Vishwas ane Shraddha - 1 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 1


" તારી પાસે શું નથી, શ્રદ્ધા ? કેમ તું આમ રઘવાઈ થાય છે ? કેમ આટલી ચિંતા કરે છે અને શું ચાલી રહ્યું છે તારા જીવન માં ! કંઈક કહીશ તો કોઈને ખબર પડશે ને ? કહ્યા વિના કેવી રીતે તું આશા રાખી શકે કે કોઈ તને હેલ્પ કરે? " વિનય આટલું કહી ને શ્રદ્ધા નાજવાબ ની રાહ જોવા લાગ્યો- જાણે એના પ્રતિશાદ માટે રાહ જોઈ રહ્યો! પણ, શ્રદ્ધા એના જ વિચારો માં એટલી ખોવાયેલી હતી કે એનેભાન સુદ્ધા નહતું કે વિનય આટલું બધું એને કહી ગયો અને રાહ જોઈ રહ્યો છે કે એ એને વળતો જવાબ આપે .

ફેબ્રુઆરી ની ગુલાબી ઠંડી માં શિયાળાની સમી સાંજ ને એમાં પણ શ્રદ્ધાને એના વિચારોના રવાડે અને પરસેવે રેબઝેબ જોઈ વિનયપણ ક્યાંક ભૂતકાળમાં ખોવાઈ ગયો ...


નવરંગપુરા, અમદાવાદ, 2023 ( unlocked cafe )



તેર વર્ષ પહેલાં ,


વિનય : મારી life માં જયારે કોઈ આવશે ને તો આખા અમદાવાદ ને જાણ થઇ જશે , એ હશે જ એટલી સુંદર કે આખું અમદાવાદએની ચર્ચા કરશે ને જયારે મારું નામ એની સાથે જોડાશે તો બધા ને ખબર પડવા ની જ છે!


અભિનવ : હા, પણ એટલી સુંદર છોકરી તારા ચક્કર માં કેમ પડશે? તારા માં એવું તો શું છે કે તું એવું વિચારે છે કે એવી છોકરીતારી હશે અને તારા નામ સાથે જોડાશે!


બીરેન : એ બધું એક તરફ રહ્યું! મને એ કહો તમે કે એવી છોકરી છે ક્યાં? અને એનામાં એવું તો શું ખાસ હશે? અને એ અહીંયા કેમઆવશે? આપણી કોલેજ માં!? અને એ પણ તારા માટે, વિનય!?


વિનય : તમે નહિ સમજો! તમે " દિલ તો પાગલ હૈ " જોયું છે !? એમાં 'માયા' ક્યાં હતી ક્યાંય!? આવી હતી ને પછી... અને મનેવિશ્વાસ છે મારા સપના પર! એ આવશે. જરૂરથી આવશે!


અભિનવ : હવે અત્યારે છોકરી વિશે વિચારવાનું રહેવા દે અને study પર ધ્યાન આપ. હજુ નવું અને પહેલું સત્ર પણ પૂરું નથી થયું, exam પણ આપી નથી ને નોકરીની વાત side માં મૂકી છોકરીના સપના જોવા બેઠા છો અને એ પણ એવી છોકરી જે અસ્તિત્વમાં જનથી અને છે તો ક્યાં છે એ ખબર નથી! સપના જોવાનું છોડી હકીકતમાં જીવતા શીખો!


વિનય: જેમ તું જીવે છે એમ!

અને બધા હસી પડ્યા!


ત્રણ મહિના પછી..


વિનય, અભિનવ અને બીરેન - ત્રણેય કૉલેજ ની બહાર કીટલી પર - ચા નાસ્તા ની મજા માણી રહ્યા હતા ને એમની વાતોમાં મશગુલહતા.

અને ત્યાં જ એક સફેદ audi A4 કાર આવીને ઉભી રહી જાય છે. અમદાવાદમાં કદાચ એ પહેલી વખત જોઈ હશે. બધા students જોતા જ રહી ગયા. જાણે કોઈ અવકાશયાન ઉતરી આવ્યું હોઈ અમદાવાદમાં!


બધાના હોશ તો ત્યારે ઉડી ગયા જયારે એ મોંઘી ડાટ કાર માંથી " સફેદ પરી " બહાર આવી. Height લગભગ 5'6" હશે, પ્રિયંકાચોપરા જેટલી, પણ દેખાવમાં એકદમ ગોરી ઐશ્વર્યા રાય જેવી, ચહેરા પર કોઈ જ ડાઘ નહિ ને કાળા લાંબા સિલ્કી વાળ એ ચાંદી જેવાશરીરની જાણે શોભા વધારતા હતા. એમાં પણ સફેદ શોર્ટ સ્લીવ વાળું ટોપ , ડાર્ક બ્લુ જિન્સ ને હાથમાં "christian dior" નું નાનકડુંપર્સ એના શણગારને પૂર્ણ કરતુ હતું.



