Agnisanskar - 88 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 88

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 88



" ડોન્ટ વરી...હું અહીંયા તમને પકડવા નથી આવ્યો...મારે બસ પ્રિશા સાથે અમુક સવાલના જવાબ લેવા છે..." આર્યને કહ્યું.

અંશે પ્રિશાના કાનમાં ધીમેથી કહ્યું. " તું ચિંતા ન કર...હું આર્યનને હમણાં ઠેકાણે લગાડું છું..."

પ્રિશા એ અંશના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું. " તું કેશવને લઈને હોસ્પિટલ પહોંચ તારા માટે એ વધારે જરૂરી છે...અને તું મારી ચિંતા ન કર....મને કઈ નહિ થાય..."

" પણ પ્રિશા...."

" અંશ મેં કહ્યુંને તું જા..."

અંતે અંશને પ્રિશાની વાત સ્વીકારવી પડી અને તે કેશવને લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. એની સાથે નાયરા પણ જતી રહી. હવે બસ આર્યન અને પ્રિશા જ ત્યાં હાજર હતા.

આર્યને પિસ્તોલ નીચે કરી અને પ્રિશા તરફ પોતાના કદમ આગળ વધાર્યા. પ્રિશા તરફ પહોંચતા રસ્તે કેટલીય લાશોના ઢગલા પડેલા જોયા. રોકીનો લોહીલુહાણ વાળો ચહેરો જોઈને આર્યન સ્તબ્ધ થઈ ગયો.

તેણે એ બધાને ઇગનોર કર્યા અને પ્રિશાને એક ખાલી રૂમમાં અંદર લઇ ગયો.

" તું મારા સવાલોના જવાબ આપ એ પહેલા હું કન્ફમ કરી દઉં કે મેં પણ પોલીસની જોબ છોડી દીધી છે...એટલે જો તારા મનમાં એવું હોય કે હું પોલીસ સાથે જોડાયેલો છું તો બેફિકર થઈ જજે..."

" મને ફરક નથી પડતો કે તું પોલીસ ઓફીસર છે કે નહિ...તું મારી પાસે આવ્યો છે તો હું તને મારી બધી હકીકત જણાવીશ...બસ મારો ભરોસો ન તૂટવા દેતો..."

" ડોન્ટ વરી....હું પ્રિશા અગ્રવાલ નથી...કે દગો આપીને છોડીને જતો રહીશ..."

" આર્યન....મારી વાત ધ્યાનથી સાંભળ....." ત્યાર બાદ પ્રિશા એ આર્યન પર ભરોસો કરીને પોતાના જીવનની બધી ઘટનાઓ જણાવી. શરૂઆતથી લઈને નવીનના વિડિયો કોલ સુધી લઈને બધી માહિતી તેમણે આર્યનને આપી દીધી.

************************************

જ્યાં પ્રિશા આર્યનને બધી હકીકત જણાવી રહી હતી ત્યાં આ બાજુ કેશવને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. ડોકટરે તુરંત કેશવનો ઈલાજ શરૂ કર્યો.

ગળામાંથી ઘણું લોહી વહી ગયું હતું. જેનાથી કેશવ બેહોશ થઈ ગયો હતો. એક કલાકની ટ્રીટમેન્ટ બાદ કેશવની મલમ પટ્ટી કરવામાં આવી. અને થોડાક સમયબાદ કેશવને હોશ પણ આવી ગયો.

" થૅન્ક ગોડ....તું ઠીક છે..." નાયરા એ તુરંત બેડ પર સૂતેલા કેશવનો હાથ થામી લીધો.

" પાગલ તું મારા માટે રડતી હતી!.." કેશવે પોતાના હાથોથી નાયરાના આંસુ લૂછ્યા.

" હું પણ તારા માટે રડતો હતો...ચલ મારા આંસુ લૂછ..." અંશે મસ્તી કરતા કહ્યું.

" તું ક્યાં દિવસથી રડવા લાગ્યો...અને આ પ્રિશા સાથે તારું શું ચક્કર છે હે?"

" તું ઘરે ચલ પછી તને બધા ચક્કરની માહિતી આપું છું..."

ત્યાં જ ડોકટર આવ્યા અને બોલ્યા. " કેશવ એકદમ સ્વસ્થ છે તમે ચાહો તો એને ઘરે લઈ જઈ શકો છો પણ હા દસેક દિવસ પેશન્ટને સખ્ત આરામ કરવો જરૂરી છે..ઓકે?"

" સાંભળ્યું ને ડોકટર સાહેબે શું કીધું નો સવાલ માત્ર આરામ...ચલ હવે...."

