Agnisanskar - 64 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 64

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અગ્નિસંસ્કાર - 64



વહેલી સવારે કેશવ જાગીને નાસ્તો લઈને આવી ગયો હતો. અને ત્યાં સુધીમાં નાયરા ફ્રેશ થઇને તૈયાર પણ થઈ ગઈ હતી.

" નાયરા તને ચા સાથે ફાફડા તો ચાલશે ને કે..." કેશવનું મોં ખુલ્લેને ખુલ્લું જ રહી ગયું. સ્વર્ગની કોઈ અપ્સરા પણ જેની સામે ફિકી પડે એટલી સુંદર છોકરી એની આંખો સમક્ષ હતી. નાયરાનો વાન તો દૂધથી પણ ગોરો છટાક હતો. આંખો મોટી, અને ગાલ પર સામાન્ય એવા ડિમ્પલ પડતાં હતાં. કેશવ પલકારા માર્યા વિના એ રીતે નિહાળી રહ્યો હતો કે નાયરા એ ફરી ચેહરા પર માસ્ક પહેરવું પડ્યું.

" યાર, તારાથી સુંદર છોકરી મેં મારી લાઇફમાં પણ નથી જોઈ...તું તો આરામથી મિસ યુનિવર્સ બની શકે છે...! તો તે ફરી માસ્ક કેમ પહેરી લીધું?"

" આ સુંદરતા તને વરદાન સ્વરૂપ લાગે છે ને પણ મારા માટે આ અભિશાપ છે અભિશાપ...."

" અભિશાપ? મને કઈ સમજાયું નહિ..."

" પહેલા આપણે નાસ્તો કરી લઈએ..."

" હા પણ તું પહેલા માસ્ક તો ઉતાર...માસ્ક પહેરીને નાસ્તો કરીશ?"

" કેશવ...પ્લીઝ મને તું આમ ઘુરિઘુરીને ન જોઈશ....મને સારું નથી લાગતું કે કોઈ મને..."

" અચ્છા અચ્છા ઠીક છે... બસ જો મેં મારી આંખો પર જ પટ્ટી બાંધી દીધી...હવે તું તારું માસ્ક ઊતારીશ ને..." કેશવે સાચે જ પોતાની આંખો પર પટ્ટી બાંધી દીધી.

" પાગલ...! ચલ તું નખરા બંધ કર, આપણે સાથે નાસ્તો કરીએ..." નાયરા એ માસ્ક ઉતારી નાખ્યું.

" આર યુ સ્યોર?"

" હા, મને કોઈ પ્રોબ્લેમ નથી બસ..."

" થેંક્યું.....મિસ બ્યુટી ક્વીન..."

બન્ને એ સાથે મળીને નાસ્તાનો આનંદ માણ્યો.

નાસ્તો કર્યા બાદ કેશવ નાયરાના ઘરની એક એક ચીજ વસ્તુ ઉખેળવા લાગ્યો.

" નાયરા તે મને કહ્યું નહિ....કે તને ચોરી કરવાની શું જરૂર પડી?"

" તે પણ મને ક્યાં કહ્યું કે તું શા માટે ગામડેથી ભાગીને અહીંયા દિલ્હી આવ્યો છે?"

" સવાલની સામે સવાલ...ઠીક છે તો તારે મારા જવાબની સામે તારે પણ જવાબ આપવો પડશે....બોલ ડીલ મંજૂર છે?"

" મંજૂર..."

" તો વાત એમ છે કે હું ગામડેથી ભાગીને એટલા માટે અહીંયા આવ્યો કારણ કે ગ્યારહ મુલકો કી પોલીસ મેરે પીછે પડી હૈ ઓર કેશવ કો પકડના મુશ્કિલ હિ નહિ ના મુનકીન હૈ...."

" થઈ ગઈ નોટંકી...? હવે સાફ સાફ કહીશ..."

" અરે સાચે જ પોલીસ મારી પાછળ પડી છે...! હા મતલબ અગિયાર દેશોની પોલીસ નહિ પણ આ દેશની પોલીસ મને શોધી રહી છે..."

" કેમ? તે વળી કેટલા રૂપિયાની ચોરી કરી? એક લાખ, દસ લાખ...કે.."

" મેં ચોરી નહિ ખૂન કર્યું છે..."

ખૂન શબ્દ સાંભળતા જ નાયરાના જાણે પગ થરથર કાંપવા લાગ્યા. નાયરાના ઉડેલા હોશ જોઈને કેશવે કહ્યું. " અરે તને શું થયું? તારે ડરવાની કોઈ જરૂર નથી.... મેં ખૂન કર્યા છે..કરવાનો નથી...."

" તું ક્રિમીનલ છે....??"

" હા..મતલબ કહેવા માટે ક્રિમીનલ છું પણ મારા ગામના લોકો મને હીરો માને છે.....તું કન્ફ્યુઝ થઈ ગઈ ને? ચલ તને શરૂઆતથી મારી કહાની સંભળાવું....પણ પ્લીઝ મારી કહાની ને ગલત ન સમજતી...બસ તું મારી વાત દિલથી સાંભળજે....એટલે તું સમજી જઈશ કે હું ક્રિમીનલ કેમ કરીને બન્યો?"

કેશવે કોઈ પણ પ્રકારના ફિલ્ટર વિના જે કહાની એની સાથે બની એ એવી જ નાયરા સામે એને કહી દીધી. નાયરા તો બસ આંખો ફાડીને કેશવની વાત સાંભળતી ગઈ.

" તો પોલીસથી બચવા માટે હું ગામ છોડીને અહીંયા દિલ્હી આવી પહોંચ્યો..."

નાયરા જાણે શોકમાં ડૂબી ગઈ. તેણે કેશવના જીવનની વાત જ્યારે પૂરી સાંભળી ત્યારે એણે કહ્યું. " આઈ ડોન્ટ નો કે મારે કેવું રીયેક્ટ કરવું જોઈએ..પરંતુ તમે બન્ને ભાઈઓ એ મળીને જે કર્યું એ બિલકુલ યોગ્ય જ કર્યું... તું વિશ્વાસ નહિ કરીશ પણ બલરાજ સિંહ જેવા રાક્ષસો અહીંયા પણ ક્યાંય ઓછા નથી...મારી સામે જ એ બિચારી તડપતી રહી પણ.... હું મજબૂરીમાં કંઇ ન કરી શકી...." નાયરાની આંખો ભીની થઈ ગઈ. જાણે ભૂતકાળનું કોઈ શ્રણ એમને યાદ આવી ગયું હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું.

" નાયરા...તું રડે છે? તને અચાનક શું થયું?" કેશવે ગંભીર થઈને નાયરાના આંસુ લૂછ્યા.

શું થયું હતું નાયરાના જીવનમાં? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