Vishwas ane Shraddha - 16 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 16

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 16

{{{Previously : સિદ્ધાર્થ ડ્રાઈવરને મ્યુઝિક લગાવવાં કહે છે, પછી બંને હવે કંઈ જ બોલ્યા વગર, બેસી રહે છે અને ડ્રાઈવર કાર ચલાવે છે. થોડીવાર પછી સિદ્ધાર્થ પર ઓફિસમાંથી ફોન આવે છે તો એ વાત કરે છે અને શ્રદ્ધા મોકો મળતાં, ( થોડું ઘભરાતા) વિશ્વાસને મેસેજ કરે છે કે એ બન્ને નળસરોવર જઈ રહ્યા છે...}}}


આ તરફ વિશ્વાસ શ્રદ્ધા વિષે વિચારતો હોય છે, કે બધું બરાબર તો હશે ને...શ્રદ્ધા ક્યાં ઇમેઇલ્સની વાત કરતી હતી? અને એટલાંમાં જ શ્રદ્ધાનો મેસેજ પડે છે, "નળસરોવર "


વિશ્વાસ મેસેજ જોઈને મલકાય છે, અને એ પણ તરત જ ડ્રાઈવરને લઈને નળસરોવર જવાં માટે નીકળી જાય છે, રસ્તામાં અનાયાને ફોન કરે છે અને આજની મિટિંગ કેન્સલ કરી દેવા જણાવે છે, સાથે સાથે મિટિંગ reschedule કરવાં માટે અને એનાં તરફથી કલાયન્ટને sorry કહેવા માટે પણ કહી દે છે. ડ્રાઈવરને થોડું ઝડપ રાખી ગાડી ચલાવા જણાવી એ બહાર નજર નાંખે છે, ડ્રાઈવર ધીમેથી ગીત વગાડે છે, અને સ્પીડ વધારે છે;

ગીત વાગે છે...


"ये शाम मस्तानी, मदहोश किये जाए

मुझे डोर कोई खींचे, तेरी ओर लिए जाए

ये शाम मस्तानी, मदहोश किये जाए

मुझे डोर कोई खींचे, तेरी ओर लिए जाए...."


વિશ્વાસને કાને ધીરેથી ગીતનાં શબ્દો સંભળાતા... અમદાવાદની ભારે શોર કરતી, ટ્રાફિકમાંથી બહાર નીકળતી એની એ કારની વિન્ડોમાંથી દેખાતાં લીલાં ઝાડ તથા ચોખ્ખા અને ખાલી રસ્તાઓ જોઈને વિશ્વાસ ભૂતકાળની યાદોમાં સરી જાય છે...


{{{{ લવ સ્ટોરી ઓફ " વિશ્વાસ અને શ્રદ્ધા " }}}}


આજથી વર્ષો પહેલાં જયારે હું પહેલી વખત એની સાથે બહાર આવ્યો હતો. લંડનમાં રહેતો હું, મારી લૉ સ્ટડી અધૂરી મૂકીને ભારત આવ્યો હતો! મારાં વતન, મારાં દેશથી ઘણી આશાઓ હતી મને! મારી લંડનની લાઈફ બહુ જ હેકટિક થઈ ગયી હતી અને ઘણું બધું ચાલી રહ્યું હતું મારી પર્સનલ લાઈફમાં...ચાલ છોડ અત્યારે એ ટોપિક પર મારે નથી જવું! હા, તો અહીં ભારતમાં હું અમદાવાદ જ આવ્યો અને મારાં કઝિન ને ત્યાં રોકાયો, એટલે કે વિનયને ત્યાં! ઘણી મઝા આવી બધાને મળીને, પણ દેશ આવવાની સાચી ખુશી તો મને ત્યારે થઇ જયારે હું એને મળ્યો!

અમદાવાદ તો થોડું ઘણું જોયું હતું, પણ એનાં કહેવાથી આજે અમે નળસરોવર માટે નીકળ્યાં હતાં, ઘરે કોઈને ખબર નહતી કે હું એની સાથે બહાર નીકળ્યો છું! વિનયને પણ જાણ નહતી અને એ પણ કોઈને કહ્યાં વગર જ આવી હતી!

