Tribhete - 19 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 19

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ત્રિભેટે - 19

પ્રકરણ 19

આ બાજું..રાજુ બે દિવસથી કવન ,પ્રકૃતિ એ બધાને કોલ કરતો હતો.. ન કોલ લાગતો હતો ન કોઈ સમાચાર આવતાં હતાં... એ લોકો પાછાં આવી જવાનાં હતાં પણ આવ્યાં નહીં.

રાજુને ચિંતા પણ થઈ અને મનમાં અપરાધભાવ પણ જાગ્યો..ક્યાંક મારાં કારણે એ લોકો કોઈ મુસીબતમાં ન ફસાયાં હોય.

એણે પોલિસસ્ટેશનમાં જાણ કરવાનું વિચાર્યું..એણે જ્યારે પોલીસને માહિતી આપી કે કવનની કારમાં જી.પી.એસ ટ્રેકર છે..એ લોકોએ તુરંત એને ટ્રેક કરવાની કાર્યવાહી કરી.આમ પણ આ એરિયામાં કવનની એક શાખ હતી..એનું ગુમ થવું એ ગંભીર બાબત હતી.

કવનની ગાડી છેક સિલીગુડી ટ્રેસ થઈ. લોકલ પોલિસ સાથે રાજુ પણ જવાં તૈયાર થયો....

મીડિયામાં સમાચાર લીક થઈ ગયાં, પર્યાવરણ પ્રેમી યુટ્યુબર કવન એનાં પરિવાર, અને એન.આર આઈ મિત્ર સાથે લાપતાં..

સમાચાર જોતાં જ સ્નેહા..સુરતથી વલસાડ જવાં નિકળી ગઈ.

*************************************
પ્રહર અકડાઈ હતી..હવે સાચે જ ખાંસી વધી રહી હતી...
એને શું થયું કે કોલમાં વાત કરતાં લેડી ડોક્ટરને એણે જોરથી લાત મારી ...અચાનક હુમલાથી એ ફસડાઈ ગઈ....

પ્રહરે એનાં દાંતથી નયનની પટ્ટી ખોલી એ ચિલ્લાઈ રહી હતી ..ખોલો .....હાથ ખોલો..

ડોક્ટર ગભરાઈ ગઈ એણે ડરનાં માર્યા હાથ ખોલી નાખ્યાં બંનેનાં..એટલીવારમાં વેન ઝટકાં સાથે ઉભી રહી ગઈ. દરવાજો ખુલ્યો..એક આદમી અંદર પ્રવેશ્યો એનાં હાથમાં ગન હતી..એણે બ્લેક પેન્ટ ઉપર બ્લેક લેધર જેકેટ મોઢાં પર માસ્ક અને સનગ્લાસીસ પહેરેલા હતાં. આવતાં વેત એણે નયન તરફ ગન તાકી એક હાથે પોતાનું માસ્ક ઉતાર્યું..

પ્રહર ડરનાં માર્યા થીજી ગઈ, નયનને લાગ્યું આને ક્યાંક જોયો છે..

પે'લાં એ ગન નયનનાં લમણા નજીક લઈ ગયો.".તને જ
શોધતો હતો આટલાં વર્ષોથી....આજે તું બરાબર હાથમાં આવ્યો""હવે તને ખબર પડશે કેદ શું છે?"....

નયન હતપ્રભ એને તાકી રહ્યો...એને યાદ નહોતું આવતું કે આ વ્યક્તિ કોણ છે...એને મારી સાથે શું દુશ્મની હશે..એ વિચારી રહ્યો હતો ત્યારે જ એ માણસે એનાં લમણામાં ગન ફટકારી..તકનો લાભ લઈને નયને બેહોશ થવાનો ઢોંગ કર્યો.

એણે આવેશમાં આવીને નયનને બે ત્રણ લાત મારી દીધી..પ્રહર આ બધું જોઈ એટલી ડરી ગઈ કે એને જોરદાર ખાંસી અને શ્ર્વાસ લેવામાં તકલીફ થવાં લાગી.ડોક્ટરે સમયસૂચકતા વાપરી તરત જ એને ઈન્હેલર આપી સ્ટેબલ કરી.

પેલાં એ ફોન પર જ ડ્રાઇવરને સુચના આપી" અપને અડ્ડે પે લે લો.".....નયનને આ સાંભળી થોડી રાહત થઈ એણે બેહોશી નો ઢોંગ ચાલું રાખ્યો...

