન બેઠો હતો. સૌએ બોલી લીધા બાદ તેણે ખંડની ખામોશી તોડી.

“સર યોજના હાલ અમલમાં નહીં લાવવા પાછળ કારણ છે.”

“અને એ શું હશે?” લલાટ પર આંગળી મૂકી રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું.

“આ ડિવાઇસ ચાલુ થઈ જાય છે પણ તેને ડિસેબલ કેવી રીતે કરી શકાય? તે હજુ શોધવાનું બાકી છે. એના વગર તો આ યંત્ર બહુ જોખમી બની જાય. જો કોઈ ખોટા હાથમાં ડિવાઇસ આવી જાય તો વિનાશ થઈ શકે. જેટલા વખાણ ભેયરપ્પા સરે અત્યારે કર્યા એનાથી વિરુદ્ધનું પરિણામ આવી શકે. વર્લ્ડ વોર ફાટી નીકળે. શક્યતાઓ જેટલી સારી છે એટલી જ સામે ખરાબ છે. હું નથી ચાહતો મારી ઈન્વેન્શન દુનિયા માટે ખરાબ બની જાય.”

“બરાબર.” રાષ્ટ્રપતિશ્રી બોલ્યા. હવે સૌને લીએનની વાત મગજમાં ઉતરી રહી હતી. લીએને આગળ વાત કરવાનું ચાલુ રાખ્યું:

“મારા આ ડિવાઇસનો કોઈપણ જાતનો દુરુપયોગ હું નહીં થવા દવ.” લીએને કહ્યું.

 

                              તેની વાત સાચી હતી. નિયંત્રણ વિનાનું યંત્ર જોખમી થઈ શકે. આ શોધ વિશ્વની વિનાશકારી શોધમાંની એક બને એ પહેલા જ તેને ઉપયોગમાં ન લેવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યાં સુધી, જ્યાં સુધી યંત્રને ડિસેબલ કરવાનની પ્રયુક્તિ ન મળી જાય. રાષ્ટ્રપતિશ્રીએ લીએનને વિનંતી કરી: તે ભલે, અત્યારે યંત્ર ઉપયોગમાં ન આપે પણ યોજનાની એક કોપી સરકાર પાસે જમા કરાવે.” લીએને તે માટે હા પાડી અને સામે કહ્યું પણ કે કોઈ ખોટા હાથમાં આ યોજના ન જાય. રાષ્ટ્રપતિશ્રી હસ્યા ‘ને બોલ્યા:

“તમે સર રિટાયર્ડ થયા છો, મારે હજી ઘણા કામ કરવાના છે. કોઈપણ સંજોગે આ ફાઇલ કોઈના પણ હાથમાં નહીં જાય. હું પણ નહીં ખોલું. આમ જ આ ફાઇલ અકબંધ રહેશે, હું અપેક્ષા રાખું છું, એક દિવસ આવીને તમે આ ફાઇલ ખોલશો, ડીએક્ટિવેટના પ્લાન સાથે.”

“પાકું!” લીએને જણાવ્યુ.

“આપ જણાવો ક્યારે પ્લાન રેડી થશે?” રાષ્ટ્રપતિશ્રીએ પૂછ્યું.

“એ તો સર રિસર્ચ ચાલુ છે, નક્કી નહીં કેટલો સમય જાય.” લીએને કહ્યું.

“પણ અમે એમ રાહ જોઈને તો ન બેસી શકીએને... એક કામ કરીએ. હું તમને ચેન્નઈનું ISRO સ્ટેશન અલોકેટ કરું છું, ઉપરાંત તમારે જે જાણકાર વૈજ્ઞાનિક જોઈતા હોય એમની ટિમ બનાવી કામ કરો પણ જલ્દીમાં જલ્દી આ પ્લાન પૂરો કરો.” રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું.

“સર, હું છેલ્લા વીસ વર્ષથી આ પ્રોજેકટ પર કામ કરું છું અને હવે જ્યારે પૂરું થવા આવ્યું ત્યારે હું બીજાની મદદ લઉં? ક્રેડિટ બીજાને આપું?” લીએન બોલ્યો.

“મિસ્ટર શાઓ, વાત એમ નથી. અત્યારે આપણો દેશ બહુ મોટી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહ્યો છે. ઇન્ડો-પાક બોર્ડર, ઇન્ડો-ચાઈના બોર્ડર બંને તરફથી આતંકવાદીઓ અને ચાઇનીઝ આર્મી ઘુસણખોરી કરી રહી છે. આપણે આર્મીથી સીધો અટેક ન કરી શકીએ, બીજા અલ્ટરનેટિવ શોધવા જ રહ્યા. તમારી આ યોજના ખરેખર કામ આવે એવી છે. તો કેમ એનો ઉપયોગ ના કરીએ?” ચીફ માર્શલ બોલ્યા.

“સર, આપની વાત સાચી છતાં, હું મારૂ ઈન્વેન્શન જાતે પૂરું કરવા માંગીશ. ગિવ મી વન યર.” લીએને કહ્યું.

“લીએન, તમે ધ્યાનથી નથી સાંભળી રહ્યા. આપણે વોરની વચ્ચે છીએ. એક વર્ષ ના રાહ જોઈ શકીએ.” એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પાએ જણાવ્યુ.

“સર તો તમે કેટલો સમય આપશો મને?” લીએને પૂછ્યું.

“૧૫ દિવસ.” ભેયરપ્પાએ કહ્યું.

“પંદર? પંદર દિવસ ઘણા ઓછા છે.” લીએન બોલ્યો.

ભેયરપ્પા તેમના ચશ્મા ઉતારી બોલ્યા: “લીએન Every second we are losing a soldier on our border! Can you imagine how many soldiers can die in 15 days?” (સરહદ પર આપણે દરેક ક્ષણે એક સૈનિક ગુમાવીએ છીએ તમે કલ્પના કરી શકો છો ૧૫ દિવસની અંદર કેટલા જવાન મરી શકે છે?)

“સર, હું સમજુ છું, બસ મને થોડો વધારે સમય આપો. હું ડિએકેટીવેટ પ્લાન જાતે બનાવી લઇશ.” લીએને આજીજી કરી. ભેયરપ્પાએ નિસાસો નાખ્યો. ચર્ચા કોઈ છેડે ન હતી જઈ રહી એટલે રાષ્ટ્રપતિશ્રીએ વચેટનો રસ્તો કાઢ્યો:

“મિસ્ટર શાઓ, તમે એક સમજણા માણસ છો, એ બાબતમાં કોઈ શંકા નથી પણ તમે અમારી મજબૂરીને સમજવાનો પ્રયત્ન કરો. ISROના કર્મચારીઓ જરૂર આપના કામમાં આવી શકે છે.”

“સર, મને જાતે થોડો સમય ટ્રાય કરવા દો, જો મારાથી ન થાય તો તમે કહેશો એમ કરીશું.” લીએન બોલ્યો.

“તો તમે રીઝનેબલ થાવ. પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ અવર સિચ્વેશન. અમે વધુ ડીલે અફોર્ડ ન કરી શકીએ.” રાષ્ટ્રપતિશ્રી બોલ્યા.

“તમે કેટલો સમય મને આપી શકશો?” લીએને રાષ્ટ્રપતિશ્રીને પૂછ્યું.

“મારે તમને વધુ પ્રેશર નથી આપવું પણ હું વિનંતી કરું છું આપ ૨ માસ જેટલો સમય લઈ શકો છો, એ બાદ તમે ISRO સાથે કામ કરશો.” રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યુ. લીએન બે ઘડી વિચારમાં પડ્યો. ૨ મહિનામાં શું ડિવાઇસ ડીએક્ટિવેટ કરવાનો પ્લાન બની શકે? આ પડકાર પણ લેવો જ પડશે.

“ઠીક છે સર, હું બે માસમાં પ્લાન બનાવી દઇશ.” લીએને જણાવ્યુ.

“ઓકે. બેસ્ટ ઓફ લક.” રાષ્ટ્રપતિશ્રી બોલ્યા.

 

*

 

                              એ દિવસ પછી લીએન અને ઝીમ ડીએક્ટિવેટ કરવાની યોજનામાં લાગી ગયા. ક્યારેક સહેલ કરવા નીકળ્યો હોય એમ લીએન પરિવાર સાથે પ્લેનમાં આંટો મારવા જતો. દીકરા ઝીમને કો પાઇલટ તરીકે પાસે બેસાડતો. લીએને ૧૬વર્ષના ઝીમને પાઇલટની ટ્રેનીંગ આપવાની શરૂ કરી દીધી. જ્યારે લીએન પત્ની સાથે જમી રહ્યો હોય ત્યારે ઝીમ વિમાન સંભાળતો. તેની પાસે ઝેન બેસતો અને બધુ જોઈ આશ્ચર્ય પામતો.

“તું બીટા પાઇલટ છે. તને હું કહું એમ કરવાનું.” ઝિમે તેના નાના ભાઈ ઝેનને એક દિવસ કહ્યું. આ સાંભળી લીએન બોલ્યો.

“ના, ના. તું બીટા પાઇલટ છે.” ઝીમને કીધું.

“પણ પપ્પા હું હાલ પ્લેન સંભાળું છું, તો હું આલ્ફા થયોને?” ઝીમ બોલ્યો.

“પણ આ પ્લેનમાં હું હાજર છું એટલે હું આલ્ફા પાઇલટ છું. ‘ને તું બીટા.” લીએને બોલ્યો અને હસ્યો. દરમિયાન નાનો ઝેન પૂછવા લાગ્યો:

“પપ્પા, પપ્પા હું કયો પાઇલટ?”

“તું બેટા...(બે ક્ષણ વિચારીને) તું પણ આલ્ફા મારી જેમ.” કહેતા તેને તેડી લીધો. ઝેન ખુશ થઈ ગયો. ઝીમને તે જરાય ના ગમ્યું. તે બોલ્યો:

“પપ્પા એ કેવી રીતે આલ્ફા પાઇલટ? એને તો કશું આવડતું નથી.”

“એવું ના બોલ. જોજે, મારો ઝેનું એક દિવસ એનું જેટ ચલાવશે નય?”

લીએન બોલ્યો અને દીકરા ઝેનને બચી કરી. બાદ એને ગળે લગાવ્યો. ઝેન અળગો થઈ બોલ્યો: “પપ્પા પપ્પા, મારે આપડું બાઇક ઉડાડવું છે. હું મોટો થઈને બાઇક ઉડાડીશ.”

“સારું.”લીએને કહ્યું.

“આ જોયું સ્ટુપિડ છે એકદમ! બાઇક હવામાં ના ઊડે ગાંડા!” ઝીમ બોલ્યો.

“તું સામે ધ્યાન રાખ.” લીએન બોલ્યો. ઝેન મૌન થઈ ગયો. ઝીમ સામે પ્લેન ચલાવામાં ધ્યાન વધાર્યું.

 

                              અવકાશમાં ઊંચે જ્યાં બીજું કઈ ન હોય, ઉપર આભમાં પોતાની પ્રિયવ્યક્તિ સાથે જમવામાં ખરેખર લિજ્જત છે. આ પળને લીએન માણી રહ્યો હતો. જાણે આ પળમાં બધુ જ હતું, આ ક્ષણ જ સર્વસ્વને પામવાની પ્રસ્તુતિ હતી. આ ક્ષણનો આનંદ સર્વસ્વ મેળવવાનો આનંદ લાગી રહ્યો હતો. એકદમ પરફેક્ટ! છતાં, તેની પત્નીને એમાં કશાકની કમી લાગી રહી હતી. આ પળને હંમેશા જીવંત રાખવા ફોટો પાડવો હતો પણ અન્ય કોઈ ઇલેક્ટ્રીક ઉપકરણ વિમાનમાં લાવી શકાય એમ ન હતા. જેથી સર્વસ્વ મેળવવાની આ ક્ષણ લીએનની પત્નીએ તેની યાદોમાં જ સંઘરવી પડી. બ્હાર વિરાટ મોકળું અવકાશ, પોતાની નજર સામે સાથે જમતી પ્રિય વ્યક્તિ. હસતાં-રમતા બે બાળકો. શું આ સુખની પરિભાષા ન હોય શકે?

 

                              ક્યારેક પાછા વળતી વેળાએ અંધારું થઈ જતું. ચંદ્રના શીત પ્રકાશમાં પર્વત પર બરફની ચાદરના હિમકણો ચમકતા. ઝેનની આંખોમાં વિસ્મયતાથી તે દ્રશ્ય ટમટમતું. ઠંડીનું પ્રમાણ વધતાં લીએનની પત્ની ખોળામાં દીકરા ઝેનને લઈ ચાદર ઓઢી લેતી. ઝીમ-લીએન પ્લેન ચલાવા પર ધ્યાન આપતા, લીએન ઝીમને પ્લેન લેન્ડ કરવાની પ્રક્રિયા શીખવતો.

 

બધુ બરાબર ચાલી રહ્યું હતું. સિવાય કે એક દિવસ...

 

                              લીએન પ્લેનની સફર મારી નીચે ઉતર્યો. આજ રાત તે વેરહાઉસમાં જ રોકવાનો હતો. ઘરેથી જમવા માટે ભાત અને બન્સ લેતો આવ્યો હતો. આજે શિકાર કરવાની ઇચ્છા હતી. નદી પાસે માછલી પકડવા બેસ્યો. સવા કલાકે ‘ટુના’ નામની માછલી પકડી. લીએન એક સારો રસોઇયો પણ હતો. સ્ટડીરૂમ પાસે એક નાનું રસોડુ તેણે રાખ્યું હતું, જ્યાં ઇલેક્ટ્રીક સગડી અને ગરમ-મસાલા, મીઠું, હળદર, મરચું, તેલ અને ચા બનવા માટે આદું, તુલસી, ઇલાઇચી, મોરસ અને ચા પત્તી રાખતો.

 

                              વેરહાઉસથી દોઢ કી.મી. આગળ તંબુ બાંધી ડેરો લગાવ્યો. લાકડા સળગાવી તાપણું કર્યું. તે વાસણ-મસાલાનો ડબ્બો સાથે લાવ્યો હતો, જેમાં વિવિધ મસાલા હતા. તેણે તાપણાની આગ પર જમવાનું બનાવ્યું. જમ્યા પછી થોડીવાર સૂતો. તારલીયાથી ટમટમતા સમગ્ર આકાશમાં નજર ભરી. ઠંડી વધી હતી પણ તેને એ દ્રશ્ય જોવું હતુ. આ સૃષ્ટિસૌંદર્ય સાથે જીવનમાં મેળવેલી સિદ્ધિઓ, સત્કાર, પોતાનું ઘર. બધુ હોવાનો સંતોષ, સર્વ બાબતો યાદ કરવા લાગ્યો. છતાં, આ પળમાં કશીક કમી હતી. તેની પત્ની. જો તે અત્યારે બાજુમાં હોત તો આ ક્ષણ પરફેક્ટ થઈ જાત, તો કદાચ એનાથી વધુ કશાની આશા ના રહેત. પછી, કેવી રીતે યંત્ર ડીએક્ટિવેટ કરવું એના વિષે વિચારવા લાગ્યો. ઝિમે સારી મદદ કરી, તે જરૂર મોટો થઈ ISROમાં જશે, નોબલ પ્રાઈઝ હાથે આવતા-આવતા રહી ગયું. લીએન એક વિચારથી બીજામાં છલાંગ લગાવી રહ્યો હતો. થોડી ક્ષણો બાદ તે ઉઠ્યો, વિચાર્યું હવે તંબુમાં જઈ સૂઈ જવું જોઈએ.

“ઓય...!” ક્યાંકથી બૂમ સંભળાઈ અને ગોળીનો ધડાકો થયો. લીએન સ્થિર ઊભો રહ્યો. પૂતળાની જેમ ચોંટી ગયો. સામે કિનારે એક નાવમાં પાંચ બંદૂકધારી આ તરફ આવી રહ્યા હતા. લીએન અવળી તરફ ઊભો હતો. બે જણે લીએન તરફ બંદૂક તાકી રાખી. પાણીમાં હલેસાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. લીએન પાછળ ન ફર્યો. તે સ્થિર એ જ અવસ્થામાં ઊભો રહ્યો. અનુમાન લગાવી લીધું કોણ હશે.

 

                              આંઠ જણ નદીના બીજા છેડે બંદૂક તાકી ઊભા હતા, નાવ કિનારે આવી. પાંચેય નીચે ઉતર્યા. બંદૂક તાકી રાખી, તેઓ નજીક આવ્યા:

“હેન્ડ્સ અપ!” એક માણસ બોલ્યો, લીએને હાથ ઉપર કર્યા. એ માણસ ધીરે-ધીરે પાસે આવ્યો. અન્ય એક માણસ લીએન તરફ બંદૂક તાકી રાખી તે આદમીની પાછળ-પાછળ આવ્યો. પ્રથમ માણસે લીએનની તપાસ લીધી. કોઈ હથિયાર છુપાવ્યા નથી એ ચકાસવા.

“ફાશએંગ્લ શનાં...?” (શું ચાલી રહ્યું છે?) લીએને પૂછ્યું.

“બિઝ વે!” (ચૂપ થા!) પ્રથમ આદમી બોલ્યો.

“વો ઝૂ ઝૈન્ઝાંગ સુંન્ઝોંગ.” (હું બાજુના ગામમાં રહું છું.) લીએને કહ્યું.

“વો નાન્ગોં બિઝ વે!” (મેં કહ્યું ચૂપ થા!) બંનેએ લીએનની તપાસ કરી લીધી, તેની પાસેથી કઈ મળ્યું નહીં. પ્રથમ માણસ પાછળ ફર્યો અને મોટેથી બોલ્યો:

“તા હઁ ચિંજહુ!” (તેની પાસે હથિયાર નથી) આ સાંભળી નાવ પાસે ઉભેલો આદમી બોલ્યો: “દય થા!” (ઉઠાવો એને!) બધા પાછા નાવમાં બેઠા, અન્ય કિનારાએ ઉભેલા આદમીઓએ બંદૂક નીચે કરી. લીએન ગભરાયો. બંને માણસોએ તેને પકડ્યો. તે પોતાને જવા દેવા આજીજી કરતો રહ્યો:

“દંગ! દગ! વો શનમી દૂ મેય ઝૂઓ, વોશી કૂ મીન. (શું? ઊભા રહો, મેં કઈ નથી કર્યું. હુ ગ્રામિક છું.) લીએન બોલ્યો.

“બિઝ વો! પ્રથમ માણસ બોલ્યો અને લીએનના ચહેરા પર કાળું કપડું પહેરાવ્યું અને તેને નાવમાં લઈ ગયા.

 

*

 

                              સવારે ઝીમ અને ઝેન વેરહાઉસ આવ્યા. પિતાને ત્યાં ન ભાળતા બંનેએ શોધખોળ આદરી. થોડે દૂર તંબુ દેખાયો. ઝેનને પાછળ સાઇકલ પર બેસાડી તેઓ એ તરફ આવ્યા. માર્ગ નજીક ડર્ટબાઇક પડ્યું હતું. રેતીમાં તંબુ બાંધ્યો હતો. બંને ભાઈઓએ ત્યાં જઈ તપાસ કરી પણ લીએન ન દેખાયો. તાપણા પાસે વાસણ પડ્યા હતા, જેમાં ડાઘા હતા. ઝીમને આ બાબત થોડી અસાહજિક લાગી. લીએન હંમેશા વાસણ સાફ કરીને જ ઊંઘતો. અંદર પથારીમાં લીએનનો ફોન અને કાંડા ઘડિયાળ પડી હતી. ઝિમે તેની માતાને ફોન જોડ્યો અને પરિસ્થિતીથી માહિતગાર કર્યા. લીએનની પત્નીએ બંને બાળકોને ત્યાં જ રોકાવા કહ્યું અને તે વેરહાઉસ આવવા તૈયાર થઈ.

                              જગ્યા પર આવી તેણે બધી વસ્તુઓનું નિરીક્ષણ કર્યું. તેને ખ્યાલ આવી ગયો શું થયું હશે. દીકરા ઝીમને ડિવાઇસ લેવા વેરહાઉસ મોકલ્યો.

“બાઇક લઈ જાવ?” ઝિમે પૂછ્યું. પિતાનું ડર્ટબાઇક લઈ જવા પરવાનગી માંગી.

“હા.” તેણીએ કહ્યું. ઝીમ દોડતો ગયો. તેને જતાં જોઈ તે બોલી:

“લે આ પપ્પાનો ફોન જોડે રાખ.” ઝીમ પાછો આવ્યો અને ફોન લઈ પાછો ગયો.

 

                              બાદ લીએનની પત્ની અને નાના દીકરા ઝેનએ ભેગા મળી તંબુ ઉતાર્યું અને સામાન બેગમાં ભરવા લાગ્યા. દરમિયાન તે ભાવવિભોર થઈ ગઈ. તેને લીએનની ચિંતા થઈ રહી હતી. સમાન આટોપતા તે રડવા લાગી. દીકરા ઝેનએ પૂછ્યું: “મમ્મી તમે કેમ રડો છો?” તે કામ કરતી રહી, રડતી રહી. દીકરો ઝેન પાસે આવ્યો: “મમ્મી તમે કેમ રડો છો?”

 

                              ભારે અતિરેકમાં આવી ગયેલી તે, સામાન મૂકતી રહી અને આંસુ સારતી રહી. માની આંખોમાં આંસુ જોઈ દીકરાની આંખ પણ ભીની થઈ, તે ઉદાસ થયો, માતાની પાસે આવી, હળવેથી ખભે હાથ મૂકી પોતાની તરફ ફેરવી કહ્યું: “મમ્મી, મમ્મી શું થયું? તમે કેમ રડો છો?”

માતા તેના તરફ ફરી: “કઈ નથી થયું બેટા. કઈ નહીં.” કહી માતાએ ૯વર્ષના ઝેનનું કપાળ ચૂમી, ગળે લગાવ્યો. બાદ બધો સામાન એક્ટિવા પર મૂકી, દીકરાને લઈ માતા વેરહાઉસ જવા નીકળી.

 

                              વેરહાઉસનો દરવાજો ખુલ્લો દેખાઈ પડતો હતો. બંને અંદર પ્રવેશ્યા, એ સાથે જ માતાએ કહ્યું: “દીકરા, ઝીમ... ડિવાઇસ લીધું તે?”

“હા, મમ્મી. તમને ખબર છે પપ્પા ક્યાં છે?”

“ના.” તે બોલી અને પાસે આવી. તેના ખભે હાથ મૂક્યો. ફરી આંસુ શરૂ થયા.

“મમ્મી...” ઝીમ બોલ્યો.

“રિસર્ચ પેપર ક્યાં મૂક્યા છે પપ્પાએ?” માતાએ ઝીમને પૂછ્યું.

“સ્ટડીમાં હશે.” ઝીમે કહ્યું.

 

                              માતા સ્ટડીરૂમમાં પ્રવેશી. ટેબલના ખાનામાંથી કાગળિયા કાઢ્યા. અલમારીમાંથી જર્નલ્સ, ડાયરીઝ અને રેફરન્સ પેજિસના કટિંગનો ચોપડો નિકાળયો. તે મનોમન બોલી: “થેન્ક ગોડ! એટલીસ રિસર્ચ પેપર્સ એ લોકો નથી લઈ ગયા!” પાછળ ઝીમ-ઝેન ઊભા હતા. ઝીમે પૂછ્યું:

“મમ્મી શું ચાલી રહ્યું છે?”

“કશું નહીં બેટા, આ બધુ આપડે ઘરે લઈ જવાનું છે!”

 

                              ઝીમને કોઈ તેની વાત ટાળી દે. તે પસંદ ન હતું. માતા આ વાતથી વાકેફ હતી. ઝીમ સામો થાય એ પહેલા જ તેણે કડક વલણ અપનાવ્યું:

“એક પ્રશ્ન મારે આગળ નથી સાંભળવો! આ બધી ફાઇલ્સ અને બુક્સ એક્ટિવા આગળ બંને ભાઈ મૂકવા લાગો ચૂપચાપ! હવે સીધી ઘરે જઈને વાત થશે!”

 

                              માતાની આજ્ઞાનું દીકરા પાલન કરવા લાગ્યા. ચીડ અને થોડા ગભરાઈને બંને ભાઈએ સામાન ઉઠાવ્યો. ઘરે આવીને ભેયરપ્પાને તેણે જાણ કરી. ભેયરપ્પાએ વિશ્વાસ અપાવ્યો, તે આ મેટરમાં કઈક કરશે અને બિલકુલ ચિંતા ન કરવા કહ્યું, આશ્વાસન આપ્યું.  ભેયરપ્પા પાસે પણ કોઈ યોજના ન હતી. આવું કઈક થશે એવો વિચાર એમને પણ ન હતો આવ્યો. તેમણે વિચારમાં પડ્યા શું કરવું આ મુશ્કેલીમાં?

 

                              સૈન્યને આ બાબતમાં સામેલ ન કરી શકાય. કારણ સિક્કિમ રાજ્યની સરહદ પાસે એમ પણ ચાઇનીઝ સૈન્ય સાથે ગરમાગરમીનો માહોલ હતો. માટે આર્મીને લઈ જતાં મામલો કથળી શકે છે. CID કે સેંટરલ બ્યૂરો(CBI) કે એ.ટી.એસ. જેવી સંસ્થાઓને પણ સામેલ ન કરી શકાય. કારણ મિશનમાં જો ગફલત થાય અને જાનહાનિ થાય તો સંસ્થાનો દોષ દેશ પર આવી જાય, જેની અન્ય રાષ્ટ્રના સંબંધ પર પણ અસર પડી શકે છે. આ મિશન એવી ગુપ્ત સંસ્થાને હેન્ડલ કરવા આપવો પડે એમ હતો, જેના પર સરકારનું સીધી રીતે કોઈ અંકુશ ન હોય કે ન કોઈ રાષ્ટ્ર સાથે એ સંસ્થાના કાર્યથી ફેર પડે. આ સંસ્થા એટલે Intelligence bureu of India.

 

*

 

                              ૧૧માં માળે કોન્ફરન્સ રૂમમાં એરફોર્સ કમાન્ડર કે.એમ. ભેયરપ્પા અને ચીફ માર્શલ વી.આર. ચૌધરી રોનાલ્ડની પ્રતિક્ષા કરી રહ્યા હતા. રોનાલ્ડ આવ્યો એટલે મિટિંગ શરૂ થઈ.

“માફી સર, આજે જ નવા કર્મચારીઓ જોઇન થયા છે, ઓપન હર્ડલ હતી. બધા નવા કર્મચારીઓને તેમની સ્કવોડ અલોકેટ કરી રહ્યા હતા. નવી ઓફિસ ચાલુ થઈ રહી છે માટે.” રોનાલ્ડે કહ્યું જાણે એ બંન્નેને જાણવામાં રસ હોય. જે એમને ન હતો પણ પોતે જુનિયર થઈને મોડો આવ્યો માટે કારણ આપવું જરૂરી લાગ્યું.

“નો પ્રોબલમ, મિસ્ટર રોનાલ્ડ, સિક્કિમમાં એક ક્રીટિકલ કન્ડિશન ઊભી થઈ છે. આપણાં ખૂબ જ મહત્વના સાયંટિસ્ટને ચાઇનીઝ આર્મીએ પકડ્યા છે. એ માણસ પાસે એવી માહિતી છે, જેનાથી ચાઈના ૧૦ કી.મી શું ૧૦૦૦કી.મી. અંદર આવી શકે છે. ખાલી ઈન્ડિયા જ નહીં એ દરેક દેશ ખતરામાં આવી જશે જે લોકશાહી છે.” ભેયરપ્પાએ અંગ્રેજીમાં કહ્યું. રોનાલ્ડ પહેલીવાર આ વાત સાંભળી રહ્યો હતો. તે હજુ વાત સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો: “શું થયું હતું?” તેણે પૂછ્યું.

“એ વૈજ્ઞાનિકે એવી શોધ કરી છે, જેનાથી એરક્રાફ્ટ રડારમાં દેખાતું બંધ થઈ જાય. આ ટેક્નોલોજીનો એકમાત્ર જાણકાર અને ખોજનાર તે એકલો છે. જો આ માણસ ચાઈનાને માહિતી આપવા લાગે તો દેશની સ્ટેબિલિટી હલી જશે.” ભેયરપ્પા બોલ્યા.

“હલી જશે નહીં, તહેસનહેસ થઈ જશે. ઈકોનોમી તળિયે આવી જશે, લોકો મરશે એ અલગ.” વી.આર. ચૌધરી બોલ્યા.

“ઓકે. હું આમાં શું કરી શકું?” રોનાલ્ડે પૂછ્યું.

“તમારી એક સ્કવોડ અમારે સિક્કિમમાં જોઈએ છે. રેસક્યું મિશન માટે. આપડે કોઈપણ હાલતમાં એ માણસને ઈન્ડિયામાં પાછો લાવવો પડશે.” ભેયરપ્પાએ કહ્યું.

“મારી સ્કવોડ? સર તમે IPS પરમાર સાથે વાત કરી છે?”

“હા, એમણે જ અમને ગિફ્ટ સિટી આવવા કહ્યું છે.” તે બોલ્યા.

“કઈ રીતે હુ સ્કવોડ મોકલું? મને આ બારામાં કોઈ જાણ જ નથી...” રોનાલ્ડ બોલ્યો. ચીફ મારશલે અને કમાન્ડરે એકબીજા સામે જોયું.

“તમારે પરમાર સાથે વાત કરવી છે?” ભેયરપ્પાએ પૂછ્યું.

“ના સર, તમે છેક દિલ્હીથી આવ્યા છો એટલે વાત પાકી જ હશે, પણ પ્રોબલમ એ નથી...” રોનાલ્ડ બોલી રહ્યો હતો, ત્યાં વચ્ચે ભેયરપ્પા બોલ્યા.

“નો, નો. લેટ્સ ટેક અ ક્લેરિફિકેશન.”

“નો સર. આઇ ડોન્ટ નીડ ઈટ. ધેટ્સ નોટ એન ઇસ્યુ.” રોનાલ્ડ આગળ વાત જણાવા માંગતો હતો પણ ભેયરપ્પા વાત કરાવા જ માંગતા હતા, તેમણે બોલ્યા: “વેઇટ, લેટ્સ ગેટ હિમ ઓન અ કોલ.”

 

                              રોનાલ્ડે ફરી એક વાર ના પાડી પણ ભેયરપ્પા ઊભા થયા, બ્હાર સેક્રેટરી પાસેથી કોલ લગાવી અંદર આવ્યા. કોલ જોડાયો, તેમણે લાઉડ સ્પીકર પર લગાવી ફોન ટેબલ પર મૂક્યો, ખુરશીમાં બેસતા બોલ્યા:

“હલો, પરમાર...?”

“શુભ પ્રભાત, શ્રીમાન ભેયરપ્પા!” સામેથી જવાબ આવ્યો.

“અ.., શુભ પ્રભાત પરમાર. I am calling you from I.B. G.I.F.T…” ભેયરપ્પા બોલ્યા.

“જી ભેયરપ્પાજી આપ હિન્દી ભાષા કા પ્રયોગ કરના ચાહોગે? મેં ઇસ વક્ત અંગ્રેજી ભાષામેં આપસે બાત નહીં કર પાઉંગા!” IPS પરમાર બોલ્યા. જે આઇ.બી.ના કમિશ્નર હતા. આવી અસાહજિક માંગ સાંભળી, બે ઘડી ભેયરપ્પા અચકાયા બાદ બોલ્યા: “અ, જી, મેં ટ્રાય કરતાં હું...”

“મેં પ્રયોજન કરતાં હું વેસે બોલીએ.” IPS બોલ્યા. વી.આર. ચૌધરી આ જોઈ રહ્યા હતા, તેમણે ફોન તેમની તરફ ફેરવ્યો અને બુલંદ અવાજે બોલ્યા:

“પરમાર, આર્મી ચીફ માર્શલ વિશ્વજિતસિંહ ચૌધરી બોલ રહા હું!”

“જય હિન્દ અફસર સાહબ!”

“જય હિન્દ! હમ અભિ આઇબી ગિફ્ટ સિટીમેં બૈઠે હે, એજન્ટ રોનાલ્ડ ક્રિશચનજી હમારે સાથ હે. હમ ચાહતે હે આપ મૌજૂદા હાલત કા વિશ્લેષણ દે.” ચીફ માર્શલે કહ્યું. બે ક્ષણ મૌન જળવાયુ. (IPD પરમાર મધ્ય પ્રદેશના કો’ક ગામડાની હિન્દી માધ્યમ શાળામાં શિક્ષક નિશાળે આવે એની રાહ જોતાં હતા, કારણ વર્ગ ખંડની ચાવી તેઓ ઘરે લઈ ગયા હતા. વિદ્યાર્થીઓ સાથે બ્હાર બેસી IPS પરમાર લોલિપોપ ચૂસી રહ્યા હતા. તેમણે ખોળામાંથી ધોરણ ૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને નીચે ઉતારી, એકાંતમાં ગયા, મોઢામાંથી લોલિપોપ કાઢી તેઓ બોલ્યા:

“એજન્ટ રોનાલ્ડજી, ભેયરપ્પા સાહબ ઓર વિશ્વજિત સાહબ જો સમસ્યા લેકે આએ હે, વો હમારે લિએ અત્યંત ઝરૂરી ઓર બેહદ ખાસ હે, આપ આઇ.બી. કી તરફ સે ઉન્હે સંપૂર્ણ સહાયતા કરે, ઓર યે વિશેષ કાર્ય કો આપ ઝ્યાદા અગ્રતા દિજિયે. આપ સબ સે હમે ઉમ્મીદ હે ઇસ વિશેષ કાર્ય મેં તિનો સંસ્થાએ સાથ મિલ કર સફલતા હાંસિલ કરેંગે!”

“ઠીક હે... સાહબ પરમાર.” રોનાલ્ડ બોલ્યો.

“ચૌધરીજી બતાઈએ ઔર ક્યાં કર શકતે હમ? કિશી ચીઝ કી આવશ્યકતા?”

“નહીં પરમારજી. આપ કા શુક્રિયા ઝરૂર કુછ કોમ્યુનિકેશન ગેપ રહા હોગા. કોઈ બાત નહીં. કુછ હોગા તો હમ જરૂર આપ કે પાસ આયેંગે.” ચીફ માર્શલે કહ્યું.

“જહાં તક આપ કો આઇ.બી. કે સંદર્ભ મેં જો કુછ આવશ્યકતા હે આપ રોનાલ્ડજી સે સંપર્ક કર શકતે હે, હાલ વો મેરી જગાહ સંપૂર્ણ આઇ.બી. ભારત કા સંચાલન કર રહે હે. મેં નિકટ કી જાંચ કે લિએ બાહર આયા હું.” પરમાર સાહેબ બોલ્યા. રોનાલ્ડની આંખો પહોળી થઈ. પરમારે આવી કશી જાણ ન હતી કરી કે ભેયરપ્પા અને ચૌધરી આઇ.બી. માટે મિશન લઈને આવે છે અને આખા ભારતના આઇબીનું સંચાલન સોંપ્યું છે એ વાત પણ પહેલીવાર સાંભળી રહ્યો હતો. તે અચંબિત થયો, મનમાં વિચારી રહ્યો હતો જો એવું જ છે તો પરમારે એને એકેય વખત જણાવ્યુ કેમ નહીં? એ જ ક્ષણે રોનાલ્ડના ફોનમાં એક મેસેજ આવ્યો.

“ઠીક હે.” ચૌધરી બોલ્યા. પરમાર સાહેબ ફોન મૂકી બાળકો પાસે ગયા.

“સર, અમે હજી ત્રણ માસથી જ અહીં આવ્યા છીએ, હજુ સેટલ નથી થયા. હજી આજે જ ન્યુ જોઈનીને સ્કવોડ અલોકેટ કરી છે. જો હું આઇ.બી. ઈન્ડિયાનું સંચાલન કરતો હોવ તો જરૂર અનુભવી-મોટી બ્રાંચમાં જઉં.” કહી તે હસ્યો. ચીફ માર્શલ-એરફોર્સ કમાન્ડર તેને ગંભીરતાથી જોઈ રહ્યા. તેમને આમાં કઈ હસવા જેવુ ન લાગ્યું. બાદ રોનાલ્ડ બોલ્યો: “આવા મિશન માટે સોલીડ અનુભવી માણસો જોઈએ. અહીં તો બધા એમેચર છે.” પોતાની સંસ્થા વિષે એવું બોલવું ન જોઈએ પણ રોનાલ્ડે વાસ્તવિક્તા મૂકી.

“See, Ronald These people whom you’re considering amatuers has topped the merit of 12 lacs applicants. They have cleard the interviews. They are more than capable of what field they are gonna work in. Will you just prepare the squad by end of the day and send us the names? (જો રોનાલ્ડ આ લોકો જેમને તું એમચાર કહે છે તેમણે ૧૨ લાખ અરજદારોમાં અગ્ર આવ્યા છે. તેમણે ઇન્ટરવ્યુ પાસ કર્યા છે. તે લોકો જે જગ્યા માટે કામ કરવાના છે, એની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. તમે તમારી સ્કવોડ દિવસ પૂરો થતાં પહેલા તૈયાર કરી અમને નામ મોકલશો?) ભેયરપ્પાએ કહ્યું.

“ઓકે સર, મને એક મહિનો આપો. ટીમને ટ્રેઇન કરવા.” રોનાલ્ડે કહ્યું.

“એક મહિનો!?!” ચૌધરીએ આશ્ચર્ય સાથે કહ્યું અને ઉમેર્યું:“ભાઈ, એ ચિન્યાઓ એક મહિનાની અંદર એની બોટિ બોટિ કરીને ખાઈ જશે અને જો એને બીજે ક્યાંક લઈ જાય તો પછી આપણે આશા જ મૂકી દેવાની રહે.”

“તો આપડે કેવી રીતે માની લઈએ એને હજી ત્યાં જ રાખ્યો હશે? રોનાલ્ડે પૂછ્યું.

“ચાઇનાની સિસ્ટમ એકદમ કરપ્ટેડ છે. એ લોકો આગળ ઉપરી અધિકારીઓએ પાસે જતાં પહેલા સૌથી પહેલો અપરોચ લોકલ લોકોને કરશે. પહેલા લીએનને આઇડેન્ટિફાય કરશે તે કોણ છે? શું છે? અને જો આપણે ફોરેન મિનિસ્ટરીને ઇનવોલ કરીએ તો લીએનને જેણે પકડી રાખ્યો છે એ પહેલા લીએનને મારી નાખશે. કારણ ઉપરી અધિકારીઓએ સુધી તેણે લીએન અંગે જાણ નહીં કરી હોય અને જો પછી જાણ કરે અને ખ્યાલ આવે ભારત માટે એ વ્યક્તિ એટલો જરૂરી છે તો તેઓ ક્યારેય નહીં કબૂલે કે તેમણે લીએનને કેપ્ચર કર્યો છે. માટે શ્રેસ્ઠ રસ્તો એ જ છે, આપણે આઇ.બી. દ્વારા જ ત્યાં જવું પડે.” વિશ્વજિતસિંહે જણાવ્યુ. બાદ તેમણે ટેબલેટમાં કેટલીક તસવીર દેખાડી.

“ચોપટા ઘાટી તે લોકોનું લોકેશન છે...” વિશ્વજિતસિંહ તસવીર દેખાડતા બોલ્યા.

“મને લાગ્યું ચોપટા ઘાટિ ભારતમાં આવે છે.” રોનાલ્ડ બોલ્યો.

“આવતી હતી. હવે ચાઈનાએ ત્યાં કબ્જો જમાવ્યો છે અને આઉટપોસ્ટ ઊભી કરી છે.” ચૌધરીએ કહ્યું. આ સાંભળી રોનાલ્ડ રોષે ભરાયો. એક તો આપણી જ સરહદમાં ઘૂસી આઉટપોસ્ટ બનાવ્યું અને આપણાં જ વૈજ્ઞાનિકને આગવા કર્યો. આ સાલાઓની હિમ્મત તો જુઓ.

“અહીં આઉટપોસ્ટમાં તેને રાખ્યો છે?” રોનાલ્ડે પૂછ્યું.

“હા, જે ચાઈના સરહદથી ૧૨ કિલોમીટર અંદર છે. અમે બીજી કોઈ સંસ્થાને એટલે નથી ઇનવોલ શકતા કારણ કે જો આ વસ્તુ કેપ્ચર થાય તો દેશની વૈશ્વિક છબી ખરાબ થાય. ઘૂસણખોર દેશો આપણને ઘૂસણખોર કહેવા લાગે માટે જ અમે આઇ.બી.ને મોકલવા માંગીએ છીએ.” ચૌધરીએ સમજાવ્યું.

“એ લોકો આપણાં ત્યાં આવે છે, તો આપણે કેમ નહીં? રોનાલ્ડ બોલ્યો. “વાંધો નહીં, I will setup a squad!” આ મિશન કરવા તે તૈયાર થયો.

“બે આર્મી અફસર તમને સિક્કિમથી સાથ આપશે જે ચોપટા ઘાટિ સુધી સાથે આવશે, ત્યાંથી તમારે સ્કવોડ જાતે અંદર લઈ જવાની રહેશે. અમારા સોલ્જર્સ દરેક તમારા સ્કવોડ મેમ્બર પર નજર રાખશે, તેમણે જીપીએસ ચિપથી કનેકટેડ રાખશે, એનાથી તમે કનેકટેડ રહેશો, એ તમને ગાઈડ કરશે.” વિશ્વજિતસિંહે કહ્યું.

“ઓકે.” રોનાલ્ડ બોલ્યો.

“ક્યારે તમારી સ્ક્વોડ મોકલશો?” ચૌધરીએ પૂછ્યું.

“એમને થોડા દિવસ ટ્રેઇન તો કરવા પડશે. સીધા ત્યાં ન મોકલી શકાય.” રોનાલ્ડે જણાવ્યુ. ચૌધરી વિચારમાં પડ્યા, બાદ બોલ્યા: “સારું. તમારી સ્ક્વોડને કયું વેપન ફાવે છે?”

“ધેય યુઝ ગ્લોક17(એક પ્રકારની રિવોલ્વર).” રોનાલ્ડે જણાવ્યુ.

“ઓકે. નોટ અ પ્રોબલમ. તો હું મારી બટાલિયન સાથે મોકલીશ. ઇન કેસ જો તમારી સ્ક્વોડ ત્યાં પકડાઈ જાય તો પણ પ્રથમ તો તેમણે એટેક કરવા એકલા જવું પડશે. હું તમને ટ્રેનીંગ માટે ૨ દિવસ આપું છું, ઠીક છે?” ચૌધરીએ પૂછ્યું.

“ઓકે.” રોનાલ્ડે સહમતી દર્શાવી.

“રોનાલ્ડ, એનિહાવ વી મસ્ટ હેવ ટુ સક્સિડ ઇન ધીસ મિશન.” ભેયરપ્પાએ કહ્યું.

 

                              રોનાલ્ડે ખાતરી આપી તેઓ પૂરા પ્રયત્ન કરશે. મિટિંગ પૂરી થઈ. ત્રણેય કોન્ફરન્સ રૂમની બ્હાર નીકળ્યા.

“પીવાનું પાણી કઈ તરફ છે?” ચૌધરીએ પૂછ્યું.

“સ્ટ્રેટ ફ્રોમ હિયર એન્ડ ધેન રાઇટ.” રોનાલ્ડે કહ્યું.

“થેંક્સ.” ચૌધરી ચાલતો થયો, રોનાલ્ડે ઉમેર્યું: “લેટ મી કમ વિથ યુ.” તે વિશ્વજિત સાથે ગયો. ભેયરપ્પા તેમના સેક્રેટરી સાથે આગળના કાર્યક્રમ અંગે ચર્ચા કરવા લાગ્યા. વિશ્વજિતસિંહ આર.ઓ. મશીન પાસે આવી ગ્લાસ ભરવા લાગ્યા. રોનાલ્ડ તેમની પાછળ આવી ઊભો. આસપાસ કોઈ હતું નહીં. તક જોઈ ચૌધરીએ કહ્યું:

“I want you to kill lien!” (હું ચાહું છું તમે લીએનને મારી નાખો.)

“What?” રોનાલ્ડ ચોંકી ગયો.

“યસ. એ માણસ જેટલો કામમાં આવી શકતો હતો એટલો આવી ગયો, જો ચાઇનીઝ આર્મીને ખબર પડે આપણાં માટે તે માણસ મહત્વનો છે તો એને પાસે રાખવા તાકાત લગાવી દેશે. ચાઇનીઝ ગવર્નમેંટ તેને ટોર્ચર કરી બધુ બોલાવી શકે છે. જેથી મુશ્કેલી વધી જશે, એના કરતાં તમે જ્યાં એટેક કરશો ત્યાં એકપણ માણસ જીવતો ન બચવો જોઈએ. એના જવાથી કશો વાંધો નહીં પડે. આમ પણ તેનું ડિવાઇસ આપણી પાસે છે.

 

                              આપણાં એટેકની વહેલા મોડા ચાઈનાને ખબર પડશે જ પણ શક ન જવો જોઈએ તે માણસ મહત્વનો છે. જો તમારી સ્ક્વોડ રેસક્યું મિશનમાં ફેઇલ જાય તો પણ UNમાં દેશનું નામ નહીં આવે. એટલે જ આઇ.બી. પાસે અમે આવ્યા. બાકી, આ મિશન સી.આઇ.ડી. અથવા એ.ટી.એસ.ને આપ્યો હોત પણ એનાથી કવર બ્લો થઈ શકે છે.” ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ કહ્યું. તેનું છેલ્લું વાક્ય રોનાલ્ડને ન ગમ્યું.

“Oh, So you think CID & ATS are superior than us?”

“No, I meant they have good experience in such cases.”

 

                              રોનાલ્ડ તેને સાંભળી રહ્યો. તેઓ પાછા વળ્યા. વિચારવા લાગ્યો આતંકવાદીને શોધવા કરતાં વૈજ્ઞાનિકને પાછો લાવવાનો પ્રથમ મિશન ગિફ્ટ આઇ.બી.નો રહેશે. ચાલતા-ચાલતા તેણે પોતાનો ફોન ચેક કર્યો. IPS પરમારનો મેસેજ આવ્યો હતો: “once they leave, call me.” ભેયરપ્પા અને  ચૌધરીએ વિદાય લીધી. બાદ રોનાલ્ડે પરમારને કોલ જોડ્યો.

“યસ સર.”

“રોનાલ્ડભાય, મેં તમને રિજનલ હેડ બનાવ્યા એ પાછળ કારણ હતું. કે આવા બધામાં મારે હાથ ના બોળવા પડે. આ બધી બાબતો તમારે તમારા એન્ડથી જ પતાવાની, મારા સુધી ના પહોંચાડશો.”

“પણ સર આ કોઈ નાનો મિશન નથી. They want me to deal with china!“ (તેઓ મને ચીન સામે લડવા માંગે છે.) રોનાલ્ડે કહ્યું.

“ભાય, તો શું થયું? તે અંદર સાંભળ્યું નહીં મેં શું કહ્યું? તું આઇ.બી. કમિશ્નરની પોઝિસન પર છો. તો એના જેવુ બિહેવ કરવાનું ચાલુ કરી દે. તને મેં મેનેજર બનવા હેડ નથી બનાવ્યો.” પરમારે કહ્યું.

“ઓકે સર. નો પ્રોબલમ.” રોનાલ્ડ બોલ્યો. સામે છેડેથી ફોન કટ થયો.

 

                              રોનાલ્ડે કલ્પના ન હતી કરી આવી કટોકટીની પરિસ્થિતીનો સામનો કરવો પડશે. આરવ, ઝારા, ગીતાંજલી, અઝીઝ, રોનાલ્ડ, નેલ્સન અને તૃપ્તિ આઇ.બી.માં જોડાયા ત્યારે સરખા હોદ્દા પર હતા. જ્યારે ગિફ્ટ સિટીમાં આઇ.બી.ની બ્રાન્ચ ખૂલવાની હતી, એમાં આ સૌએ પોતાના નામ નોંધાવ્યા હતા. રોનાલ્ડ થોડો મોડો પડ્યો હતો. જેથી તેનું નામ સ્ક્વોડ લીડરમાં ન આવ્યું. આરવ, ઝારા, ગીતાંજલી, અઝીઝ, રોનાલ્ડ, નેલ્સન અને તૃપ્તિની સ્ક્વોડ લીડર તરીકે નિમણૂક થઈ. તેઓએ રોનાલ્ડને બિચારો માની આશ્વાસન આપ્યું. રોનાલ્ડ પોતાના પર દયા ખાવા કરતાં યોજના ઘડી, હાથ આવેલી તકનો લાભ ઉઠાવ્યો. તેની વિચારણા સૌ કરતાં આગળની હતી. તે સૌપ્રથમ કમિશનર એટલે કે આઇ.પી.એસ. પરમારને મળવા ગાંધીનગરથી દિલ્હી તેમની ઓફિસ ગયો.

“સર, ગિફ્ટ બ્રાંચમાં રિજનલ હેડ કોણ છે?” રોનાલ્ડ જાણતો હતો કોઈ ન હતું છતાં, પૂછ્યું.

“કોઈ નથી. એનું સિલેક્સન બાકી છે.” પરમારે કહ્યું. આ ભાઈ આટલું પૂછવા ગાંધીનગરથી અહીં આવ્યો? વાત જરૂર કઈક બીજી હશે. પરમારે વિચાર્યું.

“પણ ત્યાં એફ.બી.આઇ.થી ભંવર હેડ તરીકે આવી ગયો છે.”

“હા, તો?”

“તો આઇ.બી. તરફથી કોણ હેડ છે?”

“ત્યાં એક મિશન માટે જ તમે છો. કોઈ જરૂર નથી.” પરમારે જણાવ્યુ.

“કોઈ જરૂર નથી? (રોનાલ્ડ કટાક્ષમાં બોલ્યો, પરમારે તેની સામે જોયું) કોઈ જરૂર નથી!?! સર એ USનો એજન્ટ છે. એની પાસે પૂરતા કારણ છે અહીંથી માહિતી ત્યાં લઈ જવાના અથવા તો અહીંથી તે બીજા મિશન માટે ઓપરેટ કરતો હશે તો? જુનિયર્સ તરીકે કોઈ ધ્યાન નહીં રાખી શકે.”

“અરે, હા... એ તો વિચાર્યું જ નહીં...” પરમાર બોલ્યા. તે રોનાલ્ડના મનની વાત જાણવા એવું બોલ્યા.

“સર, આ બહુ જ રિસ્કી છે. તમારે ચોક્કસ ત્યાં આઇ.બી. તરફથી હેડ મૂકવો જોઈએ.” રોનાલ્ડે કહ્યું.

“વાત તો સાચી પણ એ મિશન માટે હું એટલા લોકોને જ અસાઇન કરી શકું એમ છું ‘ને રિજનલ હેડ મૂકવા માટે અનુભવી કર્મચારી હોઈએ. હાલમાં સૌ અનુભવી કર્મચારીઓ અન્ય મિશન પર કામ કરે છે.” પરમારે જણાવ્યુ.

“સર, આવું કેવું? મને સ્ક્વોડ લીડર તરીકે ત્યાં બોલાવ્યો હતો પણ મારી પાસે કોઈ ટિમ જ નથી. એનો શું અર્થ?”

“જરૂર કઈક ચૂક રહી ગઈ હશે.” પરમાર ચાહતા હતા, રોનાલ્ડ સામે ચાલીને હેડનો હોદ્દો માંગે પણ રોનાલ્ડ તૈયારી સાથે આવ્યો હતો. તેને માંગવાની જરૂર નહીં પડે. એ હોદ્દા માટે બીજું કોઈ બચ્યું ન હતું.

“સર, તો હવે?”  રોનાલ્ડે પૂછ્યું.

“કોઈ વાંધો નહીં. ગિવ મી સમ ટાઈમ. એક-બે મહિનામાં હું રિજનલ હેડ મોકલી આપીશ.” પરમારે કહ્યું.

“ત્યાં સુધી ઈંટરપોલ ઓફિસર ‘કેપ્ટન’ વૃશ્વિક ભંવરને રિપોર્ટ કરું હું?” રોનાલ્ડે સીધો પ્રશ્ન પૂછ્યો. જેનાથી વાત પરની ધુમ્મસ હટી ગઈ.

 

                              પરમારને હવે ખ્યાલ આવી ગયો. આ હોદ્દો લીધા વગર જવાનો નથી અને નહીં આપું ત્યાં સુધી વાત ગોળ ગોળ ફેરવ્યા કરશે. તેમણે વિચાર્યું એક રીતે કશું નુકશાન જેવુ પણ ન હતું રોનાલ્ડને હેડ બનાવામાં, તે આટલે દૂર આવ્યો માટે તેને જરૂર આ રોલ માટે ગંભીર હશે, તેની અહેમિયત ખબર હશે. ખોટું કોઈ અન્ય વરિષ્ઠ ઓફિસરને આ મિશન માટે બોલાવી ક્રેડિટ ગુમાવી એના કરતાં, ભલે રોનાલ્ડ મેનેજ કરતો.

 

“રોનાલ્ડ, આપણે એક કામ કરીએ. હું જ્યાં સુધી નવો હેડ ન શોધી લઉં ત્યાં સુધી શું તમે એ રોલ નિભાવશો? બસ, થોડો સમય એક્ટિંગ રિજનલ હેડની ભૂમિકા ભજવો. બાદમાં આપણે ગિફ્ટને હેડ અલોકેટ કરી નાખીશું.” પરમારે પ્રસ્તાવ મૂક્યો. રોનાલ્ડ બે ક્ષણ મૌન રહી વિચારમાં પડ્યો.

“સ્યોર સર...” તે બોલી રહ્યો હતો.

“ઠીક છે તો.” પરમાર બોલ્યા અને કમ્પ્યુટરમાં કામ કરવા લાગ્યા. રોનાલ્ડની વાત પતી ન હતી. પરમાર બસ, તેને જે જોઈતું હતું એ આપી દઈ છૂટા થવા માંગતા હતા પણ રોનાલ્ડ એમ આ રોલ લેવાનો ન હતો.

“સર, તો હું ક્યારે ઇન્ટરવ્યુ માટે આવું?” તેણે પૂછ્યું.

“ઇન્ટરવ્યુ?”

“હા. ફોર ધીસ પોઝિશન.”

પરમાર વિચારમાં પડ્યા: આને ખરેખર ગિફ્ટ આઇ.બી.ની ચિંતા થઈ રહી છે કે હજીપણ તે રોલ મેળવવા નાટક કરી રહ્યો છે? તે કળી શકાય એમ ન હતું. તેમણે બોલ્યા: “રોનાલ્ડ, નો નીડ ફોર ધેટ. હું તમને મેઈલ કરી દઇશ. ભંવરને સીસીમાં રાખી, તમે તમારી રિસ્પોન્સ્બિલિટીઝ એમાં જોઈ લેજો.”

“ઠીક છે. થેંક્યું સર!” કહી તે બ્હાર નીકળ્યો.

 

                              અત્યારે તેને સમજાયું જીવનમાં કોઈ માણસ કશું મફત નથી આપતું, દરેક વસ્તુની કઈક કિમમત હોય જ છે. અત્યારે ચાઈના સાથે કોન્ફ્લિક્ટમાં ઉતરી જો આઇ.બી.નું નામ આવે અને કઈ પ્રોબલમ ઊભી થાય તો જે ઉપરી અધિકારી હોય એના પર જ દોષ આવે. એમાંથી બચી નીકળવા પરમારે રોનાલ્ડનું નામ આપી દીધું.

 

                              આ મિશન માટે કોને મોકલવા જોઈએ? રોનાલ્ડ વિચારમાં પડ્યો. ભંવરે પાકિસ્તાન-ઇરાકમાં આવા મિશન કર્યા હશે. એને મોકલું? ના, ના એ સાલો દોગલા અમેરિકાનો છે. આ મિશન વિષે જાણીને લીએનને રેસક્યું તો કરાવી લે પણ એને પછી અમેરિકા લઈ જાય તો? એને ન મોકલાય. એમ પણ આ ઇન્ટરનલ મેટર છે. આમાં ઈંટરપોલને ઇનવોલ ન કરાય. રોનાલ્ડે વિચાર્યું. છતાં, સ્ક્વોડ બનાવા અને મિશનની યોજના બનાવા તેની મદદ લઈ શકાય. એમ વિચારે તે ભંવરને મિટિંગરૂમમાં લઈ ગયો અને સિક્કિમની પરિસ્થિતી જણાવી.

“વાવ, આવતા સાથે જ પહેલો મિશન આવી ગયો!” ભંવર બોલી, ખંધું હસ્યો. રોનાલ્ડને હતું જ તે આવું કઈક બોલશે. કારણ  ગિફ્ટ ની ઓફિસ ગુલશોખ હબીના મિશન માટે બની હતી. એમાં પણ સરકાર પોતાના કામ થોપી રહી હતી. છતાં, ભંવરે ના ન પાડી અને યોજનામાં મદદ કરી.

 

                              સવા કલાક બંનેએ ચર્ચા કરી. ફોન ઘુમાવ્યા અને અંતિમ નિષ્કર્ષ પર આવ્યા. રોનાલ્ડે ભંવરનો આભાર માન્યો. ભંવર બ્હાર નીકળ્યો. જતાં-જતાં રોનલ્ડે તેને કહ્યું: “પ્લીઝ સેન્ડ ગીતાંજલી ઇન.”

“ઓકે.” ભંવર બોલ્યો.

 

                              મિટિંગ રૂમમાંથી બ્હાર આવી, તેની નજર આખી ઓફિસમાં ગીતાંજલીનું ડેસ્ક શોધી રહી. તે દેખાતા ભંવર એની પાસે ગયો. ગીતાંજલીના ડેસ્ક પર હાથ મૂકી હળવેથી તેની નજીક આવ્યો: “Hi, ગીતાંજલી.” પ્રથમવાર તેણે એને બોલાવી હતી.”હેલો.” તે બોલી.

“Ronald wants to see you in M.R.”

“ઓકે.” ડેસ્કટોપ લોક કરી તે ઊભી થઈ.

 

                              અગાઉ જેમ ભંવરે તેને સમજાવ્યું એમ તેણે ગીતાંજલીને મિશન સમજાવ્યો. સ્ક્વોડ માટે શૂટિંગ રૂમ ખોલાવા કહી દીધું છે. વેપન્સમાં M50, એમ16 અને ડ્રેગેનોવ(સ્નાઇપર) જેવા હથિયારની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. રોનાલ્ડે જણાવ્યુ.

“ઠીક છે.” તે બોલી અને એક ક્ષણ વિચારમાં પડી. બાદ બોલી: “સારું, હવે તું બ્હાર જા તારો પથારો ઉપાડીને. મારે મારી સ્ક્વોડ સાથે મિટિંગ કરવી છે.

“અહી નહીં. આ ફ્લોર ખાલી ઈંટરપોલ માટે છે.” રોનાલ્ડ બોલ્યો.

“તો અત્યાર સુધી કર્યું એ શું હતું?”

“તું જો ના પાડું તો? એટલે અહીં જ મિટિંગ રાખી. હવે તું રાજી છે આ મિશન માટે તો તને ઇલેવન્થ ફ્લોર પર આખો કોન્ફરન્સ રૂમ આપું છું, તું ત્યાં જા અને આરામથી ત્યાં લેપટોપ પર કામ શરૂ કરો. સાંજ સુધીમાં વેપન્સ અંગે અપડેટ આવી જશે.” રોનાલ્ડે જણાવ્યુ.

 

                              ગીતાંજલી M.R.ની બ્હાર નીકળી. દરવાજા આગળ ઊભા રહી બૂમ પાડી: “સ્ક્વોડ સેવન!” ઈમેન્યુઅલ, સ્નિગ્ધા, દેવર્ષી, ઉત્કર્ષ, અરશ અને યશવી ગોળ કરી બેઠા હતા. બૂમ સાંભળતા તેઓ ઝબકી ગયા. દરેકે ગીતાંજલી સામે જોયું. “ઇલેવન્થ ફ્લોર. કોન્ફરન્સ રૂમ ઇન ફાઇવ મિનટ્સ!” કહી તે બ્હાર નીકળી ગઈ. આસપાસ અન્ય સ્ક્વોડના લોકો પણ જોઈ રહ્યા કેમ અગિયારમાં માળે બોલાવ્યા? તેઓ સ્ક્વોડ સેવનને પૂછવા લાગ્યા. સ્ક્વોડને પણ ખબર ન હતી. કોઈ કહેતું ખબર નહીં, કોઈ કહેતું ખાસ મિશન છે, તો કોઈ કહેતું ફરવા જવાનો પ્લાનિંગ છે. એમ તુક્કા લગાવતા તેઓ બ્હાર આવ્યા.

 

                              લોકરરૂમમાંથી ફોન લઈ તે લિફ્ટ પાસે ગઈ. થોડીવારમાં લિફ્ટ આવી. તે એમાં ચઢી ત્યારે વિચારવા લાગી રોનાલ્ડે એની સ્ક્વોડ કેમ પસંદ કરી? તેનું નામ વૃશ્વિકે સૂચવ્યું હતું. રોનાલ્ડે પૂછ્યું: “કેમ ગીતાંજલી?”

“એની પ્રોફાઇલ જો ૯ પ્રોજેક્ટ્સ, પાંચ ઓન ફિલ્ડ વર્ક, ૦ કેઝ્યુલ્ટીઝ એન્ડ સિક્સ પ્રોજેકટ સક્સિડ! મારા ખ્યાલથી તે જ એક એવી લીડર છે, જે રૂલ્સ કે ઇન્સ્ટ્રકશનની પરવા નથી કરતી. તેનો ગોલ ઓબ્જેક્ટિવ પૂરો કરવો હોય છે. તેમ છતાં, તે મિશનથી વધારે મહત્વ સ્ક્વોડને આપે છે, તે એવી યોજના નહીં કરે જેમાં કોઈ સ્ક્વોડ મેમ્બરને ઇજા પહોંચવાનું જોખમ રહ્યું હોય. આ બાબત હોવા છતાં, પાંચેય ફિલ્ડ વર્ક સફળતાથી પાર પાડવાનું તે ચૂકી નથી.”

 

                              દરેક સ્ક્વોડ લીડર અંગેની માહિતી તૃપ્તિ ભંવરને આપતી. ઓફિસમાં શું ચાલે છે? કોણ શું વાતો કરે છે? તમામ બાબત તૃપ્તિ ભંવરને જણાવતી. જ્યારે સૌને એના વિષે ખબર પડી એટલે તૃપ્તિથી ચેતીને ચાલવા લાગ્યા.

 

*

 

(કોફરન્સ રૂમ, ૧૧મો માળ)

 

                              દરેક સ્ક્વોડ મેમ્બર આગળ તેમના લેપટોપ્સ રાખવામાં આવ્યા હતા. સાથે સાથે એક-એક ડાયરી અને પેન પણ.

“કોંગ્રેચ્યુલેશન સ્ક્વોડ! આપડને પહેલો મિશન અસાઇન થઈ ગયો છે...”

“વૂહુ...!” ઈમેન્યુઅલએ બૂમ પાડી.

“યેય...!” સ્નિગ્દાહ બોલી અને સૌએ તાળીઓ પાડી. પછી ગીતાંજલીએ બોલવાનું ચાલુ રાખ્યું: “આ એક રેસક્યું મિશન છે અને આપડે ચાઇનીઝ આર્મી સામે ડીલ કરવાનું થશે. So, Hold your horses! આ મિશન ખૂબ જ ક્રિટીકલ અને રિસ્કી છે. બધા રેડી છે આના માટે?” ગીતાંજલીએ પૂછ્યું. સર્વ સભ્યોએ સહમતી દર્શાવી, તેણે આગળ માહિતી આપી:

“ઓકે, બે કલાક પછી UTCમાં તમારી વેપન ટ્રેનીંગ શરૂ થશે...”

“વન ક્વેસચન.” ઈમેન્યુઅલ બોલ્યો. બધાએ તેની સામે જોયું.

“યસ.” ગીતાંજલીએ કહ્યું.

“આપણે ક્યાં જવાનું છે?”

“ડોલગા સમ્પા ડિસ્ટ્રિક્ટ. સિક્કિમમાં.” તેણે જણાવ્યુ અને આગળ મિટિંગ યથાવત રાખી: “હવેના બે કલાકમાં તમે ટ્રેનીંગ માટે જાવ એ પહેલા આપણે બધાએ ડોલગા સમ્પાની માહિતી મેળવવાની શરૂ કરવાની છે. મેપમાં આ પ્રદેશની શક્ય તેટલી માહિતી મેળવવાની છે અને તમને એક મેઈલ આવ્યો હશે જેમાં આઉટપોસ્ટની તસ્વીરો છે. તો સ્ટાર્ટ ફિગરિંગ આઉટ કેવી રીતે આપણે રેસક્યું કરી શકીશું.” તેણે સમજાવ્યું, તે હાલ રોનાલ્ડવાળી યોજના જણાવા ન હતી માંગતી. જોવા માંગતી હતી સ્ક્વોડની યોજનામાં કેટલું દમ છે.

“મને એક સવાલ છે.” ઉત્કર્ષ બોલ્યો.

“શું?”

“આપડે ક્યારે નિકળીશું?”

“પરમ દિવસે નિકળીશું. આજે વેપન ટ્રેનીંગ માટે રાત રોકાવું પડશે. ‘ને હા, પ્લીઝ જણાવી દો જો કોઈને વેપન યુઝ ન કરવા હોય અથવા અહીં જ રહેવું હોય તો.”

“ના, ના.” દેવર્ષી બોલી.

“કરી લઈશ.” યશવી કહ્યું.

“યાહ, ટોટલી ફાઇન!” અરશ બોલ્યો. અન્ય સૌ પણ રાજી હતા.

“કૂલ. તો પ્લાન બનાવા લાગો, સમય ઓછો છે આપડી પાસે. ‘ને પ્લીઝ કોઈને આ મિશન વિષે ન કહેતા. બાકી, પોઈન્ટ આપણાં લુઝ થશે. જો ફ્યુચરમાં સારા પ્રોજેકટ પર કામ મેળવવું હોય તો સીક્રસી જાળવવી પડશે.” ગીતાંજલીએ જણાવ્યુ.

“છુપાવતા મને સારી રીતે આવડે છે, ચિંતા ના કરશો.” ગીતાંજલીની આંખોમાં જોઈ ઈમેન્યુઅલ બોલ્યો.

“ગ્રેટ!” કહી ગીતાંજલી કોન્ફરન્સ રૂમની બ્હાર નીકળી.

 

                              ગીતાંજલીને રોનાલ્ડનો કોલ આવ્યો, તેને UTC આવવા કહ્યું. ગાંધીનગર એરફોર્સ સેન્ટરથી વેપન્સની કીટ આવી ગઈ. ગીતાંજલી પોતે આશ્ચર્ય પામી હતી. મિશન મળ્યાના એક કલાકની અંદર વેપન્સ કીટ મળવું અસામાન્ય વાત હતી. તે UTCમાં આવી એટલે રોનાલ્ડે વેપન્સ અંગે જણાવ્યુ. દરમિયાન સ્ક્વોડે માહિતી મેળવવાનું શરૂ કર્યું. કેવી રીતે આગળ વધવું, શું શક્યતા છે, ત્યાંના માર્ગ, પ્રદેશનું વાતાવરણ વગેરે. ત્યારબાદ સ્ક્વોડ જમવા માટે બીજા માળ કેન્ટીન જવા નીકળ્યા. ગીતાંજલી સિવાય બધા કેન્ટીન આવ્યા. ઈમેન્યુઅલે તેને કોલ લગાવ્યો.

“Hi, મે’મ.”

“બોલ, ઈમેન્યુઅલ.”

“તમે જમી લીધું?”

“ના, બાકી છે.” ગીતાંજલીએ જણાવ્યુ.

“તો ચાલો અમારી સાથે, અમે સેકન્ડ ફ્લોર આવ્યા છીએ.”

 “ના, તમે લોકો જમી લો, મારે વાર લાગશે, હું UTCમાં છું.”

“ઓકે અને આ UTC ક્યાં આવ્યું છે?”

“એક સેકન્ડ ઈમેન્યુઅલ ચાલુ રાખજે... (કહી તે રોનાલ્ડની વાત સાંભળી રહી, તેઓ આર્મી ટ્રકમાંથી વેપન્સ ઉતરાવડાઈ રહ્યા હતા.) હા, બોલ.”

“આ UTC શું છે? અને ક્યાં આવ્યું?” ઈમેન્યુયલે પૂછ્યું.

“અરે બાબા, UTC નથી ખબર તને?”

“ના.”

“Underground Training Centre means UTC. હાઊસકીપીંગવાળી લિફ્ટ જોઈ?”

“ના.” ઈમેન્યુઅલ બોલ્યો.

“શું યાર... તો તે શું જોયું આઇ.બી.માં આવીને?” ગીતાંજલી બોલી.

“તમને.”

“હા,હા, હા! પાગલ. સારું, સાંભળ ફ્લોરની લીફ્ટ્સ આગળ એક પાતળી ગલી જેવુ છે. ત્યાં એક ડોર છે. ઓફિસમાં આવીએ એવો જ. ત્યાંથી અંદર હાઉસકીપીંગની લિફ્ટ આવશે. એમાં U બટન પ્રેસ કરીશ એ અંડરગ્રાઊન્ડ પાર્કિંગમાં લાવશે. ત્યાં ડાબી તરફ સામે દીવાલ પાસે મોટુ શટર છે. ત્યાં સ્વાઈપ કરશો એટલે એક્સેસ મળશે.” ગીતાંજલીએ સમજાવ્યું.

“ઓકે.”

“તમે જમીને સીધા અહીં જ આવજો હવે. તમે બધા સાથે જ છો ને?”

“હા, અમે સાથે જ છીએ.” ઈમેન્યુઅલે કહ્યું.

“ઠીક છે.”

“અને... અગિયારમાં માળેથી લેપટોપ લાવવાના છે?” તેણે પૂછ્યું.

“અહીં ખાલી ટ્રેનીંગ માટે આવવાનું છે, લેપટોપની જરૂર નથી. ઠીક છે? તમે લોકો આવી જજો, સ્ક્વોડને ઇન્ફોર્મ કરી દેજે.” વાત પતાવતા ગીતાંજલી બોલી.

“ઓકે, ઠીક છે અને સાંભળો...”

“હા બોલ.”

“તમે સમયસર જમી લેજો.” સ્નેહ સાથે ઈમેન્યુઅલ બોલ્યો.

“સારું.”

“ભૂખ્યા ના રે’તા હો.”

“એ સારું ઈમેન્યુઅલ. મૂકું હવે?”

“હા, બાય.”

“બાય.”

 

                              સ્ક્વોડ સેવન જમવા બેસી ગઈ. ઈમેન્યુઅલ ફોન પર થયેલી વાત જણાવી. જમ્યા બાદ હાઉસકીપીંગવાળી લિફ્ટથી તેઓ નીચે ઉતાર્ય. શટર આગળ આવી, સ્કેનરમાં ઉત્કર્ષે આઇડી કાર્ડ સ્વાઈપ કર્યું. બીપ અવાજ આવ્યો અને લખેલું આવ્યું: ‘Access denied!’ તે અચંબિત થયો.

“આ શું?” ઉત્કર્ષ બબડ્યો.

“લેટ મી ટ્રાય.” સ્નિગ્ધા બોલી. તેણે કાર્ડ સ્વાઈપ કર્યું, ફરી બીપ કરતો એરર અવાજનો આવ્યો. સ્ક્રિનમાં લખેલું આવ્યું: ‘Access denied!’

“શું છે આ બધુ?” સ્નિગ્ધા પણ મુંજવાઈ.

“મને જોવા દો, તમારા કોઈનાથી નહીં થાય.” અરશ બોલ્યો અને આગળ આવી કાર્ડ સ્વાઈપ કર્યું, ફરી એરર આવી.

“કેમ મિસ્ટર સ્માર્ટ? જાવ અંદર!” ઉત્કર્ષ બોલ્યો.

