Ek Saḍayantra - 89 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 89

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 89

(માનવ અને એનો પરિવાર ગુસ્સે થઈ જાય છે અને તે બધા ભેગા થઈ સિયાને સળગાવી દે છે. આ બાજુ સિયા તેમને કરગરે છે, પણ એ બધામાંથી કોઈને ફરક નથી પડતો. તેઓ તેને ત્યાં સળગતી મૂકી ઘર બંધ કરી જતા રહે છે. હવે આગળ....)
“મમ્મી પપ્પા, દાદા દાદી મને માફ કરજો. મેં તમારી વાત ના માની અને હવે આજે સજા મને મળી ગઈ. મને ખબર છે કે તે ભોગવા વગર મારો છૂટકો જ નથી. જો તમને મારા વિશે કંઈ પણ ખબર પડે તો માનજો કે એ છોકરી તમારા પ્રેમ અને તમારી પરવાની લાયક જ નહોતી.”
તેને ચીસો પાડવાની બંધ કરી અને પોતાની પીડા સહન કરવાના માટે આંખો બંધ કરી દીધી. પણ આજુબાજુમાં રહેતા પાડોશી આગ જોઈને ગભરાઈ ગયા અને તેમને એમના ઘરમાંથી આગનના ભડકા જોઈ તેમને ડર લાગે છે કે ક્યાંક ઘરમાં કોઈ નુકસાન થયું કે કંઈ શોર્ટ સર્કિટ તો નથી થયો અને કોઈને તકલીફ તો નથી થઈને. એટલે બધા ઘર તરફ દોડયા પણ દરવાજા પર તાળું લટકતું જોઈ બધા વિચારમાં પડયા.
એક ભાઈ બોલ્યા કે,
આ ઘર ખોલાવું પણ કેવી રીતે?”
બીજો છોકરો બોલ્યો,
“હા ચાચા, એમનું ઘર તો બંધ છે. હા એ તો કદાચ આટલામાં ક્યાંક બહાર ગયા હશે તો, ફોન કરો.”
“હા એ વાત તો છે, ચાચા પણ...”
“શું ભાઈ આપણે ફોન જ કરવો પડે ને? કંઈક નુકસાન વધારે થઈ જાય તો. આપણી ફરજમાં આવે છે.”
“મેં તો એટલા માટે કીધું કે, મેં માનવનો ભાઈ અને માનવને ખૂબ ફોન કર્યા પણ તે ઉપાડી નથી રહ્યા.”
“તો હવે શું કરીશું? ઘરે તાળું માર્યુ છે, તો આપણાથી થોડી કંઈ તોડાય?”
“એ તો છે જ ને કે તે આપણે ઘર તોડી શકે કોઈને કંઈ નુકસાન થતું હોય તો બચાવી લેવાય પણ...”
“પણ તો પોલીસને જ ફોન કર.”
બીજા પાડોશીને સુચન કર્યું એટલે,
“પોલીસને જ ફોન કરું, પણ આમ આગ કેવી રીતે લાગી શકે? હમણાં તો ઘરમાં બધા જ હતા અને થોડીક મિનિટ પહેલાં જ તો તેઓ બહાર ગયા છે.”
“એટલે જ આવું બન્યું હશે, કદાચ એવું પણ બને ને કે ગેસનું બટન ક્યાંક ખુલ્લું રહી ગયું હશે કે શોર્ટ સર્કિટ થઈ હોય તો, પોલીસને ફોન કરી બોલાવ તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.”
“પોલીસને જ ફોન કરું છું.”
એ છોકરાએ પોલીસને ફોન કર્યો અને પોલીસ આવે ત્યાં સુધી તો એ બધા એમની રાહ જોઈ રહ્યા હતા. પોલીસો આવતા પૂછ્યું કે,
“શું થયું? અહીંયા કેમ આગ લાગી છે? તો ઘરમાં કેમ નથી?”
“ખબર નહિં, ક્યારે લોકો અહીંથી બહાર ગયા એ જ ખબર નથી. આ તો એકદમ જ ઘરમાં સળગવાની સ્મેલ આવી એટલે અહીં આવ્યા તો ઘરને તાળું હતું. સાહેબ એમને ઘરનું તાળું તોડી કેમ જવાય એટલે તમને બોલાવ્યા.”
પોલીસ પણ તાળું તોડી જ્યારે ઘરમાં એન્ટર થાય તો સિયા લગભગ 60 ટકા જેવી સળગી ગયેલી. આ જોઈ આજુબાજુવાળા તો ઠીક પણ પોલીસ પોતે પણ ડઘાઈ ગઈ અને તેને ફટાફટ બચાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. એક પોલીસે તો સૌથી ધાબળો શોધ્યો અને તેના પર ધાબળો નાખી દીધો અને બીજા ધાબળાથી તેને લપેટી તો લીધી. અને ઓક્સિજન મળવાનું બંધ થતાં અગ્નિ પણ હોલવાઈ ગઈ.
પોલીસ જ્યારે જોયું તો ચહેરાથી માંડી અને શરીરના 70% જેવા ભાગો બળી ગયા હતા, તો એક પોલીસે બાજુવાળાને પૂછ્યું કે,
“આ કોણ છે અને આવી રીતે?”
સાહેબ એ તો મને પણ ખબર નથી. બસ એટલી ખબર છે કે એ માનવની બેગમ છે અને લવ મેરેજ કરીને આવેલી છે. કદાચ તો તે હિન્દુ છે, પણ બહુ એના વિશે ખબર નથી.”
