Agnisanskar - 78 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 78

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 78



થોડાક સમય ડાન્સ કર્યા બાદ બન્ને ફરી કારમાં બેસ્યા અને ઘર તરફ નીકળી ગયા. ઘરે પહોંચીને પ્રિશા એ અંશને એના રૂમમાં સુવડાવ્યો.

" હવે ચૂપચાપ મોં બંધ કરીને શાંતિથી સુઈ જા..." પ્રિશા એ અંશને ચાદર ઓઢાડતા કહ્યું. પ્રિશા બેડ પરથી જતી જ હતી કે અંશે નીંદરમાં જ પ્રિશાનો હાથ પકડી લીધો અને બોલ્યો.
" પ્રિશા.....આઈ લવ યુ....આઈ લવ યુ સો સો મચ....મને તું એટલી પસંદ એટલી પસંદ છે...કે બસ મને તું જ જોઈએ...તને હું ક્યારેય એટલે ક્યારેય નહિ છોડુ...આઈ પ્રોમિસ...."

અંશ નશામાંને નશામાં પોતાની દિલની વાત પ્રિશા સામે કહી દીધી. પ્રિશા તો બે ઘડી શરમાઈ જ ગઈ. પ્રિશાને પણ અંશ પસંદ હતો પરંતુ ઉંમરના તફાવતને લીધે એણે પોતાની ફિલિંગ થોડા ઘણા અંસે દબાવી રાખી હતી. પરંતુ જ્યારે અંશના દિલની વાત જાણી લીધી ત્યારે એનો ચહેરો ફૂલની જેમ ખીલી ગયો. મંદ મંદ સ્મિત જાણે એના ચેહરા પરની ખુશી દર્શાવી રહ્યું હતું. તેણે તુરંત અંશનો હાથ પોતાના હાથોથી અલગ કર્યો. અને ત્યાંથી જવા લાગી. પરંતુ અચાનક એ રૂકી અને પાછળ ફરીને ફરી અંશના ચહેરાની નજીક ગઈ અને ધીમા અવાજે એના કાનમાં કહ્યું. " આઈ લવ યુ ટુ અંશ..." એટલું કહીને તેણે અંશના ગાલો પર કિસ કરી અને પછી ત્યાંથી પોતાના રૂમમાં સુવા જતી રહી.

અંશની નીંદર મોડી સવારે ઉડી. આંખો ચોળતો એ સીધો બાથરૂમમાં જતો રહ્યો. બાથરૂમમાં પહોંચીને બગાસું ખાતો જ્યારે એણે અરીસામાં જોયું તો બે ઘડી જોતો જ રહી ગયો.

" મારા ગાલ પર લિપસ્ટિક???" ગાલ પરની લિપસ્ટિકને સ્પર્શ કરીને અંશ વિચાર કરવા લાગ્યો. તેણે ધ્યાનથી લિપસ્ટિકને જોયું તો તેણે જવાબ મળ્યો. " આ લિપસ્ટિક તો પ્રિશા એ કાલ રાતે પાર્ટીમાં કરી હતી એ છે.....મતલબ.!!" અંશની આંખો ફાટીને જાણે બહાર આવી ગઈ.

" કાલ પાર્ટીમાં બે પેગ લગાવીને શું થયું? મને કંઈ યાદ નથી..અત્યારે મારા ગાલ પર લિપસ્ટિક છે..અને મારા શર્ટના બટન પણ ખુલ્લા છે...!!" અંશના દિમાગમાં અવળા વિચારો આવવા લાગ્યા.

તેણે ફટાફટ મોં ધોયું અને કપડાં ચેન્જ કરીને નાસ્તો કરવા કિચન તરફ જતો રહ્યો.

" ઉઠી ગયો તું...આવ નાસ્તો કરવા બેસી જા...આજ તો કુકે તારા મનપસંદ બટેકાપૌંઆ બનાવ્યા છે.." પ્રિશા નાસ્તો કરવા બેસી જ ગઈ હતી.

અંશ જાણે પોતાની ઈજ્જતને સાચવતો હોય એમ પ્રિશાની બાજુમાં બેસવાને બદલે એના સામેના ટેબલ પર બેસ્યો. આ જોઈને પ્રિશાને થોડુંક વિચિત્ર લાગ્યું.