આ તરફ vinay એ તો હજુ પણ એનો ધબકાર ભૂલી સજ્જ બેઠો હતો. અને એ પરી જેવી છોકરી ત્રણેય મિત્રો તરફ વધી રહી હતી, બધા વિચારતા હતા કે આ તરફ કેમ આવે છે? શું એ આપણાને ઓળખે છે? કે પછી કોઈએ મોકલી છે!? કે પછી વિનયનું સપનુંઆપણે બધા સાથે મળીને જોઈ રહ્યા છીએ!


English માં એકદમ નરમ અવાજમાં : excuse me ! Can you please tell me where is the office of dean or directer?

બીરેન : yes! After you, miss!

વિનય અને અભિનવ બંને બીરેનને જોઈ રહ્યા કે બીરેન આટલી સરળતા થી આ પરી ને લઇ નીકળી ગયો!

બંને પાછળ ગયા. બીરેન એને લઈને ઓફિસમાં ગયો .

અને થોડી વાર માં બહાર આવ્યો કે તરતજ વિનય અને અભિનવે બીરેનને પકડયો


વિનય : તને ખબર છે કે એ કોણ છે?

અભિનવ : તને જ કેમ પૂછ્યું એને ?

વિનય : જવાબ આપ.

બીરેન : નથી ઓળખતો મારા ભાઈ. આ તો સારા વ્યક્તિ તરીકે એને રસ્તો બતાવ્યો. માનવધર્મ છે ભાઈ બીજું કઈ નહિ.

અભિનવ : માનવધર્મ ? ચાલ ચાલ હવે અમને ખબર છે કે કોઈ માનવધર્મ નથી - લાલસા છે ! આવી લાડી ને ગાડી ક્યારેય જોઈ નથી નેપેહલા એટલે અચાનકથી માનવધર્મ જાગી ગયો!

વિનય : okay ... Let me clear one thing ... આ એ જ છોકરી છે જેને મેં મારા સપના માં જોઈ છે! So .. Stay away from her !

અભિનવ : શું નામ છે, તમારી સપનાની મહેબુબાનું ? અમને પણ જણાવ.

વિનય : છોડ ને યાર! નામ નથી ખબર પણ એ ચોક્કસ છે કે આ એ જ છે! મારી માયા!


થોડા દિવસ પછી ...


{College canteen ( break time ) }


બીરેન : જો તારી લૈલા ...

વિનય : નામ શું છે એનું એક વખત એ ખબર પડી જાય!

અભિનવ : તને તો ખબર જ હશે ને !


Orange હાલ્ફ સ્લીવ ટીશર્ટ, black જિન્સ, ઊંચી પોની વાળેલા વાળ ને મોટી મોટી આંખો એમનીજ તરફ રાખી એ વિનયની સપનાનીમાયા તેઓની તરફ વધી રહી છે ને બીજી તરફ એને એમની તરફ આવતા જોઈને ત્રણેય ના હૃદય ના ધબકારા વધી રહ્યા છે! જાણે આજેતો આપણું આવી બન્યું હોય, કદાચ એ આપણી વાત સાંભળી ગયી લાગે છે!

Girl in english : ( બીરેન ને ) Hello ! How are you ? mrrrrrr…….. !

Biren : By the way It’s Biren. I am fine . How are you , missssss…..!?

Girl : Shrddha. I mean મારું નામ છે શ્રદ્ધા! હા હા હા

એમ બધા એકસાથે હસ્યાં અને તરત જ ચૂપ થઈ ગયા.

બીરેન : સરસ . તમને ગુજરાતી આવડે છે એમ ને!

વિનય ઉભો થઈને હાથ આગળ કરી ને , my name is vinay and nice to meet you, miss Shrdhha. Nice name !

શ્રદ્ધા બંને હાથ જોડીને નમસ્તે કરતાં, thank you. Same here.

ફરીથી આ વખતે શ્રદ્ધા પણ જોડાઈને ચારેય એકસાથે હસ્યાં. જાણે એકબીજાને જાણતા હોય .

અભિનવે પણ એને intro આપ્યો અને શ્રદ્ધાને એમની સાથે lunch માટે join કરવા કહ્યું ...

આ રીતે થઈ શરૂઆત મિત્રતાની, શ્રદ્ધા અને વિનયની!


થોડા જ સમયમાં આ સામાન્ય થઈ ગયું, બધા એકસાથે જ lunch લેતાં અને એકબીજાની ભરપૂર મજાક ઉડાવતા. ઘણી વાતો અનેમસ્તી પણ કરતાં, બે- ત્રણ મહિનામાં એમની મિત્રતા ગાઢ થઈ ગયી અને આખી collegeમાં એમની દોસ્તી પ્રસિદ્ધ થઈ ગયી , ત્રણછોકરા અને એક પરદેશી છોકરીની gang!


