Agnisanskar - 65 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 65

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 65



નાયરા થોડીક શાંત થઈ અને એમણે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું.

" આ વાત છે દસેક વર્ષ પહેલાંની જ્યારે હું મારા મમ્મી પપ્પા સાથે ખૂબ ખુશ હતી...પરંતુ એક દિવસ મારા પપ્પાને ખૂનના જુઠ્ઠા આરોપમાં પોલીસ આવીને પકડીને લઈને ગઈ. મેં જોયું તો પપ્પા એક શબ્દ પણ વિરોધમાં ન બોલ્યા. જ્યારે મેં મારા મમ્મીને પૂછ્યું તો તેમણે કહ્યું કે મારા પપ્પા જે કંપનીમાં કામ કરતા હતા એ કંપનીના બોસે એની જ કંપનીના એક મેનેજરનું ખૂન કર્યું હતું અને આ ખૂનનો આરોપ મારા પપ્પા પર ઢોળી નાખવામાં આવ્યો હતો. મારા પપ્પાએ જ્યારે વિરોધ કર્યો તો બોસે ધમકી આપીને મોં બંધ કરી દીધું અને મારા પપ્પા ચૂપચાપ બઘું સહન કરતા ગયા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કોર્ટે મારા પપ્પાને ફાંસીની સજા સુનાવી. અમે બોસ સામે ઘણી માફી માંગી, પગે પડ્યા પરંતુ એમણે અમારી એક પણ વાત ન માની...અને મારા પપ્પા આ દુનિયા છોડીને જતા રહ્યા. મારા પપ્પાના ગયા બાદ પણ એ બોસ વારંવાર અમારા ઘરે આવીને અમને પરેશાન કરતો રહેતો. એ હંમેશા મારા મમ્મીને ગંદી નજરથી જોતો. એટલે અમે અમારું ઘર પણ બદલી નાખ્યું પરંતુ બોસે અમારો પીછો ન છોડ્યો અને અમારા મકાનને ગેર કાયદેસર બાંધકામ ગણીને મકાન પણ તોડી નાખવામાં આવ્યું. હવે ન અમારી પાસે રહેવા માટે મકાન હતું કે ન ખાવા માટે કોઈ ફૂટી કોડી....આ પરિસ્થિતિ મારી મા સહન ન કરી શકી અને ટ્રેન નીચે આવીને એમણે પોતાનું જીવન ટુંકાવી દીધું. એ સમયે હું બાર વર્ષની હતી. એકલી લાચાર બનીને રખડતી હું અનાથાશ્રમમાં પહોંચી. જ્યાં મેં પાંચ વર્ષ વિતાવ્યા. પરંતુ જ્યારે હું સમજતી થઈ ત્યારે મને અહેસાસ થયો કે આ અનાથાશ્રમમાં બાળકોને અમુક કિંમત આપીને વિદેશી લોકોને વેચી નાખવામાં આવતા હતા. હું તુરંત ત્યાંથી ભાગી! હવે મારી પાસે કોઈનો પણ સહારો ન હતો. ત્યારે મારા જીવનમાં દેવદૂત બનીને હીના આવી..."

" હિના??"

" હા, આ ઘર, આ ચીજવસ્તુઓ બધી એમની તો છે..."

" તો એ અત્યારે ક્યાં છે?"

" હિના, મારી જેમ જ એકલી લાચાર પડેલી નિસહાય છોકરી હતી. સ્વાર્થથી ભરેલી આ દુનિયાથી એ પણ સાવ કંટાળી ગઈ હતી. એનું પણ મારા સિવાય જીવનમાં બીજું કોઈ ન હતું. અમે એકબીજા સાથે મળીને નાની મોટી ચોરી કરતા અને પોતાનું જીવન પસાર કરતા હતા અને એક મઝાની વાત કહું તો અમે ચોરી પણ ચોરના ઘરેથી જ કરતા હતા! જોબ કરીને પૈસા કમાવાની અમે ઘણી કોશિશ કરી પરંતુ અમારી જવાની જ અમને નડી! લોકોને અમારી મહેનત નહિ પરંતુ અમારી જવાની જ દેખાતી હતી. લાળ પાડતા જ્યારે એ પોતાની ગંદી નજર અમારા આખા શરીરમાં ફેરવતા ત્યારે મન થતું કે એમની બન્ને આંખો જ ફોડી નાખું!...અને એટલે જ છેવટે હારીને અમે ચોરી કરીને જીવન વિતાવવાનું પસંદ કર્યું......બે ત્રણ વર્ષ બઘું બરોબર ચાલ્યું પરંતુ એક દિવસ જ્યારે હિના ચોરી કરીને ચોરના ઘરેથી પરત ફરતી હતી ત્યારે એ ત્યાં જ રસ્તે પકડાઈ ગઈ. હિના એ તુરંત બધા ચોરી કરેલા પૈસા પાછા આપી દીધા પરંતુ ચોરે હિનાને ન છોડી. એ ચોરે સજા રૂપે હીના સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો. હિના તડપતી રહી. પોતાના બચાવ માટે ભીખ માંગતી રહી પરંતુ બચાવ માટે કોઈ આગળ ન આવ્યું. હું જ્યારે ત્યાં પહોંચી તો હીના નિવસ્ત્ર થઈને ત્યાં પડી હતી. હું તેને બચાવવા જતી જ હતી કે હીના એ મને ત્યાં રોકી દીધી. ચોર એક નહિ પરંતુ પાંચ છ લોકોનું ટોળું હતું. આ ટોળા સામે હું એકલી તેને બચાવવા જાત તો મારી પણ એ જ હાલત થાત જે હીના સાથે થઈ. અને એટલે મેં પોલીસનો સહારો લીધો. નજદીકમાં જ એક પોલીસકર્મી રાતે ડ્યુટી કરી રહ્યો હતો. જ્યારે મેં એની પાસે મદદ માંગી તો તેણે સાફ ઇનકાર કરી દીધો...કેમ કે એ ચોર ભ્રષ્ટ નેતાઓ સાથે સામેલ હતા. બ્લેક મનીનો આ બધો પૈસો આ નેતાઓ એ આ ચોરના ઘરે જમાં કરી રાખ્યો હતો...અંતે મેં નિર્ણય કર્યો કે મારું જે થાય એ થાય હું હિનાની મદદ અવશ્ય કરીશ એટલે હું દોડીને હિનાને બચાવવા ગઈ તો હીના એ ત્યાં જ પોતાની નસ કાપીને જીવન ટૂંકાવી દીધું!..." નાયરા આનાથી આગળ વધુ ન બોલી શકી અને રડવા લાગી. હીના સાથે બનેલી એ ઘટના વિશે કલ્પના કરતા જ કેશવની આંખો પણ ભીંજાઈ ગઈ.

ક્રમશઃ