થોડીવાર વાહન ચાલ્યા પછી ઊબડખાબડ રસ્તો , અને અચાનક વેન એકબાજુ નમી એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ... પથ્થરીલા ફસ્તા અને સ્પીડનાં કારણે વેનનું એક ટાયર ફાટી ગયું.

નયનથી આંખ અનાયાસે ખુલી જ ગઈ..એ માણસ ઉભો હતો એટલે એને માથામાં વાગ્યું હતું બીજા ત્રણેયને ખાસ ઈજા નહોતી થઈ....એનાં માથામાંથી લોહી વહેતું હતું..એણે ત્યાં હાથ દાબી રાખ્યો હતો..એનાં ક્ષણીક અભાનપણાંનો ફાયદો ઉઠાવી..નયન પ્રહરને હાથ પકડી વેનમાંથી ઉતરી વેનનો દરવાજ બહાર નીકળ્યો .તરત જ પાછળ ગન ફાયરનો
અવાજ આવ્યો.

.એ લોકો હતી એટલી તાકાતથી દોડ્યાં.થોડાં
ઉબડખાબડ રસ્તા પછી પાક્કી સડક આવી...
સદનસીબે એક ટ્રક ઉભી રહી ..નયનનાં " હેલ્પ હેલ્પનાં બદલામાં એણે "સીલીગુરી " એટલું જ કહ્યું...ટ્રક ઉભી રહી એટલે નયન અને પ્રહર ત્વરાએ ગોઠવાઈ ગયાં...નયન ગુંચવાયો કે કેમ કોઈ એમની પાછળ ન આવ્યું...સાથે એ પણ
સમજાયું કે પોતે ગુજરાતમાં નથી તો બંગાળમાં તો એ લોકો બંધક નહોતાં.એણે ડ્રાઇવરને પુછ્યું સિલીગુરી હાઉ મચ ટાઈમ ઈટ વીલ ટેક?

ઈન્ગ્લીશ ન બોલી શકનાર ડ્રાઈવર અકડાયો.." મુજે યે અંગ્રેજી નહીં આતી..આપકો આનાં હૈ તો આઓ..એક તો નેકી કરો તે સવાલા દે જવાબ ભી દો."

નયન મુસ્કુરાયો" માફ કીજિયે , મે બસ બચ્ચી બીમાર હૈ તે પરેશાન હું.ઔર શામ હોને કો આઈ.સિલીગુરી કીતની દુર હૈ જી"

ડ્રાઈવરનું ધ્યાન નયનનાં ખભ્ભે સુતેલી નંખાઈ ગયેલી પ્રહર પર ગયું.." આપ સિક્કિમ ઘઉંને ગયે થે? યે પહાડો પે ગુમ ગયે? વહાં કોઈ નહીં જોતાં.આપ જૈસે લોગ વીડીયો બન્ને કે ચક્કરમે અકેલે કહીં ભી નિકલ જાતે હો ઔ ગુમ જાતે હો.એક ઘંટે મે પહુંચા દુંગા"

નયને ચુપ રહેવાનું મુનાસિબ સમજ્યું એ તાળો મેળવતો હતો ઘટનાઓનો..

અચાનક એક બ્લેક એસ.યુ.વી ટ્રક ને ઓવરટેક કરીને સામે ઉભી રહી ગઈ...ટ્રક વાળાએ જેમ તેમ ટ્રક કાબુ કર્યો..ટ્રક ઉભી રહી ત્યાં કારમાંથી ચાર પાંચ બંદૂકધારી ઉતર્યા અને પાછી એમનો બોસ એનાં માથે પટ્ટી હતી..

એણે બંદુકની નોક પર પ્રહર અને નયનને ઉતાર્યા અને ટ્રકચાલક કહ્યું " જીંદા રહના હૈ તો યહાં સેટ જાઓ દીખના મત..ટ્રકચાલક ભાગ્યો

બે આદમીએ નયનને પકડ્યો પેલો માણસ બોલ્યો" મને હતું કે તને સબક શિખવી છોડી દઈશ પણ તું એવો ને એવો જ છે, તારી ચાલાકી બંધ નહી થાય.હવે અહીં જ તારો મામલો ખતમ"

એટલામાં પોલિસ કારનું સાઈરન સંભળાયું નયને એ સાંભળી હતી એટલી તાકાત લગાવી એ માણસને લાત મારી.. એણે સંતુલન ગુમાવ્યું..પોલિસ કાર નજીક આવી..એ લોકો કારમાં બેસી ભાગવા લાગ્યાં.

જતાં જતાં એમણે ગનફાયર કર્યું..નયનની આંખ સામે અંધારું છવાઈ ગયું..

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત