Vishwas ane Shraddha - 15 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 15

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 15

{{{Previously: શ્રદ્ધા : એક વાત કહું, વિશ્વાસ... કેટલી સહેલાઈથી તેં મને સમજાઈ દીધી કે મારે આ વાત મારા સાસુને કરવી જોઈએ, જે વાત હું વિચારીને પણ ડરતી હતી...તું આજે પણ એવો જ છે ને...જેવો સાત વર્ષ પહેલાં હતો, દયાળું,સમજદાર અને લાગણીશીલ...તું કેવી રીતે એકધારો રહી શકે છે?

વિશ્વાસ: માણસ જયારે દુઃખોના પહાડ પાર કરીને આખરે દરિયે પોંહ્ચે છે ને તો એને બધું સમજાઈ જતું હોય છે! }}}


શ્રદ્ધા થોડું વિચારીને : એક પ્રશ્ર્ન પૂછું? તેં હજુ સુધી મેરેજ કેમ નથી કર્યા? તું મને હજુ ભૂલી નથી શક્યો ને?

વિશ્વાસ : ...તને ખબર તો છે, હું જલ્દીથી પ્રેમમાં નથી પડી શકતો, તું જ મારા માટે પહેલી હતી, અને તું જ છેલ્લી હશે...તારાં પહેલાં પણ મને કોઈ પ્રેમમાં પાડી શક્યું નહોતું અને પછી પણ નહીં...હવે તો બસ એ એક વર્ષની યાદોમાં જ આખી જિંદગી પૂરી થઈ જશે.

શ્રદ્ધા : ફક્ત એક વર્ષ? અને પછીનાં એક વર્ષનું શું? જયારે મેં તારી રાહ જોઈ હતી...

વિશ્વાસ: હું તો ત્યાં જ હતો, તારી માટે હંમેશા, બસ તું જ દૂર ભાગતી રહી...તેં જ મને તારાથી દૂર કરી દીધો હતો!

શ્રદ્ધા : તું એક જ વાત પર અટક્યો છે હજી!

વિશ્વાસ : મારી લાઈફ પણ તો એક જ સમય પર અટકી રહી છે...

અને શ્રદ્ધાનાં ફોનમાં રિંગ વાગે છે, એટલે "એક્સક્યુઝ મી, મારે આ ફોન ઉપડવો પડશે." કહીને ફોન ઉપાડે છે.

શ્રદ્ધા ફોન પર, : હા, મમ્મી..જયશ્રી ક્રિષ્ના, બોલો..

સામેથી,નલીનીબેન : જયશ્રીકૃષ્ણ, બેટા..ક્યાં છે તું? સિદ્ધાર્થ ઘરે આવી ગયો છે, તારી રાહ જોવે છે...બેટા, જલ્દીથી ઘરે આવી જા, એ ગુસ્સામાં લાગે છે! સાંજે બહાર જવાનો પ્લાન એણે અત્યારે ચેન્જ કરી દીધો છે અને કહે છે કે સાંજે એને બીજું કામ છે...!

શ્રદ્ધા: હા, મમ્મી, હું અહીં નજીકમાં જ છું, થોડી જ વારમાં ઘરે આવું છું, એને કહો કે એ રેડી રહે, અમે તરત જ નીકળીશું.

ફોન પર વાત પતાવીને, શ્રદ્ધા : મારે અત્યારે જ ઘરે જવું પડશે. આપણે આ વિશે પછીથી વાત કરીશું. Ok..

વિશ્વાસ : all ok ને? કંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને?

શ્રદ્ધા : હા, all good..સિદ્ધાર્થ વહેલો ઘરે આવી ગયો છે અને એને અત્યારે જ બહાર જવું છે કેમ કે સાંજે એને કંઇક કામ છે, હું ઘરે નથી એટલે એ ગુસ્સામાં છે! તો..

વિશ્વાસ : હા, વાંધો નહીં, તું જા..આપણે પછી વાત કરીશું. બાય ધી વે, તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે?

શ્રદ્ધા: એ તો મને પણ ખબર નથી, પણ કેમ?

વિશ્વાસ: તું જ્યાં જાય છે ત્યાં પોંહચીને મને ટેક્સ્ટ કરીશ? હું પણ જોવાં માંગુ છું કે આ સિદ્ધાર્થ છે શું ?

શ્રદ્ધા : સાચ્ચે? વિશ્વાસ?

વિશ્વાસ: હા, તું નીકળ અત્યારે..અને ટેક્સ્ટ કરજે. I will be there.