“લાવ હું જોઈ જોવ, મારે ચાલે તો.” કહી ઈમેન્યુઅલે પ્રયત્ન કયો, તેને પણ એક્સેસ ન મળ્યું. સ્ક્રિનમાં ‘Access denied!’ લખેલું આવ્યું. યશવીએ પણ પ્રયત્ન કરી જોયો. તેને પણ એ જ એરર આવી.

 

                              સૌ કોઈ મુંજવાયા, એટલામાં આંટા મારવા લાગ્યા, કંટાળયા. વિચારવા લાગ્યા શું કરવું હવે? દેવર્ષી સૂનમૂન ઊભી હતી. તેણે હજી પ્રયત્ન ન હતો કર્યો. ઉત્કર્ષ નજીક આવ્યો અને શટર ખખડાવ્યું: “કોઈ છે અંદર?!? Let us in!” તેણે મોટેથી કહ્યું.

“ઉત્કર્ષ એમ ના કર.” યશવી બોલી.

“તો શું કરીશું અહીંયા?”

“લેટ્સ જસ્ટ કોલ ગીતાંજલી.” સ્નિગ્ધા બોલી.

“હા.” ઈમેન્યુયલે કહ્યું.

 

                              સ્નિગ્ધાએ પર્સમાંથી ફોન નિકાળ્યો. તેઓ અંડરગ્રાઊન્ડ પાર્કિંગમાં હતા. ત્યાં નેટવર્ક ન હતુ આવી રહ્યું. તે બોલી: “શૂટ! નો નેટવર્ક!” પછી દરેકે પોતાનો ફોન તપાસયો. કોઈના ફોનમાં નેટવર્ક ન હતું.

“તે હમણાં ફોન કર્યો ત્યારે મેડમ ક્યાં હતા?” યશવીએ ઈમેન્યુઅલને પૂછ્યું.

“UTCમાં છું, એવું કીધું હતું.”

“કમાલ છે, તો એમના ફોનમાં કેવી રીતે નેટવર્ક આવ્યું?” યશવી વિચારમાં પડી.

 દેવર્ષી તેનું કાર્ડ લઈ ઊભી હતી. તેણે હજી સ્વાઈપ ન હતું કર્યું. આ જોઈ ઉત્કર્ષ બોલ્યો:

“કાર્ડ કેમ પકડી રાખ્યું છે, મૂકી દે. એક્સેસ નથી.”

“મેં હજી ટ્રાય નથી કર્યું, શું ખબર મને એક્સેસ હોય તો? મારે ટ્રાય કરવો જોઈએ.” તે બોલી. સૌએ તેની સામે જોયું. તે સ્કેનર પાસે આવી. કાર્ડ હળવેથી સ્વાઈપ કર્યું. બે ક્ષણ મશીનમાંથી કોઈ અવાજ ન આવ્યો. સ્વાઈપ કર્યા પહેલા જે વાદળી લાઇટ હતી, તે બંધ થઈ. મશીન લોડ થઈ રહ્યું હતું. સૌનું ધ્યાન સ્ક્રીન પર સ્થિર થયું. દેવર્ષી આશ્ચર્ય ભાવે જોઈ રહી, વિચારવા લાગી અંદરનું દ્રશ્ય કેવું હશે? એ જ ક્ષણે મશીનમાં બીપ! કરતો અવાજ આવ્યો સ્ક્રિનમાં લખેલું આવ્યું: ‘Access denied!’ બધાએ નિસાસો નાખ્યો.

“કોઈ એક કામ કરો, ગ્રાઉન્ડફ્લોર પર જાવ અને ગીતાંજલી મે’મને કોલ કરે કે આપણે દ્વાર પર ઊભા છીએ. લેવા આપડને.” ઉત્કર્ષે સુઝાવ આપ્યો.

“કોણ જાય?” સ્નિગ્ધાએ પૂછ્યું. બધા મૌન રહ્યા એટલે ઉત્કર્ષ બોલ્યો: “કોઇકે તો જવું પડશેને.” કોઈ કઈ બોલ્યું નહીં, થોડીવાર શાંતિ જળવાઈ રહી. કોઈ જવા તૈયાર ન થયું એટલે અરશ બોલ્યો: “ઠીક છે, હું જાવ છું.” કહેતા તે લિફ્ટ તરફ ચાલવા લાગ્યો.

“ગુડ બોય!” સ્નિગ્ધા બોલી.

 

                              એ જ પળે શટર ખૂલ્યું. ૨૦-૨૨ ફૂટ હાઇટ હશે. અંદર વિશાળ ઓરડો દેખાઈ રહ્યો હતો. આર્મીનો ટ્રક બ્હાર નીકળ્યો. અંદર જવાનો માર્ગ ઢોળાવ જેવો હતો. પછી સપાટ જમીન આવી. ત્યાં એક્સેસ સ્કેનર પાસે ગીતાંજલી ઊભી હતી. સ્ક્વોડ અંદર આવી. અરશ લિફ્ટ બાજુ જઈ રહ્યો હતો. કોઈએ અરશને સાદ ન આપ્યો. ટ્રકને જતાં જોઈ તે પાછો આવ્યો. અંદર આવતા ઉત્કર્ષ બોલ્યો:

“અમારા કાર્ડ એક્સેસ કેમ નથી થતાં?”

“રોનાલ્ડને વાત કરી છે. બે-ત્રણ કલાકમાં એક્સેસ આવી જશે.”

 

                              બાદ તે સૌને UTCમાં લઈ આવી. વિશાળ સભાખાંડના દ્વાર પહેલા ૧૦મીટર લાંબી પરસાળ પડતી. જમણી દીવાલ મોટા કાચની બની હતી. જેમાંથી સભાખંડ દેખાઈ પડતો. સભાખંડમાં સામેની દીવાલે રિસેપ્શન સેન્ટર હતું, તેની ડાબી અને જમણી બાજુ ૨-૨ ટ્રેનીંગરૂમ હતા. રિસેપ્શનની દીવાલ પર આઇ.બી.નું મોટું પ્રતિક લાગેલું હતું. સભાખંડમાં સાઈડ-૧ અને સાઈડ-૨ એમ બે વિભાગ પાડવામાં આવ્યા હતા. બંને તરફ સોફાસેટ મૂક્યા હતા. દીવાલો પાસે ફૂલ-છોડના કુંડા અને વિદેશી ઢબના વાંસ મૂક્યા હતા. સાઈડ-૧માં પેન્ટ્રી અને વોશરમ હતું. સાઈડ-૧ના સોફાસેટ પાસે ૭ કાળા થેલા પડ્યા હતા. જેની અંદર ગ્લોક-૨૭(+એમો), એમ-૧૬(+એમો), બેરેટ એમ-૯૫(+1 extra round), ફ્લેશબેંગ, ચાકુ અને બુલેટપ્રૂફ જેકેટ હતું.

 

                              રોનાલ્ડ સોફા પર બેઠો હતો, ફોન પર વાત ચાલી રહી હતી. સ્ક્વોડ અંદર આવી. ગીતાંજલીએ સમજવાનું શરૂ કર્યું:

“ટિમ, આ છે UTC. અંડરગ્રાઉંડ ટ્રેનીંગ સેન્ટર. આપણે લોકો T.R.૧ અને ૨માં પ્રેક્ટિસ કરીશું. પેન્ટ્રી વિષે વાત કરી છે. થોડીવારમાં રિફ્રેશ્મેંટ્સ માટે દૂધ અને ટી બેગ્સ અને કોફી આવી જશે. ઓરિંટેશન બાદ તમે રિવોલ્વર અને રાઇફલની ટ્રેનીંગ મેળવી હશે. આપણે મિશનમાં મશીન ગન અને રાઇફલ સ્નાઇપરનો ઉપયોગ કરીશું. આપણે લકી છીએ, બેરેટ એમ-૯૫ રાઇફલ, એક માસ પહેલા જ ઇમ્પોર્ટ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ આપણને કરવા મળવાનો છે. તમારામાંથી કોઈ છે જેને સ્નાઇપરનો અનુભવ હોય?”

“Me, me!” દેવર્ષી હાથ ઊંચો કરી બોલી.

“ઓકે.” ગીતાંજલીએ કહ્યું.

“મેં પણ ચલાવી છે.” યશવીએ કહ્યું.

“મેં પણ એની ટ્રેનીંગ લીધી છે, સિલ્વર મેડલ છે મારી પાસે.” સ્નિગ્ધાએ જણાવ્યુ.

“નોટ બેડ. સ્કવોડની બધી છોકરીઓ શાર્પ શૂટર છે એમ ને?” ગીતાંજલી બોલી.

“તમે પણ સ્નાઇપર ચલાવો છો?” ઈમેન્યુઅલે પૂછ્યું.

“ના. મારે શીખવાનું છે.” તેણે કહ્યું.

“તો તમે એમ કેમ કહ્યું સ્કવોડની બધી છોકરીઓ શાર્પ શૂટર છે? તમે છોકરી નથી?” ઈમેન્યુઅલ બોલ્યો. બધા હસ્યા.

“બંધ થા!” ગીતાંજલી બોલી. કોલ પતાવી રોનાલ્ડ પાસે આવ્યો.

“TR.૧માં બધા વેપન્સની ટ્રેનીંગ કરી શકો છો, TR૨ સ્નાઇપર માટે છે. તમારા લોકોની કીટ આ છે.” રોનાલ્ડે જણાવ્યુ.

“ઓકે, ટિમ. તમે કીટ લઈ ટ્રેનીંગ સ્ટાર્ટ કરો, હું આવું છું.” કહી ગીતાંજલી રોનાલ્ડ સાથે બ્હાર ગઈ.

 

                              ત્રણ-ત્રણની ટુકડી પડી. ઉત્કર્ષ, અરશ અને ઈમેન્યુઅલ મશીન ગનની ટ્રેનીંગ માટે T.R.૧માં ગયા. યશવી, દેવર્ષી અને સ્નિગ્ધા સ્નાઇપર ટ્રેનીંગ માટે T.R.૨માં ગઈ. ટ્રેનીંગ રૂમની સંરચના પાર્ટીશનવાળી હતી. પ્રવેશથી દસ ફૂટ જેટલી મોકળાશ હતી, એથી આગળ લાકડાનું પાર્ટીશન હતું. જેની આગળ મોટો ખંડ હતો, સામે દીવાલે કાળા રંગની માનવ આકૃતિઓ મૂકી હતી. પાર્ટીશન પાસે ચાર ગોખલા હતા. એમાંથી બંદૂક તાકી સામે ગોળી ચલાવામાં આવતી.

 

                              ગીતાંજલી ૮માં માળે સુરક્ષકર્મીઓ પાસે કશિક વાત કરી રહી હતી, તેણે છ લોકર્સની ચાવી લીધી અને સુરક્ષાકર્મીઓને પાછી આપી, સૂચના જણાવી. તે પાછી U.T.C. આવી, T.R.-૧ તરફ ગઈ. T.R.-૧નો દરવાજો ઊઘડતા જ જબરદસ્ત ગોળીબારનો અવાજ સંભળાયો. તે અંદર ગઈ, દરવાજો વાંસ્યો. ત્રણેયની કીટ એક ખૂણામાં પડી હતી.

“આ શું કરો છો?” તેણે પૂછ્યું. ગોળીઓના અવાજમાં કશું સંભળાયું નહીં. ત્રણેયએ ગોળીઓ ચલાવાની ચાલુ રાખી. ગીતાંજલી મોટેથી બૂમ પાડી બોલી:

“સ્ટો... પ!”

                              ત્રણેએ એની સામે જોયું, બંદૂક નીચે કરી. કાન પર હેડફોન જેવા સ્પંજ લગાવ્યા હતા, તે ઉતાર્યા. ગીતાંજલીએ પૂછ્યું: “આ શું કરો છો?”

“ટ્રેનીંગ.” ઈમેન્યુઅલ-ઉત્કર્ષ સાથે બોલ્યા. અરશે સહમતી દર્શાવી.

“આવી રીતે?” ગીતાંજલીએ પૂછ્યું.

“તો કેવી રીતે?” ઉત્કર્ષ બોલ્યો.

“તમારી બેગ ખભે ભરાવો. ત્યાં આપણે વજનવાળી બેગ ખભે લટકાવીને ફાયર કરવાનું થશે, આમથી આમ દોડવાનું થશે. જો ટ્રેનિંગમાંથી બેગ લઈને બંદૂક ચલાવાની પ્રેક્ટિસ નહીં કરો તો મિશનમાં જલ્દી થાકી જશો.” ગીતાંજલીએ સમજાવ્યું. ત્રણેયને વાત સાચી લાગી, તેઓ બોલ્યા:

“ઓકે.”

“ઠીક છે.”

“સારું.” કહ્યું અને પોત-પોતાની બેગ ઉપાડી.

“પેલી ત્રણેય છોકરીઓ શું કરે છે? જોવા જવું પડશે.” કહી તે બ્હાર નીકળી અને બબડી: “બેગ વગર ચાલુ ન કર્યું હોય તો સારું.” તે T.R.૨માં ગઈ. ત્રણેય એક બાકડા પર બેસી વાતો કરી રહી હતી.

“ગર્લ્સ શું કરો છો?” અંદર આવી તેણે પૂછ્યું.

“વેપન્સ જોઈએ છીએ.” યશવીએ કહ્યું. તેના હાથમાં બેરેટ એમ-૯૫ સ્નાઇપર હતી.

“ઓકે, ટ્રેનીંગ સ્ટાર્ટ કરો એ પહેલા બેગ ખભે ભરાવી દેજો. આપણે ત્યાં બેગ સાથે લઈને જ ચાલવાનું થશે.”

“ઠીક છે.” ત્રણેયએ કહ્યું.

 

                              બાદ ત્રણેયએ સ્નાપર રાઇફલ સેટ કરી, અંતર ચકાસવા લાગ્યા અને વગર એમોએ ફાયર કરી, ફટાફટ રીલોડ કરવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા. અહીં બધુ બરાબર લાગ્યું, ગીતાંજલી T.R.૧માં જતાં બોલી:

“મારે મશીન ગનની પ્રેક્ટિસ કરવી પડશે. હું બાજુમાં છું.”

“ઓકે.” દેવર્ષી બોલી.

“કઈ કામ હોય તો હું બાજુમાં જ છું.” તેણે કહ્યું.

“નો પ્રોબલમ” યશવીએ કહ્યું.

 

                              બાદ સ્કવોડ સેવન ટ્રેનિંગમાં લાગી. બે કલાક વેપન ટ્રેનીંગ બાદ સાંજે સાડા ચારે ઈમેન્યુઅલ, ગીતાંજલી, ઉત્કર્ષ અને અરશ પેન્ટ્રીમાં ચા પીવા ગયા. ઈમેન્યુઅલ અને ઉત્કર્ષ સોફા પર ટેસથી બેઠા. ઉત્કર્ષ પગ લાંબા કરી સૂઈ ગયો. દૂધ આવી ગયું હતું. અરશ-ગીતાંજલી ચા બનાવા ગયા. થોડીવાર બાદ ઈમેન્યુઅલ ઊભો થઈ ચાલવા લાગ્યો. ગીતાંજલી અને અરશ પોત-પોતાનો ચાનો કપ લઈ પાછા આવ્યા. ચા ઠરવા દેવા ટેબલ પર કપ મૂક્યા અને કઈ કોલેજમાં ભણ્યા? કયું ગામ? પી.જી./એપાર્ટમેંટમાં ફાવે છે કે નહીં? વગેરે જેવી વાતે વળગયા. બંનેને વાતો કરતાં સાંભળી ઉત્કર્ષ ઉઠી ગયો. ઈમેન્યુઅલને ત્યાં ન ભાળતા, ગીતાંજલીએ પૂછ્યું: “આ ક્યાં ગયો?”

“કોણ…? ઈમેન્યુઅલ?” ઉત્કર્ષ બોલ્યો.

“”હા.”

“વોશરૂમ ગયો હશે.” ઉત્કર્ષે કહ્યું. પેન્ટ્રી આગળથી વોશરૂમ તરફ જવાતું. ગીતાંજલીએ કોઈને એ તરફ પસાર થતાં જોયા ન હતા. તે ચૂપ રહી. ઉત્કર્ષ ઊભો થઈ હાથ-મો ધોવા વોશરૂમ તરફ ગયો.

“અરે, છોકરીઓને તો કહેવાનું જ રહી ગયું.” ગીતાંજલી બોલી.

“હા, અંદર લાગે છે.” અરશે કહ્યું.

“હમ્મ, તેમણે ટ્રેનીંગ કરતાં હશે, હું બોલાવતી આવું.” કહી ગીતાંજલી ઊભી થઈ.

 

 

                              T.R.-૨માં સ્નિગ્ધા-દેવર્ષી બેસી વાતો કરી રહ્યા હતા. યશવી ચોથા ગોખલા પાસે ઈમેન્યુઅલ સાથે વાત કરી રહી હતી. ગોખલા આગળ હથિયાર મૂકવા માટે જગ્યા હતી. ઈમેન્યુઅલ એના પર ટેકો રાખી વાત કરી રહ્યો હતો: “એણે પછી મને પૂછ્યું અહીં યુ.એસ. પાર્ટસ લખ્યું છે અને મેઇલમાં અમેરિકન પાર્ટસ લખ્યું છે. મેં કહ્યું યુએસ પાર્ટસ વાળી ફાઇલમાં યુએસનો ડેટા નાખવાનો અને અમેરિકન પાર્ટસ વળી ફાઇલમાં અમેરિકાવાળો ડેટા નાખ!” બંને પછી હસવા લાગ્યા.

 

                              ગીતાંજલી આવી. તેને અચાનક આવેલી જોઈ દેવર્ષી-સ્નિગ્ધા સીધા ઊભા રહી ગયા. યશવી ચોથા ગોખલે ઈમેન્યુઅલ તરફ ફરી ઊભી હતી અને ઈમેન્યુઅલ દીવાલને અડી ઊભો હતો. જેથી પાછળ દેખાયું નહીં. ગીતાંજલી એ તરફ આવી. ખંડમાં લાઇટના ગોળા લગાવ્યા હતા. છતાં, અંધારા જેવુ લાગતું. યશવીની પાછળ ગીતાંજલી આવી ઊભી રહી. બંને તેમની વાતોમાં મશગુલ હતા.  “અહમ, અહમ!” બંનેનું ધ્યાન જાય એ માટે ગીતાંજલીએ ખોંખારો ખાધો. યશવી પાછળ ફરી, ઈમેન્યુઅલ સીધો ઊભો રહ્યો.

“શું ચાલે છે?” ગીતાંજલીએ પૂછ્યું.

“કઈ નૈ, ત્રણેયને ચા પીવા બોલાવા આવ્યો હતો.” ઈમેન્યુઅલ બોલ્યો.

“એમ?” ગીતાંજલી બોલી.

“હા, પછી યશવી સાથે મિશન વિષે વાત કરી.”

“શું વાત કરી?” ગીતાંજલી જાણવા માંગતી હતી, ક્યાં સુધી ઈમેન્યુઅલ ગપ્પાં મારી શકે છે.

“એ જ કે સિક્કિમ જવાનું છે, ત્યાં તો બર્ફીલો વિસ્તાર છે. તો જેકેટ લેવું પડશેને... મફલર…” ગંભીર સ્વરે તે બોલ્યો.

“એમ?” આશ્ચર્ય અને સ્મિત સાથે ગીતાંજલી બોલી.

“હા. હાથ-પગના મોજા… (અહાં ગીતાંજલી સહમતી દર્શાવતા બોલી) હા, બીજું, બીજું... કાનમાં હવાના ગરી જાય એ માટે પેલા રૂના ડાબલા...”

ગીતાંજલી-યશવી હસવા લાગ્યા. પાછળ દેવર્ષી-સ્નિગ્ધા આવી.

“એને ઈયર મફ્સ કહેવાય.” યશવી બોલી.

“હા, એ મફ્સ, વિક્સની ડબી.” ગપગોળા વિચારતા તે બોલ્યો.

“બીજું શું લેવાનો છે તું?” ગીતાંજલીને મજા પડી રહી હતી.

“બીજું શાલ. શાલ લેવી પડશે. (બરાબર ગીતાંજલી બોલી) મારે શોધવી પડશે. મસ્તન ગરમ શાલ છે, ત્રણ જણ અંદર સમાઈ જાય. હું શેર કરીશ. જો કોઈને આવવું  હોય તો.” તે બોલ્યો ચારેય હસી રહી હતી. આગળ તે બોલ્યો:

“પછી મારે હોટ વોટર બેગ લેવી પડશે. બોવ ઠંડી લાગે તો શર્ટની અંદર મૂકવાની.” તે બોલ્યો. બધા હસવા લાગ્યા.

“નવરા...” ગીતાંજલી બોલી. બાદ ઉમેર્યું: “ચાલો બ્હાર હવે, ચા પિય લો. પછી આપણે બધાએ એક એક્ટિવિટી કરવાની છે.”

“શું?” સ્નિગ્ધાએ પૂછ્યું.

“એ ચા પીધા પછી કહીશ.” તે બોલી.

 

                              પાંચેય બ્હાર આવ્યા. અરશ-ઉત્કર્ષ ચા પીતા-પીતા વાતો કરી રહ્યા હતા. T.R.-૨માંથી બીજા સભ્યો આવતા દેખાયા. ગરમ કપડાની વાત નીકળતા સ્નિગ્ધા-દેવર્ષી પેકિંગની વાતે વળગ્યા. બધા સોફા પર ગોઠવાઈ ગયા. ઈમેન્યુઅલ અને યશવી ચા બનાવા પેન્ટ્રી તરફ ગયા. દેવર્ષીએ ગીતાંજલીને પૂછ્યું: “મે’મ આપણે ત્યાં કેવી રીતે જવાના છીએ?”

“પ્લેનમાં.”

“પ્લેનમાં!”

“પ્લેનમાં?” આશ્ચર્ય સાથે સ્નિગ્ધા ને અરશ બોલી ઉઠ્યા.

“તો એમાં આટલા ડઘાઈ કેમ જાવ છો? ક્યારેય પ્લેનમાં બેઠા નથી?” ગીતાંજલીએ કહ્યું.

“એવું નથી પણ પ્લેનમાં આપડને હથિયાર સાથે જવા દેશે?” અરશે પૂછ્યું.

“મને પણ એ જ સવાલ થતો હતો.” સ્નિગ્ધા બોલી.

“આપણે રેગ્યુલર પ્લેનમાં નહીં હોઈએ. પ્રાઈવેટ જેટ હશે. કાં તો હેલીપોટર હશે.”

“વાવ.” દેવર્ષી બોલી.

“ઓકે.” સ્નિગ્ધાએ કહ્યું.

 

                              થોડીવાર વાતો-ચિતો કરી. ચા પતાવી આગળની પ્રવૃત્તિ માટે ગીતાંજલીએ બધાને બોલાવ્યા.

“સ્કવોડ, આપડે જ્યાં જવાનું છે એ વેલી(ઘાતી) વિસ્તાર હશે. ઇન્ડો-ચાઈના બોર્ડરથી ૯ કિમી અંદર આપણે ચાલતા જવાનું છે. બેગ ખભે ભરાવીને. બેગમાં અરાઉંડ ૨૦ કિલોગ્રામ વજન હશે. એટલું ઉપાડી આપણે ૯ કિલોમીટર અંદર અને ૯ કિલોમટરર બ્હાર આવવાનું છે અને કદાચ જેને રેસક્યું કરવા જય રહ્યા છીએ, એને ઉપાડીને લાવવો પણ પડે.

 

તો વોર્મ અપ ગાઈસ! ઝડપથી આપણે દોડવાની પ્રેક્ટિસ કરવી પડશે. અત્યારે આપણે સૌ જેકેટ પહેરી બેગ ભરાવી ૩ રાઉન્ડ અહીં ફ્લોરના દોડીશું. હું જ્યાં ઊભી છું એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અહીંથી તમે દોડવાનું ચાલુ કરશો, પહેલા રાઉન્ડના આરંભમાં હું તમને એક ચિઠ્ઠી આપીશ. જેમાં તમારા રાઉન્ડનો ક્રમ લખ્યો હશે. તમે આગળના રાઉન્ડ માટે આવો ત્યારે મને જૂની ચિટ પાછી આપી નવી ચિઠ્ઠી લઈ દોડવાનું છે. ત્રીજો રાઉન્ડ પૂરો કરી અહીંથી બ્હાર નીકળવાનું છે.