પરદેશથી આવેલી આ શ્રદ્ધા વિદેશી હોવા છતાં પૂરી દેશી નીકળી. એના શોખ મોટા તો હતા જ પણ એને એના આ નવા મિત્રો સાથેરસ્તા પર street food ખાવામાં કંઈ નાનપ નહતી લાગતી કે પછી એમને એની મોંધીદાટ audiમાં lift આપવામાં પણ કોઈ સંકોચનહતો થતો . એમની સાથે હરવા ફરવામાં પણ કોઈ જ વાંધો નહતો આવતો. ચાની ટપરી પર ચાની ચૂસ્કી મારવાની પણ બિન્દાસ મઝાલેતી હતી .થોડા જ સમય માં exam આવી ગયી અને આ gang એકસાથે જ examની તૈયારી કરવા લાગી .


Engeenering ની first semester ની પહેલી exam અને બધા students એમની સ્ટડીમાં પોતાનું શ્રેષ્ઠ પરિણામ લાવવા માટેમહેનત કરી રહ્યા હતા. અને સાથે સાથે જવાનીના જોશમાં દોસ્તીની મઝા પણ માણી રહ્યા હતા. સાથે સમય જતા વિનયના દિલ અનેદિમાગ પર શ્રદ્ધા છવાયી ગઈ હતી, પણ હજુ એ એના મનની વાત શ્રદ્ધા ને કરી નહતો શક્યો, કદાચ એ પ્રેમના લોભમાં દોસ્તીને ખોવાનહતો માંગતો .


સમય જતા exam પણ પૂરી થઇ ગયી અને examનું result પણ આવી ગયું, શ્રદ્ધા first top 3 માં 2nd પર આવી. બધા નામાન્યામાં ન આવ્યું કે આ વિદેશી છોકરી

આટલી હોશિયાર નીકળશે અને એ પણ બીજા નમ્બર પર આવશે. સૌથી વધારે આઘાત તો એની ગેંગના membersને લાગ્યો હતો.


બીરેન : તું અમારા કરતા વધારે મહેનત કરતી હતી? ક્યારે? All the time તો તું અમારી સાથે હોય છે તો તું study ક્યારે કરતી હતી? રાત્રે? કે અમે ના હોઈએ ત્યારે!

અભિનવ : કોઈ લાગવગ તો નથી ચલાવી ને તે? મોટા માણસોની વાત ના થાય, મિત્રો!

વિનય : we are all proud of you ! પણ તારે અમને પણ help કરવી જોઈતી હતી, અમે પણ સારા નમ્બર પર આવતા તો અમનેપણ કંઇક help થતી અમારા future માટે, anyways congratulations !

શ્રદ્ધા : thanks to all of you ! હું વિદેશથી અહીંયા મજાક મસ્તીને time pass કરવા નથી આવી, હું ઇન્ડિયા ને માણવા ને જાણવાઆવી છું, પણ મારી study ને હું first priority આપું છું અને હંમેશા આપીશ.

( થોડી વાર વિચારીને) મારી માટે દોસ્તી સર્વસ્વ છે પણ ભણવું ને કંઈક કરી બતાવવું એ મારી પોતાની choice છે! મારા માતાપિતાભલે અમીર હોય અને હું એમની મિલકત ભલે અત્યારે મનફાવે એમ ઉડાવતી હોય પણ, ભવિષ્ય માં મારા નામથી મારા માતાપિતાઓળખાશે, જેમ અત્યારે હું એમના નામથી ઓળખવું છું !

વિનયના દિલને ફરીથી આઘાત લાગ્યો. વિનય મનોમન વિચારમાં ડૂબી ગયો :

જે વ્યક્તિને એ દિલથી મનોમન ચાહવા લાગ્યો હતો એ તો કોઈ અલગ જ દુનિયામાંથી આવે છે અને કોઈ અલગ જ life જીવવા માંગે છેએના તો સપના પણ કંઈક અલગ જ લાગે છે! એને ધન દોલત સાથે કોઈ મતલબ જ નથી એને તો નામ સાથે મતલબ છે! હવે એઅસમંજશ માં હતો કે કંઈ રીતે એ એના દિલની વાત એને કરશે. જો એ ના પાડી દેશે તો! જો હું એના career માં બાધા બનીશ તો ! અમારી દોસ્તી તૂટી જશે તો! પ્રેમ ભલે મળે કે ન મળે, પણ આ મિત્રને હું ખોવા નથી માંગતો! સપનું ભલે અધૂરું રહી જાય પણ હકીકતને હુંહંમેશા ખુલ્લી આંખે જીવવા માંગુ છું.