Tribhete - 2 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | ત્રિભેટે - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ત્રિભેટે - 2

પ્રકરણ 2

કવન ફોન મુકતા બબડ્યો" જરૂર એકલો હોશે, આવવા દેની એટલી ચોપડાવાં, બોવ પૈહાનું અભિમાન ચડેલું તે...,," પ્રકૃતિ એ ધ્યાન દોર્યું, આપણે વીડીયો બનાવતાં હતાં. પ્રકૃતિએ કેમેરા ઓન કર્યો અને એણે બોલવાનું ચાલું કર્યું." આ આંબાને ભેટ આંબો કહેવાય એ હું સૌરાષ્ટ્રથી લાવ્યો છુ..એની કેસર કેરી બહું મીઠી હોય..બે આંબા વચ્ચે પંદર ફુટનું અંતર...." એણે બધી માહિતી આપી.પીસ્તાલીસ મિનિટનો વીડીયો બનાવ્યો.

કવન અને પ્રકૃતિ બંને વલસાડ પાસે પોતાનું મોટું ફાર્મહાઉસ ધરાવતાં હતાં અને ઓર્ગેનિક ફાર્મીગ કરતાં.બંને પર્યાવરણ પ્રેમીએ લાખોની સોફ્ટવેર જોબ છોડીને ઓર્ગેનિક ફાર્મીગ ચાલું કર્યું.પોતે શીખતાં અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર બીજાને શીખવતાં.એમનાં લાખો ફોલોઅર્સ એમનાં વીડીયો અને પ્રોડક્ટ્સની રાહ જોતાં.

છેલ્લે સાત વર્ષ પહેલાં મળ્યો હતો..હવે યુ.એસ સીટીઝન થઈને આવ્યો હતો.ગયો ત્યારે બંને મિત્રોને નારાજ કરીને ગયેલો.

આજે કવનનું મન એડીટીંગમાં ન લાગ્યું, એ લેપટોપ ખોલીને ગુગલડ્રાઈવ" માં અપલોડ કરેલાં જુનાં ફોટાં જોવા લાગ્યો..
નાનપણમાં અસ્તવ્યસ્ત યુનિફોર્મમાં સ્કુલ જતાં ..કે ક્યારેક નદીમાં ધુબાકા મારતાં. એક ફોટામાં નયન હાફુસનાં કરંડીયો
ઉચકતો હતો અને બંને મિત્ર ખેંચતા હતાં" નયનનાં પપ્પા ખેડૂત મોટી ખેતી..એમાં હાફુસ ને ચીકુનાં બગીચા.કવનનું મન ભરાઈ ગયું " ધરતીપુત્ર' આટલો ધરતીથી દુર ડોલરનો નશો માણસને આંધળો કરી દે...

પ્રકૃતિ સમજી ગઈ..એને એનાં લાગણીશીલ પતિનો દરેક મુડ સમજાતો. એ હળવેકથી પાસે બેસી ગઈ..કોલેજનાં ફોટા કાઢ્યાં કવન , નયન, સુમિત, સ્નેહા, દિશા અને પોતે.કેવડીયાં કોલોની પીકનીક ગયેલાં ત્યારનો ગ્રુપ ફોટો..એમાં નયને અડધો ટકો કરેલો..બંને ભુતકાળ યાદ કરી જોરથી હસી પડ્યાં.. કોલેજમાં નયન જાત જાતની શરતો લગાવતોને હારતો...આ એવી જ એક શરતનું પરિણામ .બરોડામાં રહીને ભણતાં એ લોકોની ગેંગનું પ્રિય પીકનીક સ્પોટ કેવડિયાં અને કબીરવડ.

"ચાલ, કેસર અને હાફુસ ઉતારાવી લઈએ.એન.આર.આઈ પંખી આ વખતે ઉનાળામાં આવ્યું છે તો કેરી ચાખેને માટીની ગંધ વાળી" કહી કવન ઉભો થયો." ચાર વર્ષ કોલેજમાં હારે રહી પણ તમારી દોસ્તી જેવી નથી જોઈ કોઈની હું ને સ્નેહા પણ એનો ભાગ નથી બન્યાં આજ સુધી, તમારાં ઝગડા તમે જાણો" પ્રકૃતિએ ટોણો માર્યો.

