Premno Ilaaj, Prem - 9 in Gujarati Short Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 9

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 9

૯) સ્નેહાનાં સ્વપ્ન
" ક્યાં છે સિદ્ધાર્થ? સિદ્ધાર્થ ક્યાં છે?.." ની બૂમ લગાવતા મિતેષભાઈ બધુજ કામ પરતું મૂકીને ઘરે આવી ગયા. તેમના ચહેરા પર ખુશીનો પાર ન્હોતો. એકનો એક દીકરો આટલા દિવસો પછી કઈક બોલ્યો એનાથી વિશેષ ખુશી બાપ માટે બીજી શું હોઈ શકે!
મિતેષભાઈ સિદ્ધાર્થના રૂમમાં ગયા. સિદ્ધાર્થ વેદનાથી દબાઈને પથારી પર પડ્યો હતો. આંખો વહી રહી હતી, મુખ પર મૌન હતું અને દિલમાં સ્નેહાના નામની પીડા ચાલી રહી હતી. તે પૂર્ણરૂપે હિંમત હારીને બેઠો હતો. મિતેષભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પણ સિદ્ધાર્થ મૂર્તિ સમાન રહ્યો. તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા જ ન્હોતો. મિતેષભાઈને કોઈ પ્રત્યુત્તર ન મળતાં તે રૂમની બહાર નીકળી ગયા.
"સિદ્ધાર્થમાં ક્યાં કશું પરિવર્તન આવ્યું છે? તે તો પહેલાની જેમ જ લાગે છે." સ્નેહાને જોતા જ ફરિયાદ કરવા લાગ્યા.
"તમને કોને કહ્યું કે પરિવર્તન આવ્યું છે?"
"ઉત્સાહમાં ને ઉત્સાહમાં મારાથી કહેવાય ગયું. " દાદીએ જવાબ આપતા કહ્યું.
"દાદી, મેં કહ્યું તો હતું કે, તેને માત્ર આવેગ જ વ્યક્ત કર્યો છે. હજુ પણ આઘાત એના દિલમાં એવોને એવો જ રહેલો છે." સ્નેહા સમજાવતાં બોલી.
" તેના સાજા થવાના લક્ષણો દેખાય રહ્યા છે." દાદી વિશ્વાસ સાથે બોલ્યા.

સિદ્ધાર્થના કાનમાં ચર્ચા પડી રહી હતી. પણ તે તો ખુદને અંધકારમાં લઈ જવા માગતો હતો. તેની નજર સ્નેહાના ફોટા ઉપર પડતાં જ જાણે સ્નેહા જ કહી રહી હોઈ એમ તેના કેટલાંક અધૂરા સ્વપ્ન યાદ આવી ગયા. તેને મૂર્છા ત્યાગ કરીને ચેતન બન્યો. કબાટમાંથી બેગ કાઢીને કપડાં મૂકવા લાગ્યો. બેગ ભરીને તે ઘરની બહાર નીકળવા જતો હતો ત્યાં જ, "સિદ્ધાર્થ, તું આમ અચાનક ક્યાં જઈ રહ્યો છે?" મિતેષભાઈએ સિદ્ધાર્થને રોક્યો. બે ઘડી પહેલાં તો સુસ્ત હાલત હતી અને હમણાં આટલી સ્ફૂર્તિ આવી ક્યાંથી! સમજી શકાય તેમ નહોતું.
"સ્નેહાના અધૂરા સ્વપ્નને પૂર્ણ કરવા જાવ છું." સિદ્ધાર્થ એટલું બોલી ઘરની બહાર નીકળવા જઈ રહ્યો હતો.
"સ્નેહા, તું પણ સિદ્ધાર્થની સાથે જા." મિતેષભાઈએ સ્નેહાને સિદ્ધાર્થની સાથે મોકલી.
સિદ્ધાર્થને એક ધ્યેયની જ જરૂર હતી અને તે ધ્યેય મળતાં જ પૂર્ણરૂપે સજીવન થઈ ગયો.સ્નેહા અને સિદ્ધાર્થની સફર સ્નેહાના સપનાં પૂરાં કરવા તરફ પગલાં માંડ્યા. વિરહમાં સુકાઈને કરમાઈ ગયેલા તનમાં, ગાડીની બારીમાં માથું મૂકીને હવા સ્વરૂપે ઊર્જા લઈ રહ્યો હતો. તે માત્ર હવા ન્હોતી પણ સ્નેહાની યાદોને મહેસૂસ કરી રહ્યો હતો.
"સિદ્ધાર્થ આપણે ક્યાં જઈ રહ્યા છીએ?" સિદ્ધાર્થને વાસ્તવિક દુનિયામાં લાવતા સ્નેહાએ પૂછ્યું. સિદ્ધાર્થ કોઈ જવાબ આપ્યો નહિ અને ફરી સ્નેહાની યાદમાં જતો રહ્યો.

સિદ્ધાર્થ સ્નેહાને મહેસૂસ કરી રહ્યો હતો અને સ્નેહા સિદ્ધાર્થના દર્દને. ઉરમાં દાબેલી લાગણીઓ અશ્રુ સ્વરૂપે વહી રહી હતી. તે સ્નેહાના સપનાંને નહિ પણ સ્નેહાને જ માણવા માગતો હતો. રસ્તો જેમ કપાઈ રહ્યો હતો તેમ સ્નેહા વધુ નજીક આવી રહી હતી.
" ગાડી સાઈડમાં રોકો.." સિદ્ધાર્થે આશ્રમની પાસે ગાડી રોકાવી. ચારેબાજુ કોટથી ઢંકાયેલું, ઘટાદાર વૃક્ષોની વચ્ચે એ આશ્રમ આવેલો હતો.આશ્રમના દરવાજે પ્રવેશતાં જ બાળકોનો કિલ્લોલ સંભળાવવા લાગ્યો. "આ અનાથ આશ્રમમાં બાળકો સાથે થોડા દિવસ રોકાવું, તેમની જોડે મસ્તી કરવી, રમવું અને જિંદગી જીવતા શીખવું એ સપનું હતું સ્નેહાનું." સિદ્ધાર્થે જાણે સ્નેહાને સામે પામી રહ્યો હોઈ એ રીતે આગળ વધવા લાગ્યો.

સ્નેહાએ આશ્રમમાં રહેવાની બધી જ સગવડો ગોઠવી લીધી. તે બાળકોની સાથે રમવા લાગી ગઈ. ' દીદી... દીદી.. ' કરતા બાળકો સ્નેહાની જોડે મનમૂકીને રમતા રહ્યા. જાણે વર્ષોથી સ્નેહાને ઓળખતા હોય એમ લાગતું. સ્નેહાને બાળકો સાથે મોજમસ્તી કરતા જોઈને આંખોમાં ભ્રમ થયો. "આતો મારી સ્નેહા છે. અજાણ્યાં બાળકો જોડે કેવી દૂધમાં સાકરની જેમ ભરી ગઈ ! " એ જોઈને સિદ્ધાર્થને પણ બાળકો અને સ્નેહા જોડે રમવાનું મન થઈ ગયું. તે સઘરું દુઃખ,દર્દ અને વેદનાને ભૂલીને બાળકો અને સ્નેહા જોડે તાલ મેળવી લીધો. સ્નેહાએ સિદ્ધાર્થને આટલો ખુશ પહેલીવાર જોયો હતો.બાળકોની જોડે બાળક બની ગયો હતો. "સિદ્ધાર્થ, બાળકો જોડે કેટલી મજા પડી રહી છે!" સ્નેહાએ સિદ્ધાર્થને કહ્યું. તે સાંભળીને સિદ્ધાર્થને પોતાની સ્નેહા હોવાનો ભ્રમ તૂટ્યો.
' માં - બાપ વિહોણાં, નિરાધાર હોવા છતાં કેટલી મોજમસ્તીમાં જિંદગીને માણે છે. માં - બાપ, સ્વજનને ગુમાવ્યાનું કેટલું દુઃખ હશે આ બાળકોને તેમછતાં જીવવાનું ભૂલ્યા નથી. હું પણ જીવીશ સ્નેહાની યાદો સાથે, સ્નેહા માટે.' ઘરેથી સ્નેહાના જે સપનાં હતાં તે પૂર્ણ કર્યા પછી અસ્ત થવાનો જે નિર્ણય સિદ્ધાર્થે કર્યો હતો, હવે સ્નેહાની યાદો સાથે જિંદગી જીવવાની ઉમ્મીદ જાગી. આશ્રમમાં થોડાં દિવસોમાં તો બાળકો અને સ્નેહા પાસેથી ખુશ રહેતા, રમતા અને પોતાની જાતને જાણતા શિખી ગયો.
આશ્રમમાં પસાર થયેલા તે દિવસો સિદ્ધાર્થના વર્તનમાં પરિવર્તન લાવવામાં અમૂલ્ય સાબિત થયા. તે સ્નેહા જોડે મુકતમને સંપૂર્ણ વાત કહેતો થયો. સ્નેહાની વાતો, વર્તન અને હાલચાલથી પોતાની સ્નેહા હોઈ એમ અનુભૂતિ જાગતી હતી,પણ મનને રોકી લેતો હતો.