“કેમ?”
“કેમ કે એના ઘરના લોકો એને બહાર કોઈની જોડે ભળવા નથી દેતા કે ના તો વાતચીત કરવા દેતા હતા. બિચારીને ખૂબ હેરાન કરતા હતા. ઘણીવાર એમના ઘરમાંથી મારવાનો અવાજ આવતા હતા.”
“તો તમે અત્યાર સુધી ફોન કેમ ના કર્યો?”
“સાહેબ અમને એમ કે ઘરનો મામલો છે, એમાં ક્યાં આપણે આમાં વચ્ચે પડવું. આ તો જ્યારે ઘર બંધ જોયું ને એમાં ઘરમાં આગ લાગેલી જોઈએ એટલે અમને એમ કે ગેસ ફાટ્યો છે કાં તો શોર્ટ સર્કિટ થઈ હશે. એટલે જ તેમને ફોન કર્યો અને એમના સ્વભાવના કારણે અમે એમના ઘરનું તાળું પણ ના તોડયું.”
“આ તમે ખોટું કર્યું, તમારે ખરેખર આના ઉપર જ્યારે બહુ અત્યાચાર થતા હતા ત્યારે અમને જણાવવા જેવું હતું. તો અમે આનું કંઈક સોલ્યુશન લાવતા. અમારી જોડે બધી વાતનું સોલ્યુશન હોય.”
બીજા પોલીસે એમની સામે જોઈને તો પૂછ્યું કે,
“આ લોકો કયાં ગયા છે?”
“બહાર ગયા હશે, હમણાં જ આવી જશે.”
“સારું એ લોકો આવે એટલે એમને પોલીસ સ્ટેશન હાજર થવા કહેજો.”
“હા અમે એમને જણાવી દઈશું.”
એટલે બીજા પોલીસને કહ્યું કે,
“108માં ફોન કર.”
“યસ સર.”
108 આવી જતાં જ વોર્ડબોયે સાચવીને સિયાને અંદર મૂકી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવી.
સીટી હોસ્પિટલના બર્ન ડિપાર્ટમેન્ટ વિભાગમાં પહોંચાડી દેવામાં આવી અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું ડોક્ટરને કહી દીધું.
‘એક બળેલી લેડીઝને સીટી હોસ્પિટલ બર્ન કેર ડિપાર્ટમેન્ટ એડમિટ કરેલ છે’ એ કનિકાને જણાવવામાં આવી અને કનિકા ત્યાં પહોંચી અને એને જોવા લાગી. તેને પોલીસને પૂછ્યું કે,
“આને કોના ઘરેથી લાવ્યા?”
“મેડમ શહેરની બહાર એરિયા એક ખૂબ દુર છે. એમાં ના એક ઘરેથી લાવ્યા. જો કે ઘર તો બંધ જ હતું. અમે આજુબાજુમાં પૂછ્યું તું આ ભાડૂઆત હતા અને તે વ્યકિત માનવ ઈરાની કરી છોકરાનું ઘર હતું અને હાલ એ માનવ અનૈ એના પરિવાર બહાર છે. અને આ બધું શું છે, અમને પણ ખબર નથી?”
“હમમમ, એક તો હવે આને ભાન આવશે તો જ આપણને ખબર પડશે કે એ છે કોણ? “
એટલામાં ડોક્ટર સાહેબ આવ્યા તો,
“ડૉકટર તમને શું લાગે છે આ બચી જશે?”
કનિકાના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે,
“એ તો મને પણ ખબર નથી. હા એટલું કહીશ કે 70% જેટલી આ લેડીઝ બળી ગઈ છે.”
“બીજું કંઈ કેમ કે મારે આ પોલીસ કેસ કરવો પડશે.”
“હા મેડમ પણ હું કેસ સ્ટડી કર્યા પછી ખબર પડે કે એના ઓર્ગેન કેટલા બચ્યા છે અને કેટલું તેનું શરીર સહી સલામત છે. પણ હું મારા તરફથી તેને બચાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ.”
“ચોક્કસથી કરજો, નહિંતર એક ગુનેગારને હું સજા નહિ આપી શકું.”
“સારું પણ મને એની હાલત જોઈને એવું લાગે છે કે એ જલ્દી સાજી નહીં થઈ શકે. કદાચ તે લાંબું જીવે પણ નહિ તો તમારે મેજિસ્ટ્રેટ અને કલેક્ટર જે કંઈ તમને બોલાવવા પડે તે બોલાવી લો.”
“બચાવવા પ્રયત્ન કરજો અને નહિંતર ગુનેગાર છટકી જશે. કમ સે કમ તેને ભાનમાં લાવવા પ્રયત્ન પણ કરો, તો બીજી છોકરીઓ ની જીંદગી બચી જાય. નહીંતર... કેટલી છોકરીઓ હોમાશે?”
“મને ખબર છે, આવા કેસમાં તો ગુનેગાર જલ્દી છટકી જાય છે, પણ મેડમ મારો પ્રયત્ન ચાલુ જ છે.”
(કનિકા હવે શું કરશે? સિયાને બચશે કે નહીં? આ સિયા છે એ ખબર પડશે? એની ઓળખ કોણ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? જયારે સિયાના ઘરના લોકોને ખબર પડશે તો એમના પર શું વીતશે? શું માનવ પકડાશે કે છટકી જશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૦)