World Food Safety Day in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

સ્વસ્થ શરીર માટે પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે. લોકો ખોરાકનો બગાડ ન કરે તે માટે અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. ખોરાક લીધા વિના પોષણ મેળવી શકાતું નથી. સ્વસ્થ શરીર માટે પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે.તથા લોકો ખોરાકનો બગાડ ન કરે તે માટે અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. દિવસ ખાદ્ય સુરક્ષાની ઘટનાઓ તરફ ધ્યાન દોરશે.

રોજિંદા જીવનમાં ખોરાકના મહત્વ પર ભાર મૂકવા માટે, 2024 માટે વિશ્વ ખાદ્ય દિવસની થીમ છે : Food Safety : Prepare For Unexpected” અર્થાત "ખાદ્ય સલામતી: અણધાર્યા માટે તૈયારી કરો," સંભવિત જોખમોથી આપણા ખાદ્ય પુરવઠાને સુરક્ષિત કરવામાં સક્રિય રહેવાના મહત્વને દર્શાવે છે.

ખાદ્ય સુરક્ષા દિવસ 2024નું સૂત્ર છે : “Together for Safer Food, Brighter Tomorrow!” અર્થાત "સલામત ખોરાક માટે એકસાથે, ઉજ્જવળ આવતીકાલ!

ખાદ્ય સુરક્ષાની ઘટનાઓ એવી પરિસ્થિતિઓ છે,જ્યાં ખોરાકના વપરાશ સાથે સંકળાયેલ સંભવિત સ્વાસ્થ્ય જોખમની ઘટના બની શકે છે, ઉદાહરણ તરીકે, અકસ્માતો, અપૂરતા નિયંત્રણો, ખોરાકની છેતરપિંડી અથવા કુદરતી ઘટનાઓને કારણે. ખાદ્ય સુરક્ષાની ઘટનાઓનું સંચાલન કરવા માટે તૈયાર રહેવા માટે નીતિ નિર્માતાઓ, ખાદ્ય સુરક્ષા સત્તાવાળાઓ, ખેડૂતો અને ફૂડ બિઝનેસ ઓપરેટરો તરફથી સમર્પિત પ્રયત્નોની જરૂર છે, ત્યારે ગ્રાહકો પણ સક્રિય ભૂમિકા ભજવી શકે છે.

વૈશ્વિક ખાદ્ય સુરક્ષા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે 2018 માં પ્રથમ વખત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, આ દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા સંયુક્ત રીતે મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર વર્ષે વિશ્વમાં 600 મિલિયનથી વધુ લોકો વાયરસ, બેક્ટેરિયા, પરોપજીવી અથવા રસાયણો દ્વારા દૂષિત ખોરાક ખાવાથી બીમાર પડે છે. ખોરાકજન્ય બીમારીઓ દર વર્ષે લગભગ 4,20,000 મૃત્યુનું કારણ બને છે.

ખાદ્ય સુરક્ષા એ સલામત ખાદ્ય વપરાશ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે એટલે કે ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી ઝેરી સામગ્રી ઉમેરીને ખોરાકના દૂષણને ટાળવા માટે ઉપભોજ્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી પર ભાર મૂકવો. ઝેરી પદાર્થોને લીધે ખોરાકના જોખમો રાસાયણિક અથવા ભૌતિક હોઈ શકે છે, જે નરી આંખે જોઈ શકાતા નથી.

ખોરાક વિના કોઈ જીવી શકતું નથી. ભૂખના ક્ષેત્રમાં વિશ્વ નિર્દય બની જાય છે. ખોરાક લીધા વિના પોષણ મેળવી શકાતું નથી, અને સ્વસ્થ શરીર માટે પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે. લોકોની ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા અને દરેકને એ હકીકતથી વાકેફ કરવા માટે કે તેઓ ખોરાકનો બગાડ ન કરે તે માટે 7 જૂને વિશ્વભરમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગત વર્ષ ખાદ્ય સુરક્ષા દિવસ 2023માં "ફૂડ સ્ટાન્ડર્ડ્સ સેવ લાઈવ્સ" થીમ પર વર્લ્ડ ફૂડ સેફ્ટી મનાવવામાં આવી હતી. આ ધોરણો માત્ર ખેડૂતો અને પ્રોસેસરોને ખોરાકના આરોગ્યપ્રદ સંચાલન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે એટલું જ નહીં પરંતુ અન્ય ઘટકોની વચ્ચે ઉમેરણો અને દૂષકોના મહત્તમ સ્તરોને પણ વ્યાખ્યાયિત કરે છે, જેનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકાય છે.

આ દિવસ ઉજવવાનો હેતુ માનવ સ્વાસ્થ્ય, વેપાર, કૃષિ અને ટકાઉ વિકાસને સુધારવા માટેની પદ્ધતિઓ, ચર્ચાઓ, ઉકેલો અને માર્ગો દ્વારા ખાદ્ય સુરક્ષાને ઓળખવા અને તેનું સંચાલન કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે અને દરેક વ્યક્તિને એ હકીકતથી વાકેફ કરવાનો છે કે તેઓ ખોરાકનો બગાડ ન કરે. જે વ્યક્તિ ખરાબ ભોજનનું સેવન કરે છે ગંભીર રોગથી પીડાય છે. તો આ સાથે જ ખાતરી કરવાની છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.

ચાલો આજના દિવસે આપણે પણ આપણા ખોરાકની સુરક્ષા પ્રત્યે જાગૃત બની અને આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખીએ.