Ek Saḍayantra - 10 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 10

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 10

(ધીરુભાઈ તેને એ છોકરા વિશે અને એના સંસ્કાર વિશે વાત કરે છે તો એ સાંભળી સિયા રિસાઈ જાય છે. દાદી ધીરુભાઈને ટોકે છે. હવે આગળ....)
“એને બીજા બધાને પણ ઓળખતાં શીખવાડવું પણ આપણે જ પડશે ને તો. તેને બીજા બધા સાથે સેટ થવું તો પડશે કે નહીં?”
“એ બધા માટે એને હજી એવી બધી સમજ ના પડે, એ નાની છે.”
“એટલે તો સમજાવું છું. કંઈ નહીં પણ હવે કાલે સિયાને સોરી કહી અને મનાવી લઈશ.”
“હા મને ખબર છે સૌથી વધારે લાડકી તમારી જ છે.”
“એટલે જ તો મારે જ તેને મનાવી પડશે, એ બિલકુલ એના પપ્પા જેવી છે મારી લાડલી છોકરી.”
બીજા દિવસે સિયા કોલેજ જવા માટે તૈયાર થઈ અને જ્યારે તે ડાઇનિંગ ટેબલ પર આવી તો તેના પપ્પાએ તેને જોઈને કહ્યું કે,
“સરસ આખરે તું કોલેજ જવા માટે રેડી થઈ જ ગઈ એમ ને? બસ બેટા હું એટલું જ જોવા માંગું છું કે તું ખૂબ આગળ વધે અને ભણે. આ ભણતર તને જીવનમાં તારા કામમાં પણ લાગે. બાકી તું પણ સમજે છે કે ભણવાનું મહત્વ કેવું છે.”
“હા પપ્પા મને ખબર છે એટલે તો હું ભણવા તૈયાર થઈ ગઈ છું. પણ પપ્પા આનાથી શું ફાયદો? હું તો ફકત ગ્રેજ્યુએશન જ કરવા માંગું છું.”
“હા મને ખબર છે, તું ફક્ત ગ્રેજ્યુએશન જ કરીશ કે તારે ગ્રેજ્યુએશન કર્યા પછી ક્યાં જોબ તારે કરવાની છે. મારા જ બિઝનેસ માં મદદ કરવાની છે, એનું શું?”
“પણ મને એમાં રસ નથી અને મારે આપવામાં કંઈ ઈન્વોલ નથી થવું, એ પણ તમને ખબર છે ને?”
“મને ખબર છે તને બિઝનેસમાં કોઈ રસ નથી તો પણ એમાં શું થઈ ગયું. જ્યારે આપણે કોઈ કામમાં ઈન્વોલ થઈએ ને તો ઓટોમેટીક આપણને આવડી જાય અને એમાં રસ પણ જાગી જાય.”
“પપ્પા મારે તમારી સાથે ચર્ચા નથી કરવી. હું બિઝનેસ હેન્ડલ નહીં કરું તો નહીં જ કરું.”
“સારું બસ તે કહ્યું છે એમ ગ્રેજ્યુકેશન તો કર. હું જાઉં છું.”
એમ કહીને તે જતા રહ્યા. નાસ્તો કર્યા બાદ સિયા તેના દાદા દાદીને પૂછયું કે,
“આજે મંદિર નથી જવાનું દાદા?”
“જવાનું છે, પણ મને એમ કે તું આજે નહીં આવે?”
“કેમ હું નહીં આવું, તમને ખબર તો છે મને મંદિરે જવું બહુ જ ગમે છે.”
“હા પણ તું તો કાલે મારાથી રિસાઈ ગઈ હતી ને એટલે....”
“સોરી દાદા, તમે વાત કરી એટલે હું જીદે ચડી ગઈ કે પછી મને રીસ ચડી ગઈ, સોરી.”
“સારું, સારું બસ હવે કોઈ વાત નહીં. ચાલો મંદિરે જવું છે કે નહીં?”
સિયા એમની સાથે મંદિરે ગઈ. તે તો મંદિરે દર્શન કરવા અંદર જતી રહી પણ ધીરુભાઈની નજર મંદિરની બહાર ચારેકોર ફરી રહી હતી. નજર ફેરવતાં જ માનવ દેખાયો, જે આજે પણ ફરીથી બધાની મદદ કરી રહ્યો હતો અને દરેક વડીલોનો હાથ પકડી પકડી પગથિયાં ઉતારી રહ્યો હતો.
તે જોઈ દાદાએ સિયાને એને બતાવતા કહ્યું કે,
“જો હું તને કહેતો હતો, એ છોકરો.”
સિયા પણ તેને જોતી જ રહી ગઈ. એકદમ હાઇટેડ ચાર્મીંગ અને દેખાવમાં હેન્ડસમ લાગે એવો, તેને ગ્રીન કલરનો કુરતો અને ઓફવ્હાઈટ કલરનો પાયજામો પહેરેલો. સિમ્પલ ચંપલ, તેના વાળ સરસ અને વ્યવસ્થિત રીતે ઓળાવેલા. તેને બોલવાની દરેક છટા અને વાતો કરો છટા ઉપરથી એકદમ સંસ્કારી હોય એવું લાગી રહ્યું હતું. એ જોઈ પણ એક મિનિટ માટે ખુદ સિયા પણ તેનાથી આકર્ષાઈ ગઈ અને ધારી ધારી જોવા લાગી.
છતાંય દાદા અહીં જ છે, એ યાદ આપતા જ તેને મન પર કંટ્રોલ કરી અને નીચું જોઈ લીધું. દાદાએ કહ્યું કે, “ચાલ તને હું ઓળખાણ કરાવું?”
એમ કહીને તેના તરફ જવા લાગ્યા તો એ સિયાએ એમને પૂછ્યું કે,
“દાદા તમે આનું નામ તો મને કહ્યું જ નહીં?”
“નહોતું જ કીધું, અને હું તને કેવી રીતે કહું તો પણ તે ગઈકાલે ક્યાં પૂછ્યું હતું?”
“દાદા તમને ખબર છે ને, ગઈકાલે મને રસ ચડી ગઈ હતી તો પછી હું કેવી રીતે પૂછી શકું? સારું હવે અત્યારે તો કહો?”
“માનવ નામ છે, નામ તો સરસ છે.”
“નામ તો સરસ છે....”
“દાદા ચાળા ના પાડો, ચાલ હવે ઓળખાણ કરાવું કે નહીં?”
“હા.... હા”
તે માનવની જોડે ગયા અને કહ્યું કે,
“માનવ આ મારી પૌત્રી સિયા એનું નામ.”
માનવ તો સિયાને જોતો જ રહી ગયો.
“સિયા એકદમ રોમાળી સફેદ રૂની પૂણી જેવો ચહેરો, તેના ગાલ પર લાલ લાલ ગાલી એક તો તેની આંખો ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને એમાં પાછું એને જોયા પછી તો આપણે તેના આંખો કે તેના ચહેરા પરથી આપણી નજર હટી જ ના શકે. એને જ જોયા કરીએ એવું એની આંખોની ચમક, અલગ જ એનામાં તેજ હતું.
માનવ એમની સામે જોઈ રહ્યા બાદ માનવને કંઈ બોલવું જોઈએ યાદ આવતાં જ અને કહ્યું કે,
“નમસ્તે...”
“નમસ્તે આ ટાઈમે અહીંયા? આ તો તમારો...”
“હું તો ઘણી બધી વાર આવું છું, હવે થોડા દિવસથી કોલેજની પરીક્ષા આવતી હતી એટલે મારે ભણવાનો સમયે નહોતો આવતો.”
“એટલે તમે કોલેજમાં પણ ભણો છે?”
“હા, કોલેજના છેલ્લા વર્ષમાં. અને તમે?”
“હું કોલેજના પહેલાં વર્ષમાં.”
દાદાએ થોડીવાર બંનેની વાતો સાંભળીને કહ્યું કે,
“તમે બંને જણા વાતો કરો, હું એટલી જ વારમાં માતાજીના દર્શન કરી અને પંડિતજીનું પ્રવચન સાંભળીને આવું છું.”
“ભલે...”
દાદા મંદિરમાં ગયા અને અનીશે કહ્યું કે,
“અહીં આવો... આપણે એક જગ્યાએ બેસીએ.”
એમ કહીને તે બંને જણા એક બાંકડા પર બેઠા, તેમને પૂછ્યું કે,
“દાદા કહેતા હતા કે તમે માતાની ભક્તિ બહુ જ કરો છો.”
“માતાની તો ભક્તિ કરવી જોઈએ ને, માતા છે તો જ આપણે છીએ. એ છે એટલે જ આ જગત પણ છે. મા ગમે તેમ કેમ ના હોય, તે જ આપણી જનની છે.’
“અને તેનાથી જ આ જગતમાં દરેકમાં દરેક પત્તુ કહો કે જીવન બધું જ હાલે ચાલે છે. એના ઉપર જો આસ્થાના રાખીએ તો કોના ઉપર આસ્થા રાખવાની? તમને એવું નથી લાગતો કે આજકાલ જમાનામાં ના બાળકો કે ના આપણા જેવા લોકો માતા પ્રત્યે કે ધર્મ પ્રત્યે જે ખરેખર આસ્થા રાખતા નથી.
“પણ હું માનું છું કે ધર્મ પ્રત્યે આપણે આસ્થા રાખવી જોઈએ. ધર્મ છે તો જ આ જગત ચાલે છે. નહિંતર આ જગત ચાલે જ નહીં, માં જ એક એવી વ્યકિત છે જે આપણને ધર્મ શીખવાડે છે. આ દુનિયા વિશે સમજ આપનાર તો આપણી માતા જ છે, અને હું જે માતાની વાત કરું છું એટલે કે દુર્ગા માતા, જગતજનની માતા.”
સિયા તેમની વાત રોકીને કહ્યું કે,
“તમને એવું નથી લાગતું કે આપણે માતા વિશે વધુ પડતું વિચારીએ છીએ અને એમાં જ આપણે ડરીએ છીએ. એ જગતજનની છે, આ ધર્મ, આપણને સંસ્કાર એ શીખવાડે છે, પણ આજે એના લીધે એ બધા આપણી ઠેકડી ઉડાવે છે.”
“આ ધર્મ ના... પણ મને એવું લાગે છે કે ધરમ છે ને....
(માનવ શું કહેશે? માનવ પોતાની વાત આગળ કેવી રીતે રજુ કરશે? એ માટે સિયા શું દલીલ કરશે? એ દલીલનો જવાબ માનવ આપશે? માનવ સિયાને એકબીજા આકર્ષાઈ જશે ખરા? કોલેજમાં શું થશે? સિયાને કોલેજ ગમશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૧)