Agnisanskar - 87 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 87

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 87



" નવીન!!! તું...." પ્રિશા એ કહ્યું.

" કેમ છે મારી પ્યારી લાડલી.... પ્રીશુ..?" નવીન બોલી ઉઠ્યો.

" મોં સંભાળીને વાત કર નથી હું તારી દીકરી કે નથી તું મારો બાપ સમજ્યો?"

" અરે કેમ હું તારો બાપ નથી? તારા મમ્મી સ્વર્ગવાસ થઈ ગયા હતા ત્યારે તારા પપ્પા એ જ લીલાવતી સાથે જ બીજા લગ્ન કર્યા હતા ને! અને જ્યારે તારા પપ્પા પણ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે મેં જ તારા મમ્મી લીલાવતી સાથે લગ્ન કરી લીધા!
તો ટેકનિકલી હું તારો બાપ જ થયો ને.....ચલ એ બઘું જવા દે રોકી ક્યાં છે?? મેં તો એને કોલ કર્યો હતો ને?"

પ્રિશા એ રોકીનો લોહી લુહાણ વાળો ચહેરો દેખાડ્યો અને કહ્યું. " જોઈ લે તારા રોકીની હાલત..."

" અરે અરે બિચારાની કેવી હાલત કરી છે તે? મેં કીધું હતું એને કે એકલો પ્રિશા સામે ન લડ પણ નહિ એના માથે તો ખૂન સવાર હતું...જેમ તારા મનમાં મારું ખૂન કરવાનું જુનુન ચડ્યું છે...બરોબરને પ્રિશા?"

પ્રિશા એ અંશ સામે જોયું અને પ્રિશા મનોમન વિચાર કરવા લાગી કે " આ નવીનને મારા મનની વાત કઈ રીતે ખબર પડી?"

" તું વધારે કન્ફ્યુઝ થા એ પહેલા જ હું તને જણાવી દઉં કે તારા અને અંશના પ્લાન વિશે મને રોકી એ જ પહેલા કહી દીધું હતું .."


" વોટ??? રોકીને આપણા પ્લાન વિશે કંઈ રીતે ખબર પડી?"

" શું પ્રિશા...પોલીસ ઓફિસરની નોકરી કરતી હોવા છતાં તું રોકીને ન ઓળખી શકી.... એણે તારા જ ઘરે અલગ અલગ રૂમમાં કેમેરા ગોઠવી રાખ્યા હતા...અને એ પરથી એને તારા પ્લાન વિશે બધી માહિતી મળી ગઈ...અને એણે પછી એ પ્લાન મને કહ્યો..... તું હજુ પણ નાદાન છે...ગમે તેની ઉપર ભરોસો કરી લે છો....પણ હવે તું શું કરીશ?? તારો પ્લાન તો ફેલ થઈ ગયો... એક બાપ થઈને સલાહ આપુ છું. મારી સાથે બદલો લેવાનું તું છોડી દે એમાં જ તારી ભલાઈ છે....તને પૈસા જોતા હોય તો હું તને હમણાં મોકલી દઈશ..એક કરોડ, બે કરોડ પાંચ કરોડ બોલ કેટલા જોઈએ છે... ? બસ તું આ બદલો, ખૂન ખરાબા આ બધાથી હું કંટાળી ગયો છું...તારી ઉંમર નાની છે એન્જોય કર એમાં જ તારી ભલાઈ છે..."

" નવીન શર્મા....જે પૈસાનો તું મને ઘમંડ દેખાડી રહ્યો છે ને એ પૈસો તારો નહિ પણ મારા પપ્પાની મહેનતનો છે.....એટલે આ કરોડોની મિલકત વિશે તું ન જ બોલ તો જ સારું છે...અને હા...વાત રહી બદલો લેવાની તો એ તો હું લઈને જ રહીશ....તને શું લાગ્યું તું મારા પપ્પાને ડ્રગ્સ આપીને મારી દઈશ અને મને ખબર નહિ પડે...મને તારા બધા કરતૂતોની જાણ થઈ ગઈ છે...તે અને લીલાવતી એ મળીને જ મારા પપ્પાની હત્યા કરી છે ને.."

