Agnisanskar - 86 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 86

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 86



બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં શેર નામના યુવકને લડાઈમાં હરાવીને પોતાની પહેલી કમાઈ માના હાથોમાં સોંપી હતી. મા બાપ સાથેની એ સારી યાદોથી કેશવના શરીરમાં એક પ્રકારની તાજગી પ્રસરી ગઇ પણ જ્યારે એ યાદોમાં પિતાનો અગ્નિસંસ્કાર યાદ આવ્યો ત્યારે ફરી કેશવનું શરીરમાં લોહી ઉકળવા લાગ્યું. પિતાને જે રીતે ટ્રકથી કચેડી નાખવામાં આવ્યો હતો એ દ્ર્શ્ય યાદ આવતા જ કેશવનું શરીર ધ્રુજી ઊઠ્યું. એનાથી કેશવની અચાનક આંખો ખુલ્લી ગઈ. કેશવ જમીન પર આડો પડ્યો હતો અને એની સામે જ એની મા રસીલા બેનની લાશ પડી હતી. નજર સામે માની લાશ અને કાનમાં આવતો રોકીનો ખડખડાટ હસવાનો અવાજ. બસ ત્યાર પછી તો કેશવ તુરંત ઊભો થયો અને એક જોરદાર મુક્કો સીધો રોકીના જડબામાં ઝીંકી દીધો. અચાનક આવેલા મુક્કાથી રોકી ખુદને ન સંભાળી શક્યો અને એના નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

" તું તો હવે મારા હાથથી મરીશ!!" રોકી ધમકી આપતો આગળ વધ્યો અને કેશવ સાથે ફાઇટ કરવા લાગ્યો.

બરોબરની ટક્કર આપતા બન્ને ફાઇટ કરવા લાગ્યા. ક્યારેક રોકી કેશવથી માર ખાઈ જતો તો ક્યારેક કેશવ રોકીથી માર ખાઈને નીચે પડી જતો. ત્યાં જ રોકી એ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને હાથમાં પહેરેલી તીક્ષ્ણ વીંટી સીધી કેશવના ગળા પર મારી દીધી. કેશવે તુરંત દીવાલનો ટેકો લીધો અને ગળા પર જ્યાં ઇજા પહોંચી હતી ત્યાં હાથ રાખીને દર્દ સહન કરવા લાગ્યો. ગળામાંથી લોહી વહેવાને લીધે કેશવનો હાથ પણ લોહી લોહી થઈ ગયો.

" કેશવ!!.." નાયરા કેશવ પાસે આવવા દોડી જ કે કેશવે હાથના ઇશારે એને રોકી અને બોલ્યો. " આ મારી લડાઈ છે...તું વચ્ચમાં ન આવતી..."

" પણ કેશવ...." નાયરા બસ ઉભી જોતી રહી.

કેશવ આવા દર્દની હાલતમાં પણ હાર માનીને ઊભો ન રહ્યો અને ફરી ફાઇટ કરવા આગળ વધ્યો. જ્યારે રોકી અને કેશવ ફાઇટ કરી રહ્યા હતા ત્યારે સમીર તો ત્યાંથી ભાગીને છુમંતર થઈ ગયો હતો. આ મોકાનો ફાયદો ઉઠાવતા નાયરા અંશ પાસે ગઈ એને ખુરશી પરથી આઝાદ કર્યો. ત્યાર બાદ અંશે પ્રિશાને આઝાદ કરી અને ત્યાર બાદ લક્ષ્મી બેન પણ આઝાદ થયા.

અંશને ઘણું મન હતું કે એ કેશવની લડાઈમાં મદદ કરે પરંતુ કેશવ પોતાની માના મોતનો બદલો પોતાના હાથેથી જ લેવા માંગતો હતો.

રોકી એ જ્યારે અંશ અને પ્રિશાને આઝાદ થયેલા જોયા તો એનું મનોબળ તૂટી ગયું. તેણે મનમાં કહ્યું. " આ સમીર મને મૂકીને ક્યાં જતો રહ્યો?"

રોકી ખુદને એકલો ઊભેલો જોયો અને આ મોકાનો ફાયદો ઉઠાવતા કેશવે રોકીના માથા પર લોખંડનો સળિયો મારી દીધો. રોકી સીધો જમીન પર ઢળી પડ્યો. રોકી હવે ફાઇટ કરી શકે એવી હાલતમાં ન હતો. તેથી કેશવે એ સળિયો દૂર ફેંક્યો અને રોકીના શર્ટનો કોલર પકડીને તેના મોં પર એક પછી એક મુક્કા મારવા લાગ્યો.

રોકીનું ચહેરો ખૂનથી લથબથ થઈ ગયું. આંખ કાન, નાક અને મોંમાંથી પણ લોહી વહેવા લાગ્યું હતું. પરંતુ કેશવ તો બસ આંખો બંધ કરીને મુક્કા પર મુક્કા મારવા લાગ્યો. જેનાથી કેશવના હાથ પર પણ ઇજા પહોંચવા લાગી પરંતુ જ્યાં સુધી રોકીનો જીવ ન ગયો ત્યાં સુધી શિકારી જેમ પોતાના શિકારને ચીરી નાખે એમ કેશવે ચાકુ હાથમાં લઈ લીધું ચહેરા પર દરેક અંગને ચાકુ વડે ફાડી નાખ્યા.

" કેશવ!!.." કરતા કરતાં બધા અંશની નજદીક આવ્યા અને કેશવને શાંત કરવા લાગ્યા.

" કેશવ!! ખુદ ને સંભાળ... એ મરી ગયો છે!!!" ત્યાં જ કેશવે હાથમાં પડકેલું ચાકુ ઘા કર્યું અને જોરજોરથી રડવા લાગ્યો. કેશવના આ રુદનના અવાજે ત્યાં ઉપસ્થિત દરેકના હદયના તારને હલાવી નાખ્યા.

કેશવની સાથે બધા ઉદાસ ચહેરે ઉભા ખુદને દોષ દેવા લાગ્યા. પરંતુ હકીકતને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. થોડીવાર બાદ જ્યારે કેશવ શાંત થયો તો અંશે બધાને સંબોધતા કહ્યું. " આપણે જલ્દી કેશવને હોસ્પિટલ લઈ જવો પડશે...ગળામાંથી લોહી વધારે પડતું વહી જશે તો વધારે પ્રોબ્લેમ ક્રિએટ થશે...." અંશે કેશવને ટેકો દઈને ઊભો કર્યો જ કે રોકીનો ફોન રણક્યો.

પ્રિશા એ રોકીના પેન્ટના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ફોનમાં જોયું તો અજાણ્યા નંબર પરથી વિડિયો કોલ આવી રહ્યો હતો. " આ તો વિડિયો કોલ છે..." પ્રિશા એ અંશને કહ્યું.

" રિસીવ કર તો..." અંશે કહ્યું.

પ્રિશા એ તુરંત વિડિયો કોલ રીસિવ કર્યો અને સ્ક્રીન પર જોવા લાગી. સામેની સ્ક્રીન પર જ્યારે પ્રિશા એ એ વ્યક્તિને જોયો તો પ્રિશાના પગ તળે જમીન જ ખસકી ગઈ! પ્રિશા આંખો ફાડીને બસ સ્ક્રીન પર એકીટશે જોયા કરી.

" શું થયું? પ્રિશા? કોણ છે??" અંશના સવાલ પર પણ પ્રિશા એ કોઈ ઉત્તર ન આપ્યો અને બસ ફોનની સ્ક્રીન પર એકીટશે જોયા કરી.

કોણ છે વીડિયો કોલ પર કે જેને જોઈને પ્રિશાની આંખો ફાટીને બહાર જ આવી ગઈ! જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