 

                              પાર્કિંગની સીડીથી તમે ગ્રાઉંડ ફ્લોર પર જશો અને ત્યાંથી ૮માં માળે સીડીઓ ચઢતા જવાનું છે. ત્યાં ઉભેલા સુરક્ષાકર્મી તમને એક-એક ચાવી આપશે. એ ચાવી લઈ તમારે લોકરરૂમમાં આવવાનું છે. મેં છ લોકર્સની અંદર એક-એક બેગ મૂકી છે. તમારે એ બેગ લઈ નીચે આવવાનું છે. માની લો કે એ બેગ રેસક્યું કરવા તમે જય રહ્યા છો. એ બેગ રેસક્યું કરી તમે UTC પાછા આવશો.” ગીતાંજલીએ સમજાવ્યું.

“અને તમે નહીં દોડો?” ઈમેન્યુયલે પૂછ્યું.

“થેન્ક યુ ઈમેન્યુઅલ મારી ચિંતા કરવા માટે. તમે લોકો પૂરું કરશો, પછી હું દોડીશ. Don’t worry!”

“ઓકે.”

“આ આખી એક્ટિવિટીમાં તમે ૧.૫ કિલોમીટર જેટલું અંતર કાપશો. હું સમય નોંધીશ કેટલા સમયમાં તમે પાછા આવશો. સો, લેટ્સ ગેટ ઓન યોર માર્ક્સ!” ગીતાંજલી બોલી.

 

                              સ્ક્વોડે તેમની બેગ ઉપાડી આરંભબિંદુ પર આવી ગયા. ગીતાંજલીએ ૧,૨ અને ૩ કહી સમય માપવાનો શરૂ કર્યો. ૬એ જણ રેસના ઘોડા જેમ ભાગ્યા. પહેલા રાઉન્ડ પછી સૌની ગતિ ધીમી થઈ ગઈ. પ્રથમ સ્થાને અરશ, બીજો ઈમેન્યુઅલ, ત્રીજો ઉત્કર્ષ, ચોથી સ્નિગ્ધા, પાંચમી યશવી અને છઠ્ઠા ક્રમ પર દેવર્ષી હતી. બીજા રાઉન્ડમાં ઈમેન્યુઅલની ગતિ ઓછી થઈ ગઈ. સ્નિગ્ધા તેની આગળ આવી ગઈ. ઉત્કર્ષ-અરશ પ્રથમ સ્થાન માટે રસાકસી પર ઉતારી આવ્યા હતા. બીજા રાઉન્ડના પૂર્વાર્ધમાં સૌની ગતિ ઓછી થઈ ગઈ.

 

                              ઈમેન્યુઅલ-યશવી સાથે હતા. તેઓ થાક ખાવા ઊભા રહ્યા. તેમની પાછળ જ દેવર્ષી પણ થાક ખાવા ઊભી રહી. ઉત્કર્ષ પ્રથમ સ્થાને આવી, આગળ નીકળી ગયો હતો. અરશ ધીમી ગતિએ આગળ વધી રહ્યો. આ જોઈ ગીતાંજલી બોલી ઉઠી: “સ્ટોપ ઈટ! સ્ટોપ ઈટ! એવરિવન! હોલ્ડ ઓન યોર પોઝિશન!(બધા તેમની જગ્યાએ ઊભા રહી જાવ) ઉત્કર્ષ, સ્નિગ્ધા અને અરશ ઊભા રહી ગયા. આખી સ્કવોડ ગીતાંજલીને જોઈ રહી હતી.

 

“આ કોઈ રેસ નથી. કે તમારે ફર્સ્ટ આવવાનું છે. કોઈ મેડલ નથી આપી દેવાનું તમને. હું જોવ છું, એક જણ સૌથી આગળ છે એની પાછળ એક જણ છે, એની પાછળ બીજું કોઈક દોડી રહ્યું છે, બીજા બે જણ ઊભા રહી જાય છે, એની પાછળ એક જણ થાક ખાય છે. આઈ મીન વોટ ઈઝ ધીસ યાર!?! આપણે મિશન પર જઈએ ત્યાં આવું નથી કરવાનું. સૌને સાથે લઈને ચાલવાનું છે. તમે બધા સાથે દોડશો. જો અલગ અલગ દોડશો તો ટિમવર્કનો અર્થ શું રહ્યો? બધા ભેગા થાવ અને ફરીથી શરૂ કરો.” ગીતનાજલી બોલી.

 

                              દેવર્ષી તેની ક્ષમતાથી વધારે દોડી ગઈ હતી અને તેને બે ગણું વજન વધારે લાગી રહ્યું હતું. તે કચરાપેટી પાસે ગઈ અને એમાં ઉલ્ટી કરી. સ્નિગ્ધા અને યશવી તેની પાસે ગયા. ગીતાંજલીએ તે જોઈ કહ્યું:

“દેવર્ષી, કઈ નથી થયું. હમણાં જે ચા પીધી એ બ્હાર નીકળી છે. ડોન્ટ વરી! પાણી પી લે અને જો તારે ના દોડવું હોય તો બેસી જા અહીંયા.”

“કોઈ એના માટે પાણી લાવો.” તેની બરડો સહેલાવતા સ્નિગ્ધા બોલી. ઈમેન્યુઅલ પાણી લેવા ગયો.

“તું આરામ કા.” સ્નિગ્ધાએ કહ્યું.

“ના, મારે ટ્રેનીંગ પૂરી કરવી પડશે.” દેવર્ષી બોલી.

“are you sure?” યશવીએ પૂછ્યું.

“હા.” તે બોલી. ઈમેન્યુઅલે દેવર્ષિને પાણી આપ્યું, તેણે પાણી પીધું.

“સ્ક્વોડ! બી ઓન યોર માર્ક! ફાસ્ટ!” ગીતાંજલી બોલી. છએય જણ પાછા આરંભબિંદુ પર આવ્યા. તે બોલી: “કલ્પના કરો, તમે ઘાટિના ઢોળાવ પર છો, તમારે ઉપર જવાનું છે. એમ વિચારી દોડજો.”

“ઓકે.” સૌએ કહ્યું.

“જો ફિલ્ડની ફિલિંગ લેવી હોય તો ગન હાથમાં પકડીને દોડવું પડેને? વેલીમાં આપણે બેગમાં બંદૂક મૂકી થોડા દોડવાના?” ઈમેન્યુઅલ બોલ્યો. અન્ય સભ્યો હસ્યાં.

“શું ગાંડા જેવી વાતો કરે છે? અહીં ઓફિસમાં ગન લઈને દોડીએ, લોકો ગભરાઈ જાય.” સ્નિગ્ધા બોલી.

“કોઈ ના ગભરાય. સ્ટેર્સ કોઈ વાપરતું નથી. ૮માં માળે ઓફિસમાં અંદર છેક તો જવાનું નથી. તો ઇસ્યુ જ નથી ને?”

“એમ ના જવાય યાર...” ઉત્કર્ષ બોલ્યો.

“ના, ઈમેન્યુઅલની વાત સાચી છે. તમે ત્યાં વેલીમાં બંદૂક બેગમાં રાખી નથી જવાના. બધા પોત-પોતાની બંદૂક હાથમાં રાખી લો અને કોઈ બંદૂક જોઈને ગભરાય કે ના ગભરાય એ આપડો પ્રશ્ન નથી. આપણે કોઈ આતંકી નથી.” ગીતાંજલીએ કહ્યું. સૌએ પોતપોતાની બંદૂક નિકાળી.

 

                              એમ૧૬ મશીન ગન સાડા ચાર કિલોગ્રામની હતી, બેરેટ એમ-૯૫ ૧૦.૧૪ કિલોગ્રામની બંદૂક હતી. એ લઈને દોડવું અઘરું હતું. છતાં, સ્ક્વોડની યુવતીઓએ બેરેટ એમ-૯૫ ઉપાડી, દોડવા તૈયાર થઈ. ફરી ૧,૨, અને ૩ કહી શરૂ કરવામાં આવ્યું. સ્ક્વોડ સામાન્ય ગતિથી દોડી રહી હતી. આગળના પ્રયત્નમાં સમજી ગયા, શ્વાસ બચાવીને રાખવાની વસ્તુ છે. ઝડપથી વાપરી નાખતા નુકશાન થઈ શકે છે. પ્રથમ અર્ધો રાઉન્ડ પૂરો થયો. ગીતાંજલી એક સોફા ખેંચી લાવી આને સ્ક્વોડના માર્ગ વચ્ચે મૂકી દીધો.

“Beware of stumble into the obstacle team!” તે બોલી.

 

                              સોફા પરથી કેટલાક કૂદીને તો કેટલાક બાજુમાંથી નીકળીને પસાર થયા. બીજા રાઉન્ડના પૂર્વાર્ધે ગીતાંજલીએ અન્ય બે ખુરશીઓ વચ્ચે આડી મૂકી દીધી. ઉત્કર્ષ કુદવા જતાં, ખુરશીના પાયે પગ ભટકાતાં નીચે પડ્યો. દેવર્ષીએ તેને ઊભો કર્યો. ઉત્કર્ષનું ધ્યાન ગીતાંજલી પર ગયું. તેણે સામે જોયું અને કહ્યું: “I just said something. Now deal with it! (બાદ મોટેથી બોલી) ત્યાં જંગલમાં ઊભા કરવાનો સમય નહીં મળે. ચેતીને પગ મુકજો. જ્યાં મૂકો ત્યાં!

“ઓકે મે’મ.” ઉત્કર્ષ બોલ્યો.

“યસ, મે’મ.” ઈમેન્યુઅલ બોલ્યો. તે-સ્નિગ્ધા સૌથી આગળ હતા. પાછળ અરશ-યશવી અને છેલ્લે દેવર્ષી અને ઉત્કર્ષ.

“મેડમ, આમ મજા આવ છે...” દોડતા દોડતા ઈમેન્યુઅલ બોલ્યો. સા... રી... એવી... કસરત થઈ રહી છે. તમે પણ રોજ દોડાવ... જો! મિશન... પત્યા... પછી.”

“સારું.” ગીતાંજલી બોલી અને હસી.

 

                              ત્રીજો રાઉન્ડ પતાવી નિકાસ દ્વાર તરફ સૌ ભાગ્યા. કાર્ડ સ્વાઈપ કરી બ્હાર દોડ્યા. આગળ જઈ ઈમેન્યુઅલ-અરશ વધુ ગતિથી દોડવા લાગ્યા. એમને ભાગતા જોઈ ઉત્કર્ષ અને સ્નિગ્ધા પણ ભાગ્યા. યશવી-દેવર્ષી પણ દોડમાં સામેલ થયા. તેઓ સીડીઓ તરફ આવ્યા. સ્નિગ્ધા હાંફી ગઈ: “ગાઇસ, મેડમે સાથે જવાનું કીધું છે.”

“હાં તો તું ચલ અમારી સાથે.” ઈમેન્યુયલે કહ્યું અને દોડતો જતો રહ્યો. તેની પાછળ જ અરશ આવી રહ્યો હતો.

 

                              જો એ બંને હરીફાઈ ચાલુ રાખવા માંગતા હોય તો એટલું આસાનીથી હું જીતવા નહીં દઉં. એમ વિચારી ઉત્કર્ષ અને સ્નિગ્ધાએ પણ ગતિ વધારી. સૌને ભાગતા જોઈ, યશવી-દેવર્ષી પણ દોડ્યા. ગીતાંજલીની વાત અવગણી છએય સ્ક્વોડ મેમ્બર્સ દોડવા લાગ્યા હતા. ત્રીજા માળ સુધી પહોંચતા બધા થાકીને ઠૂસ્સ થઈ ગયા. ઈમેન્યુઅલ-અરશ સૌથી આગળ હતા. તેણે અરશને કીધું: “મે’મની વાત સાચી છે. રેસ કરવાનો કોઈ અર્થ નથી. શાંતિથી જઈએ.”

“ઠીક છે.” અરશે કહ્યું. બંને આરામથી ચાલવા લાગ્યા.

 

                              થોડી ક્ષણો બાદ સ્નિગ્ધા-ઉત્કર્ષ તેમની સાથે થયા. અરશે તેમને પણ શાંતિથી સાથે જવા કહ્યું, હરીફાઈ રદ કરવામાં આવી છે. તે બંનેને પણ એમ કરવું ઠીક લાગ્યું. ચારેય સાથે ચાલવા લાગ્યા. પછી યશવી-દેવર્ષી પણ જોડાયા. તેમણે મહાવરાની રીતથી જ ભાગ્યા હતા. તેમણે તેમની ગતિ ચાલુ રાખી. તે બંનેને જોઈ અન્ય સભ્યો પણ દોડવા લાગ્યા. છઠ્ઠા માળે પહોંચતા બધા થાકી ગયા, બધા સાથે જ હતા. સૌથી પાછળ ઈમેન્યુઅલ હતો. તેની અને સ્ક્વોડ વચ્ચે અર્ધા માળનું અંતર હતું. ૭માં માળે આવતા ઉત્કર્ષ ભાગ્યો અને બોલ્યો: RACE IS STILL ON! I WILL BE THE FIRST!”

“Not a chance!” અરશ બોલ્યો અને તેની પાછળ દોડ્યો.

“ગાઈસ, મે’મે ના પાડી છે.” યશવી બોલી. તેની વાતનો કઈ જવાબ ન આવતા ફરી મોટેથી બોલી: “ગાઈસ, મેડમે રેસ લાગવાની ના પાડી છે.” છતાં, બંને ઊભા ન રહ્યા. પાછળના માળથી ઈમેન્યુઅલ બોલ્યો: “અરે પણ હું નથી રેસ કરી રહ્યો.”

“Screw it!” સ્નિગ્ધા બોલી અને દોડવા લાગી.

“સ્નિગ્ધા...” દેવર્ષિએ સાદ દીધો પણ તે ન ઊભી રહી. યશવી-દેવર્ષીએ પણ સહેજ ગતિ વધારી. ઈમેન્યુઅલ સાતમા માળના પહેલા પગથિયે પહોંચ્યો હતો. અન્ય કોઈના ચાલવાના અવાજ ન સંભળાતા તે બોલ્યો:

“ગાઈસ, તમે લોકો સેવન્થ પર છો ને?” કશો પ્રતિસાદ ન આવ્યો. તે પાછળ રહી ગયો હતો. તેણે દોડવાનું શરૂ કર્યું.

 

                              તમામ સ્ક્વોડ મેમ્બર્સ UTCની બ્હાર નીકળ્યા બાદ પાંચ-સાત મિનિટ પછી ગીતાંજલી લિફ્ટથી આઠમા માળે જવા નીકળી. બે મિનિટમાં તે UTCની લિફ્ટ પાસે આવી. ૧:૩૦ મિનિટે લિફ્ટ આવી. તે ઉપર ગઈ. આઠમા માળે સૌ કર્મચારીઓ બ્હાર ઊભા હતા. અંદર સાફસફાઇ ચાલી રહી હતી. નેલ્સન, રોનાલ્ડ અને અઝીઝ દ્વાર પાસે ઊભા હતા. અન્ય કર્મચારીઓ ટોળકી બનાવી વાતો કરી રહ્યા હતા.

 

                              અરશ-ઉત્કર્ષ એક સાથે આઠમા માળની ઉપરી સીડીઓ સુધી આવ્યા. તેમની પાછળ સ્નિગ્ધા આવી, તે બોલી રહી હતી: “વેઇટ, વેઇટ, વેઇટ, વેઇટ કરો મારી! વેઇટ! ઊભા રો’!” બંને એ ગતિ ધીમી કરી. યશવી-દેવર્ષી પણ દેખાવા લાગ્યા. અરશ-ઉત્કર્ષ દોડીને આઠમા માળમાં પ્રવેશ્યા. બ્હાર પરસાળમાં ભીડ જોઈ બંને ઊભા રહી ગયા. ટોળું જોઈ તે મૂંઝવાયા કેમ લોકો બ્હાર ઊભા હશે? અરશ-ઉત્કર્ષના હાથમાં બંદૂક જોઈ, રોનાલ્ડે હાથ ઉપર કર્યા. નેલ્સન હસ્યો. તેણે પણ હાથ ઉપર કર્યા. અરશ-ઉત્કર્ષે પણ મસ્તીમાં ભાગ ભજવ્યો. તેમણે પણ સામે બંદૂક તાકી. પાછળ સ્નિગ્ધા આવી. તે પણ બંદૂક તાકી ઊભી રહી ગઈ. પછી દેવર્ષી-યશવી આવ્યા. તેમણે પણ બંદૂક સાથે પોઝ આપી ઊભા રહ્યા. એ જ ક્ષણે લિફ્ટ ખૂલી. ગીતાંજલી આવી અને સ્ક્વોડની પાછળ વચ્ચે ઊભી રહી ગઈ. બે ક્ષણ બાદ હાંફતા ઈમેન્યુઅલ આવ્યો, સૌને એમ ઉભેલા જોઈ, ખ્યાલ આવી ગયો મસ્તી ચાલી રહી છે. તે પણ ગીતાંજલી પાસે બંદૂક પકડી પોઝમાં ઊભો રહી ગયો. તમામ કર્મચારીઓ આ જોઈ રહ્યા. તેમની સામે છ બંદૂકધારીઓ નિશાન લઈ ઊભા હતા.

 

*

 

                              બે ઘડી કોઈ ફિલ્મનું દ્રશ્ય ચાલી રહ્યું હોય એમ લાગ્યું. નેલ્સન-રોનાલ્ડે હાથ નીચે કર્યા. સ્ક્વોડ સેવને બંદુકો નીચે કરી. નેલ્સને ગીતાંજલીને પૂછ્યું: આ બધુ શું?”

“ટ્રેનીંગ ચાલે છે.” તેણે કહ્યું.

“અચ્છા... બરાબર, તમને તો મિશન મળી ગયો છે.” નેલ્સન બોલ્યો.

“યસ.” તે બોલી.

 

                              સ્ક્વોડ મેમ્બર્સ સુરક્ષાકર્મી પાસેથી ચાવી લઈ, લોકરરૂમમાં ગયા. અંદર જઈ ચાવી પર કોતરાવેલ અંકવાળું લોકર શોધવા લાગ્યા. બે ભાગમાં લોકર્સ વિભાજિત હતા. ચાવીનું લોકર શોધતા ૩૦થી ૪૫ સેકન્ડ જેટલો સમય લાગ્યો. લોકરમાં એક બેગ પડી હતી. જેનું વજન ૭ કિલો જેટલું હતું. અરશ-યશવી બેગ લઈ બ્હાર આવી, અન્ય સભ્યોની પ્રતિક્ષા કરવા લાગ્યા. યશવીએ ગીતાંજલીને કહ્યું: “મે’મ, મે’મ આ અરશ અને ઉત્કર્ષ રેસ લગાવતા હતા, અમે ના પાડી કે મેડમે સાથે જવાનું કીધું છે, તો પણ એ લોકો ભાગવા લાગ્યા.” અરશ ચૂપચાપ ઊભો રહ્યો. પાછળ ઉત્કર્ષ, સ્નિગ્ધા અને ઈમેન્યુઅલ આવ્યા. તેમણે યશવીને વાત કરતાં સાંભળી હતી. તેઓ પણ ચૂપ રહ્યા. દેવર્ષી આવી અને બોલી: “મે’મ, મે’મ મારાથી આ નહીં ઊંચકાય. ૨૭ કિલો વજન કેમનું લઈ જવું?”

 

                              ગીતાંજલીને તે કોઈની કશી વાત ન ગમી, તેણે બધાની સામે સ્ક્વોડનો ઉધડો લેવાનું શરૂ કર્યું: “તમે છએય, મેં જેમ કહ્યું એમ કરશો કે નહીં!!!? જો ના થતું હોય તો અબ્બી હાલ નીકળી જાવ અને અંદર જઈ પીસીમાં રેકર્ડ્સ ટાઈપ કરવા લાગો જૂના મિશનના! રોનાલ્ડ, આમાંથી જેને જવું હોય એના નામ પાછા ખેંચી લે’જે. મારે નથી એવા નબળાઓની જરૂર!” ફ્લોર પર શાંતિ છવાઈ ગઈ. છએય જણ ધોયેલાં મૂળા જેમ ઊભા હતા. ગીતાંજલીએ રાડ નાખી:

“હવે દોડો, મારૂ મોઢું જોયા વગર! GET THE HELL OUT FROM HERE!”

 

                              સ્ક્વોડે હાથપગ ચલાવ્યા, સિવાય દેવર્ષી-ઈમેન્યુઅલ. દેવર્ષી ભારે બેગ ઊંચકી ગીતાંજલી પાસે આવી. ગીતાંજલી ગંભીરતાથી તેની સામે જોઈ રહી. અન્ય પણ બંનેને જોઈ રહ્યા. હમેંશા ઓછું બોલતી દેવર્ષીને જે કરવાનું કહેવામાં આવ્યું એને અવગણી તે એના લીડર સામે આંખો કાઢી ઊભી રહી હતી.

“તમે કહ્યું’તુ. આ બેગ રેસક્યું કરવાની છે. અહીં આવી મેં રેસક્યું કરી લીધી. તો હવે મારે આ બંદૂક પકડવાની જરૂર નથી. ‘ને તમે પણ મારી જોડે મિશનમાં આવવાના છો. ત્યાં કઈ પ્રવાસ પર નથી આવવાના. લો આ ગન પકડો. હું રેસક્યું આઈટમ લઈને આવું છું.” કહી દેવર્ષીએ તેને સ્નાઇપર રાઇફલ પકડાવી દીધી. બેગ આગળ ભરાવી તે ભાગી.

“Unbelievable! કો’કે પહેલીવાર ગીતાંજલીને સામો જવાબ આપ્યો.” નેલ્સન બોલ્યો. રોનાલ્ડે ઉમેર્યું: “અને બંદૂક થમાવી જતી રહી...!” કહી હસવા લાગ્યો. નેલ્સન પણ હસ્યો અને બોલ્યો: “એ છોકરી જિગરવાળી કે’વાય હો! ડેરિંગબાઝ!”

 

                              ગીતાંજલી ચૂપચાપ બંદૂક પકડી ઊભી રહી. ઈમેન્યુઅલ હજી ત્યાં જ ઊભો હતો. એને ઉભેલો જોઈ તેણે પૂછ્યું: “હવે તારે શું છે?”

“હું... તો બસ બે ઘડી તમને જોવા ઊભો રહી ગયો.” તે બોલ્યો.

“ઈમેન્યુઅલ મગજ ના હટાવીશ મારૂ! અહીંથી જા!” ગીતાંજલીએ કહ્યું.

“સારું.” કહી તે દોડ્યો અને તરત પાછો આવ્યો: “મને તરસ લાગી છે, પાણી પડ્યું છે?” કહી તે ગીતાંજલીની સામે જોઈ રહ્યો. ગુસ્સાથી તીક્ષ્ણ નજરે તે એને જોઈ રહી: “ઈમેન્યુઅલ, આ બંદૂક હું તને મારી દઇશ! ભાગ અહીંથી!”

“May be next time! હું તરસ્યો જીવન જીવી લઇશ.” કહી તે ભાગ્યો. આગળ છોકરીઓનું ટોળું દેખાયું, ત્યાં ઊભેલી એક યુવતીના હાથમાં પાણીની બોટલ દેખાઈ. તે એની પાસે આવી ઊભો રહી બોલ્યો: “હાઈ, થોડું પાણી પીવા આપશો?” કહેતા તેણે એના હાથમાંથી બોટલ લીધી: “થેન્ક યુ!” કહી પાણી પીવા લાગ્યો. પાણી પી બોલ્યો: “હું મિશન પરથી આવું પછી આપણે ચા પીવા જઈશું! જો તમે કોફી પીતા હોવ તો પણ કશો વાંધો નહીં. મૂવી પણ જોવા જઈ શકાય.”

 

                              પાછળ ગીતાંજલી ઊભી હતી. તે આ સાંભળી બોલી: “ઈમેન્યુઅલ....!” “ઓહ પછી ક્યારેક.” તે કન્યાને કહી દોડ્યો. પછી તરત પાછો આવ્યો, બોટલ પર ઢાંકણું મૂકી પરત આપી કહ્યું: “હું મિશન પરથી આવું એટલે આપણે જઈએ ક્યાંક બ્હાર.” કહી તે સીડીઓ તરફ ભાગ્યો.