(વિશ્વાસ મનમાં ને મનમાં મલકાતા)

કેટલી યાદગાર ક્ષણો હતી એ!

મારું વિનય સાથે એની કોલેજમાં જવું,

અમારી પહેલી મુલાકાત, થોડીવાર નજર ફેરવ્યા બાદ, એ એક વખત નજરથી નજર મળવી, અમારું એ મલકાવું,

હૃદયનું જોરજોરથી ધબકવું અને એકબીજાને દિલ આપી દેવું! આવું તો ફિલ્મોમાં ઘણી વખત જોયું હતું, એ પહેલી વખત હતું જયારે અનુભવ્યું!


જાણે બંને એકસાથે જ હોય એમ બંને એક જ સમયે એક જ સરખી ઘટનાં વિશે વિચારે છે! કેટલું અદ્ભૂત કહેવાય!

કેવો દિવ્ય એ પ્રેમ અને ટેલીપથી!

જાણે બ્રહ્માંડનાં બધાં જ vibration એકસાથે બંનેનાં મનમાં ઘૂમી રહ્યા છે!


શ્રદ્ધા અહીં કારમાં બેઠી બેઠી એ જ વિચારોમાં છે, એ પણ વિન્ડોમાંથી બહાર જોતાં એમની એ મીઠી યાદોમાં સરી જાય છે...


ભરબપોરે મેં વિશ્વાસને ફોન કર્યો હતો,

શ્રદ્ધા: હાય, કેમ છે?

વિશ્વાસ : હેલ્લો, હું મઝામાં. તું કેમ છે, શ્રદ્ધા?

શ્રદ્ધા : બસ હું પણ મઝામાં.

વિશ્વાસ : કંઈ થયું ? I mean...કંઈ કામ હતું?

શ્રદ્ધા : ના, ના...કંઈ થયું નથી અને કંઈ કામ પણ નથી. બસ એમ જ ફોન કર્યો હતો!

વિશ્વાસ : ઓ...ok..બોલ શું કહે છે?

શ્રદ્ધા : હું એમ કેહતી હતી કે..તું કહેતો હતો ને કે હું અહીં અમદાવાદ અને આજુબાજુની જગ્યાઓ જે યુનિક અને જ્યાં પ્રકૃતિ હોય એવી જગ્યાઓ જોવાં માટે આવ્યો છે...

વિશ્વાસ ( મજાકનાં મૂડમાં ): હા, કહ્યું તો હતું!

શ્રદ્ધા : હા, તો ચાલ...તું ફ્રી છો ને? હું તને એક જગ્યાએ લઈ જાઉં!

વિશ્વાસ ( મલકાઈને ) : હા, ચાલો...ફ્રી જ છું! ક્યાં મળીશું?

શ્રદ્ધા : ok..so... અમારી કોલેજ આગળ મળીયે, હું તને ત્યાંથી સાથે લઇ જઈશ મારી કારમાં. Done?

વિશ્વાસ ( મનમાં હસીને ) : હા, done.

શ્રદ્ધા : ok..તો આવ, હું પહોંચી.


{ હું બહુ જ ખુશ હતી. પહેલી વખત; અમારી નજર મળે અને વિનયે, વિશ્વાસને મારો નંબર આપે, આજે એક મહિનો થઈ ગયો! પહેલી વખત હું એની સાથે એકલી બહાર જઈ રહી છું, આજ સુધી તો અમે બધાં મિત્રો સાથે જ મળતાં હતાં અને આવી રીતે એકલાં મળીને ક્યારેય વાત નથી થઈ, આજે સારો મોકો છે, હું એને મારાં દિલની વાત કહી દઈશ. }


આ તરફ વિશ્વાસ ( મનમાં ) " she is totally differnt , કોણ આવી રીતે સામેથી ફોન કરીને કોઈ છોકરાંને બહાર લઇ જવાં કહે? અને એમ પણ કે હું મારી કાર લઈને આવું છું અને તને પિક કરીશ. " હાહાહા...વિશ્વાસ મનોમન ખુશ થતો હતો, વિનયે વિશ્વાસને એકલાં એકલાં હસતાં જોયો એટલે,

વિનય : ઓહ ભાઈ, બધું બરાબર છે ને! કેમ એકલો એકલો મલકાય છે!

વિશ્વાસ : કંઈ નહીં, બસ એમ જ!

વિનય : તો ઠીક! બાકી મને લાગ્યું, ઇન્ડિયા આવીને તું તો વધારે...

વિશ્વાસ : ના, ના... I am all good. સારું જ કર્યું, હું india આવી ગયો. ( મનમાં - અહીં ના આવ્યો હોત તો " વિશ્વાસને એની શ્રદ્ધા ક્યાંથી મળતી " કેટલું સરસ લાગે છે ને અમારું નામ એકસાથે - " વિશ્વાસ અને શ્રદ્ધા " )


બીજી તરફ,

શ્રદ્ધાની મોમ એટલે કે મીરાં કૌશિક, એ પણ અહીં શ્રદ્ધા જોડે ઇન્ડિયા આવ્યાં હતાં, એમનાં હસબન્ડ આદિત્ય કૌશિક અને એમનાં બીજાં બે સંતાનો, આયશા અને મયંક ત્રણેય ત્યાં લંડનમાં જ હતાં, બંનેને ત્યાં સ્ટડી ચાલુ હતી અને આદિત્ય કૌશિક લંડનના સિટી વિસ્તારમાં ભારતીય કંપનીઓને યુ.કે. માર્કેટમાં વિસ્તરણ માટે વ્યાવસાયિક અને કાનૂની સલાહ આપવામાં નિષ્ણાત એક સફળ કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે.


શ્રદ્ધા નીકળવાની તૈયારી કરે છે અને નીકળતાં,

શ્રદ્ધા : મોમ, હું બહાર જઉં છું, સાંજે થોડું મોડું થઈ જશે. અમારે આજે "નળસરોવર " ની પાસેની એક જગ્યાએ વિઝિટ છે એક પ્રોજેક્ટ માટે! કદાચ નળસરોવર પણ જોઈ આવીશું.

મીરાંબેન : હા, કંઈ વાંધો નહીં, પણ બહુ લેટ ના કરતી. અને નળસરોવર કેટલી વખત જોઇશ તું? તેં તો જોયું જ છે ને!

શ્રદ્ધા : હા, મોમ. મેં જોયું છે, પણ બીજા કોઈએ ના જોયું હોય તો એમને આપણું અમદાવાદ, અને આજુબાજુની ફેમસ જગ્યાઓ તો બતાવવી પડે ને! એ વાત પર શું કેહવું છે તારું, માય ડીઅર મોમ !

મીરાંબેન : હા, બહુ ડાહ્યી! પ્રોજેક્ટ પર ધ્યાન આપજે, નળસરોવર પર નહીં!

શ્રદ્ધા : હા, મોમ! આજે તો પ્રોજેક્ટ ફાઇનલ કરીને જ રહીશ, એકવાર ફાઇનલ થઇ જાય પછી તને ડિટેઇલમાં કહીશ, ok! ચાલ હું નીકળું... મને લેટ થાય છે!


