Premno Ilaaj, Prem - 5 in Gujarati Short Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 5

૫) પ્રેમમાં આઘાત
મધ્યાહનનો સમય થયો. ગરમી અસહ્ય વર્તાય રહી હતી. રસિકભાઈ ઑફિસની બારીમાંથી બહારની ગરમીને મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ બારી બહાર નજર માડતા પક્ષીઓ ઝાડની ડાળમાં લપાઈને બેઠાં હતાં તો પશુઓ ઝાડની તટે નિરાંત માણી રહ્યા હતા. રસ્તાઓ નિર્જન અને સુમસામ બની પડ્યા હતા. એકલ દોકલ જ વાહન પસાર થતું નજરે ચડતું હતું. એવામાં એક કાર તેમની બારીની બાજુના પાર્કિગમાં પાર્ક થઈ. તેઓ મનમાં બબડ્યા ' આવી ગાડી મારા માટે આવી હોય તો કેટલું સારું થતું.'
કારમાંથી ડ્રાઈવર ઉતરીને બારી સામે આવીને ઉભો રહી ગયો. તેને આમતેમ નજર ફેરવ્યા પછી બારીમાં રસિકભાઈ દેખાયા.
"રસિકભાઈ ક્યાં બેસે છે?"
રસિકભાઈ થોડી સ્મિત કરીને મનમાં જ, ' સાચેજ મારા માટે આવી ગાડી.'
" હા, હું જ રસિકભાઈ છું. બોલો, શું કામ હતું?"
"અમારા શેઠે તમને ઓફિસે તેડાવ્યા છે."
"કોણ શેઠ? " રસિકભાઈ ઘડીક યાદ કર્યા પછી આશ્ચર્યથી પૂછ્યું.
"મિતેષભાઈ , વર્લ્ડ ડાયમંડ કંપનીના માલિક!" પરિચય કરાવતા કહ્યું.
"મને બોલાવવાનું કંઈ કારણ?"
"હવે ત્યાં ચાલો તો જ ખબર પડે."

રસિકભાઈ કલ્પનાઓના ઘોડા દોડાવવા લાગ્યા. પણ લગીરે દિમાગે ન ચોટયું કે કેમ બોલાવ્યો હશે? હવે ત્યાં જઈને જ ખબર પડે એમ માનીને ગાડીમાં બેસી ગયા.

મિતેષભાઈ રાહ જોઈને ઓફિસમાં બેઠા હતા. દરવાજો ખોલતા જ રસિકભાઈ નજરે પડ્યા. તેમને આવકારો આપીને ખુરશી આપી. ચા-પાણી આપીને આગતાં-સ્વાગતાં પતાવી.

" મને અહીં તેડવવા પાછળનો શો હેતુ ?" રસિકભાઈએ પૂછ્યું.
" તમારી દીકરી સ્નેહા મારા સિદ્ધાર્થ સાથે લગ્ન કરવા માંગે છે. " મિતેષભાઈએ વાત ગોળગોળ ગુમાવ્યા વિના જ સીધી વાત છેડી. આ સાંભળીને રસિકભાઈને થયું કે લગ્ન અંગે કંઈક વાત કરવા બોલાવ્યો હશે. પણ બીજી જ ક્ષણે ઝટકો આપતા બોલ્યા.
" પણ એ શક્ય નથી. તમારીને અમારી બરાબરી થઈ શકે એમ નથી. તો તમારી છોકરીને સમજાવી દેજો કે ખોટા સપનાં ન સેવે. કૉલેજમાં જે મોજમસ્તી કરવી હતી તે કરી લીધી. હવે, નહીં." મિતેષભાઈએ ચોખ્ખી ધમકી સ્વરૂપે જ સંભળાવી દીધું, અને ઓફિસમાંથી જવા કહી દીધું.
રસિકભાઈ રહ્યા સ્વાભિમાનવાળા. તેમને કોઈ કશું કહી જાય તે સહાય નહીં. અહીં તો ખરુખોટું સ્નેહાને કારણે સાંભળવું પડ્યું. તેઓ ઓફિસને બદલે સીધા જ ઘરે જતા રહ્યા. બપોરની ગરમીમાં જેમ રણની રેત તપે તેમ જ રસિકભાઈ તપી રહ્યા હતા. ઘરે પહોંચીને સ્નેહાના નામની બૂમો પાડવા લાગ્યા.
" કેમ આટલા ગુસ્સામાં છો? શું કર્યું સ્નેહાએ? " માલતીબેન(સ્નેહાની મમ્મી) બોલ્યા. માલતીબેનની વાતને નજર અંદાજ કરીને સ્નેહાને જ બોલાવતા રહ્યા. સ્નેહા તેના રૂમમાંથી બહાર આવી કે તરત જ વણસી પડ્યા.
"કેટલા અરમાને તને સારામાં સારી કૉલેજમાં ભણવા મોકલી હતી. પણ..." દીકરીના બાપ હોવાથી શર્મ અને સંસ્કારોને લીધે સ્નેહા આગળ ન બોલી શક્યા.
"આજે સ્નેહાને લીધે મારે શર્મથી નીચું મોઢું કરીને સાંભળવું પડ્યું."
" તમે માંડીને વાત કરો તો ખબર પડે." માલતીબેન બોલ્યા.
રસિકભાઈએ વિસ્તારથી બધી જ સ્નેહાની કરણી કહી. માલતીબેન પણ સ્નેહાને ઠપકો આપવા લાગ્યા.
" તમે લોકો પણ મને નહીં જ સમજી શકો. તમે જે વાતથી શર્મ અનુભવો છો એમાં ખરાબી શું છે? કોઈને નિસ્વાર્થ પ્રેમ કરવો એ ગુનો કે પછી અપરાધ છે? એવું કોઈ પગલું નથી ભર્યુ કે તમારે શર્મ અનુભવવી પડે. આજ પછી કયારેય સિદ્ધાર્થને તમારી મંજૂરી વિના મળીશ પણ નહીં અને ફોન પર વાત પણ નહીં કરું." સ્નેહા રડતાં રડતાં બોલીને પોતાના રૂમમાં જતી રહી.
હજુ પણ સમાજમાં પ્રેમને ખરાબ નજરથી જ જોવામાં આવે છે. આતો સ્નેહા અને સિદ્ધાર્થનો પવિત્ર સબંધ હતો. સ્નેહાની વાત સાંભળી રસિકભાઈ અને માલતીબેન શાંત પડ્યા. રસિકભાઈ સ્વસ્થ બની ફરી ઓફિસમાં ગયા અને માલતીબેન પોતાના કામમાં લાગી ગયા. સ્નેહાની આંખો વરસી રહી હતી. તેને પોતાનો મોબાઈલ જ બંધ કરીને મૂકી દીધો.

સાંજનો સમય થયો એટલે મિતેષભાઈ ઓફિસેથી ઘરે આવ્યા. તે સિદ્ધાર્થને તાન્યા સાથે લગ્ન કરવાની વાત લઈને વળગી રહ્યા. સિદ્ધાર્થ જમ્યા વિના જ પોતાના રૂમમાં જતો રહ્યો.અને ઉપરથી સ્નેહાનો ફોન બંધ હોવાના લીધે તે વ્યાકુળ બની રહ્યો હતો. શું થઈ રહ્યું હતું તે તેને સમજાય નહોતું રહ્યું.

બીજી તરફ રસિકભાઈ સ્નેહાને વ્હાલથી જમવા માટે આગ્રહ કરી રહ્યા હતા. તેઓ પોતાની ભૂલ સ્નેહા આગળ કબૂલ કરી રહ્યા હતા. કેટલો ફરક હતો ધનવાન પિતા અને મધ્યમ વર્ગ પિતામાં. એક પિતા ફાયદો જોઈ રહ્યા હતા તો બીજા પિતા દીકરીની ખુશી. હવે સમય ક્યાં જઈને અટકે છે એ જોવું જ રહ્યું.

સિદ્ધાર્થના પિતાએ જે રીતે સ્નેહાના પિતા જોડે વર્તન કર્યું , તેથી સ્નેહા સિદ્ધાર્થ પર ખૂબ જ ગુસ્સે હતી.તેને પોતાનો મોબાઈલ બંધ જ કરી રાખ્યો હતો.સિદ્ધાર્થ સ્નેહાને સતત ફોન લગાવી રહ્યો હતો પણ બંધ જ આવી રહ્યો હતો. તેથી તેના મનમાં નકાર વિચારો આવી રહ્યા હતા. એમને એમ ઘણા દિવસ પસાર થઈ ગયા. સિદ્ધાર્થી રહેવાયું નહીં એટલે સ્નેહાને ઘરે જ પહોંચી ગયો. સ્નેહાના મમ્મીને સ્નેહા માટે પૂછ્યું.
"સ્નેહા તને મળવા નથી માંગતી."
" કેમ?"
"તે ક્યારેય તને નહિ મળે, એટલે તું અહીંથી જા."
" સ્નેહા નહીં મળે ત્યાં સુધી અહીંથી હું જઈશ નહીં."સિદ્ધાર્થે જીદ પકડી. "એવું તે શું થયું છે કે મળવા નથી માંગતી?"

"તારા પપ્પાને પૂછ. એ જ કહેશે તને." માલતીબેનની વાત સાંભળીને ગુસ્સામાં જ સિદ્ધાર્થ સીધો પિતા પાસે જતો રહ્યો. તેના પિતાને સવાલ કરવા લાગ્યો.
"તમે સ્નેહાના પરિવારને મળ્યા હતા?"
"હું તારું ભલું ઈચ્છું છું."
"મારું ભલું શામાં છે તે તમે સારી રીતે જાણો છો."
" મારી વાત તને અત્યારે નહીં સમજાય."
" તમને અને તમારી વાત સારી રીતે સમજી ગયો છું. લગ્ન થશે તો સ્નેહાની જ જોડે."
" તારે તારી જીદ છોડવી જ પડશે."
સિદ્ધાર્થ ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરે જઈને, રૂમમાં બંધ થઈ ગયો.તેને ખાવાપીવાનો ત્યાગ કરી દીધો, પોતાની જાતને એકાંત આપી દીધો.આમને આમ બે દિવસ વીતી ગયા. ન તો પિતા પોતાની જીદ છોડવા તૈયાર હતા કે ન સિદ્ધાર્થ. બાપ-દીકરા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત પાડવા માટે દાદીએ સિદ્ધાર્થને સમજાવવાનો પ્રયાસ કરવા ગયા, પણ નિષ્ફળતા મળી. એક પ્રેમી અને ગાંડો થયેલ હાથીને તાબામાં લેવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી બાબત થઈ પડે. બે-ત્રણ દિવસથી ભૂખ્યો સિદ્ધાર્થ તનથી કમજોર થઈ રહ્યો હતો.

બપોરના જમવાનો સમય થયો એટલે દાદી સિદ્ધાર્થને જમવા બોલાવવા ગયા. સિદ્ધાર્થને ઘણો ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ સિદ્ધાર્થ ઉઠ્યો નહીં. તેનું શરીર અશક્ત અને નબરુ પડી ગયું હતું. તે બેભાન થઈ ગયો હતો. દાદી સિદ્ધાર્થને દવાખાને લઈ ગયા. મિતેષભાઈ પણ બધું કામ પડતું મૂકીને દવાખાને દોડી આવ્યા. ડોક્ટરના કહ્યા પ્રમાણે, "સિદ્ધાર્થ માનસિક તણાવ અનુભવી રહ્યો છે. તેને પૂરતો આરામ અને આહારની જરૂર છે, એની સાથે તણાવ મુક્ત વાતાવરણ રાખવુ જરૂરી છે. "

ડૉક્ટરની વાત સાંભળીને દાદીએ મિતેષભાઈને જીદ છોડવા માટે આગ્રહ કર્યો. જો દીકરો સ્વસ્થ અને સુખી રહેશે તો જ આપણે પણ ખુશ રહી શકીશું.તેથી મિતેષભાઈ સ્નેહાના ઘરે જઈને રસિકભાઈની સામે પસ્તાવો વ્યક્ત કર્યો. રસિકભાઈ એમ તો સ્વાભિમાની પણ દીકરીની ખુશીની આગળ તે અપમાનનો ઘૂંટડો પણ પી લીધો.
*****
સિદ્ધાર્થ ભાનમાં આવતા જ નજર સમક્ષ સ્નેહાને જોઈ. આંખોમાં આંસુ અને હોઠ પર સ્મિત હતું. સિદ્ધાર્થ બેઠો થવાનો પ્રયાસ કરવા ગયો પણ કામજોરીનો અનુભવ થયો.
" તું આરામ કર. સ્નેહા હંમેશને માટે તારી સાથે જ રહેશે." મિતેષભાઈએ સિદ્ધાર્થને ખુશી આપતા કહ્યું.

ત્રણ મહિના પછી લગ્નની તારીખ આવી. ઘરમાં લગ્નને લઈને પુરજોશમાં તૈયારી ચાલી રહી હતી. જેમ જેમ તારીખ નજીક આવતી ગઈ એમ એમ ધાંધલ ધમાલ વધી ગઈ. સિદ્ધાર્થ અને સ્નેહા ખુબ જ ખુશ હતા. પણ એ ખુશી જાજું ટકી નહીં. કોઈની કાળી નજર લાગી ગઈ હતી. લગ્નના માત્ર છ દિવસ બાકી હતા. સિદ્ધાર્થ અને સ્નેહા લગ્નને લઈને ઉત્સુકતા દાખવી રહ્યા હતા.સ્નેહા સિદ્ધાર્થ જોડે ફોન પર વાત કરતાં કરતાં રસ્તો ક્રોસ કરી રહી હતી. તેનું ધ્યાન વાતોમાં હતું અને અચાનક એક કાર આવીને સ્નેહાને અડફેટમાં લીધી. બસ, એજ અકસ્માતે સ્નેહા સાથે સિદ્ધાર્થને પણ જીવતો લાશ બનાવી દીધો. સિદ્ધાર્થ આઘાત સહી શક્યો નહી, તે કૉમામાં જ જતો રહ્યો. આજે પણ તે ઘટનાની અસર વર્તાય રહી હતી.

દાદીએ વાતને વિરામ આપ્યો. ડોક્ટરે ઊંડા શ્વાસ લઈને સિદ્ધાર્થની જિંદગીમાંથી બહાર આવ્યા. થોડા સ્વસ્થ બનીને સિદ્ધાર્થને આશ્વાસનભરી નજરે જોવા લાગ્યા.
" સિદ્ધાર્થ લાગણીશીલ વ્યક્તિ છે. તેના જીવનમાં બનેલી ઘટનાઓનો માનસિક આઘાત ઊંડાણપૂર્વક લાગ્યો છે. પહેલાં નાની વયે માંનું અવસાન થવું અને પરિપક્વ થયો ત્યારે સ્નેહાનું ગુજરી જવું. આ બે ઘટનાથી તે સંપૂર્ણ ભાગી પડ્યો છે."
" પહેલાં જેવો સિદ્ધાર્થ થઈ જશે કે ડોક્ટર?" દાદી ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા.
"હા, થઈ જશે પણ સમય લાગશે. હું એનો કેસ આજે સ્ટડી કરી લવ. કાલે, તમે આવી જજો એટલે શું ઈલાજ કરવો તે જણાવીશ."

ક્રમશ:.......