 

                              પગથિયાના કિનારે કઠેડાના ટેકા પર લસરતા તે નીચે ઉતરવા લાગ્યો. આગળ અરશ-ઉત્કર્ષ એમ જ જઈ રહ્યા હતા. સ્ક્વોડની ત્રણેય યુવતીઓ સાચી રીતે દોડીને ટ્રેનીંગ કરી રહી હતી. સ્ક્વોડ પાછી આવી ત્યારે ગીતાંજલી અને રોનાલ્ડ યુ.ટી.સી.માં ચર્ચા કરી રહ્યા હતા. રોનાલ્ડ નવી માહિતી લાવ્યો હતો. સ્ક્વોડ સેવન આવતી કાલે પરોઢમાં ૩:૩૦એ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી વિમાનમાં પાક્યોઙ્ગ હવાઈમથક સિક્કિમ પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટરમાં ડોલગા સમ્પા ડિસ્ટ્રિક્ટ જશે. કુલ દસથી અગિયાર કલાકનો સમય જશે. ત્યાં સુધી ટ્રેનીંગ કરી તૈયારી કરી લો.” રોનાલ્ડે જણાવ્યુ.

 

                              સ્ક્વોડ આવી એટલે ગીતાંજલીએ જણાવ્યુ અને પછી પોતાનો રાઉન્ડ શરૂ કર્યો. તેણે બંદૂકનો પટ્ટો લગાવી ગળામાં ભરાવ્યો. બેગના છેડા ભીંસીને બાંધી દીધા. તેની ગતિ અને ભાગવાની ઢબ ઝીગઝેગ પ્રકારની હતી. જાણે વાસ્તવિક ઘાટીમાં તે ભાગી રહી હોય એમ. એવી જ રીતે તે સીડીઓ ચઢી, લોકરમાંથી બેગ લઈ પાછી આવી. તેણે પોણા દસ મિનિટમાં આટલું અંતર કાપ્યું. સ્ક્વોડે જેટલો સમય લગાવ્યો એના કરતાં અરધું હતું.

 

                              બીજા દિવસે આવી સૌપ્રથમ દોડવાની પ્રેક્ટિસ કરી. ગઇકાલે જેમ દોડ્યા એ જ રીતે. પછી ફરી હથિયારોનો મહાવરો કર્યો. સાંજે જતાં પહેલા છેલ્લી વાર દોડવાનો મહાવરો કર્યો. થોડા કલાકોમાં તેઓ સિક્કિમ માટે નીકળવાના હતા. ઘરે જઈ સાતેએ બેગ ભરી જવાની તૈયારી આરંભી. દરમિયાન આઇ.બી., ટ્રેનીંગ, મિશન, સિક્કિમ વગેરે વિષે વિવિધ વિચાર આવવા લાગ્યા.

 

                              સ્ક્વોડ સેવન પર દેશની સર્વ ગુપ્ત સંસ્થા અને રક્ષા મંત્રાલયોનું ધ્યાન હતું. સ્ક્વોડ સેવનનો પોતાનો જીવ બાજી પર હતો અને પાઇલટ લીએન શાઓનો પણ. ગીતાંજલીને રોનાલ્ડે કીધેલી વાત યાદ આવી. જે વી.આર. ચૌધરીએ કહ્યું હતું. બની શકે તો સૌને ત્યાં મારી નાખજો. લીએનને પાછો ભારત લાવવાની જરૂર નથી. રોનાલ્ડે તેને સંપૂર્ણ છૂટ આપી. આખરી નિર્ણય ગીતાંજલી પર છોડ્યો. તેણે જેમ કરવું હોય એમ. લીએનને પાછો લાવવો હોય તો પણ ઠીક અને તેને ત્યાં પતાવી નાખવો હોય તો પણ એની મરજી.

 

*

 

RESCUING THE BETA PILOT

 

                              ૧૧:૩૦, ૧૨:૦૦ વાગતા ઈમેન્યુઅલ અને અરશ સરદાર પટેલ એરપોર્ટ આવી ગયા. ૧ વાગ્યા સુધીમાં સ્ક્વોડ આખી આવી ગઈ. ૨ વાગે આર્મી માર્શલ વી.આર. ચૌધરી અને રોનાલ્ડ આવી પહોંચ્યા. રોનાલ્ડે આર્મી માર્શલ સાથે સ્ક્વોડની ઓળખાણ કરાવી.

“સર, આ સ્ક્વોડ મિશન કરવાની છે. Gitaanjali is the leader of this mission.” રોનાલ્ડે કહ્યું.

“Hi.” કહી ચૌધરીએ હાથ મિલાવ્યો.

“Hello sir.” ગીતાંજલી બોલી. તેણે દરેક સ્ક્વોડ મેમ્બરની ઓળખાણ કરવી.

“અમારા ચાર સોલ્જર્સ તમને ડોલગા સમ્પાથી જોઇન કરશે.” ચૌધરીએ કહ્યું.

“ઓકે.”

“અને, સાયંટિસ્ટ શાઓના વાઈફએ તમને બધાને આમંત્રણ આપ્યું છે. મિશન પર જતાં પહેલા એમને મળી જવું. જો તમારી પાસે સમય બચે તો એમને પણ મળી આવજો.” ચૌધરીએ કહ્યું.

“ઠીક છે.” ગીતાંજલીએ કહ્યું. તે લોકો અંદર કેબિનથી પોર્ટમાં દાખલ થયા. ત્યાં આર્મીનો ટ્રક ઊભો હતો. એમાંથી સામાન વિમાનમાં મુકાઇ રહ્યો હતો.

 

                              ૩:૩૦એ પ્લેન ઉપડ્યું. મુંબઈ-કોલકતા ૧૫-૧૫ મિનિટ પ્લેન ઊભું રહ્યું. સાત કલાકે તેઓ પાકયોંગ હવાઈમથક પહોંચ્યા. ત્યાં કલાકનો વિસામો હતો. એરપોર્ટ પર ચા-નાસ્તો કરી તેઓ હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યા. ૧૧:૩૦એ હેલિકોપ્ટર સ્ક્વોડને લેવા આવ્યું. ખરાબ હવામાનના લીધે દોઢ કલાકે તેઓ ડોલગા સમ્પા પહોંચ્યા. ચીફ માર્શલે કહ્યું હતું એમ ચાર સૈનિક તેમને લેવા આવ્યા હતા. સરકારી ક્વાટર્સમાં રોકાણ આપવામાં આવ્યુ. બધાએ દૈનિક કાર્યો પતાવ્યા.

 

                              ૨ વાગે ગીતાંજલીએ સૌને ક્વાટર્સની લોબીમાં આવવા બોલાવ્યા ‘ને આજના કર્તવ્યોની ચર્ચા આરંભી: “એકવાર આઉટપોસ્ટ જોવા જવું પડશે. આસપાસનો વિસ્તાર કેવો છે? ત્યાં શું છે? કેવી રીતે આપણે સ્ટ્રાઈક કરી શકીએ. એના માટે લાઈવ ઈમેજીસ જોઈશે.” ગીતાંજલીએ કહ્યું.

“હું જઈશ.” અરશ બોલ્યો.

“આઇમ રેડી.” ઉત્કર્ષ-ઈમેન્યુઅલ સાથે બોલ્યા.

“ઓકે, એક કામ કરો, ઉત્કર્ષ અને અરશ તમે બંને આઉટપોસ્ટનો એરિયા જોતાં આવો. મેં આર્મીના સોલ્જર રામદયાલજી સાથે વાત કરી છે, એમણે તમને એક કેમેરા ફિટ કરી આપશે અને એક બ્લૂટૂથ લગાવી આપશે. ઈમેન્યુઅલ તું મારી સાથે આવીશ. ઘાટી પાસે તમે વેનમાં સૌ જશો. ગર્લ્સ તમે વેનમાં કેમેરાનું ફૂટેજ જોશો અને ધ્યાન રાખશો. બ્લૂટૂથથી તમે બધા કનેકટેડ રહેશો. કમ્યુનિકેશન ચાલુ રાખજો. તમે બંને લોસ્ટ ના થઈ જતાં.” ગીતાંજલી બોલી.

“ઓકે મે’મ.”

“નો પ્રોબલમ મે’મ.” અરશ-ઉત્કર્ષ અનુક્રમે બોલ્યા.

“પ્લીઝ પકડાતાં નહીં અને બની શકે એટલા માર્ગ શોધજો આપણે ક્યાંથી જય શકીએ. હું અને ઈમેન્યુઅલ લીએનના ફેમિલીને મળવા જઈએ છે. તમે પહોંચવા આવો એટલે અમને જણાવી દેજો. જેથી અમે આવી જઈશું.”

“ઓકે મે’મ.” યશવી બોલી.

 

                              ગીતાંજલી-ઈમેન્યુઅલ ક્વાટર્સની બ્હાર નીકળ્યા. રામદયાલજી પાસેથી બાઇક લીધું. એક વાહન પર રામદયાલજી અને એક અફસર હતા, રામદયાલજીના બાઇક પર ઈમેન્યુઅલ અને ગીતાંજલી સવાર થયા. બંને અફસર તેમને લીએનના ઘરે લઈ ગયા.

 

                              લીએનના ઘરે ગયા. તેના પત્નીને મળ્યા, વાત કરી. કેવી રીતે ઘટના ઘટી. શાઓના પત્નીએ જણાવ્યુ. મળેલી માહિતી અને લીએનના પત્નીના સત્ય વચ્ચે થોડોઘણો ભેદ હતો. લીએનના પત્ની પાસેથી જાણવા મળ્યું, લીએન ખરેખરમાં કેવો દેશપ્રેમી, ઈમાનદાર અને બુદ્ધિશાળી માણસ હતો. દીકરા ઝિમે પણ જણાવ્યુ, પિતાએ કેવી રીતે સંશોધન કર્યું હતું. બંને બાળકો પછી તેમના ખંડમાં ગયા. લીએનના પત્નીએ ગીતાંજલીને હાથ જોડી વિનંતી કરી: “પ્લીઝ મારા લીએનને પાછો લઈ આવજો.”

“મિસીસ શાઓ, તમે ફિકર ના કરશો. અમારી સ્ક્વોડ એના માટે જ આવી છે. અમે તમારી સાથે છીએ.” ગીતાંજલીએ સહાનુભૂતિ આપી.

“મને આખી આખી રાત ઊંઘ નથી આવતી. મેં એને છેલ્લી વાર પ્લેનમાં હસતો જોયો હતો. જ્યારે અમે છેલ્લી વાર જમવા ગયા હતા.” ડૂસકાં સાથે તે બોલી.

“ક્યાં જમવા ગયા?” ઈમેન્યુઅલએ પૂછ્યું.

“લીએન અમને ચારેયને પ્લેનમાં લઈ જતો. અમે ઉપર વિમાનમાં ડિનર કે લંચ કરતાં. રાત પડી ગઈ હતી. પાછળ અમે એકલા હતા, ઠંડીના લીધે શાલ ઓઢી મેં એને આલિંગન કર્યું હતું. બ્હાર પર્વત પર ચમકતા બર્ફના કણો અમે જોઈ રહ્યા હતા.” કહેતા તે રડી પડી.

“મિસીસ શાઓ, પ્લીઝ ડોન્ટ ક્રાય! લીએન તમારી સાથે પાછળ હતો, તો પ્લેન કોણ સંભાળતું હતું?” ઈમેન્યુઅલ પૂછ્યા વગર રહી ના શકી.

“ઝીમ.” આંસુ લૂછતા તે બોલી.

“તમારો સન ઝીમ? જે હમણાં અહીં ઊભો હતો એ?” આશ્ચર્ય સાથે તેણે પૂછ્યું.

“હા. લીએને ઝીમને પ્લેન ઉડાવતા શીખવ્યું હતું. એ તેનો બીટા પાઇલટ હતો.”

“વાવ. ખરેખર ગજબની વાત કહેવાય. તેની ઉંમર પણ વધારે લાગતી નથી.” ગીતાંજલી બોલી.

“તે ૧૭ વર્ષનો છે. મારે રોજ એની સાથે જઘડવું પડે છે. એ આઉટપોસ્ટ પ્લેન લઈ જવા માંગે છે. લીએને પ્લેનમાં મશીન ગન ફિટ કરી છે. એની ઈચ્છા છે કે પ્લેન લઈ જઈ બધાને મારી નાખે અને તેના પપ્પાને છોડાવી લે. તમને ખબર છે આ ઉંમરમાં તરુણોના એવા જોશને રોકવું કેટલું અઘરું હોય છે. ખાસ કરીને જ્યારે કોઈએ તેના પિતાને ગુમાવ્યા હોય?” આંસુ સારતા મિસીસ શાઓએ કહ્યું.

“સાચી વાત છે તમારી પણ તમે નિશ્ચિત રહો. અમે આઉટપોસ્ટથી લીએનને લેતા આવીશું.” ગીતાંજલીએ જણાવ્યુ.

 

                              થોડીવાર એમની સાથે વાત કરી. યશવીનો કોલ આવ્યો. અરશ-ઉત્કર્ષ આઉટપોસ્ટથી ૩કી.મી. દૂર હતા. ઈમેન્યુઅલ, ગીતાંજલી અને બંને અફસર ઘાટી તરફ જવા નીકળ્યા. વેનમાં આવ્યા. ત્યાંના દ્રશ્યો જોયા. ચઢાણવાળો વિસ્તાર પસાર કરી આગળ જાય ત્યારે આઉટપોસ્ટ આવતી હતી. ગીતાંજલીની ગણતરી સાચી પડી. તેમણે ઓફિસમાં જે મહાવરો કર્યો તે કામ લાગવાનો હતો. દિવસના સમયમાં સ્ટ્રાઈક મારવી જોખમી હતી કારણ ત્યાં ચાઇનીઝ આર્મીની ઝિપ દર બે કલાકે નીકળતી. જો તેઓ રીઇન્ફોર્સમેન્ટ બોલાવી લે તો જાન બચાવા ભાગ્યા સિવાય છૂટકો ન રહે. એના કરતાં રાત્રે જ જવું અનુકૂળ લાગ્યું. અરશ-ઉત્કર્ષને પાછા આવવા કહ્યું. બંને સુરક્ષિત ઘાટી પરત આવ્યા. ગીતાંજલીએ નક્શાની લાઈવ ઇમેજની પ્રિન્ટ ટેબલ પર મૂકી યોજના સમજાવી:

સ્ક્વોડ સેવન, આ મિશન દરમિયાન જો તમારે જીવતા રહેવું હોય તો મારા ત્રણ રૂલ્સ ફોલો કરશો તો તમને કઈ નહીં થાય. રૂલ નંબર એક: જ્યારે ડેંજર ઊભું થશે ત્યારે હું જેમ કહું એમ કરવાનું. એ કેવી પણ ઇન્સ્ટ્રશન કેમ ન હોય. રૂલ નંબર ૨: જો તમને લાગે કે તમારો જીવ જોખમમાં છે, તો બધુ બાજુમાં મૂકી જીવ બચાવજો. જાન હે તો જહાઁ હે પણ એનો અર્થ એ નથી કે બીજાના ભોગે પોતાનો જાન બચાવો. જો તમારી સાથે સ્ક્વોડ મેમ્બર હોય તો તેને બચાવાની જવાબદારી પણ તમારી બને છે. Never leave your squad! અને ત્રીજો અને આખરી રૂલ: મારે એન્ડ રિઝલ્ટ જોઈએ. આપણે અલ્ટિમેટ ગોલ અચિવ કરવાનો છે. નો મેટર વોટ! તમે જે રીતે કરો એ રીતે.

હવે આજનો પ્લાન સમજાવી દઉં આપણી પાસે ત્રણ સ્નાઇપર્સ છે. સ્નિગ્ધા, યશવી અને દેવર્ષી. તમે ત્રણ બે થી વધારે ડાઇરેક્શન કવર કરશો. કવર એટલે ત્રણેય દિશાથી તમે જણાવશો અમને કેટલા સૈનિક આઉટપોસ્ટમાં છે. દેવર્ષી તું ઘાટીના ઢોળાવ પર અહીં હઈશ. આ પર્વત જેવો વિસ્તાર છે. ત્યાં ઊંચાઈ પર તું હઈશ. તું અમને ગાઈડ કરીશ કેવી રીતે, કઈ બાજુથી અમારે અંદર જવાનું છે. (ઓકે. કહી દેવર્ષીએ સહમતી દર્શાવી) સ્નિગ્ધા, તારે માર્ગ પાસેના જાડી-ઝાંખરાંમાં રે’વાનું છે, જેથી જે કોઈ શેડ્સમાં કે કોઈ છાપરા નીચે હોય એમને તું ક્લિયર કરીશ અને યશવી તારે અલાર્મ સિકયોર કરવાનો છે. હું અને અરશ આછળના માર્ગથી એન્ટર કરીશું. ઉત્કર્ષ અને ઈમેન્યુઅલ તમે બંને પાછળ તાર-ફેંસિંગ વાળી જાળી છે, ત્યાંથી અંદર જશો. કોઈપણ અવાજ કર્યા વગર તમારે અલાર્મ ઓફ કરવાનો છે. સ્ક્વોડ એક બાબત ધ્યાનમાં રાખજો. કઇપણ થઈ જાય. અલાર્મ વાગવો ના જોઈએ. યશવી તું બીજા કશા પર ધ્યાન ના આપતી, તારે એટલું જોવાનું છે કોઈપણ સોલ્જર અલાર્મ પાસે ન જવો જોઈએ. જો અલાર્મ રેઇસ થયો તો આપણું ત્યાંથી નીકળવું અશક્ય થઈ જશે. સૌથી પહેલા આપણે અલાર્મ જ બંધ કરીશું. એના પછી ઈમેન્યુઅલ-ઉત્કર્ષ એ તરફ સાઈલેંટલી, કોઈનું ધ્યાન એ તરફ ન પડે એ રીતે જો કોઈને ચાકુથી મારી શકો એમ હોવ તો પ્રયત્ન કરજો પણ એ પહેલા યશવી અથવા દેવર્ષીને પૂછી લેવું. જેથી ખ્યાલ આવે એમ કરવું ઠીક રહેશે કે નહીં. યશવી-દેવર્ષી જો કોઈ ઉત્કર્ષ અને ઈમેન્યુઅલ તરફ આવતું દેખાય તો તરત જાણ કરી દેજો. જેથી એમણે સતર્ક થઈ શકે. અલાર્મ પછી બીજો ઓબ્જેક્ટિવ મિસ્ટર શાઓને શોધવાનું છે. મને જ્યાં સુધી લાગે છે એ લોકોએ સેફ હાઉસમાં જ શાઓને રાખ્યા હશે. સ્નિગ્ધા તું સેફહાઉસના દરવાજા સામે હઈશ. જો કોઈ સેફહાઉસમાંથી નીકળે તો એને તું ક્લિયર કરી દેજે અને જો આપણું કવર બ્લો થઈ જાય અને એ લોકોને ખ્યાલ આવે આપણે લીએનને લેવા આવીએ છીએ તો એ લોકો લીએનને મારવા સેફહાઉસ તરફ વધી શકે છે. સ્નિગ્ધા તું ધ્યાન રાખીશ આપણી સ્ક્વોડ સિવાય જો કોઈ દરવાજો અડે છે તો તારો હેડશોટ હોવો જોઈએ. (સ્યોર મે’મ. સ્નિગ્ધાએ સહમતી દર્શાવી.) અલાર્મ ઓફ થશે એટલે હું અને અરશ ગ્લોક-૨૭થી દેખાય એટલા અફસરોને ડાઉન કરીશું. સાઈલેન્સર ભરાવી અમે ફાયર કરીશું એટલે એમને અચાનક ઢળી જતાં જોઈ અન્ય બ્હાર આવશે. એમને સ્નાઇપરથી દેવર્ષી અને યશવી ક્લિયર કરશે. આગળથી હું અને અરશ પ્રવેશિશુ અને વચ્ચે એટલે કે ફેંસિંગ તરફથી ઉત્કર્ષ અને ઈમેન્યુઅલ. આપણે સેફહાઉસમાંથી લીએનને રેસક્યું કરીશું. આપણી સાથે લાવીશું અને કોઈને ખબર પડે એ પહેલા ઈન્ડિયા બોર્ડરમાં પાછા આવી જઈશું. ક્લિયર? એની ક્વેસ્ચન સો ફાર?"

 

                              ગીતાંજલીએ સમજાવ્યું. સ્ક્વોડને કોઈ પ્રશ્ન ન હતો. બસ, હવે આ યોજનાને અમલમાં લાવવાની હતી. સાંજના પાંચ વાગ્યા હતા. સફરથી સૌ થાકી ગયા હતા. પાછા ક્વાટર્સ પર આવી આરામ કરવા ગયા. ગીતાંજલીએ કહ્યું અત્યારે આરામ કરી લો. રાતે એક વાગ્યા પછી આપણે નિકળીશું. સૌકોઈ તેમના કક્ષમાં ઊંઘવા ગયા.

 

                              કલાક બાદ ઈમેન્યુઅલ યશવિના રૂમ પર ગયો, દરવાજો ટકોરયો. તેણે દરવાજો ખોલ્યો. સ્નિગ્ધા તેના રૂમમાં હતી. યશવીએ ઈમેન્યુઅલને અંદર આવવા કહ્યું.

“તું અહીં શું કરે છે?” ઈમેન્યુયલે પૂછ્યું.

“મને ઊંઘ ન હતી આવતી એટલે આવી. તું શું કરે?” સ્નિગ્ધા બોલી.

“હું બ્હાર જાવ છું, આંટો મારવા તો પૂછવા આવ્યો.”

“અત્યારે?” યશવી બોલી.

“તો ક્યારે? કમ ઓન યાર? લાઈફમાં કેટલી વાર આપણે સિક્કિમ આવવાના? જોઈએ તો ખરી અહીંયા કેવું હોય છે બધુ.” ઈમેન્યુઅલ બોલ્યો.

“મે’મને કે’વું પડશે ને?” યશવીએ કહ્યું.

“કેમ? મે’મને શું કે’વાનું એમાં? એમણે સૂતા હશે. આપણે ફટાફટ બજાર જઈને પાછા. સ્નિગ્ધા તું પણ રેડી થઈ જા.”

“વાવ. સાઉંડ્સ કૂલ.” સ્નિગ્ધા બોલી. બાદ તેણે યશવીને પૂછ્યું: “શું કે’ છે યશવી જવું છે?” યશવી વિચારમાં પડી. બંને તેને જોઈ રહ્યા.

“સારું. ચાલો જતાં આવીએ. ‘ને ફટાફટ પાછા આવીએ. મે’મ ઉઠી જાય એ પહેલા.” તે બોલી.

“વાંધો નહીં, ચાલો ફટાફટ રેડી થઈ જાવ. હું ગેટ પાસે ઊભો છું.” કહી ઈમેન્યુઅલ નીકળ્યો. પાંચેક મિનિટમાં સ્નિગ્ધા અને યશવી આવી.

 

                              ઈમેન્યુયલે રામદયાલનું બાઇક લીધું હતું. યશવીએ કહ્યું બાઇક પર ત્રણ જણ જાય એના કરતાં ચાલતા જવું સારું. તેણે બાઇક મૂકી દીધું. ત્રણેય ચાલતા બજારમાં ગયા. ક્વાટર્સથી થોડા આગળ જતાં એક કપડાંની દુકાન આવી. ત્યાં એક માણસ ટીશર્ટ પર ચિત્ર દોરી આપતો. ત્રણેએ એવી ટીશર્ટ ખરીદી. દુકાનમાંથી નીકળતા પહેલા ઈમેન્યુઅલએ તે દુકાનવાળાને કઈક પૂછ્યું અને દુકાનવાળાએ એક સરનામું લખાવ્યું અને રસ્તો બતાવ્યો. ત્રણેય એ તરફ બજારમાં ગયા. યશવી-સ્નિગ્ધા બજારમાં ખરીદી કરતી રહી. ઈમેન્યુઅલ તે સરનામું પૂછતો-પૂછતો ક્યાંક ગાયબ થઈ ગયો. બંનેએ ખરીદી ચાલુ રાખી. ઈમેન્યુઅલને ગયે અર્ધો કલાક થઈ ગયો હતો. ત્યાં સુધી બંને બજારમાં ફરતા રહ્યા. એટલામાં ક્યાય બેમાંથી એકેએ તેને જોયો ન હતો. યશવીએ તેને કોલ કર્યો. તેણે ઉપાડયો અને બીજી તરફથી તે આવતો દેખાયો.