" ગુડ મોર્નિંગ અંશ....તારી તબિયત તો ઠીક છે ને?"

" હા હા એકદમ રેડી મને શું થવાનું હતું?" અંશે બાજુમાં પડેલા બટેકાપૌંઆની ડીશ હાથમાં લીધી અને ખાવા લાગ્યો.

ત્યાં જ લેડીકુક આવી અને અંશને ચા આપતી થોડીક હસીને ચાલી ગઈ. કાલ પ્રિશા જ્યારે અંશને લઈને ઘરે આવી હતી ત્યારે આ લેડી કુક ઘરે જ હાજર હતી અને એણે અંશને નશાની હાલતમાં જોઈ લીધો હતો.

" આ કુક મને જોઈને કેમ હસી? લાગે છે કાલ રાતે કંઇક તો બન્યું છે..." મનમાં અંશે કહ્યું.

નાસ્તો કરીને અંશ પ્રિશાના રૂમમાં ગયો અને બોલ્યો. " પ્રિશા મને સાચું સાચું કહે કાલ રાતે પાર્ટીમાં શું થયું હતું?"

" અરે કંઈ નથી થયું..."

" તો પેલી કુક મને જોઈને હસી કેમ?"

" એમાં શું થઈ ગયું? કુકને હસવા પર થોડી હું પાબંદી લગાડી શકું એને હસવું આવ્યું એટલે એ હસી..."

" અચ્છા તો મારા ગાલ પર તારા લિપસ્ટિકના દાગ કેમ આવ્યા?" અંશે સીધી ખુલ્લી વાત કહી દીધી.

પ્રિશા પણ વધારે કંઈ છૂપાવવા નહોતી ઈચ્છતી એટલે તેણે કહ્યું. " તું ખરેખર જાણવા માંગે છે ને કાલ શું થયું?"

" હા મારે જાણવું છે??"

" તો સાંભળ તે કાલે મર્યાદાથી વધારે ડ્રીંકસ લઈ લીધું હતું અને તું બિલકુલ હોશમાં ન હતો...તને માંડ માંડ હું સંભાળતી ઘરે લાવી અને તને તારા બેડ પર સુવડાવ્યો અને પછી.." એટલું કહીને પ્રિશા અટકી ગઈ.

" પછી..પછી શું? પ્રિશા જલ્દી બોલ..." અંશ થોડોક ગભરાઈ ગયો.

" તે મને કહ્યું કે.....કે....તું મને પ્રેમ કરે છે...."

" વોટ!!!! હું.....તને....પ્રેમ!!!! પાગલ થઇ ગઇ છે કે શું...હું આવું ક્યારેય ન કહું..." અંશ થોડોક શરમાતો ડરતો કઈક છુપાવતો હોય એમ અટકી અટકીને બોલવા લાગ્યો.

" કેમ તને હું પસંદ નથી?" પ્રિશાને અંશ સાથે થોડીક મસ્તી કરવાનુ સૂઝ્યું.

" હા મતલબ મને તું પસંદ છે...પણ.."

" પણ પ્રેમ નથી કરતો મને રાઈટ?"

" ના એવું પણ નથી...નહિ નહિ નહિ મતલબ હા ના હા....યાર તું મને પાગલ કરી દઈશ...."

" બસ કર....વધારે નાટક ન કર મારી સામે... મેં તારા દિલની વાત જાણી લીધી છે..."

" સોરી... પ્રિશા... મારે તને આ રીતે દિલની વાત નહોતી કહેવી....પણ હવે કહી જ દીધી છે તો તારો શું જવાબ છે??"

પ્રિશાએ તૈયાર થવા માટે હાથમાં કપડાં લીધા અને બાથરૂમમાં જતા સમયે કહ્યું. " મારો જવાબ તો મેં તને કાલ રાતે જ આપી દીધો છે..." એટલું કહીને પ્રિશા બાથરૂમમાં જતી રહી.

" જવાબ આપી દીધો છે?? પણ ક્યારે?" ત્યાં જ અંશનો હાથ અનાયાસે ગાલ પર જઈને અટક્યો અને લિપસ્ટિકનો દાગ યાદ આવતા અંશને આખરે જવાબ મળી ગયો.

આ રીતે અંશ અને પ્રિશા વચ્ચે પ્રેમનું નવું પ્રકરણ શરૂ થયું.

ક્રમશઃ