Ek Saḍayantra - 90 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 90

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 90

(ઘરમાં આગ જોઈ આજુબાજુ પાડોશી ગભરાઈ ગયા પણ ઘરમાં કોઈ વ્યકિત ના હોવાથી પોલીસ બોલાવવામાં આવે છે. પોલીસ કનિકાને જણાવતાં કનિકા ડૉકટર અને પોલીસને પૂછતાછ કરે છે. હવે આગળ.....)
કનિકાએ ડૉક્ટરને કહ્યું કે,
“બચાવવા પ્રયત્ન કરજો અને નહિંતર ગુનેગાર છટકી જશે. કમ સે કમ તેને ભાનમાં લાવવા પ્રયત્ન પણ કરો, તો બીજી છોકરીઓ ની જીંદગી બચી જાય. નહીંતર... કેટલી છોકરીઓ હોમાશે?”
“મને ખબર છે, આવા કેસમાં તો ગુનેગાર જલ્દી છટકી જાય છે, પણ મેડમ મારો પ્રયત્ન ચાલુ જ છે.”
કનિકાએ તે પોલીસને કહી દીધું કે,
“આ માનવ ઈરાની અને એનો પરિવાર જયાં હોય ત્યાંથી ફટાફટ તેમને શોધવાની શરૂઆત કરી દો. મારે ગમે તે રીતે એ અહીંયા જોઈએ જ છે.”
“મેડમ અમે પ્રયત્ન તો કરીશું, બાકી જોઈએ શું થઈ શકે એમ છે?”
“આ છોકરી કંઈ વિશે ઓળખ મળી?”
“મેડમ આ છોકરી કોણ છે, એ ખબર નથી પડી. પણ જ્યારે ભાનમાં આવશે ત્યારે ઓટોમેટીક ખબર પડી જશે?”
“હા પણ, અરે યાદ આવ્યું આ માનવ ઈરાની જોડે જ સિયા ભાગી ગઈ હતી ને? ઘરનું એડ્રેસ પણ આપણને આવું જ મળ્યું હતું. તો કયાંક આ?....”
“હા મેડમ, એ વાત સાચી છે.”
“એક કામ કરો, રોમાને ફોન કરીને બોલાવો કે તે એકવાર મને મળવા આવી જશે અને એની સીધી સીટી હોસ્પિટલમાં માં જ બોલાવજો, જેથી સમય બરબાદ ન થાય.”
“હા મેડમ, હું ફોન કરું છું.”
તેને કનિકાએ જે કહ્યું તે ફોન કરીને કહી પણ દીધું. રોમા પણ ફટાફટ કોન્સ્ટેબલે કહ્યા મુજબ સીધી સીટી હોસ્પિટલમાં પહોંચી અને કનિકાને શોધવા લાગી. ત્યાં જ કનિકા આવી. કનિકાએ એને કહ્યું કે,
“ભાઈ સોરી ડિસ્ટર્બ કરવા માટે, પણ મારે તને એક વસ્તુ પૂછવી છે? તારે એક જણની ઓળખ કરવાની છે?”
“કોની મેડમ?”
“મને ડાઉટ છે, પણ છતાં તું એકાદ વાર મળી જો તે તને ઓળખા કરી જો, પછી મને કહે.”
એમ કહી તેને પણ બર્ન ડિપાર્ટમેન્ટમાં લઈ જતા જ રોમા ગભરાઈ ગઈ અને તે
“તમે મને અહીં કેમ લાવ્યા છો? શું કંઈ થયું?”
“તું હાલ ચિંતા ના કર, બસ તારે ઓળખવાનું જ છે.”
કનિકાએ ડૉકટરને ફક્ત રીક્વેસ્ટ કરી અને ડોક્ટરે તેને એપ્રેન પહેરી અને માસ્ક બાંધી, સિયાની રૂમમાં જવા દીધી. કનિકા પણ એની સાથે ગઈ.
‘દૂર થી જ જોજો.”
એમ ઈન્સ્ટ્રકશન મળેલું હોવાથી ડોક્ટરના કહ્યા મુજબ ડોક્ટર, કનિકા અને રોમા ત્રણે જણા દૂરથી જ સિયાને જોઈ રહ્યા.
સામે પડી રહેલું શરીર અડધા ઉપર બળી ગયેલું હતું, પહેલા તો રોમા પણ ઓળખી ના શકી, પણ એના હાથ અને ચહેરાની અણસાર ઉપરથી તેને કહ્યું કે,
“આ તો સિયા છે, મારી ફ્રેન્ડ છે... આ તો મારી ફ્રેન્ડ છે... એને શું થયું? અને આ કેમ આવી પોઝિશનમાં?”
“સમાચાર તો સારા નથી જ, પણ હું આ સિયા છે કે નહીં એ બાબતે કોન્ફોર્મ ન હતી, કારણ કે મેં સિયા નો ફોટો જ દેખ્યો છે અને પૂરેપૂરી ઓળખતી નથી. વળી ચહેરો ખાસ્સો બધો બળી ગયો તો ઓળખ કરાવવામાં તકલીફ પડતી હતી. એટલે તને બોલાવી પડી.”
રોમા આ સાંભળી ઢીલી થઈ ગઈ અને ડૉક્ટરને પૂછ્યું કે
“સર...”
“સોરી મેડમ આની બચવાની શક્યતા બહુ ઓછી છે અને બચી જાય તો ખબર નથી? ભગવાન જે કરે તે...”
“ગમે તે થાય બચાવી તો પડશે સાહેબ?....”
“એ તો મેડમ દુનિયામાં બધું કોઈના હાથમાં હોતું નથી. સોરી પણ હાલ તો ભગવાને પ્રાર્થના કરો એટલું જ છે. અહીંના કલેક્ટર દિપક સરની આ દીકરી છે.”
“આ કેવી રીતે બની ગયું? અને આ બધું શું છે?”
“એ અમને પણ શું બન્યું એ એક્ઝેટ ખબર નથી, એટલે ડોક્ટર તમારા હાથમાં છે, કેમ કરીને તેને ભાનમાં લાવો તો એના બ્યાન પરથી ગુનેગારને સજા આપવી શકાય. એ માટે તો એને એકવાર હોશમાં લાવવી જ પડશે.”
“એ કરીશ જ તમે ચિંતા ના કરો, પણ આવી હાલત કરનાર ગમે તેમ છૂટો તો કેવી રીતે છોડાય?”
“એ હું બહુ સારી રીતે સમજું છું. એ છૂટવો પણ ના જ જોઈએ. એ જ જરૂરી છે.”
“હા મેડમ બિલકુલ મારો પૂરેપૂરો પ્રયત્ન હશે.”
કનિકાએ ડોક્ટર જોડે વાત પૂરી કરી અને ડોક્ટરે બેસ્ટ ટ્રાય કરવાનો કહી તો દીધું, રોમા આસું સારતી સિયાને જોઈ રહેલી. કનિકા તેને બોલાવતાં જ તે બોલી કે,
“પણ સૌથી વધારે મારા મનમાં એમ થાય છે કે મેડમ તમે મને તો બતાવી દીધી કે આ સિયા છે કે નહીં? મેં તમને કહી પણ દીધું. પણ...”
“હા ફરી પાછી એક છોકરી હોમાઈ ગઈ. મેં તો વિચારી જ નહોતું કે આવું કંઈ પણ બની જશે? મને એમ કે કદાચ હું બચાવી લઈશ પણ... આવું જ્યારે પણ બને છે, ત્યારે મને કંઈ સૂઝ નથી પડતી અને ફકત એ જ યાદ આવે છે કે આવા સમયે કરવું શું જોઈએ?”
કનિકા બોલતી હતી ત્યાં જ રોમા બોલી,
“કે પણ જ્યારે એના ઘરના લોકોને કઈ રીતે જણાવીશું?”
કનિકા આ સાંભળી તે શું બબડી રહી છે, એ યાદ આવતાં ચૂપ થઈ ગઈ પછી પોતાની જાતને સંભાળી બોલી કે,
“જણાવવું પડશે જ ને?”
“હા એ તો કરવું જ પડશે ને, પણ શું?”
“શું કરી શકું એ જોવું છું, કેમ કે દાદાની પણ હાલત સારી નથી. તો પછી કંઈક કરવું તો કેવી રીતે કરવું?”
કનિકાએ ખૂબ વિચાર અને તેને બહુ હિંમત એકઠી કરી , દિપક સરના ફેમિલીને પણ કેવી રીતે જણાવું? ગમે તે થાય હવે મારે જણાવવું જ પડશે કે વાત શું બની ગઈ છે? કેમ કે એક સ્ત્રી સિયાની મા છે અને એક દાદી. એને દિપકને ફોન કર્યો કે,
“સર શું તમે હોસ્પિટલ આવી શકો છો હાલ જ કે નહીં?”
“શું કામ હતું?”
“સર પ્લીઝ, તમે આવી જાવ ને? થોડુંક અર્જન્ટ છે?”
“સારું ક્યાં આવવાનું છે?”
“સીટી હોસ્પિટલ સર... તમે આવો તમારી સાથે વાત
કરવી જરૂરી છે.”
“ભલે...”
કેસવના મનમાં ડર તો લાગ્યો, પણ તેને પૂછવું યોગ્ય ના લાગતાં તે ત્યાંથી નીકળ્યો અને સીધો જ સીટી હોસ્પિટલ પહોંચ્યો. રિસેપ્શન પણ કનિકા ઉભી જ હતી અને બાજુમાં રોમા પણ. એ બંનેને જોઈને એમને પૂછ્યું કે,
“રોમા તું અહીંયા કેમ?”
રોમાને કંઈ જવાબ ના સૂઝતાં,
“બસ કામ હતું એટલે આવી હતી, પછી મને મેજમે ઉભી રાખી હતી એટલે.”
“સર મારે આપનું બસ થોડું કામ છે અને આપણે આ બાજુ જઈએ?”
એમ કહી તે બર્ન કેર સેન્ટરમાં લઈ ગઈ તો એ જગ્યા જોઈને જ દિપકને પણ રોમાની જેમ જ ફીલ થયું એટલે તેમને કીધું કે,
“તમે મને અહીં કેમ લાવ્યા છો? જે હોય એ સાચું કહો. આ જગ્યાએ મને ખૂબ ડર લાગી રહ્યો છે?”
સર હું તમને કહી દઈશ બસ, પણ હાલ તમે આ વિન્ડોમાંથી જુઓ. કેશવે એ વિન્ડોમાં જઈને જોયું તો તેમને ખબર પડી કે,
“આ તો મારી દીકરી સિયા છે, હે ને?”
“હા સર...”
કનિકા પરાણે બોલી.
(કનિકા હવે શું કરશે? સિયાને બચશે કે નહીં? આ સિયા છે એ ખબર પડ્યા બાદ શું કરશે કનિકા? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? જયારે સિયાના ઘરના લોકોને ખબર પડશે તો એમના પર શું વીતશે? શું માનવ પકડાશે કે છટકી જશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૧)