સ્નેહા અને એ ક્યારેય આ ગ્રુપમાં સભ્ય હોવા છતાં એનાં ત્રણની સ્પેસમાં ભાગીદાર નહોતાં.બાલમંદિરથી સાથે ભણેલાં રહેલાં અને એક જ ગામનાં એ ત્રણેયનો નાતો દોસ્તી થઈ પણ આગળ હતો.
***********************************
કવનનો ફોન કટ થયો એટલે નયને ટીખળ કરી, "આ આપણી હીરોઈન હજી પણ એટલી જ સેન્ટી છે? " સુમિતે કીધું " યાર તને ખબર તો છે એને ભુલતા સમય લાગે પણ તું અમેરિકા જઈ હાર્ટલેસ થતો જાય છે સારું થયું તને સુગર થયું તારામાં
પેનક્રીયાઝ છે એ તો ખબર પડી." " ચાલ પાછો પડી જાય એ પેલા કંઈક ખાઈએ , તારા લીધે હું ય ભુખ્યા છું". એમ કહીં સુમિતે જમણી બાજું ગાડી ઘુમાવી" ફાલુદાથી ચાલું કરીએ"


ગાડી ચલાવતાં ચલાવતાં જ્યારે એ મીરરમાં જોતો હતો એને એવું લાગતું કે એક ગાડી એમનો પીછો કરે છે.એણે ખાતરી કરવાં ગાડી ધીમી કરી તો પાછળની ગાડી પણ ધીમી થઈ..એણે એક જગ્યાએ કાર થોભાવી તો પાછળની કાર પણ થોભી ગઈ. હવે એની શંકા દ્રઢ બની એણે નયનને કહ્યું
"કોઈ આપણો પીછો કરે છે , કદાચ તારો..."

અહીં કોણ મને ઓળખવાનું તે પીછો કરે...તું હજી એવો ને એવો જ ફીલ્મી..ચાલ હવે ..

બંને એ એક એક જુની ખાણીપીણીની જગ્યાં ને ન્યાય આપ્યો. ...સુમિત ઓડકાર ખાતા ખાતાં બોલ્યો.." અલા હવે બસ કર તારું અમેરિકન પેટ આ નહીં પચાવી શકે".

સુમિતને સતત એવું લાગતું કે દરેક જગ્યાએ કોઈ એને પીછો કરતું હતું.એક સીધોસાદો આઈટી પ્રોફેશનલ જેવો લાગતો એક વ્યકિત દરેક જગ્યાએ હાજર હતો..એ સહજ રહેવાને ડોળ કરતો હતો પણ એ મેસેજ વાંચતાં વાંચતાં નયનનાં ફોટા પાડતો હતો.સુમિતે સીફતથી એનો જ ફોટો પાડી લીધો.
એ પૈસા ચુકવી એ માણસની દિશામાં ફર્યો તો એ અચાનક ગાયબ.

નયનને ઘરે મુકી એ બહારથી જ જતો રહ્યો ..કાલે કવન પાસે
જવાનું હતું .સ્નેહાને સાથે ફરવા જવા માટે રાખેલું અઠવાડિયું નયન ખાઈ જવાનો..એમ વિચારી એણે રસ્તામાંથી સ્નેહાની મનપસંદ કુલ્ફી પાર્સલ કરાવી.વળી એજ
એસ.યુ.વી હવે એને ચિંતા થઈ એણે નંબર પ્લેટનો ફોટો પાડી લીધો.

એ થોડો ચિંતામાં આવી ગયો ઘરે પહોચ્યો ત્યારે કોઈ પાછળ ન હતું .એને થોડી નિરાંત થઈ...

એણે ફોટો ઝૂમ કરીને જોયો ...નંબરપ્લેટ જોઈ દિમાગમાં એક ચમકારો થયો....

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત