Badlo - 6 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 6

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

બદલો - ભાગ 6

૬. મેજર નાગપાલ..

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે ભરતપુરથી પાછો ફરતો હતો. અત્યારે એની કાર મંદાર ગઢ રોડ પરથી પસાર થતી હતી. સહસા એક સ્થળે પોલીસની જીપ તથા લોકોની ભીડ એકઠી થયેલી જોઈને એણે ઉત્સુકતા વશ કાર ઉભી રાખી દીધી. પછી નીચે ઉતરીને તે નજીક પહોંચ્યો. એણે જોયું તો સબ ઇન્સ્પેક્ટર અમરજી ત્રણ ચાર સિપાઈઓ અને થોડા લોકો એક યુવતીના મૃતદેહને ઘેરીને ઉભા હતા. ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તથા પોલીસ ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા. નાગપાલને જોઈને અમરજીના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. એ ઝડપભેર નાગપાલ પાસે પહોંચ્યો.

'ગુડ મોર્નિંગ.. નાગપાલ સાહેબ.' એણે આદર સૂચક અવાજે કહ્યું.

'ગુડ મોર્નિંગ.. શું થયું?' નાગપાલે પૂછ્યું.

'એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.' અમરજી બોલ્યો.

'વામન રાવ ક્યાં છે?'

'જી.. તેઓ તો એક મહિનાની રજા પર છે. પણ આપને આ બનાવની કેવી રીતે ખબર પડી?'

'હું તો ભરતપુરથી આવતો હતો. અહીં જીપ તથા ભીડ જોઈને ઉત્સુકતા વશ જ ઉભો રહી ગયો છું.'

'ઓહ..' કહેતા કહેતા અમરજીના ચહેરા પર નિરાશાના હાવભાવ ફરી વળ્યા.

'મને તો એમ કે આપ આ બનાવના સમાચાર જાણીને તપાસ કરવા માટે આવ્યા છો. પણ..' એણે પોતાનું વાક્ય અધૂરું મૂકી દીધું.

'અહીં સુધી આવ્યો જ છું તો તપાસ પણ જરૂર કરીશ.' નાગપાલે સ્મિત ફરકાવતા કહ્યું. 'ખરેખર?' અમરજીએ પ્રસન્ન અવાજે પૂછ્યું.

'હા. શું ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ફોટોગ્રાફરનું કામ પતી ગયું છે?'

'જી હા..'

'ચાલ..' કહીને નાગપાલ મૃતદેહ તરફ આગળ વધી ગયો. એણે ગોઠણભેર બેસીને મૃતદેહનું અવલોકન કર્યું. એના ચહેરા પર વિચારના હાવભાવ છવાઈ ગયા.

'શું આ મૃતદેહ મોં ભેર અર્થાત અવળા મોંએ જમીન પર પડ્યો હતો?' એણે અમરજીને ઉદ્દેશીને પૂછ્યું.

'જી હા..' અમરજીએ ચમકીને જવાબ આપ્યો. 'મૃતદેહના ચહેરાના ફોટા પાડવા માટે તેને સવળો કરવામાં આવ્યો હતો. પરંતુ નાગપાલ સાહેબ આપને આ વાતની કેવી રીતે ખબર પડી?'

'અમરજી..' નાગપાલના અવાજમાં અમરજીને ઠપકો હતો. 'જો આપણે બનાવના સ્થળનું યોગ્ય રીતે નિરીક્ષણ કરીએ તો આ નાની નાની વાતોનું કારણ જાણવા માટે આપણે કોઈને કંઈ પૂછવાની જરૂર ન પડે. પીઠભેર પડ્યો હોવા છતાંય મૃતદેહના મોં અને બાકીના આગળના ભાગ પર માટીના ચોંટેલા કણો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અને આ કણો પોકારી પોકારીને કહે છે કે મરનાર યુવતીનું ખૂન બીજે ક્યાંક થયું હતું.' નાગપાલની વાત સાંભળીને અમરજીની સાથે સાથે ત્યાં મોજુદ સિપાહીઓ પણ ચમકી ગયા. નાગપાલ જાણે માણસ નહીં પણ દુનિયાની કોઈ અજાયબી હોય એ રીતે તેઓ તેની સામે તાકી રહ્યા હતા.

'પરંતુ કેવી રીતે નાગપાલ સાહેબ?' અમરજીએ હિંમત એકઠી કરીને પૂછ્યું.

'ખૂની સાથે હાથો હાથની લડાઈ થયા પછી મરનાર અવળા મોંએ જમીન પર ઉથલી પડ્યો હોય એ સંજોગોમાં પણ તેના ચહેરા પર માટીના કણો ચોંટી શકે તેમ છે.'

'તારી વાત બિલકુલ સાચી છે.' નાગપાલ બોલ્યો.

'પરંતુ જરા મગજ પર ભાર મૂકીને વિચાર. જો, આના ચહેરા પર મૃત્યુ પહેલા માટીના કણો ચોટ્યા હોય તો શું એ ચહેરાના જખમમાંથી નીકળેલા લોહીની સાથે ન વહી ગયા હોત! પરંતુ તેવું થયું નથી. આના ચહેરા પર સુકાયેલા લોહીની ઉપર માટી ચોંટેલી છે. ઉપરાંત આના ચહેરા પરથી નીકળેલા લોહીનું અહીં નામોનિશાન પણ નથી દેખાતું. આ વાત પરથી તો સમજી જ જવું જોઈતું હતું કે આ યુવતીનું ખૂન બીજે ક્યાંક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસને અવળે માર્ગે દોરવા માટે ખુનીએ જે મૂર્ખાઈ ભરી ચાલાકી વાપરી છે એ જોઈને તો મને જોર જોરથી અટ્ટહાસ્ય કરવાનું મન થાય છે.'

'મૂર્ખાઈ ભરી ચાલાકી?'

'હા, મૂર્ખાઈ ભરી ચાલાકી.' નાગપાલે સ્મિત ફરકાવતા કહ્યું. 'આ પગલાંની છાપ તને દેખાય છે? આ છાપ મરનાર યુવતીના ઉઘાડા પગના તળિયાની છે. તે થોડે દૂરથી શરૂ થઈ અહીં પહોંચીને પૂરી થઈ છે.' અમરજીએ પગલાની છાપ સામે જોયું અને પછી હકારમાં માથું હલાવ્યું.

