Agnisanskar - 77 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 77

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 77



પાર્ટીની અંદર પ્રવેશ કરતા જ ડીજેના ઉંચા અવાજે અંશના કાન ફાડી નાખ્યાં. લોકો એકબીજા સાથે એકદમ ચીપકીને ડાન્સ કરી રહ્યા હતા. રમ વોડકા કોકટેલ જેવા પેગ લગાવીને લોકો નશામાં ધૂત થઈને નાચી રહ્યા હતા.

રોકી અને પ્રિશા બન્ને સાથે વાતચીત કરતા આગળ વધવા લાગ્યા જ્યારે અંશ એકલો એની પાછળ ચાલી રહ્યો હતો.
" પ્રિશા મારી સાથે આવી છે કે આ લફંગા સાથે...આઈ હેટ ધિસ પાર્ટી..." અંશનું તો મૂડ જ ખરાબ થઈ ગયું.

" અંશ ત્યાં શું કરે છે અહીંયા આવ.." પ્રિશા એ સાદ આપતા કહ્યું.

" બોલ પ્રિશા તું શું લઈશ..રમ વોડકા, બિયર..."

" સિમ્પલ ડ્રીંક...હું નશાવાળી વસ્તુથી દૂર જ રહું છું..."

" ઓહકે અંશ તું શું લઈશ?" રોકી એ પૂછ્યું.

" એ પણ મારી જેમ સિમ્પલ દ્રિંકસ જ લેશે..." અંશ જવાબ આપે એ પહેલા જ પ્રિશા બોલી ગઈ.

પરંતુ અંશે કહ્યું. " સિમ્પલ ડ્રીંક સિવાય બીજું કંઈ પણ ચાલશે...."

" અંશ...આ તું શું બોલે છે?" પ્રિશા એ આશ્ચર્ય સાથે કહ્યું.

ત્યાં જ અંશ પ્રિશા ની નજદીક આવ્યો અને એની સામે એણે વેઇટરને આલ્કોહોલીક ડ્રીંકનો ઓર્ડર આપ્યો.

થોડીવારમાં ત્રણ ડ્રીંકસ હાજર થયા. રોકી અને અંશે વોડકાના બે બે પેગ લગાવી દીધા.

ડીજેના તેજ સંગીતની સાથે રોકી અને પ્રિશા પણ એકબીજાની વધુને વધુ નજદીક આવવા લાગ્યા. જ્યારે અંશ એનાથી થોડો દૂર ઊભીને એક પછી એક પેગ લગાવી રહ્યો હતો.

થોડીવાર પછી રોકીએ પ્રિશા તરફ હાથ લંબાવતા પૂછ્યું." કેન આઈ ડાન્સ વિથ યુ?"

પ્રિશા અંશ સાથે ડાન્સ કરવા ઈચ્છતી હતી પણ અંશ પાર્ટીમાં જ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. " આ અંશ ક્યાં જતો રહ્યો?" પ્રિશા અંશને આમ તેમ શોધી મનમાં બોલી.

" શું થયું? પ્રિશા...જો તું મારી સાથે કમ્ફર્ટેબલ ન હોય તો ઈટસ ઓકે..."

" નો નો... લેટ્સ ડાન્સ...." પ્રિશા રોકી સાથે ડાન્સ કરવા જતી રહી.

અંશ વોશરૂમમાંથી બહાર આવ્યો તો જોયું સ્ટેજ ઉપર પ્રિશા અને રોકી સાથે ડાન્સ કરી રહ્યા હતા. અંશનું તો જાણે દિમાગ ચકરાવે ચડી ગયું. મનમાં તો થતું હતું કે રોકીના મોં પર હમણાં એક લાફો મારે અને પાર્ટીમાંથી ઢસડીને એને કાઢી મૂકે.

થોડીવારમાં ડીજે એ મ્યુઝિક ચેન્જ કર્યું અને એક રોમેન્ટિક કપલ સોંગ વગાડ્યું. સ્ટેજ પરની લાઈટો પણ રોમાંટિક મ્યુઝિકની સાથે તાલમેલ મિલાવતી ચેન્જ થઈ ગઈ.

રોકી એ પ્રિશાની કમર પર હાથ રાખવાનું વિચાર્યું પણ અચાનક તેણે પોતાના હાથ રોક્યા અને પ્રિશાને કહ્યું. " આઈ થીંક તારે અંશ સાથે ડાન્સ કરવો જોઈએ...ઓકે તો હું જાવ છું...મારે અર્જન્ટ એક કામ પણ આવી ગયું છે સો પછી ક્યારેક મળીએ..."

" ઓકે બાય..."

રોકી ત્યાંથી છુમંતર થઇ ગયો. પ્રિશા આસપાસ અંશને શોધવા લાગી. ક્યાં જતો રહ્યો એ? થોડીવારમાં પ્રિશા અંશને શોધતી શોધતી પાર્ટીના ગેટ પાસે આવી પહોંચી.

અંશ મોં ફેરવીને એક બાઈક પર બેસ્યો હતો.

