Prem ke Dosti? - 19 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 19

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 19


એ તારા જયસ્વાલ સાહેબ પણ એમનું ફાર્મ હાઉસ આપણને ફ્રી માં આપશે ?
અરે તને શું થઇ ગયું છે આજે?પહેલા તો આવી રૂપિયાની ગણતરી તે ક્યારેય નતી કરી.તું એક વાર ફાર્મ હાઉસના ફોટોસ તો જો.પ્રતિક તેના ફોનમાં બધાને ફાર્મ હાઉસના ફોટોસ દેખાડે છે.
આ ફાર્મ હાઉસ છે કે રિસોર્ટ ?જોરદાર છે,સ્વીમીંગ પૂલ છે,પાર્ટી હોલ છે આનું ભાડું તો હશેને ?રવિએ ચિંતામાં ભાડા વિષે પૂછ્યું અને વારાફરથી બધા એ ફાર્મ હાઉસના ફોટોસ જોયા.
અરે તું ભાડાની ચિંતા ના કર મારા ભાઈ.થઇ જશે તારું કામ.તમે બસ જલસા કરો.
આપણે ત્રણ વાગ્યે બેઠા હતા અને છ વાગી ગયા તૈયારી કરવામાં ખબર જ ના પડી.કોઈ ચા બનાવશે? દર્શેને કહ્યું.
ભાઈ આતો હજી ઓન પેપર તૈયારી કરી સાચી તૈયારી તો હવે ખબર પડશે.કામ જાજુ છે અને સમય ઓછો છે બધા પોત પોતાની રીતે કામે લાગી જાઓ.પ્રતિકે કહ્યું.
એ ભાઈ! આમાં અમને કંઈ ના ખબર પડે.મેં ભાભીના પપ્પાને કહ્યું છે કે બધું તું કરી લઈશ એટલે તારે જ બધું કરવાનું. એમ પણ તું આજ કાલ સાવ નવરો છે,અમે તો ફક્ત જલસા કરશું.દર્શને કહ્યું અને બાકીના બધા તેની સામે ગુસ્સે થી જોવા લાગ્યા.
તું ક્યારેય પણ બોલવામાં નહિ સુધરે,જા નીચે કીટલી થી બધા માટે ચા લઈ આવ,ચા ઘરે નથી બનાવી.રવિએ દર્શનને ખીજાઈને કહ્યું.
હું બનાવું છું ચા એમ કહીને પ્રિયા પોતાની જગ્યા પરથી ઉભી થઇ,પણ રવિએ તેનો હાથ પકડીને નીચે બેસાડી અને કહ્યું એ લઇ આવશે તું શાંતિ થી બેસ.
દર્શનના ગયા પછી, “તું એનું ખોટું ના લગાડતો,એને ક્યાં બોલવાની ભાન પડે છે.”
અરે ના ના એમાં શું ખોટું લાગે.એમ પણ એ સાચું તો કહે છે.હું નવરો જ છું ને.! પ્રતીક ની નઝર પ્રિયાના હાથ પર હતી જે રવિએ હજી સુધી પકડેલો હતો.દર્શનનાં શબ્દો કરતા આ દ્રશ્ય એને વધારે દુ:ખી કરતુ હતું.જે પ્રિયાએ નોટીસ કર્યું.
અને રવિનો હાથ છોડી પ્રતીકને પાણી આપતા બોલી, “પણ હવે તમારે નવરું નથી રહેવાનું ,જેવા અમારા લગ્ન પતે એટલે તરત જ તમારે તમારી નોકરી ફરીથી સ્ટાર્ટ કરવાની છે.”
પ્રતિક ગરદન નમાવીને ફક્ત હા બોલ્યો.
ચાય આવી ગઈ, ખુબજ ગરમ છે,રવિ જેવી!! દર્શને હસતાં હસતાં.સોરી દોસ્ત તને દુ:ખી કરવાનો મારો ઈરાદો ના હતો પણ મારે થોડો ટાઈમિંગ નો ઇન બિલ્ટ પ્રોબ્લેમ છે ને!!
અરે,કોઈ પ્રોબ્લેમ નહીં તું તારે આવું બોલતો રે,પ્રતિકે તેની સામે આંખ મારતા કહ્યું.
પેલા વીડિઓ વાળાને હા તો પાડી દે કે અમે લોકો તૈયાર છીએ. એ કોઈ બીજાને શોધે નહીં.રવિએ ચાની ચૂસકી મારી.
મેં તેને પહેલે થીજ હા પાડી દીધી છે.અને આટલા કપડાની જરૂર પડશે. બાકીની પ્રોપર્ટી અને મેકઅપ ને બીજું બધું એના માણસો લઈ આવશે.પ્રતિકે તેના ખિસ્સા માંથી એક કાગળમાં લખેલા કપડાનું લીસ્ટ કાઢીને રવિના હાથમાં મુક્યું..
ઓહો આઠ થી નવ વાર કપડા બદલવાના એ પણ એક જ દિવસે? જો પ્રિયા આ લીસ્ટ.
તમે ચિંતા ના કરો.અમે બધા તમારી સાથે જ હસું.તમને મદદ કરશું.અને આવતા રવિવારે જ આપણે શૂટ કરવું પડશે.પ્રતિકે સમજાવ્યું.
પણ મારી પાસે તો આ લીસ્ટ મુજબના કપડા પણ નથી,શું કરશું?પ્રિયાએ કહ્યું.
મારી પાસે પણ એમના અમુક કપડા નથી.એક કામ કરીએ ચાલો શોપિંગ પર જઈએ અને બધું લઇ આવીએ ,રવિએ ખુબજ ઉત્સાહ મા કહ્યું.
મોલ મા કે રતન પોળ ? ખુશીએ પૂછ્યું.
મોલ મા જ જઈએ કેમ. રવિએ પ્રિયાની સામે જઈને કહ્યું.
બેસ છાની માની મોલ વાળી,હમણાં તો પૈસા ના રોદાણા રોતો હતો,આલે એક સરનામું ત્યાં જઈ આવો,બધું જત્યાં એક દમ વ્યાજબી ભાવે મળી જશે.પ્રતિકે કહ્યું.
એટલે તું અમારી સાથે નથી આવતો?પ્રગ્નેશે પૂછ્યું
મારે એક અગત્યનું કામ છે,હું રાત્રે ત્યાં આવીશ માણેક ચોકમાં સાથે જમીશું.એમ કહીને પ્રતિક રવિના ઘરમાંથી બહાર નીકળ્યો.
આનું કશું સમજાતું નથી ક્યારે શું કામ આવી જાય છે.?રવિએ કહ્યું.
હશે હવે કંઇક આપણી ગોઠવણમાં જ હશે.ચાલો જવું હોય તો તૈયાર થાઓ.પ્રગ્નેશે કહ્યુ.
***
લીસ્ટ કરતા ઘણું વધારે લેવાઈ ગયું નઈ?પ્રગ્નેશ પતકાને તો ફોન કર ખુબજ ભૂખ લાગી છે.
હેલ્લો!ક્યાં છે ?ખરીદી થઇ ગઈ છે.ચોક પાસે આવી જા.પ્રગ્નેશે પ્રતિકને ફોન કરીને કહ્યું.
ફક્ત પાંચ કે સાત મીનીટમાં પ્રતિક બધાની પાસે આવ્યો.બધાને ભૂખ લાગી હતી એટલે કોઈએ પ્રતિકને કંઈ સવાલ ના પૂછ્યા કે ક્યાં હતો આટલી જલ્દી કેમ આવ્યો સિવાય પ્રગ્નેશે.તેને પ્રતિકએ બધા થી થોડો દુર લઇ જઈ પૂછ્યું.
“કાવ્યા ને મળવા ગયો હતો?”
ના દેવલને.
કેમ??
“મેં અને કહ્યું હવે તું વચ્ચે ના પડતો,નહિ તો જુનાગઢ નઈ જઈ શકે.”
હા હા હા સીરીયસલી તે એને ધમકી આપી,અને ફોને કર્યો ને આટલો જલ્દી આવી ગયો.??
અરે ભાઈ હું મજાક કરું છું,હું અહી જ નજીકમાં હતો ગાંધી રોંડ પર મારી વાર્તાઓનું કામ કરી રહ્યો હતો,એટલે જલ્દી આવી ગયો.હાલ હવે બધા રાહ જોવે છે.
કેમ રહી દોસ્તો ખરીદી?બધું મળી ગયું ત્યાં.?પ્રતિકે પૂછ્યું
અરે દોસ્ત મજા વાઈ ગઈ.અમને એમકે નાની અમથી દુકાન હશે પણ જોરદાર શો-રૂમ નીકળ્યો.લીસ્ટ કરતા વધારે લેવાઈ ગયું અને ખુશી અને પ્રગ્નેશે પણ એમના માટે લીધું.અને આ તારા માટે. રવિ કપડાની બેગ્સ દેખાડે છે.
અને આ લુખ્ખેશે કઈ લીધું?પ્રતિકે દર્શન સામે ઈશારો કરીને કહ્યું .
ચાલો ચાલો જમી લો જમવાનું આવી ગયું કહીને દર્શને વાત ટાળી.
આવતા શનિવારે સાંજેજ રવિના ઘરે મળીએ,પેલો વિડીઓ ગ્રાફર સાંજે આપણી મુલાકાત કરીને બધું સમજાવશે,પ્રતિકે કહ્યું.અને હા રવિ હું થોડા દિવસો દર્શને ને ત્યાં જાઉં છું મારે થોડું કામ છે.
બધા લોકો જમીને છુંટા પડે છે.
****
હું રાહુલને લઈને તારા ઘરે પહોંચું છું,બાકીના બધા આવી ગયા ?પ્રતિકે રવિને શનિવારે સાંજે ફોન કરીને પૂછ્યું.
હા બધા અહીજ છે.તમે આવી જાઓ.
આ પ્રિ-વેડિંગમાં સ્ક્રીપ્ટ શું ?મને હજી પ્રતિકનું લોજીક સમજાયું નથી,પ્રગ્નેશે રવિને પૂછ્યું.
એ આવે એટલે તું એનેજ પૂછી લેજેને હમણાં આવેજ છે.રવિએ પ્રગ્નેશની વાતમાં રસ લીધો નહી.
થોડીજ વારમાં ડોર બેલ વાગી અને પ્રતિકની સાથે એક ખુબજ જાડિયો વ્યક્તિ હતો.
આ રાહુલ છે,વિડીઓ ગ્રાફર તમારું શૂટ આની જ ટીમ કરશે.પ્રતિકે બધાનો પરિચય કરાવ્યો.
સો,રવિ એન્ડ પ્રિયા તમારું પ્રિ-વેડિંગ એવું હશે જે હજી સુધી કોઈનું થયું નથી.મને એ કહો કે તમે સૌથી પહેલા ક્યાં મળ્યા હતા એ લોકેશનથી જ આપણે તમારા પ્રિ-વેડિંગની શરૂઆત કરશું.
એ.એમ.ટી.એસ ના બસ સ્ટેન્ડ પર,પ્રિયા અને રવિ બંને સાથે બોલ્યા.અને બંને હંસવા લાગ્યા.
બાકીની લોકેશન પ્રતિકભાઈની સ્ક્રીપ્ટ મુજબ રહેશે.
પ્રિ-વેડિંગ માં સ્ક્રીપ્ટ ... પ્રગ્નેશ બોલતા બોલતા અટકયો.
હા હવે આમાં પણ સ્ક્રીપ્ટ આવે છે વીડિઓ ને ક્યાં ફ્લો માં લઇ જવો ક્યાં લોકેશન પછી કયું લોકેશન લાવવું.એક પ્રકારનું સ્ક્રીન પ્લે જેવું.તો કાલે મળીયે અને હા જો બની શકે તો તે દિવસે જે રીતે પહેર્યા હતા એ કપડા કાલના પહેલા એટલે કે બસ સ્ટેન્ડ ના લોકેશન માટે પહેરજો.

પ્રિ-વેડિંગ નો દિવસ....
રવિ બસ સ્ટેન્ડ પર ચા પીતો અને પ્રિયા સામે દુકાનમાંથી નીકળી રોંડ ક્રોસ કરતી રવિની સામે આવતી હતી...

પ્લીઝ આ સીન રેહેવા દો,હું આ નહીં કરી શકું.પ્રિયા રોડની સામે ની તરફ થી બોલી.પ્રિયાની આંખ થોડી નરમ હોય એવું લાગ્યું.
આને વળી શું થયું કેમ ના પાડે છે?રવિએ પૂછ્યું
રાહુલ તમે લોકો રવિનું શૂટિંગ કરો .હું તેની પાસે જઈને તપાસ કરું છું અને પ્રતિક રોડ ક્રોસ કરીને પ્રિયા પાસે જાય છે.
શું થાય છે તને વાળી ઘડીએ કેમ ના પડે છે તું.?પ્રતિકે ગુસ્સે થી પૂછ્યું.
આ એજ જગ્યા છે જ્યાં મેં તારી જોડે છેલ્લી વાર વાત કરી હતી અને મારો નંબર બદલ્યો હતો.પ્રિયાએ રડતા રડતા કહ્યું.
જો એ બધું ભૂતકાળ થઇ ગયું છે,અને ભુલવુજ સારું. ચાલ પાણી પી અને તૈયાર થઇ જા.
પ્રતિક તું કેમ અમારા માટે આટલું બધું કરે છે,?પ્રિયાએ પૂછ્યું .
બસ.. હું તમને લોકો ને ગુમાવવા નથી માંગતો.ચલ રેડી ને?
પ્રિયાએ પાણી પીને આંસુ લુછી કહ્યું રેડી અને પ્રતિકે રાહુલ રેડીનો ઈશારો કર્યો.અને રોડ ક્રોસ કરીને પાછો આવ્યો.
શું થયું હતું ?
અરે કંઈ ખાસ નહીં આસ પાસના લોકો જોતા હતા એટલે થોડો સંકોચ થતો હતો.તમે સ્ટાર્ટ કરો.પ્રતિકે કહ્યું.