( શ્રદ્ધા ફટાફટ એની audi લઈને નીકળી જાય છે અને એની કોલેજનાં ગેટ પાસે આવીને પાર્ક કરે છે, તેની આંખો ચિંતનમય ચહેરાથી પરિચિત વાતાવરણની તપાસ કરી રહી છે, મધ્યાહ્નના સૂર્યકિરણો તેના પર વળેલા હતા, તેના લાંબા ચમકતા વાળને ઉકેલતા મૌજાં પર પ્રકાશિત કરતાં. તેની આંખો, ગાઢ ભુરા રંગની, અપેક્ષા અને સ્મૃતિનો મિશ્રણ દર્શાવી રહી હતી. તે સરળ છતાં સૌમ્ય વસ્ત્રમાં સજ્જ હતી – એક નાજુક ચાંદીના બ્રેસલેટથી સજ્જ લાઇટ બ્લુ કુર્તો અને સફેદ લેગિંગ્સ. શ્રદ્ધાના ચહેરા પર એક સ્મિત હતું, જે તેના હોઠના કિનારા પર રમતું હતું, જ્યારે તે આસપાસ વિશ્વાસને શોધતી હતી. વિશ્વાસને ના જોતાં એ વિશ્વાસને ફોન લગાવવા ફોન હાથમાં લે છે અને એ જ સમયે વિશ્વાસનો ફોન આવે છે "VISHWAS" નામ સ્ક્રીન પર દેખાતાં જ શ્રદ્ધા કારની બહાર આમતેમ જોવે છે અને વિશ્વાસને શોધવાનો પ્રયત્ન કરે છે, તો કોલેજનાં ગેટની સામેની બાજુ રસ્તા પાર વિશ્વાસ ઊભો હતો. તે ઉંચો અને સુડોળ શારીરિક રચના ધરાવતો કોઈને પણ મોહિત કરી દે એવો હતો, કેઝ્યુઅલ પરંતુ એલિગેંટ વસ્ત્રોમાં સજ્જ – નેવી બ્લુ શર્ટ, જેની સ્લીવ્સ કોણીથી અંદર તરફ ફેરવેલી હતી અને બ્લેક જીન્સમાં હતો. તેનાં વાળ સારી રીતે સજ્જ હતાં અને તેના ચહેરા પર શાંત, આત્મવિશ્વાસભરેલી દૃષ્ટિ હતી. તેની આંખો, ગાઢ કથ્થાઈ રંગની, કંઈક અથવા કોઈને શોધતી હતી. જ્યારે તેની નજર શ્રદ્ધા પર પડી, ત્યારે તેના ચહેરા પર હળવી સ્મિત આવી, જે તેની હંમેશની ગંભીર મુખાકૃતિને નરમ કરી નાખે છે.


જ્યારે તેમની આંખો મળી, ત્યારે સમય જાણે થંભી ગયો. શ્રદ્ધાનું હૃદય એક ધબકાર માટે અટકી ગયું, ભવિષ્યની યાદો વહેલા પ્રવાહમાં ફરીને આવી. તેણે એક ઊંડો શ્વાસ લીધો, અને કારમાંથી બહાર નીકળી, તેનાં પગલાં શરૂઆતમાં અશક્ય હતાં પરંતુ ધીમે ધીમે આત્મવિશ્વાસ ધરાવતાં એ વિશ્વાસ તરફ આગળ વધી, અહીં વિશ્વાસ પણ ભાવનાના વાવાઝોડા અનુભવતો, તેની હંમેશની શાંત સ્વભાવ, ઉત્કંઠા અને આતુરતામાં પરિવર્તિત થતો આગળ વધ્યો. જ્યારે શ્રદ્ધા નજીક આવી, વિશ્વાસને તેનાં સૂક્ષ્મ પરિવર્તનો ધ્યાનમાં આવ્યા – તેની વર્તનમયતા, તેની હળવી ગતિમાં સૌમ્યતા. બંને એકબીજા સાથે આજનો દિવસ પસાર કરવાં માટે ખુબ ઉત્સાહિત હતાં! જ્યારે તેઓ અંતે સામસામે ઊભા હતા, ત્યારે તેમના આસપાસની દુનિયા જાણે અદ્રશ્ય થઈ ગઈ. ત્યાં એક મૌનનું પલ હતું, બંને એકબીજાને એક નજરમાં ભરપૂર જોઈ લે છે, શ્રદ્ધાએ પહેલા મૌન તોડ્યું, તેનો અવાજ ઉષ્મા અને આમંત્રણથી ભરેલો હતો.

શ્રદ્ધા બોલી, "ચલો, ready to go!? "

વિશ્વાસ ઉત્સાહ સાથે, સ્માઈલ આપીને : "હા, ચાલો ચાલો...i am exicted. "


શ્રદ્ધા ડ્રાઈવર સીટ પર બેસે છે અને વિશ્વાસ એની પાસેની સીટમાં...બંને એકબીજાની સામે જોઈ થોડું હસે છે અને પછી શ્રદ્ધા એની કાર ચાલુ કરે છે ને બન્ને નળસરોવર તરફ જવા નીકળે છે, ગાડીને હળવે હાથે ડ્રાઇવ કરતી શ્રદ્ધા તેને હળવા અવાજમાં કહે છે, " મારી સાથે આવવાં માટે thank you, નળસરોવર ઘણું જ સુંદર છે, તને ગમશે.

તેં ક્યારેય જોયું છે?