શ્રદ્ધા ફટાફટ ઘરે જવાં નીકળે છે, રસ્તામાં વિચારે છે કે, વિશ્વાસ કેમ ત્યાં આવવા માંગે છે જ્યાં એ અને સિદ્ધાર્થ જઈ રહ્યા છે! અને એ એવી રીતે કેમ વાત કરતો હતો, જાણે ઇમેઇલ્સ વિશે એને કંઈ ખબર જ નથી, એ વિચારોમાં ડૂબી જાય છે અને થોડીવારમાં જ એ ઘરે પોંહચી જાય છે...

શ્રદ્ધા જલ્દીથી ઘરમાં જાય છે, અને જુએ છે તો,સિદ્ધાર્થ લિવિંગ રૂમમાં જ બેઠો હોય છે, એનાં ચેહરા પર ગુસ્સો ચોખ્ખો દેખાઈ આવે છે, શ્રદ્ધાને થોડી બીક લાગે છે, પણ હિમ્મત કરીને બોલે છે,

શ્રદ્ધા : તું આવી ગયો? રેડી છે ને? ચાલ ..નીકળીએ! હું પણ રેડી જ છું ...

સિદ્ધાર્થ: એ બધું છોડ ..ક્યાં હતી તું? હું ઘરેથી નીકળું એટલે તું પણ નીકળી જાય છે..સારું થયું કે આજે હું ઘરે જલ્દી આવ્યો એટલે મને ખબર પડી! નહીં તો મારી પીઠ પાછળ શું થાય છે એની તો મને ક્યારેય જાણ જ ના થતી...

શ્રદ્ધા: એવું કંઈ જ નથી, સિદ્ધાર્થ...હું મારી ફ્રેન્ડ મૃણાલને ત્યાં હતી, એનાં બુટિકમાં, અહીંયા સિટીમોલમાં જ... તું કહેતો હોય તો હું વાત કરાવું...

સિદ્ધાર્થ ( ગુસ્સામાં ) : હા, લગાવ ફોન...હું પણ જોવું કે તું કેટલું સાચ્ચું બોલે છે...

શ્રદ્ધા થોડું અચકાતાં મૃણાલને ફોન લગાવે છે...

સિદ્ધાર્થ : સ્પીકર પર રાખ..

મૃણાલ ફોન ઉપાડે છે, : હેલ્લો, શ્રદ્ધા... પોંહચી ગયી ઘરે?

શ્રદ્ધા : હા, બસ જસ્ટ હમણાં જ પોંહચી..

મૃણાલ : સિદ્ધાર્થને કહેજે કે આવી રીતે અચાનકથી તને બોલાવી ના લે..ક્યારેક અમને પણ ચાન્સ આપે, અમારી ફ્રેન્ડ જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો...કંઈ નહીં, તું એન્જોય કર..આપણે ફરી મળીશું.

શ્રદ્ધા : thanks, સારું, મળીયે પછી.

સિદ્ધાર્થ વાત સાંભળે છે એટલે શાંત થઈ જાય છે.

( શ્રદ્ધા મનમાં, સારું થયું કે મેં નીકળતાં મૃણાલને ફોન કરીને બધું જણાવી દીધું હતું, નહીં તો આજે...)

અને પછી થોડી જ વારમાં સિદ્ધાર્થ અને શ્રદ્ધા નીકળે છે, ગાડીમાં બેસીને,

શ્રદ્ધા : ક્યાં જઈએ છે આપણે?

સિદ્ધાર્થ : નળસરોવર!

શ્રદ્ધા : સરસ. ( "નળસરોવર" શ્રદ્ધા મનમાં વિચારે છે કે ઘણાં વર્ષો પછી આજે ફરીથી એ જ બધું થઈ જવા રહયું છે જે વર્ષો પહેલાં થયું હતું...વિશ્વાસ નથી જોડે બસ!)


સિદ્ધાર્થ ડ્રાઈવરને મ્યુઝિક ચાલુ કરવાં માટે કહે છે, અને બંને કંઈ જ બોલ્યા વગર બેસી રહે છે અને ડ્રાઈવર કાર ચલાવે છે. થોડીવાર પછી સિદ્ધાર્થ પર ઓફિસમાંથી ફોન આવે છે તો એ વાત કરે છે અને શ્રદ્ધા મોકો મળતાં, ( થોડું ઘભરાતા) વિશ્વાસને મેસેજ કરે છે કે એ બન્ને નળસરોવર જઈ રહ્યા છે...