અંશે પ્રિશાને કોલ કરી લીધો અને સૌ પ્રિશાના ઘરે ભેગા થઈ ગયા.

બધા એકસાથે બેઠકરૂમમાં ઉભા હતા. બસ કેશવ જ સોફા પર બેઠો હતો. અને એની બાજુમાં એની કાળજી લેતી નાયરા બેઠી હતી.

" અંશ.....પહેલા મને એ કહે કે આ પ્રિશા તારી સાથે શું કરે છે? " કેશવે ગુસ્સામાં આવીને કહ્યું.

અંશે પ્રિશા સમુ જોયું અને પછી આર્યન તરફ જોયું.

" પ્રિશા પહેલા તું મને જણાવ કે આ આર્યન અહીંયા શું કરે છે?" અંશે પણ હૂબહૂ કેશવની જેમ સવાલ કર્યો.

બધાની નજર બસ પ્રિશા તરફ અટકી ગઈ.
" એક મિનિટ પહેલા તો મને આમ ટગર ટગર જોવાનું બંધ કરો....અને અંશ તું પહેલા કેશવને મારા વિશે જે હકીકત છે એ જણાવી દે એટલે એ મને આમ ગુસ્સામાં જોવાનું બંધ કરે અને જે મનમાં વહેમ છે એ પણ દૂર થાય..."

" ઓકે ઓકે...." અંશે ત્યાર બાદ પ્રિશાના જીવનની ગાથા અને ત્યાર બાદ થયેલી ઘટનાઓ જણાવી દીધી.

" હમમ....પોલીસ ઓફિસર સાથે દોસ્તી અને દોસ્તી પછી સીધો પ્રેમ...! અંશ તું તો મારા કરતા પણ તેજ નીકળ્યો.."

" મારું છોડ આ છોકરી કોણ છે ? જે તારી એટલી કેર કરે છે હે?" અંશે પૂછ્યું.

" આનું નામ નાયરા છે..." કેશવે પછી નાયરા સાથે થયેલી દોસ્તી અને એની સાથે બનેલી ઘટનાઓ સૌને જણાવી.

" પ્રિશા, હવે બોલ આ આર્યન અહીંયા આપણી વચ્ચે શું કરે છે?" ગંભીર સ્વરમાં અંશે પ્રિશા તરફ જોઈને કહ્યું.

" આર્યને મારી જેમ પોલીસ ઓફીસરની જોબ છોડી દીધી છે...અને હવે એ આપણી સાથે રહીને આપણી મદદ કરશે..."

" વોટ!!... આર યુ મેડ? તું આર્યનને આપણા વચ્ચે રાખવા માંગે છે?"

" અંશ...આર્યન પર મને પૂરો ભરોસો છે.."

" પણ મને ભરોસો નથી...પહેલા તું પોલીસ ઓફીસરની જોબ છોડીને આવતી રહી અને હવે આ મહેમાન પધાર્યા છે....અહીંયા ચાલે છે શું?? મને તો લાગે છે ધીમે ધીમે આખી પોલીસ ઓફીસરની ટીમ આપણા જેવા ક્રિમીનલ સાથે જોડાઈ જશે..."

" અંશ મેં આર્યન સાથે વાત કરી લીધી છે...અને મેં નવીન શર્માની હકીકત પણ એમને કહી દીધી છે..અને મને આર્યન પર પૂરો ભરોસો છે કે એ આપણને ક્યારેય દગો નહિ દેય.."

અંશ બે ઘડી ચૂપ રહ્યો અને તુરંત એ આર્યન સામે જઈને ઊભો રહ્યો. " આર્યન....તારી પિસ્તોલ આપ..."

આર્યને બે પળ પણ વિચાર કર્યા વિના જ પિસ્તોલ અંશના હાથોમાં થમાવી દીધી. પિસ્તોલને હાથમાં લઈને અંશે પિસ્તોલ સીધી આર્યન તરફ તાકી દીધી.

" અંશ આ શું પાગલપન છે??? પિસ્તોલ નીચે કર!!.." પ્રિશા એ ચોંક્તા કહ્યું.

કેશવ અને નાયરા પણ સોફા પરથી ઉભા થઇ ગયા!

બધાની નજર બસ અંશ તરફ હતી. જ્યારે અંશ અને આર્યન એકબીજાની આંખોમાં આંખ મિલાવીને જોઈ રહ્યા હતા.

થોડાક સમયબાદ અંશે આખરે પિસ્તોલ ચલાવી જ દીધી.

ગોળીનો અવાજ સાંભળીને પ્રિશા જોરથી ચિલ્લાઈ. " અંશ!!!"

ક્રમશઃ