" અંશ!! તું અહીંયા શું કરે છે? હું તને ક્યારની અંદર શોધું છું..." પ્રિશા તુરંત અંશ સામે આવી ગઈ.

" આ શું? અંશ, તે સિગારેટ પીવાની ફરી શરૂ કરી દીધી? શું થયું છે તને કઈક તો બોલ..."

" ઓહ લાગે છે મેડમ એકલા પડી ગયા...રોકી ક્યાં ગયો જતો રહ્યો...?" અંશ પ્રિશાની પાછળ નજર ફેરવતો બોલ્યો.

" હા એને કોઈ અર્જન્ટ કામ આવી ગયું એટલે એ જતો રહ્યો..પણ તું અહીંયા?"

" હમમ...એટલે મેડમને મારી યાદ આવી..."

" કેવી પાગલ જેવી વાતો કરે છે તું??"

" હું પાગલ જેવી વાતો કરું છું...? પાર્ટીમાં આવ્યા ત્યારથી બસ તું એની સાથે ચીપકી ચીપકીને ડાન્સ કરે છે અને મને કહે છે હું પાગલ છું...!!"

" મેં બે મિનિટ એની સાથે ડાન્સ શું કરી લીધો તું મારા વિશે એવું વિચારવા લાગ્યો?"

" વિચાર ન કરું તો શું કરું?? તું મને પણ ડાન્સ કરવા માટે પૂછી શકતી હતી ને?"

" અંશ....મને લાગે છે તને ખરેખર ચડી ગઈ છે....હું કંઈ પણ કહીશ તું મારા શબ્દોનો ઊંધો જ મતલબ કાઢીશ...ચલ આપણે ઘરે જઈએ..." પ્રિશાનું પણ મૂડ બગડી ગયું.

પ્રિશા એ પાર્કિગમાંથી કાર બહાર કાઢી અને બન્ને કારમાં બેસી ઘરે જવા નીકળી ગયા.

અંશ નશામાં ભાન ભૂલી ગયો. એ શું બોલે છે એનો પણ એમને કોઈ ખ્યાલ ન હતો. અચાનક રસ્તા વચ્ચે અંશ બોલી ઉઠ્યો. " આઈ એમ સોરી... પ્રિશું....મારે તારી સાથે બત્તમીજીથી વાત ન કરવી જોઈએ..."

પ્રિશાનું ધ્યાન બસ ડ્રાઇવિંગ કરવામાં જ હતું. તેણે અંશની વાત ખાસ મનમાં ન લીધી. " લાગે છે અંશને હવે બરાબર ચડી છે..."

" પ્રિશુ તે મને માફ કરી દીધો ને??"

" હા બાબા મેં તને માફ કરી દીધો બસ...."

" એમ નહિ સાચું સાચું બોલ દિલથી બોલ, માફ કરી દીધો ને?"

" અંશ આપણે કાલ સવારે કરીએ.. તું એક કામ સૂઈ જા, ઘરે પહોંચી જઈશું એટલે હું તને જગાડી દઈશ..."

" પણ મારે તો આજે તારી સાથે સૂવું છે..." અંશની અચાનક આવી વાતો સાંભળી અનાયાસે પ્રિશાથી બ્રેક મરાઈ ગઈ.

" શું થયું? ગાડી કેમ રોકી દીધી? ઘર આવી ગયું??" બારીની બહાર નજર કરતો અંશ બોલ્યો.

અંશની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. પ્રિશા બસ એકધારી અંશ સામે જોતી રહી.

" શું થયું પ્રીશુ? મને આમ ટગર ટગર જોઈશ તો તું પણ મારા પ્રેમમાં પડી જઈશ.." અંશ જાણે ખુશીથી નાચવાના મૂડમાં હતો.

તેણે તુરંત ગાડીમાં રહેલું ટેપ રેકોર્ડર શરૂ કર્યું અને પોતે એક સાઇડથી બહાર નીકળી ગયો.

" અંશ બહાર ક્યાં જાય છે??" પ્રિશા પણ ગાડીની બહાર નીકળી ગઈ. મોડી રાત થઈ ગઈ હોવાથી રસ્તે ગાડીની અવરજવર ઓછી હતી. એટલે અંશ બહાર નીકળીને જાણે આઝાદ પંછીની જેમ નાચતો હતો.

પ્રિશા જ્યારે અંશને સંભાળવા આવી તો અંશે ટેપ રેકોર્ડરના મ્યુઝિક સાથે સોંગ ગાવાનું પણ શરૂ કર્યું અને સાથે સાથે પ્રિશા સાથે ડાન્સ કરવા લાગ્યો.

' તુમકો બુલાવું યે પલકે બિચાઉ, કદમ તુમ જહા જહા રખો... જમી કો આસમાં બનાવું, સિતારો સે સજાઉ અગર તુમ કહો..." અંશ પ્રિશાને સોંગ સાથે જાણે પોતાની દિલની વાત કહી રહ્યો હતો.

પ્રિશા પણ થોડીવાર પછી અંશનો સાથ દેવા લાગી અને બન્ને સાથે મળીને રસ્તા વચ્ચે કપલ ડાન્સ કરવા લાગ્યા.

ક્રમશઃ