નવીન જોરજોરથી હસવા લાગ્યો. આ જોઈને પ્રિશાને મુંજવણની સાથે ગુસ્સો પણ આવ્યો.

" પ્રિશા પ્રિશા પ્રિશા...તને નાદાન કહું કે બેવકૂફ મને તો એ જ નહિ સમજ પડતી...ચલ તારો વહેમ આજ હું દૂર કરી જ દઉં છું.....તને ખબર પડી જ ગઈ હશે કે તારા પપ્પાનું મોત ક્યાં કારણે થયું હતું....ડ્રગ્સના કારણે રાઈટ અને તું એનો જ બદલો મારી સાથે લેવા માંગે છે...પણ તારા આ બદલામાં એક ટવીસ્ટ છે....એક મિનિટ હોલ્ડ કરજે..."

નવીન એક સિક્રેટ રૂમમાં ગયો અને ચેર પર બાંધી રાખેલી એક યુવતી તરફ કેમેરો કર્યો.

પ્રિશા એ જ્યારે એ યુવતીને ધ્યાનથી જોઇ તો એના હોશ જ ઉડી ગયા.

" મમ્મી!!!!!!....આ તો મારી મમ્મી છે!!!"

નવીને તુરંત કેમેરો પોતાની તરફ કર્યો અને કહ્યું. " કેવું લાગ્યું સરપ્રાઈઝ? ગમ્યું ને ..?"

" મારા મમ્મી તારી પાસે છે? મતલબ મારા મમ્મી જીવતી છે???"

" ઘણા સવાલો થતાં હશે તારા મનમાં...પણ અફસોસ તને એ સવાલના જવાબ નહિ મળે..."

" તે મારા મમ્મી સાથે શું કર્યું છે?? બોલ!!!" પ્રિશા નવીન પર ચિલ્લાવા લાગી.

" ઓહ સોરી..એકચ્યુલી મારી મીટીંગનો ટાઇમ થઈ ગયો છે..મારે જવું પડશે....બસ લાસ્ટમાં હું એટલું જ કહીશ કે મારી સાથે બદલો લેતા પહેલા સો વાર વિચાર કરી લેજે... તારા મમ્મી જીવતા છે સહી સલામત પણ છે...એટલે જો તું તારા મમ્મીને આમ જ સહી સલામત રાખવા માંગતી હોય તો આ બદલો લેવાનું તું છોડી જ દેજે...નહિતર.... તારા પપ્પાની જેમ તારી માને પણ ઉપર પહોંચાડતા જરા પણ વાર નહિ લાગે...તું સમજદાર છે સમજી જઈશ... બાય...."

" હેલો નવીન!!..." પ્રિશા બૂમ પાડતી રહી પણ ત્યાં તો નવીને કોલ કટ કરી નાખ્યો હતો. પ્રિશા જાણે હિંમત હારીને બેસી જ ગઈ. ત્યાં જ નાયરા એની પાસે આવી અને એને હિંમત આપી.

" પ્રિશા ખુદને સંભાળ....અત્યારે આપણું અહીંયાથી નીકળવું ખૂબ જરૂરી છે.." અંશના કહેતા જ પ્રિશા અને નાયરા ઊભી થઈ અને એની સાથે અંશે પણ કેશવને ટેકો આપીને ઉભો કર્યો.

થોડાક કદમ આગળ વધ્યા જ કે અચાનક આર્યન આવ્યો અને એણે પ્રિશા તરફ પિસ્તોલ તાકી દીધી. આર્યનને જોતા જ અંશ અને પ્રિશાના મોં ખુલ્લાને ખુલ્લા જ રહી ગયા!

આર્યન શું કહાનીમાં નવા ટવીસ્ટ લાવે છે?? એ જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