“ક્યાં ગયો હતો?” યશવીએ પૂછ્યું.

“એક સાધુ બેનને મળવા ગયો હતો.” ઈમેન્યુઅલએ જવાબ આપ્યો.

“એમ, શું કીધું એમણે?” સ્નિગ્ધાએ પૂછ્યું.

“કઈ નહીં. તેમણે સૂતા હતા, તો ના મળી શકાયું.”

“તો એટલામાં તારે અર્ધો કલાક વાર થઈ?” સ્નિગ્ધા બોલી.

“મને એમ કે હમણાં ઉઠશે પણ એમણે બોવ ગહેરી નીંદરમાં લાગતાં હતા. પછી પાછો આવ્યો. તમે શું લીધું?”

“ટીકા લીધા, મોજડી લીધી અને ઘર માટે અગરબત્તી.” યશવીએ કહ્યું.

“બરાબર. જઈશું તો પાછા?” ઈમેન્યુઅલ બોલ્યો.

“હા, ચાલો.” સ્નિગ્ધાએ કહ્યું.

 

                              ત્રણેય પાછા આવ્યા અને પોત-પોતાના કક્ષમાં જતાં રહ્યા. ઈમેન્યુઅલ ગાંજો લેવા ગયો હતો. ટીશર્ટની દુકાનવાળાએ એક વૃદ્ધ સ્ત્રીનું સરનામું આપ્યું હતું. તેણે કહ્યું ગાંજાથી પણ ગજબની વસ્તુ આપશે. તે અંતર્યામી સાધ્વી છે. તમને અનુરૂપ નશીલો પદાર્થ આપશે. એવું દુકાનદારે કહ્યું હતું. તે સાધ્વી વસ્તિથી દૂર અવાવરુ ઝૂપડામાં રહેતી હતી. ઝૂપડામાં અંદર પ્રવેશો તો લાગે જાદુઇ દુનિયામાં આવી ગયા હોઈએ. સાધ્વીએ ઈમેન્યુઅલને એક પડીકી આપી. ઈમેન્યુઅલએ તેને પૈસા ધર્યા. તેણીએ પૈસા ન લીધા. તેને લાગ્યું મફતમાં સાધ્વી બધાને નશા કરાવતી હશે. એમ માની બે હાથ જોડી તેણે આભાર માન્યો અને ચાલવા લાગ્યો. સાધ્વીએ તેનો હાથ પકડી રોક્યો. તેનું માથું પકડી નજીક લાવ્યુ, ઈમેન્યુઅલએ તેની આંખોમાં જોયું. સાધ્વીએ આંખો બંધ કરી. ઈમેન્યુઅલ મનમાં વિચારવા લાગ્યો આ ડોશી કિસ-બીસ કરશે કે શું?

 

                              સાધ્વીએ તેને નીચે નમાવ્યો, ઈમેન્યુઅલને ન હતું નમવું. તે અકડાઈને નમી રહ્યો હતો. સાધ્વીના માંસલ વક્ષ સુધી પહોંચતા ઈમેન્યુયલે મોઢું એમાં નાખી દીધું. સાધ્વી ઝબકી ગઈ, તેણે આંખો ઉઘાડી, ઈમેન્યુઅલને અળગો કર્યો અને એક લાફો લગાવી દીધો. તેની ફી ફક્ત તેના અંગૂઠાએ જીભ અડાડી પગે લાગવાની હતી. આ બાબત દુકાનદારે ન હતી કહી. સાધ્વી ખુરશીમાં બેસી જીભ બ્હાર કાઢી, અંગુઠો બતાવી ઈશારો કર્યો. ઈમેન્યુઅલ સમજી ગયો. તેણે પડીકી પાછી ધરી. સાધ્વીએ તેની સામે મીટ માંડી. એક અલગ ઉર્જા તેની આંખોમાં દેખાઈ. કશુક ભારે આકર્ષણ તેની આંખો તરફ ખેંચી રહ્યું હોય એમ ઈમેન્યુઅલને લાગ્યું.

 

                              પછી દુકાનદારની વાત યાદ આવી. આ સાધ્વી અંતર્યામી છે. માણસને અનુરૂપ નશા આપે છે. ઈમેન્યુઅલએ તેનો પગ પકડ્યો. ઢીંચણથી નીચેની ત્વચાએ પોતાના હોઠ સ્પર્શ કરાવ્યા. બાદ પગ પર ચુંબન આપ્યું અને તેના કોમળ અંગૂઠાએ જીભ અડાડી, મો અંદર જવા દઈ, ચાર ક્ષણ રસપાન કર્યું અને પછી બ્હાર ભાગ્યો.

 

                              કક્ષમાં આવી તેણે પડીકી ખોલી. એક પાનમાં કેટલીક જડીબુટ્ટી ભરેલી હતી. અસલી તમાકુની તીવ્ર નશીલિ વાસ ફેલાવા લાગી. તે પથારી પર પલાઠીવાળી બેઠો હતો. મોઢામાં પાન મૂક્યું. જીભની ચેતાઓ અચાનક અતિકાર્યશીલ થઈ ગઈ હોય એમ લાગ્યું. જીભ પર ગરમાહટવ અનુભવાઈ. બાદ બહુ બધો રસસ્ત્રાવ મોઢામાં ભેગો થયો. તેને એ સાધ્વી યાદ આવી. તેના પગ યાદ આવ્યો, તેની આંખો યાદ આવી. તેના ચરબીયુક્ત સ્તન યાદ આવ્યા. પાન ચાવતા તે ઊંધો પડ્યો.

 

*

 

                              રાત્રે ૯:૩૦એ સેવક બધાને જમવા માટે ઉઠાડવા લાગ્યો. બારણે ટકોર કરી બોલી રહ્યો હતો: “ખાના હો ગયા હે!” દરેકે સારી એવી ઊંઘ ખેંચી લીધી હતી. નાહીને બ્હાર આવ્યા. અરશ, સ્નિગ્ધા અને દેવર્ષી લોબીમાં ઊભા રહી વાત કરી રહ્યા હતા. ગીતાંજલી આવી. સૌએ તેને અભિવાદન કર્યું. નાના કેન્ટીન જેવી જગ્યા હતી. જ્યાં ટેબલ પર ડિશ મુકાઇ ગઈ હતી. તે લોકો ત્યાં ઊભા રહી વાતો કરી રહ્યા હતા. એટલામાં ઉત્કર્ષ આવ્યો અને પછી યશવી તેના રૂમમાંથી આવી. ઈમેન્યુઅલ આવ્યો નહીં.

“આ ઈમેન્યુઅલ શું કરે છે? જાવ તો. હજી સૂઈ ના રહ્યો હોય.” ગીતાંજલી બોલી.

“હું જાવ છું.” કહી યશવી ગઈ. સૌ તેને જોઈ રહ્યા. બાકી અરશે જવાની તૈયારી દેખાડી હતી, એને જતાં જોઈ તે ચૂપ રહ્યો.

“મેડમ, મને લાગે છે આ બંનેની વચ્ચે કઈક છે.” કહી સ્નિગ્ધા ઉન્માદીપણે હસવા લાગી.

“રોજ ફ્લર્ટિંગ કરતો હોય છે મારી જોડે, અને યશવી સાથે કઈક છે?” ગીતાંજલીએ પૂછ્યું.

“કોની સાથે એ ફ્લર્ટિંગ નથી કરતો? સ્નિગ્ધા બોલી.

“એનો સ્વભાવ મજાકીયા છે.” દેવર્ષી બોલી.

 

                              તેના રૂમમાં સાવ અંધારું હતું. યશવી પહેલા ટકોરા કર્યા પણ કોઈ જવાબ ન આવતા તે અંદર ગઈ: “ઈમેન્યુઅલ...” તેણે લાઇટ ચાલુ કરી. એ જ અવસ્થામાં ઈમેન્યુઅલ ઊંધો બેઠો હતો. યશવી પાસે આવી. એના ખભે હાથ મૂક્યો: “ઈમેન્યુઅલ... શું થયું તને?” તે ઊભો થયો. હજી પણ તે પાન ચાવી રહ્યો હતો. તેની આંખો વિચિત્ર લાગી રહી હતી. તે વ્હાલથી યશવી સામે જોઈ રહ્યો. પહેલા તો તેની આંખો જોઈ યશવી ડરી ગઈ. પછી સ્મિત જોઈ શાંત પડી. તેણે યશવીને પકડી. યશવી પ્રથમવાર તેની આટલા નજીક આવી હતી.

“શું કરે છે? બ્હાર જમવાનું થઈ ગયું છે.” મંદ સ્વરે તે બોલી.

 

                              ઈમેન્યુયલે તેના હાથ પકડ્યા, અને પોતાના માતું પકડાવ્યું, બાદ તે એની નજીક આવ્યો. યશવીને લાગ્યું તે કિસ કરશે. માટે આંખો બંધ કરી લીધી. ઈમેન્યુઅલ તે સાધ્વીનો અનુભવ કરવા માંગતો હતો. જેવુ એ સાધ્વીના ઘરમાં થયું, એવું તે અત્યારે કરવા માંગતો હતો. તે યશવીના સ્તન પાસે ગયો અને ત્યાં મોઢું અડાડયું. યશવીએ તેને બે હાથથી પકડી દાબી દીધો. ઈમેન્યુઅલને સંવેદન થયું, તેને જે સ્તનને સ્પર્શ કરવો હતો એ આ ન હતા.

“બહુ નાના છે.” તે બોલ્યો.

“શું?” યશવી બોલી.

“બહુ નાના છે.” ઈમેન્યુઅલ બોલ્યો. યશવી શરમાઈ ગઈ. આવું કોઈએ પહેલીવાર તેને કહ્યું હતું. આ વાતનું તેને દુખ લાગ્યું તે ઈમેન્યુઅલને વાંછનીય ન હતી. ઈમેન્યુઅલ ધીમે ધીમે સજાગ બની રહ્યો હતો. તેણે પૂછ્યું:

“તું અહીં કેમ આવી છે?”

“બ્હાર જમવા બોલાવા. બધા રાહ જોવે છે.” નિરસભાવે તે બોલી.

“ઓકે.” કહી ઈમેન્યુઅલ ઊભો થઈ બાથરૂમમાં ગયો: “તું જા હું આવું છું!”

 

                              યશવી તેને જોઈ રહી. પછી ચાલવા લાગી. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. બ્હાર નીકળી આંસુ લૂછી સૌની સાથે થઈ.

“શું કરે છે એ?” ગીતાંજલીએ પૂછ્યું.

“સૂતો હતો. ફ્રેશ થઈને આવે છે.” તેણે કહ્યું. બે ક્ષણ બાદ તે બ્હાર આવ્યો. તેની આંખો વિચિત્ર લાગતી હતી. સૌએ તે બાબતની નોંધ લીધી.

“dude, તારી આંખોને શું થયું છે?” ઉત્કર્ષે પૂછ્યું.

“એ ઊંઘના લીધે.” ઈમેન્યુઅલ બોલ્યો.

“are you all right? મિશન પર આવી શકીશને?” ગીતાંજલીએ પૂછ્યું.

“હા, મે’મ. એવી કઈ પ્રોબલમ નથી...” કહેતા તેણે ઊંડો શ્વાસ ભર્યો અને બોલ્યો: “રાજમા, નાન, ચાવલ, લવિંગ.”

“શું?” ગીતાંજલીએ પૂછ્યું. કોઈને ન સમજાયું તે શું બોલી રહ્યો હતો.

“આજે જમવાનું બહુ સારું છે.” તેણે જણાવ્યુ.

“હા, ચાલો, બધા જમવા.” ગીતાંજલીએ કહ્યું.

 

                              તેઓ જમવા બેસ્યા. સેવિકાઓ જમવાનું પીરસવા લાગી. રાજમા-ચાવલ અને નાન ભાણામાં આવ્યા. સૌએ જમવાનું શરૂ કર્યું. ઈમેન્યુઅલની બાજુમાં દેવર્ષી બેસી હતી, તેણે એને બોલાવ્યો:

“તો... યશવી આવી હતી તારા રૂમમાં શું કરતાં’તા બંને?”

“મને ઉઠાડયો એણે. મારી રાહ જોઈ બેસી રહી હતી. પછી મેં એને જવાનું કહ્યું.”

‘ઓહ, ઓકે.” દેવર્ષી બોલી. તેણે આવા જવાબની અપેક્ષા ન હતી રાખી. સામે ખૂણા પાસેની ખુરશી પર યશવી બેસી હતી. તે એની નજર ચોરાવતી જોઈ રહી હતી પણ એક વાર પણ ઈમેન્યુઅલએ તેની સામે ન જોયું. જમી થોડીવાર બેઠા.

 

                              રાત્રે ૧ વાગે તેઓ આર્મી વાનમાં ચોપટા ઘાટિ પહોંચ્યા. ભારતીય સેનાની સરહદથી ૭૦૦ મીટર દૂર વાન ઊભી રહી. સૌને એક-એક બ્લૂટૂથ આપવામાં આવ્યું હતું, જે આર્મી સાથે અને સ્કવોડમાં એકબીજા સાથે કનેકટેડ હતું. સૌએ આર્મી જેવો ગણવેશ પહેર્યો હતો. ગીતાંજલીએ દૂરબીન લીધું. જેમાં થર્મલવિઝન મોડ પણ હતો. સ્ક્વોડ પોતે જે બંદૂક વાપરવાના હતા, તે લઈ લીધી. ઉપરાંત ચાકુ, ફ્લેશબેંગ અને સાઈલેન્સર ભરાવેલી રિવોલ્વર લઈ નીકળવા તૈયાર થયા.

“હેલો સ્ક્વોડ સેવન.” બ્લૂટૂથમાં અવાજ ગુંજ્યો.

“એક સેકન્ડ... આ અવાજ ક્યાંક સંભાળ્યો છે.” ઉત્કર્ષ બોલ્યો અને વાનમાં જોયું: “તમે કોઈ બોલ્યા હમણાં?” તેણે અફસરોને પૂછ્યું. તેમણે ના પાડી. પછી હસવાનો અવાજ આવ્યો.

“ઉત્કર્ષ, આટલી જલ્દી ભૂલી જવાનું અમને હેં? ગુજરાત શું છોડ્યું ૨૪ કલાકમાં તો તું માણસોને ભૂલી જાવ, આવું ચાલતું હશે યાર!”

“અરે, રોનાલ્ડ સર તમે...” ઉત્કર્ષે ઓળખી પાડ્યા.

“હા, ઓળખાણ પડી ખરી. સારું તો હું અહીંથી બનતી મદદ કરીશ. તમારી સાથે કોલમાં અને તમારા કપડાંમાં લગાવેલા કેમેરાથી હું જોઈ શકીશ. આપ સૌએ આઇ.બી. માટે ગર્વનું કામ કર્યું છે. આ મિશન માટે બેસ્ટ ઓફ લક!” રોનાલ્ડે કહ્યું.

 

                              દરેક મેમ્બરના બ્લૂટૂથથી તેમનું લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યું હતું. ૯ કિલોમીટર અંદર ચાલતા જવાનું હતું. સ્ક્વોડ ચાલતી થઈ. દોડવાની ગતિ સાથે તેઓ અંદર ગયા. જંગલનો વિસ્તાર હતો. ચંદ્રના પ્રકાશથી થોડુ ઘણું અજવાળું હતું. બાકી નીચે અંધાર. તેના કારણે કેમેરામાં કઈ દેખાઈ રહ્યું ન હતું. તેઓ ઓછા અવાજે ઢોળાવ ચઢી રહ્યા. થોડીવાર બાદ રામદયાલજી બોલ્યા:

“one person has fall behind. Gitanjali one person has fall behind. I repeat one person has fall behind!” (એક માણસ પાછળ રહી ગયો છે)

“squad stop!” ગીતાંજલી બોલી. તેણે પાછળ જોયું પાંચ જણ દેખાયા. એક માણસ ન હતો. તે બોલી: “કોણ નથી આપડી સાથે અત્યારે?” સૌએ આસપાસ જોયું.

“ઈમેન્યુઅલ.” અરશ બોલ્યો.

“ઈમેન્યુઅલ, where are you?" ગીતાંજલી બોલી.

“તમારાથી ૫૦ મીટર પાછળ તે રહી ગયો છે.” રામદયાલજી બોલ્યા.

“Peeing!” ઈમેન્યુઅલ બોલ્યો.

“વોટ?” ગીતાંજલી આશ્ચર્ય સાથે બોલી.

“નેચર્સ કોલ મેડમ.” ઈમેન્યુઅલ બોલ્યો. ગીતાંજલીને ઘણો ગુસ્સો આવી રહ્યો હતો પણ આ જગ્યાએ ગુસ્સો કઢાય એમ ન હતો. એમ પણ ઘણા લોકો તેમની વાતો સાંભળી રહ્યા હતા.

“ઓકે, પ્લીઝ જલ્દી આવ.” તે બોલી. આ કૃત્ય રોનાલ્ડને જરાય ન ગમ્યું, તેણે ઈમેન્યુઅલને ખૂબ ઠપકો આપ્યો.

“સોરી સર. નેચરને ના ના પાડી શક્યો હું.” તે બોલ્યો અને સ્ક્વોડ સાથે થયો. લપ કરવા કરતાં રોનાલ્ડ પણ ચૂપ રહ્યો.

 

                              તેઓ આઉટપોસ્ટ પાસે આવ્યા. સેફહાઉસની ઉપર એક હેલોજાન ફોક્ષ લગાવી હતી. જે ગોળ-ગોળ ફરી દૂર સુધી પ્રકાશ ફેંકી રહી હતી, આ એક નવી ઉપાધિ આવી. ગીતાંજલીએ નાઇટવિઝન દૂરબીનથી જોયું. ચાર, પાંચ, છ... સાત માનવ આકૃતિઓ તેને દેખાઈ. ઓછામાં ઓછા પંદર જણ અહીં હોવા જોઈએ. બીજા આંઠ ક્યાં? સેફ હાઉસની અગાસીએ એક આદમી ખુરશીમાં બંદૂક રાખી સૂતો હતો. એવા જ બે જણ આવવાના માર્ગના ટોલ બાર પાસે ખુરશી નાખી સૂતા હતા. અન્ય બે જણ સેફહાઉસના દરવાજા પાસે જમીન પર દીવાલે ટેકો દઈ સૂઈ ગયા હતા. જેની ઉપર ગોળો ચાલુ હતો. બે જણ જાગતા હતા. જેમાંનો એક તાપણા પાસે બેસી હાથ શેકી રહ્યો હતો. બીજો એક આંટા મારી રહ્યો હતો અને વારંવાર તાપણા પાસે ગરમી મેળવવા આવતો હતો.

 

                              પાંચ મિનિટ સુધી ગીતાંજલીએ આઉટપોસ્ટનું નિરીક્ષણ કર્યું. સૌપ્રથમ દેવર્ષીને ટેકરી પર તેની જગ્યાએ જવા કહ્યું. ધ્યાનથી, એકદમ શાંતિથી અવાજ કર્યા કે લાઇટમાં દેખાયા વિના જવા કહ્યું. સંભાળીને દેવર્ષી આગળ વધી. જેવો લાઇટનો પ્રકાશ તેની દિશામાંથી પસાર થતો તે ઝડપથી જાડ પાછળ સંતાઈ જતી. એમ પંદર મિનિટે તે એના નિર્ધારેલ સ્થાન પર પહોંચી. એ પછી સ્નિગ્ધાને તેની જગ્યા પર મોકલી. સ્નિગ્ધાને ખરેખર ડર લાગી રહ્યો હતો. ઢોળાવ ઉતરી તેણે નીચે જાડી-ઝંખરમાં જવાનું હતું. એમાં પણ જો ૩૫ ફૂટ દૂર ઉભેલા એકેય આદમી જાગી ગયા તો તે મરી ગઈ સમજજો.

“સ્નિગ્ધા, મને સાંભળ. શાંતિથી ગભરાયા વગર જા. મને ખબર છે તું કરી શકે છે. હિમ્મત રાખ. જરા પણ ગભરાઈશ નહીં. જમીન પર ધ્યાનથી પગ મૂક અને આગળ વધ.” રોનાલ્ડ બોલ્યો. આ સમયે સ્ક્વોડની હિમ્મત વધારવી જ પડે. બાકી માણસ નર્વસ થઈ કવર બ્લો કરી નાખે.

 

                              પછી યશવી, ઈમેન્યુઅલ અને ઉત્કર્ષ દક્ષિણ દિશા તરફ ગયા. ઊંચો ઢોળાવ ચઢી, એક જાડની આડસે યશવી ઊભી રહી. ઈમેન્યુઅલ-ઉત્કર્ષ તાર-ફેંસની જાળી નજીક ગયા. દરમિયાન ઈમેન્યુઅલ બોલ્યો:

“મને એક જંગલી જાનવરની ગંધ આવે છે.”

“જીવતા કે મરેલા?” ગીતાંજલીએ પૂછ્યું.

“જીવતા.” તે બોલ્યો.

“આવું ન બોલ યાર...મને બીક લાગે છે, એમ પણ હું તમારાથી ઘણી દૂર છું.” દેવર્ષી બોલી.
“ચિંતા ના કરો. આ ગંધ આઉટપોસ્ટ તરફથી આવે છે. ઉત્કર્ષ, આપણે ફેંસ કાપવાની જરૂર નથી. ત્યાં જો આગળથી નીકળાય એવું છે. આ ફેંસ કદાચ એમણે જાનવરો માટે રાખ્યા હશે, અંદર ન ઘૂસી જાય એ માટે.” તે બોલ્યો.

 

                              હળવે-હળવે બંને આગળ ગયા. ગરાજ જેવી ઓરડી પાસે અલાર્મ દેખાયો. ઉત્કર્ષ બોલ્યો: “૮મો માણસ અલાર્મ પાસે બેઠો છે, તે જાગે છે. ફોનમાં વિડીયો જોવે છે.” ઈમેન્યુઅલ-ઉત્કર્ષના કેમેરામાં એ માણસ દેખાયો. વાનમાં અને રોનાલ્ડ કોન્ફરન્સરૂમમાં બેઠો હતો ત્યાં એક બે સ્ક્રીન વિઝિબલ થઈ.

“યશવી, અલાર્મ પાસે બેસેલા માણસને બીજા કેટલા લોકો જોઈ શકે છે?” રોનાલ્ડે પૂછ્યું.

“એને...(સ્નાઇપર ઝુમ કરી તેણે ધ્યાનથી જોયું) સેફહાઉસના દરવાજે બેસેલા બંને આદમી જોઈ શકે છે પણ તેઓ સૂઈ ગયા છે. રૂફ ઉપર જે આદમી સૂતો છે એ પણ જોઈ શકે છે. એ પણ સૂતો છે. પેલો આદમી જે આંટા મારી રહ્યો છે, એ થોડો અંદર તરફ આવી રહ્યો છે. બાકી એને કોઈ જોઈ શકે એમ નથી.” તે બોલી. રોનાલ્ડ મૂંઝવાયો. સ્ક્વોડ તેના આદેશની રાહ જોવા લાગી. રોનાલ્ડ કહે એમ આગળ વધીએ પણ તે ત્યાં હાજર ન હતો. એક ટીવી સ્ક્રિનમાં જોઈ તે આદેશ ના આપી શકે.

“ગીતાંજલી, આગળ શું કરવાનું છે?” રોનાલ્ડે પૂછ્યું.

“ઉત્કર્ષ, તારી રિવોલ્વર નિકાળ. સાઈલેન્સર ભરાવ અને અલાર્મ પાસે બેસેલા આદમી સામે તાકી રાખ. બરાબર લેફ્ટ અપર ચેસ્ટ પર નિશાન લેજે. (કોપી. ઉત્કર્ષ બોલ્યો) દેવર્ષી પેલો આદમી જે ચાલી રહ્યો છે, એને હું કહું ત્યારે તું શુટ કરજે. મારા કહેવાની વેઇટ કરો.” બાજુમાં ઉભેલા અરશને તેણે કહ્યું: “અરશ, તું ડાબી બાજુ ટોલબૂથ પાસે બેસેલા આદમીને રિવોલ્વરથી શુટ કરજે, હું જમણાને કરીશ. સ્નિગ્ધા સેફહાઉસના દરવાજાએ જો. બે આદમી પડ્યા છે. એ બંનેને હું કહું ત્યારે ફાયર કરવાના છે તારે. ટિમ બધાને સમજાઈ ગયું?” ગીતાંજલીએ પૂછ્યું.