આશ્રમમાં રહેવાનો સમય પૂર્ણ થયો, હવે વિદાય લેવાની વખત આવી. વિદાય લેતી વખતે બાળકોના આંખમાં આંસુ હતાં અને એજ આંસુ સ્નેહા અને સિદ્ધાર્થની આંખમાં પણ હતા.બાળકો સાથે પસાર થયેલ સમય સ્નેહા અને સિદ્ધાર્થ માટે યાદગાર બની રહ્યા.

"સ્નેહાના વિચારો, સપનાં અને અરમાનો ખૂબ જ ઊંચા હતા. તેને માણીને અંતરને ખુશી મળી. હવે બીજું સ્વપ્ન શું છે ? જાણવાની ખૂબ જ તાલાવેલી છે." સ્નેહા ઉત્સાહ દર્શાવતા બોલી. સિદ્ધાર્થ મનમાં જ સ્નેહાને યાદ કરવા લાગ્યો. તેને સ્નેહાની વાતનો જવાબ આંસુ વહેતા કરીને આપ્યો. " સ્નેહાની ખોટ ક્યારે પણ કોઈ નહિ પૂરી શકે." સિદ્ધાર્થ સ્નેહાને કહેવા માગતો હતો પણ ન કહ્યું.

તેમની સવારી બીજા સ્વપ્ન તરફ આગળ ભણી. રસ્તો કપાઈ રહ્યો હતો તેમ જ સ્નેહાને પામવાની આતુરતા સિદ્ધાર્થમા વધી રહી હતી. તે સ્નેહાને તેની સ્નેહાની જ વાતો કર્યા કરતો હતો. ' કેટલો અતૂટ અને પવિત્ર પ્રેમ છે બંને વચ્ચે.' મનમાં કહીને સ્નેહા સિદ્ધાર્થને ભેટી પડી. સ્નેહાનું આમ ભેટવાથી સ્નેહા હોવાનો અહેસાસ થયો. જાણે સ્નેહા જ મને ભેટી હોઈ. "ક્યારેક સ્નેહાનું વર્તન મને ભ્રમમાં મૂકી દે છે. કઈક તો એવી બાબત રહેલી છે સ્નેહામાં જે મને એના તરફ ખેંચતી હોઈ." મનમાં વાગોળતા વાગોળતા તે પણ સ્નેહાને ભેટી પડ્યો.