'પરંતુ હું દાવા સાથે કહું છું કે જ્યારે એ અહીં આવી હતી ત્યારે લાશના રૂપમાં હતી.'

'તો શું લાશો પણ ચાલી શકે છે?' અમરજીએ નર્યા અચરજથી પૂછ્યું.

'બીજી લાશો વિશે તો હું કશું પણ કહી શકું તેમ નથી. પરંતુ આ લાશ તો સોએ સો ટકા ચાલી છે. પછી ભલે એ ખુનીની બળજબરીને કારણે ચાલી હોય.'

'ખૂનીની બળજબરીને કારણે?'

'હા,ખૂનીએ લાશને તેના પગ પર ઉભી રાખીને તેને થોડો દૂર સુધી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત પોતાના પ્રયાસમાં તેને સફળતા પણ મળી હતી કારણ કે અત્યાર સુધી તે ઇચ્છતો હતો એમ જ તમે વિચારતા હતા. જમીન પર પડેલ મૃતદેહના પગલાની છાપ એટલી અસ્પષ્ટ છે કે જેના પરથી દેખાઈ આવે છે કે પૂરું તો ઠીક, ચોથા ભાગનું વજન પણ પગો પર નહીં પડ્યું હોય. જ્યારે બાજુમાં મોજુદ બૂટના તળિયાની છાપ એનાથી બિલકુલ વિપરીત છે. આ બૂટ પહેરેલો માનવી કોઈ વજનદાર વસ્તુ ઊંચકીને ચાલ્યો હોય એવી એ છાપ છે. અલબત્ત, પોતાના પગ પર ઘસડવાનું ભૂલી ગયો છે. એક બીજી વાત, આ ખૂન કોઈક મકાનમાં એવા રૂમમાં થયું છે કે જેની જમીન પર લાલ રંગનો ગાલીચો પાથરેલો હતો.'

'આ વાતની આપને કેવી રીતે ખબર પડી નાગપાલ સાહેબ?' અમરજીએ આશ્ચર્ય સહ પૂછ્યું.

'આના પરથી.' નાગપાલે સહેજ આગળ નમી મૃતદેહના માથામાં ફસાયેલો એક લાલ રંગનો લાંબો દોરો ખેંચી કાઢીને તેને બતાવતા કહ્યું. 'આ જાતના દોરાનો ઉપયોગ માત્ર ગાલીચા બનાવવા માટે જ કરવામાં આવે છે. આના પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ખૂન લાલ રંગનો ગાલીચો પાથરેલા કોઈક રૂમમાં થયું છે.'

'ઓહ્' અમરજી બબડ્યો. પછી અચાનક જ કાંઈક યાદ આવ્યું હોય તેમ એ ચમકીને બોલી ઉઠ્યો.

'આ મૃતદેહ કોનો છે એની મને ખબર પડી ગઈ નાગપાલ સાહેબ.'

'કોનો છે?' નાગપાલે ઉત્સુક નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'રાકેશની પત્નીનો.'

'કોણ રાકેશ?'

'સરદાર જયસિંહ રોડ પર 15 નંબરના બંગલામાં રહેતા શેઠ કાલિદાસના દીકરાનું નામ રાકેશ છે. આ મૃતદેહ જરૂર એને પત્નીનો હોવો જોઈએ.' અમરજી મક્કમ અવાજે બોલ્યો.

'આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહી શકે છે?'

જવાબમાં અમરજીએ ગુમનામ ફોન આવ્યા પછી પોતે કાલિદાસના બંગલે તલાશી લેવા માટે ગયો હતો તથા તેમની સાથે જે કંઈ વાતચીત થઈ એ બધાની વિગતો નાગપાલને કહી સંભળાવી. એની વાત સાંભળીને નાગપાલની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ હતી.

*********

રાકેશ હાંફતો હાંફતો ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યો. એનો ચહેરો પરસેવાથી તરબતર હતો.

'રાકેશ, ગીતાના મૃતદેહનું એક ઝાંઝર ગુમ થઈ ગયું છે, એ તે સ્પષ્ટ રીતે જોયું હતું?' એ અંદર પ્રવેશ્યો કે બંદૂકમાંથી છૂટેલી ગોળીની માફક કાલિદાસે પૂછ્યું.

રાકેશ મૂર્ખાઓની જેમ થોડી પળો સુધી તેમની સામે તાકી રહ્યા બાદ કશુંયે બોલ્યા વગર સોફા પર ફસડાઈ પડ્યો અને ઊંડા શ્વાસ ખેંચવા લાગ્યો. એની પાછળ આવી પહોંચેલી સુધાનો શ્વાસ પણ ઉખડી ગયો હતો.

અલબત્ત, ભયથી છુટકારો મળી જવાના કારણે એના ચહેરા પર રાહતના ભાવભાવ છવાયેલા હતા.

'તું અંકલના સવાલનો જવાબ શા માટે નથી આપતો રાકેશ?' ચિંતાતુર અવાજે આટલું કહીને અમિત રાકેશની નજીક પહોંચ્યો અને તેના ખભા પકડીને હચમચાવતા બોલ્યો. 'શું વાત છે? તું આટલો ગભરાયેલો શા માટે છે? શું મૃતદેહ ઠેકાણે પાડવામાં કંઈ ગરબડ થઈ છે?'

'ના, એવી કોઈ વાત નથી.' રાકેશે ઉખડેલા પોતાના શ્વાસ પર કાબુ મેળવતા કડક અવાજે કહ્યું. 'અમિત, યોજના બનાવવી તો સહેલી છે પરંતુ એનો અમલ કરતી વખતે જ ખબર પડે છે કે આ કામ કેટલું મુશ્કેલ છે. એ તો અમારા નસીબ એટલા સારા હતા નહીં તો અત્યાર સુધીમાં હું ક્યારનો જેલના સળિયા પાછળ પહોંચી ગયો હોત.'

'પણ થયું શું હતું? ડાચામાંથી કંઈક ફાડ તો ખબર પડે ને!' કાલિદાસે ધુંધવાતા અવાજ પૂછ્યું. જવાબમાં રાકેશે રસ્તામાં બનેલા બનાવની વિગતો તેમને કહી સંભળાવી. એની વાત સાંભળ્યા પછી થોડી પળો સુધી કોઈ કશું જ ન બોલી શક્યું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. 'રાકેશ.. ' અમિત તેની બાજુમાં બેસતા બોલ્યો. 'આ પરિસ્થિતિ ખૂબ જ ભયંકર અને જોખમી હતી એ હું કબૂલ કરું છું. ખેર, હવે આપણી સામે એક બીજી મુશ્કેલી આવી પડી છે અને એનું સમાધાન માત્ર તું જ કરી શકે તેમ છે.'

'હા, હમણાં ડેડી ઝાંઝર વિશે પૂછતા હતા પરંતુ મેં તો એ જ વખતે જણાવી જ દીધું હતું કે ગીતાના માત્ર એક જ પગમાં ઝાંઝર હતું ત્યારે મેં બાકીના એક ઝાંઝરને શોધવાનું પણ કહ્યું હતું. પેલા મદદગારે જ્યારે મૃતદેહ ખસેડ્યો ત્યારે ગીતાના એક પગમાંથી ઝાંઝર નીકળીને અહીં જ ક્યાંક પડી ગયું હોય એ બનવા જોગ છે.'

'કમાલ કહેવાય!' અમિત આશ્ચર્યથી બબડ્યો. 'હવે એને ક્યાં શોધવું?!'

'શું ઝાંઝર સ્ટોર રૂમમાંથી નથી મળ્યું? અરે, અમારામાં એટલી પણ અક્કલ નથી કે અમે સ્ટોર રૂમમાં તપાસ ન કરીએ?' કાલિદાસ ચીડ ભર્યા અવાજે બોલ્યો. 'અમે માત્ર બંગલામાં જ નહીં કમ્પાઉન્ડ અને લોનના પણ ખૂણે ખૂણામાં ફરી વળ્યા છીએ.'

'તો પછી?'

'પછી શું?'

'ઝાંઝર ક્યાં ગયું?'

'ગભરાટને કારણે જરૂર તને એવો ભ્રમ હશે કે ગીતાના એક પગમાં ઝાંઝર નહોતું.'

'ના..' રાકેશે તીવ્ર અવાજે વિરોધ કરતા કહ્યું. 'મને કોઈ ભ્રમ નથી થયો. ખરેખર જ ગીતાના એક પગમાં ઝાંઝર નહોતું.'

'તો પછી એ ક્યાં ગયું?'

'ઝાંઝર અહીં ક્યાંય નથી તેનો એક જ અર્થ કાઢી શકાય તેમ છે.'

'શું?'

'એ જ કે આ ઝાંઝર જરૂર પેલો કમજાત મદદગાર લઈ ગયો છે.'

'રાકેશ.. તારું માથું તો નથી ભમી ગયું ને! જો તેને ઘરેણા લઈ જવાનો જ શોખ હોત તો બીજું કંઈક લઈ જાત. લાશ પર મોજુદ હજારો રૂપિયાના ઘરેણા છોડીને એણે માત્ર ચાંદીનું એક ઝાંઝર જ લઈ જવાની શું જરૂર હતી?'

'પ્લીઝ શાંત થાઓ...' તેમનો અવાજ ઉગ્ર થાય તે પહેલા જ અમિત વચ્ચે પડતા બોલ્યો. 'આ રીતે એકબીજા પર બૂમો પાડવાથી કોઈ પરિણામ પર પહોંચી શકાય તેમ નથી. અંકલ રાકેશના કહેવા મુજબ જો ખરેખર જ ગીતાના એક પગમાંથી ઝાંઝર ગુમ થયેલું હતું તો એનું ન મળવું એમ પુરવાર કરે છે કે આ કામ એ માણસનું છે. આના પરથી એવું પરિણામ તારવી શકાય કે આ માણસ તમારો કોઈ દુશ્મન છે અને એ તમને ભયભીત કરીને વધુમાં વધુ લાભ લેવા માંગે છે.' અમિતની વાતો સાંભળીને ત્યાં મોજુદ સૌના કાળજા કંપી ઉઠ્યા. સૌથી વધુ સુધા ગભરાઈ ગઈ હતી.

'ન..ના.' એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવતા કહ્યું.

'અ... આ વાત ખોટી છે. અમે કોઈનું શું બગાડ્યું છે? કે કોઈ અમારી સાથે આવી દુશ્મનાવટ રાખે!' રાકેશના હોઠ તો જાણે કદાપિ ઉઘડવાના જ ન હોય એ રીતે એકબીજા સાથે ચોંટી ગયા હતા.

'રાકેશ, તે બાકીના ઘરેણાં ક્યાં મૂક્યા છે?' સહસા કાલિદાસે પૂછ્યું.

'ત.. તિજોરીમાં. બીજે ક્યાં મૂકું?'

'ઉફ્...' કાલિદાસે કપાળ કૂટીને ચીડ ભર્યા અવાજે કહ્યું, 'તારા મગજમાં છાણ તો નથી ભર્યું ને? અરે બેવકુફ.. એ ઘરેણાં હોય ત્યાંથી મળતા જ તારા ગળામાં ફાંસીનો ગાળિયો ભેરવાઈ જશે.'

'અંકલ..' અમિત ગંભીર સ્વરે બોલ્યો. 'ઘરેણાંઓની તો કોઈ ચિંતા નથી.'

'કેમ?'

'એને તો આપણે હજુ પણ તિજોરીમાંથી કાઢીને સલામત સ્થળ છુપાવી શકીએ તેમ છીએ.'

'હા.. આ કામ તો કરવું જ પડશે. રાકેશ.. તું જઈને ઘરેણા લઈ આવ.' કાલિદાસે કહ્યું. સુધા અચાનક જ ચૂપ થઈ ગઈ હતી. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે કાલિદાસ જાણી જોઈને જ કોઈક વાત છુપાવે છે. અમિતે કોઈક દુશ્મનના કરેલા ઉલ્લેખથી રાકેશનું ચુપ થઈ જવું અને કાલિદાસના ગોળ ગોળ જવાબ આપીને તેના સવાલ ને ટાળી દેવો આ બંને વાતો એની શંકાને વધુ મજબૂત બનાવતી હતી. એ જ વખતે કપડાંની એક પોટલી સાથે રાકેશને આવતો જોઈને એની તંદ્રા તૂટી.