“યસ.” સૌ બોલ્યા.

“ઓકે. હું કહું એટલે ફાયર કરજો...”

 

                              આર્મી વાનમાં-રોનાલ્ડને બધી સ્ક્રિનમાં ભળભાંખળું દેખાઈ રહ્યું હતું. સ્ક્વોડ સેવન ગીતાંજલીના ઇશારાની રાહ જોઈ રહી હતી. ત્રણેય સ્નાઈપર્સે નિશાન લઈ લીધા હતા. ઉત્કર્ષે અલાર્મ પાસે બેસેલા આદમીને નિશાન પર લીધો. ઈમેન્યુયલે અગાસી પર સૂતા આદમીને નિશાના પર લીધો.

“સ્ક્વોડ રેડી?” ગીતાંજલીએ પૂછ્યું.

“યસ.” સૌએ હા પાડી. આંટા મારી રહેલો આદમી બેસેલા આદમી નજીક આવ્યો.

“સ્ક્વોડ ફાયર!” ગીતાંજલી બોલી.

 

                              એ સાથે જ સાત જણાને ગોળીથી વીંધી નાખ્યા. ટોલબૂથ પાસે બે, તાપણા પાસે એક, અલાર્મ પાસે બે, અગાસી પર એક અને સેફહાઉસના દરવાજે એક. એમ કુલ સાત માણસો લાશમાં ફેરવાઇ ગયા. ફરી એક ગોળી છૂટી. સ્નિગ્ધાએ દરવાજા પાસે સૂતેલા બીજા આદમીને હંમેશ માટે સુવડાવી દીધો.

“ઓલ ક્લિયર!” ઉત્કર્ષ બોલ્યો અને બ્હાર નીકળ્યો.

“રૂફવાળા પર કોણે ગોળી ચલાવી? ગીતાંજલીએ પૂછ્યું.

“મેં.” ઈમેન્યુઅલ બોલ્યો.

“ઓકે. નાવ ટર્ન ઓફ ધી અલાર્મ એન્ડ ચેક ધી સેફહાઉસ!” ગીતાંજલી બોલી. એ જ ક્ષણે દૂર માર્ગથી એક જીપ આવતી દેખાઈ. “દેવર્ષી, તારી જમણી બાજુ જો.” ગીતાંજલી બોલી.

“Five men on the jeep!” દેવર્ષી બોલી.

“ઉત્કર્ષ ટેક અ કવર! એ લોકો આવી રહ્યા છે.” ગીતાંજલી બોલી. ઉત્કર્ષ દોડતો સેફહાઉસના દરવાજા તરફ ભાગ્યો. દરવાજો ખોલી જોયો પણ બંધ હતો.

“The door is locked!” તે બોલ્યો.

                              અગાસી ઉપર બેસેલા માણસની લાશ ખુરશી પરથી નીચે લસરી. જિપ્સમાં સવાર એક આદમીએ તે જોયું. જીપ ત્યાં જ ઊભી રહી ગઈ અને બંધ થઈ. હેડલાઇટનો પ્રકાશ આવતો બંધ થયો.

“દેવર્ષી, ફાયર!” ગીતાંજલી બોલી.

 

                              દેવર્ષીએ નિશાનો લીધો અને ડ્રાઈવિંગ સીટ પર બેસેલા આદમીના કપાળમાં ગોળી ઉતારી દીધી. તે રીલોડ કરે ત્યાં સુધીમાં બીજા ચારેય જિપ્સીમાંથી કુદ્યા અને સંતાઈ ગયા.

“મે’મ ચારેય સંતાઈ ગયા છે.” દેવર્ષીએ કહ્યું.

“SH#T!” તે બોલી.

 

                              એ જ ક્ષણે ઉત્કર્ષે સેફહાઉસના દરવાજમાં ગોળી મારી દરવાજો ખોલ્યો. તે અંદર પ્રવેશ્યો. ઈમેન્યુઅલએ અલાર્મ બંધ કર્યો અને આંટા મારતા આદમીની લાશના ખિસ્સામાંથી ચાવી લઈ સેફહાઉસમાં આવ્યો. ઉત્કર્ષે અંદર જઈ જોયું. અંદર કોઈ સૈનિક હતા નહીં. એક આદમી જમીન પર સૂતેલો દેખાયો. તે લીએન લાગ્યો. તે પાસે ગયો અને તેને પોતાની તરફ ફેરવ્યો. એને જોઈ ઉત્કર્ષના મોઢામાંથી આપોઆપ ગાળ નીકળી ગઈ: “What the F***!”

“શું થયું ઉત્કર્ષ?” ગીતાંજલીએ પૂછ્યું.

“મે’મ... મે’મ...!” ઉત્કર્ષ ડઘાઈ જઈ બોલ્યો. ઈમેન્યુઅલ પાસે આવ્યો:

“એ... હે...!” તે બોલ્યો.

“શું થયું ઈમેન્યુઅલ? જલ્દી બોલો.”

“મે’મ... મે’મ He is dead!” ઈમેન્યુઅલ બોલ્યો.

“શું બકવાસ કરે છે?” તે બોલી.

“લીએન મરી ગયો છે.” ઉત્કર્ષ બોલ્યો.

 

                              બધાના હ્રદયમાં ફાળ પડી આ શું? આર્મી વાનમાં ઝીમ ઊભો હતો. તેણે આ સાંભળ્યું અને ચોંકી ગયો. તે પૂતળાની જેમ ચોંટી ગયો. સ્પીકરમાં જે સાંભળ્યું એ જૂઠ ન હતું. બે વાર કોઈક માણસો બોલ્યા હતા. ખરાઈથી કે લીએન મરી ગયો છે. સૌ બે ઘડી ચૂપ થાઈ ગયા. કઈ ગતાગમ ન પડી શું કરવું? રોનાલ્ડને પણ ન સમજાયું શું બોલવું. તેણે ગીતાંજલીને પૂછ્યું:

“ગીતાંજલી next move?” તે ચૂપ રહી. અરશે તેને બોલાવી.

“હંહ?” તે ઝપકી ગઈ. “હવે શું કરવાનું?” અરશે પૂછ્યું.

“ઉત્કર્ષ, ટેક બેક ધી બોડી એન્ડ લીવ ધી પ્લેસ.” ગીતાંજલીએ કહ્યું.

“બટ, મે’મ He is dead!” ઉત્કર્ષ બોલ્યો.

“TAKE THE BODY! BRING WITH YOURSELF!” તે બોલી.

“કોપી.” ઉત્કર્ષ બોલ્યો અને તેને ઉપાડયો.

તેઓ મુખ્ય માર્ગ તરફ આવ્યા.

“આ બાજુ ન આવશો, ચાર સોલ્જર્સ તેમના ક્યાંક સંતાઈ ગયા છે. જેમ ફરીને આવ્યા હતા, એમ આવો પાછા.” ગીતાંજલીએ ઈમેન્યુઅલ-ઉત્કર્ષને કહ્યું. “દેવર્ષી, તું પાછી આવી જા. સ્નિગ્ધા ઉપર આવ તું.” ગીતાંજલીએ તે બંનેને ઉપર ટેકરા પર આવવા કહ્યું. તે-અરશ ઉપર ગયા. સ્નિગ્ધાને ઢોળાવ ચઢતા જોઈ આઉટપોસ્ટની ઉત્તરેથી કોઇકે ગોળી ચલાવી. ડરથી સ્નિગ્ધા એક જાડ પાછળ સંતાઈ ગઈ. દક્ષિણે ટેકરી પર ઊભેલી યશવીએ અંદાજે ગોળી છોડી અને આદમીને વાગી. તે જમીન પર ઢળી પડ્યો.

“Nineth down!” યશવી બોલી.

“મે’મ હું અને ઉત્કર્ષ અલાર્મ પાસે ઊભા છીએ, શું કરીએ?” ઉત્કર્ષ બોલ્યો.

“વેઇટ... સ્નિગ્ધા, દેવર્ષી તમારે કેટલી વાર છે?” ગીતાંજલીએ પૂછ્યું.

“આ આવી હું.” સ્નિગ્ધા પાસે આવતા બોલી.

“બે મિનિટ.” દેવર્ષી બોલી.

“ઓકે. દેવર્ષી તું ધ્યાન રાખજે તને સ્પોટ ના કરી લે એ લોકો. યશવી યુ હોલ્ડ યોર પોજિશન!”

“ઓકે મે’મ.” બંનેએ જવાબ આપ્યો.

“યશવી ત્રણ માણસો જીવતા છે હજી, તને કોઈ દેખાય છે?” ગીતાંજલીએ પૂછ્યું.

“I’m finding them.” યશવીએ કહ્યું.

“ઈમેન્યુઅલ-ઉત્કર્ષ તમે માર્ગ વાળો ટેકરો ઉતરી જાવ અને દક્ષિણ બાજુથી બ્હાર નીકળો. જે સ્પોટથી આપણે છૂટા પડ્યા ત્યાં જ પાછા આવવાનું છે.”

 

                              દેવર્ષી ત્યાં સુધી આવી ગઈ. ઈમેન્યુઅલને જે ગંધ આવી હતી, એ પ્રાણી દેખાયું. એક નહીં ચાર હતા.

“મે’મ અહીં ચાર ફોક્સ છે.” તે બોલ્યો.

“ક્યાં?”

“ગરાજમાં એક પેટી છે એમાં. ઉત્કર્ષ એક કામ કર. તું લીએનને લઈને દક્ષિણ તરફ જા. હું આવું છું. કહી ઈમેન્યુઅલ ગરાજમાં ગયો. એક ટેબલ પર માંસના લોંદા પડ્યા હતા. એક ટુકડો તેણે પેટીમાં નાખ્યો. ચારેય ભૂખ્યા શિયાળ એના પર તૂટી પડ્યા. તેણે બંદૂક ખભે ભરાવી. એક હાથે પેટી ઉપાડી અને બીજા હાથમાં માસના ટુકડા. તે ઉત્તરના પ્રવેશ માર્ગ પાસે ગયો. અંદર આવવાનો જે ઝાંપો હતો, એની આડસે ઊભો રહ્યો.

“સ્ક્વોડ રેડી રહેજો. એ લોકો મુવમેન્ટ કરશે.” ઈમેન્યુઅલ બોલ્યો. ટોચ પર ઉભેલા ચારેએ ઉત્તરના પ્રવેશ આગળ જાડીઝાંખરાંમાં નિશાન લીધું. ઈમેન્યુઅલએ માંસના ટુકડા જાડી-ઝાંખરાં તરફ ઉલાળયા. પેટીનો આંકડો ખોલી જાડીઓ તરફ ઉલાળીને ફેંકી. ચારેય ભૂખ્યા શિયાળ જે ત્રણ જણ જાડીઓ છુપાઈ ગયા હતા, એમની પાછળ પડ્યા. બે જણ દોડતા, માર્ગ તરફ આવ્યા. સ્ક્વોડ સેવન તેમને જોઈ શકતા હતા. બંનેએ શિયાળને ગોળીઓ મારી. બે શિયાળ મરી ગયા. એ જ ક્ષણે ઉપર ટોચ પરથી સ્નિગ્ધા-દેવર્ષીએ બંનેને સ્નાઇપરથી પાડી દીધા. અન્ય એક જણ જે જાડીઓમાં હજી છુપાયેલો હતો, તેણે એનું ચાકુ કાઢ્યું અને અંદર બેસી રહીને પાસે આવતા શિયાળને મારી નાખ્યા. તે હજુ કોઇની નજરમાં આવ્યો ન હતો. આ તરફ ઈમેન્યુઅલ ટોલબાર પાસેથી દોડતો ઢોળાવ ચઢવા લાગ્યો.

 

                              જાડી-ઝાંખરાંમાં ઉભેલા આદમીએ ઈમેન્યુઅલને ભાગતો જોયો. તેણે ગણતરી માંડી. સામે ટોચ પરથી જ કોઈક ગોળીઓ ચલાવી રહ્યું હતું. આ એક આદમી અમારા પર શિયાળ નાખી ભાગ્યો, એનો અર્થ તે એક જ સેફહાઉસ તરફ હશે, બાકી બધા ટોચ પર છે અને એ પણ ત્યાં જઈ રહ્યો છે. મતલબ, તે ત્યાંથી બધા ભાગી જશે. એમ વિચારી તે દીવાલના ટેકે ઝાંપા પાસે આવ્યો અને ઝાંપાની વચ્ચેની જગ્યામાંથી ગોળીબાર કર્યો. ઈમેન્યુઅલ દોડી રહ્યો હતો, તેની આસપાસ ગોળીબાર થઈ રહ્યો હતો, પણ તે જોઈ શક્યો નહીં. ઊંધું ઘાલી તે ઉપર તરફ ભાગતો રહ્યો. ગીતાંજલી-અરશે ઝાંપા તરફ ગોળીબાર કર્યો. પણ તે માણસ સરખી રીતે સંતાઈને બેઠો હતો. તેને ગોળી લાગી શકે એમ ન હતી. ઈમેન્યુઅલ સુરક્ષિત ઉપર આવી શકે, એ માટે ગીતાંજલીને યુક્તિ સુઝી:

“ઈમેન્યુઅલ હું ફ્લેશબેંગ નાખું છું તને ફાવશે?” ગીતાંજલીએ પૂછ્યું.

“હા, હા, જલ્દી નાખો! પેલો મને ગોળી મારી દેશે.” ઈમેન્યુઅલ બોલ્યો.

“સ્કવોડ, તમારા ફ્લેશબેંગના કેન નાંખો. યશવી તું ટેકરો ઉતરી દક્ષિણથી અમારી પાસે આવ.”

“ઓકે. દરેક સભ્ય બોલ્યા.

 

                              યશવીએ સ્નાઇપર ઉપાડી, ઢોળાવ નીચે ઉતરવા લાગી. ગીતાંજલીએ તેનો કેન નાંખ્યો. સફેદ ધુમાડો એટલા વિસ્તારમાં ફાટી નીકળ્યો. વારા ફરતી સ્નિગ્ધા અને દેવર્ષીએ નાખ્યો.

“અરે પેલાની બાજુ નાંખો. મને કઈ દેખાતું નથી.” ઈમેન્યુઅલ બોલ્યો. એ જ ક્ષણે તે જાડના થડ સાથે ભટકાયો અને પડી ગયો. તે ગુલાટી ખાતો નીચે રગડવા લાગ્યો.

“શીટ! શીટ! શીટ! શીટ! શીટ! શીટ!” ગીતાંજલી બોલી અને નીચે ઉતરી.

 

                              ઈમેન્યુઅલ નીચે રગડતો માર્ગ પાસે આવી પડ્યો. તેનું આખું શરીર તૂટવા લાગ્યું. ગીતાંજલીના આવવાની સુગંધ તેને આવી. તે બોલ્યો:

“મે’મ તમે ના આવશો, પ્લીઝ!”

“હું આવું છું તને લેવા કોઈ જગ્યાનું કવર લઈ લે.” ગીતાંજલી બોલી. પછી વિચારમાં પડી. “તને કેમની ખબર હું તને લેવા આવું છું?” ગીતાંજલીએ પૂછ્યું.

“તો મને તમે જ લેવા આવવાનાને? પેલો સામેવાળો સોલ્જર થોડી આવશે.” ટોલ બાર પાસે લસરતા જતાં તે બોલ્યો. આવા ગંભીર માહોલમાં પણ ઈમેન્યુઅલ સ્વસ્થતાથી મજાક કરી શકતો હતો. તે જોઈ સૌ અચંબિત થયા. મજાક કરતાં વધારે તેના આ વલણ પર વધુ હસવું આવ્યું.

 

ગીતાંજલી નીચે આવી: “મેં પહેલા જ કીધું હતું, તને ફાવશે? તો તે હા કેમ પાડી?” તેની પાસે આવી ઈમેન્યુઅલને ઊભો કર્યો. તે બોલ્યો: “જો હું પડ્યો ના હોત તો તમે મને બચાવા ન આવતા ને.”

“’ને અત્યારે તારી અને મારી બંનેની જાન જોખમમાં મૂકી દીધી. પેલો આદમી હજી જીવતો છે.” ઈમેન્યુઅલને ટેકો દેતા ગીતાંજલી બોલી.

“અરે, કઈ ના થાય મેડમ! હું છું ને તમારી સાથે, ચિંતા ના કરો.” ઈમેન્યુઅલ બોલ્યો. એ જ ક્ષણે તે આદમીએ એમના તરફ ગોળી ચલાવી. ગીતાંજલી તેને લઈ જાડી-ઝાંખરાં તરફ ગઈ અને નીચે નમી.

“એએએએએએએએ....!!!!! તારી માની....!!!” ઈમેન્યુઅલ ગુસ્સામાં બોલ્યો અને જાડીઓની બ્હાર નીકળ્યો.

“ઈમેન્યુઅલ!” ગીતાંજલીએ બૂમ પાડી.

“એ આ શું કરે છે???” અરશ બોલ્યો અને તે ઉત્તર છેડા તરફ ગયો.

“તે મારા મેડમ પર ગોળી ચલાવી!!! હરામના પિલ્લા!!!” કહી ઈમેન્યુઅલ ગોળી ચલાવતો એની તરફ ભાગ્યો. ઈમેન્યુઅલની રાડ અને ગોળીઓના ધમધમતા અવાજ સાંભળી તે આદમી ઝાંપાની આડશે સંતાઈ ગયો. ઉપર અરશ એની તરફ આવી રહ્યો હતો. ગીતાંજલીએ તેને પાછો બોલાવ્યો: “Emmanuel! Come back!”

 

                              તેણે જાળીમાં કાણાં પાડી દીધા. એક ગોળી આદમીને કાન પર વાગી હતી. ઈમેન્યુઅલ છેક તેની સામે ગયો. સમાંતરે ઢોળાવ ઉપર અરશ ઊભો હતો. ઈમેન્યુઅલે પેલા ના શરીરમાં ગોળીઓ ઉતારી નાંખી. પંદર ગોળીઓ તેની રાઇફલમાં ભરી હતી, તે પંદરે પંદર આદમીના શરીરમાં ઉતારી દીધી. ઉપર અરશે આ જોયું.

“13th down!” ઈમેન્યુઅલ બોલ્યો.

“Come back!” ગીતાંજલીએ તેને કહ્યું.

“જી, મે’મ.” તે બોલ્યો.

“તું ગાંડો થઈ ગયો છે!?! મગજ વગરના! બે લલ્લુ પાડી દીધો હોત એણે હમણાં તને!” ગીતાંજલી તેના પર રોષે ભરાઈ.

“તો કઈ નહીં મરી જાત. એટલીસ તમારા માટે જ મર્યો હોત ને?” ઈમેન્યુઅલએ પૂછ્યું. ગીતાંજલી છક થઈ ગઈ. આવા જવાબોની તેણે અપેક્ષા ન હતી કરી. તે એના માટે એમ ભાગ્યો હતો. એટલે વધારે ગુસ્સો ન હતો કરવો પણ આવું કૃત્ય જોખમી કહેવાય.

“આ મેન્ટલ કેસ છે!” તે એટલું બોલી. ઈમેન્યુઅલ પાસે આવ્યો.

“ઉપર પહોંચ તું.” ગીતાંજલી બોલી.

“યસ મે’મ.” ઈમેન્યુઅલ લંગડાતો પાછો ઢોળાવ ચઢવા લાગ્યો.

“યશવી અને ઉત્કર્ષ તમે ક્યાં છો?”

“હું ઉપર આવી ગયો છું.” ઉત્કર્ષ બોલ્યો.

“બસ મે’મ હું પણ પહોંચવા આવી.” યશવીએ કહ્યું.

“ઓકે. રોનાલ્ડ, The man is dead! What to do?” ગીતાંજલી બોલી.

“તમે બરાબર કર્યું છે. એને પાછો ઈન્ડિયા લઈ આવો.” તેણે કહ્યું.

“ઓકે.” ગીતાંજલી બોલી.

 

                              દરેક સ્કવોડ સભ્ય ઉપર ટોચ સુધી આવી ગયા. ગીતાંજલીએ લીએન તરફ જોયું. તેણે એના હાથની નસ કાપી લીધી હતી. તેના હાથ પર કપડું બાંધ્યું હતું?

“આ કપડું કોણે બાંધ્યું?” ગીતાંજલીએ પૂછ્યું.

“મેં.” ઉત્કર્ષ બોલ્યો. બાદ ઉમેર્યું: “એના હાથમાંથી બ્લડ નીકળયુ બોડી મુવ કરતાં, માટે.”

“કોઈ વાંધો નહીં. રોનાડલ, આણે સુસાઇડ કર્યું છે.” ગીતાંજલીએ કહ્યું.

“ઓકે. સાવચેતીથી પાછા આવો જલ્દી.” તેણે કહ્યું.

“ઓકે.” તે બોલી, તેઓ પાછા વળ્યા.

 

                              જતી વખત કરતાં આવતી વખતે તેમની ગતિ વધી હતી. અરશે-ઈમેન્યુઅલએ ઉત્કર્ષને પૂછ્યું કે લીએનને તેઓ ઊંચકી લે, પણ ઉત્કર્ષ હજી થાક્યો ન હતો, તો તેઓએ આગળ વધવાનું ચાલુ રાખ્યું. થોડી ક્ષણો પછી ઈમેન્યુઅલને કઈક મહેસુસ થયું. કશાકની ગંધ આવી.

“મે’મ, આગળ માણસો છે.” તે બોલ્યો.

“કોણ?”

“ઊભા રહો, અહીંયા. આગળ માણસો છે.” તે બોલ્યો.

 

                    સૌ ઊભા રહી ગયા. વાતાવરણમાં બે ક્ષણ શાંતિ પ્રસરી ગઈ. પછી સામેથી ગોળીઓ ચાલવાનો અવાજ આવ્યો. સાતેય સ્કવોડ સભ્યો જાડની આડસે સંતાઈ ગયા.

“We are still in attack!” ગીતાંજલી બોલી. વાનમાં અફસરો અને રોનાલ્ડે સાંભળ્યું.

“Dude, તને આ બધી ખબર કેમની પડે છે?” અરશે ઈમેન્યુઅલને પૂછ્યું.

“ખબર નહીં, હું ઊંઘીને ઉઠ્યો છું ત્યારથી મારી સ્મેલિંગ સેન્સ અતિશય વધી ગઈ છે. મને દૂરથી ખ્યાલ આવી જાય છે. કોઈ જીવતી વસ્તુ આસપાસ હોય તો.” તે બોલ્યો.

 

                              ઈમેન્યુઅલ સાચું કહી શકે એમ ન હતો કે તેણે નશીલા પદાર્થનું સેવન કર્યું હતું. તે સાધ્વીએ જે નશાની પડીકી આપી હતી, એનાથી તેની ગંધજ્ઞાનેન્દ્રિયની ક્ષમતા વધી ગઈ હતી. સામે તરફથી 5-7 સેકન્ડ બાદ એક-એક ગોળી છૂટી રહી હતી. અંધારામાં કોઈ કોઈને જોઈ શકતા ન હતા.

“રામદયાલજી આ કોણ હોય શકે છે?” રોનાલ્ડે પૂછ્યું.

“ચાઇનીઝ આર્મી. અફ કોર્સ.” સ્નિગ્ધા બોલી.

“મને પણ એમ લાગે છે.” ગીતાંજલીએ કહ્યું. એ લોકો સ્ટ્રેટેજી સાથે ફાયર કરી રહ્યા હતા. દર વખતે અલગ માણસ ગોળી ચલાવતો હતો. કોઈ હલી શકે એમ ન હતું.

“આ ચાઇનીઝ આર્મી નથી.” રામદયાલજી બોલ્યા અને ભયભીત વિચારોમાં ગર્ત થઈ ગયા.

 

 

(ક્રમશ:)