રસ્તો એક અહેસાસની સાથે કપાઈ ગયો અને બીજું સ્વપ્ન પામવા માટે નજર સામે જ હતું. સૂર્ય માથે હતો, દરિયા પર સવાર થઈને આવતો પવન તનને ઠંડક આપી રહ્યો હતો.ધીરેધીરે વાતા મોજાં કીનારાને રોમાંચ આપી રહ્યા હતા. ચારેબાજુ યુવાનીયાની હેલી હતી. વાતાવરણમાં ઉષ્મા અને જોમ જોવા મળી રહ્યું હતું. સ્નેહા અને સિદ્ધાર્થે એકબીજાની સામે જોઈને દરિયાની લહેર તરફ દોટ લગાવી. દુનિયાનું ભાન મૂકીને અવસરની સવારી કરી લીધી. સ્નેહાના સ્વપ્ન ખરેખર જીવંત રાખનાર હતા, જીવતા શીખવનારા હતા. તે સ્વપ્ન થકી સિદ્ધાર્થ જીવતો થયો, સ્નેહાને નજીકથી મહેસૂસ કરતો થયો.

સ્નેહાના ભીંજાયેલા વાળમાંથી ટપકતું પાણી ગાલ પર થઈને હોઠ પર પસરતું હતું. તેના હોઠ પર છવાયેલું સ્મિત થકી ગાલ પર પડતાં ખાડા મધુરતા આણી રહ્યા હતા.તે દરિયાની લહેર સંગે લહેરાતી જતી હતી. તે સંપૂર્ણ સિદ્ધાર્થની સ્નેહા જ લાગી રહી હતી. સિદ્ધાર્થ સ્નેહાને આમ દરિયામાં ઉછળતી, કૂદતી અને મોજમસ્તી કરતા જોઈને સ્નેહા જ માની બેઠો. તે હુબેહુબ સ્નેહા જ ભાસતી હતી. તે આંખોને લૂછીને સ્નેહાને ફરી નિહાળી તો સ્નેહા જ નજર આવી. તે પોતાની સ્નેહાને જ દિલમાં વસાવી હતી તે જ સ્નેહા સામે પ્રતીત થતાં બાથે ભરીને સ્નેહાના નામનો પોકાર કરીને રડવા લાગ્યો અને પ્રેમનો એકરાર કરવા લાગ્યો. તે ભાન ભૂલી બેઠો હતો. સ્નેહાએ તેને ભાન કરાવવા તેની આગોશમાથી છૂટી ગઈ. સિદ્ધાર્થ "સ્નેહા... સ્નેહા... " નામનું રટણ કરતાં કરતાં ઘૂંટણ પર બેસી ગયો. સફરનો અંત થયો.

આ સફરમાં સ્નેહાના સ્વપ્નને માણ્યા અને સ્નેહાને ફરી જીવંત હોવાનો અહેસાસ પણ થયો. તેની સાથે, જે સ્નેહા સામે હતી એને પોતાની સ્નેહા હોવાની અનુભૂતિ થઈ. તે સ્નેહા જોડે આત્મીયતા બંધાઈ ગઈ. દરિયાકિનારેથી ઘર સુધી બંને નિશબ્દ રહ્યા. તે લોકો મનમાં વિચારોમાં જ પોતાના હૈયા સાથે વાતો કરતા રહ્યા. ન તો આગળનું ભવિષ્ય દેખાયું કે ન તો કોઈ એ સબંધનો અંત! પણ સિદ્ધાર્થના પરિવાર માટે એક શુભ સમાચાર એ હતાં કે સિદ્ધાર્થ પહેલાની જેમ જ સ્વસ્થ થઈ ગયો હતો. તે સ્નેહાને યાદોમાં અને જીવનના સંગે વણી લીધી હતી.' સ્નેહા એ જીવંત પ્રેમ છે અને એ પ્રેમ સદાય મારામાં જીવંત શ્વાસ થકી હૃદય ધબકતું રાખતી ઊર્જા છે . અને સ્નેહા...સ્નેહાએ મારું નવું જીવન.'

ક્રમશઃ............