Tribhete - 17 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 17

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ત્રિભેટે - 17

પ્રકરણ 17

જેવો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક શખ્સ અંદર આવ્યો.

સુમિતે પોતાનાં હાથમાં કાઢીને રાખેલું પોતાનું ટીશર્ટ એના માથામાં વીટી દીધું ત્રણે મિત્રો પ્રથમ તો એના પર તૂટી પડ્યાં અને પ્રાગે તે અવાજ ન કરે એ માટે એનું મોઢું ટીશર્ટથી જ ટાઈટ બાંધી દીધું.

થોડો ગુસ્સો ઓછો થયો પછી એ લોકોએ એને રસ્સી થી બાંધી દીધો અને પૂછપરછ કરવાં એનું મોઢું ખોલ્યું..એ કર ગરવાં લાગ્યો મહેરબાની કરી મને છોડી દો હું તમારા બધાં પૈસા પાછા આપી દઈશ.

હવે ચોકવા નો વારો આ લોકોનો હતો પૂછપરછ કરતાં એ શખ્સે જણાવ્યું કે એ મોબાઇલ એડ પરથી પર્સનલ લોન લીધેલી જે ત્રણ ગણી ભરી દેવા છતાં એને અલગ અલગ નંબર પરથી બ્લેકમેલ કરી અને ધમકી આપવામાં આવતી હતી .એણે પોલીસ કમ્પ્લેન કરી તો એને કિડનેપ કરી લેવા આવ્યો. એને અંદર ગન પોઇન્ટ પર મોકલવામાં આવ્યો છે

એ પણ એક વિક્ટીમ છે જાણીને પ્રાગે તરત જ એના હાથ પગ છોડી દીધાં.

એ થોડો સ્વસ્થ થયો એટલે એણે એનાં પેન્ટનાં પોકેટ માંથી
એક નાનું ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસ કાઢ્યું..

નયને એ લઈ અને ચાલું કર્યું" હા હા હા મને ખબર જ હતી કે તમે ત્રણ શાંતિથી નહીં બેસો કવન તારા છોકરા પ્રાગ અને પ્રહરને સારી તાલીમ આપી છે .યાદ રાખજો તમારી દરેક હિલચાલ પર મારી નજર છે.મારી મરજી વગર તમે જઈ નહીં શકો ,અહીંથી બહાર નીકળશો એટલે તમારું સ્વાગત ગોળીઓ કરશે જીવ વહાલો હોય તો કોઈ હરકત કરતા નહીં. તમે એવી જગ્યાએ છો કે અહીંથી ભાગ્યા પછી તું દૂર સુધી કોઈ પણ રસ્તો કે વાહન નથી. મારો હિસાબ ચૂકતે કર્યા વિના અહીંથી જવાશે નહીં."

"જરૂરી સુચનાઓ સાંભળી લો .તમને સમયે સમયે જમવાનું મળી જશે .પ્રહર અને નયન દવાઓ પણ મળી જશે તમારી સામે રાખેલા મેટલનાં રેક ની પાછળ બાથરૂમ છે યાદ રાખજો તેમાં રહેલું કેમિકલ ખૂબ જ જલદ છે .તમારી એક એક હિલચાલ પર મારી નજર છે ,તો કોઈ ચાલાકી કરશો નહીં કવન પ્રાગને સમજાવી દેજે કે એનાં કરતાં અમે લોકો અનેક ગણાં સ્માર્ટ છીએ."

થોડીવાર એકદમ ખામોશી છવાઈ ગઈ, બધાએ નજર ઘુમાવી કેમેરા ક્યાં છે, તે જોવા માટે .એક પણ કેમેરો દેખાયો નહીં!


"જે કોઈપણ છે એ ક્યાં તો આપણને બહુ સારી રીતે ઓળખે છે અથવા તો બહુ સારી રીતે હોમવર્ક કર્યું છે .તેનું દિમાગ અને નેટવર્ક પણ ખૂબ સ્ટ્રોંગ છે."પ્રકૃતિએ ચિંતા વ્યક્ત કરી.

"આપણે તે દિવસે બપોરે જમ્યાં પછી હોશ ગુમાવ્યાં એનો મતલબ કે આપણે જે હોટલમાં રોકાયા હતાં અને જ્યાંથી જમવાનું પેક કરાવ્યું તેના નજર હશે અને તેમણે જ કંઈ ભેળવ્યું હશે." પ્રહરને આટલું બોલતાં જ ખાસી ચાલું થઈ.


":જરૂર તારો કોઈ જૂનો દુશ્મન અથવા તારું જ કોઈ લફરું હશે "કવને નયન પર નિશાનો તાક્યો.

આ બધી વાતથી બેખબર પ્રાગનુંધ્યાન હીડન કેમેરા શોધવામાં હતું. આખે આખું ગોડાઉન એણે ઇંચ થી ઈંચ તપાસી લીધું .મનમાં ખાતરી થઈ ગઈ કે કોઈપણ કેમેરા નથી છતાં પણ કોઈ એ લોકો નજર રાખી રહ્યા છે.એણે બોલવાનું ટાળ્યું..

આ ગડમથલમાં ખુલ્લા દરવાજા તરફ કોઈનું ધ્યાન ન હતું .ત્યાંથી એક શખ્સ ગન લઈને દાખલ થયો...એનાં એક હાથમાં મોટી સફેદ પોલીબેગ હતી .એણે કંઈ આદીવાસી જેવો પોશાક યપહેર્યો હતો. લાલ અને સફેદ ડીઝાઈનવાળી ઉન જેવાં કપડાની ધોતી..ઉપર ટીશર્ટ , ભુખરા આછાં વાળ વિંધાવેલાં કાન.ચપટું નાક.પહોળું કપાળ ,ચોરસ મોઢું અને મોટી આંખો.દેખાવ પરથી લાગતું હતું કે તે ગુજરાતી નથી..

એણે કહ્યું" હિઅર ઇઝ ફુડ, એન્ડ મેડિસિન.. ઈન ઈમરજન્સી નોક થ્રી ટાઈમ ડોન્ટ એક્ટ સ્માર્ટ.. આઈ શેલ લીવ" કહીં ને એ જતો રહ્યો..

નયને ફટાફટ ફુડ પાર્સલ કાઢ્યાં..સાથે ઈન્સ્યુલિન અને ઈન્હેલર પણ નીકળ્યું..." આ તો પ્રહરે ક્યારેક જ લેવું પડે એની એને કેમ ખબર પડી...? એ કેટલાં વખતથી સ્ટોક કરતો હશે આપણને..ભયંકર " પ્રકૃતિ ડરથી છળી પડી..

ત્યાં સુધીમાં બાકીનાઓએ જમવાનું ચાલું કરી દીધું.. કવન રોકવા માંગતો હતો " ઉભા રો કદાચ પાછું કંઈ ભેળવ્યું હશે તો?"

" જો આપણને મારવાં હોત તો આપણે હજી જીવીત ન હોત અને જો બેહોશ રાખવા હોત તો ઉંઘમાં ઈન્જેક્શન અપાય ગયાં હોત..આ કંઈક આપણાં વિચારોથી પર છે, શાંતિથી ખાઈ લે પછી કંઈક વિચારીશું"..સુમિતે કહ્યું.

આ દરમિયાન પ્રાગનું ધ્યાન નયનની એપલ રીંગ પર કોન્સ્ટન્ટ બ્લિંક થતી બ્લુ લાઈટ પર હતું....

"અલ્યા આ મનીયાનું તો કામ નથીને?...." નયને કીધું.."નાનપણનાં અપમાનનો બદલો..."...

"પહેલાં આપણે છીએ ક્યાં ?" ગુજરાતની બહાર તો નથી..પેલો આવ્યો તે તો નોર્થ ઈસ્ટનો...હોય તેવું..."સુમિતે કહ્યું પછી આજે આવેલાં નવાં મેમ્બરને પુછ્યું.."તું ગુજરાતી છો? "

" હા , મને નંદુરબારથી લાઈવા"..બે દા'ડા પછી..આયાં પોયચા" એ શખ્સે કહ્યું...

પ્રાગ ઈશારો કરી ચુપ રહેવાનું કહેતો હતો...એ સુમિતનાં કાનમાં ગણગણ્યો..." એ લોકો આપણી બધી વાત સાંભળે છે"....

બધાંને ઇશારાથી સંતલસ કરી...સુમિત જરાં ઉંચા અવાજમાં બોલ્યો.".આપણી પાસે બીજું તો કંઈ કામ નથી...ચાલો કંઈ ગેમ રમીએ"..

" અંતાક્ષરી"....એણે આંખ મીચકારી નયન કે " તું હજી કોલેજમાં છે" તો પ્રહર કહે " તમે લોકો જુનાં હિંદી સોન્ગ ગાઈ બોર કરશો..." કવન બોલ્યો " અત્યારે તમને રમવાનું સુજે છે?"

સહું જરૂર કરતાં જરા વધારે ઉંચું બોલતાં હતાં...બંધ રૂમમાં ઘોંઘાટ ઘોંઘાટ થઈ ગયો... થોડીવારમાં એપલ રીંગની લાઈટ
બ્લીંક થતી બંધ થઈ...

પ્રાગે " થમ્સ અપ " સાઈન બતાવી....

હવે આપણો પ્લાન ચાલું કરીએ.....

ક્રમશ:

@ ડો.ચાંદની અગ્રાવત