'પોટલીને ઉઘાડ..' કાલિદાસે આદેશાત્મક અવાજે કહ્યું. રાકેશે સ્ટૂલ પર પોટલી મૂકીને તેને ઉઘાડી. કાલિદાસે ઘરેણાઓનું નિરીક્ષણ કર્યું. વળતી જ પળે એના ચહેરા પર ગભરાટના અભાવ છવાઈ ગયા.

'ઝ.. ઝાંઝર તો આમાં પણ નથી.' કહેતો એ થોથવાતા અવાજે બોલ્યો. 'મને એમ કહે કે ગભરાટ અને ઉતાવળને કારણે રાકેશને ભ્રમ થયો હશે. હે ભગવાન.. હવે એને ક્યાં શોધવું? રાકેશની વાત સાચી હોય એવું મને લાગે છે. ઝાંઝર ગુમ કરવા પાછળ જરૂર એ જ મદદગારના બચ્ચાંનો હાથ છે.'

'અંકલ..'અમિતે સહાનુભૂતિ ભર્યા અવાજે કહ્યું. 'બનવાનું હતું તે બની ગયું છે. હવે એ વાતનો કક્કો ઘૂંટવાથી કંઈ લાભ નહીં થાય. સૌથી પહેલા તો આપણે ઘરેણારૂપી ઝેરી વિષધર ભરેલી આ પોટલીથી છુટકારો મેળવી લેવો જોઈએ એમ હું માનું છું‌.'

'તો શું તું આ પોટલીને ક્યાંક ફેંકી દેવાની સલાહ આપે છે?' કોઈ અતિ કંજૂસના ચહેરા પર દાન દેવાના નામથી જે હાવભાવ છવાય બિલકુલ એવા જ હાવભાવ સવાલ પૂછતી વખતે કાલિદાસના ચહેરા પર છવાઈ ગયા હતા.

'ના..'

'તો?'

'મારા કહેવાનો અર્થ એ છે કે પોલીસના હાથ ન પહોંચી શકે એવા કોઈક સ્થળે આપણે આ ઘરેણાની પોટલી છુપાવી દેવી પડશે.'

'આવું કયું સ્થળ હોઈ શકે છે?'

'એ વિચારવાનું કામ તમારું છે. બંગલો તમારો છે એટલે તમે જ આવું કોઈ યોગ્ય સ્થળ વધુ સહેલાઈથી શોધી શકો તેમ છો.' અમિત બોલ્યો. એની વાત સાંભળીને કાલિદાસ કોઈક ઉંડા વિચારમાં ડૂબી ગયો.

'હા.. એ જગ્યા બરાબર છે.' થોડી પળો સુધી વિચાર્યા બાદ એ બબડ્યો.

'તમે કઈ જગ્યાની વાત કરો છો અંકલ?'

'મારી સાથે આવો.' જવાબ આપવાને બદલે કાલિદાસ પોટલી બાંધીને તેને ઊંચકતા બોલ્યો.

ત્યારબાદ એ ઊભો થઈને ઉતાવળા પગલે દરવાજા તરફ આગળ વધી ગયો. મૂંઝવણના હાવભાવ સાથે એ ત્રણેય પણ તેની પાછળ હતા. કાલિદાસ બહાર નીકળી બંગલાના પાછળના ભાગમાં આવેલા બગીચામાં જઈ એક ખૂણામાં પહોંચીને ઉભો રહ્યો. ત્યાં ત્રણ કતારોમાં 15-20 કુંડાઓ પડ્યા હતા. મોટાભાગના કુંડાઓ ગુલાબના હતા. કાલિદાસ વચ્ચેની કતારના એક કુંડા પાસે ગયો.

'રાકેશ..' સહસા એ બોલ્યો.

'તું બાઉન્ડ્રી વોલ પાસે ઉભો રહીને ધ્યાન રાખ કે કોઈ આ તરફ ડોકિયાં તો નથી કરતું ને..' રાકેશ તરત જ સરહદના સૈનિકની જેમ બાઉન્ડ્રી વોલ પાસે જઈને ઉભો રહી ગયો. અલબત્ત, તે એક તરફ ધ્યાન આપવાની બદલે બંને તરફ ધ્યાન આપતો હતો એ વાત જુદી હતી. આ દરમિયાન કાલિદાસ એ કુંડા પાસે ઉભડક પગે બેસી ગયો હતો. માત્ર બેસી ગયો હતો એટલું જ નહીં, એણે એક એવું કામ કરી નાખ્યું હતું કે જે જોઈને એ ત્રણેયની ખોપરીઓ હવામાં ઉડવા લાગી હતી. માનસિક તાણના અતિરેકને કારણે કાલિદાસના મગજની કમાન છટકી તો નથી ગઈ ને? આવો એક વિચાર પણ તેમને આવ્યો. ખરેખર જ એની આ વર્તણૂક જોઈને કોઈને પણ તેને માટે આવો અભિપ્રાય આપવા માટે લાચાર કરી શકે તેમ હતી. એણે આજુબાજુમાં નજર કર્યા પછી પોતાનું ખમીસ કાઢીને જમીન પર પાથર્યા બાદ તેના પર કુન્ડું મૂકી દીધું હતું. ત્યારબાદ એણે સાવચેતીપૂર્વક માટી સહિત ગુલાબના છોડને બહાર કાઢીને ઘરેણાની પોટલી કુંડામાં મૂકી દીધી અને છોડને હતો એમ જ યથાવત રીતે રોપી દીધો. હવે જ એ ત્રણેયને તેની આવી વર્તણૂકનો અર્થ સમજાયો હતો.

'વાહ અંકલ..' અમિત પ્રશંસા ભર્યા અવાજે બોલી ઉઠ્યો. 'ખરેખર તમારી બુદ્ધિને દાદ આપવી પડશે. બુદ્ધિનો ઉપયોગ કરવાની બાબતમાં તો તમે ચાલાકમાં ચાલાક ગુનેગારને પણ હરાવી શકો તેમ છો. હવે કદાચ પોલીસ અહીં આવે તો પણ તેને કુંડા ઉપર શંકા કરવાનું કોઈ કારણ નહીં મળે. પોલીસ ગુનેગરોની નાની ભૂલોનો આધાર લઈને તેમના સુધી પહોંચવામાં સફળતા મેળવે છે. જો તમારે સ્થાને બીજું કોઈ હોત તો તે કુંડામાંથી પડેલી માટી પ્રત્યે ધ્યાન જ ન આપત અને પછી કુંડાની બાજુમાં પડેલી માટી જોતા જ પોલીસ સમજી જાત કે જરૂર તેમાં કંઈક છુપાવવામાં આવ્યું છે.'

કુંડાને યથાસ્થાને મૂક્યા બાદ શર્ટને સાવચેતીથી ઉંચકીને તેને બાજુની ક્યારીઓમાં ખંખેરીને કાલિદાસ કંઈક કહેવા જતો હતો ત્યાં જ બાઉન્ડ્રી વોલ પાસે ઉભેલો રાકેશ ગભરાયેલી હાલતમાં આંધીની જેમ તેમની તરફ દોડી આવતા બોલ્યો,

'પ...પોલીસ.'

'શ..શું?'

હ..હા.. પોલીસની જીપ આ તરફ જ આવે છે. તાબડતોબ બધા અંદર ચાલો. નહીં તો આપણે બધાને એક સાથે જોઈને તેમને તરત જ શંકા ઉપજશે.' વાત પૂરી કરીને બાકીના આવે છે કે નહીં એ જોયા વગર જ તે પ્રવેશ દ્વાર તરફ દોડી ગયો.

*********

નાગપાલની વેધક આંખો અત્યારે કાલિદાસના ચહેરા પર જ મંડાયેલી હતી.

'મિસ્ટર કાલિદાસ..' પોતાનો પરિચય આપ્યા બાદ એ બોલ્યો.

'અમને એક મૃતદેહ મળ્યો છે એના માથામાંથી મળી આવેલી ગોળી આડત્રીસ કેલીબરની રિવોલ્વરમાંથી છોડવામાં આવી છે. તમારી પાસે પણ એક લાઇસન્સ યુક્ત આડત્રીસ કેલીબરની રિવોલ્વર છે એવું અમને જાણવા મળ્યું છે. શું આ વાત સાચી છે?'

'જ..જી હા..' કાલિદાસે પોતાના ગભરાટ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતા કહ્યું. 'પરંતુ જ્યારથી મારી પુત્રવધુ ગીતા નારાજ થઈને ચાલી ગઈ છે ત્યારથી જ એ રિવોલ્વરનો ક્યાંય પત્તો નથી. કદાચ તે રિવોલ્વર સાથે લઈ ગઈ હશે એમ માનીને મેં હજુ સુધી આ બાબતમાં ફરિયાદ નથી નોંધાવી. પરંતુ આપના કહેવાનો અર્થ એવો તો નથી થતો ને કે કોઈકે એ જ રિવોલ્વર વડે ગીતાનું ખૂન કરી નાખ્યું છે?'

'કમાલ કહેવાય!' નાગપાલ આશ્ચર્ય મિશ્રિત કટાક્ષ ભર્યા અવાજે બોલ્યો, 'તમે તો ત્રિકાળ જ્ઞાની લાગો‌ છો.'

'ક... કેમ?'

'એટલા માટે કે મૃતદેહ કોઈ સ્ત્રીનો છે કે પુરુષનો એ બાબતમાં તો મેં હજુ સુધી તમને કંઈ જણાવ્યું પણ નથી તો પછી તમે તાબડતોબ એવા પરિણામ પર કેવી રીતે પહોંચી ગયા કે અમને મળી આવેલો મૃતદેહ તમારી પુત્રવધુ ગીતાનો જ છે?' નાગપાલની વાતથી માત્ર કાલિદાસે જ નહીં રાકેશ, સુધા અને અમિતે પણ આશ્ચર્યનો આંચકો અનુભવ્યો હતો. પરંતુ પરિસ્થિતિની ગંભીરતાનો આભાસ મળતા જ અમિત તીવ્ર અવાજે બોલ્યો,

'નાગપાલ સાહેબ.. આપની બળજબરી અહીં નહીં ચાલે. તમે જે રીતે ફેરવી ફેરવીને વાતો કરો છો એનો અનુભવ આપના કરતા મારી પાસે વધુ છે.'

'તમારો પરિચય આપશો?' નાગપાલે વેધક નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'જરૂર.. મારું નામ અમિત દેસાઈ છે અને હું એડવોકેટ છું.'

'એડવોકેટ સિવાય તમે બીજું શું છો?'

'એ સિવાય હું સુધાનો ભાવિ પતિ છું.' અમિત સુધા તરફ સંકેત કરતા બોલ્યો. 'આપ પોતે જ કહો છો કે અંકલ એવી જ કોઈક લાયસન્સ યુક્ત રિવોલ્વર વડે એક ખૂન થયું છે.' તે એક એક શબ્દ પર ભાર મૂકતો હતો. 'હવે માની લો કે અંકલના સ્થાને આપ હોત તો શું કોઈ મૃતદેહ મળી આવવાનો ઉલ્લેખ સાંભળીને આપ પણ તરત જ એ પરિણામ પર ન પહોંચી જાત કે કોઈક બદમાશે સ્ત્રીને એકલી જોઈને તેને લૂંટવાના પ્રયાસમાં એનું ખૂન કરી નાખ્યું છે?'

'જરૂર.. જરૂર. તમારા તર્કમાં વજન છે એ હું કબૂલ કરું છું.'

'તો પછી?'

'આ ખુન માત્ર લૂંટના હેતુથી જ કરવામાં આવ્યું હોય એવું મને નથી લાગતું.'

'શું એ મૃતદેહ ગીતાનો જ છે?' રાકેશે પૂછ્યું.

'હા, હવે તો કહેવું જ પડશે.' નાગપાલ બોલ્યો. 'પરંતુ તેમ છતાંય જ્યાં સુધી તમે લોકો મૃતદેહની ઓળખ ન કરી લો ત્યાં સુધી ખાતરીપૂર્વક કશું જ કહી શકાય તેમ નથી. પરંતુ એ પહેલાં હું ગીતાના રૂમમાં એક નજર ફેંકવા માગું છું અને..' પરંતુ વાત પૂરી થાય એ પહેલા જ જાણે બેભાન થઈ ગયો હોય એમ રાકેશ ગીતાના નામની બૂમો પાડતો જમીન પર ઢળી પડ્યો. પોતે પોતાની પત્નીને કેટલો ચાહતો હતો એ તો એણે બતાવવાનું જ હતું. સુધા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. રડવાનું નાટક કરતી હતી એમ કહીએ તો પણ ચાલે. અમિત તથા કાલિદાસે રાકેશના દેહને ઉંચકીને સોફા પર સુવડાવી દીધો. આ દરમિયાન નાગપાલ ચૂપ જ રહ્યો. પછી કાલિદાસને ટેલીફોન તરફ આગળ વધતો જોઈને તે આદેશાત્મક અવાજે બોલ્યો.

'રહેવા દો મિસ્ટર કાલિદાસ.. ડોક્ટરને બોલાવાની કાંઈ જરૂર નથી.'

'કેમ?' કાલિદાસે પીઠ ફેરવીને તેની સામે જોતા પૂછ્યું. 'એટલા માટે કે પત્નીના મૃત્યુનો મિસ્ટર રાકેશને જે આઘાત થયો છે તે એટલો સાધારણ છે કે થોડીવારમાં આપમેળે જ એ ભાનમાં આવી જશે.'

'પણ જો રાકેશને કંઈક થઈ જશે તો?'

'કશું જ નહીં થાય એની જવાબદારી હું લઉં છું.'

'નાગપાલ સાહેબ..'સહસા અમિત ધૂંધવાતા અવાજે બોલ્યો.

નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

'ગીતાનું ખૂન બહાર થયું છે તો પછી આપ તેનો રૂમ શા માટે જોવા માંગો છો એ જ મને તો નથી સમજાતું.'

'એટલા માટે કે..' નાગપાલ વારાફરતી બધા સામે જોઈને બોલ્યો. 'મારી તપાસ પરથી હું એવા પરિણામ પર પહોંચ્યો છું કે ગીતાનું ખૂન તેના કોઈ પરિચિતે જ કર્યું છે.' નાગપાલની વાત સાંભળીને તેમના માથા પર જાણે કે વીજળી ત્રાટકી. તેમના દેહ પથ્થરના પૂતળાની જેમ સ્થિર થઈ ગયા હતા. અને બેભાન હોવાનું નાટક કરી રહેલા રાકેશની હાલત તો ખરેખર બેભાન જેવી જ થઈ ગઈ હતી. 'એ પરિચિત જે કોઈ હોય તે..' નાગપાલ ગંભીર અવાજે બોલ્યો. 'પરંતુ એણે ખૂબ જ સમજી વિચારીને આ યોજના બનાવી હતી.'

'કેવી યોજના?' અમિતે પૂછ્યું.

'કાં તો એણે ગીતાને સમજાવી ફોસલાવીને ઘરેણા તથા રિવોલ્વર લઈને નાસી છૂટવા માટે તૈયાર કરી હશે અથવા તો પછી ગીતા કોઈ કારણસર એ માણસની યોગ્ય અયોગ્ય વાત માનવા માટે લાચાર હશે. મારી વાતનો અર્થ તો તમે સમજી જ ચૂક્યા હશો?'

'હા, આપનો સંકેત બ્લેકમેલ તરફ જ છે ને?'

'હા, કોઈક ગીતાને બ્લેકમેલ કરતું હોય એ બનવા જોગ છે. આ બંનેમાંથી જે કોઈ કારણ હોય તે, પરંતુ ગીતા એના કહેવાથી ઘેરથી પોતાના ઘરેણાં અને રોકડ રકમ લઈને અગાઉથી જ નક્કી થયેલા સ્થળે પહોંચી. ત્યાં ખૂનીએ આરામથી એ જ રિવોલ્વર વડે તેનું ખૂન કરી નાખ્યું અને..' નાગપાલે સહજ અટકીને પોતાના કથનની અસર જાણવા માટે સૌના ચહેરા પર નજર ફેરવી. કાલિદાસ અને અમિતના ચહેરા પર તો તેને કશું જ ન દેખાયું. એ બંનેના ચહેરા ભાવહીન હતા. પરંતુ બેભાન હાલતમાં પડેલા રાકેશના ચહેરા પર પ્રસન્નતાની રેખાઓ ફરી વળી હતી. આનંદના અતિરેકને કારણે પોતે અત્યારે બેભાન હોવાનું નાટક કરે છે અને બેભાન માણસના ચહેરા પર કોઈ જાતના હાવભાવ નથી હોતા એ વાત કદાચ તે ભૂલી ગયો હતો. આ હાસ્યાસ્પદ દ્રશ્ય જોઈને નાગપાલને જોર જોરથી હસવાનું મન થયું. માંડ માંડ એણે પોતાની ઈચ્છા પર કાબુ રાખ્યો.

'સાંભળો..' એ પૂર્વવત અવાજે બોલ્યો. 'ત્યારબાદ ખૂનીએ ગીતાના મૃતદેહ પરથી ઘરેણા વિગેરે કાઢી લઈને એવો દેખાવો કર્યો કે પોલીસને આ બનાવ લૂંટ અને ખુનનો જ લાગે. આવો દેખાવ ઊભો કરતી વખતે એણે એમ પણ વિચાર્યું હશે કે જો પોલીસ એની ચાલબાજીમાં નહીં ફસાય તો પણ એના પર શંકા કરવાને બદલે તમારા પર જ શંકા કરશે. કારણ કે ગીતાને ઝીંકવામાં આવેલી ગોળી તમારી જ લાયસન્સ યુક્ત રિવોલ્વરમાંથી છોડવામાં આવી છે.'

'એ બધું તો ઠીક છે.' કાલિદાસે વ્યાકુળ અવાજે કહ્યું. 'પરંતુ આપને ગીતાના રૂમમાંથી એવું તે શું મળવાની આશા છે કે જેના વડે ખૂની સુધી પહોંચવામાં સફળતા મળશે?'

'આશા?'

'હા..'

'આશા તો ઘણું બધું મળવાની છે.' નાગપાલ રહસ્યમય સ્મિત ફરકાવતા બોલ્યો.

'તેમ છતાંય..?'

'શું તેમ છતાંય?'

'આપ કઈ વસ્તુ મળવાની અપેક્ષા રાખો છો?'

'મેં કહ્યું તો ખરું કે મને ઘણું બધું મળવાની આશા છે.' નાગપાલના ચહેરા પર પૂર્વવત રીતે રહસ્યમય સ્મિત ફરકતું હતું. 'પરંતુ સૌથી વધુ શક્યતા કોઈ પત્રના મળી આવવાની છે.'

'પત્રની?'

'હા..'

'કેવા પત્રની?'

'આ પત્ર ગીતાનો પણ હોઈ શકે છે અને ખૂનીનો પણ.. ઉતાવળ અથવા તો કોઈક અન્ય કારણસર તેઓ આ પત્રનો નાશ કરવાનું ભૂલી ગયા હોય એ બનવા જોગ છે.'

'એમ?'

'હા..'

'તો ચાલો..'

'ક્યાં?'

'ગીતાના રૂમમાં. જો એ જ વાત હોય તો આપ અમારા પર ઉપકાર જ કરશો. ગીતાના ખુનીને સજા મળે એમ અમે પણ ઇચ્છીએ છીએ.' નાગપાલે ધીમેથી માથું હલાવ્યું. કાલિદાસ ઉપર લઈ જતી સીડી તરફ આગળ વધી ગયો. અમિત તથા નાગપાલે પણ તેનું અનુકરણ કર્યું. બાકીના લોકો નીચે હોલમાં જ રોકાયા. તેમણે ઉપર જવાનો પ્રયાસ ન કર્યો. ત્રણેય ઉપર પહોંચ્યા. કાલિદાસે ચુપચાપ એક રૂમનો દરવાજો ઉઘાડ્યો.

'આ જ રાકેશ તથા ગીતાનો શયનખંડ છે સાહેબ.' એણે કહ્યું. નાગપાલ અંદર પ્રવેશ્યો. એની વેધક આંખો રૂમમાં ફરવા લાગી. ફરતા ફરતા એની નજર છેવટે જમીન પર પાથરેલા ગાલીચાના એક સ્થાને પહોંચીને સ્થિર થઈ એ ભાગ થોડો કપાયેલો હતો. લોહીના ડાઘનો નાશ કરવા માટે એટલો ભાગ કાપી નાખવામાં આવ્યો છે એ વાત તે તરત સમજી ગયો. પરંતુ એક સવાલ હથોડાની માફકા ઝીંકાતો હતો. ગીતાના માથા પરથી લાલ રંગનો દોરો મળ્યો હતો. જ્યારે આ ગાલીચો લીલા રંગનો હતો. આવું શા માટે?

પછી નીચા નમી ધ્યાનથી એ સ્થાન સામે તાકી રહીને એ ચમકવાનો શાનદાર અભિનય કરતા બોલ્યો, 'ઓહ.. આવા કીમતી ગાલીચાનું કોણે સત્યનાશ કોણે કાઢી નાખ્યું?'

'ક્યાં છે?' કહેતા કહેતા કાલિદાસ તેની નજીક આવી પહોંચ્યો.

'આ રહ્યો.' નાગપાલે ફાટેલા ભાગ તરફ સંકેત કરતા કહ્યું. કાલિદાસે નીચા નમીને એ ભાગનું નિરીક્ષણ કર્યું.

'ઓહ.. આ બદમાશી તો ઉંદરની લાગે છે.' એ બોલ્યો.

'ઉંદરની?'

'હા..'

'મિસ્ટર કાલિદાસ.. એક વાત તો કબુલ કરવી જ પડશે.' નાગપાલે તેની આંખોમાં પોતાની આંખો પરોવતા કહ્યું.

'ક.. કઈ વાત?' નાગપાલની વેધક નજરનો તાપ ન જીરવી શકતાં કાલિદાસે નીચું જોઈ જતા પૂછ્યું.

'એ જ કે તમારા બંગલાના ઉંદરો કટિંગના મામલામાં નિષ્ણાત છે.'

'કેમ?'

:ત્યારે શું? આ ગાલીચો તેમના કટીંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આવું સરસ મજાનું કટીંગ દરજી પણ ધારદાર કાતર વડે ન કરી શકે. તમારા બંગલાના ઉંદરોનું તો ભાઈ કહેવું જ પડશે!' એનો આ કટાક્ષ કાલિદાસ પણ સમજતો હતો. પરંતુ તેની પાસે નાગપાલની વાતનો કોઈ જવાબ નહોતો. અને જે જવાબ હતો તે આપીને તે પોતાના જ પગ પર કુહાડો મારી શકે તેમ હતો. ચૂપ રહેવામાં જ એને પોતાનું કલ્યાણ લાગ્યું. નાગપાલ ટટ્ટાર થઈને ફરીથી રૂમમાં નજર દોડાવવા લાગ્યો. અચાનક તેની નજર ટેબલના પાયા નીચે ચણાની દાળ જેટલી ચમકતી એક વસ્તુ પર પડી. એણે આગળ વધી ટેબલને સહેજ ઊંચું કરીને તેના પાયા નીચે દબાયેલી એ વસ્તુ કાઢી લીધી. તે એક ચાંદીનું ઝાંઝર હતું. ઝાંઝર પર નજર પડતા જ કાલિદાસ તથા અમિત જડવત બની ગયા.

'આ ઝાંઝર ક્યાંક ગીતાનું નથી ને?' નાગપાલે એ બંનેની આંખો સામે ઝાંઝર લહેરાવતા પૂછ્યું. અમિત કંઈ જવાબ આપે એ પહેલા જ કાલિદાસ વચ્ચેથી બોલી ઉઠ્યો.

'કદાચ એનું જ હશે. પરંતુ મને પાકી ખબર નથી. ચોક્કસ રીતે તો સુધા કે રાકેશ જ જણાવી શકે એમ છે. આપ કહેતા હો તો સુધાને બોલાવું.'

'ના, એની કંઈ જરૂર નથી. આ રૂમ ગીતાનો છે તો ઝાંઝર પણ તેનું જ હોવું જોઈએ. આ ઝાંઝર અહીંથી મળ્યું એના પરથી એક વાત તો બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે.'

'કઈ વાત?'

'એ જ કે ગીતા અહીંથી ગઈ ત્યારે એટલી બધી ઉતાવળમાં હતી કે પોતાના પગમાંથી ઝાંઝર પડી ગયું છે એનું પણ તેને ભાન નથી રહ્યું. ખેર, જ્યાં સુધી ખૂની ન પકડાઈ જાય ત્યાં સુધી આ ઝાંઝર પોલીસના કબજામાં જ રહેશે. આ ઝાંઝર અમારી પાસે રહે એમાં તમને કોઈ વાંધો તો નથી ને મિસ્ટર કાલિદાસ?'

'ના, મને વળી શું વાંધો હોય?' ત્યારબાદ નાગપાલે ટેબલના ખાના ઉઘાડીને તપાસ્યા. આ દરમિયાન ઘડી કરેલો એક કાગળ તેના ગજવામાં પહોંચી ગયો હતો. પછી એણે રૂમમાં કોઈ મૂરખમાં મૂરખ માણસ પણ કશું છુપાવ્યું હોવાની આશા ન રાખે એવા સ્થાનો પણ ચેક કર્યા. ત્યારબાદ નિરાશાથી માથું ધુણાવીને બારી પાસે પહોંચ્યો. આ બારી પાછળના ભાગમાં આવેલા બગીચા તરફ ઉઘડતી હતી. એણે બારી ઉઘાડીને બહાર નજર કરી. પછી કંઈક વિચારીને અચાનક જ તેની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

'મિસ્ટર કાલિદાસ..' એ પીઠ ફેરવીને કાલિદાસ સામે જોતા બોલ્યો. 'તમારા બગીચામાં તો ખૂબ જ સુંદર ફૂલો ઉગ્યા છે. શું હું નજીક જઈને એ જોઈ શકું છું?' નાગપાલનું કથન સાંભળીને કાલિદાસ તથા અમિતના ચહેરા કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. થોડી પળો સુધી એ જ હાલતમાં રહ્યા બાદ કાલિદાસ પોતાના ચહેરા પર પરાણે સ્મિત લાવવાનો પ્રયાસ કરતા બોલ્યો.

'જરૂર. જો આપને ફૂલો જોવાનો શોખ હોય તો જરૂર જુઓ. પરંતુ તેમ છતાંય હું તો એમ જ કહીશ કે આપ નાહક જ આપનો કિંમતી સમય બરબાદ કરશો. મારા બંગલાના બગીચામાં સામાન્ય રીતે આ જાતના બંગલામાં હોય છે એવા જ ફૂલોની જાત છે.'

'ના રે ના મિસ્ટર કાલિદાસ..' નાગપાલ માથું ધૂણાવીને ઠાવકા અવાજે બોલ્યો.

'તમે તો દરરોજ આ ફૂલોના દર્શન કરો છો એટલા માટે જ આમ કહો છો. દરરોજ એકને એક વસ્તુ જોવાથી ધીમે ધીમે માણસનું એ વસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય છે.'

'જુઓ નાગપાલ સાહેબ..' અમિતે રોષભર્યા અવાજે કહ્યું. 'આપ બળજબરી કરો છો. એક તો ગીતાના મોતને કારણે આમેય અમે દુ:ખી છીએ. એના મોતના આઘાતથી મારો જીગરજાન મિત્ર રાકેશ હજુ સુધી બેભાન પડ્યો છે અને આવા સંજોગોમાં આપને ફૂલોની ખૂબસૂરતીનું નિરીક્ષણ કરવાનું સૂઝે છે? પ્લીઝ જો આપને તપાસ પૂરી થઈ ગઈ હોય તો હવે આપ અહીંથી જાઓ.'

એની વાત સાંભળીને નાગપાલનો ચહેરો કમાનની જેમ ખેંચાયો. 'મિસ્ટર અમિત..' એ કઠોર અવાજે બોલ્યો. 'જો હું તમારું દુઃખ ન સમજતો હોત તો મિસ્ટર કાલિદાસની લાઇસન્સ યુક્ત રિવોલ્વરથી થયેલા ખૂનના આધારે વોરંટ સાથે તલાશી લેવા માટે અહીં આવ્યો હોત. એ સંજોગોમાં આવી વાત ઉચ્ચારવાની તમારી હાલત ન રહેત સમજ્યા?' વાત વણસતી જોઈને કાલિદાસ ચાપલૂસી ભર્યા અવાજે બોલી ઉઠ્યો, 'જવા દો નાગપાલ સાહેબ..ચાલો. બગીચામાં જઈએ.' અમિત સામે આગ્નેય નજરે જોઈને નાગપાલ દરવાજા તરફ આગળ વધી ગયો. થોડી પળો બાદ તેઓ બગીચામાં ઊભા હતા. નાગપાલની શોધપૂર્ણ નજર ચારે તરફ ફરવા લાગી હતી. પછી અચાનક આગળ વધીને તે જે કુંડામાં ગીતાના ઘરેણા છુપાવવામાં આવ્યા હતા એ કુંડા પાસે પહોંચ્યો. કુંડામાં રહેલી માટી પર નજર કરતા જ એની આંખોમાં ચમક પથરાઈ ગઈ. ત્યારબાદ સ્ફૂર્તિથી નીચે નમીને એણે કૂંડુ ઉંચકી લીધું.

'અરે.. અરે.. આ આપ શું કરો છો?' કહીને કાલિદાસ લાંબા લાંબા ડગલા ભરતો તેના તરફ ધસી ગયો. પરંતુ તે નજીક પહોંચે એ પહેલા જ નાગપાલ કુંડાને ઊંધું વાળી ચૂક્યો હતો. પરંતુ આશ્ચર્ય.. કુંડામાં માટી અને ગુલાબના છોડ સિવાય શંકા ઉપજે એવું કશું જ નહોતું. ઘરેણા ભરેલી પોટલી તો ઠીક, તેમાં નાની સરખી લોખંડની ખીલી પણ નહોતી. નાગપાલની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની ગઈ. જ્યારે કાલિદાસ તથા અમિત જાણે દુનિયાની આઠમી અજાયબી જોતા હોય એમ નરી અચરજથી ફાટી આંખે કુંડામાંથી નીકળેલી માટી તથા ગુલાબના છોડ સામે તાકી રહ્યા હતા. રહી રહીને તેમના દિમાગમાં એક જ સવાલ હથોડાની માફક ઝીંકાતો હતો. ઘરેણાંવાળી પોટલી ક્યાં ગઈ? પરંતુ આ સવાલનો કોઈ જવાબ તેમની પાસે નહોતો.